অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વભૂમિ થી સ્વાવલંબન તરફ

સ્વભૂમિ થી સ્વાવલંબન તરફ

 1. પ્રસ્તાવના
 2. ઘડપણમાં જમીન જ મારો આશરો નવલીબહેન
 3. મારા બાપની મિલકત છે અને મારે લેવાની છે હું બીતિ નથી
 4. "એના હિસ્સાનું એને (મિરાબહેનને ) આપી દેશું ' '
 5. ગુમાવેલી જમીન પરત મેળવતા વર્ષો લાગ્યા
 6. જમીન નામે છે તો હવે ગામ છોડવાનું મન ના થાય !
 7. માહિતી અધિકાર કાયદાના ઉપયોગ કરી હકકનું મેળવવાનો પ્રયાસ કર્યો.
 8. માલીબહેનની જમીન મેળવવાની લડત હજુયે ચાલે છે.
 9. હયાતિમા દિકરી તરીકે જમીનમાં હકક મેળવવા સંઘર્ષ
 10. સંઘર્ષના અંતે, દિકરી તરીકે હકક મેળવવામાં સફળતા
 11. વારસાઈ કેમ કરાવવી તે મને ખબર ન હતી
 12. પેરાલિગલ કાર્યકરે કોકિલાબહેનની વારસાઈ કરાવવા માટે સસરાને સમજાવ્યા
 13. પોતાનું માણસ ના હોય તો ખેતી એકલા કરવાનું અઘરૂં છે !
 14. "મારા પતિની મિલકત છે તે છોકરાને મળે જ ને ?
 15. અત્યાર સુધી જમીન સાચવી છે તે છોડીને હું કેમ. જાઉં ?
 16. જમીનમાં નામ છે તો આપણું છે તેમ લાગે.- મંજુલાબહેન કોઠારી
 17. દસ્તાવેજમા પતિનું નામ ના આવે ત્યા સુધી વારસદાર ના ગણાઈએ!
 18. સાસુ સસરાએ આપણા માટે જમીન સાચવી તે આપણે જમીન નહિ સાચવીએ
 19. ખાતા વહેંચણી થઈ જાય તો મારા છોકરાઓને પાછળથી મુશ્કેલી પડે નહીં !
 20. જો ભાઈ જમીન વેચશે તો હું વેચવા નહીં દઉં .
 21. " હું મારી જમીનના આધારે બાળકોને સારૂં ભણાવીશ"
 22. ૪૫ વર્ષના આાનુબહેન હજુયે સાસરામા જમીન અધિકાર મેળવવા સંઘર્ષ કરી રહયા છે.
 23. જમીન તો મળી પણ ઓછી મળી છે. તાપી જિલ્લો વ્યારા તાલુકો

પ્રસ્તાવના

ખેતીમા મહિલાઓની ૬૦ થી ૭૦ ટકા ભૂમિકા છે એ હવે સર્વસ્વીકૃત બાબત છે. આમ છતા પણ, મહિલાઓની ખેડૂત તરીકેની ઓળખ નથી. અમે જયારે ખેડૂત મહિલાઓ સાથે બેસીએ, તેમની સાથે સંવાદો કરીએ ત્યારે તેમને પૂછીએ કે, મહિલાઓનો ખેતીમા સિંહફાળો તો છે જ, તો પછી તેમની "ખેડૂત' તરીકેની ઓળખ કેમ નહી ? ત્યારે ખેડૂત મહિલાઓ તરત જ જવાબ આપે કે, " બહેન જેમનું નામ દસ્તાવેજમા હોય તે ખેડૂત, કામથી ખેડૂત થવાતું નથી
કાયદા દ્વારા તો વિધવા મહિલા અને દિકરીઓને સમાન અધિકાર આપ્યા જ છે, પરંતુ પિતૃસત્તાક માળખાના ઉડા મૂળ કાયદાના અમલીકરણમા અવરોધરૂપ બને છે. જયો સુધી તેના માટે વિશેષ પ્રયાસો નહીં થાય, જાગૃતિ નહી વધે, ત્યા સુધી લોકોની માનસિકતા બદલાવવામાં સફળતા નહીં મળે.
આ જરૂરીઆતને ધ્યાને લેતા, મહિલા અને જમીન માલિકી નેટવર્ક ૨૦૦૭-૦૮થી ગ્રામીણ મહિલા સંગઠનોના પેરાલિગલ કાર્યકરને મહેસૂલ અને મહેસૂલ સંબંધિત સામાજિક બાબતો પર તાલીમ આપવાનું શરૂ કર્યું. આ પેરાલિગલ કાર્યકરોએ મહિલાઓના જમીન હકક માટે મહિલાઓ અને પુરૂષોને જાગૃત કરી અને મહિલાઓને જમીન મેળવવા માર્ગદર્શનની જરૂર હતી તેઓને માર્ગદર્શન આપ્યું. અત્યાર સુધીમા ૯૪ પેરાલિગલ કાર્યકરોને તાલીમ આપી છે. છ-સાત વર્ષ સુધી પેરાલિગલ કાર્યકર નેટવર્કની સભ્ય સંસ્થા| સંગઠનો સાથે જોડાઈને ગ્રામ્ય સ્તરે મહિલાઓના જમીન અધિકાર સંબંધિત જાગૃતિ વધારવાનું અને તેમને ટેકો આપવાનું કાર્ય કર્યું. ગ્રામીણ સ્તરની તેમની આ કામગીરીને સુદઢ કરવા, નેટવર્કની પ્રવૃત્તિ તેમજ કાર્ય વિસ્તારને બહોળા કરવાના હેતુથી તાલુકા સ્તરે આ પ્રવૃત્તિને માળખાકીય રૂપ આપવા માટેનું દશ્યમાન (મૂર્ત સ્વરૂપ) માળખું ઉભું કરવાનો વિચાર કર્યો.
'સ્વભૂમિ કેન્દ્ર' એક એવી જગ્યા છે-(કેટલીક જગ્યાએ તાલુકા સ્તરે સરકારી ઓફિસની બહારની જગ્યાએ, ઝાડ નીચે, કેટલીક જગ્યાએ રૂમમા છે તો કયાક સ્થાનિક સંગઠનોની ઓફિસમા જોવા મળે છે.) જ્યાં મહિલાઓ :

 • મહિલાઓની જમીન માલિકી સંબંધિત પ્રશનો
 • મહિલા ખેડૂત તરીકે ઉત્પાદક સંસાધન મેળવવા – માટે આવે છે.

૨૦૧૪થી શરૂ થયેલ આ સ્વભૂમિ કેન્દ્રો દ્વારા પ૦૦૦થી વધુ મહિલાઓએ પોતાના જમીન અધિકાર મેળવ્યા છે તેમજ ૩૨૦૦થી વધુ મહિલા ખેડૂતોનું અલગ અલગ કૃષિ યોજનાઓ સાથે જોડાણ કર્યું છે. તેમાથી અમુક કિસ્સાઓ આ પુસ્તિકામા ટોકયા છે. દરેક કિસ્સાઓ મહિલાઓને નડેલ વિવિધ અવરોધો તો દર્શાવે જ છે, પણ સાથે સ્વભૂમિ કેન્દ્ર દ્વારા ભજવાયેલ જુદી જુદી ભૂમિકાઓ પણ દર્શાવે છે.

મખમલી બહેન, છનુબહેન, ધનુબહેન જેવા કિસ્સાઓમા પિતૃસત્તાક વિચારથી ઘેરાયેલા સમાજની વરવી વાસ્તવિકતા દેખાય છે. તો નવલીબહેન, અરૂણાબહેન, જેઠીબહેન જેવી તંત્ર અને કાયદાની પ્રક્રિયાથી અજાણ મહિલાઓ પોતાના હકક મેળવવા સંઘર્ષના જાળામા ફસાયેલી જોવા મળે છે. તો વળી, બિજલી બહેન, રેખા બહેન, રમીલા બહેન જેવી મહિલાઓ વારસાઈ દ્વારા જમીનના અધિકાર મેળવવા દરમ્યાન થનાર મોટા ખર્ચના ડરથી વર્ષો સુધી જમીનના અધિકાર મેળવવાથી કેવી રીતે વંચિત રહી જાય છે તે પણ અહીં વ્યકત થાય છે !

સ્વભૂમિ કેન્દ્ર દ્વારા પેરાલિગલ કાર્યકરોએ માત્ર મહિલાઓને તેમના જમીન અધિકાર અપાવવા ટેકો જ નથી કર્યો, પરંતુ જમીન માલિકીનો હકક મેળવવા દરમ્યાન સમાજીક રીતે આવતા અવરોધ માંથી પસાર થવા મહિલાના પરિવારને સમજાવવા, તેમને કાયદાકીય જોગવાઈથી માહિતગાર કરવા , જમીન અધિકાર મેળવવા ઈચ્છતી મહિલાને કુટુંબ તરફથી થતી પરેશાની, હિંસા સામે પતિકાર કરવાની હિંમત આપવી, પોલિસ, કોર્ટ સુધી ટેકો આપવો, મહેસૂલી તંત્ર તેમજ કૃષિ યોજનાઓ સાથે જોડાણ કરવા મદદ કરવી – આ તમામ પગલા અને પ્રક્રિયામો સાથે રહેવું – જેવી સામાન્ય દેખાતી પણ– અગત્યની વિવિધ ભૂમિકા તેમણે ભજવી છે. પુસ્તિકામોના મીરીબહેન, વાસીબહેન, તરૂબહેન, માયાબહેન , માલીબહેન , મંજુલાબહેન, કાળીબહેન, શકીનાબહેન જેવી ઘણી મહિલાઓના કિસ્સાઓ આ વાતની સાક્ષી પૂરે છે. આ બાબતો મહિલા સાથે જમીનના મુદMપર, અલગ સમજ, સંવેદનશીલતા અને દષ્ટિકોણ સાથે કામ કરવા માટેના માળખાની જરૂરીઆત પર પ્રકાશ ફેંકે છે.

મહિલાઓને પોતાના જમીન અધિકારના પ્રશનોને વાચા આપવા માટે કોઈ ' સ્થાન ' ન હતું . સ્વભૂમિ કેન્દ્ર દ્વારા વારસાઈ ઝુંબેશ દરમ્યાન ગ્રામસભામો આ મુદ\વાત કરવામા આવી ત્યારે મહિલાઓએ પોતાની વાત જાહેરમો કહેવાનો મોકો મળ્યો. કાન્તાબહેન, કુસુમબહેન જેવી મહિલાઓએ જાહેરમો પોતાના અધિકાર મેળવવા વાત કરવાની હિંમત કરી. જયારે લલિતાબહેન, કમતીબહેન જેવા કિસ્સાઓમા પેરાલિગલ કાર્યકરોએ સરપંચ, ગામના આગેવાનોને સાથે રાખીને મહિલાઓને તેમના અધિકાર અપાવવામા ટેકો આપ્યો છે. આમ, સ્વભૂમિ કેન્દ્રો ગામના સ્થાનીક સ્વરાજયના માળખા સાથે કડીરૂપ બની રહયા છે.

અંગત જમીન પર મહિલાઓના જમીન અધિકાર પ્રાપ્ત કરાવવાના મુખ્ય હેતુથી શરૂ થયેલા સ્વભૂમિ કેન્દ્રની સફર આટલેથી નથી અટકી ! મહિલા માટે તો જમીનનો ટૂકડો એ જ આજીવિકાનો આધાર હોય , ત્યા અંગત જમીન શું અને જંગલ જમીન શું ? - એના માટે જમીન એટલે જમીન ! પણ મહિલાઓને જમીન માલિકી માટે આશાનું કિરણ દેખાતા, અંગત જમીન ઉપરાત, જંગલ જમીન, ડુબમો ગયેલી જમીન, સાંથણીની જમીન, પશુ માટેના વાડાની જમીન – આ તમામ જમીનના પ્રશનો માટે કાન્તાબહેન, દક્ષાબહેન, મરીયમ બહેન જેવી અનેક મહિલાઓએ જમીન માલિકી મેળવવા સ્વભૂમિ કેન્દ્રની મદદ મેળવવા માટે ટહેલ નાખી છે. વિવિધ પ્રકારની જમીનોના પ્રશનોના માર્ગદર્શન માટે કોઈ માળખું ના હોવાનો ખ્યાલ આવતો, સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરો આવા પ્રશનોને સંબોધવા કટિબધ્ધ થઈ રહયા છે.

મહિલાઓની આજીવિકાની સુરક્ષા માટે ખેતીની જમીનની માલિકી એ જેટલું અગત્યનું છે તેટલું જ તે જમીનની ઉત્પાદકતા વધારવા અન્ય ઉત્પાદક સંસાધનો સુધીની પહોંચ વધે તે છે. જો આમ ના થાય તો – માયાબહેન જેવા બહેન ને જમીન ગિરવે મૂકવાનો વારો આવ્યો. જયારે ગંગુબહેન, મંજુલાબહેનને પાક પધ્ધતિ ફેરવવાનો સમય આવ્યો. આ સંદર્ભમાં શારદા બહેન, ક્રિષ્મનાબા, સકીનાબહેન જેવા મહિલા ખેડૂતોને ખેતીની યોજનાઓ સાથે સંકળવા સ્વભૂમિ કેન્દ્રોની મહત્વની ભૂમિકા રહી છે . મહિલાઓની ' ખેડૂત ’ તરીકે સ્વીકૃતિ વધે, ઓળખ વધે તે માટે મહિલા ખેડૂતોનું આઈ. ખેડૂત પોર્ટલમો રજિસ્ટર કરાવવા સ્વભૂમિ કેન્દ્રોએ કમર કસી છે . હાલ સુધીમો, ૧૦૦૦૦થી વધુ મહિલા કિસાનોનું રજિસ્ટેશન થયું છે તો ૩૨૦૦ થી વધુ મહિલા ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ સાથે સાંકળવામાં મદદરૂપ થયા છે.

હજુ તો આ શરૂઆત છે...... મંઝિલ તો ઘણી દૂર છે...... પરંતુ, "સ્વભૂમિ કેન્દ્ર' જેવા માળખા હોય ત્યારે પોતાના હકક અને આજીવિકા સુરક્ષા માટે તત્પર અને ઘણી વાર સંઘર્ષ કરતી મહિલાઓને એ મંઝિલ માટે માર્ગદર્શક અને હુંફ આપનાર ચોકકસ મળી રહે તે માટે જરૂર છે આવા માળખાઓની, જે મહિલા ખેડૂતોના પ્રશનોને પિતૃસતાક માળખાના અનુસંધાનમં સમજી શકે અને ટેકો પૂરો પાડી શકે !

ઘડપણમાં જમીન જ મારો આશરો નવલીબહેન

પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાથી ૨૫ કી.મી. દૂર સેવનીયા ગામમાં રહેતા નવલીબહેન દેવલાભાઈ નાયક આશરે ૦.૯૭ આરે જમીનના માલીક બન્યા તેની આ વાત છે.

ઘણા વર્ષો પહેલા દેવલાભાઈએ નારસિંગભાઈની જમીન ગિરવે રાખી હતી. વખત જતો, આ જમીન દેવલાભાઈએ ખરીદી લીધી. ખરીદી પછી નામ ફેર કરાવીને દેવલાભાઈએ ખેડૂત પોથી પોતાના નામની કરાવી લીધી. નવલી બહેન અને તેમની એક દિકરીના પરિવાર સાથે વર્ષોથી આ જમીન ખેડે. દેવલાભાઈનું મૃત્યુ થયું અને નવલીબહેન એકલા પડયા તેમની દિકરીને તો સાસરે વળાવી દીધી હતી આથી સેવનીયા ગામમા હવે નવલીબહેન પોતાની રીતે આ જમીનનો વહીવટ કરે જરૂર પડે ત્યારે દિકરી અને જમાઈ ખેતી કામમાં મદદ કરવા આવે. આમ નવલી બહેનના જીવનની ગાડી ચાલ્યા કરે.

નવલીબહેનને એકલા જાણી, નરસિંગભાઈના દિકરા ગમજીભાઈ નવલીબહેનને પોતાની પિતાની જમીન પરત મેળવવા માટે હેરાન કરવા લાગ્યા. નવલીબહેને ખેડૂતપોથી બતાવી પણ ગમજીભાઈ માને જ નહીં! નવલીબહેનને જમીન પરત આપી દેવા ધમકીઓ આપે, રોજનું આમ બનવાથી નવલીબહેન થાકી ગયા. સેવનીયા ગામના દેવગઢ  મહિલા સંગઠનના આગેવાન" ગુલીબહેનને મળ્યા અને પોતાની જમીન બાબતે થતી હેરાનગતિની વાત કરી.

છેલ્લા ત્રણ-ચાર વર્ષ પહેલો આનંદી સંસ્થા, દેવગઢ સંગઠન અને મહિલા અને જમીન માલિકી નેટવર્ક દવારા આયોજિત વારસાઈ ઝુંબેશ દરમ્યાન નવલી બહેનના નામે (તેમના પતિના મૃત્યુ બાદ ) વારસાઈ કરાવવામાં સંગઠને મદદ કરી હતી. નવલીબહેનની સમસ્યા ઉકેલવા માટે દેવગઢ મહિલા સંગઠનની બહેનોએ નકકી કર્યું અને ગમજીભાઈને મળવા ગયા. તેઓએ ગમજીભાઈને કહયું કે, "આ જમીન ખરીદતા સમયે દેવલાભાઈએ મહેનતના પૈસા તમારા પિતાને ચૂકવ્યા હશે. હવે આ જમીન એક જ નવલીબહેનના જીવનનો આધાર છે અને કાયદાની રીતે ખેડૂતપોથીમો તેમનું નામ છે. આ જમીન લઈને તમે શું કરશો ? " આ પછી ગમજીભાઈએ જમીન પડાવી લેવાના પ્રયત્નો છોડી દીધો.

હાલ નવલી બહેન આ જમીન પર ખેતી કરે છે. પૈસા આપીને ખેડાવે છે, બિયારણ વાવે છે. આ વર્ષે રૂ. ૫૦૦ આપીને ટેકટરથી ખેડાવીને મકાઈ અને તુવેરનું વાવેતર કર્યું છે. વરસાદ આધારીત ખેતી છે તેથી એક મોસમનો પાક તેમને મળે છે. ઘરે બકરાનું ખાતર બનાવીને ખેતરમો નાખે છે. બાકી દવા છોટવી કે એવી કંઈ તેમને ખબર નથી. જમીનનું ઉત્પાદન કર્યો વેચો છો ? તેના જવાબમાં નવલીબહેન કહે છે, "મારી ઉમર થઈ મારાથી કામ થાય કે ના થાય ત્યારે આ અનાજ હોય તો કામ આવે એટલે જે થોડું ઘણું પાકે તે વેચું નહી, રાખી મૂકું. જો ગુલીબહેન હોત નહીં તો આ આશરો મળ્યો ના હોત. " જમીન પોતાના નામે છે અને તેમની પાસે છે એ બાબત તેમને સલામતી બક્ષે છે. એકલા હોવા છતા, જીવન જીવવાનો ભરોસો છે

“ દેવગઢ મહિલા સંગઠન આનંદી દ્વારા પ્રેરીત ગ્રામીણ મહિલા સંગઠન છે. આનંદી સંસ્થા પંચમહાલ અને દાહોદ જિલ્લાના દેવગઢબારીયા, ઘોઘંબા,શહેરા તાલુકામા આદિવાસી મહિલાઓના સર્વોગી વિકાસ માટે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. આ પ્રયાસોના પરીણામે વિસ્તારલક્ષી મહિલા સંગઠનો બન્યા છે જેઓ મહિલાઓની અધિકારલક્ષી પહોંચ વધે, સરકારની તમામ યોજનાઓનું મહિલાઓના હિતમો અમલીકરણ થાય, આ વિસ્તારના પ્રશનો ઉકેલવામા મહિલાઓ સંગઠિત બને એ હેતુથી સંગઠનો વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. મહિલા અને વિવિધ અધિકારો અંતર્ગત મહિલા અને જમીન અધિકારના મુદ\ દેવગઢ સંગઠન અને આનંદી સંસ્થા મહિલા અને જમીન માલિકી નેટવર્ક સાથે જોડાયા છે. ગામોમા મહિલાઓને ખેત જમીન અધિકાર મળે, કૃષિ સંબંધિત યોજનાઓ સુધી મહિલાઓની પહોંચ વધે તે માટે સંગઠનના આગેવાન લિડરો જાગૃતિ મીટીંગ, સંમેલનો, ઝુંબેશ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે તેમજ તાલુકા સ્તરે નાગરીક અધિકાર કેન્દ્ર ચાલે છે. જેમ સ્વભૂમિ : મહિલા અને જમીન માલિકી અને મહિલા કિસાન માર્ગદર્શન કેન્દ્ર એક ભાગ છે. જયો મહિલાઓને માર્ગદર્શન અને ટેકો આપવા માટે નેટવર્ક સાથે જોડાયેલ ગુલીબહેન જેવા પેરાલિગલ કાર્યકરો અને સંગઠનના સભ્યો નિયમીત રીતે દર અઠવાડિયે નિયત દિવસો ફાળવે છે.આ પેરાલિગલ કાર્યકરોને મહિલા અને જમીન માલિકી નેટવર્ક દ્વારા મહિલાઓના જમીન અધિકાર તેમજ મહેસુલ માળખું, જમીન સંબંધિત કાયદાઓ, કાયદાકીય જોગવાઈઓ, વખતો વખત થતા ફેરફારો, કૃષિ યોજનાઓ અને માળખા જેવી બાબતો અંગે દર ત્રણ મહિને તાલીમ આપવામાં આવે છે.

મારા બાપની મિલકત છે અને મારે લેવાની છે હું બીતિ નથી

કાળીબહેન(પંચમહાલ જિલ્લો , દેવગઢબારીયા તાલુકો) ના લગ્ન સાગટાળા ગામમા થયા છે. તેમનું પિયર જૂના બારીયા છે. પપ વર્ષના કાળી બહેન પોતાના પિતાની જમીન પરત લેવા સંઘર્ષ કરી રહયા છે તેમના સંઘર્ષની કથા આ વાત રજૂ કરે છે.

મગાભાઈની દિકરી કાળી બહેનના પિતા પાસે જમીન થોડી વધારે છે. કાળીબહેનને બે ભાઈઓ હતા તેઓ મૃત્યુ પામ્યા. તેઓ પરણિત હતા નહીં એટલે તેમનું કોઈ વારસદાર તો હતું જ નહીં. બાકી એક કાળીબહેન મગાભાઈના વારસદાર તરીકે હતા. એટલે , આજથી ત્રણ વર્ષ પહેલા કાળીબહેનના નામે સીધીલીટીના વારસદાર તરીકે મગાભાઈની જમીનમો દિકરી તરીકે વારસાઈ કરાવવામાં સંગઠનના બહેનોએ મદદ કરી હતી. પરંતુ કાળીબહેન સાગટાળા રહે એટલે આ જમીન પર તેમણે ખેડાણ કર્યું જ નહતું. આ દરમ્યાનમા તેમના પાડોશી ચંદસિંગભાઈએ કાળીબહેનની સહી ( અંગુઠો) અન્ય કારણસર લઈ લીધી અને આ જમીન તેમના નામે કરાવી લીધી. કાળીબહેનને આ બાબતે કોઈ જ જાણકારી ન હતી!

સ્વભૂમિ કેન્દ્ર દ્વારા થયેલ વારસાઈ ઝુંબેશ દરમ્યાન, કાળીબહેનના ઘરે ગયા ત્યારે અમસ્તુ જ કાળીબહેનની જમીન પર સંગઠનની ઓફિસ બોધે તો તાલુકાથી જનીક પડે એ વિચારથી ,કાળીબહેન પાસે જમીન વધારે છે તો થોડી જમીનમા સંગઠનની ઓફિસ કરવા માટે જમીન ભાડે લેવા માટે કાળીબહેનને વાત કરી. કાળીબહેને સંમતિ દર્શાવી એટલે આ જમીનના ૭/૧ર કઢાવ્યા ત્યારે જ કાળીબહેનને આ જમીન ચંદસિંગભાઈના નામે થઈ ગઈ છે તે ખબર પડી!

સંગઠને આ જમીન કાળીબહેનને પરત અપાવવાનો નિર્ણય લીધો. તાલુકા સ્તરે મામલતદાર ઓફિસે જઈ આ ફેરફારની વિગતો મેળવવા હકક પત્રક - , સોગંદનામું, પેઢીનામું અને પંચ કયાસ કયારે અને કેવી રીતે થયો છે તેની માહિતી મેળવવા તમામ દસ્તાવેજો મેળવવા માટે અરજી કરી. આ દસ્તાવેજમા ચંદસિંગભાઈએ પોતાને કાળીબહેનના પિતા મગાભાઈનો દિકરો છે તેમ દર્શાવ્યું છે તે બાબત પર તેમના નામે વારસાઈ થયેલી છે તેવી જાણ થઈ. આ દસ્તાવેજો લેવા ગયા ત્યારે મામલતદાર ઓફિસમા ચંદસિંગભાઈ પણ ત્યા જ હતા અને તે પણ દસ્તાવેજ લેવા માટે ત્યા ઉભા હતા. સંગઠનની બહેનો અને કાળી બહેન ત્યાંથી નીકળી આવ્યા તો તે ભાઈએ તેમનો પીછો કર્યો. આ દિવસે તેઓએ દસ્તાવેજ લીધા નહી. પછીના અઠવાડિયે જઈને દસ્તાવેજ મેળવ્યા. આ સમયે આ ભાઈ ત્યા હાજર હતા તેમને ખબર પડી એટલે આ ભાઈએ કાળીબહેન સાથે ઝઘડો કર્યો , ધમકી આપી. આ સમયે પેરાલિગલ કાર્યકર ત્યાં હાજર હતા. કાળીબહેન કોઈ મુશ્કેલીમા પડી ન જાય બિકે પેરાલિગલ કાર્યકર “ રમીલાબહેને કાળીબહેનને ઝડપથી રીક્ષામાં બેસાડીને તેમના સાસરે મોકલી દીધા.

હવે ચંદસિંગભાઈનું નામ દૂર કરવા માટે તેમણે પ્રોતમો અપીલ કરવી પડે. કાળીબહેન તેમની જમીન લેવા માટે સંઘર્ષ કરવા તૈયાર છે. આ બાબતની જાણ થતો, કાળીબહેનને ઘર, દાણા આપવા પણ કેસ ના કરવો તેમ કહીને ચંદસિંગભાઈ સમાધાન કરવા તૈયાર થયા છે પણ કાયદેસર રીતે જમીન નામે થાય તો પછી કાળીબહેનને વાંધો ના આવે તેવું સ્વભૂમિ કેન્દ્ર અને સંગઠનના આગેવાનોએ તેમને મળીને નકકી કર્યું છે.

