વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ

૫રિચય

તા. ૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજયની રચના થઇ ત્યારથી યુવા પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક બાબતો અંગેની કાર્યવાહી એક સ્વતંત્ર વહીવટી વિભાગ તરીકે અસ્તિત્વમાં ન હતો, પરંતુ રાજયમાં યુવા પ્રવૃત્તિઓ નો વ્યાપ વધારવા રમતગમત ક્ષેત્રમાં રાજયને આગળ ધપાવવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને વેગ આપવા તા.૧૭/૧૨/૯૦ થી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ એક અલગ વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો. સામાન્ય વહિવટ વિભાગના તા.૫/૮/૯૭ ના જાહેરનામાં ક્રમાંક ગસ (૯૭-૨૬-સકત-૧૧૯૭ (૩) કેયુ અન્વયે વિષયોની પુનઃ ફાળવણી અન્વયે વિભાગ હસ્તક કેટલાક નવા વિષયો ઉમેરાતાં વિભાગનું નામ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ને બદલે ‘‘રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાખવામાં આવેલ છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સંગ્રહાલય, પુરાતત્વ, ગ્રંથાલયો, દફતરો અને હસ્તપ્રતો, શતાબ્દી ઉજવણી અને સ્મારકોની જાળવણી તથા અકાદમીઓ અંગેની કામગીરી સંભાળે છે. તા.૨૦-૪-૦૪થી ગુજરાત જિલ્લા સર્વસંગ્રહની કચેરી તથા તા.૨-૬-૦૫થી ભાષા નિયામકની કચેરીની કામગીરી સામાન્ય વહીવટ વિભાગમાંથી તબદીલ કરીને વિભાગને ફાળવવામાં આવેલ છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચે મુજબનાં ખાતાના વડાઓ તથા અકાદમીઓ કાર્યરત છે.

વિભાગ હેઠળના ખાતાના વડા

સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે ધડેલ નીતિઓ અને યોજનાના અમલ પરત્વે ખાતાના વડાઓ એમને સુપ્રત કરેલી સત્તાની અંદર રહી દેખરેખ રાખે છે અને તેમની સત્તામાં ન આવતી બાબતો અંગે સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પાસેથી હુકમો મેળવે છે. તેમની સંબધિત પ્રવૃત્તિઓ અને તે માટેની નાંણાકીય જોગવાઇ દર્શાવતું અલગ કામગીરી અંદાજપત્ર પણ રજુ કરે છે. સંબધિત કચેરીઓની પ્રવૃત્તિઓ કામગીરી અંદાજપત્રમાં દર્શાવવામાં આવી છે.

આ વિભાગ ખાતાના વડાઓની નીતી ધડે છે. અને ખાતાના વડાઓ દવારા તેનો અમલ થાય તેની દેખરેખ રાખે છે. આ વિગતો સંબધિત ખાતાના વડાઓના કામગીરી અંદાજપત્ર ભાગ-૨ માં પ્રકાશિત કરવામાં આવી છે.

સ્ત્રોત:રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

2.95454545455
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top