૧૦ ડિસેમ્બર ૧૯૪૮ ના દિવસે યુનાઈટેડ નેશન ની જનરલ એસેમ્બલી એ માનવ અધિકાર ની સાર્વભોમ જાહેરાત ને સ્વીકૃત અને ઘોષિત કરી. ત્યાર બાદ એસેંબલી એ દરેક સભ્ય દેશ ને અપીલ કરી કે તે જાહેરાત નો પ્રચાર કરે અને દેશ અને પ્રદેશ ની રાજનૈતિક સ્થિતિ પર આધારિત ભેદભાવ નો વિચાર કર્યા વગર વિષેશ કરી ને શાળાઓમાં અને અન્ય શૈક્ષણિક સંસ્થા માં આનો પ્રચાર,પ્રદર્શન,પાઠ્ય અને વ્યખાયાઓ નો પ્રબંધ કરે.
પ્રસ્તાવના
માનવ ના જન્મજાત ગૌરવ,સમાનતા અને અધિકાર ની સ્વીકૃતિ જ વિશ્વ-શાંતિ,ન્યાય અને સ્વંત્રતા નો પાયો છે.માનવ પર થનાર અત્યાચાર અને તેમના આત્માને ઠેશ પહોચડવા ના કારણે વિશ્વ વ્યવસ્થા ના ભાગ રૂપે આ જાહેરાત કરવા માં આવી છે. જો અન્યાય યુક્ત શાશન અને જુલ્મ વિરુદ્ધ લોકો નો વિદ્રોહ કરવા માટે તેને જ અંતિમ ઉપાય સમજી ને મજબૂર નથી થવું તો કાનૂન દ્રારા માનવ અધિકાર ની રક્ષા માટે ના નિયમો બનાવવા જરૂરી છે. સભ્ય દેશો એ આ પ્રતિજ્ઞા લીધી છે કે તે સંયુક્ત રાષ્ટ્ર ના સહયોગ થી માનવ અધિકાર ના સન્માન માં વૃધ્ધિ કરશે.આ પ્રતિજ્ઞા ને નીભાવવા માટે અધિકાર અને આઝાદી ના સ્વરૂપ ને સમજવું ખૂબ જરૂરી છે.અને તે માટે સામાન્ય સભા નીચે મુજબ ની જાહેરાત કરે છે. માનવ અધિકાર ની સાર્વભોમ જાહેરાત બધા દેશ અને લોકો ની સમાન સફળતા છે,આનો ઉદેશ એ છે કે દરેક વ્યક્તિ અને સમાજ નો દરેક ભાગ આ જાહેરાત ને સતત નજર માં રાખી ને અધ્યાપન અને શિક્ષણ દ્રારા એ પ્રયત્ન કરવામાં આવે કે આ અધિકારો અને આઝાદી પ્રત્યે સમાનતા ની ભાવના જાગૃત થાય,અને ઉતરો-ઉતર આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉપાય કરવા માં આવે જેના થી સભ્ય દેશ ની જનતા તેમનું પાલન કરે.
અનુછેદ
અનુછેદ ૧: બધા માણસો ને ગૌરવ તથા અધિકારો ના વિષય માં જન્મજાત સ્વંત્રતા અને સમાનતા પ્રાપ્ત છે,તેમણે બુધ્ધિ અને અંતર-આત્મા ની દેન પ્રાપ્ત છે,અને તેમણે પરસ્પર ભાઈ ચારા ની ભાવના થી વર્તાવ કરવો જોઈએ.
અનુછેદ ૨: બધા ને આ જાહેરાત ના અધિકારો અને આઝાદી પ્રાપ્ત કરવા નો હક છે, અને આ વિષય માં ધર્મ,જાતિ,વર્ણ,લિંગ,ભાષા,રાજનીતિ તથા અન્ય વિચાર, પ્રણાલી કોઈ દેશ કે સમાજ ના વિષય માં જન્મ,સંપતિ અથવા કોઈ પણ પ્રકાર ની અન્ય મર્યાદા ના કારણે ભેદભાવ નો વિચાર નહીં કરવા માં આવે.