આટલા વર્ષ ચંદસિંગભાઈએ જમીન ખેડી છે તેનું વળતર લેવા માટે દાવો કરવાનું કાળીબહેન વિચારે છે. તેમનું માનવું છે કે, 'મારા બાપની મિલકત છે તે મારે જ લેવાની હોય તેમ ગમે તે ધમકી મળે અને કંઈ પણ થાય હું આગળ કાયદાથી જે કંઈ કરવું પડે તે માટે તૈયાર છું.'

' જો નકલમા નામ ના હોય તો બહેનનું કોઈ જ નથી ' - બિજલી બહેન નાયક પંચમહાલ જિલ્લો , દેવગઢબારીયા તાલુકો બિજલી બહેને પોતે કેવી રીતે જમીનની વારસાઈ કરાવી છે તેની આ વાત છે.

"જમીનની વારસાઈ કરાવવાનો વિચાર હતો પણ કંઈ ખબર ન હતી. વારસાઈ કરાવવાના પૈસા બહુ થાય છે તેમ સાંભળ્યું હતું એટલે છોકરાઓ મોટા થશે ત્યારે કરશે તેમ માનીને કંઈ કર્યું ન હતું તેથી ૧૭ વર્ષથી વારસાઈ બાકી હતી."

"સંગઠનની મીટીંગમા આવી ત્યારે મહિલાઓના નામે જમીન કેવી રીતે થાય, વારસાઈ કરાવવી શા માટે જરૂરી છે, વારસાઈ કરાવવા કેવા કાગળો જોઈએ તે જાણવા મળ્યું. મને ત્યારે જ ખબર પડી કે વારસાઈ કરાવવાનો વધારે ખચો નથી થતો એટલે મેં વારસાઈ કરાવવાનું નકકી કર્યું. પંચાયતમો ગઈ તલાટીને મળી, સસરા,જેઠ અને પતિના મૃત્યુનો દાખલો કઢાવ્યો અને સ્વભૂમિ કેન્દ્ર પર ગઈ.

રમીલાબહેન (પેરાલિગલ કાર્યકર)આ કેસમો કેવી રીતે પ્રક્રિયા કરી તેની વાત કરતા જણાવે છે કે, ગામમાં બેસીને જવાબપંચ, પંચકયાસનું ફોર્મ ભર્યું, સોગંદનામું તૈયાર કર્યું એ દિવસે ગામમાં બેસીને જ પ્રકરણ તૈયાર કર્યો હતો. તલાટીને પ્રકરણ સહી કરવા આપ્યું તલાટીને મળ્યા તો જવાબ આપે નહીં. થોડા સમય પછી ફરી વાર મળ્યા ત્યારે તેમણે કહયું પ્રકરણ ખોવાઈ ગયું છે. વળી થોડો સમય ગયો ફરીવાર તલાટીને મળ્યા ત્યારે તેમણે કહયું,” પંચકેસમા તારીખ બહુ જૂની છે એટલે ફરીવાર કરવું પડશે." ફરીથી તમામ પ્રકરણ તૈયાર કરીને તલાટીની સહી કરાવવા ગયા ત્યારે તલાટીએ કહયું , "આ બધું કોણે શીખવાડયું ? તમે જાતે કર્યું છે તો હવે તમે જ આગળની કાર્યવાહી કરાવી લો. " તલાટીનો ગુસ્સો થોડા સમય પછી શીત થઈ જશે એમ માનીને થોડો સમય ગયા નહીં.આમ, આ તમામ પ્રક્રિયાના અંતે ૧ વર્ષે તેમની વારસાઈ થઈ.

આ પછી તેમણે મહિલા ખેડૂત તરીકે આઈ કિસાન રજિસ્ટેશન" કરાવ્યું છે. બિજલીબહેન કહે છે," જો નકલમો નામ ના હોય તો બહેનનું કંઈ જ નથી".

પેરાલિગલ કાર્યકરો અનુભવી છે. વારસાઈ કેવી રીતે થાય તેની તમામ પ્રક્રિયાથી સુમાહિતગાર છે, મામલતદાર ઓફિસમાંથી પ્રક્રિયાના ફોર્મ સ્વભૂમિ કેન્દ્ર પર રહે છે . સરકારી વારસાઈ ઝુંબેશ દરમ્યાન પેરાલિગલ કાર્યકરોએ કેટલાંક કેસોમો જાતે પ્રકરણ તૈયાર કરી તલાટીની સહી કરાવીને મામલતદાર કચેરીમો જમા કરાવ્યા છે. (સરકારી વારસાઈ ઝુંબેશ- જૂન થી ઓગષ્ટ ૨૦૧૫ દરમ્યાન ગતિશીલ ગુજરાત હેઠળ બાકી રહી ગયેલ વારસાઈ પૂરી કરવા રાજય સ્તરે ઝુંબેશ જાહેર કરી હતી)

પંચકેસમો વારસાઈમા રજૂ થયેલ વિગતો અને વારસદારોના નામ બાબતે ગામના આગેવાનો કે પરીવારના લોકોએ સહી કરવાની હોય છે . નિયમાનુસાર  જયારે પ્રકરણ તૈયાર થાય ત્યારે તે સમયના આગેવાનો કે હયાત પરીવારના સભ્યોએ સહી કરવાની હોય છે.

“સરકારી યોજનાઓ સાથે ખેડૂત (ખેડૂતની બહોળી વ્યાખ્યા મુજબ-જમીનધારક, પશુપાલક, અગરીયા, માછીમાર)ને ઓનલાઈન, ઈ-ટેકનોલોજી સાથે જોડવા માટે આઈ કિસાન પોર્ટલ દવારા રજિસ્ટેશનની જોગવાઈ કરી છે જેમા ખેડૂતની ઓળખ માટે નોંધણી કરાવવી જરૂરી છે

"એના હિસ્સાનું એને (મિરાબહેનને ) આપી દેશું ' '

પંચમહાલ જિલ્લો , દેવગઢબારીયા તાલુકો. દેવી રામપુરાના મીરીબહેન છનિયા ૧ વર્ષ પહેલા વિધવા થયા. સસરાના મૃત્યુ પછી સાસુએ બીજા લગ્ન કરી લીધા હતા. અત્યારે મીરીબહેનના કુટુંબમા ર જેઠ અને જેઠાણી છે. પતિના મૃત્યુ પછી જમીનમા ભાગ આપવો ના પડે એ કારણથી જેઠ જેઠાણીએ મીરીબહેનને ડાકણ જાહેર કરી માર મારવા લાગ્યા તેઓ ઈચ્છતા હતા કે, મીરાબહેન તેમના પિયર જતા રહે. મીરીબહેનને પિયરની વાટ પકડવા સિવાય છુટકો ન હતો! મીરા બહેન પિયર જવા નીકળ્યા ત્યારે દેવગઢ મહિલા સંગઠનના આગેવાન મોજલીબહેનને ખબર પડી. તેમણે મીરાબહેનને રોકી લીધા અને પંચાયતમા ગયાં. સરપંચને બધી વાત કરી. ગામમા સરપંચે પંચાણું બોલાવ્યું. મોજલીબહેને તમામ વાતની રજૂઆત કરી અને પંચને ઠરાવ કરવા જણાવ્યું. પંચે, મીરાબહેનને ડાકણ ના કહેવી અને તેમનો જમીનમા હકક હિસ્સો આપવો તેમ ઠરાવ્યું આ પછી સ્વભૂમિ કેન્દ્રની મદદથી તમામ કાર્યવાહી કરી અને મીરી બહેનનું નામ જમીનમાં દાખલ કરાવ્યું.
આ પછી મીરી બહેન પર થતો ત્રાસ બંધ થઈ ગયો છે એટલું જ નહી, જમીનમાં આ વખતે જે વાવેતર કર્યું છે તેનો હકક હિસ્સો મીરી બહેનને આપવા જેઠ તૈયાર થઈ ગયા છે. સ્વભૂમિ કેન્દ્રની મદદથી મિરી બહેનને એમના ભાગની જમીન મળે તે માટે જમીન માપણીની અરજી કરવાનું આયોજન વિચાર્યું છે.

ગુમાવેલી જમીન પરત મેળવતા વર્ષો લાગ્યા

કુસુમ (પંચમહાલ જિલ્લો , દેવગઢબારીયા તાલુકો)ના પિતાએ વેઠ કરીને જમીન મેળવી છે. ગણોતિયા તરીકે તેમને જમીન મળી છે. સરકાર તરફથી જયારે જમીન નામે કરવાના કાગળ આવ્યા ત્યારે મજુરી કરવા આ કુટુંબ બહાર ગયું હતું. પિતા હાજર ના થયા એટલે જમીન ખાલસા થઈ ગઈ. આ પરીવારની જમીન ખાલસા થઈ ગઈ તેને૩૫ વર્ષ થયા . પુનાભાઈના દિકરી કુસુમ દેવગઢ મહિલા સંગઠનના સક્રિય મહિલા આગેવાન તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે. મહિલા અને જમીન માલિકીના મુદ્દે તાલીમ લેતા લેતો તેમણે મહિલાઓના જમીન અધિકારો જાણ્યા છે, મહિલાઓ માટે જમીન કેટલી મહત્વની છે તે બાબતનો તેમનો પોતાનો દાખલો છે. કુસુમ આગેવાન તરીકે વિસ્તારની મહિલાઓને મદદ કરતા કરતા પોતાના ઘરમા જમીનના હકક મેળવવા છેલ્લા ૮ વર્ષથી મહેનત કરી રહયા છે.
કુસુમબહેને આ જમીન પરત મેળવવા આધાર, પુરાવા જોડીને નિયમ પ્રમાણે દંડ ભરવાની તૈયારી સાથે જમીન પરત આપવા અરજી કરી છે. કલેકટરે જમીન આપવા જણાવ્યું પણ આ જમીન પર દબાણ છે. આજે તેમનો પરિવાર માત્ર ૩૦ ગુંઠા જમીન પર ઘર બનાવીને રહે છે અને આ જ જમીન પર ખેતી પણ કરીને નભે છે. પંચાણું : આદિવાસી વિસ્તારમો ન્યાય માટેનું પ્રચલિત માળખું છે. પહેલા ગામના મુખ્ય આગેવાનો મળીને કોઈને અન્યાય થયો હોય તો ન્યાય કરતા. આ પંચ જે ન્યાય કરે તે બંને પક્ષને માન્ય રહેતો હતો. આ સમયે મહિલા તરફથી કેસ રજૂ થયો હોવા છતા પણ મહિલાને પંચમો બેસવાની કે પોતાની રજૂઆત કરવાની મંજુરી ન હતી. વખત જતો, હાલની બદલાતી જતી સ્થિતિમા હવે જે -તે કિસ્સામો સંબંધિત સગા-સંબંધીઓ, જો બોલાવે તો ગામના આગેવાન કે સરપંચ પંચાણુંમો બેસે છે અને નિર્ણય કરે છે. જે નિર્ણય કરે તે જો અરજદારને માન્ય ના હોય તો તે કોર્ટમાં જઈ શકે છે અથવા તે નિર્ણયને અમાન્ય ગણી શકે છે. આ વિસ્તારમા દેવગઢ મહિલા સંગઠનની બહેનો જયારે સંગઠિત થઈ તે પછી પંચાણામો બેસવાનો, બહેનના હિતમાં રજૂઆત કરવાનો હકક માગવાનું શરૂ કર્યું. આ માગ સામે ઘણા વર્ષની મહેનત પછી તેમની માત્ર હાજરીને (નિર્ણયની સતા નહી ) સ્વીકારવામા આવી. શરૂઆતમો સંગઠનની આગેવાન મહિલાઓએ માત્ર બેસવાનું શરૂ કર્યું ધીમે ધીમે, મહિલાના હિતમો રજૂઆત કરવાની શરૂઆત કરી. આજે આ સંગઠન જાતે પંચાણું બોલાવે છે , તેમો રજૂઆત, તર્ક કરે છે , નિર્ણય કરે છે અને તેના ઠરાવ કરાવીને તે મુજબ અમલીકરણ કરાવે છે.
કલેકટરે આપેલ જમીન પર દબાણ દૂર કરવા ગામમા પંચ કર્યું. સંગઠનની અન્ય આગેવાન મહિલાઓ પણ આ પંચમો હાજર રહી. જેમણે દબાણ કર્યું હતું તે દબાણવાળાએ જવાબ આપી દીધો," જમીન જોઈતી હોય તો ટોપલો ભરીને લઈ જાય." જમીન ના બદલામાં જમીન માગી છે. આ મંાગણીની અરજી પણ તલાટીએ દબાવી દીધી હતી પણ કુસુમ બહેન ત્યાં અટકયા નહી , ગામમાં જેમણે જમીન માગણીની અરજી કરી હતી. તેઓને જવાબ આવ્યા અને કુસુમની અરજીનો જવાબ આવ્યો નહીં એટલે તરત જ કુસુમે પ્રાંતમા વાંધા અરજી આપી.તેમની પાસે જે પુરાવા છે તે રજૂ કર્યો. આ માટે જમીન પર હજુ દાવો ચાલે છે.
દબાણ કરનારે જમીન પર ઉગેલા સાગ વેચવા કાઢયા હતા તે વેચાણ ના કરવા કુસુમબહેને દબાણ કરનારને જણાવ્યું છે. ફરી પંચાણું બોલાવીને ઠરાવ્યું કે," આ બાબતે કુસુમ અને તેના પરિવારને કોઈ નુકશાન નહી થવા દેવું." આત્મ વિશવાસના રણકા સાથે કુસુમબહેન જણાવે છે કે, "જય સુધી કેસનું નિરાકરણ ના આવે ત્યા સુધી જમીન પરનું ઉત્પાદન વેચવા નહી દઉં."
કુસુમ બહેન સંગઠનના ટેકાથી હિંમત અને આત્મ વિશવાસથી ૮ વર્ષથી લડી રહયા છે. આ જમીન પર કોનો હકક તેનો નિર્ણય કોણ અને કયારે કરશે ?

જમીન નામે છે તો હવે ગામ છોડવાનું મન ના થાય !

જમીન કે કોઈ આશરો ના હોય તો પિયરનો આશરો શોધીએ. જમીન નામે છે તો હવે ગામ છોડવાનું મન ના થાય !
રેશમબહેન બારીયાથી ૧૭ કી.મી. દૂર સિમળાધસી ગામમાં રહે. નાની ઉમરમા રેશમબહેનના પતિનું મૃત્યુ થયું. કુટુંબમા જેઠ પણ હયાત ન હતા. બંને પરિવારો ના થઈ કુલ : બાળકો ના ભરણપોષણમાં ગુંચવાઈ રહેતા દેરાણી-જેઠાણીને વારસાઈ કરાવવાનો ન સમય હતો , કે વારસાઈ કેવી રીતે કરાવવી તે બાબતે કોઈ માહિતી.
ગામની સંગઠનની મીટીંગમાથી તાલુકા સ્તરે સ્વભૂમિ કેન્દ્ર છે અને તેમા મહિલાઓના પ્રશનો પર મદદ થાય છે તેની જાણ થતો, તેઓ વિધવા પેન્શનની માહિતી લેવા આવ્યા. આ સમયે પણ તેમની પાસે કોઈ જ પુરાવા ન હતા. સ્વભૂમિ કેન્દ્ર પરથી વિધવા પેન્શન માટે કયા પુરાવા જોઈએ, તે કયાથી કેવી રીતે મેળવવા તેની માહિતી આપી. આવકનો દાખલો લેવા માટે તલાટીને મળવા જણાવ્યું. ત્યારે રેશમબહેનની પાસે જમીન છે તેવી માહિતી પેરાલિગલ કાર્યકરોને મળી. તેમને જમીનનો સર્વે નંબર જાણી લેવા જણાવ્યું. રેશમબહેને જેઠ પાસે જે ખેડૂતપોથી હતી તેમાથી સર્વેનબર મેળવ્યો. આ પછી સ્વભૂમિ કેન્દ્રની મદદથી પંચાયતમા જઈને પતિના મરણનો દાખલો મેળવ્યો, વારસાઈ માટેની તમામ પ્રક્રિયાઓ કરી અને રેશમબહેન અને તેના જેઠાણીના નામે વારસાઈ થઈ, વિધવા પેન્શન મંજુર કરવામાં મદદ કરી. તેમનું રેશનકાર્ડ ગરીબી રેખા હેઠળ બી.પી.એલ. મંજુર થયું. આમ, સ્વભૂમિ કેન્દ્ર પરથી રેશમ બહેનને એક સાથે ત્રણ કામમા મદદ મળી છે. આજે રેશમબહેન પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવી રહયા છે. રેશમ બહેનને પૂછયું કે, આ મદદ મળતો હવે તમે શું અનુભવો છો ? તેના જવાબમા રેશમબહેન કહે છે , "જો કોઈ ના હોય તો ભૂખે મરવું પડે કંો તો પિયર જઈને ભાઈ ભાભીના આશરે રહેવું પડે. હવે જમીન છે તો એમાથી જે થોડું ઘણું થાય તેનાથી ચાલી રહે. હવે ગામ છોડીને જવાનું મન ના થાય.”

માહિતી અધિકાર કાયદાના ઉપયોગ કરી હકકનું મેળવવાનો પ્રયાસ કર્યો.

કેળકૂવા ગામના રાનુડીબહેને દિકરી તરીકે પિતાની જમીનમો હિસ્સો લઈ જમીન પર કાકા સાથે સંયુકત ભાગીદારીથી ખેડવાનું શરૂ કર્યું. રાનુડીબહેન જે ભાગમાં ખેડતા હતા તે ભાગ મા સરકાર તરફથી રસ્તા માટે જમીન સંપાદન કરવામા આવી અને વળતર માટે રૂ. ૨૦૦ નકકી થયા. આ માટે રાનુડીબહેનના નામે નોટિસ નીકળી. આ સંયુકત નામે જમીન હતી તેમાથી પાચ ભાઈ અને ત્રણ બહેનના નામે વારસાઈ થઈ હતી. તેમના ભત્રીજા આ પૈસા લેવા માટે કોશિશ કરતા હતા તેની રાનુડીબહેનને ખબર પડી ગઈ. રાનુડી બહેનને થયું કે, 'મારા ભાગની જમીન સંપાદન થઈ છે અને પૈસા તેને કેવી રીતે મળે ?' એટલે તેઓ સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને વિગત જણાવી.
પેરાલિગલ કાર્યકરોએ માહિતી અધિકાર હેઠળ અરજી કરી. અરજીમા રસ્તા માટે જમીન સંપાદન થઈ છે તેના નાણાં કયારે અને કોને ચૂકવાયા છે તેની માહિતી માગી. આ માહિતી મળી એટલે ખબર પડી કે, આ નાણા રાનેડીબહેનના ભત્રીજાના ખાતામા જમા થયા છે.
પેરાલિગલ કાર્યકરોએ હવે પ્રાંતમા અરજી કરી અને જે ભાગની જમીન જે ખેડે છે તેને નાણાં મળવા જોઈએ તેવી માગણી કરી. પ્રોતમા હજુ આ અરજી ચાલે છે. આ અરજીનો જવાબ મળ્યો છે? તેના જવાબમો પેરાલિગલ કાર્યકરે જણાવ્યું કે, "ઓફિસના કર્મચારી દ્વારા ખબર મળી છે કે, પ્રાંત દ્વારા નાણાની ચૂકવાયેલ રકમ પ્રોતમા પરત આવી છે પરંતુ પ્રાતમાથી કોઈ જવાબ નથી. બીજી સુનાવણી થાય તેમા જવાબ રજૂ થવાની રાહ જોઈએ છીએ".

માલીબહેનની જમીન મેળવવાની લડત હજુયે ચાલે છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયાથી ૧૫ કી.મી. દૂર ખોડણિયા ગામની દિકરી માલીબહેન પારસિંગભાઈ, પિતાએ ગુમાવેલી જમીન પરત મેળવવા જંગે ચઢયા છે. પિતા પારસિંગભાઈ પાસે ત્રણ જગ્યાએ ખેતીની જમીન છે. પાર સિંગભાઈ દારૂની લતે ચઢયા અને હર્યું ભર્યું કુટુંબ નાશ પામ્યુ છે. તેમની જમીન ગામના કોઈ વ્યકિતએ છળકપટ અને બનાવટથી પડાવી લીધી. આ વ્યકિત પહેલા, ગામમાં તલાટીની નોકરી કરતા હતા. આથી જમીનના દસ્તાવેજોમા ફેરબદલી કરવાની તેમની આવડતનો તેમણે દુરૂપયોગ કર્યો ! જો કે તેમની આ આદતના કારણે તો તેમની નોકરી ચોકકસ ગઈ પણ, પાર સિંગભાઈને તો પારાવાર નુકશાન કરતા ગયા !
વાત એમ છે કે, એક વખત તે વ્યકિતએ પારસિંગભાઈને ખૂબ દારૂ પીવડાવીને ઘરે મોકલ્યા, આ પછી તેમનું ઘર સળગાવ્યું ઘર બળી જવાની પોલિસમા ફરીયાદપણ આ વ્યકિતએ જ નોંધાવી અને દારૂ પીને ઘર સળગાવવાના કારણથી પારસિંગભાઈ જેલમા ગયા! ઘરમો જે કંઈ બચ્યું હતું તેમાથી જમીનના દસ્તાવેજો ચોરી લીધા. હવે, પાર સિંગભાઈની પાસે જઈ જમીન પર છોડાવવા માટે રૂ. ૨૫૦૦ જોઈએ તેમ કહી પાર સિંગભાઈની જમીન આ વ્યકિતને ગિરવે રાખવા માટે પાર સિંગભાઈની જમીન ના દસ્તાવેજોમો સહી લઈ લીધી, જે ખરેખર વેચાણ દસ્તાવેજમા સહી કરાવી હતી! પાર સિંગભાઈ જામીન પર છૂટીને ઘરે આવ્યા એટલે પાછા દારૂ પીવડાવીને તેમના કાન ભંભેરવામા આવ્યા કે, "તારી પત્નીએ જ તારા નામે ફરીયાદ કરી છે તેને ઘરમાથી કાઢી મૂક." આમ, પારસિંગભાઈએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતાં, પત્ની તેમના બાળકો સાથે પિયર જતા રહયા. હવે જે કાંઈ થોડું ઘણું બચ્યું હતું તે બળેલું ઘર પણ આ વ્યકિતએ પડાવી પાડયું. આમ, દારૂની લતમાં પાર સિંગભાઈએ બધું ખોયું!
પાર સિંગભાઈના દિકરી માલી બહેન દેવગઢ મહિલા સંગઠન સાથે જોડાયેલા છે. સંગઠનના સભ્યોએ માલીબહેનને પિતાની જમીન મેળવવા હિંમત આપી છે. આ જમીનના સર્વેન ની માહિતી માલી બહેનને ન હતી તેથી બાજુવાળાના ખેતરના સર્વેન. પરથી નં. મેળવીને દસ્તાવેજો કઢાવ્યા. તેમના પિતા અને અસ્થિર મગજનો ભાઈ બંને માલીબહેનની સાથે રહે છે. ગુમાવેલી જમીન પાછી મેળવવા માટે માલીબહેન દોડાદોડી કરતા હતા ત્યારે તેમને તેમના પતિ તરફથી ઘણું સાંભળવું પડયું." પિયરની જમીન માટે આટલું બધું રખડે છે. કોઈ હેરાન કરશે, મારશે તો?? " પત્નીને તેઓ હેરાન કરશે. આ ડરથી તેમના પતિ તેમને તે લડત છોડી દેવા કહે. આમ અને આમ માલીબહેનના સાસરામા બહુ ઝઘડા થતાં. એ સમયે માલીબહેન સગર્ભો પણ હતા તેથી થોડા વર્ષ ઢીલ કરી હવે ફરી પાછી તેમણે મહેનત શરૂ કરી છે. આજે તો આ તલાટીનું મૃત્યુ થઈ ગયું છે અને એ જમીન જે-તે વ્યકિતના દિકરાના નામે પણ ચઢી ગઈ છે!
‘સરકારી યોજનાઓ સાથે ખેડૂત (ખેડૂતની બહોળી વ્યાખ્યા મુજબ-જમીનધારક, પશુપાલક, અગરીયા, માછીમાર)ને ઓનલાઈન, ઈ-ટેકનોલોજી સાથે જોડવા માટે આઈ કિસાન પોર્ટલ દવારા રજિસ્ટેશનની જોગવાઈ કરી છે જેમા ખેડૂતની ઓળખ માટે નોંધણી કરાવવી જરૂરી છેકાયદાના અમલીકરણ કરનારા જ કાયદાને ઘોળીને પી જાય , ત્યારે તે પરીવારને કેટલી હદ સુધી નુકશાનકર્તી બને છે તે આ વાતનો સચોટ પુરાવો છે. મિલકત હોવા છતા મિલકત વાપરવા ના મળે અને એના માટે સંઘર્ષ કરતા કરતા વર્ષો નીકળી જાય . આશા રાખીએ વર્ષોથી સંઘર્ષ કરતા માલીબહેનને તેમની પિતાની જમીન પાછી મળે .

હયાતિમા દિકરી તરીકે જમીનમાં હકક મેળવવા સંઘર્ષ

રંજનબહેન કાળુભાઈ ભોયે - ધુમખલ ગામ (ડોગ જિલ્લો, આહવા તાલુકો) કાળુભાઈ જંગલખાતામા નોકરી કરે છે. તેમનું મૂળ ગામ સરવર ત્યા કાળુભાઈને પ્રથમ પત્ની અને સંતાનો રહે છે. વખત જતો કાળુભાઈની ધુમખલ ગામમાં બદલી થઈ. આ ગામમાં તેમણે બીજા લગ્ન કર્યો. અહીં,તેઓ તેમના એક પુત્ર અને એક પુત્રી રંજન સાથે ઘણા વર્ષ રહયા. ફરીવાર ત્યાથી કાળુભાઈની બદલી થઈ. કાળુભાઈ આ પરીવારને છોડીને બીજે જતા રહયા. હાલ, આ પરીવાર રંજનના મામાને ત્યા રહે છે. સંતાનો મોટા થયો, રંજને દિકરી તરીકે, "પોતાનું ભરણ પોષણ કોણ કરે ?" - એ વિચારથી કાનુની સહાય કેન્દ્રના વકિલ દ્વારા કોર્ટમો કેસ દાખલ કર્યો. આ કેસ હાઈકોર્ટ સુધી લડયા. અંતે, માસિક રૂ. ૭૦૦ ભરણપોષણ નકકી થયું. આ પછી કુદરતી લોહીના સિધ્ધાંત મુજબ, હયાતિમા બીજી પત્નીના સંતાનોના મિલકતમા હકક માટે દાવો કરવામા આવ્યો છે. આ કેસ અત્યારે હાઈકોર્ટમો ચાલે છે.

