તારીખ ૧૪/૭/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર જલ્પાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે મારાં ઘરની બાજુમાં રહેતો દર્શન નામનો ભાઇ મને માર મારે છે. અને મારા પર એસિડ નાખવાની ધમકીઓ આપે છે તેથી પોલીસ મદદ મોકલો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ સંપર્ક કરતાં રોંગ નંબર જણાવે છે. અને આજુબાજુ તપાસ કરતાં કોઇ મળ્યુ નથી. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
સ્ત્રોત: પોલીસહાર્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020