આપણે કોઈ દુકાન, મકાન, ખેતીની જમીન ખુલ્લા પ્લોટ, ઈન્ડસ્ટ્રીઅલ શેડ વગેરે પ્રોપટીનો સોદો કરતી વખતે છેતરાયા હોઈએ તેવું જણાઈ આવે ત્યારે, પોલીસમાં ફરીયાદ આપીએ છીએ ત્યારે આપણી/ફરીયાદ ઉપરથી પ્રાથમિક તપાસના અંતે ક્રિમિનલ ગુનો બનેલ છે કે માત્ર સીવીલ મેટર બનેલ છે તેની તારવણી પોલીસ કાઢે છે. જો તે કામે ક્રિમિનલ ગુનો બન્યો હોય તો કયા ગુના અંગે (એટલેકે કઈ બાબતે) કઈ કલમો લગાડી ગુનાની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ) દાખલ કરે છે તે વિષે ટુંક સારાંશ માહિતી જાણીએ.
સામાન્ય રીતે પ્રોપર્ટી બાબતે બે જાતના ગુના મુખ્યત્વે બનતા હોય છે..તે કામે જે કલમોનો ઉપયોગ થાય છે તે ભારતીય ફોજદારી ધારા (ઈન્ડિયન પીનલ કોડ) હેઠળની સજા કરવાની કલમો ગુનાના કામે લગાડાય છે અને તપાસ દરમ્યાન તેમજ તપાસ પૂર્ણ થતાં ચાર્જશીટ વખતે પણ લખવામાં આવે છે.
કોઈ વ્યકિતને પોતાની મિલકતની સાચવણી માટે સોંપવામાં આવી હોય ત્યારે મિલકતની સંભાળ લેનાર વ્યકિત અપ્રામાણિક રીતે મિલકતને પોતાના અંગત ફાયદા માટે મૂળ માલિકની જાણ બહાર વેચી નાંખે તો, તે વ્યકિતએ વિશ્વાસઘાતનો ગુનો કર્યો ગણાય. દા.ત. એક વ્યકિત પરદેશ જાય છે તેણે પોતાનું મકાન બીજી વ્યકિતને સારસંભાળ માટે સોંપી જાય છે. તે પરદેશથી પરત આવતાં જાણવા મળ્યું કે જેને મકાન સોંપેલ છે તે વ્યકિતએ પોતાના ફાયદા માટે આ મકાન વેચી નાંખી મળેલ રકમ પોતાના અંગત કામે વાપરી નાંખી છે. આમ બીજી વ્યકિત ઉપર ભરોસો, વિશ્વાસ રાખી મકાન સોંપેલ તેણે વિશ્વાસનો ગુનાહિત ભંગ કર્યો હોય તેને ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કર્યો કહેવાય.
તેવી જ રીતે કોઈ વ્યકિતને મિલકત સોંપવામાં આવી હોય અને તે પાછી માંગવા જતાં તે પાછી ન આપે અને જણાવે કે આ મિલકત તો મારી જ છે ત્યારે પણ તે વિશ્વાસભંગનો ગુનો બને છે.
વિશ્વાસઘાતના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણેનો સારાંશ :
જે કોઈ વ્યકિત, અન્ય કોઈ વ્યકિતને છેતરીને, તેને કોઈ મિલકત આપી દેવા અથવા કોઈ મિલકત કોઈની પાસે રહેવા દેવા સંમતિ આપવા કપટપૂર્વક અથવા બદદાનતથી લલચાવે અથવા ઈરાદાપૂર્વક લલચાવી એવું કૃત્ય કરાવે જેથી બીજી વ્યકિતના શરીર, મન, પ્રતિષ્ઠા કે મિલકતને નુકસાન થાય તો તેણે ઠગાઈ કરી કહેવાય.
દા.ત. એક ખેડૂત પોતાનું ખેતર એક વેપારીને વેચાણખત કરી વેચી મારે છે. ત્યારબાદ આ જ ખેડુત ફરીથી ‘આ ખેતર વેપારીને વેચી મારેલ છે’ તેવું જાણવા છતાં, અન્ય એક બીજા વેપારીને પણ આ ખેતર કોઈને વેચેલ નથી તેમ જણાવી આ નવા બીજા વેપારીને ફરીથી વેચી મારે છે ત્યારે આ ખેડૂતે આ નવા બીજા વેપારી સાથે છેતરપિંડી કે ઠગાઈ કરી છે તેમ કહેવાય.
છેતરપિંડીના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજાના પ્રમાણનો સારાંશ :
ઉપર મુજબની વિગતે ગુનાહિત વિશ્વાસભંગમાં એક વ્યકિત બીજી વ્યકિત ઉપર વિશ્વાસ મૂકીને એને મિલકત સોંપે છે. જ્યારે છેતરપિંડીમાં ઠગાઈથી એટલેકે કપટપૂર્વક પ્રથમથી જ બદઈરાદા સાથે ખોટા વચનો આપીને લલચાવીને મિલકત મેળવે છે.
મિલકત સંબંધી અન્ય ગુનાઓમાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે, જેના સારાંશ રૂપે નીચે વિગત આપવામાં આવી છે.
દા.ત. એક ખેડુત પોતાની સહીવાળો બીલ્ડરને જમીન વેચ્યાનો લખેલો રૂા ૧૦,૦૦૦નો સાટાખત ત્રીજી વ્યકિત પાસે છે. આ ત્રીજી વ્યકિત ઈરાદાપૂર્વક કપટ કરવા માટે રૂા ૧૦,૦૦૦ ઉપર એક મીંડુ ચડાવી ૧,૦૦,૦૦૦ની રકમ બનાવે છે. અહીંયા આ ત્રીજી વ્યકિતએ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો કહેવાય.
આવા ખોટા દસ્તાવેજ બનાવવા માટે ઈરાદો ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય નિયમ પ્રમાણે જુઠો દસ્તાવેજ અપ્રામાણિકપણે બનાવવામાં આવે ત્યારે તે ખોટા દસ્તાવેજ (કુટ લેખન) બને છે.
આ બધા ખોટા દસ્તાવેજનાં અંગો છે.
‘ખોટા દસ્તાવેજ’ના ગુનામાં ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ સજા પ્રમાણનો સારાંશ :
આમાં અપશબ્દો બોલવાનો સમાવેશ થાય છે આ કામે ઈ.પી.કો ૫૦૪ હેઠળ બે વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.
મુત્યુ નિપજાવવાના કે મહાવ્યથા નિપજાવવાની ધમકી આપવામાં આવે તો ઈ.પી.કો. ૫૦૬ હેઠળ બે વર્ષ સુધીની કેદનો ગુનો બને છે.
વધુ માહીતી અને નિઃશુલ્ક માર્ગદર્શન માટે સંપર્ક કરો
+919428761526 / +૯૧૯૮૯૮૦૪૧૦૦
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020