સંઘર્ષના અંતે, દિકરી તરીકે હકક મેળવવામાં સફળતા

મખમલીબહેન મુકુંદભાઈ મેરવાડ - કુતરનાચિયા (ડંગ જિલ્લો, આહવા તાલુકો) સંઘર્ષના અંતે, દિકરી તરીકે હકક મેળવવામાં સફળતા મેળવી મખમલીબહેનની દિકરી તરીકે વારસાઈ કરાવવા તેમના ભાઈઓ ઈચ્છતા ન હતા. આથી, વારસાઈ વખતે મખમલીબહેનનું નામ જ પેઢીઆાંબામા દાખલ થયું ન હતું આથી આ કેસ માં મખમલી બહેન પોતે દિકરી તરીકેનો હકક મેળવવા માટે કાનુની સહાય કેન્દ્ર પર આવ્યા. આ કેસમા પ્રોતમાં અરજી કરી ત્યાથી કોર્ટમો વકિલની મદદથી કેસ દાખલ કર્યો. મખમલીબહેને દિકરી છે અને તેમનું નામ વારસાઈમા છુપાવવામા આવ્યું છે તે સાબિત કરવા માટે કાનુની સહાય કેન્દ્રના વકિલ સે પ્રથમ પ્રોત અધિકારી અને પછી કોર્ટમો કેસ લઈ ગયા. અંતે, ર થી ૩ વર્ષે મખમલીબહેનને પિતાની જમીનમા હકક મળ્યો. મખમલી બહેન આજે આ જમીન પર ખેતી કરે છે. આ પછી ઝાડની માલિકી માટે ભાઈઓએ દાવો કર્યો છે અને એ રીતે મખમલીબહેનને ઝાડ વેચાણની રકમ મેળવવામા પરેશાની થઈ રહી છે.

વારસાઈ કેમ કરાવવી તે મને ખબર ન હતી

મંજુલાબહેન કાનજીભાઈ તાવિયાડ : મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા, નાના નટવા ગામ ,સારથી સંસ્થા’ દ્વારા મહાસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વભૂમિ કેન્દ્રની શરૂઆતમાં મહિલા ગ્રામસભા પંચાયતમા કરી હતી. જમીનધારકોની યાદી મેળવી એ કુટુંબમા વિધવા વારસાઈ થઈ છે કેમ ? તે જોવું અને વારસાઈ કરાવવા તથા વારસાઈ દરમ્યાન વિધવા મહિલા અને દિકરીઓને હકક આપવા માટે પ્રચાર-પ્રસાર કર્યો હતો. નાના નટવા ગામમા સ્વભૂમિ કેન્દ્રની શરૂઆતમા મહિલા ગ્રામસભાની જાણ કરવા માટે ગયા ત્યારે પેરાલિગલ કાર્યકરોએ ફળિયે ફળિયે મીટીંગ ભરી હતી. આ મીટીંગમા મંજુલાબહેનનો સંપર્ક થયો. તેમને વારસાઈ કરાવવા સમજાવ્યા અને તેમની પાસે જે દસ્તાવેજ હોય તે લઈને મહિલા ગ્રામસભામા આવવા જણાવ્યું.
મંજુલાબહેન જંગલ જમીન વર્ષોથી ખેડે છે. તેમના પતિના મૃત્યુ થયાને ૧.૫ વર્ષ થયું હતું. આ સમયે સરપંચે મૃત્યુનોંધ કરાવી દીધી હતી પરંતુ મરણનો દાખલો મંજુલા બહેનથી ખોવાઈ જશે એમ માનીને મંજુલાબહેનને પહોંચાડયો ન હતો. સરપંચ મંજુલા બહેનને મળ્યા હતા અને મંજુલાબહેનની જમીનની વારસાઈ કરાવવા બાબતે બે - ત્રણ વખત કહયું પણ મંજુલાબહેન સમાજના ડરથી બહાર નીકળતા જ નહીં! તેમને સતત એવો ડર લાગે કે, બહાર નીકળીશે તો ગામના લોકો તેમના વિશે ખરાબ વાતો કરશે ! આમ, તેમના પતિના મૃત્યુ પછી વારસાઈ થઈ ન હતી.
“ ઝાડની માલિકી : આ વિસ્તારમો ખેતીની જમીન પર વાંસ,અંબાના વિગેરે જે ઝાડ ઉગે તેના ઉત્પાદનને વેચવા માટે જંગલ ખાતાની મંજુરી મેળવવી પડે. આ માટે જંગલ ખાતામાં ઘણી અરજીઓ હોય. વારાફરતી આ અરજીઓ ચકાસવામાં આવે તે પછી સ્થળ પર ચકાસણી થાય તે પછી તે ઉત્પાદનને વેચવાની મંજુરી મળે. આ વેચાણ સમયે જે-તે જમીનના તમામ ભાગીદારોએ ર૦ રૂ.ના રેવન્યુ સ્ટેમ્પ પેપર પર સંમતિની સહી આપવાની હોય છે. આ વેચાણની રકમમાથી જે તે ભાગનો (જમીનનો હિસ્સો) જેના ભાગમાં હોય તે ઉત્પાદન વેચે અને તેમાથી તમામને ભાગ આપે છે. જો કે જંગલ વિભાગની પ્રક્રિયા ઘણી લોબી, અટપટી તેમજ ખર્ચાળ પણ છે. આમ છતા, આ વિસ્તારમો આ પધ્ધતિ ચાલે છે. અહીંયા જયારે ઉત્પાદન વેચવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે સંમતિ આપી હોય પછી જંગલ ખાતામાથી સંમતિ મળતા વાર લાગે અને સમય નીકળી જાય વળી, એ વેચાણની રકમ પહેલા જંગલ ખાતામા આવે પછી તેઓ જે તે માલિકને તે રકમ લઈ જવા જાણ કરે આમ મૂળ માલિક પાસે વેચાણની રકમ આવવામાં પણ સમય નીકળી જાય આ સમય દરમ્યાન ભાગીદારોને એમ લાગે કે, ઉત્પાદન વેચનારે ભાગ આપ્યો નથી એટલે તે ભાગીદારો દાવો કરે કે એમને ભાગ મળ્યો નથી. આ પ્રક્રિયામો સુનાવણી થાય એમા સમય જાય. આ દરમ્યાન મૂળ ઉત્પાદન વેચનાર માલિકને પરેશાની અને ખર્ચ થાય. આ વિસ્તારમાં આવી રીતે સંમતિ આપ્યા પછી દાવા કરીને હેરાન કરવાની પ્રક્રિયાઓ પણ થઈ રહી છે. આના કારણે એકલ મહિલાઓ, દિકરીઓને મુશ્કેલીનો સામનો કરવાનો થાય છે. ઝાડની માલિકી મા બધા ભાગીદારોનો કાયદાથી હકક છે. તે રીતે વિધવા મહિલા, દિકરીઅપરણિત અને પરણિત બંને તે રકમ મેળવવા હકકદાર બને છે. આમ છતા, ભાઈઓ બહેનને (દિકરીઓને) ઓછી રકમ આપે છે . ” સારથી સંસ્થા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તાર સંતરામપુર તાલુકામાં જે પહેલા પંચમહાલ જિલ્લામ અને હવે મહિસાગર જિલ્લામાં સમાવેશ કરાયો છે તે વિસ્તારમો આદિવાસી સમાજના આજીવિકા, આરોગ્ય અને તેમના અધિકારો માટે કામ કરે છે. મહિલાઓને સંગઠિત કરીને તેમની અધિકારો સુધી પહોંચ વધે, તેમની સાથે થતી હિંસા અટકે તે માટે સરકારના કાર્યક્રમ અંતર્ગત જોડાઈને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રનું સંચાલન કરે છે. સારથી સંસ્થા, મહિલા સંગઠનો અને મહિલા અને જમીન માલિકી નેટવર્ક સાથે જોડાઈને સ્વભેમિ : મહિલા અને જમીન માલિકી તેમજ મહિલા અને કિસાન માર્ગદર્શન કેન્દ્ર સંતરામપુર તાલુકા પંચાયતમા જાન્યુઆરી ૨૦૧૪ થી શરૂ કર્યું છે. આ સ્વભૂમિ કેન્દ્ર દ્વારા મહિલાઓના જમીન અધિકારો ખાસ કરીને, કૃષિ જમીન અધિકાર, કૃષિલક્ષી યોજનાઓ સાથે જોડાણ , તેમજ અન્ય સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ સુધી મહિલાઓની પહોંચ વધે તે માટે તાલુકાના ગામોમો પ્રચાર-પ્રસાર, વારસાઈ ઝુંબેશ, મહિલાઓ સાથે મહિલા કિસાન તરીકેની ઓળખ થાય , યોજનાઓ સાથે જોડાણ થાય તે માટે જાગૃતિ ઝુંબેશ કરવી જેવી વિવિધ પ્રવૃતિઓ કરે છે. તેમજ તાલુકા સ્તરે જરૂરીઆતના મુદાઓ પર સરકારના અલગ અલગ માળખાઓ સાથે સંવાદ કરે છે.
થોડા દિવસ પછી ગામમા મહિલા ગ્રામસભા રાખી હતી. આ સભામા મંજુલાબહેન હાથે લખેલી ( જમીનના બહુ જૂના દસ્તાવેજો હાથના લખાણના હતા) જમીનના દસ્તાવેજની નકલ લઈને આવ્યા અને બતાવીને કહયું, " મને આમા કશી ખબર પડતી નથી. આ કાગળ મારી પાસે છે મારા જેઠ ને એ બધા છે પણ મને કોઈ રસ્તો જ બતાવતું નથી. તે મેં વારસાઈ કરાવી નથી. મારે હવે વારસાઈ કરાવવી છે." આ નકલ પરથી પ્રિન્ટ કઢાવવા માટે તાલુકે આવવાનું જણાવ્યું. મંજુલાબહેને કહયું કે, "મને ગામમા નીકળતા શરમ આવે છે." પેરાલિગલ કાર્યકરોઅ તેમને કહયું કે, તમે કોઈને વાત જ ના કરતા તમારે તાલુકા પંચાયતમા આવી જવાનું જે કંઈ કાગળ હોય તે લઈ આવજો."
મંજુલાબહેનને ૪ દિકરી અને ર નાના દિકરા, આમાથી એક દિકરી ૯ ધોરણ ભણી છે પિતાના મૃત્યુ પછી તેનું ભણવાનું છોડાવી દીધું છે! આ દિકરી અને મંજુલાબહેન સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા. ૭/૧૨ની નકલ કઢાવી તલાટીને મળ્યા તો તેમણે કહયું કે, મંજુલાબહેનના પતિના મૃત્યુને ૧.૫ વર્ષ થઈ ગયું છે કાયદાની જોગવાઈ અનુસાર તેમનો દાખલો કઢાવવાની મુશ્કેલી પડશે. પેરાલિગલ કાર્યકરોએ ગામમા સરપંચને ફોન કર્યો અને કહયું કે, મૃત્યુના દાખલા માટે તમે શું મદદ કરો? તો જાણવા મળ્યું કે, મૃત્યુનો દાખલો સરપંચ પાસે છે. આ જ દિવસે પેરાલિગલ કાર્યકરે બહેન સાથે ગામમાં જઈને દાખલો અપાવ્યો અને સરપંચને વાત કરી કે, મંજુલાબહેન એકલા છે તેમની વારસાઈ કરાવવામાં મદદ કરે.
આ પછી વારસાઈના કાગળો તૈયાર કરવા માટે તલાટીને મળવા માટે સતત ત્રણ દિવસ ફોન કર્યો પણ તલાટી બીજા ગામમા હોય એટલે આ ગામમાં આવે નહીં. ગુરૂવારે તાલુકામા તલાટી મીટીંગમા તલાટીને મળ્યા. ગામથી નજીક ૪ કી.મી. જ તાલુકો હોવાથી સરપંચને તાલુકામા બોલાવ્યા, બધી જ કાર્યવાહી સ્થળ પર જ કરી પંચનામામા સરપંચ અને પેરાલિગલ કાર્યકરોએ સહી કરી અને કાર્યવાહી પૂરી કરી. આ દરમ્યાન જેઠને ખબર પડી તો જેઠે એવું કહયું કે, " તારો માણસ(પતિ) નથી તો તારો જમીન નામે કરાવીને શું કામ છે ? તારા બાપના ત્યાથી જમીન લાવી છું? " આ બહેનના પતિના નામે અલગ જ જમીન છે તેથી સીધી લીટીના વારસદાર તરીકે તેમની વારસાઈ થઈ ગઈ છે.કુલ રપ૦ રૂ. ખર્ચ થયો છે.

બહેને આ વર્ષે તુવેર અને મકાઈ વાવી છે. ખેતરમો મોર અને રાત્રે ભંડનો ત્રાસ છે તેથી સચવાય એટલું સાચવે છે જે વધે , એમાથી ખાવા પૂરતું થતું નથી ! આ વિસ્તારમા બહેનો હળ ના ચલાવી શકે.( જો બહેનો હળ ચલાવે તો વરસાદ ના આવે એવી માન્યતા છે.) મંજુલાબહેને હળ ચલાવવાના ૭૦૦ રૂ. મજુરી ચૂકવી છે.

મંજુલાબહેનની ૪ દિકરીઓ ગામમાથી જે ભાઈઓ ભાવનગરની બાજુમં બોટાદ જિલ્લામાં મજુરી કામ કરવા જાય છે તેમની સાથે મર્જરી કરવા જાય છે તેમાથી જે પૈસા મળે તેનાથી અહીં ખેતી કરે છે તેમજ ઘરમા ખાવા પીવામા જે ખૂટે તે પૂરૂં કરે છે. મંજુલાબહેન, રો નાના દિકરાઓ અને ખેતી સંભાળે છે. આજુબાજુના લોકો મંજુલાબહેનને સંભળાવે છે કે, " દિકરીઓ કમાય છે અને બહેન ઘરે બેઠા બેઠા ખાય છે, દિકરીઓ લાવીને આપે છે અને બહેન ઘર હોકે છે.” મંજુલાબહેન જણાવે છે કે, "ઘરનું માણસ ના હોય ત્યારે આ બધું સહન કરવું પડે. છોકરીઓ કંઈ બોલવા જાય તો તેમને બોલવા જ ના દે. આમ, સહન કરતા રહેવું જ પડે. ”

ખેતીમાથી પાકે છે તે તમે વેચો છો ? મંજુલાબહેન કહે છે., "ખાવા પૂરતું થાય તેમા કયા વેચું ? ગયા વર્ષ સંતરામપુર જઈ વેચી હતી. શાકભાજી જો ગામમાં કોઈ લેવા આવે તો લીલી તુવેર આપી દઉં. આ વર્ષે તો તે પણ ઉગી નથી. ૩ મણ અનાજ પણ નહીં થાય, ગઈકાલે જ ર૦૦ રૂા. મણ એમ ૧૦ મણ મકાઈ ખરીદી એ કેટલા દિવસ ચાલશે ?"

તેમનું ઘર ડુંગર ઉપર છે તેથી પાણીની લાઈન તેમના ઘર સુધી પહોંચે એમ નથી. પાણી ની મુશ્કેલી છે. પાણી નથી. જેમના ત્યા પાણી ભરે છે તેને દર મહિને ૧૦૦ રૂ. આપે છે. એ ખર્ચ પણ વધારાનો ભોગવવો પડે છે !"

પેરાલિગલ કાર્યકરની મદદથી મંજુલાબહેનનું આઈ. કિસાન રજિસ્ટેશન થયું છે. વિધવા પેન્શનની યોજના સાથે જોડાણ કર્યું છે. કૃષિ યોજના અંતર્ગત તાડપત્રીનો લાભ મળ્યો છે. હવે સરપંચને મળીને તેમના ઘર સુધી પાણી કેવી રીતે પહોંચે તેના માટે કોઈ યોજના હેઠળ તેમને સમાવાય કે કેમ? એની અત્યારે બેઠક કરે છે.


પેરાલિગલ કાર્યકરે કોકિલાબહેનની વારસાઈ કરાવવા માટે સસરાને સમજાવ્યા

કોકિલાબહેનના (ગામ ઉખરોલી , મહિસાગર જિલ્લો, સંતરામપુર તાલુકો) પરીવારમા બે જગ્યાએ જમીન. એક જમીન વડિલોપાર્જિત જેમા બહેનના જેઠ, દિયર, કોકિલાબહેન અને સસરાનો કબજો છે અને સસરાના નામે જમીન છે. બીજી જમીન કોકિલાબહેનના સસરાએ ગામમાં ઠાકોર પાસેથી ખરીદી હતી. આ જમીનમાં તેમના સસરાએ બધા દિકરાઓના નામ લખાવ્યા હતા. આ બંને જગ્યાએ પોતાના હિસ્સાની જમીનમા કોકિલાબહેન અને તેમના પતિ વાવતા હતા.

પતિના મૃત્યુ થયાને ૧ર માસ થયા છે. મૃત્યુનોંધ કરાવવાની માહિતી તેમના કાકાસસરાના દિકરા કે જે ગ્રામ મિત્ર તરીકે કામ કરે છે તેમને આપી હતી તેથી કોકિલાબહેને જાતે જઈને નોંધણી કરાવી આવ્યા હતા. આમ,તેમની પાસે પતિના મરણનો દાખલો હતો જ. જમીનની વારસાઈ કરાવવા બાબતે તેમને કોઈ માહિતી ન હતી.

સરકારની વારસાઈ ઝુંબેશ દરમ્યાન તલાટીએ માહિતી આપી હતી. સ્વભૂમિ કેન્દ્ર પરથી પેરાલિગલ કાર્યકરો ગામમા વારસાઈ કરાવવાની માહિતી આપવા ગયા હતા. આ સમયે કોકિલાબહેને પોતાની વારસાઈ થઈ નથી તેવી વાત કરી અને સસરા હયાત છે તેવી વાત કરી. આ પેરાલિગલ કાર્યકરો સસરાને મળવા ગયા ત્યારે સસરાએ કહયું કે,” હું કંઈ કરવા તૈયાર નથી." પેરાલિગલ કાર્યકરોએ, વારસાઈ થઈ હોય તો બહેન તેમનું જીવન પોતાની રીતે ગુજારી શકે નહીં તો તેમના અને સંતાનોના ભરણપોષણની જવાબદારી સસરાની પણ બને એમ કહી સસરાને વારસાઈ કરવા સમજાવ્યા. આ ગામમાં સારથી સંસ્થાના સંગઠનના બહેનો પણ હતા તેથી સંસ્થાની ઓળખ હતી. સસરાએ પેરાલિગલ કાર્યકરોને સંભળ્યા. જેઠને સસરાએ વાત કરી તો જેઠ અને દિયરોએ વારસાઈ કરાવવાની ના પાડી. સસરાએ કહયું કે, " મારી હયાતીમાં તમે વારસાઈ કરાવવાની ના પાડો છો તો મારા મૃત્યુ પછી કેવી રીતે કોકિલાબહેનનું નામ દાખલ કરશો ? " આ પછી સસરાએ કોકિલાબહેનને મદદ કરી. તલાટીને મળીને બધી કાર્યવાહી કરાવી, કોકિલાબહેન, તેમના ર દિકરા અને ૧ દિકરીના હકક દાખલ થયા. આ પછી પેરાલિગલ કાર્યકરોએ એગ્રોમાંથી આ બહેનને ડાગરની કીટ અપાવી છે જેમાથી આ વર્ષે મકાઈ અને ડાંગર વાવી છે.

બે એક મહિનાથી સસરા મૃત્યુ પામ્યા છે. હવે ખેતરના બોરમાથી પાણી લેવાની જેઠ ના પાડે છે આમ કરીને હેરાન કરે છે જેથી બહેન ખેતર અને ઘર છોડીને જતા રહે. કોકિલાબહેન કહે છે કે , " પોતાના જ હેરાન કરે અને હોકી કાઢવા પ્રયાસ કરે છે. પતિ ના હોય તો આપણી રીતે જ બધું કરવાનું અઘરૂં પડે છે ! “

પેરાલિગલ કાર્યકરોએ સસરાની જમીન પર વારસાઈ કરવા માટે તલાટી અને સરપંચને વાત કરી છે. પેરાલિગલ કાર્યકરોનું માનવું છે કે, " જો ઉતાવળ કરીએ તો જેઠ બહેનને વધારે હેરાન કરે એટલે ધીમે ધીમે સરકારના લોકો દ્વારા જ વાત કરાવવી એમ માનીને વારસાઈ કરાવવામાં ઉતાવળ કરતા નથી. "

વારસાઈ કરાવવાનો કુટુંબના દિકરા પાસે સમય ન હતો અને વારસાઈ બાકી હતી.

ગંગાબહેન કોયાભાઈ સંગાડા - બાબરી ગામ , મહિસાગર જિલ્લો, સંતરામપુર તાલુકો

સ્વભૂમિ કેન્દ્ર શરૂ કર્યો પછી પાચ ગામમાં વારસાઈ ઝુંબેશ કરવામાં આવી હતી આ દરમ્યાન પાચ ગામમાં જઈને સ્વભૂમિ કેન્દ્રનો પ્રચાર-પ્રસાર કરવો, ખેત જમીનની વારસાઈ દરમ્યાન વિધવા મહિલા અને દિકરીઓના હકક દાખલ કરવા સમજાવવા, મહિલાઓના નામે જમીન હોય તો શું ફાયદા થાય આ બધી ચર્ચાઓ કરવામા આવતી.

આ ગામમાં પેરાલિગલ કાર્યકરોએ પંચાયતમા મીટીંગ રાખી હતી જેથી સરપંચ અને તલાટી બંને જોડાઈ શકે. આ મીટીંગમા ગંગાબહેન આવ્યા હતા. તેમણે વાત કરી કે , “ મારા ઘરે કોઈ કરનાર નથી. બધા દિકરાઓ નોકરી કરે છે, બહાર ગામ રહે છે, મારી વહુઓ પણ નોકરી કરે છે, કોઈ નવરૂં નથી હોતું અને વારસાઈ કરાવવામા સમય ઘણો જાય કોણ મદદ કરે ? છોકરાઓને રજા ના મળે અને વહુઓને કે મને આવી કંઈ ખબર ના પડે !" તલાટી હાજર હતા તેથી તેમની સાથે વાત કરી અને પેરાલિગલ કાર્યકરે તલાટીને કહયું કે, “ગંગાબહેનની વહુ ગંગાબહેનને મદદ કરશે અને આપણે બધા તેમને ટેકો કરીશું તો ગંગાબહેનની વારસાઈ થઈ જાય." તલાટીએ તે સમયે હા પાડી.

આ પછી, પેરાલિગલ કાર્યકરો ઘણો સમય સુધી ગંગાબહેનના ઘરે જાય પણ તેમના દિકરાઓ હાજર હોય નહી એટલે આગળ કામ વધે નહી. તહેવાર કે રજાઓમા દિકરાઓ હોય તો તલાટીને પણ રજા હોય, આમ ને આમ સમય પસાર થાય. ગંગાબહેનના દિકરાની વહુએ એક દિવસ બધો દિકરાઓ , કુટુંબની દિકરીઓને ભેગા કર્યો અને પછી પેરાલિગલને ગામમા આવવા અને વારસાઈ કરાવવા મદદ કરવા ફોન કર્યો. આ સમયે પેરાલિગલ કાર્યકરો હાજર હતો નહીં તેઓ તાલીમ અર્થ અમદાવાદ ગયા હતા અને ત્રણ દિવસ પાછા ફરવાના ન હતા.

પેરાલિગલ કાર્યકરોએ તલાટીને ફોન કરી બધી વિગત જણાવી અને જણાવ્યું કે, જો તેઓ આજે ગામમાં જાય તો આજે ગંગાબહેનની વારસાઈ થાય અને નામ દાખલ થાય. પણ મુશ્કેલી એ આવી કે, તલાટીની એ જ દિવસે બદલી થઈ હતી તેથી તે ગામમાં જઈને વારસાઈ કરી શકશે નહીં તેવું જણાવ્યું. હવે પેરાલિગલે તેમના બદલે જે તલાટીને ફરજ પર મૂકયા હતા તે જાણયું. પેરાલિગલ કાર્યકરો પાસે બધા તલાટીના નંબર હતા તેમજ તલાટીઓ સાથે ઓળખ પણ હતી. આ તલાટીને પેરાલિગલ કાર્યકરોએ ફોન કર્યો બધી વિગત જણાવી. તલાટી પેરાલિગલ કાર્યકરોને ઓળખતા હતા સ્વભૂમિ કેન્દ્ર તાલુકામાં હતું તેમની તેમને જાણ હતી. તલાટી બાબરી ગામમા ગયા અને બધા દિકરા, દિકરીઓની સહી લીધી અને એ દિવસે પ્રકરણ તૈયાર કર્યું. આમ, ગંગાબહેનની વારસાઈ થઈ. ગયાબહેનના દિકરાની વહુ કહે છે કે, " ૧૩૫ ડી. નોટિસ સમયે પણ રજાના દિવસે બધા દિકરા-દિકરીઓને બોલાવ્યા હતા અને બધાની સહી બધાની રૂબરૂમા જ કરાવી એટલે કયાય વાધો ના આવે !" આમ, ગંગાબહેન અને તેમના સંતાનોના હકક દાખલ થયા. આ પછી ગંગાબહેનની આઈ. કિસાન યોજના અંતર્ગત નોંધણી થઈ છે.

ગંગાબહેન પ્રથમ પત્ની છે કોયાભાઈને બીજી પત્ની પણ છે જે આજે પણ હયાત છે. કોયાભાઈ બહારગામ નોકરી કરતા હતા ત્યાં રાંધી ખવડાવવા માટે તેમણે બીજા લગ્ન કર્યો હતા. આ બીજી પત્નીથી કોયાભાઈને કોઈ સંતાન નથી. બીજી પત્નીએ પણ કોયાભાઈ સાથે બીજીવાર લગ્ન કર્યો છે તેમને પ્રથમ પતિથી કોઈ સંતાન નથી. આજે પણ કોયાભાઈના બીજી પત્ની તેમના પ્રથમ પતિના ત્યા આવે જાય છે. પરંતુ પંચે તેમના આ લગ્ન સ્વીકાર્યો નથી.” જો

“આદિવાસી સમાજમા એકથી વધુ લગ્ન કરવાની પ્રણાલી જોવા મળે છે. પરંતુ બીજા લગ્નને સમાજની સંમતિની જરૂર રહે છે. જો સમાજ તે લગ્નને નામંજુર કરે તો સાથે રહેતા હોવા છતા મિલકતમા બહેનોને અધિકાર મળતો નથી.

