વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બળાત્કાર

બળાત્કાર વિષે ના કેસો

  • તારીખ 05/01/2016 ના બપોરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ટીનાબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પતી એ જબર્જસ્તી થી મારી સાથે બળાકાર કરેલ છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.ટીનાબેન ત્યાં મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે મારા પતિ  એ મારી સાથે બળજબરી કરી ને બળાત્કાર કરેલ છે તેથી તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલ મોકલી આપેલ છે..અને સાબરમતી પોલીસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર કરેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ 21/7/2016 ના રોજ સાંજના સમયે રીનાબેન (નામ બદલેલ છે) વિકાસગૃહ, પાલડી થી 1091 પર ફોન આવેલ કે વિકાસગૃહમા એક બહેન ને તકલીફ છે તો પોલીસ મોકલી આપશો. જેથી 1091 મહિલા હેલ્પલાઇન દ્વારા પીસીઆર મોકલતા સંસ્થામાં જઈ રીનાબેન ને મળતા તેઓએ જણાવેલ કે તેઓને ફરિયાદ કરવાની છે જેથી પોલીસ સ્ટેશન લાવી ઇન્વેસ્ટિગેશન રૂમમાં સોંપતા રીનાબેન તથા વિકાસગૃહમાં નોકરી કરતા ગીતાબેન(નામ બદલેલ છે) નાઓએ જણાવેલ કે તેઓની સંસ્થામાં તારીખ 12/9/2014 ના રોજ થી રહેતી એક મુકબધીર ઉમર આશરે 30 થી 32 ના ની સાથે તારીખ 18/7/2016 ના પહેલા કોઈપણ સમય દરમિયાન વિકાસગૃહ સંસ્થાની સ્કૂલ માં ક્લાર્ક તરીકે નોકરી કરતા જાગૃતભાઈએ મુકબધીર બહેનની મરજી વિરુદ્ધ વિકાસગૃહ સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ મંદિરની બાજૂની જગ્યામાં બળાત્કાર કરી સદરી બહેનને ગર્ભવતી કરવાનું દુષ્કર્મ આચરેલ છે. તેવી રજૂઆત કરતા પાલડી પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબે વિકાસગૃહ સંસ્થામાં નોકરી કરતા ગીતાબેન ની ફરિયાદ લઇ સદરી બાબતે આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ગુના ર.જી નંબર 55/16, આઇપીસી કલમ 376(2)ડી.જે.એલ. મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીની અટક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળ ની વધુ તપાસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ કરી રહ્યા છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

સ્ત્રોત : પોલીસ હાર્ટ

2.875
Rohitsinh zala Aug 20, 2017 12:31 AM

મારા ધ્યાન માં એક એવો કેસ છે જે આપણા સમાજ માં ગણી જગ્યા એ મહિલા ઓ પોતાને અસુરક્ષિત માની રહી છે

હવે હું હકીકત પર આવું મારા ધ્યાન માં એક એવી મહિલા છે જે મહીના માં દસ વાર આત્મહત્યા માટે પ્રયાસ કરે છે પણ કરી નથી શકતી કારણ તેનું ૪ વરસ નું બાળક

હવે પ્રશ્ન એમ હશે આત્મહત્યા શુ કામ????

એનો પણ હું જવાબ આપું એક નિર્લજ્જ હેવાન જેને તે મહિલા પર ક્રૂરતા ની તમામ હદ પાર કરી દીધી હશે

આ મહિલા એવાં હેવાન ના સંકજા માં છે કે જ્યાંથી તે મહિલા તે ના માંથી છૂટવાનો કોઈ મોત સિવાય કોઈ વિકલ્પ તેને દેખાતો નથી

મેં ગણી વખત તેને સમજાવી ને પછી વારેલ છે

પણ અફસોસ દરેક વખત હું તેને સમજાવી શકવા તેની જોડે હોવ તે શક્ય નથી

અને વાત માં આંચબિત કરી દે એવી વાત એ હેવાન ના સંકજામ હોય તેવી આ એકમાત્ર મહિલા નથી અન્ય બીજી પણ છે પણ સલામ આપણા સમાજ ને તે હેવાંન આરામ થી બધાને ઘરે ઈજ્જત થી ચા પીવે છે

