অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહિલાઓને તેમના સંઘર્ષ

મહિલાઓને તેમના સંઘર્ષ

જે વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યા છીએ તેનો મુકાબલો કરવા મહિલાઓમાં રહેલી શક્તિ અને ક્ષમતાઓનો ઉપયોગ આવશ્યક છે

આપણે રોજેરોજ વાંચીએ છીએ કે આખા વિશ્વમાં મહિલાઓ અને છોકરીઓ ઘૃણાસ્પદ હિંસાનો ભોગ બને છે. ઈરાકમાં આઈએસઆઈએલ દ્વારા મહિલાઓનું અપહરણ થાય છે અને તેમને ગુલામ બનાવવામાં આવે છે તો નાઈજિરિયામાં શાળાની વિદ્યાર્થિનીઓનું અપહરણ કરીને બળજબરીથી તેમનાં લગ્ન કરાવી દેવામાં આવે છે, અને આવી કરુણ ઘટનાઓ આપણને મધ્યયુગની યાદ અપાવે છે.

મોટાભાગે યુદ્ધની વિભિષીકાઓનો ભોગ મહિલાઓ જ બનતી હોય છે. જ્યારે પણ અને જ્યાં પણ આવી હિંસા થાય ત્યારે તે અટકાવવા માટે બનતું બધું જ કરવું જોઈએ તે આપણા સૌની ફરજ છે. પરંતુ ૨૧મી સદીમાં મહિલાઓની સ્થિતિનું આ એક પાસું છે.
હું આજે અહીં એક અલગ મુદ્દો, એક અલગ વાત કહેવા માગું છું. મહિલાઓની કામગીરીના કિસ્સા રોજેરોજ અખબારોનાં પ્રથમ પાને ચમકતાં નથી, છતાં એ હકીકત છે કે તેઓ વિશ્વની સૌથી ઘાતક ઘટનાઓમાં મહિલાઓએ સંઘર્ષ કરવો પડે છે. મહત્તમ વ્યક્તિગત જોખમ ઉઠાવીને પણ તેઓ ગરીબી, ભેદભાવ અને હિંસા સામે અવાજ ઉઠાવે છે અને જેથી તેમના પરિવાર, સમુદાય તેમજ દેશો વધુ સારું જીવન જીવી શકે.

વિદેશપ્રધાનની રૂએ હું જે જે દેશોની મુલાકાત લઉં છું ત્યાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાઓ જોઉં છું, જેમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે જ્યાં તેઓ આગામી પેઢી માટે તકો ઊભી કરી રહી છે, તો લાઈબેરિયામાં પ્રમુખ એલેન જ્હોનસન સરલીફ લોકશાહીનો પાયો તૈયાર કરી રહ્યાં છે.
શુક્રવારે (અમેરિકી) વિદેશ વિભાગે આવી ૧૦ મહિલાઓનું ઈન્ટરનેશનલ વીમેન ઑફ કરેજ ઍવોર્ડથી સન્માન કર્યું હતું. વાસ્તવમાં અમે જેમનું સન્માન કર્યું છે તેઓ આખી દુનિયામાં શાંતિ, સલામતી તેમજ જાતીય સમાનતા માટે કામ કરી રહેલી સેંકડો મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવી મહિલાઓના વ્યક્તિગત પ્રયાસો એવી પૉઝિટિવ અસર પેદા કરે છે જેને કારણે દરેક જગ્યાએ મહિલાઓ એમ્પાવર થઈ શકે.
કોસોવોમાં પત્રકાર અર્બાના ઝારાએ તેમના દેશમાં ફેલાયેલા ધાર્મિક કટ્ટરવાદ સામે શ્રેણીબદ્ધ ઈન્વેસ્ટિગેટિવ અહેવાલો લખ્યા છે. તેમના એકધારા પ્રયાસોને કારણે વિદેશી ત્રાસવાદી સંગઠનો સાથેના સંપર્કો છતા થયા છે અને પરિણામે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે જોખમરૂપ બનેલા કટ્ટરવાદ સામે લડવામાં આપણને મદદ મળી છે. તેમનામાંથી પ્રેરણા લઈને પત્રકારોની એક નવી પેઢી તૈયાર થઈ છે જે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે મક્કમ બની કામ કરે છે.