ગંગાબહેનનું કુટુંબ આજે પણ આ બહેનને સાથે રાખે છે, સાર સંભાળ રાખે છે, ભરણપોષણ કરે છે. પેરાલિગલ કાર્યકરોએ તેમને જમીનના હકક વિશે પૂછયું તો તેમણે જણાવ્યું કે,” હું વિધવા નથી મારો પતિ છે મારે કોઈ સંતાન નથી મારે કોઈ જમીન જોઈતી નથી." આમ, કોયાભાઈના પ્રથમ પત્ની ગંગાબહેન અને તેમના સંતાનોનો વારસાઈમા હકક દાખલ થયો.

પોતાનું માણસ ના હોય તો ખેતી એકલા કરવાનું અઘરૂં છે !

રેખાબહેન રમેશભાઈ બારીયા ( રામભેમના મુવાડા , મહિસાગર જિલ્લો, સંતરામપુર તાલુકો) સ્વભૂમિ કેન્દ્રના પ્રચાર-પ્રસાર સમયે પેરાલિગલ કાર્યકરો ગામોમાં ફળિયે ફળિયે મીટીંગ કરતા હતા. બધા બહેનોને ભેગા કરી તેમને વારસાઈ કરવા અંગે સમજાવતા અને ટેકો કે માર્ગદર્શન જોઈતું હોય તો સ્વભૂમિ કેન્દ્ર પર આવવાની જાણ કરતો હતો. શરૂઆતમા બહેનોને વારસાઈ કરાવવા માટે કયા કાગળો જોઈએ ? કઈ ઓફિસમા જવાનું તેની માહિતી આપતા, ઈ-ધરાની ઓફિસમં તેમની સાથે જઈને ૭/૧૨ની નકલો કઢાવવામાં મદદ કરતા આમ, બહેનોની સાથે ઓળખ ઉભી કરવી, વિશવાસ સંપાદન કરવાનું કામ કરતા હતા.

આ દરમ્યાન ગામમાથી રેખાબહેનનો સંપર્ક થયો. રેખાબહેનને જમીન બાબતે કોઈ જ માહિતી ન હતી. તેમના પતિના મૃત્યુ થયાને ૧ વર્ષ જેટલો સમય થયો હતો. જેઠને મળવા માટે રેખાબહેનને લઈને ગયા તો જેઠે કહયું કે, " મારે કોઈ વારસાઈ કરાવવી નથી !” હવે પેરાલિગ કાર્યકરે તેમને સમજાવતા જણાવ્યું કે, "તમારે તો એમનો હકક સાથે રહીને દાખલ કરાવવો પડે જો આમ ના થાય તો વારસાઈ નહીં થાય અને રેખાબહેન કંટાળી ને છોકરાઓને મૂકીને જતા રહે તો છોકરાઓને સંભાળવાના તો તમારે જ છે એના કરતા તેમને વારસાઈ કરી દો તો છોકરાનું ભરણપોષણ કરવાનો તેને ભરોસો બેસે અને તે અહીં રહીને ખેતર ખેડી ખાય. છોકરાઓનો અને બહેનનો હકક તો છે જ." શરૂઆતમો તો જેઠે ના પાડી. પછી એમણે કહયું કે , “ એને કરવું હોય તે કરે મારી ના નથી પણ એક પણ પૈસો. હું નહી આપું, મારી પાસે પાસે પૈસા નથી."

આ પછી પેરાલિગલ કાર્યકરે જેઠના ઘરે જ તલાટીને બોલાવીને પેઢીઓાબો, જવાબ પંચકયાસ કરીને વારસાઈની કાર્યવાહી કરી. રેખાબહેનને રૂ. ૧૫૦૦નો ખર્ચ થયો તેમણે પિયરથી પૈસા લાવી ખર્ચ કર્યો. ૧૩૫ ડીની નોટિસમા પણ જેઠે સહી કરી.

આ વર્ષ રેખાબહેને જાતે ખેતરમા વાવ્યું છે, ટેકટરથી ખેડ કરવાના ૧૦૦ રૂા. આપ્યા, હળથી વાવણી કરવાના ૧૦૦૦ રૂા. આપ્યા, લુણાવાડાથી ખાતર બિયારણ લાવવાના ૪૦૦ રૂ. થયા. પતિની સાથે ખાતર, બિયારણ લેવા જતો તે જોયું હતું, પિયર પણ નજીક એટલે ભાઈઓ પણ લુણાવાડા આવી જાય અને અપાવી દે. અત્યારે પિયરના ટેકાથી ખેતરમા વાવેતર કર્યું છે. જમીનમાં કૂવો છે તેથી કૂવાની નજીક મકાઈ વાવી છે. દૂરના ખેતરમાં ડાંગર વાવી છે ત્યા કાકા સસરાના દિકરાના ખેતરમો જે કૂવો છે તેમાથી પાણી આપી ડોગર મા પિયત કરી છે. ર દિકરા અને એક દિકરી નાના છે એકલા હાથે રેખાબહેન ખેતી સંભાળે છે. જેઠ ની કોઈ મદદ મળતી નથી.

"મારા પતિની મિલકત છે તે છોકરાને મળે જ ને ?

રમીલાબહેન રમેશભાઈ બારીયા (રામભીમ મુવાડા , મહિસાગર જિલ્લો, સંતરામપુર તાલુકો) સ્વભૂમિ કેન્દ્રની શરૂઆત થઈ ત્યારે ફળિયે ફળિયે મીટીંગ કરી ત્યારે રમીલાબહેનનો સંપર્ક થયો. રમીલાબહેનના સસરાના મૃત્યુ પછી કુટુંબીજનોએ સાસુની વારસાઈ કરાવી હતી એ રીતે રમેશભાઈનું નામ વારસાઈમાં હતું. રમુશભાઈનું મૃત્યુ થયા ૨ વર્ષ જેવું થયું આ પછી છોકરાઓ નાના હતા તેથી તેમને પિયર લઈ ગયો. એક વર્ષ જેટલું રમીલાબહેન પિયર રહયા. ૧ વર્ષ પછી સાસરાવાળા તેડવા આવ્યા એટલે રમીલાબહેન છોકરાઓને લઈને પિયર લાવ્યા

ગામમા સ્વભૂમિ કેન્દ્ર તરફથી જે મીટીંગો થાય તેમં રમીલાબહેન અને તેમના સાસુ બંને મીટીંગમાં આવે એટલે પેરાલિગલ કાર્યકરોએ બંનેને જમીનની વારસાઈ કરાવવા સમજાવ્યા. સાસુ તૈયાર થયા એટલે પેરાલિગલ કાર્યકરો રમીલાબહેનને સાથે લઈને તેમના જેઠને સમજાવવા ગયા. જેઠે કહયું, " જે કરવું હોય તે કરો પણ હું એક પણ પૈસો કાઢીશ નહી. રમીલા પાસે પૈસા હોય તો તે કરાવે !" સાસુ એ પણ આમ જ કહયું, રમીલાબહેને તૈયારી બતાવી આ પછી પેરાલિગલ કાર્યકરે, રમીલાબહેનની સાથે રહીને બધા દસ્તાવેજો તૈયાર કરાવ્યા. આ પછી વારંવાર તાલુકામા ધકકા ખાધા પણ તલાટી મળે જ નહીં. બહેનને પણ તાલુકે આવવાનો ખર્ચ થાય. દસ્તાવેજો તૈયાર હોવા છતા પણ વારસાઈ થતી ન હતી. આ દરમ્યાનમા સરકાર તરફથી વારસાઈ ઝુંબેશની જાહેર થઈ. પેરાલિગલ કાર્યકરો તલાટીની મીટીંગમા આ ગામની ફરજ હેઠળના તલાટીને મળ્યા અને તલાટીને આ બહેનની વારસાઈ કરવા જણાવ્યું. આમ, સ્વભૂમિ કેન્દ્ર દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલતા હતાં તે સરકારી વારસાઈ ઝુંબેશ દરમ્યાન કાર્યવાહી પૂરી થઈ.

બે વર્ષથી રમીલાબહેન પોતાના ભાગનું ખેતર તો એકલા વાવે જ છે તે જણાવે છે કે, ઘર પૂરતું પાકે તે વેચાતું તો નથી જ પણ, ઘરનો ખર્ચ નીકળી જાય છે . ખેતીમા કોઈ ટેકો કરે ? તેના જવાબમો રમીલાબહેન જણાવે છે કે, " કોઈ ટેકો તો ના જ કરે પણ એકલા કરીએ એટલે હેરાન કરવાના પ્રયાસો કરે." એની વાત કરતા રમીલાબહેને જણાવે છે કે, " ખેતરમાં બધાનો સંયુકત કૂવો છે. મારા સસરાએ મોટર વસાવી હતી પણ હું પિયર હતી તે દરમ્યાન જેઠે મોટર વેચી દીધી હશે મને ખબર નથી મને તેના પૈસાનો ભાગ મળ્યો નથી. અત્યારે મોટર ભાડે લાવીને પાણી ઉપાડીએ છીએ. વારાફરતી સિંચાઈ માટે પાણી લેવાનું હોય. જેઠ અને દિયર તેમનો વારો આવે ત્યારે મોટર ભાડે લાવે, પાઈપ મૂકી દે અને તેમને સમયસર પાણી મળી રહે. મારો વારો આવે ત્યારે મશીન ભાડે મળે કે ના પણ મળે, જો ભાડે મળે તો પાઈપો શોધવી પડે અને પાઈપ શોધાઈ જાય ત્યાં વારો પૂરો થઈ જાય. આમ, પાક સૂકાઈ પણ જાય આ તકલીફોના સામના કરતા કરતો ખેતી કરૂં છું " તેમના નામ જમીનમો દાખલ થયા પછી રમીલાબહેનનું આઈ કિસાન હેઠળ રજિસ્ટેશન કરાવ્યું છે. કૃષિ વિભાગ તરફથી તેમને તાડપત્રીનો લાભ અપાવવામા પેરાલિગલ કાર્યકરોએ મદદ કરી છે.

રમીલાબહેનને પૂછયું, આ જમીન પર આટલી હેરાનગતિ સહન કરવી તેના કરતા જમીન છોડીને પિયર જતા રહો તો ? રમીલાબહેન હસતા હસતા જણાવ્યું કે, "જમીન છે તો પછી દિકરાને અહીં જ મોટા ના કરૂં તે પિયરમો જઈને રહું ? મારા પતિની મિલકત છે તે છોકરાને મળે જ ને ? "

હું જ ખેતીનો વહિવટ સંભાળું છું. નુરબીબી સુરપાસિંગ પાડવી - પાંચ પિપળી

સરકારી વારસાઈ ઝુંબેશ દરમ્યાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરોએ” ગામમાં જઈને જમીન ધારકોના મૃત્યુની યાદી લીધી અને તેમાંથી જેમની વારસાઈ બાકી હતી તેવા પરિવારોમા વિધવા મહિલાઓનો સંપર્ક કર્યો. આ દરમ્યાન મહિલાઓ સાથેની એક મીટીંગ દરમ્યાન પંચપિપળી ગામમા રહેતા નુરબીબી- અપરણિત દિકરીના સંપર્કમાં આવ્યા. તેમની સાથે વારસાઈની વાત કરી. આ સંયુકત જમીનમો બે બહેનો એક ભાઈ અને માતા એમ ૪ વારસદારો છે. નુરબીબી સુરપાસિંગની અપરણિત દિકરી છે. તેઓ તેમના પિતાના પરીવાર સાથે રહીને ખેતીની જવાબદારી સંભાળી રહયા છે.

ગામમા વારસાઈ કરાવવા માટે પંચકયાસના સમયે પેરાલિગલ કાર્યકરો કોઈ વિધવા મહિલા કે દિકરીઓના નામ રહી ના જાય તે માટે હાજર રહયા હતા. વારસાઈ દરમ્યાન દિકરીઓના નામ રહી ના જાય તે માટે ગામના પંચાયતના આગેવાનોને પણ સોગંદનામામો ચકાસીને પછી સહી કરવા જણાવ્યું હતું. જો કે,નુર બીબીબહેનના ભાઈ બાજુના તાલુકામા જ તલાટી તરીકે સરકારી ખાતામાં ફરજ બજાવતા હોઈ, તેમની વારસાઈની તમામ પ્રક્રિયા તેમણે જાતે જ કરી. તેઓ કાયદાથી માહિતગાર હતા તેથી તેમણે પેઢીઆાંબો બનાવતા સમયે દિકરીઓના નામનો સમાવેશ કર્યો.

દિકરી તરીકે જમીનમા નામ દાખલ થવાથી તમને શું ફરક પડયો ? તેના જવાબમ બહેન જણાવે છે કે , "અત્યારે ભાઈના દિકરાઓને અમે મોટા કરીએ છીએ તે અમને ઘડપણમાં સાચવશે જ તેની ખાતરી તો છે જ. પણ જમીનમો નામ છે તેથી કોઈ એવું બને તો પણ જમીનમા હકક દાખલ થયો છે તેથી જોશ અને હિંમતથી અમારો હકક અમે માગી શકીશું. પહેલો તો દિકરીઓને હકક દાખલ ન હતો થતો ત્યારે ભાઈ-ભાભીના ઓશિયાળા રહેવું પડતું હતું. એ બીક હવે કાયદાથી હકક મળવાથી દૂર થઈ ગઈ છે .

પરંતુ, આ પરીવારના નસીબમો કોઈ જુદુ જ લખાયું હોય તેમ વારસાઈ થયા પછીના માસ જેવા ટૂંકાગાળામો જ તલાટી ભાઈનું મૃત્યુ થયું! હાલ નુરબીબી બહેન તેમના સીધી લીટીના વારસદારોના હકક દાખલ કરવા માટે પ્રયાસ કરી રહયા છે. નુરબીબી સાથેની વાતચીત દરમ્યાન ખેતીની જમીનમાં શું વાવવું તેનો નિર્ણય કોણ લે છે ? તેના જવાબમો જણાવે છે કે, " મારા ભાઈ નિર્ણય લેતા હતા. ખેતી હું સંભાળતી હતી. તેમના મૃત્યુ પછી આ મોસમમાં મે નકકી કર્યું છે." તમે શું વાવ્યું છે ? " ઘઉં, મકાઈ અને સોયાબીનની વાવણી કરી છે.અમે પહેલો એ જ વાવતા હતાં . ભાઈએ પછીથી કપાસ અને શેરડી વાવવાનું શરૂ કરાવ્યું હતું તેથી અમે છેલ્લા કેટલાંક વર્ષોથી કપાસ અને શેરડી વાવતા હતા. ત્રણ જગ્યાએ થઈને કુલ ૧૩ એકર જેટલી ખેત જમીન છે તેમાથી એક જગ્યાએ કૂવો છે ત્યા પાણીના કારણે શેરડી વાવતા હતા. ૧૭૨ ટન શેરડી થઈ હતી જે અમે મહારાષ્ટના શાહદામો રૂ. ૧૮૦૦ ટનના ભાવે વેચી હતી."

” સાગબારા તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અને સંસ્થા દ્વારા પ્રેરીત નવજીવન આદિવાસી વિકાસ મંચ કાર્યરત છે. સંસ્થા આ તાલુકામાં વોટરશેડ

કાર્યક્રમ દ્વારા ખેતજમીન વિકાસ દ્વારા લોકોની આજીવિકા સુધારણા, પંચાયત સાથેની કામગીરી દ્વારા લોકો સુધી સુશાસનના લાભ પહોંચાડવા ક્ષમતાવર્ધન કરે છે, આદિવાસી મહિલાઓની વિકાસમા ભાગીદારી વધે તે માટે પ્રયત્નશીલ છે. મહિલાઓના સંગઠન દ્વારા વિસ્તારમો સંગઠનના સભ્યો વિકાસની પ્રક્રિયામો સામેલ થાય, સરકારી યોજનાઓ સુધી પહોંચ વધે અને સ્વાયત્ત સંસ્થા બને તે હેતુથી મહિલા સંગઠનને માર્ગદર્શન અને ટેકો આપવાનું કાર્ય કરી રહયા છે. મહિલા અને જમીન માલિકી નેટવર્ક સાથે સભ્ય સંસ્થા તરીકેઆખાગાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અને નવજીવન આદિવાસી વિકાસ મંચ સંયુકત રીતે મહિલાઓના જમીન અધિકાર, કૃષિ સંબંધિત યોજનાઓ સુધી પહોંચ વધે તેમજ સામાજીક સુરક્ષા યોજનાની પ્રાપ્તિ માટે કામ કરે છે.

તમે ઉત્પાદન કયા વેચવા જશો ? તેના જવાબમો નુરબીબીબહેન જણાવે છે કે, "બાજુમા સેલંબા ગામ છે. ત્યાં જ બધા વેચે છે. જે ભાવ હોય તે ભાવે વેચી દઈએ. દૂર જઈએ તો ભાવ વધારે મળે પણ અમારે વેપારી સાથે ઓળખાણ રાખવી પડે. જયારે બિયારણ જોઈતું હોય ત્યારે ઓળખીતા વેપારી પાસેથી લઈએ. જો ત્યા ના વેચીએ તો સંબંધ ના રહે. એટલે થોડા ઓછા પૈસા મળે તો પણ ત્યા જ વેચીએ. આ વર્ષે બિયારણ ત્યાંથી જ લાવવું પડયું. છેલ્લા કેટલાક વર્ષોથી સોયાબીન અને ઘઉં વાવતા ન હતા તેથી આ વર્ષે અમારી પાસે બિયારણ ન હતું તેથી લાવવું પડયુ. "

અત્યાર સુધી જમીન સાચવી છે તે છોડીને હું કેમ. જાઉં ?

વાસીબહેન ગિમ્બાભાઈ વસાવા ( નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ટાવલ ગામ) સાગબારાથી ૭ કી.મી. જેટલું દૂર છે. ગામમા પંચાયત ઘર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર , પ્રાથમીક શાળા છે. પાણીની તકલીફ બહેનોને સતાવે છે. પાણી હેન્ડપંપમાથી ખેંચીને લાવવું પડે છે.

સ્વભૂમિ કેન્દ્ર શરૂ કરતા સમયે વારસાઈ ઝુંબેશ કરી હતી તે દરમ્યાન પેરાલિગલ કાર્યકરોએ ગામમા ફળિયા મીટીંગ કરીને વારસાઈ શા માટે કરાવવી જોઈએ ? વારસાઈ કરાવવા માટે શું દસ્તાવેજ હોવા જોઈએ ? કોના પાસે કયા જઈને વારસાઈની પ્રક્રિયા કરાવવી તેની માહિતી આપી હતી. આ મીટીંગમા વાસીબહેનને પોતાની જમીન પર વારસાઈ કરાવવાનો વિચાર આવ્યો . જમીન પર દર વર્ષે મહેસુલ ભરાય તેની રસીદ જેઠના દિકરાના નામે આવતી હતી. જમીનની વારસાઈ કરાવવા માટે વાસીબહેને જેઠના દિકરાને વાત કરી. તેમના પતિના મૃત્યુની નોંધ ગામના પોલિસ પટેલે કરાવી હતી. વાસીબહેનને એક દિકરો અને એક દિકરી. દિકરાનું મૃત્યુ થયું હોવાથી જેઠના દિકરાને વારસાઈ કરાવવાની ઈચ્છા ન હતી. વારસાઈ સમયે કહેતા કે, "તારે માત્ર દિકરી જ છે તારી સંભાળ તો અમે રાખવાના છીએ તો મારી સામે કેમ બોલે છે ? બહેનને ધમકીઓ આપે અને ડાકણ કહીને બોલાવે છે. તેમની દિકરીનો જમાઈ કંઈ બોલે તો પણ તેને ધમકાવતા.” પરંતુ, વાસીબહેનને પેરાલિગલ કાર્યકરોએ મીટીંગમા કરેલી વાતથી વારસાઈ કરાવવાનું નકકી જ કરી લીધું હતું ! આ બાબત તેમને હિંમત આપી અને તેમણે વારસાઈ કરાવી. વારસાઈ કરાવતા સમયે પોતાનો દિકરો મૃત્યુ પામ્યો તેની પત્ની અને નાના દિકરાનું નામે હકક દાખલ કર્યો. તેમના દિકરાની પત્ની દિકરા સાથે અત્યારે તેમના પિયરમાં રહે છે.

"હવે તો જમીન પર વારસાઈ થઈ ગઈ છે હું મારી રીતે ખેતર વાવું છું. ધમકીઓ આપે તો પણ સાંભળતી નથી. મેં મારો ભાગ લીધો છે તમારા ભાગમાં તો હું વાવવા આવતી નથી ને ? એમ જવાબ આપું છું તે તેમને ગમતું નથી. એટલે ડાકણ કહીને હેરાન કરે છે." આ બાબતે ઉષાબહેન (પેરાલિગલ કાર્યકર) અને પંચાયતમાથી સરપંચે સાથે મળીને પંચ સાથે વાત કરી અને પોલિસ ફરિયાદ કરવા જણાવ્યું તો તેમણે કહયું કે,” તમારા કુટુંબના તમને ડાકણ કહે છે પણ અમે એવું કંઈ માનતા નથી તમને કંઈ થવા નહી દઈએ. પોલિસ ફરીયાદ ના કરશો. ”

તમે એકલા કેવી રીતે ખેતી કરો છો ? તે બાબતે વાસી બહેન તેમની વાત કરતા જણાવે છે કે, "મેં ભાગે ખેતર આપી દીધું છે જેણે રાખ્યું છે તે અત્યારે બધો ખર્ચ કરે છે. ડાંગર, કપાસ અને તુવેરની વાવણી કરી છે. હું ખેતીમા નિંદામણ અને એવું કામ કરવા જાઉં, મારી દિકરી જે ગામમાં સાસરે છે તે ગામની સીમમાં જ મારૂં ખેતર છે તેથી દિકરી પણ મદદ કરવા આવે છે. જે ઉગશે તેમાથી બધો ખર્ચ કાઢીને અર્ધા ભાગ આવશે. ડાંગર રાખીશ અને કપાસ અને તુવેર વેચીશ. દિકરીને અનાજ ખૂટે તો લઈ જાય છે. હું એકલી કેટલું ખાઈશ ? ડોગર વધારે ઉગશે તો તે પણ વેચીશ. ગયા ગયા વર્ષ ૧૧૦૦ફા. કવીન્ટલે પકવીન્ટલ અનાજ વેચ્યું હતું."

ઘડપણમા કામ કરી શકશો? આ જમીન પછી કોને આપશો? એના જવાબમો વાસીબહેન આત્મવિશવાસના રણકા સાથે જવાબ આપ્યો, "ઘડપણ આવે ત્યારે દિકરીના ઘરે નહી જાઉં , ઘડપણમા અંધાપો આવે કોઈ લાત મારતું જાય તેના કરતા મારા ઘરે જ રહીશ. મારા ભાઈના દિકરા સારા છે તે પણ બોલાવે છે તો પણ હું ત્યાં જતી નથી. મારા પતિ ખૂબ દારૂ પીતા હતા ત્યારે પણ મેં મહેનત કરીને સાચવી રાખ્યું એ ઘર અને ખેતર મૂકીને હું કેમ મૂકી દઉં ? મારી જાતે બને ત્યાં સુધી હું કામ કરીશ અને નહીં તો ભાગે જમીન આપીને જે આવશે તે ખાઈશ. હું તો ભૂખી રહું પણ ભીખ ના માગુ. "

મારા જેઠને હતું કે, હું બીજું ઘર કરીશ, પણ લોકોનું સાંભળવું ના પડે તે માટે અને મારી દિકરીને સાચવવા મેં બીજું ઘર નથી કર્યું. હવે તો આ ર.પ (અઢી)એકર જમીન છે તે બીજાને ભાગે આપીને તેનાથી જ હું જીવીશ.

જમીનમાં નામ છે તો આપણું છે તેમ લાગે.- મંજુલાબહેન કોઠારી

નર્મદા જિલ્લાના સાગબારાથી ૧૦ કી.મી. દૂર ભોરઆંબલી ગામમાં પેરાલિગલ કાર્યકરો જમીનધારકના મૃત્યુની યાદી મેળવીને જે કુટુંબની વારસાઈ બાકી હતી તે કુટુંબના મહિલાને મળતા હતા તે દરમ્યાન મંજુલા બહેન કોઠારીનો સંપર્ક થયો. તેમના પતિનું મૃત્યુ થયા ૯ માસ થયા હતા. તેમના દિયરને મળીને વાત કરી. આ કુટુંબમો મંજુલાબહેનના જેઠાણી અરૂણાબહેનની વારસાઈ તેમના દિયરે કરાવી જ હતી. મંજુલાબહેનના સસરાએ બે પત્ની કરી હતી. બે પત્નીથી થયેલ બાળકો અને બંને પત્નીની (સાસુની) વારસાઈ થઈ હતી. આ બાળકોના મૃત્યુ પછી તેમની વિધવા પત્નીઓ મંજુલાબહેન અને અરૂણાબહેનને વારસાઈમ જમીન મળી છે.

