વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઝગડો

ઝગડો

  • તારીખ ૧૮/૮/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર અશોકભાઇ ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે હુ હાજર છુ અને મારા રહે. વાણીયા વાસ રામોલ ગામ અમારા સામે વાળા માસુમ અલી સૈયદ મને માર મારેલ છે તો પોલીસ મોકલી આપશો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે  સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ફોન કરનાર અશોકભાઇને મળતા જણાવે છે કે તેઓના સામાવાળા પાણી રેડવા બાબતે બોલાચાલી થયેલ જેથી જેઓને પોલીસ સ્ટેશન લાવી ઇંન્વે ASI નાઓને સોંપતાં બન્ને પાર્ટી ને અંદરોઅંદર સમાધાન થતાં સ્ટેશન ડાયરી નંબર ૧૫/૧૬  કં. ૧૦/૧૦ વાગ્યે સવારે નોંધ કરેલ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન થી ફોન કરનાર ભાઇ ને મદદ કરેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૦૫/૦૮/૨૦૧૬ ના સાંજના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર અર્પિતાબેન ( નામ બદલેલ છે) નો મેમનગર થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે મારૂ T.V.S. રીપેરીંગમાં આપેલ છે. જે સ્ટાફના માણસો મારી સાથે ઝગડો કરે છે. તો પોલીસ મદદ મોકલશો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ બેન ને મળતાં જણાવે છે કે અમે અમારૂ T.V.S. ટુ વ્હીલર T.V.S ના શોરૂમમાં રીપેરીંગમા આપેલ જેમા રીપેરીંગનુ બીલ વધારે આવતા શોરૂમનાં મેનેજર તથા બીજા સ્ટાફના કામ કરનાર માણસો સામે બોલાચાલી ઝગડો થતાં ફોન કરેલ હતો. જેઓને ફરિયાદ કરવાની હોય પોલીસ સ્ટેશન લાવી ઇન્વે ASI ( કમલેશભાઇ ) નાઓને સોંપતા સામાવાળા વિરુધ્ધમાં લેખિતમાં અરજી આપતા તેઓ બન્ને સામાવાળા વિરુધ્ધમાં CRP ૧૫૧ મુજબ અટકાયતની પગલંબાઇ કાયદેસર કરી સ્ટેશન ડાયરી નંબર ૧૬ ના ૧/૩૫ વાગ્યે નોંધ કરાવેલ છે.
  • તારીખ ૦૬/૦૮/૨૦૧૬ ના સાંજના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર મીનાબેન ( નામ બદલેલ છે) નો જેતલપૂર થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે હુ મજુરી કામ કરુ છુ અને હાલમાં નારોલ ચોકડી પાસે ઉભેલ છુ. અહિંયા એક ભાઇએ મોઇનભાઇ ( નામ બદલેલ છે ) એ મારી સાથે ઝપાઝપી ઝગડો કરી મારા કપડાં ફાડી નાખેલ છે. તો પોલીસ મદદ મોકલો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ બેન ને મળતાં જણાવે છે કે મજુરી કરવા બાબતે પૈસા માગતા સામાવાળા મોઇનભાઇ ( નામ બદલેલ છે ) મારી સાથે ઝગડો કરી માર મારેલ છે. જેથી ફરિયાદીને ફરિયાદ કરવાની હોય વટવા પોલીસ સ્ટેશન બન્ને પાર્ટીને લાવી ઇન્વે HC ( રમેશભાઇ ) નાઓને સોંપતા લેખિતમા અરજી લિધેલ છે.
  • તારીખ ૧૭/૦૯/૨૦૧૬ ના રાતના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર નિરાલીબેન ( નામ બદલેલ છે) નો આંબાવાળી થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે કરણ ( નામ બદલેલ છે) નામનો વ્યક્તિ સાથે મકાનના ભાડા બાબતે ઝગડો થયેલ છે. તો પોલીસ મદદ મોકલો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમને મેસેજ વાળી જગ્યાએ જઇ બેનને મળતા જણાવે છે કે કરણ ( નામ બદલેલ છે) નામનો વ્યક્તિ મકાનનાં ભાડા બાબતે બોલાચાલી કરતા હોય તેથી ફોન કરેલ ફોન કરનારને ફરિયાદ કરવી હોય તેથી પોલીસ સ્ટેશન લાવી ઇન્વે ASI (નારણભાઇ) નાઓને સોંપતા તેઓ લેખિતમાં અરજી આપેલ છે.
2.81081081081
જયંતીભાઈ nayak Jan 05, 2019 10:31 PM

મહિલા સાથે થયેલ ઝગડા માટે વારંવાર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ના કરે તો શું કરાય ?

જયંતીભાઈ nayak Jan 05, 2019 10:02 PM

મહિલા સાથે થયેલ ઝગડા માટે વારંવાર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ના કરે તો શું કરાય ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top