સીરિયામાં સિવિલ વૉર અને માનવતાની કટોકટી સમગ્ર પ્રદેશને અસ્થિર કરી રહ્યા છે. ત્યાં મજદ ચોરબજીએ તેમનું જીવન અટકાયતીઓના માનવ અધિકારો અને તેમના વતી કેસ લડવામાં સમર્પિત કરી દીધું છે. તેમનાં આ ઍડવૉકસીનાં કામ બદલ અસદ સરકારે તેમની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધાં ત્યારે મજદે એ સ્થિતિને તકમાં પલટી દઈ તેમની સાથે જેલમાં હતી એ મહિલાઓને પોતાના માટે ન્યાય મેળવવા સંઘર્ષ કરવામાં મદદ કરી. તેમના પ્રયાસોને કારણે ૮૩ મહિલા કેદીઓની મુક્તિ થઈ શકી હતી. તેઓ પોતે હવે લેબેનોનમાં રહે છે અને વીમેન નાઈ ફૉર ડેવલપમેન્ટ સેન્ટર્સ મારફત વિસ્થાપિત સીરિયન મહિલાઓને આર્થિક અને સામાજિક સ્થિરતા મેળવવામાં મદદ કરે છે, તથા સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં તેમને સામેલ કરે છે.
તો ગુએનામાં મૅરી ક્લેરી શેકોલા જેવી મહિલાઓ ઈબોલા સામેની લડતમાં આગળ પડતો ભાગ ભજવે છે. ગુએનાની રાજધાનીમાં ડોન્કા હોસ્પિટલના ઈમર્જન્સી રૂમમાં નર્સ તરીકે ફરજ બજાવતાં શેકોલાએ પોતાના રક્ષણ માટે ગ્લોવ્સ જેવી પ્રાથમિક જરૂરિયાતના અભાવ છતાં પોતાનો પૂરેપૂરો સમય ઈબોલાના દર્દીઓની સારવાર માટે સમર્પિત કરી દીધો. આ દરમિયાન તેમને પોતાને ચેપ લાગ્યો ત્યારે તેમણે અન્ય કાર્યકરો તેમજ પરિવારના સભ્યોનું આ મહારોગ સામે રક્ષણ કરવા માટે પગલાં લીધાં, અને સાજા થઈ ગયા પછી ફરજ ઉપર પાછાં આવી ગયાં. ઈબોલા સર્વાઈવર્સ એસોસિયેશન ઑફ ગુયાનામાં નેતૃત્વ કરીને તેમણે આ રોગ બાબતે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે એટલું જ નહીં પરંતુ આ રોગમાંથી બચેલાઓ બાબતે સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓ સામે લડવાનું ચાલુ રાખ્યું છે. આ ત્રણ મહિલાઓએ વિશ્વના અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રકારના સંજોગો અને અવરોધોનો સામનો કર્યો છે. પરંતુ એ દરેક ઉપરાંત આ ઍવોર્ડ મેળવનાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બોલિવિયા, બર્મા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, જાપાન તેમજ પાકિસ્તાનની મહિલાઓ પોતાના ધ્યેયમાં અડગપણે ઊભી રહીને પરિવર્તનના માર્ગદર્શક બની છે.

આપણે જે વૈશ્વિક પડકારનો સામનો કરી રહ્યા છીએ તેનો મુકાબલો કરવા માટે મહિલાઓમાં રહેલી શક્તિ અને ક્ષમતાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ બાબતનો પુરાવો આપણને મળી ચૂક્યો છે. જ્યારે મહિલાઓ તથા છોકરીઓને શિક્ષણ, આરોગ્ય સંભાળ તથા જૉબની તકો મળે છે ત્યાં તેમના પરિવાર તેમજ સમુદાય વધુ વિકસિત અને સ્થિર રહે છે. આનાથી વિરૂદ્ધ સ્થિતિ પણ એટલી જ સાચી છે, જ્યાં મહિલાઓને આ બધી બાબતોમાંથી બાકાત રાખવામાં આવે તે સમાજ ગંભીર પરિણામો ભોગવે છે.
આથી એટલું નિશ્ચિત છે કે મહિલાઓ અને છોકરીઓને સામાજિક વિકાસનો ભાગ બનતા રોકવાનો પ્રયાસ કરનાર સામે આપણે પીછેહઠ નહીં કરીએ. બળાત્કાર એ સામાજિક ઘર્ષણની આડપેદાશ હોવાની વાત અમે નથી સ્વીકારતા. છોકરીઓના નાની ઉંમરે અને બળજબરીપૂર્વકના લગ્ન કરી દેવાની બાબતને સામાજિક પરંપરા ગણાવવામાં આવે તે પણ અમે નહીં સ્વીકારીએ. અને આપણે એમને પણ નહીં ભૂલીએ જેમને તેમની ઈચ્છા વિરૂદ્ધ બંધક બનાવવામાં આવ્યા છે. તેના બદલે, અમે તેમનું સન્માન કરીશું જેમણે બર્બરતા અને દુરાચાર સામે હિંમત દર્શાવી છે.
આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે – અને રોજેરોજ આપણી એ જવાબદારી છે કે સંગઠિત રહીએ અને વિશ્વમાં મહિલાઓ તથા છોકરીઓના અધિકારો માટે ચાલી રહેલી લડતમાં સાથે મળી કામ કરીએ, જેથી તેઓ એક પૂર્ણ, તંદુરસ્ત અને રચનાત્મક જીવન જીવી શકે. (લેખક અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ છે.

સ્ત્રોત: નવગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate