હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / "બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં પહેલ"
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

"બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં પહેલ"

"બાળઘડતર,હસમુખ પટેલ,વાલીઓ, શિક્ષકો ,પેરેન્ટિંગ ફોર પીસ ,ધ્યેય સિદ્ધિના મૂળ વિષે માહિતી આપેલ છે

હેતુ


બાળકોને આનંદમય, પ્રેમાળ તથા હર્યુભર્યુ બાળપણ આપવું જેથી ભવિષ્યમાં તેઓ શાંતિપૂર્ણ સમાજના સ્તંભ-નિર્માતા બને.

પ્રયોજન

બાળ ઉછેરના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને આવરી લઇ તેની સાચી રીતોને પ્રોત્સાહિત કરવી તથા તેમાં સહાયભૂત થવું. તે પ્રેમ અને આનંદથી ભરપૂર બાળપણના ધ્‍યેયને સાકાર કરવામાં યોગદાન આપે અને તેના થકી શાંતિમય સહ-અસ્તિત્વપૂર્ણ સમાજ અને વૈશ્વિક શાંતિનું નિર્માણ થાય. આ પ્રયાસોમાં કોઈપણ કારણોસર ભેદભાવ રાખવા નહિ. રહેણાંક, આર્થિક, સામાજીક, શારીરિક કે માનસિક વગેરે જેવાં કોઈપણ કારણોસર કોઈપણ બાળક બાકી રહી ના જાય તેવા પ્રયાસો કરવા.

(બાળઉછેરમાં માત્ર માતાપિતા જ નહિ વડીલો, નજીકના સંબંધીઓ, શિક્ષકો અને સમગ્ર સમાજ કે જે બાળક અને બાળપણને કોઇપણ રીતે પ્રભાવિત કરે / સ્‍પર્શે છે તે તમામનો સમાવેશ કરવો. બાળકો તરીકે માતાના ઉદરમાં ઉછરતાં ગર્ભસ્થ શિશુથી માંડીને નવજાત અવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને ૧૮ વર્ષ સુધીના યુવાવસ્થા આવરી લેવાય.)

ધ્યેય સિદ્ધિના મૂળ

 • બાળકને ઘર, શાળા, અને આસપાસમાં પ્રેમ અને આનંદથી ભરપૂર વાતાવરણ પૂરુ પાડીને.
 • રોટી, કપડાં તથા મકાન(આશ્રય)ની મૂળભૂત જરુરિયાતો પરિપૂર્ણ કરીને.
 • બાળકની સંભાળ અને તેને હરપ્રકારની સુરક્ષા, સલામતી પૂરી પાડીને તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવન આપીને.
 • બિનશરતી પ્રેમ આપીને.
 • બાળકમાં આત્મસન્માન તથા આત્મગૌરવનો ભાવ જન્માવીને.
 • બાળકોને પૂર્ણતાનો અહેસાસ કરાવી તેનામાં ઉદર્વગમનની ઇચ્છા જગાવીને.
 • બાળકને આઝાદી, ન્યાય આપીને તથા તેને નિર્ણયોમાં ભાગીદાર બનાવીને.
 • શિક્ષણ, સ્વાસ્થ્ય અને તબીબી સવલતો આપીને