આ ઉપરાંત કોઈ દેશ કે પ્રદેશ સ્વંત્રત હોય,સરક્ષિત,કે સ્વશાશન રહિત હોય કે પરીમીતી પ્રભુ સત્તા વાળો હોય તે દેશ કે પ્રદેધ ની રાજનૈતિક,ક્ષેત્રિય,કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ના આધાર પર ત્યાં ના નિવાસી ના પ્રત્યે કોઈ ફરક રાખવા માં નહીં આવે.
અનુછેદ ૩: દરેક વ્યક્તિ ને જીવન,સ્વાધીનતા,અને વૈયક્તિક સુરક્ષા નો અધિકાર છે.
અનુછેદ ૪: કોઈ પણ ગુલામી કે બંધન માં રાખવા માં નહીં આવે,ગુલામીપ્રથા અને ગુલામો ના વ્યાપાર સબંધ માં નિષેધ રાખવા માં આવશે.
અનુછેદ ૫: કોઈ ને પણ શારીરિક યાતના નહિ આપવામાં આવે,કે ન તો કોઈ ના પ્રત્યે નિર્દયતા,અમાનવિયપૂર્વક,કે અપમાનજનક વ્યવહાર થશે.
અનુછેદ ૬: દરેક લોકો ને દરેક જગ્યા પર કાનૂન ની નજર માં વ્યક્તિ ના સ્વરૂપ માં સ્વીકૃતિ પ્રાપ્તિ નો અધિકાર છે.
અનુછેદ ૭: કાનૂન ની નજર માં બધા સમાન છે,અને બધા લોકો વગર ભેદભાવ થી સમાન રીતે કાનૂની સુરક્ષા મેળવવા ને અધિકાર છે,અને આ જાહેરાત ના અતિક્રમણ કરી ને કોઈ પણ ભેદભાવ કરવા માં આવશે તેવા પ્રકાર ના ભેદભાવ ને કોઈ પ્રકારે ઉકસાવવા માં આવે,તો તેના વિરુદ્ધ સમાન સરક્ષણ નો અધિકાર પ્રાપ્ત થશે.
અનુછેદ ૮: બધા ને બંધારણ અને કાનૂન દ્રારા પ્રાપ્ત મૂળભૂત અધિકારો ના અતિક્રમણ કરવા વાળા કર્યો ની વિરુદ્ધ રાષ્ટ્રીય અદાલત ની સહાયતા મેળવાવ નો અધિકાર રહશે.
અનુછેદ ૯. કોઈ ને પણ પોતાની રીતે ગિરફતાર,નજરબંધ,કે દેશનિકાશીત કરવામાં નહીં આવે.
અનુછેદ ૧૦: બધા ને સંપૂર્ણ સમાન રીતે હક છે કે તેમણે અધિકારો અને કર્તવ્ય ના નિશ્ચયકરવા ના વિષય માં અને તેના પર આરોપિત ફોજદારી ના કોઈ પણ વિષય માં તેમની કાર્યવાહી ન્યાયપુર્વક અને સાર્વજનિક રૂપ થી નિરપેક્ષ અને નિષ્પક્ષ અદાલત દ્વ્રારા કરવા માં આવે.
અનુછેદ ૧૧:
- દરેક વ્યક્તિ,જેના ઉપર દંડનીય અપરાધ નો આરોપ કરવામાં આવ્યો હોય, ત્યાં સુધી તેને નિરપરાધી માનવા માં આવશે, જયા સુધી તેને એવી ખુલ્લી અદાલત માં, જયા તેને સાંભળવા ની બધી આવશ્યક સુવિધા પ્રાપ્ત થાય,કાયદા મુજબ અપરાધી સિધ્ધ કરવા માં ન આવે.
- કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એવા કૃત્ય કે અપકૃત્ય ના કારણે તેને દંડનીય અપરાધ નો અપરાધી માણવા માં આવશે નહીં, જેનાથી પ્રવર્તમાન પ્રચલિત રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દંડનીય અપરાધ ન માણવા માં આવે અને ન તો તેને અધિક ભારે દંડ આપી સકાશે જે તે સમયે આપવા માં આવતે જે સમયે તે દંડનીય અપરાધ કરવા માં આવ્યો હતો.
અનુછેદ ૧૨: કોઈ વ્યક્તિ ની એકાન્તા,પરિવાર,ઘર કે પત્રવ્યવહાર પ્રત્યે કોઈ હસ્તક્ષેપ કરવા માં આવશે નહિ,ન તો કોઈ ના સન્માન અને ખ્યાતિ પર કોઈ આક્ષેપ થઈ શકશે, આવા હસ્તક્ષેપ કે આક્ષેપ ના વિરુદ્ધ દરેકને કાનૂની રક્ષાનો અધિકાર પ્રાપ્ત છે.
અનુછેદ ૧૩:
- દરેક વ્યક્તિ ને દરેક દેશ ની સીમાઓની અંદર સ્વતંત્રતાપૂર્વક આવવા,જાવવા અને વસવા નો અધિકાર છે.
- દરેક વ્યક્તિ ને પોતાના કે બીજાના કોઈ પણ દેશ ને છોડવા કે પોતાના દેશમાં પાછું ફરવા નો અધિકાર છે.
અનુછેદ ૧૪:
- દરેક વ્યક્તિને સતાવવા પર બીજા દેશમાં શરણ લેવા અને રહેવા નો અધિકાર છે.
- આ અધિકારનો લાભ એવા બનાવ માં નહીં મળે જે ખરેખર ગૈર-રાજનીતિક અપરાધો ના સંબંધમાં છે.અથવા જે સંયુક્ત રાષ્ટ્રો ના ઉદેશો અને સિદ્ધાંતો ની નિરુદ્ધ કાર્ય છે.
અનુછેદ ૧૫:
- દરેક વ્યક્તિને કોઈ પણ રાષ્ટ્ર-વિશેષ ના નાગરિકતાનો અધિકાર છે.
- કોઈ પણ ને પોતાની રાષ્ટ્ર ની નાગરિકતા થી વંચિત નહીં કરવામાં આવે અથવા નાગરિકતા નું પરીવર્તન કરવા ની મનાઈ નહીં કરવા માં આવે.
અનુછેદ ૧૬:
- પૂર્ણ ઉમર ના સ્ત્રીઓ અને પુરુષ ને વગર કોઈ જાતિ,રાષ્ટ્રીયતા,અથવા ધર્મ ની અડચણ થી પરસ્પર લગ્ન કરવા અને પરિવાર બનાવવાનો અધિકાર છે.તેને લગ્ન ના વિષય માં વૈવાહિક જીવન માં તથા વિવાહ-વિચ્છેદ ના વિષય માં સમાન અધિકાર છે.
- લગ્ન નો ઇરાદો રાખવા વાળા સ્ત્રી-પુરુષો ની પૂર્ણ અને સ્વતંત્ર સહમતી પર જ લગ્ન થઈ શકશે
- પરિવાર સમાજ ની સ્વાભાવિક અને મૂળભૂત સામૂહિક એકતા છે,અને તેનાથી સમાજ તથા રાજય દ્વ્રારા સંરક્ષણ મેળવવા નો અધિકાર છે.
અનુછેદ ૧૭:
- દરેક વ્યક્તિ ને એકલા અને બીજા સાથે મળીને સમ્મતિ રાખવાનો અધિકાર છે.
- કોઈ ને પણ મનમાન્ય રીતે પોતાની સમ્મતિ થી વંચિત કરવામાં આવશે નહીં.
