સામાન્ય પજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આ અરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તમાં વિગત વાર તપાસ કરાવી અહેવાલ માનવ અધિકાર પંચ દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવા જણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ આવે છે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગે પોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોય તો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તે અંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.
ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો,૧૯૯૩ પસાર કરવામાં આવ્યો છે.તે ધારા અન્વયે એક રાષ્ટ્રિય માનવ રક્ષણ પંચ રચાયુ છે.
પ્રવર વર્તમાન કાયદાઆંતરરાષ્ટ્રિય સંધિઓના અલ માટે પંચ માનવ અધિકારોના સંશોધન / જાગૃતિ/ પ્રોત્સાહનની કામગીરી કરી શકે છે.
રાષ્ટ્રિય પંચના જેવી જ કામગીરી માટે રાજયોનાં આગવા પંચોની રચના થઈ શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020