પ્રાપ્ત વિગતે એવી છે
આ એક મહિલા આજ થી ત્રણેક વર્ષ પૂર્વે અન્ય એના પતિ ના એક મિત્ર સાથે બીજા ગામ માંથી તેના પતિ ના આગ્રહ થી મોડી સાંજે તેનો મિત્ર એ ગામ બાજુથી આવતો હોવાથી તેની સાથે બાઈક પર આવવું પડ્યું શિયાળા ની સાંજ હોવાથી અંધારું જલ્દી પડી ગયું બે ગામ વચ્ચે ૧૦ કિમિ જેવું અંતર અને વચ્ચે એક નદી પણ હતી તે મહિલા ને મન ના માનવ છતાં પણ પતિ ના આગ્રહ અને અન્ય બીજો કોઈ વિકલ્પ અને ઘરે નાનું બાળક હોવાથી આવવું પડ્યું પરંતુ તેના પતિ ના મિત્ર એ રસ્તા માં નદી માં કુદરતી હાજતે નું બાનું કાઢી બાઈક અન્ય રસ્તા થી બાઈક નદી માં નીચે ઉતાર્યું મહિલા વિરોધ ના કરી શકી અને અંધારા માં એકલી ઉભી રહી શકે તેમ ન હતું માટે તેને જવું પડ્યું જ્યાં તે નારાધામે તેના પર બળાત્કાર ગુજાર્યો મહિલા કશું ના બોલી શકી લોક લાજે તે કોઈ ને વાત ના કરી શકી પણ તેની આ ભૂલ તેના હસતા રમતા જીવન માં તેને તેની બરબાદી તરફ લઈ જઈ રહી હતી તે હરમી એટલે ધરાયો નહિ તેના પછી તેના ખેલ ચાલુ કરી દીધા મહિલા ના વારંવાર ના આ વાત ન ખબર પડે એવા વિચાર ને એ નરાધમ પોતાની શક્તિ સમજી તેને મહિલા ને રંજાડવાની ચાલુ કરી તે મહિલા પોતાના પર લાગેલા જખમ ને ભૂલી પણ નહીં હોય કદાચ આ બનેલ કૃત્ય ના ૨ મહિને તે નારાધામે શારીરિક ભૂખ તો મિટાવી દીધી પણ તેની નવી રૂપિયા પડાવવાની ભૂખ ઉપડી તે મહિલા ને પોતાના ઘર માં ચોરી કરવા પર મજબુર કરી તો પણ તે ધરાયો જ નહીં આજે એ ત્રણ વર્ષ માં તે માહિલા ને શુ કરાવ્યું હશે એ તમે વિચારો

હવે તે પણ પ્રશ્ન થાય કે તે મહિલા કોઈ ને ના કહી શકી તેને મને કેમ કહી તો તેનો પણ જવાબ છે હું તેને ચાહવા વારો અને તેની થપ્પડ ખાવા વારો સ્કૂલ ના સમય નો એકતરફી પ્રેમ કરવા વાળો એક્સ પ્રેમી હતો જે મને આજે આશરે ૧૨ વર્ષે મારી પાસે રૂપિયા ની મદદ માટે આવી હતી થોડાં નઈ ૪૦૦૦૦ અને સામે મારી સાથે સંબંધ બનાવ ના પ્રસ્તાવ સાથે કારણ પૂછ્યું રૂપિયા લેવાનું તો પ્રથમ જવાબ હતો ઘર રિપેર કરાવવાનો તો હું તેને ૪૦૦૦૦ તો નહીં પણ ૨૦૦૦૦ મદદ કરી શક્યો પણ હા હું તે ચોક્કસ જાણતો હતો કે તેના ઘર રિપેર પાછળ તેના પપ્પા ખર્ચો કરી રહ્યા છે છતાં મેં તેને ૨૦૦૦૦ આપ્યા પછી ૨ દિવસ પછી મેં તેને મને મરવા માટે બોલાવી જ્યાં તેને મને પ્રશ્ન કર્યો મારી બેબી બીમાર છે તે ઘરે એકલી નહિ રહી શકે ત્યારે મને એમ થયું કે ના તેને નથી બોલાવવી પણ મેં કહી દીધું વાંધો નહીં તું તેને સાથે લઇ ને આવજે અને તે આવી હું તેને એક બગીચા માં લઇ ને એક બાજુ એકાંત માં બેસ્યો મિત્રો મારો ઈરાદો તેને બોલાવવાનો તે વિચારતી હતી તેવો ન હતો મેં તેને એક સેવાલ કર્યો ખરેખર રૂપિયા ઘર માટે લઇ ગઈ છે તો તેનો જવાબ મોઢે થી હા હતો પણ મારું મન સ્વીકાર વા તૈયાર ન હતું પછી મેં બ્રહ્માસ્ત્ર વાપર્યું તારી છોકરી ના સમ ખાઈ ને કહે તે તરત રડી પડી પણ મને એટલો જ જવાબ આપ્યો તે રૂપિયા હું તમને થોડા સમય પછી પરત કરી દઈશ
મેં કહ્યું મારે રૂપિયા નથી જોઈતા પણ કારણ જોઈ એ છે

પણ તેને આ વાત કરતા કરતા મારા ૬ મહિના લીધા હતા


પણ અફસોસ હું તેને આ માંથી હું ઉગારી ના શક્યો

હવે તે નરાધમ ની માંગણીઓ રોજ રોજ નવી અને ના કરી શકાય તેવી છે તે મહિલા જોડે તેના મોત ની પણ માંગણી કરી ચુક્યો છે

બોલો હું શું કરું યોગ્ય માર્ગદર્શન આપશો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top