અનુછેદ ૧૮: દરેક વ્યક્તિ ને વિચાર,અંતરાત્મા અને ધર્મ ની આઝાદી નો અધિકાર છે,આ અધિકાર ના અંતરગત પોતાનો ધર્મ અને વિશ્વાસ બદલવા અને એકલા અથવા બીજાની સાથે મળીને તથા સાર્વજનિક રૂપ માં અથવા અંગત પોતાના ધર્મ અથવા વિશ્વાસ ને શિક્ષા,ક્રિયા,ઉપાસના,તથા વ્યવહાર દ્વ્રારા પ્રકટ કરવાની સ્વતંત્રતા છે.
અનુછેદ ૧૯: દરેક વ્યક્તિ ને વિચાર અને તેની અભિવ્યક્તિ ની સ્વતંત્રતા નો અધિકાર છે. એના અંતર્ગત વિના હસ્તક્ષેપ થી કોઈ રાય રાખવી અને કોઈ પણ માધ્યમ દ્વ્રારા તથા સીમાઓ ની પરવાહ ન કરી ને કોઈ ની સૂચના અને ધારણા નું અન્વેષણ,ગ્રહણ તથા પ્રદાન સમ્મલિત છે.
અનુછેદ ૨૦:
- દરેક વ્યક્તિ ને શાંતિ પૂર્ણ સભા કરવા અથવા સમિતિ બનાવવા ની સ્વતંત્રતા નો અધિકાર છે.
- કોઈ ને પણ કોઈ સંસ્થા નો સભ્ય બનવા માટે મજબૂર નહિ કરવામાં આવે
અનુછેદ ૨૧:
- દરેક વ્યક્તિને પોતાના દેશ ના શાશન માં પ્રત્યક્ષ રીતે અથવા સ્વતંત્ર રીતે છૂટાયેલા પ્રતિનિધિઓ દ્વ્રારા હિસ્સો મેળવવાનો અધિકાર છે.
- દરેક વ્યક્તિને પોતાના દેશ ની સરકારી નૌકરીઓ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર છે.
- સરકારની સત્તાનો આધાર જનતાની ઇચ્છા હશે,આ ઇચ્છા નો પ્રકટન સમય સમય પર અને અસલી ચુટણી દ્વ્રારા થશે, આ ચુટણી સાર્વભોમ અને સમાન મતાધિકાર દ્વ્રારા થશે અને ગુપ્ત મતદાન દ્વ્રારા અથવા કોઈ અન્ય સમાન સ્વતંત્ર મતદાન પધ્ધતિ થી કરાવવામાં આવશે.
અનુછેદ ૨૨: સમાજ ના એક સભ્ય ના રૂપ માં દરેક વ્યક્તિને સામાજિક સુરક્ષાનો અધિકાર છે,અને દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિત્વ ના એ સ્વતંત્ર વિકાસ તથા ગૌરવ ના માટે –જે રાષ્ટ્રીય પ્રયત્ન અથવા આતંરરાષ્ટ્રીય સહયોગ તથા દરેક રાજ્ય ના સંગઠન અને સાધનો ના અનુકૂળ થાય –જરૂર પાડીએ આવશ્યક આર્થિક,સામાજિક અને સાંસ્ક્રુતિક અધિકારો ની પ્રાપ્તિ નો હક છે.
અનુછેદ ૨૩:
- દરેક વ્યક્તિને કામ કરવા, ઇચ્છાનુસાર રોજગારની પસંદગી, કામની યોગ્ય અને સુવિધાજનક પરિસ્થિતી ને પ્રાપ્ત કરવા અને બેદરકારી થી સંરક્ષણ મેળવવાનો હક છે.
- દરેક વ્યક્તિને સમાન કાર્ય માટે વિના કોઈ ભેદભાવ થી સમાન વેતન મેળવવાનો અધિકાર છે.