ભાગે પડતી જમીન તો જેઠ અને દિયર અને પોતાના પતિ વાવતા જ હતા. પતિના મરણની નોંધ કરાવી જ હતી. જેઠની સાથે પંચાયતમા જઈને મૃત્યુ દાખલો કઢાવ્યો. પંચનામામાં ગામના પોચ જણાએ સહી કરી. મંજુલાબહેનના પિતા પણ એ જૂથ પંચાયતના ગામમાં રહે છે એ પણ ત્યારે હાજર રહયા. મંજુબહેન કહે છે, " મામા ફોઈના દિકરાઓ સાથે લગ્ન થયા હોઈ, અંદરો અંદર સગા પણ છીએ એમ પણ કંઈ વાંધો આવ્યો નહીં. ત્રણ વખત મામલતદાર ઓફિસ ગયા તેમજ આ બધા દસ્તાવેજ અને કાગળો કરાવવાનો ખર્ચ ૧૦૦૦૩ા. જેટલો થયો. ”

"આ વર્ષ જેઠના દિકરા પાસે ખેતર ખેડાવ્યું. ટેકટરના ડિઝલનો ખર્ચ થયો તે આપી દીધો. ડાંગર, તુવેર અને કપાસ ૧.૫ કીલો બિયારણ નાખીને વાવ્યું છે. " કપાસ કેમ વાવ્યો ? અનાજ કેમ ના વાવ્યું ? તેની સામે મંજુલાબહેન કહે છે. " છોકરાને ભણાવવા, બિમારીમા સારવાર માટે પૈસા જોઈએ ને? તેથી કપાસ વાવીને તે વેચી શકાય "

જમીન તો પોતે વાવતા જ હતા તો હવે દસ્તાવેજમા નામ આવવાથી શું ફરક પડે છે ? તેનો સ્પષ્ટ જવાબ આપતા મંજુબહુન કહે છે કે, “અત્યારે નામ હોય તો અમારો હકક ગણાય, નામ છે તો આપણું છે એમ લાગે ! છોકરા, છોકરીના નામ પણ આવી ગયા છે, કોઈ વખત કોઈ કાગળ સંતાડી દે તો નામ હોય તો કામ લાગે, કોઈ આપણું નુકશાન ના કરી શકે.” ગોળ ગળા અવાજે આગળ જણાવે છે કે, " પતિની હયાતિ હતી ત્યારે ખબર પડતી ન હતી. પતિના ગયા પછી નામ આવ્યું તો એકબાજુ દુખ પણ થાય છે અને નામ છે તો એક રીતે સારૂં પણ લાગે છે. "

તેમના કુટુંબ પાસે બીજી જગ્યાએ જમીન છે તેમા પણ મંજુલા બહેન અને તેમને કંટુંબ ૪ વર્ષથી સંઘર્ષ કરે છે . મંજુલાબહેન પોતાની સંઘર્ષના સમયને યાદ કરતા જણાવે છે કે, " ઉકાઈ બંધ થયો એના બે વર્ષ પહેલાં સસરાએ ૪ એકર જમીન ખરીદી હતી. સસરાના મૃત્યુ થયું તે પછી જમીન જેમની પાસેથી ખરીદી હતી તેમના દિકરાએ જમીન પરત માગી. આ માટે તેમા કોર્ટ કેસ કર્યો હતો. આ જમીન પર મનાઈ હુકમ મળ્યો હતો. છેલ્લા ૪ વર્ષ દરમ્યાન મનાઈ હુકમ હોવા છતા, જેમણે કેસ કર્યો હતો એ લોકો આ જમીન વાવતા હતા."

સરકારશ્રીની શેચાલયની યોજના આ કુટુંબમા મંજુલાબહેનના નામે મંજુર થઈ એટલે મંજુલાબહેને ખાડો ખોદવાનું શરૂ કર્યું. આ વખતે પણ એ લોકો એ મંજુલાબહેનના દિકરા પર કેસ કર્યો ,' અમારા ખેતર પર સંડાસ બાંધે છે. ' તલાટી જોવા આવ્યા અને ચકાસ્ય, તપાસ કરી ખેતર કોનું છે ? મંજુલાબહેને બધા કાગળો બતાવ્યા અને બધી વાત કરી. તલાટી એ કહયું ," ખેતર તમારા નામે છે. તમે ઢીલા પડો છો.” હવે આ બહેનને હિંમત આવી. તેમણે આ વર્ષે ખેતર ખેડવાનું નકકી કર્યું. ૪ બહેનો ખેતરમો ગઈ તો એ લોકો રોકવા આવ્યા અને થોડી બોલાચાલી થઈ. આ બહેનોએ દઢતાથી કહયું કે, " ટેકટર લઈને જતા રહો , અમારૂં ખેતર છે." એમ કહેતા ઝઘડો થયો પાછા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. પોલિસ સ્ટેશને બંને પક્ષોને દસ્તાવેજ લઈને બોલાવ્યા. દસ્તાવેજમાં મારા સસરાનું નામ હતું, પુરાવા હતાં અને જેમણે ફરીયાદનોંધાવી હતી તેમની પાસે દસ્તાવેજ ન હતા આ કારણથી તેમને ૧ દિવસ જેલમા પૂર્યો. હવે પછી પોલિસે એ ખેતર પર ના જવા નું જણાવી તેમને જામીન પર છોડયા છે.

મંજુલાબહેન કહે છે, " આ વર્ષે ૪ વર્ષે અમે જમીન ખેડી છે. તેઓ કંઈ જ બોલતા નથી." આગળ હજુ પોતાની સંઘર્ષ ગાથા કહેતાં જણાવે છે કે," અમારી પરિસ્થિતિ સારી નથી તો પણ પંચાયતમાથી કોઈ જ યોજનાનો લાભ અમને મળ્યો નથી. ગામના આગેવાનો જ લાભ લઈ લે છે. અમારી ગરીબો માટે કોઈ જ યોજના આવતી નથી. ઘણી મુશ્કેલીથી જીવન ગુજારો કરીએ છીએ. ”

દસ્તાવેજમા પતિનું નામ ના આવે ત્યા સુધી વારસદાર ના ગણાઈએ!

નર્મદા જિલ્લાના સાગબારાના પંચપિપળી ગામમાં યશોદાબહેન બલીરામ વસાવા એ તેમના સાસુ જાતરી બહેન ધીમાભાઈ વસાવાની વારસાઈ કરાવી. યશોદાબહેનના પતિ મૃત્યુ પામ્યા ત્યારે સસરા હયાત હતા તેથી વારસાઈ થઈ ન હતી. પરંતુ યશોદા બહેન તેમના ભાગની જમીન વાવતા હતા. ધીમાભાઈએ જમીન પર લોન લીધી હતી તેથી તેમના કાકા સસરા એ જમીન પર વારસાઈ કરાવવા ઈચ્છતા ન હતા. ધીમાભાઈની વારસાઈ થાય તો તેમના પુત્ર બલીરામ અને તેમની વિધવા પત્ની યશોદાબહેનના નામ પર વારસાઈમાં હકક દાખલ થાય.

પેરાલિગલ કાર્યકરો સરકારી વારસાઈ ઝુંબેશ દરમ્યાન ગામમા, પંચાયતમા ગયા અને સરપંચ અન્ય આગેવાનો સાથે ગામમાં કોઈની વારસાઈ બાકી હોય તો મદદ કરવા જણાવ્યું. યશોદાબહેન સંગઠનના સભ્ય હતા તેથી ગામમા જઈને મૃત્યુયાદી મેળવી એટલે તરત જ પેરાલિગલ કાર્યકરોને ખ્યાલ આવ્યો કે, યશોદાબહેનની વારસાઈ બાકી છે. યશોદાબહેનને પંચાયતમા મળવા આવવા કહયું. યશોદાબહેને પંચાયતમા આવ્યા તેમણે કહયું કે, જમીન પર બોજો હોઈ તેમના કાકા સસરા વારસાઈ કરાવવા માંગતા નથી . વારસાઈ કરાવવા માટે બધાને સમજાવવા પેરાલિગલ કાર્યકરોએ આ બધાંને પંચાયતમા બોલાવ્યા અને કહયું કે, ' વારસાઈ કરવી જરૂરી છે. જો લોન કે દેવું હોય તો પણ વારસાઈ થઈ શકે, વારસાઈ ના થાય ત્યા સુધી જમીન પર સરકારી લાભો મળી શકે નહીં. ” આ પછી પેરાલિગલ કાર્યકરોની વાત પરથી તેમના કાકા સસરાને લાગ્યું કે, વારસાઈ કરાવવી જોઈએ. મોટા સસરા, સસરા અને પતિની મૃત્યુનોંધના આધારે યશોદાબહેનની પતિના મૃત્યુ પછી ૮ વર્ષે વારસાઈ કરવામાં આવી.

આ બધી પ્રક્રિયામા યશોદાબહેનની પુત્રવધુ ઉષાબહેને મદદ કરી. ઉષા બહેન કહે છે કે, બધાને સવા એકર જમીન ભાગે આવે છે. જમીન પર બોજો છે એટલે જમીનની વહેંચણી નોંધાવી નથી. કાકસસરાના ભાગે જે જમીન છે તેમા કૂવો છે પણ તે તેમના ભાગે જે ખેતર છે તેનાથી ઘણો દૂર છે તેથી ઉષાબહેનના કુટુંબને તેમાથી પિયત મળતું નથી. પણ ખેતરની સીમમાંથી નદી નીકળે છે તેમાથી બે મોસમ લે છે. ડાંગર, ઘઉં અને કપાસ વાવે છે. જગ્યા ઓછી હોવાથી કુટુંબની સાથે મળીને આયોજન કર્યું છે.

ઉષાબહેન જણાવે છે કે, " નામ ના હોય તો વારસદાર ના ગણાઈએ.... હવે સાસુની વારસાઈ થઈ એટલે પતિનું નામ આવ્યું છે તો અમે વારસદાર થઈશું." પતિનું નામ આવ્યું છે તો એના ૭/૧૨ના આધારે ઉષાબહેને આત્મા પ્રોજેકટ હેઠળ કીટ નિદર્શન યોજના મેળવવા અરજી કરી છે.

સાસુ સસરાએ આપણા માટે જમીન સાચવી તે આપણે જમીન નહિ સાચવીએ

ગીમલીબહેન મદનભાઈ વસાવા - ઉભારીયા સાગબારાથી ૧૫ થી ર૦ કી.મી. દૂર. (નર્મદા જિલ્લો)

ગીમલીબહેનના પતિના મૃત્યુ થયાને ૧ વર્ષ જેટલો સમય થઈ ગયો. ગિમલીબહેન નાની ઉમરમો જ વિધવા થયા હતા. જેઠ બહુ દારૂ પીવે એટલે તેમને કંઈ ખબર રહે નહીં. પશુપાલન વિભાગ માથી બકરા યુનિટ મળવાનું હતું તેમા ૭/૧૨ના દસ્તાવેજ જોડવાના હતા તે માટે તેઓ પંચાયતમા ગયા. પંચાયતમાથી તેમને સ્વભૂમિ કેન્દ્રની માહિતી મળી. તેઓ એ કાગળ લઈને સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને પેરાલિગલ કાર્યકરોને કાગળ બતાવ્યો. પેરાલિગલ કાર્યકરોએ તેમને ૭/૧ર કઢાવવામાં મદદ કરી ત્યારે ગીમલીબહેનની વારસાઈ થઈ નથી તેની ખબર પડી.

આ પછી પેરાલિગલકાર્યકરોએ પંચાયતમા સરપંચને જાણ કરી, તલાટીને ફોન કરી અને ગીમલીબહેનની વારસાઈ કરવામાં મદદ કરવા જણાવ્યું. આમ, ગિમલીબહેનને વારસાઈ કરાવવા માટે સરપંચ દ્વારા માહિતી મળી." પંચાયતની મદદથી જ પતિના મૃત્યુનો દાખલો, પંચ કેસમા સહી કરાવી પ્રકરણ તૈયાર કરાવ્યું. પેરાલિગલ કાર્યકરની મદદ તાલુકા સ્તરે સોગંદનામા પર નોટરીની સહી કરાવવા માટે જ લીધી. આ પ્રક્રિયા માટે તેમને પOOરૂ. જેટલો જ ખર્ચ થયો.

ગિમલી બહેનના ભાગે ર એકર જમીન આવી છે. તેમની સાથે સાસુ રહે છે તેથી તેમના ભાગની એક એકર એમ કુલ ૩ એકર જમીન પર કપાસ, તુવેર, જુવાર, ડોગરનું વાવેતર કર્યું છે. બિયારણ અને ખાતરનું શું કરો છો ? ગિમલીબહેન જવાબ આપે છે “ગયા વર્ષનું બિયારણ વાવ્યું છે. ખાતર તો ગરીબ માણસો કયાંથી લાવીએ ? ઘરે જે મળે તે છાણિયું ખાતર વાવીએ છીએ. હવે આ બહેનો (પેરાલિગલ કાર્યકરો) કંઈક મદદ કરે તો પિયત થાય. "

ખેતરમાથી પાકે તે કયા વેચો છો ? તે બાબતે માહિતી ગીમલીબહેન જણાવે છે કે, “ગયા વર્ષે ૧૦૦૦નો કપાસ વેચ્યો હતો. અનાજ વેચતા નથી. જો વધારે હોય તો સાચવી રાખીએ છીએ કોઈ વર્ષ સારૂં ના જાય તો કામ લાગે."

ગિમલીબહેન માને છે કે," જો નામ ના આવ્યું હોત તો જેઠ કે તેઓ પોતાના નામે કરી દે તો પણ ખબર પડે નહીં એટલે નામ આવી ગયું તે સારી વાત છે. તેમને જમીન પર કબજો છે તેથી ખાતા વિભાજન થઈ ગયું છે તેમ માને છે. ખાતા વિભાજન અંગે માહિતી નથી.

“ નવજીવન આદિવાસી વિકાસ મંચ અને પેરાલિગલ કાર્યકરો દ્વારા સરકારી વારસાઈ ઝુંબેશ જાહેર થઈ ત્યારે ગામોમા જઈ પંચાયતમા જઈને મૃત જમીન ધારકોની યાદી મેળવી અને સરપંચોને આ વારસાઈ કરાવવા, દસ્તાવેજો તૈયાર કરવા, પંચકયાસ સમયે બહેન અને દિકરીઓના નામ રહી ના જાય તે માટે મદદ કરવા માટે મીટીંગ કરી હતી. ગામમા પંચ| આગેવાનો સાથે મળ્યા હતા. વારસાઈની કામગીરી દરમ્યાન સરપંચ અને પંચ ના સભ્યો હાજર રહયા હતા. તેમજ ગામમાં કુટુંબના લોકોને વારસાઈ કરાવવાની માહિતી પણ આપી હતી.

કોઈ આ જમીનના વધારે પૈસા આપી દે તો તમે જમીન વેચી શકો ને ? તે બાબતે હસતા હસતો જણાવે છે કે," જમીન ના વેચીએ. આપણા માટે સાસુ સસરાએ જમીન સાચવી તો આપણા બાળકો માટે આપણે સાચવવી ના ფXi&აპl ? "

તેમની વારસાઈ પછી તેમણે બીજા ત્રણ બહેનોને વારસાઈ કરાવવામાં દસ્તાવેજ મેળવવામા, વારસાઈની માહિતી આપવા મદદ કરી છે.

ખાતા વહેંચણી થઈ જાય તો મારા છોકરાઓને પાછળથી મુશ્કેલી પડે નહીં !

અરૂણાબહેન રવિદાસ વસાવા-નાની દેવરૂપણ પોચપિપળી જૂથ પંચાયતમા આ ગામ આવે છે. (નર્મદા જિલ્લો, સાગબારા તાલુકો)

સરકારી વારસાઈ ઝુંબેશ દરમ્યાન ગામની મુલાકાત લીધી ત્યારે મરણનોંધના આધારે વારસાઈ બાકી હતી તેની જાણ થઈ. આ પછી પેરાલિગલ કાર્યકરોએ અરૂણાબહેનનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે,પતિનું મૃત્યુ થયા ૧૫ વર્ષ થઈ ગયા હતા. અરૂણાબહેન મરણ નોંધ કરાવવા જાતે ગયા હતા. -૭ વર્ષ પહેલા વારસાઈ તો કરાવી હતી પણ નામ ચઢયું નહતું ! વારસાઈ થઈ કે કેમ ? બહેને સમયે સમયે તલાટીને પૂછયું તો તેમણે કહયું , "મને ખબર નથી મેં તો તાલુકામા જમા કરાવી દીધું છે!" આ પછી ગ્રામસભામાં જઈને પૂછયું હતું તો ત્યાથી કોઈ જવાબ મળ્યો ન હતો. પંચકેસમો જેમણે સહી કરી હતી તેમને પૂછયું તો પણ કંઈ જવાબ મળ્યો નહી ! પેરાલિગલ કાર્યકરે જણાવ્યું કે, વારસાઈ થઈ નથી ત્યારે અરૂણાબહેને જણાવ્યું કે, " ખબર નથી. મારા કુટુંબમા જ કાગળો દબાવી દીધા હશે તેથી વારસાઈ નહી થઈ હોય મને શું ખબર પડે !

આ પછી પેરાલિગલ કાર્યકરોએ અરૂણાબહેનને ફરી વારસાઈ કરાવવા માહિતી આપી. ફરી વાર પંચાયતની મદદથી બધા કાગળો કર્યો . તલાટી પણ (પેરાલિગલ કાર્યકરોએ નકકી કરેલી તારીખ પ્રમાણે ) હાજર હતા. માત્ર નોટરી કરાવવા તાલુકામાં આવ્યા હતા આ માટે પOOરૂા. જેટલો ખર્ચ થયો હતો. ૧૩પ ડીની નોટિસ નીકળી હતી. તેમા પણ સહી કરાવીને તલાટીને આપી દીધી હતી. ( નોટિસમાં ઝડપથી સહી થઈ જાય અને બાકી રહી ના જાય તે હેતુથી પંચાયત માથી જ દરેક વોર્ડના સભ્યોને નોટિસ આપી દેવી અને તેઓ સહી કરાવીને પંચાયતમા તલાટીને પરત કરે એ મુજબ સભ્યો એ જેના નામની નોટિસ હતી તેમની પાસે જઈ સહી કરાવી પાછી તલાટીને આપી દીધી હતી આ વ્યવસ્થા પંચાયતના સભ્યો અને પેરાલિગલ કાર્યકરોએ મળીને ગોઠવી હતી. )

હવે વારસાઈ થઈ ગઈ તો કેવું લાગે છે? અરૂણાબહેન જણાવે છે, " આ વખતે 5૦ દિવસમાં નામ આવી(કાચીનોંધ) ગયું તે ગમ્યું. તે સમયે નામ આવ્યું ન હતું કોઈ જવાબ આપતું ન હતું તેથી દુખ થતું હતું. છોકરાઓ પણ વારંવાર સંભળાવતા હતા કે તમે અત્યાર સુધી શું કર્યું આટલા સમયથી વારસાઈ કરાવી નથી ? તે હવે સાંભળવું નથી પડતું."

અત્યારે તેમના ભાગે ૩ એકર જમીન આવી છે. આગાખાન સંસ્થા દ્વારા પિયતની સગવડ કરેલી છે (નદીમો કૂવો ગાળયો છે જેમાથી આજુબાજુના ખેતરોમા પિયત માટે પાણી લઈ શકાય છે. પણ આ વર્ષે મરામતનું કામ ચાલે છે તેથી પાણી નથી મળ્યું.) ટેકટર ભાડે રાખીને ખેતી કરે છે. ખાવા પૂરતી મકાઈ વાવી છે. બિયારણ, ખાતર શાકભાજી મંડળીમાંથી લીધું છે.

આ ખેતરની હવે વહેંચણી કરાવી લો તેના જવાબમાં અરૂણાબહેન જણાવે છે કે, " આ જમીન પર અલગ અલગ સમયે ૩૮૦૦૩ા.નું દેવું છે તેથી મેં મારા કુટુંબના સભ્યોને દેવું ભરવાનું કહયું છે. મેં તો એમ પણ કહયું છે કે જેમની પાસે જેટલી જોગવાઈ હોય તેટલું આપો બાકી રહેશે તો હું ભરી દઈશ. હું ચૂકવવા તૈયાર છું પણ બીજા તૈયાર થાય તો થઈ શકે. હું તો આજે છુ અને કાલે નથી. મારા ગયા પછી જ છૂટું પાડી દીધું હોય તો છોકરાને હેરાનગતિ નહીં.એમ માનીને વધારે પૈસા ભરવાની મેં વાત પણ કરી છે. "

જો ભાઈ જમીન વેચશે તો હું વેચવા નહીં દઉં .

પ્રેમીલાબહેન વસાવા- પાચ પિપળી

નર્મદા જિલ્લો, સાગબારા તાલુકો

પ્રેમીલાબહેનનું સાસરૂ અને પિયર એક જ ગામ-પંચ પિપીળી. પ્રેમીલા બહેનને એક ભાઈ અને બે બહેન . ખેતીમા કામ ના કરી શકવાના કારણે પિતાએ જમીન ભાડે આપી હતી. પિતાના મૃત્યુ બાદ પ્રેમીલાબહેન ર વર્ષથી જમીન વાવે છે. ભાઈ સુરતમાં એક કંપનીમા કામ કરે છે તેથી તે બહુ ઓછું ગામમાં આવે છે. અને જમીનમાથી ઉગેલ અનાજ પણ લઈ જતા નથી. આથી જે અનાજ ઉગે તેમાંથી પ્રેમીલા બહેન તેમની બહેને પણ આપે.

પેરાલિગલ કાર્યકરો સ્વભૂમિ કેન્દ્રના પ્રચાર-પ્રસાર માટે ગામમા મીટીંગ કરતા હતા ત્યારે મહિલાઓને દિકરી તરીકે પિતાની જમીનમા , વિધવા મહિલાઓને પતિની મિલકતમાં જમીનમા ભાગ મળે અને વારસાઈ સમયે દિકરીઓના તેમજ વિધવા મહિલાઓના નામ આવી જાય તે માટે ધ્યાન રાખવું જોઈએ એ બાબતે ચર્ચા કરતા હતા. કોઈ મહિલાને વારસાઈ કરવામાં મદદની જરૂર હોય તો સ્વભૂમિ કેન્દ્ર પર આવવાની જાણ કરતા હતા. આ સમયે પ્રેમીલાબહેન તેમના પિતાની જમીન વાવે છે તે માહિતી મળી હતી. આ પછી પ્રેમીલાબહેનને મદદ કરી અને વારસાઈ કરાવી. વારસાઈ કરાવી ત્યારે બહેન અને ભાઈ હાજર રહયા હતા.

અત્યારે પ્રેમીલાબહેન ૧.૫ એકર જમીન ખેડે છે. તેમને સાસરામા જમીન નથી તેથી તેમનો આધાર આ જમીન પર છે. તમારા પતિને આ જમીન વાવવા મળી છે તો શું કહે છે ? " પતિ ખેતીકામમાં મદદ કરે છે. અમારે જમીન નથી તેથી મારા બાપની જમીન છે તેથી ખાવા તો મળી રહે છે પછી તો સારૂં જ લાગે ને ? "

ભાઈ જે તે દિવસે જમીન માગશે તો શું કરશો ? પ્રેમીલાબહેન કહે છે, " જો તે માગશે તો તેના ભાગની જમીન તેને આપી દઈશ. જો તે જમીન વેચશે તો વેચવા નહીં દઉં "

" હું મારી જમીનના આધારે બાળકોને સારૂં ભણાવીશ"

પુષ્પાબહેન વસાવા પાચ પિપળી

સાગબારા તાલુકાના પાંચપિપળી ગામના પુષ્પાબહેનના પતિના મૃત્યુ બાદ તેમના સાસરીયાથી કોઈ આર્થિક મદદ મળતી નહતી. સાસરી (પાંચ પિપળી) માંથી સાસુએ મારીને કાઢી મૂકયા. હાલ ખોપી ગામ, પિયરમો મજુરી કરીને બાળકોને ભણાવતા હતા. પુષ્પાબહેનને પતિની જમીનમા ભાગ મળે તો એમના બાળકનો ઉછેર થઈ શકે તેવી ઈચ્છા હતી. આ માટે એમણે પહેલા પણ ગામના આગેવાનોને પતિના ભાગની જમીન આપવા જણાવ્યું હતું ત્યારે પણ સાસુ એ કહયું કે, 'તું બીજા લગ્ન કરી લે, તારા બાળકોને હું સાચવીશ. ” આ પછી પુષ્પાબહેને પ્રયત્ન કરવાનું છોડી દીધું.

સ્વભૂમિ કેન્દ્ર પરથી આ ગામમાં જમીન વારસાઈ માટે પંચાયતમા ગયા ત્યારે તેમને પુષ્પાબહેનની વારસાઈ બાકી છે તેની માહિતી મળી. પુષ્પાબહેનને બોલાવવા કાર્ટ સરપંચને વાત કરી તો સરપંચે કહયું કે, તે તેમના પિયર રહે છે. પેરાલિગલ કાર્યકરોએ પુષ્પાબહેનને તાલુકામા સ્વભૂમિ કેન્દ્ર પર આવીને મળવા કહેવડાવ્યું. " પુષ્પાબહેન સ્વભૂમિ કેન્દ્ર પર મળવા આવ્યા અને તમામ વાત કરી. પેરાલિગલ કાર્યકરોએ પુષ્પાબહેનની વાત પરથી ખાતરી કરવા તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ જમીન વેચાવાની છે. આ જમીન વેચાય તે પહેલા વારસાઈ કરાવવી જરૂરી છે. હવે પેરાલિગલ કાર્યકરોએ સાસરામા જઈને સાસુને સમજાવવા કહયું. બહેન ગયા અને સાસુને સમજાવ્યા પણ સાસુ માન્યા નહીં !

 

હવે પેરાલિગલ કાર્યકરોએ પુષ્પાબહેનના સાસુ પાસે જઈને સમજાવ્યા કે, " તમે વિધવા થયા પછી કેવી રીતે જિંદગી જીવો છો ? કેટલી મુશ્કેલી પડે છે ? કેવો સંઘર્ષ કરવો પડયો ? તમે શું ઈચ્છો છો કે તમારી પુત્રવધુ પણ આવી જિંદગી જીવે ? એમની જગ્યા એ તમારી દિકરી હોય તો શું તમે આવું કરો ? સાસુ એક જ વાત કરી કે, 'એને બીજા લગ્ન કરવા છે એટલે તે પિયર જતી રહી છે. " પાછા સમજાવ્યા કે, " અત્યાર સુધી નથી બીજું લગ્ન કર્યું નથી તો હવે કેવી રીતે કરશે ? જો કરશે તો પણ તેનું નામ દૂર થઈ શકશે એવી જોગવાઈ છે. જો પુષ્પાબહેન કેસ કરે તો તેઓ સીધી લીટીના વારસદાર તરીકે જમીનમા હકકદાર છે જ !" પેરાલિગલ કાર્યકરોએ હવે આ બહેનને કહયું , " તું પાછી તારા સાસરે જા. જો તારી સાસુ કંઈ બોલે તો "તારે કંઈ બોલવાનું નહી. તારી સાસુ હવે કોઈ નહી બોલે તેનું વર્તન તું જોજે."

પાછા બહેન સાસરે ગયા તે સમયે સાસુ એ તેમને રોકી લીધા. બે થી ત્રણ દિવસ પછી પંચાયત ગયા પંચરોજકામ કર્યું અને વારસાઈ કરાવી બહેનનો હકક દાખલ કર્યો.

અત્યારે બહેન પિયર રહે છે. વાર તહેવારે સાસુ બહેનને લેવા જાય છે. આ બહેને જમીન વેચવાની ના પાડી છે તેથી વેચવા નથી કાઢી. હવે આ બહેનનું અલગથી રેશનકાર્ડ કરવાનું છે.

