હોમ પેજ / સમાજ કલ્યાણ / માનવ અધિકાર / હક્કપત્રકમાં ફેરફારની નોંધ વિશેની અગત્યની માહિતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હક્કપત્રકમાં ફેરફારની નોંધ વિશેની અગત્યની માહિતી

હક્કપત્રકમાં ફેરફારની નોંધ વિશેની અગત્યની માહિતી આપવામાં આવી છે

દરેક ગામે હક્કપત્રક રાખવાનુ હોય છે.કોઈ પણ ફેરફારની નોંધ બાબતે અરજદારે ઈ-ધરામાં પુરાવા સાથે અરજી કરવાની હોય છે. સરહદ ફેરફાર બાબતની ચકાસણી તલાટી/સર્કલ ઓફિસરે કરી મંજુર કરી આપવાની હોય છે. સૌ પ્રથમ હક્કપત્રકમાં એન્ટ્રી પડે ત્યારે તેને “કાચી એન્ટ્રી” પ્રમાણે પ્રમાણિત કરવામાં આવે છે. હક્કપત્રકમાં એન્ટ્રી પડયા પછી કોમ્પ્યુટરાઈઝડ્‌ ૧૩૫-ડીની નોટિસ જનરેટ થાય છે અને તેના ફેરફાર બાબતની જાણ આગલા ખાતેદારને કરવામાં આવે છે.

હક્કપત્રકમાં પડેલી એન્ટ્રી બાબતે કોઈ વાંધો હોય તો ૧૩૫-ડીની નોટિસથી ૩૦ દિવસમાં લેખિતમાં વાંધો રજૂ કરવાનો રહે છે. હક્કપત્રકમાં પડેલી નોંધ બાબતે ૩૦ દિવસના સમય પછી કોઈ વાંધો ન આવે તો નોટિસનો સમય પુરો થયો છે, નોટિસ બજાવેલ છે, ફેરફાર કાયદાની બાબતે બરાબર નિયત સમય મર્યાદામાં  કોઈ વાંધા રજૂ થયેલ નથી, તેની ખાતરી કરી આવી નોંધ પ્રમાણિત કરવામાં આવે છે હક્કપત્રકની નોંધનો નિકાલ મોડામાં મોડો ૯૦ દિવસમાં કરવાનો હોય છે એવી સરકારની કડક સુચના છે. એન્ટ્રી મંજુર-નામંજુર થયાની લેખિત જાણ પક્ષકારોને કરવાની હોય છે. હક્કપત્રકે મંજુર કે નામંજુર એન્ટ્રીથી પક્ષકાર નારાજ હોય તો અપીલ રીવીઝન થઈ શકે છે.

હક્કપત્રક એન્ટ્રી અંગેના નિર્ણયથી નારાજ કોઈ વ્યકિત તેને આવા નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસમાં સક્ષમ અધિકારીને જરૂરી કાગળ સાથે અપીલ/અરજી કરી દેવી જોઈએ. રીવીઝનની કાર્યવાહી સમયસર થવી જોઈએ. લાંબા સમય બાદ કરેલ રીવીઝનની કાર્યવાહીને ખૂબ મોડી ગણી રદ કરી અરજદારની તરફેણમાં ચુકાદો આપી શકે છે હક્કપત્રકની નોંધને કાયદેસરના અનુમાનનો દરજજો છે. હક્કપત્રકમાં નોંધાયેલ બાબત ખોટી છે તેવું વાંધો લેનાર સાબિત ન કરી શકે ત્યાં સુધી તે નોંધ કાયદેસર હોવાનું અનુમાન કાયદેસર રીતે કહી શકાય.

જયાં સુધી હક્કપત્રકની નોંધ વિરૂધ્ધ કોઈ સબળ પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી તે સાચી હોવાnu અનુમાન કાયદેસર રહે છે. હક્કપત્રક સંબંધે સ્થળ પર પ્રત્યક્ષ કબજો ખૂબજ મહત્વની બાબત છે. હક્કપત્રકની ખરી નકલો ઈ-ધરામાંથી મેળવી શકાય છે.

જમીન સંબંધી દરેક ફેરફાર રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે, તેમ છતાં તા.૨૫-૫-૬૬ પહેલા જે નોંધ હક્કપત્રકમાં દાખલ થઈ ગયેલી હોય કે પ્રમાણિત થયેલી હોય તેમાં રજીસ્ટ્રેશન જરૂરી નથી. હકકપત્રકમાં વારસાઈ નોંધો જન્મ મરણના પત્રક (પુરાવા) ઉપરથી પાડવાની હોય છે

બેંક-સહકારી મંડળી તરફથી બોજાના ફોર્મ નંબર-૫૮ થી તલાટી-કમ મંત્રીને ગીરોખતની નકલ સાથે જમીન ઉપર બોજો નોંધવા જણાવવામાં આવે કે તરત જ હક્કપત્રકે બોજાની નોંધ પાડવામાં આવે છે. બેંક-સહકારી મંડળી તરફથી ઉપાડેલા ધીરાણ- બોજાની રકમ ભરપાઈ થયેથી જે તે બેંક શાખા અધિકારીનુ બોજામુકિતનુ પ્રમાણપત્ર મેળવી લઈ તેની તલાટીને જાણ કરી બોજામુકિતની નોંધ હક્કપત્રકે એન્ટ્રી પડાવી મંજુર થયેલ ૭/૧૨ના અન્ય હક્કના પાનામાં બોજામુકિતની નોંધ કરાવવાની રહે છે. આવી જાણ બોજામુકિતના ૩ માસમાં તલાટીને કરાવવાની રહે છે.

કોઈ પણ હક્કપત્રકની ફેરફાર નોંધની નકલ ગ્રામપંચાયતના નોટિસ બોર્ડ પર સહેલાઈથી દેખાય આવે તેવી રીતે ૩ મહિના સુધી રાખવાની હોય છે.

ત્યાર બાદ તેને નોટિસબોર્ડ ઉપરથી ઉતારી એક વર્ષ સુધી તલાટીની ફાઈલમાં જાહેરાતના પુરાવા તરીકે સાચવવાની હોય છે. એન્ડરસન મેન્યુઅલની સ્પષ્ટતા મુજબ લોકોને ગમે તે વખતે ગામ નમુના નંબર ૬, ૭/૧૨, અને નકરાટી- વારસાઈ રજીસ્ટર જોવા તથા તેની નકલો માંગવા માટેનો અધિકાર છે. અરજી ઉપર કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર નથી.

વધુ માહીતી અને નિઃશુલ્ક માર્ગદર્શન માટે સંપર્ક કરો

+919428761526 / +91989804100

3.0
ખુશાલ મકવાણા Mar 17, 2020 09:46 AM

નોધોની તપાસણી કયા અધિકારી પાસેકરાવી જોઈએ

રાકેશ Oct 04, 2018 11:36 AM

ગામનો નમૂના હક પત્રક માં નોંધ નામંજૂર બતાવે છે તો કોનો સંપર્ક કરવો એ જણાવવા વિનંતી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top