હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / મહિલા અને બાળવિકાસ પહેલ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલા અને બાળવિકાસ પહેલ

મહિલા અને બાળવિકાસના યોજનાઓ અને પહેલ

ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્યાર છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્મતક ભેદભાવ કરવાની સત્તા રાજ્યેને આપી છે.

રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે. આ યોજનાનો લાભ ૩૫ રાજ્‍યોમાં સાડા ત્રણ કરોડ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ દેશની છાસઠ લાખ સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે.

મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે.

આ વિભાગ મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. તે મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે. મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે

 • મહિલા અને બાળ વિકાસ કમિશનર
 • નિયામક, સમાજ સુરક્ષા
 • ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)
 • ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
 • જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
 • કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ

મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર જાતિય સમાનતા :

 • સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
 • વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
 • તક અને દરજ્‍જા ની સમાનતા
 • મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી

સ્ત્રોત: ગુજરાત સરકાર.

3.03571428571
દેસાઈ Aug 05, 2018 01:09 PM

ઇંગલિશ માં જોયે છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top