હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા સશકિતકરણ / સ્વતંત્રતાની સરવાણીઓને સલામ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વતંત્રતાની સરવાણીઓને સલામ

સમાજમાં ( સ્ત્રીઓના સંદર્ભમાં ) હજી શું બદલાવ લાવવાની જરૂર છે તેના વિષે ચર્ચા

સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા વડોદરા શહેરની ૯ જેટલી શાળાઓમાં તા. ૧/૮/૧૫ થી ૧૫/૮/૧૫ દરમ્યાન “સ્વતંત્રતાની સરવાણીઓને સલામ: અમને જોઈએ આઝાદી“ વિષય અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ન્યુએરા ગર્લ્સ હાઇસ્કુલ(ભૂતડી ઝાપા), વિદ્યામંદિર વિદ્યાલય (કિશનવાડી), મહર્ષિ અરવિંદ વિદ્યાલય(નવજીવન), નારાયણ વિદ્યાલય(વાઘોડિયા રોડ), વેબ મેમોરીયલ ગર્લ્સ હાઇસ્કુલ(નિઝામપુરા), સયાજી ગર્લ્સ હાઇસ્કુલ(ઘડીયાળીપોળ), એમ.ઈ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ(મોગલવાડા), આર્ય કન્યા વિદ્યાલય(કારેલીબાગ), શ્રી રંગ વિદ્યાલય(નાલંદા પાણીની ટાંકી પાસે) માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૭૨૫ વિદ્યાર્થીનીઓ અને ૪૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો ત્યારે ભારતની આઝાદી માટે અનેક સ્ત્રીઓએ પુરુષો સાથે ખભેખભા મિલાવીને બલિદાનો આપ્યા હતા. અહિંસક સત્યાગ્રહ ઉપરાંત સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય કે આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિ હોય આ તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ બલિદાનો આપ્યા હતા, પરંતુ આપણા ઇતિહાસમાં તેઓ અદ્રશ્ય રહ્યા છે. સ્વતંત્રતાના આંદોલનનો ઈતિહાસ માત્ર “HIS-STORY”બનીને રહી ગયો છે. તેમાં “HER-STORY” એટલેકે સ્ત્રીઓના યોગદાન, બલિદાનની વાત લોકો સુધી પહોચે, અને તેઓને યાદ કરી સલામી આપે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા એટલે આપણા દેશમાં આપણું રાજ. કાયદા સમક્ષ સૌ સમાન. ભારત સ્વતંત્ર થયાને ૬૮ વર્ષ થઇ રહ્યા છે. આ સ્વતંત્રતા સ્ત્રીઓ સુધી કેટલી પહોચી છે? ઘરમાં, સમાજમાં અને કાયદાઓમાં કેટલી સ્વતંત્રતા છે? ભારત દેશની સ્વતંત્રતા માટે, સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રી શિક્ષણ માટે યોગદાન આપનાર ૩૪ જેટલી સ્ત્રીઓના જીવન, સંઘર્ષ વિષે અને ભૂતકાળનો સમાજ બદલાયો છે, તેને બદલવા માટે યોગદાન આપનાર સ્ત્રીઓએ જે પ્રયત્નો કર્યા છે તે વિષે શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા પોતાની જ શાળામાં રજૂઆત કરવામાં આવી હતી. તેમાં આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ સાવિત્રીબાઈ ફૂલે, ઝલકારીબાઈ, બેગમ હજરત મહાલ, ઉદાદેવી, પંડિત રમાબાઈ સરસ્વતી, રકમાંબાઈ, મેડમ કામા, સરલાદેવી ચૌધરાની, સરોજીની નાયડુ, વિદ્યાગૌરી નીલકંઠ, રુકૈયા સખાવતહુસેન, કસ્તુરબા ગાંધી, શારદાબેન મહેતા, અનસુયાબેન સારાભાઇ, રાજકુમારી અમૃતકૌર, મીઠુબેન પેટીટ, હંસાબેન મહેતા, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મણીબેન પટેલ, મણિબહેન કારા, પુષ્પાબેન મહેતા, અરુણા અસફઅલી, રાની ગાઈડીન્યુલ, દુર્ગાદેવી, બીનાદાસ, શાંતિ ઘોષ ,પ્રીતીલતા વાડેદર, દુર્ગાબાઈ દેશમુખ, મૃદુલા સારાભાઇ, કમળાબેન પટેલ, ડો. લક્ષ્મી સહગલ, સોફીયાખાન , હોમાઈ વ્યારાવાલા, દશરીબેન પટેલ વગેરે સ્ત્રી પાત્રોને ઓળખે તે માટે ફોટોગ્રાફ્સ ધ્વારા નાનકડી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પોતાના વિચારો અને પોતાના પ્રશ્નો પણ રજુ કર્યા હતા.

સમાજમાં ( સ્ત્રીઓના સંદર્ભમાં ) હજી શું બદલાવ લાવવાની જરૂર છે એટલે કે શું પરિવર્તન લાવવાની જરૂર છે, તે વિષે પૂછવામાં આવ્યું ત્યારે નીચે મુજબના જવાબો મળ્યા.

બધી જ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે

 • મરજી પ્રમાણે કપડા પહેરવાની છૂટ હોવી જોઈએ.
 • છોકરીઓ નોકરી કરી શકે તેવી તકો મળવી જોઈએ.
 • ગર્ભમાં છોકરી હોય તેવી ખબર પડે એટલે ગર્ભપાત કરાવે છે તો એબોર્શન બંધ કરવા જોઈએ.
 • રોકટોક ના હોવી જોઈએ.
 • રસ્તા પર છોકરીઓ સાથે છેડતી ના થવી જોઈએ.
 • રાત્રે પણ છોકરી એકલી બહાર જઈ શકે તેવું હોવું જોઈએ.
 • ક્યાય પણ જઈએ તો સલામતી હોવી જોઈએ.
 • સ્ત્રીઓ માટે પુરુષો ગાળો બોલે છે અને મારે છે તે બંધ કરવું જોઈએ.

આ બધું કરવા માટે શું પ્રયત્ન કરવા પડે?- તેના માટે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે......

 • સૌથી પહેલા તો કાયદા કડક બનાવી અમલ કરવો જોઈએ.
 • સ્ત્રીઓનું માન જળવાય, છોકરાઓ પણ છોકરીઓનું ખાસ માન જાળવે.
 • સ્ત્રી સ્ત્રીનું સન્માન કરે( સાસુ વહુનાં ઝઘડાનાં કારણમાં બંનેને બીજે ક્યાય તક નથી મળતી)
 • સુરક્ષાની તાલીમ આપવી જોઈએ.
 • શિક્ષણ વધારે મેળવવું જોઈએ.
 • પોલીસ બધી જગ્યાએ સતત રહેવી જોઈએ.
 • ડરવું નહિ અને પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.
 • માતાપિતાએ ધ્યાન આપવું જોઈએ.
 • મુશ્કેલીના સમયમાં આત્મ વિશ્વાસ ડગવો ના જોઈએ.
 • છેડખાની થાય તો પરિસ્થિતિ જોઇને કોઈ પગલું ભરવું જોઈએ.
 • સ્ત્રીઓનું સંગઠન બનાવીને બીજી સ્ત્રીઓને મદદ કરવી જોઈએ.
 • સ્ત્રીઓને ખરાબ રસ્તે લઇ જવામાં આવે છે તો તેના માટે અવાજ ઉઠાવવો જોઈએ.
 • બાળલગ્નો થાય છે તો તે બંધ કરવા, પુખ્ત ઉંમરે લગ્ન કરે તો સારું ખરાબ વિચારી શકે.

પ્રથમ વખતના આ કાર્યક્રમમાં છોકરીઓના કહ્યા પ્રમાણે હજીપણ સમાજમાં પરિસ્થિતિ બદલવાની જરૂર છે એટલેકે આપણો દેશ આઝાદ થઇ ગયો છે પણ છોકરીઓ, સ્ત્રીઓને આઝાદી નથી મળી. સ્ત્રીઓની પરિસ્થિતિમાં જોઈએ તેટલો બદલાવ આવ્યો નથી

સ્ત્રોત: સહિયર સંસ્થા

3.16666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top