- દરેક વ્યક્તિને જે કામ કરે છે,અધિકાર છે કે તે એટલી યોગ્ય અને અનુકૂળ વેતન મેળવે,જેનાથી તે પોતાના માટે અને પોતાના પરિવાર માટે એવી આજીવિકા નો પ્રબંધ કરી સકે જે માનવીય ગૌરવ ને યોગ્ય હોય તથા જરૂર પડે ત્યારે તેની પૂર્તિ અન્ય પ્રકારના સામાજિક સંરક્ષનો દ્વ્રારા થઈ સકે.
- દરેક વ્યક્તિને પોતાના હિતો ની રક્ષા કરવા માટે શ્રમજીવી સંઘ બનાવા અને તેમાં ભાગ લેવા નો અધિકાર છે.
અનુછેદ ૨૪: દરેક વ્યક્તિને વિશ્રામ અને અવકાશ નો અધિકાર છે.તેના અંતર્ગત કામ ના કલાક ની યોગ્ય મર્યાદા અને સમય-સમય પર રજા સહિત વેતન આપવું.
અનુછેદ ૨૫:
- દરેક વ્યક્તિને એવા જીવનસ્તર ને પ્રાપ્ત કરવાનો અધિકાર છે, જે તેના અને તેના પરિવાર કે સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પૂર્ણ હોય. તેને અંતર્ગત ખોરાક,કપડાં,મકાન,ચીકીત્સા-સંબંધી સુવિધાઓ અને જરૂરી સામાજિક સેવાઓ સમ્મેલિત છે. બધા ને બેકાર,બીમારી,અસમર્થતા,વૈધવ્ય (વિધુર કે વિધવા અવસ્થા),બુઢાપો અથવા અન્ય કોઈ એવી પરિસ્થિતી માં આજીવિકા ના સાધન ન હોય ત્યારે તેના કાબૂ થી બહાર હોય,સુરક્ષાનો અધિકાર પ્રાપ્ત છે.
- માતા અને બાળકો ને ખાસ સહાયતા અને સુવિધા નો અધિકાર છે. દરેક બાળક ને ભલે તે વિવાહિત માતા કે અવિવાહિત માતા દ્વ્રારા જન્મયો હોય, સમાન સામાજિક સંરક્ષણ પ્રાપ્ત થશે.
અનુછેદ ૨૬:
- દરેક વ્યક્તિ ને શિક્ષણ નો અધિકાર છે. શિક્ષણ ઓછા માં ઓછું પ્રાથમિક અને મૂળભૂત અવસ્થાઓ માં નિઃશુલ્ક હશે.પ્રાથમિક શિક્ષણ જરૂરી હશે. ટેકનિકલ,યાંત્રિક અને વ્યવસાય સંબંધી શિક્ષણ સાધારણ રીતે પ્રાપ્ત થશે અને ઉચ્ચતર શિક્ષણ બધાને યોગ્યતા મુજબ ના આધાર પર સમાન રીતે ઉપલ્બધ થશે.
- શિક્ષણ નો ઉદેશ હશે માનવ વ્યક્તિત્વ નો પૂર્ણ વિકાસ અને માનવ અધિકારો તથા મૂળભૂત સ્વતંત્રતાઓ ના પ્રત્યે સન્માન ની પુષ્ટિ. શિક્ષણ દ્વ્રારા રાષ્ટ્રો,જાતીયો અથવા ધાર્મિક સમૂહો ની વચ્ચે પરસ્પર સદભાવના, સહિષ્ણુતા, અને મૈત્રી નો વિકાસ થશે અને શાંતિ બનાવી રાખવા માટે સંયુકત રાષ્ટ્રો ના પ્રત્ન ને આગળ વધારવા માં આવશે.