પુષ્પાબહેન પોતાના નામે થયા પછી ખુશીથી જણાવે છે કે," મારા પતિની મિલકતમા મારૂં નામ સ્વભૂમિ કેન્દ્ર દ્વારા દાખલ કરાવ્યું છે. મારા બાળકોના નામ પણ સગીર તરીકે દાખલ કરાવ્યા છે. પહેલો મને બીક હતી કે મારા બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરીશ ? પણ હવે મને હિંમત આવી છે. હું મારી જમીનના આધારે બાળકોને સારૂં ભણાવીશ. સ્વભૂમિકેન્દ્ર દ્વારા મારા સાસુ ને સમજાવતા, હવે મારી સાસુ પણ સારી રીતે બોલાવે છે . સાસરે રહેવાની કોઈ મુશ્કેલી નથી.

આ પછી પેરાલિગલ કાર્યકરોએ પુષ્પાબહેનને સાસરે જાય ત્યારે મહિલા ખેડૂત તરીકે નોંધણી કરાવવા કહયું હતું. તેમણે પંચાયતમા જઈને નોંધણી કરાવી છે. આના આધારે કૃષિ ખાતામાં પેરાલિગલ કાર્યકરોએ પુષ્પાબહેનના નામે પિયત માટે ઓઈલ એન્જિન નોંધાવ્યું છે. જેથી પુષ્પાબહેન નાનામે યોજનાનો લાભ મળે તો તેઓ કાયમ અહીંયા રહેવા આવી જાય અને જમીન પર પિયત કરીને બે પાક લઈ શકે !

“ પેરાલિગલ કાર્યકરોએ ગામમાથી જમીનધારકના મૃત્યુની યાદી મેળવી અને એ મુજબ ઘરે ઘરે જઈને વારસાઈ કરાવવાની માહિતી આપતા હતા. અને વારસાઈ કરાવવામાં મદદ જોઈએ તો સ્વભૂમિ કેન્દ્ર પર મળવા માટે જણાવતા હતા. કોઈ સંજોગોમા મહિલા તેમના પિયર ગઈ હોય તો પણ તેને વારસાઈ કરવા અંગે, ફોન પર કરીને કે રૂબરૂ મળીને સમજાવતા હતા.

૪૫ વર્ષના આાનુબહેન હજુયે સાસરામા જમીન અધિકાર મેળવવા સંઘર્ષ કરી રહયા છે.

તાપી જિલ્લો વ્યારા તાલુકો

ઉચ્છલ તાલુકાના વડપાડાભીત ગામમાં રહેતા આનુબહેન જીવન જીવવા માટે જમીન મેળવવા સહન કરી રહયા છે તેની વાત છે. પતિની બિમારી પાછળ જે દેવું થયું હતું તે ભરવા માટે આનુબહેન સુરત ગયા મજુરી કરી ત્યા ૭ વર્ષ રહયા. પૈસા ભેગા કરી તે ખર્ચ માંથી તેઓ મોડ બહાર નીકળ્યા. આનુબહેનના સસરા મૃત્યુ પામ્યા પછી વારસાઈ બાકી હતી. આનુબહેનના પતિનું મૃત્યુ થયું. આનુબહેને જમીનની વારસાઈ કરાવવા માટે જેઠને કહયું.

સસરાની જમીન ૨૩૦૦૦મા ગિરવે રાખી હતી. આથી જેઠે કહયું કે, " ગિરવે જમીન છોડાવવા માટે પૈસા જોઈએ તે લાવો પછી જમીન પર વારસાઈ કરાવીએ." આનુબહેન જમીન છોડાવવા માટે મજુરી કરીને પૈસા ભેગા કર્યો. આ જમીન છોડાવવા ભેગા થઈને પOOOOરૂા. ખર્ચ કર્યો. આ બાજુ આનુબહેનને જમીનમા ભાગ ના આપવો પડે તે માટે જેઠ આનુબહેનને હેરાન કરતા રહયા.

આનુબહેન તેમના પિયર રહેવા ગયા તો ત્યાં પણ પોતાના માટે જગ્યા નથી તેની વાત કરતા જણાવે છે કે, " ભાઈને એમ લાગે છે કે, જો અહીં રહેશે તો મારૂં બધું લઈ લેશે. (મિલકત મા ભાગ માગશે ) એટલે તે પણ ત્યા રહેવાની ના પાડે છે મારી માને પણ તેણે કાઢી મૂકી છે. માને હું રાખું છું. (આ એ જ ભાઈ કે જેને મે મારી મહેનતના પૈસાથી ચંપલ અને ઘડિયાળ ખરીદી આપ્યા હતા એના લગ્ન મેં મારા દાગીના ગિરવે મૂકીને કર્યો છે. હું તેને કહું છું હું મેં તને આપ્યું છે તારૂં લીધું નથી તો હવે શું લઈશ? પણ એ દારૂ પીને મને અને માને મારે છે તેથી હિંમત કરીને સાસરે મારા ઘરે જ રહેવા આવી ગઈ. દિકરો એ જ ઘરમાં અલગ રહે છે. "

આનુબહેને આ પહલે જમીન નામે કરાવવા પ્રયત્નો કર્યો છે. ગામમાં કોઈનો સહારો લઈને સર્કલઈન્સપેકટરને મળયા. સર્કલ ઈન્સપેકટર બહેનના જેઠને મળ્યા પણ તેઓ માન્યા નહીં એટલે વારસાઈ થઈ નથી. તે લોકો કહે છે, આનુબહેનના જેઠ તેમને ધમકી આપે છે, " જો જમીન કે ઘર માગશો તો મારી નાખીશું.' દિકરો આ બાબતથી ડરી ગયો છે. તે કંઈ બોલવા તૈયાર જ નથી. આનુબહેનની જમીન મેળવવા ને પ્રયાસો કરે છે તેના કારણે તેમની સાથે દિકરો, વહુ બોલતા નથી. એક મકાનમા રહે છે , રસોડું અલગ છે.

આનુબહેન જણાવે છે ક." આજે પણ હું હિંમત થી અમારા ઘરમા જ રહું છું ગમે તેમ કરે તો પણ મારે એ ઘર છોડવું નથી. એમને તો એમ છે કે હું બધું છોડીને જતી રહું દિકરો પણ એમ જ કહે છે કે, તમારે કરવું હોય તે કરો મને આ બાબતમા કંઈ કહેશો નહી, હું કંઈ કરવા ઈચ્છતો નથી ! “

પરીવારની ૧૮ એકર જમીન છે. હજુ આનુબહેનને આ જમીનમા ભાગ મળ્યો નથી. ન્યાય મેળવવા માટે આનુબહેને પંચ બોલાવ્યું તો તેમને પણ ધમકી અને લાંચ આપી અંતે કંઈ થયું નહી ! અંતે, થાકીને આનુબહેનને કોઈએ સ્વભૂમિ કેન્દ્રની માહિતી આપી. આ તેમની સ્વભૂમિ કેન્દ્રની પ્રથમ મુલાકાત છે.

જમીન તો મળી પણ ઓછી મળી છે. તાપી જિલ્લો વ્યારા તાલુકો

૩૫ વર્ષની ઉંમરના સુધાબહેન પ્રવિણભાઈ ગામીત ઉમરકચ્છ ગામ. પોતે કેવી રીતે જમીન મેળવી છે તેની વાત કરતા જણાવે છે કે, " વિધવા પેન્શન ની માહિતી મેળવવા આ સંસ્થામા આવ્યા હતા તેમાથી જમીનની વાત નીકળી તો વારસાઈ કેવી રીતે કરાવવી તેની માહિતી મળી. "

તેમને મળેલ માહિતી મુજબ તલાટી પાસે જઈને મૃત્યુનો દાખલો મેળવ્યો. પતિના મૃત્યુ બાદ તેમણે મરણનોંધ જાતે કરાવી હતી. વારસાઈ તો તેમણે કરાવી લીધી પણ ૧૩પ ડીની નોટિસમાં તેમની નણંદે સહી કરી નહી. સુધાબહેન ફરી પાછા સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને બધી રજૂઆત કરી. કેન્દ્ર પરથી પેરાલિગલ કાર્યકરો આ બહેન સાથે તેમના નણંદ અને નણંદોઈને સમજાવવા ગયા. તેમને કહયું કે," આજે નહીં તો કાલે પણ કાયદા મુજબ સહી કરવી પડશે. તો પછી અત્યારે કરો તો વાંધો શું છે?" આ પછી તેમણે સહી પણ કરી નહી. વાંધા અરજી પણ કરી નહી એટલે સુધાબહેનની જમીનમા પાકી નોંધ પડી અને વારસાઈ થઈ ગઈ.

સુધાબહેનનું કહેવું છે કે, સુધાબહેનના નણંદોઈ તેમની સાથે સંબંધ રાખવા ઈચ્છે છે અને તેના કારણે તેમના નણંદોઈ તેમને હેરાન કરે છે. આ બાબતે તેઓ ગામના સરપંચને મળ્યા અને વાત કરી છે. તો સરપંચે સુધાબહેનને કહયું, " તમારે સાચવીને રહેવાનું." આ બાબત જણાવતો સુધાબહેન કહે છે કે, "ગરીબ અને એકલા બહેનોનું કોઈ જ હોતું નથી. કોઈ ટેકો કરતું નથી !”

અત્યાર સુધી જમીન પર કબજો આપતા નહતા, એકલનારીની મીટીંગમા આવું તે સંસ્થાના કાર્યકરે તેમને હિંમતથી જમીન માગવા જણાવ્યું. આ પછી સુધાબહેને જમીનમા ભાગ આપવા કહયું, "મારા છોકરાઓ મોટા થયાં છે, ખાવાનું કરી આપો, મજુરી કરીને કેટલું આગળ વધું? જમીન આપો તો તેમાથી અમે ખેતી કરીને ખાઈ શકીએ " આ પછી નણદે તેમને જમીન વાવવા તો આપી છે પણ સાવ ઓછી આપી છે. "

જમીન તેમને વાવવા આપી છે એટલે હવે આગળના આયોજનમા સ્વભૂમિ કેન્દ્રની મદદથી તેઓ જમીન માપણી કરાવવા ઈચ્છે છે. પેરાલિગલ કાર્યકરો એવું માને છે કે, જો માપણી કરાવીને હદ નિશાન નકકી કરાવીએ તો આપોઆપ કાગળમા ભાગ પડી જાય તો સુધાબહેનને એમના ભાગની જમીન મળી જાય.

સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરો જણાવેછે કે, " આ વિસ્તારમો દારૂ પીનારા અને ખૂની મગજવાળા લોકો વધારે છે. આ લોકોને આપણે વધારે કહીએ અને આપણે નીકળી જઈએ પછી એકલા બહેનને કંઈ નુકશાન કરે એની અમને બિક લાગે છે. એટલે આવા કેસમાં પરિવારના લોકોને બહુ કહી શકાતું નથી એ મોટી ચિંતા છે." એકલા બહેનોને પણ બિક લાગે છે , દિકરીઓને કંઈ નુકશાન થાય તો કયા જાવું એ ડરથી તેઓ વધારે વિરોધ કરી શકતા

જમીન તો મળી પણ ઓછી મળી છે....... તાપી જિલ્લો વ્યારા તાલુકો

૩૫ વર્ષની ઉંમરના સુધાબહેન પ્રવિણભાઈ ગામીત ઉમરકચ્છ ગામ. પોતે કેવી રીતે જમીન મેળવી છે તેની વાત કરતા જણાવે છે કે, " વિધવા પેન્શન ની માહિતી મેળવવા આ સંસ્થામા આવ્યા હતા તેમાથી જમીનની વાત નીકળી તો વારસાઈ કેવી રીતે કરાવવી તેની માહિતી મળી. "

તેમને મળેલ માહિતી મુજબ તલાટી પાસે જઈને મૃત્યુનો દાખલો મેળવ્યો. પતિના મૃત્યુ બાદ તેમણે મરણનોંધ જાતે કરાવી હતી. વારસાઈ તો તેમણે કરાવી લીધી પણ ૧૩પ ડીની નોટિસમાં તેમની નણંદે સહી કરી નહી. સુધાબહેન ફરી પાછા સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને બધી રજૂઆત કરી. કેન્દ્ર પરથી પેરાલિગલ કાર્યકરો આ બહેન સાથે તેમના નણંદ અને નણંદોઈને સમજાવવા ગયા. તેમને કહયું કે," આજે નહીં તો કાલે પણ કાયદા મુજબ સહી કરવી પડશે. તો પછી અત્યારે કરો તો વાંધો શું છે?" આ પછી તેમણે સહી પણ કરી નહી. વાંધા અરજી પણ કરી નહી એટલે સુધાબહેનની જમીનમા પાકી નોંધ પડી અને વારસાઈ થઈ ગઈ.

સુધાબહેનનું કહેવું છે કે, સુધાબહેનના નણંદોઈ તેમની સાથે સંબંધ રાખવા ઈચ્છે છે અને તેના કારણે તેમના નણંદોઈ તેમને હેરાન કરે છે. આ બાબતે તેઓ ગામના સરપંચને મળ્યા અને વાત કરી છે. તો સરપંચે સુધાબહેનને કહયું, " તમારે સાચવીને રહેવાનું." આ બાબત જણાવતો સુધાબહેન કહે છે કે, "ગરીબ અને એકલા બહેનોનું કોઈ જ હોતું નથી. કોઈ ટેકો કરતું નથી !”

અત્યાર સુધી જમીન પર કબજો આપતા નહતા, એકલનારીની મીટીંગમા આવું તે સંસ્થાના કાર્યકરે તેમને હિંમતથી જમીન માગવા જણાવ્યું. આ પછી સુધાબહેને જમીનમા ભાગ આપવા કહયું, "મારા છોકરાઓ મોટા થયાં છે, ખાવાનું કરી આપો, મજુરી કરીને કેટલું આગળ વધું? જમીન આપો તો તેમાથી અમે ખેતી કરીને ખાઈ શકીએ " આ પછી નણદે તેમને જમીન વાવવા તો આપી છે પણ સાવ ઓછી આપી છે. "

જમીન તેમને વાવવા આપી છે એટલે હવે આગળના આયોજનમા સ્વભૂમિ કેન્દ્રની મદદથી તેઓ જમીન માપણી કરાવવા ઈચ્છે છે. પેરાલિગલ કાર્યકરો એવું માને છે કે, જો માપણી કરાવીને હદ નિશાન નકકી કરાવીએ તો આપોઆપ કાગળમા ભાગ પડી જાય તો સુધાબહેનને એમના ભાગની જમીન મળી જાય.

સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરો જણાવેછે કે, " આ વિસ્તારમો દારૂ પીનારા અને ખૂની મગજવાળા લોકો વધારે છે. આ લોકોને આપણે વધારે કહીએ અને આપણે નીકળી જઈએ પછી એકલા બહેનને કંઈ નુકશાન કરે એની અમને બિક લાગે છે. એટલે આવા કેસમાં પરિવારના લોકોને બહુ કહી શકાતું નથી એ મોટી ચિંતા છે." એકલા બહેનોને પણ બિક લાગે છે , દિકરીઓને કંઈ નુકશાન થાય તો કયા જાવું એ ડરથી તેઓ વધારે વિરોધ કરી શકતા

ઉમાબહેનનું આજીવિકાનું એકમાત્ર સાધન આ વર્ષે ઝુંટવાઈ ગયું ...! !

ઉમાબહેન કિશનભાઈ ચાધરી – ઉખલધાર સોનગઢ તાલુકો તાપી જિલ્લો વ્યારા તાલુકો

ઉમાબહેનના લગન પછી એક દિકરી જન્મી. દિકરીના જન્મના ૧૦ દિવસ પછી ઉમાબહેનને અલગ રહેવા માટે કહયું. ઉમાબહેન અને તેમના પતિને અલગ આજીવિકા મેળવવા માટે ખેતરમાથી ર કયારી જેટલી જમીન કાઢી આપી. આમાથી આ પરીવાર તેમનો ગુજારો કરતો હતો.

પરીવારમો જે જમીન હતી તે જમીન સસરાના મૃત્યુ પછી કાકાજી સસરા વાવતા હતા. આ કાકાજીસસરા ઘર જમાઈ તરીકે બીજે ગયા એટલે આ જમીન દિયરે વાવવાનું શરૂ કર્યું. અત્યાર સુધી પતિના મૃત્યુ થયા પછી ર૦ વર્ષથી ઉમાબહેન તેમને મળેલી ર કયારીમા કામ કરીને ગુજારો કરતા હતા. આ વર્ષે એમના દિયરે ઉમાબહેન પાસેથી આ ર કયારી પણ લઈ લીધી ! એ લોકોએ ઉમાબહેનથી છૂપાવીને વારસાઈ કરાવી લીધી અને એમો

ઉમાબહેનના પતિનું નામ છુપાવ્યું !

ઉમા બહેન એકસનારી શકિત સંગઠનના સભ્ય છે. તેમને સ્વભૂમિ કેન્દ્રની માહિતી ગામમાથી કોઈ બહેન પાસેથી મળી. તેઓ સ્વભૂમિ કેન્દ્રમા આવ્યા. પેરાલિગલલ કાર્યકરોએ આ પ્રકરણમા કેવી રીતે વારસાઈ થઈ તેની માહિતી મેળવી તો જાણવા મળ્યું કે, ઉમાબહેનના સાસુએ કિશનભાઈ (ઉમાબહેનના પતિ ) જેઠાભાઈ (શાન્તાબહેનના પતિ )થી થયેલ દિકરો નથી, તે અગાઉના પતિથી થયેલ દિકરો છે તે બાબતનું સોગંદનામું કર્યું છે. ઉમાબહેનનું કહેવું છે કે, શાન્તાબહેન (સાસુ) તેમના દિયરના ડરના કારણે તેમને સાથ આપે છે.

ઉમાબહેન પાસે પતિના જન્મનો, શાળાનો દાખલો છે તેમ તો જેઠાભાઈનું જ નામ બોલે છે. હવે આ કેસ સ્વભૂમિ કેન્દ્રની મદદથી પ્રોત અધિકારીની કચેરીમો દાખલ કરવામાં આવ્યો છે. એક સુનાવણી થઈ છે જેમા દિયર અને સાસુ હાજર રહયા છે અને સાસુ એ જ વાત કરી છે જે સોગંદનામામો કરી છે. આ વર્ષે ઉમાબહેન આજીવિકા રળી શકે તેવી કોઈ જ વ્યવસ્થા નથી. ઉમાબહેન કહે છે , “ મેં લગ્ન કર્યો ત્યારે આવી કોઈ વાત કરી ન હતી તો મને શું ખબર હોય ? મારી પાસે જે પુરાવા છે તેમા તો કિશાનભાઈની પાછળ જેઠાભાઈનું નામ છે. " હવે પેરાલિગલ કાર્યકરો આ કેસમાં બીજી સુનાવણીની રાહ જોવે છે.

વારસાઈ કરાવવાની ખબર ન હતી અંતે, વારસાઈ થઈ.

વન્તીબહેન માવજીભાઈ ગામીત – બેડચીત તાપી જિલ્લો વ્યારા તાલુકો

વન્તીબહેન વર્ષો પહેલો પિયરમા જ રહે છે. એ ત્રણ દિકરીઓ છે પરીવારમો દિકરો નથી આથી પિતાના મૃત્યુ પછી રપ વર્ષથી જમીનની વારસાઈ બાકી હતી. સ્વભૂમિ કેન્દ્ર દ્વારા વન્તીબહેનના મોટાબહેનના વિધવા પેન્શનની પ્રક્રિયા કરી હતી. તેમણે વન્તીબહેનને વિધવા પેન્શન માટે મદદ મેળવવા માટે સ્વભૂમિ કેન્દ્રની ઓફિસે જવાની માહિતી આપી. પેરાલિગલ કાર્યકરોએ એમની સાથે વાતચીત દરમ્યાન ખેતીની જમીનમાં તેમની જમીનની વારસાઈ થઈ છે કે કેમ ? એ પૂછતા, જાણવા મળ્યું કે, વારસાઈ બાકી છે. આ અગાઉ વનતીબહેને વારસાઈ કરાવવા માટે સરપંચને વાત કરી હતી પણ તેમણે કંઈ માહિતી આપી ન હતી. વસ્તીબહેનની એક દિકરી પણ વિધવા છે અને મા પાસે રહે છે તેણે આ વારસાઈ કરાવવામાં મદદ કરી. પેરાલિગલ કાર્યકરોએ વારસાઈની તમામ પ્રક્રિયામો સાથે રહયા. દાદાના મરણનો દાખલો ન હતો. એફિડેવિટ કરીને સોગંદનામું, પેઢીઆાંબો તૈયાર કર્યો. આમ, સ્વભૂમિ કેન્દ્ર પરથી જ પ્રકરણ તૈયાર કરીને તાલુકામા આપ્યું.

આ રીતે વર્ષોની બાકી રહેલી વારસાઈમા દિકરીઓના હકક દાખલ કરવામાં આવ્યા. આ પછી પેરાલિગલ કાર્યકરોએ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત વસ્તીબહેનનું ર૦૦૦૦ રૂ.ની સહાય અને વિધવા પેન્શન ચાલુ કરાવ્યું છે. આ મંજુરી મળતા, તાજેતરમા વન્તીબહેનની દિકરીના વિધવા પેન્શનની પ્રક્રિયા ચાલુ કરી છે. વન્તીબહેન અને તેમની દિકરી ખેતી સંભાળી રહયા છે.

છેતરપીંડીથી મા અને દિકરીઓનો હકક ઉઠાવી લીધો !

તારાબહેન જગાભાઈ ચોધરી ગામ - કસવાવ, પિયર –મૂડત મહુવા તાલુકો તાપી જિલ્લો

પિતા અને કાકાએ જમીન હપ્તા ભરીને જમીન વેચાતી લીધી હતી. પિતાનું મૃત્યુ થયાને ૩૦ વર્ષ થયા છે. પિતાના મૃત્યુ બાદ મા એ ર વર્ષ જમીન વાવી.એ પછી કાકાના દિકરાઓએ માતાને મારીને કાઢી મૂકયા. વર્ષોથી મા પિયરમાં રહે છે. થોડો સમય મામાના ઘરે રહયા. એ પછી અલગથી રહી મજુરી કરીને બાળકોને ( બે દિકરી) ઉછેર્યો.

તારાબહેન દિકરી તરીકે મા ને જમીનમા અધિકાર અપાવવા વકિલ રોકીને જમીન મેળવવા માટે કેસ કર્યો છે. આ કેસમા કોર્ટ દ્વારા હુકમ મળ્યો છે. તેમ જણાવેલ છે કે, ર૩/પ/૨૦૧૨ ના હુકમમાં ૩૦૫પની નોંધથી તારાબહેનની મા અને બે દિકરીઓએ પોતાનો હકક ઉઠાવી લીધો છે આ બાબત ઠરાવીને આ જમીન પર કાકાના દિકરાએ વારસાઈ કરાવીને પોતાના નામે જમીન કરાવી દીધી છે તેમ તેમના દસ્તાવેજો દર્શાવે છે ! દસ્તાવેજોના આધારે કોર્ટ દ્વારા હવે આ જમીન પર તારાબહેન કે તેમની દિકરીઓને હકક મળવાપાત્ર નથી તેમ દર્શાવ્યું છે. તારાબહેનનું કહેવું છે કે, " અમે કોઈએ કોઈ કાગળ પર સહી કરી જ નથી તો હકક ઉઠાવવાનો સવાલ આવતો જ નથી !” હાલ તારા બહેનની મા તેમની સાથે જ રહે છે. આ જમીનનો કબજો અત્યારે પણ કાકાના દિકરા પાસે છે.

તારા બહેનને સ્વભૂમિ કેન્દ્ર અંગે માહિતી મળતા, આ બહેન તેમના હુકમના કાગળો લઈને સ્વભુમિ કેન્દ્ર પર આવ્યા છે. (ઓગષ્ટ, ૨૦૧૫ના રોજ આ લખાણ થયું તે જ દિવસે બહેન આવ્યા છે તેથી આ કેસમાં આગળનું આયોજન થયું નથી. )

' મેં મારા પરીવાર ની વારસાઈ કરાવી અને હવે બીજા બહેનોને પણ માહિતી આપું છું. '

રશિમ અમરસિંગભાઈ ચાધરી મહુવા તા. ગામ મહુવરિયા

રશિમ બહેનના પતિના મૃત્યુ થયાને ર વર્ષ થયા છે. સંસ્થા દ્વારા એકલનારી શકિત સંગઠનની મીટીંગમા અમદાવાદ ગયા ત્યા મહિલાઓના નામે કેવી રીતે જમીન થાય, વારસાઈ કેવી રીતે કરાવવી, વારસાઈનું શું મહત્વ છે તે બાબતે મહિલા અને જમીન માલિકી નેટવર્ક તરફથી ચર્ચા કરવામા આવી હતી. ત્યાંથી રશિમ બહેને નકકી કર્યું કે જમીનની વારસાઈ કરાવી લેવી.

ઘરે આવીને રશિમબહેને જેઠને વારસાઈ કરાવવાની વાત કરી. જેઠે કહયું કે, " મા હયાત છે તો વારસાઈની જરૂર નથી પછી વારસાઈ કરાવીશું.” પરંતુ રશિમબહેને તો નકકી કરી લીધું હતું ! તેઓ મહુવા પંચાયતમા ગયા અને જમીનનો ૭/૧ર અને ૮અ- દાખલા કઢાવ્યા. આ દાખલામો સસરાનું નામ બોલતું હતું. હવે પંચાયતના પટ્ટાવાળા દ્વારા તલાટીની મદદથી પેઢીનામું, પંચકયાસ, સોગંદનામું કરાવ્યું અને પ્રકરણ તૈયાર કરીને તાલુકામા આપ્યું. તલાટીએ તાલુકામા આપ્યું. આ બાબતનો મોબાઈલમો મેસેજ આવ્યો એટલે બહેનને ખબર પડી કે કાચીનોંધ પડી ગઈ છે. આ પછી ૧૩૫ ડી નોટિસ મળી ગઈ છે. મારી સાથે જેઠનું કામ પણ થઈ ગયું તેથી તેઓએ સહી પણ કરી દીધી. આમ, મારી જાતે જ વારસાઈ કરાવી લીધી. "

આ પછી રશિમ બહેને ગામના બીજા બહેનને પણ વારસાઈ કરાવવા માહિતી આપે છે અને મદદરૂપ બને છે. 30. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના કમતીબહેને દિકરી તરીકે હકક મેળવ્યો ! ’

કમતીબહેનના પિતાનું સંજોઈ ગામમાં મૃત્યુ થયા પછી તેમના પરીવારમો બીજું તો કોઈ હતું નહીં. કમતીબહેન તેમના સાસરે પાવ ગામમાં રહે. હવે પિતાની જમીન તેમના કાકાના દિકરાએ એક વર્ષ વાવી. તેમના ઘરમો ટેકામા મૂકેલા લાકડા કાઢી લઈ ઘર પણ ઉઘાડું કરી દીધું. કમતીબહેન કાકાના દિકરાને કંઈ કહી શકે નહીં. પાવ ગામમા

ઉત્થાન સંસ્થા અને વનિતા સંગઠન દ્વારા” વારસાઈ જાગૃતિની ઝુંબેશ ” દરમ્યાન મહિલાઓને કઈ કઈ રીતે જમીનમા હકક મળે તેની વાત કરવામા આવી. કમતી બહેનને દિકરી તરીકે પોતાની પિતાની જમીનમા ભાગ મળે તેની જાણ થઈ. તેમણે સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરોને મદદ કરવા જણાવ્યું.