હેતુલક્ષી માર્ગો

 • પ્રેમ અને આનંદભર્યા બાળપણના મહત્‍વ અંગે સમાજમાં જાગૃત્તિ લાવવી.
 • વાલીઓ, શિક્ષકો અને બાળકોનું ક્ષમતાવર્ધન અને સક્ષમ બનાવવા.
 • જરુર પડે ત્‍યારે વાલીઓ, શિક્ષકો અને બાળકોનું કાઉન્‍સેલીંગ (સલાહ માર્ગદર્શન) અને તે માટે સલાહ કેન્‍દ્રો (કાઉન્‍સેલીંગ સેંટર) શરુ કરવા.
 • શાળાઓને હેતુલક્ષી મદદ કરવી.
 • સારી પ્રવૃત્તિઓ અને પધ્‍ધતિઓને પ્રોત્‍સાહિત કરવી, સંકલિત કરવી અને લોકો સમક્ષ મૂકવી.
 • બાળકની અંદર પડેલી પ્રતિભા ઓળખાય અને ખીલી ઉઠે તેવું વાતાવરણ પુરુ પાડવું.
 • આ પ્રક્રિયોને કેન્દ્રિત કરવી.
 • આ ક્ષેત્રમાં કામ કરનાર લોકો અને સંસ્‍થાઓને જોડવા અને યથાયોગ્ય મંચ પુરુ પાડવું.
 • આ ક્ષેત્રમાં કામ કરનાર લોકો અને સંસ્‍થાઓને સન્‍માનિત કરવા, પ્રશિક્ષકો/સાહિત્‍ય જેવાં સાધનો તથા માર્ગદર્શન પુરુ પાડવા.
 • વિવિધ સ્‍તરે પ્રચાર-પ્રસાર.

પ્રવૃત્તિઓની સૂચી

 • યથાયોગ્ય સાહિત્‍ય તૈયાર કરવું, મેળવવું અને સંકલિત કરવું.
 • યથાયોગ્ય માહિતીનો પ્રસાર કરવો. તે માટે વિવિધ મીડિયાનો ઉપયોગ જેમ કે વેબસાઈટ બનાવવી, ટીવી, અખબાર વગેરે નો સહારો લેવો. જરૂર મુજબ સેમીનાર અને વ્યાખ્યાનો વગેરે ગોઠવવા.
 • સેવા કેન્‍દ્રો (Resource center) શરૂ કરવાં
 • આ ક્ષેત્રમાં કામ કરનાર લોકો અને સંસ્‍થાઓની યાદી બનાવી અને માહિતી એકત્ર કરવી.
 • યુવાનો બાળઉછેરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે બાળઉછેર વિષયનો સમાવેશ સ્‍નાતક સ્‍તરના અભ્‍યાસક્રમમાં કરવો. ઉપરાંત આ વિષયના નિષ્‍ણાંત મળી શકે તે માટે તેનો સમાવેશ માનસશાસ્‍ત્ર, માનવ વિકાસ જેવા ખાસ અભ્‍યાસક્રમોમાં કરવો.
 • બાળઉછેર તથા વાલી તથા બાળકોના કાઉન્‍સેલીંગના સર્ટીફિકેટ કોર્સ શરુ કરવા.
 • ચાઇલ્‍ડ હેલ્‍પ-લાઇન સાથે સંકલન કરવું.
 • બાળ ઉછેર લક્ષી વાલીમંડલોને પ્રોત્સાહન પૂરું પડવું.
 • આ ક્ષેત્રમાં નવસુધારણા તથા સંશોધનને ઉત્તેજન આપવું.

અભિયાનનાં પરિણામો નીચે મુજબ જોઈ કે ઇચ્છી શકાય

 • પ્રેમ અને આનંદથી હર્યુભર્યું આરોગ્‍યમય બચપણ.
 • પ્રેમાળ, આત્‍મવિશ્વાસથી ભરપૂર, સંવેદનશીલ, ભરોસાપાત્ર અને સતત યોગદાન આપનારા માબાપ-વાલીઓ, શિક્ષકો અને નાગરિકો.
 • પ્રમાણિક નિડર અને સમતામૂલક નાગરિકો, તથા સમતામૂલક, શાંતિપૂર્ણ, જાગૃત અને જોડાએલો સમાજ.
 • પૂર્ણ સ્‍વઅભિવ્‍યકિત, સંવેદનશીલતા અને સતત શીખતા રહેવાનું વલણ ધરાવતા મૂલ્‍યનિષ્‍ઠ, જવાબદાર અને આત્‍મવિશ્વાસથી ભરપૂર બાળકો.
 • જવાબદાર તથા જવાબદેય પારદર્શી સરકાર.
 • પ્રેમ, આદર અને સંભાળ પામતા વડીલો.

હસમુખ પટેલ

3.14285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top