- માતા-પિતાને બધાથી પહેલા આ વાત નો અધિકાર છે કે તે પસંદ કરી સકે કે કેવા પ્રકારનું શિક્ષણ તેમના બાળક ને આપવામાં આવે.
અનુછેદ ૨૭:
- દરેક વ્યક્તિને સ્વતંત્રતાપૂર્વક સમાજ ના સાંસ્ક્રુતિક જીવન માં ભાગ લેવા,કલાઓ નો આનંદ લેવા, તથા વૈજ્ઞાનિક ઉન્નતિ અને તેની સુવિધા માં ભાગ લેવાનો હક છે.
- દરેક વ્યક્તિ ને કોઈ પણ એવી વૈજ્ઞાનિક,સાહિત્યિક અથવા કલાત્મક કૃતિ થી ઉત્પન્ન નૈતિક અને આર્થિક હિતો ની રક્ષા નો અધિકાર છે, જેનો રચયતા પોતે જ હોય.
અનુછેદ ૨૮: દરેક વ્યક્તિને એવી સામાજિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ની પ્રાપ્તિ નો અધિકાર છે જેમાં આ જાહેરાત માં ઉલ્લેખિત અધિકારો અને સ્વતંત્રતાઓ ની પૂર્ણ પ્રાપ્ત કરી શકે .
અનુછેદ ૨૯:
- દરેક વ્યક્તિ નું એ સમાજ પ્રત્યે નું કર્તવ્ય છે જેમાં રહીને તેને વ્યક્તિત્વ ની સ્વતંત્ર અને પૂર્ણ વિકાસ સંભવ થાય.
- પોતાના અધિકારો અને સ્વતંત્રતાઓ નો ઉપયોગ કરી ને દરેક વ્યક્તિ માત્ર એવી સીમાઓ દ્વ્રારા બદ્ધ થશે,જે કાયદા દ્વ્રારા નિશ્ચિત કરવા માં આવશે અને જેનો એક માત્ર ઉદેશ બીજા ના અધિકારો અને સ્વતંત્રતાઓ ના માટે આદર અને સમુચિત સ્વીકૃતિ ની પ્રાપ્તિ હશે તથા જેની જરૂરત એક પ્રજાતંત્રાત્મક સમાજ માં નૈતિક્તા,સાર્વજનિક વ્યવસ્થા અને સામાન્ય કલ્યાણ ની યોગ્ય જરૂરિયાતો ને પૂરું કરવાનું હશે.
- આ અધિકારો અને સ્વતંત્રતાઓ નો ઉપયોગ કોઈ પ્રકાર થી પણ સંયુક્ત રાષ્ટ્રો ના સિદ્ધાંતો અને ઉદેશો ના વિરુદ્ધ નહીં કરવા માં આવે.
અનુછેદ ૩૦. આ જાહેરાત માં ઉલ્લેખિત કોઈ પણ વાત નો આ અર્થ નહિ કરવો જોઈએ જેનાથી તે માણવા માં આવે કે કોઈ રાજ્ય,સમૂહ,અથવા વ્યક્તિ ને કોઈ એવા પ્રયત્ન માં સંલગ્ન થવા અથવા એવા કાર્ય કરવા નો અધિકાર છે, જેનો ઉદેશ અહી બતાવવા માં આવેલા અધિકારો અને સ્વતંત્રતાઓ માંથી કોઈ નો પણ વિનાશ કરવાનો હોય
અનુચ્છેદ ૩૧: આ ઘોષણામાં રજૂ થપેલા કોઇપણ અધિકારો અને સ્વતંત્રતાઓનો નાશ કરવા માટેની કોઇ પ્રવૃત્તિમાં રોકાવાનો અથવા કોઇ કાર્ય કરવાનો કોઇ રાજ્ય, સમૃહ કે વ્યક્તિને અધિકાર પ્રાપ્ત થાય છે એવો કોઇપણ અર્થ આ ઘોષણાનો કરવાનો નથી.
સ્ત્રોત : અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