વનિતા સંગઠનના આગેવાન કાર્યકરને સાથે લઈને તેઓ સંજોઈ ગામમા ગયા. સાસરાપક્ષ અને પિયર પક્ષના આગેવાનોને ભેગા કરી દિકરીને પિતાની જમીનમા હકક આપવાની વાત કરી. કાકાના દિકરાએ પેરાલિગલને કહયું, "તમે આ બધું શું કામ શીખવાડો છો?" આગેવાને જણાવ્યું કે," અમે શીખવાડતા નથી પણ તેનો તેના પિતાની જમીનમા હકક છે તેથી તમારે આજે નહી તો કાલે પણ જમીન આપવી તો પડશે જ એટલે આ કાયદામો પડવા કરતા તેના હકકનું તેને આપી દો એમ સમજાવવા અમે આવ્યા છીએ." પંચે તે વાતને માન્ય કરી. તલાટી પાસેથી પિતાના મૃત્યુનો દાખલો મેળવ્યો. સોગંદનામું કરાવ્યું . ત્રણ મહિનામા પાકી નોંધ થઈ ગઈ.

આ વર્ષ કમતીબહેનના એક દિકરાએ આ જમીનમાં મકાઈ,ડાગર અને તુવેર વાવી છે. તૂટેલું ઘર બાંધી રહયા છે અને તે દિકરાનું કુટુંબ ત્યાં જ રહે છે.

” ઉત્થાન સંસ્થા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામા આદિવાસી મહિલાઓના ઉત્થાન માટે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. વોટરશેડ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારમો જમીન સુધારણા, સિંચાઈના સ્ત્રોત વધારવા, મહિલાઓ સાથે આજીવિકા, મહિલાઓ સાથે થતી હિંસા અટકાવવા , મહિલાઓના જમીન અધિકાર માટે જાગૃત કરવા માટેના કાર્યક્રમો દ્વારા આ વિસ્તારમો મહિલાઓના વિકાસનું કામ કરે છે. તેમના આ પ્રયાસો દ્વારા વનિતા મહિલા સંગઠન રૂપે મહિલાઓ સંગઠિત થઈને વિસ્તારમો વિકાસની પ્રક્રિયામા ભાગીદાર બની રહી છે. આ સંગઠને, ઉત્થાન સંસ્થા અને મહિલા અને જમીન માલિકી નેટવર્કના સંયુકત ઉપક્રમે ધાનપુર તાલુકામા જાન્યુઆરી ૨૦૧૪મો સ્વભૂમિ કેન્દ્રની શરૂઆત કરી છે જેના દ્વારા મહિલાઓના જમીન અધિકારો, મહિલાઓની કૃષિ યોજનાઓ તેમજ અન્ય સામાજિક સુરક્ષાઓ સુધીની પહોંચ વધારવા માટે કામ કરે છે.

* જાન્યુઆરી ૨૦૧૪ મી જયારે સ્વભૂમિ : મહિલા અને જમીન માલિકી અને મહિલા કિસાન માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું તે સમયે લોકોને કેન્દ્રની જાણ થાય, સ્વભૂમિ પર થી શું કામગીરી થશે તેની જાણ થાય તે માટે ગામોમા પ્રચાર-પ્રસાર કરવામા આવ્યો હતો. મહિલાઓ સાથે મહિલા ગ્રામસભા કરવામા આવી હતી અને તે દરમ્યન મહિલાઓને જમીન માલિકી વિશે સમજ આપવામા આવી હતી. વારસાઈ માં વિધવા મહિલાઓ અને દિકરીઓના હકક દાખલ કરવાના કાયદાની સમજ આપવામા આવી હતી અને જેઓને મદદ અને માર્ગદર્શનની જરૂર હોય તે સ્વભૂમિ કેન્દ્ર પર આવવાની જાણ કરવામા આવી હતી

વર્ષો બાદ બંને પત્નીની વારસાઈ થઈ ! દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માડવ ગામ

ઈતરીયાભાઈ સાથે સમુડીનીબહેન પાસુડીના લગ્ન થયા હતા. પાસુડીબહેને પાંચ દિકરીને જન્મ આપ્યો. તેથી વંશ ચલાવવા માટે દિકરાની આશાએ પાસુડીબહેનની બહેન સમુડીબહેન સાથે લગ્ન કર્યો ! સમુડીબહેને લગ્ન પછી એક દિકરાને જન્મ આપ્યો. આ પછી પાંસુડીબહેને એક દિકરાને જન્મ આપ્યો. આમ, બંને પત્નીના પાચ દિકરીઓ અને બે દિકરાઓ તેમજ બે પત્ની ના પરીવાર સાથે ઈતરીયા ભાઈ તેમના ભાગની જમીનમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. સમય જતા ઈતરીયાભાઈ મૃત્યુ પામ્યા. આ પછી આ બે માથી એકેય બહેનને જમીનની વારસાઈ કરાવવી જોઈએ તેવી કોઈ જાણ હતી નહીં. આથી, પતિના મૃત્યુ પછી વારસાઈ કરાવી ન હતી.

સ્વભૂમિ કેન્દ્રના પ્રચાર-પ્રસાર દરમ્યાન વારસાઈ ઝુંબેશ કરવામા આવી આ દરમ્યાન પાસુડીબહેનને વારસાઈ કરાવવાનું મહત્વ સમજાયું. તેઓ વારસાઈ કેવી રીતે કરાવવી તેની માહિતી લેવા માટે દિકરા સાથે સ્વભૂમિ કેન્દ્ર

પર આવ્યા. દિકરાએ એ પછી વારસાઈ કરાવી. આ વારસાઈમ બંને પત્ની અને બંને પત્નીના સંતાનોના" હકક દાખલ કરવામા આવ્યા છે. આ પરીવાર આજે સંયુકત રીતે રહે છે અને જમીન વાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સીધીલીટીના વારસદાર તરીકે વિધવા મહિલાનું નામ પહેલા આવે- પેરાલિગલ કાર્યકર

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માડવ ગામમાં વારસાઈ ઝુંબેશ દરમ્યાન ગામમાં ફળિયે ફળિયે પેરાલિગલ કાર્યકરો અને વનિતા મહિલા સંગઠનના કાર્યકરો મીટીંગ કરતા અને સ્વભૂમિ કેન્દ્રની માહિતી આપતા હતા. તેમજ વારસાઈ શા માટે કરાવવી જોઈએ , તે માટે કેવી રીતે પેરાલિગલ કાર્યકરો મદદ કરે છે તેની વાત કરતા હતા. આ દરમ્યાન વિધવા રમતી બહેનની વારસાઈ થઈ નથી તેવું જાણમાં આવતા , પેરાલિગલ કાર્યકરો રમતીબહેનને મળ્યા અને વારસાઈ કરાવવા માટે કંઈ મુશ્કેલી હોય તો સ્વભૂમિ કેન્દ્ર પર આવવા જણાવ્યું. આ પછી એક અઠવાડિયા પછી બહેન, તેમનો દિકરો અને દિયર સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા. અહીથી તેમને વારસાઈની તમામ પ્રક્રિયાની માહિતી આપી તેમજ કઈ રીતે કરાવવી તેની માહિતી આપી. પંચકયાસ સમયે ગામના આગેવાનો બેઠા તેમનું કહેવું હતું કે, " રમતીબહેનના દિકરો મોટો થઈ ગયો છે તો તેના નામે વારસાઈ કરો." આ સમયે વનિતા સંગઠનના સક્રિય આગેવાન મંગુબહેને કહયું કે, " રમતી બહેન સીધી લીટીના વારસદાર તરીકે પહેલો આવે, વિધવા વારસાઈ કરવાની છે.” એ પછી તેમના સંતાનોના નામ આવે. “ આ પછી પેઢીઓાબો બનાવ્યો અને પંચ કયાસમા ગામ આગેવાનોએ સહી કરી. આમ વિધવા મહિલાનું નામ જમીનમાં દાખલ કરાવ્યું.

“ આદિવાસી સમાજમો એકથી વધુ પત્નીની સ્વીકૃતિ છે. આ તેમની પ્રણાલી રહી છે. પુરૂષ એકથી વધુ પત્ની સાથે લગ્ન કરી શકે છે . સંપત્તિના વારસદાર તરીકે એકથી વધુ પત્ની અને તેના સંતાનો ને ગણવામાં આવે છે. આથી વારસાઈની પ્રક્રિયામા હિંદુ વારસાઈ ધારા પ્રમાણે વારસાઈ થાય છે ત્યારે તેમા તમામ પત્ની અને તેના સંતાનોના હકકનો સમાવેશ કરવામાં આવે છે.

” ગુજરાત સરકારે ગતિશીલ ગુજરાત અંતર્ગત રાજય સ્તરે વારસાઈ ઝુંબેશ જાહેર કરી હતી જેમા ગામ સ્તરે ખેત જમીન ધારકના મૃત્યુ પછી બાકી રહી ગયેલી

વારસાઈઓ ૯૦ દિવસમાં પૂર્ણ કરવાની મહત્વની કામગીરી હાથ ધરી હતી. આ સરકારી વારસાઈની ઝુંબેશ દરમ્યાન સ્વભૂમિ કેન્દ્ર દ્વારા વારસાઈની પ્રક્રિયા દરમ્યાન ગામસ્તરે પંચકયાસ કરવામાં આવે છે, પેઢીઓાંબો બનાવવામા દરમ્યાન પેરાલિગલ કાર્યકરો અથવા સંગઠનના આગેવાનો હાજર રહયા છે અને વિધવા મહિલાઓ અને દિકરીઓના નામ પેઢીઆાંબામા આવી જાય તેની ચોકસાઈ રાખી છે, જે પરીવાર દિકરીઓના નામ રાખવા ઈચ્છતા ના હોય તેમને કાયદાની જોગવાઈની માહિતી આપીને સમજાવવાની મહત્વની ભૂમિકા અદા કરી છે.

દીકરી તરીકે જમીનમાં હક્ક તો મેળવ્યા

ધાનપુર તાલુકામાં અગાસવાણી ગામના સંગીતાબહેન પોતે અને એક બીજી એમ બે બહેનો છે. કોઈ ભાઈ નથી. તેમના માતા -પિતાના મૃત્યુ પછી નાની બહેન કાકાના ત્યા રહીને ભણે છે. કાકા બહેનને રાખે છે અને સંગીતાબહેનના પિતાની જમીન પણ ખેડે છે. પહેલો સંગીતા બહેન પિતાના મૃત્યુ પછી માતાને જમીન ખેડવામા મદદ કરતા હતા. માતાના મૃત્યુ પછી કાકાએ તેમને ત્યાથી નીકળી જવાનું કહેતા, સંગીતાબહેન અગાસવાણીમા રહેવા ગયા હતા.

સંગીતાબહેનને દિકરી તરીકે જમીનમા હકક મળે તેની ખબર જ ન હતી. સ્વભૂમિ કેન્દ્ર દ્વારા ગામમા ઝુંબેશ દરમ્યાન સંગીતાબહેનને આ બાબતની જાણ થઈ. તેઓએ સ્વભૂમિ કેન્દ્રની મુલાકાત લીધી અને કેવી રીતે વારસાઈ કરાવવી તેની માહિતી મેળવી. ગામમાં જઈને તલાટીને મળવા ગયા પણ તલાટી મળ્યા નહી. મામલતદાર ઓફિસ જઈને જમીનના દસ્તાવેજની નકલ કઢાવી, વારસાઈનું ફોર્મ મેળવ્યું. જેમ જેમ માહિતી મળી તેમ તેમ દસ્તાવેજ ભેગા કર્યો. હવે કાકા પાસે જઈને સહી કરાવવાની બાકી હતી. સંગીતાબહેન કાકા પાસે ગયા અને જમીનમાં નામ દાખલ કરવા વારસાઈ કરાવવાની વાત કરી. તેમના કાકા એ કહયું, "તારી નાની બહેન અહીં રહે છે, તેને ભણાવવાનો ખર્ચ થાય, અમે તેને પરણાવી દઈશું, બધી જવાબદારી અમારે જ ઉપાડવાની હોય તો તારે જમીનમાં નામ રાખીને શું કામ છે ? "

સંગીતાબહેને કહયું , "જમીનમા વારસાઈ તો કરાવી દઈએ ? જમીન તમે ખેડજો." આ પછી કાકા વારસાઈ કરાવવા તૈયાર થયા. વારસાઈ તો થઈ ગઈ બંને બહેનોનું નામ પણ આવી ગયું છે. સંગીતાબહેન આજેય જમીન ખેડવા ઈચ્છે છે પરંતુ આ જમીન પર પોતાનો અધિકાર મેળવી શકતા નથી !

વારસાઈ તો થઈ ગઈ છે પણ મારૂં નામ કેમ આવતું નથી ??? - શાન્તાબહેન

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામમાં રહેતા શાન્તાબહેનના પતિ ધિરસીંગભાઈના મા-બાપ નાની ઉમરમો મૃત્યુ પામ્યા પછી ધિરસીંગભાઈના ફોઈએ ધિરસીંગભાઈ અને તેમના ભાઈ બહેનને ઉછેરીને મોટા કર્યો. ૭ વર્ષ પહેલો, ધિરસીંગભાઈના મૃત્યુ પછી શાન્તાબહેને વારસાઈ કરાવવા પેઢીઓાબો કર્યો. આ સમયે ફેબા સહિત બધાના નામ નંખાવીને વારસાઈ કરાવવા આપી તે સમયે 5૦૦૦ રૂા. ખર્ચ કર્યો.

શાન્તાબહેન જણાવે છે કે, " સરકારી યોજનાઓ મેળવવા સમયે ૭/૧૨ની નકલ કઢાવીએ એમા સસરા અને પતિનું નામ આવે પણ શાન્તાબહેનનું નામ આવે નહી એટલે યોજનાનો લાભ તો મળે જ નહી." શાન્તા બહેન જયારે તલાટીને પૂછે ત્યારે તેમને એમ જ કહે કે ,'વારસાઈ થઈ ગઈ છે,' શાન્તાબહેનને કંઈ સમજાય નહી ! સ્વભૂમિ કેન્દ્ર દ્વારા ગામમાં જાગૃતિ મીટીંગમાં શાન્તાબહેન ગયા ત્યારે તે મીટીંગમાં તેમને ખબર પડી કે , જયો સુધી નામ ના આવ્યા હોય ત્યા સુધી વારસાઈ થઈ નથી. શાન્તાબહેને ઘરે જઈને તેમના દિકરાને વાત કરી. તેઓ સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને નકલ કઢાવીને જોયું તો વારસાઈ થઈ જ ન હતી ! સ્વભૂમિ કેન્દ્ર દ્વારા ફરીવાર બધી જ કાર્યવાહી કરી. પતિના મૃત્યુનો દાખલો કઢાવ્યો. પ્રકરણ ઇ-ધરામો જમા કરાવ્યું અને જમા કરાવ્યાની રસીદ મેળવી. ૧૩પ

ડીની નોટિસ આવી તે ૩૦ દિવસમા સહી કરીને પાછી જમા કરાવી. અંતે, ૯૦ દિવસમા પાકી નોંધ પડી અને શાન્તા બહેન અને તેમના વારસદારોના નામ જમીનના દસ્તાવેજમાં દાખલ થયા!

આ પછી શાન્તા બહેનનો આત્મ વિશવાસ વધ્યો છે. શાન્તાબહેનના ખેતરની બાજુમા ખેડૂત માલિકે શાન્તાબહેનની જમીન પર દબાણ કર્યું છે. થોડી થોડી કરીને અર્ધા વીધો જેટલી જમીન પર દબાણ કરીને વાવે છે. શાન્તા બહેન હવે પોતાની જમીનની માપણી કરાવી હદ, નિશાન કરાવવા ઈચ્છે છે આ માટે તેઓએ સ્વભૂમિ કેન્દ્રની મદદથી અરજી કરાવવાનું વિચાર્યું છે.

35. પોતાની હયાતિમા દિકરીનો દાખલ કરવા સંઘર્ષ કરતા કાળુભાઈ - સંજોઈગામ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સંજોઈ ગામમાં સ્વભૂમિ કેન્દ્ર દ્વારા વારસાઈ ઝુંબેશ દરમ્યાન પેરાલિગલ કાર્યકરોએ દિકરીને જમીનમો હકક આપવા તેમજ દસ્તાવેજમો દિકરી નો હકક દાખલ થાય પછી હકક ઉઠાવી લેવા દિકરીઓ ઉપર કેવા દબાણ કરવામાં આવે છે તેના અનુભવની વાત કરી હતી.

આ સમયે કાળુભાઈ હાજર હતા. પેરાલિગલ કાર્યકરોની આ બાબતોથી પ્રેરીત થઈને કાળુભાઈ પોતાની હયાતિમા દિકરીનો હકક દાખલ કરવા ઈચ્છ છે. કાળુભાઈનો તેમના અન્ય ભાઈ સાથે જમીનમા સંયુકત હકક છે. આ ભાઈઓ દિકરીના હકક દાખલ કરવા માટે ઈચ્છક નથી તેથી તેઓએ ના પાડી. પરંતુ કાળુભાઈએ તો પોતાની હયાતીમાં જ દિકરીનો હકક દાખલ કરવાનું નકકી કરી જ લીધું છે! સ્વભૂમિ કેન્દ્ર પર આવીને તેમણે મદદ કરવા કહયું. મામલતદારશ્રી પાસે જઈને આ અંગે સલાહ લીધી. તેમની સલાહ મુજબ ર૦રૂ.ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું, હયાતીમા હકક દાખલ કરવાનું અરજી પત્રક, જવાબ પંચકયાસ, સહમતી પત્રક સાથે પ્રાંતને અરજી કરી છે. ૧૩પ ડીની નોટિસ નીકળશે ત્યારે રેખાબહેનના કાકા અરજી કરશે કે કેમ ? તે પ્રશન છે અત્યારે તો અરજી કરી છે. કાળુભાઈ કહે છે કે," મારા ભાઈઓ ઈચ્છે કે ના ઈચ્છે મારે તો મારી હયાતીમા જ દિકરીનો હકક દાખલ કરવો છે. જેથી કરીને મારા પછી તેને કોઈ મુશ્કેલી ના પડે "!

દિકરી તરીકે જમીનમા હકક મળશે. ખરો.???? .

ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં આજથી ૪૦ વર્ષ પહેલો મકનીબહેનના પિતાના મૃત્યુ પછી મકનીબહેનના ભાઈના નામે વારસાઈ થઈ હતી. આ સમયે મકનીબહેન સગીર વયના હતા. વારસાઈ સમયે ભાઈનું નામ દાખલ થયું હશે અને બહેનોના નામ દાખલ કરવા માટે ત્યારે કોઈ કાયદો હતો નહીં. અપરણીત ભાઈનું મૃત્યુ થયું પછી મગનભાઈની જમીન તેમના ભાઈઓ એટલે મકનીબહેનના કાકા વાવે છે. સ્વભૂમિ કેન્દ્રના પ્રચાર-પ્રસાર દરમ્યાન જાગૃતિ મીટીંગો કરવામા આવતી હતી આ સમયે મકની બહેનને પિતાની જમીનમો દિકરીઓના હકક દાખલ કરવા અંગે માહિતી મળી. આ પછી તેમણે ત્રણેય બહેનોના નામ જમીનમો દાખલ કરવાનું વિચાર્યું. કાકાને વાત કરી તો કાકાએ કહયું કે,” આ જમીન મગનભાઈએ અમારી પાસે ગિરવે રાખી છે એટલે આમ તમારો કોઈ હકક નથી." મકનીબહેન પાછા સ્વભૂમિ કેન્દ્ર પર આવ્યા અને બધી વાત કરી. વિગત તપાસવા માટે ઈ-ધરામાંથી હકક પત્રક– મેળવ્યા તે જોતા, હજુ મકનીબહેનના ભાઈનું નામ જમીનમા છે હવે પેરાલિગલ કાર્યકર અને મકનીબહેન

આ કેસમા સલાહ લેવા માટે મામલતદારશ્રીને મળ્યા. તેમની સલાહ મુજબ વર્ષો પહેલાનો કેસ હોઈ, પ્રાંતમાં અરજી કરવા જણાવ્યું છે.

પાંચ વર્ષની રઝળપાટ પછી જમીનનો અધિકાર મેળવ્યો ! કાન્તાબહેન નાગજીભાઈ ગામેતી પંચાલ ગામ (અરાવલી જિલ્લો, મેઘરજ તાલુકો)

પ૦ વર્ષના કાન્તાબહેને કેટલા સંઘર્ષનો સામનો કરીને જમીનનો ટુકડો મેળવ્યો તેની વાત અહીં કરવામા આવી છે. કાન્તાબહેન વિધવા થયા પછી તેમના જેઠે તેમને કાઢી મૂકયા. નાના સંતાનોને લઈને કોઈ પણ સહારા વગર કાન્તાબહેને પોતાનું ઘર છોડવું પડયું ! આ બાબતમા મદદ કરવા તલાટીને, સરપંચને વાત કરી પણ તેઓથી કોઈ થઈ ના શકયું એટલે ના છૂટકે , તેઓએ પેટ ભરવા બીજો રસ્તો અપનાવવો પડયો ! ઘર અને જીવન નિર્વાહ માટે જમીન હોવા છતા, શાકભાજીની લારી કાઢીને રોડ પર રહયા એ રીતે ગુજારો કરતા રહયા !

પ વર્ષ પછી સંસ્થાના કાર્યકરો દ્વારા સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકર સાથે સંપર્ક થયો. સ્વભૂમિ કેન્દ્રના પેરાલિગલ કાર્યકરોએ પંચાયતમા અને તલાટી સાથે વાત કરી. ગ્રામસભામાં જેઠને બોલાવ્યા. થોડી બોલાચાલી થઈ. અંતે, પેરાલિગલ કાર્યકરોએ કહયું, "જો તમે વારસાઈ કરીને કાન્તાબહેનને હકક આપવા માગતા ના હોય તો તેમને લખી આપો કે, નાગજીભાઈ નામનો કોઈ ભાઈ નથી પછી આગળની કાર્યવાહી કરીશું.” આ પછી જેઠ વારસાઈ કરાવવા તૈયાર થયા. આમ, પ વર્ષ જમીન વાવવા મળી. આ પછી જમીનના અલગ ભાગલા પડયા.

વારસાઈની પ્રક્રિયા ચાલતી હતી તે દરમ્યાન કાન્તાબહેન ઘણી વખત પેરાલિગલ કાર્યકરને ત્યા રહે અને એમ પેરાલિગલ કાર્યકરે કાન્તાબહેનને જમીન મેળવવા સંઘર્ષ કરવા હિંમત આપી હતી. જયારે કાન્તાબહેનને પોતાના ખેતરમો વાવવાનું થયું ત્યારે પ્રથમ વર્ષે વાવવા માટે બિયારણ ન હતું તે પેરાલિગલ કાર્યકરે જ તેમને મકાઈ વાવવા આપી હતી અને એ રીતે મદદ કરી હતી અને તેનાથી કાન્તાબહેનને પોતાના ખેતરમો કામ કરાવવાની શરૂઆત કરાવી હતી. આ વર્ષે એ જ મકાઈને ફરી વાવી છે એ ઉપરાંત , અડદ, મગ, તલ વાવ્યા છે.

કાન્તાબહેન કેવી રીતે ઘરનો વહિવટ ચલાવે છે તેની વાત કરતા કહે છે કે," જયારે જરૂર પડે ત્યારે જે ઘરમો અનાજ પડયું હોય તે જે ભાવે હોય તે ભાવે વેચીને જરૂરીઆત પૂરી કરે છે. લાઈટબિલ ભરવા માટે હમણા ર૦ રૂ.ના મણના ભાવે ઘઉં વેચીને બિલ ભર્યું હતું. દિકરાના દિકરાનો હાથ ભાગી ગયો તેની સારવાર કરાવવા માટે ર૮૦ના ભાવે ર૦ કીલો મકાઈ વેચી દીધી." જીવનની વાસ્તવિકતા સાથે ચાલનારા કાન્તાબહેન કહે છે, " જયારે જોઈએ ત્યારે ૪OOરૂ.ના ભાવે લાવવી પડે અને વેચીએ ત્યારે ઓછા ભાવે વેચીએ. વેપારી જે ભાવ કહે તે ભાવે આપી દઈએ તો જ વેપારી સાથે સંબંધ જળવાય."

પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કાન્તાબહેન કહે છે , " જમીન ન હતી ત્યારે આટલું આટલું (મુઠ્ઠીભર) ભડકું રાધીને છોકરાઓને ખવડાવ્યું છે. આ જમીન આવી છે તો હવે બધુંય સારૂં છે ! “

જાનથી યે વહાલી જમીનને સાચવી રહેલા પાની બહેન. . . . . . .

પનીબહેન કાળાભાઈ ડામોર – વઈડી ગામ (અરાવલી જિલ્લો, મેઘરજ તાલુકો)

પનીબહેન જંગલ ખાતાના અધિકારીઓના ત્યા વેઠ કરતા હતા. વન અધિકારીઓના કપડા, વાસણ કરે, આ સામે કોઈ નાણાકીય વળતર લેતા ન હતો ! જંગલ જમીનની જગ્યા પર રોપા વાવવાના બદલે વન અધિકારીઓએ ૧૯૪૭ના સાલમાં પનીબહેનને દંડપાવતીના બદલામો જંગલ જમીન આપી અને તેમની પાસે જ એ જમીનનો ભોગવટો રહે તે માટે ઉતારો આપ્યો ! આ ઉતારો પનીબહેન પાસેથી ખોવાઈ ગયો હતો તેથી તે જમીન તેમના નામે કરાવી શકતા ન હતા. આ જમીન પર જેઠે દાવો કર્યો હતો. પનીબહેન જમીન છોડી દે તે માટે કેટલીયે વખત બંદુક લઈને મારવા ગયા હતા. રાત્રે અચાનક મારવા આવે. પની બહેન એક જ જવાબ આપે, " તારે મારી નાખવી હોય તો મારી નોખ હું આ જમીન છોડીને જવાની નથી." પનીબહેનના દિકરાઓ ડરી ગયા છે. આ જમીન છોડીને ગામમાં રહે છે. જેઠ વારંવાર મારવા આવે ત્યારે છોકરાઓ માતાને સાથ આપે નહીં ! જમીન ટેકરા પર છે. ટેકરા પર જીવન બહુ મુશ્કેલ છે. પનીબહેન એકલા આ જમીન પર રહે છે.

પેરાલિગલ કાર્યકરો ગામમા મીટીંગ કરતા હતા અને મહિલાઓના નામે જમીન હોવી જોઈએ તેની વાત કરતા હતા તે સમય દરમ્યાન પનીબહેને મળ્યા ત્યારે આ બધી વાતની જાણ થઈ. જંગલ જમીનના દાવા તૈયાર કરતા સમયે પેરાલિગલ કાર્યકરોએ અને સંસ્થાના કાર્યકરોએ મહેનત કરી. વન અધિકાર સમિતિ પાસે બહેનના દાવાની અરજી કરાવી. ગામલોકોને એ જમીન પર પનીબહેનના દાવાને મંજુર કર્યો. પની બહેન વર્ષોથી આ જમીન વાવતા હતા તે ગામ લોકો જાણતા હતા. અત્યારે પનીબહેનને તેમના નામની સનદ મળી છે !

આ જમીન ૨૦ એકર જેટલી છે. પનીબહેન એકલા વાવી શકતા નથી. આ વર્ષ ૨ એકરમા જમીનમા વાવેતર કર્યું છે. બાકી જમીનમો નીલગીરી, સાગ, બળતણના લાકડા છે. તેઓ માને છે કે, " જંગલ નું ઉત્પાદન વેચીએ તો દંડ થાય અને તે વેચવા માટેની વનવિભાગની પ્રક્રિયા ગુંચવડવાળી છે." તેમને વેચવા માટે કોઈ સાથ-સહકાર આપતુ નથી તેથી તેઓ વેચતા નથી. આજીવિકાનું માધ્યમ સામે હોવા છતા, ગામમા લોકોના ઘરકામ કરીને પેટ પૂરતું કમાય છે!

જમીન ઉચાણમં છે. પોતે એકલા ટેકરી પર રહે છે. પહેલો તો નીચેથી પાણી ખેંચીને ઉપર લઈ જતા હતા. હવે ઉમર થવાના કારણે પાણી ઉપર ચડાવી શકાતું નથી તેથી હમણા દિકરાઓ સાથે ઝઘડીને ઉપર બોર કરાવ્યો !

પાની બહેન કહે છે કે, “અત્યારે પણ જેઠનો દિકરો દર વર્ષે મારી જમીન દબાવે છે. આમ, મારી જમીન પર હદ વધારીને દબાણ કરે છે. જો નીચે રહું તો મારી જમીનનું ધ્યાન ના રહે તેથી એકલી ઉપર રહું છું."

વર્ષોથી ભાગે પડતી જમીનનો કબજો મળે તેની રાહમા છનુબહેન...

છનુબહેન હાજાભાઈ સુવેરા મેઘરજ ( ( અરાવલી જિલ્લો, મેઘરજ તાલુકો)

છનુબહેનના પતિ બારસી ગામમા પરીવારમો સાથે જમીન મંી ખેતી કરી ગુજારો કરતા હતા. છનીબહેનના જેઠને આ ગમતું ન હતું. જેઠ પોતાના ભાઈના ભાગની જમીન ઝુંટવી લેવા ઈચ્છતા હતા. જેઠે છનુબહેનના પતિને તેના પરીવાર સાથે ગામ છોડી જવા ધમકીઓ આપી. હાજાભાઈ માન્યા નહીં એટલે, છનુબહેનને ડાકણ જાહેર કરી. આ બધું છનુ બહેન અને તેમનો પરીવાર સહન કરતો રહયો પણ તેમના જેઠને આટલેથી શાતિ રહી નહીં ! છનીબહેનના પતિ જંગલ તરફથી બળતણના લાકડાનો ભારો લઈને આવતા હતા તેમને લાકડીથી માર મારીને પગ ભાગી નાખ્યો. પત્નીને માર માર્યો. પતિ-પત્નિને એટલી હદ સુધી માર માર્યો કે તેઓને દવાખાનામો દાખલ કરવા પડયા અને ૧.૫ (દોઢ) માસ સુધી દવાખાનામા રહી સારવાર લેવી પડી ! દવાખાનાથી છનુબહેન બધાને લઈને પિયર ગયાં. ત્યા એક માસ રહયા એ પછી મેઘરજ આવ્યા અને તેમની દિકરીએ મજુરી કરીને મા-બાપને સાચવ્યા. આ બિમારી પછી છનુબહેનના પતિ સાજા થયા નહીં. તેમનું મૃત્યુ થયું.

પતિના મૃત્યુ પછી સરપંચ આવીને તેમના ગામ બારસી લઈ ગયા. ત્યાં જઈને જોયું તો, ઘર તેમના જેઠે પાડી દીધું હતું ! પતિની અંતિમ વિધિ (૧રમાની ક્રિયા) તૂટેલા ઘરમા કરી. આ સમયે સરપંચની મદદથી જેઠે વાવીને ખાવા માટે બે જગ્યાએ થઈ ૧૫ એકર જમીન આપી પરંતુ છનુબહેનની ત્યા ઉઘાડા ઘરમાં રહેવાની હિંમત ન હતી . તે મેઘરજ આવી ગયા અને તેમની જમીન તેમને ગામમાં ભાગે વાવવા આપી દીધી. ભાગે આપેલી જમીન તેઓએ ત્રણ વર્ષ વાવી.

આ દરમ્યાન છનુબહેનના જેઠ જે ભાઈ આ જમીન ભાગે વાવતા હતા તેમને વારંવાર પરેશાન કરે અને છની બહેન માટે ગમે તેવા શબ્દો બોલે, ' એ બંને વચ્ચે સંબંધ છે' તેવી વાતો ઉડાવી. હવે આ ભાઈએ ભાગે જમીન વાવવાની ના પાડી દીધી. જેઠે ગામમાં જાહેર કર્યું કે, " જે કોઈ આ જમીન ભાગે વાવશે તેના માટે ખાડો ખોદી રાખ્યો છે (મારી નાંખીશું)."

આ પછી છનુબહેનના માસીની દરમ્યાનગીરીથી ગામમા પંચ ભેગું કર્યું , પોલિસ ખાતામાથી જમાદારને પણ લઈ ગયા. આ બધાએ તેમના જેઠના ઘરે પંચ બેસાડયું, પણ જેઠ 'ટસ ના મસ' ના થયા. છનુબહેનના માસી આ વાત કહેતા સમયે પણ તેમની સાથે હાજર હતા. તેમનું કહેવું હતું કે, " આ બધો ભેગા થયા હતા તેમને પીવાનું પાણી પણ છનુબહેનના જેઠે ના આપ્યું. બીજાના કૂવેથી લાવીને આ બધાને પાણી પિવડાવ્યું હતું. "

પંચ દ્વારા કોઈ ઉકેલ ના આવ્યો. સરપંચ અને જમાદારને લાગ્યું કે, છનુબહેનને તેમના ઘરે મૂકીને જઈએ પણ છનુબહેનના જાનનું જોખમ છે. તેથી તેમણે છનુબહેનને ત્યા રહેવાની ના પાડી અને બધા પરત આવ્યા. આજે પણ તેમની જમીન તેમના જેઠ જ વાવે છે. છનુબહેન પાસે તેમનું ખેતર જમીન હોવા છતાં પણ મેઘરજમાં મજુરી કરે છે !

છનુબહેનની ઈચ્છા છે કે, " આ જમીનનો કબજો તે આપવા માગતા નથી, વાવવા પણ આપતા નથી તો, તે જમીન વેચીને અમને તેના પૈસા આપી દે તો અમારો ગુજારો થઈ શકે અથવા અમે એ પૈસાથી જમીન બીજે કયાંક લઈ શકીએ. ” છનુબહેનના માસી છેલ્લા થોડા સમયથી સ્વભૂમિ કેન્દ્રના સંપર્કમાં આવ્યા છે તેઓ જમીન પર હકક મેળવવા સંઘર્ષ કરતી મહિલાઓને સ્વભૂમિ કેન્દ્ર પર મોકલે છે. તેઓ છનુબહેનને તેમના જમીન અધિકાર મળે તે માટે સ્વભૂમિ કેન્દ્ર પર લાવ્યા છે. પેરાલિગલ કાર્યકરોએ આ કિસ્સામા જિલ્લા મેજીસ્ટેટને મળીને તેમના દ્વારા જમીનનો કબજો અપાવવા અને રક્ષણ અપાવવા અરજી કરવાનું આયોજન કર્યું છે.

લલિતાબહેને પંચાયતની મદદથી જમીનની વારસાઈ કરાવી.

લલિતાબહેન કનુભાઈ તલિયાડ, પહાડિયા ગામ (અરાવલી જિલ્લો, મેઘરજ તાલુકો)

સ્વભૂમિ કેન્દ્ર શરૂ કર્યું તે સમયે પ્રચાર -પ્રસાર કરવા માટે પેરાલિગલ કાર્યકરો પહાડિયા ગામમા ફળિયે ફળિયે મીટીંગ કરીને વારસાઈની જાગૃતિની વાત કરતા હતા તે સમયે પેરાલિગલ કાર્યકરો લલિતાબહેનને મળ્યા. બીજા દિવસે પંચાયતમા જઈને પેરાલિગલ કાર્યકરોએ સરપંચને વાત કરી.

આ પછી મહિલા ગ્રામસભા" થઈ ત્યારે આ બહેને જાહેરમો વાત કરી કે," મારી અને મારા સાસુની વારસાઈ બાકી છે પરંતુ, મારા જેઠ વારસાઈ કરાવતા નથી કે મને વાવવા પણ દેતા નથી. " આ સમયે સભામાં હાજર રહેલ

“ સ્વભૂમિ કેન્દ્રની શરૂઆત કરી ત્યારે કેન્દ્રના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ મીટીંગો રાખવામાં આવી હતી. આ દરમ્યાન સરકાર દવારા ગામ સ્તરે પંચાયત દવારા ગ્રામસભાનું આયોજન કરવામા આવી રહયું હતું. સરકાર દવારા જ મુખ્ય ગ્રામસભા પહેલા મહિલા ગ્રામસભા યોજવી તેનો પરીપત્ર સરકારે જારી કર્યો હતો અને તે તમામ પંચાયત સ્તરે જાણ માટે મોકલવામા આવ્યો હતો. આ પરીપત્રના અનુસંધાનમં જયો સ્વભૂમિ કેન્દ્ર શરૂ કરવામા આવ્યા હતા તે તાલુકાના અમુક ગામોમા મહિલા ગ્રામસભા કરવામા આવી હતી. પેરાલિગલ કાર્યકરો, સંસ્થાના અનુભવી કાર્યકરો અને મહિલા સંગઠનોના આગેવાનોએ હાજર રહી બહેનોએ લલિતાબહેનને સમજાવ્યા. સરપંચે પણ સમજાવ્યા. મીટીંગ પૂરી કરીને સરપંચ અને પેરાલિગલ કાર્યકરો એમના ઘરે ગયા અને સસરાને મળ્યા. આ સમયે તેમના ઘરે વડિલોએ પેરાલિગલ કાર્યકરને ગમે તેવા શબ્દો બોલીને ઘરની બહાર નીકળી જવા કહયું. બાજુમા રહેતા દાદાસસરાના ઘરેથી પથ્થરમારો કર્યો. આ સમયે સરપંચ અને પેરાલિગલ કાર્યકરો નીકળી ગયા.

આ પછી બીજા દિવસે ફરીવાર પેરાલિગલ કાર્યકરો પહાડિયા ગામમા ગયા. સરપંચની મદદથી ગામના આગેવાનોને ભેગા કર્યો. પેઢીનામુ કર્યું. સોગંદનામું કર્યું. ગામના આગેવાનોએ કહયું કે," જો એ સંમતિ ના આપે તો અમે સાક્ષી તરીકે સહી કરીશું. “ બીજા દિવસે ઇ-ધરા તાલુકા ઓફિસે બહેન અને તેમના સાક્ષીને લઈ ગયા અને એ રીતે તેમની વારસાઈ કરાવી.

લલિતાબહેનને ૪ એકર જેટલી જમીન વાવવા આપી છે. આ પછી તેમની આઈ. કિસાન તરીકે નોંધણી થઈ છે. સરકારની કૃષિ યોજના અંતર્ગત તેમને તાડપત્રી, એરંડા, ખાતર અને બિયારણની કીટનો લાભ મળ્યો છે.

મારા છોકરાઓનો હકક છે તેમના માટે તો જમીન આપવી જોઈએ ને ....? કેલાશબહેન મંગળાભાઈ ખરાડી (અરાવલી જિલ્લો, મેઘરજ તાલુકો)

કેલાશબહેનના પતિના મૃત્યુ બાદ તેમના કુટુંબીજનો કેલાશબહેનને જ જવાબદાર ઠરાવતાં હતો ત્યા, વારસાઈ કરાવવાની તો વાત જ કયા કરવી ? પેરાલિગલ કાર્યકરે આ માટે પ્રયાસો કર્યો હતાં. શરૂઆતમાં તો રમીલાબહેન જાય કે તેમના કુટુંબના સભ્યો રમીલાબહેનને અપશબ્દો બોલે , " આવી તો ઘણી જોઈ લીધી, બેરાને બગાડવા ગામમાં આવે છે " રમીલાબહેન જાય અને પાછા આવે પણ કુટુંબીજનો માને નહી !

સ્વભૂમિ કેન્દ્ર દ્વારા વારસાઈ ઝુંબેશ દરમ્યાન વારસાઈ કરાવવા, વિધવા મહિલા અને દિકરીઓને તેમના હકક આપવા માટે જાગૃતિ કાર્યક્રમો કરવામા આવ્યા. આ સમયે પેરાલિગલ કાર્યકરો પતિના મૃત્યુ પછી વિધવા મહિલાઓને જમીનમા ભાગ ના મળે તો કોર્ટમો જવું પડે અને હકક મેળવવા મુશ્કેલી પડે તેની વાત કરી અને તેવા ઉદાહરણો આપીને હાજર રેલા લોકોને સમજાવતા હતા. આ સમયે ગામના આગેવાનો , મહિલાઓ હાજર રહયા હતો. એ સમયે પેરાલિગલ કાર્યકરોનો ટેકો હતો, ગામના બહેનો હતા એટલે હિંમત એકઠી કરીને કેલાશબહેને પોતાની વાત કરી અને જણાવ્યું કે," મારા માટે જમીન નથી માગતી પણ મારા છોકરા છે તેનો હકક છે તે તેમનો હકક છોડીને કયા જાઉં ? તેમના માટે પણ જમીન તો આપવી જોઈએ ને ? જો સીધી રીતે ના માને તો મારે કોર્ટ કચેરી કરવી પડશે. " આ પછી ગામના આગેવાનોએ કુટુંબીજનોને વારસાઈ કરવા સમજાવ્યા કે," આ બહેનો કોર્ટ કચેરી કરશે તો તેમને કાયદાએ હકક આપ્યો છે તે તો આપવો પડશે. ઉપરથી ધકકા અને ખર્ચ થશે તે જુદા, એના કરતા એમના હકકનું આપી દો." આ પછી કેલાશબહેનની વારસાઈ થઈ ગઈ અને તેમને જમીન પણ વાવવા આપી

વારસાઈ અંગે સવિસ્તર માહિતી આપી હતી. તલાટી અને ગામના સરપંચ તથા પંચાયત સભ્યોને આ સભામાં હાજર રહે તે માટે પ્રયાસો કરવામા આવ્યા હતા. મોટાભાગે સરપંચ અને તલાટીઓ હાજર રહયા હતા. આ સમયે ઘણા કિસ્સાઓમા જોવા મળ્યું કે, મહિલાઓને વારસાઈ ની જાણ ન હતી તેમણે નાણ થઈ, દિકરીઓને પિતાની મિલકતમા હકક હોઈ શકે તે બાબતની જાણ થઈ. મહિલાઓએ ગ્રામસભામો જમીનધારકના મૃત્યુનોંધ વંચાવી જોઈએ, વારસાઈમાં જે નામ ઉમેરાયા હોય તે તમામ નામની જાહેરમો યાદી વંચાવી જોઈએ તેવા ઠરાવ કરીને પંચાયતને આપ્યા હતા.

બિન-આદિવાસી વિસ્તારના કિસ્સાઓ:

કિસ્સા

 • સ્વભૂમિ કેન્દ્ર જેવા માળખાઓ થી માત્ર સમય અને નાણા જનહિ પણ મહિલાઓને અધિકાર મળે છે જે તેમના આવનારાજીવન માટે આશાનું કિરણ બની રહે છે. - જેઠીંબહેન
 • સરકાર માટેની નકારાત્મક સોચ સમાજ અને સરકાર બનને માટે નુકશાનકારક છે. રમીલાબહેન
 • નિર્દોષ ભાવે તેણે કહ્યું : ‘સરકારી કોઈ પણ કામ કરાવવું હોય તો પ્રેસા તો આપવા જ પ્રડે ને... પ્રેસા વગર કામ કેમ થાય ? ?’ - કેશરીબહેન
 • તરલતાબહેન આત્મવિશ્વાસથી પ્રોતાના ખેતર પર  ખેતી કરી બનને દિકરીઓને શિક્ષણ આપીં એક આદર્શ નમૂનો બેસીંડી રહ્યા છે.
 • આ રીતે, સ્વભૂમિકેન્દ્ર માહિતીરૂપી જયોતથી મહિલાઓના જીવનને પ્રજજવલિત કરી રહ્યું છે. અમીંનાબહેન
 • ખેડુત તરીકેની ઓળખથી લઈને સ્વાયતતા તરફ સુધીની સફર આ સ્વભૂમિકેન્દ્ર કરે - છેફીરોઝાબહેન
 • રૂપાબહેન કહે છે, “ભવિષ્યની સુરક્ષા માટે બહેનના નામે જમીન હોવી ખૂબ જરૂરી છે.”
 • નિરાશામાં ઘેરાયેલા મોટી માલવણના લોકો માટે “સ્વભૂમિકેન્દ્ર’ આશાનું કિરણ બન્યુ...
 • લાલમ્બહેનના આત્મવિશ્વાસનો રણકો: “પેરાલીગલ  કાર્યકર પર ના વિશ્વાસને લીધે જ મને મારામાં વિશ્વાસ  બેઠો ....’
 • કથની અને કરણીમાં ફેર નથી એવા સકોનાબહેન અન્ય બહેનોને રાહ ચીંધે એવા પ્રેરણારૂપ બની રહ્યા છે.
 • પરિવારમાં એક જવાબદાર સભ્ય તરીકે અને આદર્શ ખેડુતની દિશામાં આગળ વધી રહેલ ભાવનાબહેનને ઘણા ઘણા અભિનંદન....
 • સંઘર્ષને સરળતાથી લઈને સ્ત્રી સમાનતાના મુદે પ્રોતાના જ જીવનમાં બદલાવ કરનાર ધનુબહેનને સલામ....

સ્ત્રી હિંસાને અટકાવવા પણ મહિલા જમીન અધિકાર માધ્યમ

 • ખાતેદાર અને પ્રછી ખેતીમાં નિર્ણયાત્મક ભૂમિકાની સીડી ચડશે તો જ મહિલાઓ સાચા અર્થમાં “ખેડુત’ તરીકેની ઓળખ પ્રસ્થાપિત  કરી શકશે - ક્રિષ્ટનાબા
 • સ્વભૂમિકેન્દ્રના માર્ગદર્શન અને માહિતીના માધ્યમથી સક્ષમ રીતે “ખેડુત’ તરીકે આગળ વધી રહેલ કુંવરબહેન....
 • અને તેથી જ માહિતીના અભાવને લીધે સામાન્ય લોકો (મષ્ટાચારનો મોટા બને છે. મરીયમબહેન
 • “સ્વભૂમિકેન્દ્ર થકી આપણી માહિતી આપણા સુધી પહોંચે છે. અને માહિતીના અમલીકરણ માટે સંપૂર્ણ ટેકો પણ મળે છે....’ ઉષાબા
 • આશાનું કિરણ માનતા સ્વભૂમિ કેન્દ્ર પર  માણેકબહેનને અતૂટ વિશ્લવાસ છે. આ વિશ્વાસ ટકી રહે એવી આ પ્રણા રોની અંતરની શુભકામના....
 • આમ એક નિરાશ, દુઃખી વ્યકિતની જીદગીમાં ફરી વરસાદના વાદળો દેખાયા અને તે ટુંક જ સમયમાં ઝરમર ઝરમર વહેશે તેવી આશા... મરીયમબહેન
 • કાયદાની આાંટોંઘુંટીમાં બહેનને ન ફસાવે તેની તકેદારી ખાસ પેરાલીગલ  કાર્યકર લે છે...સકોનાબહેન
 • પેરાલીગલ કાર્યકરોની હિંમત અને ધીરજને લીધે સકોનાબહેનના નિરાશ ઉમર્યા આકાશમાં આશાના કિરણો હવે દેખાયા છે.
 • સંદગીતાબાની ન્યાય અને નૈતિકતાની લડાઈમાં તેમનો વિજય થયો છે એમાં બે મત નથી.
 • “સત્ય પ્રરેશાન થઈ શકે પણ હારી ન શકે. ” એ ઉકિતને સાથક કરી બતાવી ભાવનગર જીલ્લાના માંડવા ગામના કેલાશબાએ...

સ્વભૂમિ કેન્દ્ર જેવા માળખાઓ થી માત્ર સમય અને નાણા જ નહિ પણ મહિલાઓને અધિકાર મળે છે જે તેમના આવનારા જીવન માટે આશાનું કિરણ બની રહે છે.

આ બહેનો ન હોત તો અમારું સાંભળત કોણ??? અમે આમ જ ધકકા ખાતા પ્રાછા આવત....’’ આ અનુભવ છે જેઠીંબહેન હરજીભાઈ પટેલનો. પ્રવ્યની આસપાસના જેઠીંબહેનના પતિનુ અવસાન બે વર્ષ પ્રહેલા થયુ. તેમના અવસાન બાદ વિધવા વારસાઈ માટે જેઠીંબહેન પ્રોતે જ પ્રક્રિયાઓ શરૂ કરી. જેની પ્રાસે લાટો કે તે માહિતી આપશે અને તે જાણકારો છે તેની પ્રાસે જઈ જેઠીંબહેન કાર્યવાહીં કરાવવા લાગતા. પણ કહેવાય છે ને કે દિશાસૂચક યોગ્ય ન હોય તો વ્યકિત ગમે ત્યાં ભટકી જવાની પુરી સંભાવના છે. અને એવું જ જેઠીંબહેનના કિસ્સામાં બન્યુ હતુ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વકીલની ઓફિસ એમ દરેક જગ્યાએ ચકકર લગાવ્યા, દરતાવેજો તૈયાર કરાવ્યા પણ વિધવા વારસાઈ થતો ન હતો. એક એવી બાબત હતો કે જેને કારણે જેઠીંબહેનને પડતું  હતુ. પણ એ સમસ્યાનું મુળ જાણકાર વકીલ ધારત તો દુર કરી

શકત અને જેઠીંબહેનનું કાર્ય કરળતાથી પ્રાર પ્રાડી શકત. પણ એવું ન બન્યુ.

વારસાઈ કરાવવામાં એક જ બાબત પરેશાન કરતી હતી કે, તેમના પતિનું જયારે વારસદારમાં નામ નોંધાયુ હતુ ત્યારે તેઓ નાના હોવાથી ‘સર્ગીર’ એવું લખાયુ હતુ. અને તેને લીધે તેમના મૃત્યુ બાદ તેમના પ્રત્નીનું નામ ચડતુ ન હતુ. આ બધુ કરતા જેઠીંબહેનને ૧૦,૦૦૦ જેટલો ખર્ચ થઈ ગયો હતો. પણ પ્રરિણામ શૂન્ય. આવા ઘણાય કિસ્સાઓ પણ બનતા હોય છે કે કાયદાકીય આંટીઘુંટીને કારણે કામ અટકી જાય છે. પણ જેઠીંબહેન હારે તેમ ન હતા.

તેમનો સંપ્રર્ક બાવળા મહિલા વિકાસ સંગઠનના કાર્યકર કે જે છે૯લા દસ વર્ષથી મહિલા અધિકારના મુદે કાર્ય કરી રહ્યા છે અને હાલ મહિલા અને જમીન માલિકીના મુદે ‘સ્વભૂમિ કેન્દ્ર’ ચલાવતા જરૂસીંબહેનથી (પેરાલીગલ ) થયો અને વિગતે બધી વાત તેમણે કહીં. જર્સીંબહેને દરેક દરતાવેજ બારીકાઈથી જોયા. અને તેને લઈને આગળ પ્રક્રિયા કરવા માટે ટેકો આ પ્રશે એવો હેયાધારણા આપી. તરત જ જરુસીબહેને મામલતદાર પ્રાસેથી માહિતી કઢાવી કે અગર આ પ્રકારના કેસ હોય તો શું કરી શકાય. જવાબ આવ્યો હકારાત્મક, આશાવાદનો ... ‘નામ વારસાઈ થઈ શકશે...’

બસ, પ્રછો તો પુછવું જ શું જેઠીંબહેનને પ્રેઢીનામુ બનાવવાનું કહ્યું, જેમા તેમના જેઠ સહીં કરવાની ના પ્રાડતા હતા પણ તેમની સાથે સંવાદ કરી કાર્ય આગળ વધી શકયુ. પ્રેઢીઓાંબો તૈયાર થઈ, રાશનકાડ ની નકલ લઈ ઈ - ધરામાં જરૂરી દરતાવેજો જમા કરાવવામાં આવ્યા. મામલતદાર સાથે પણ રૂબરૂ મળી આ બાબતે ચર્ચા કરવામાં આવી. અને આખરે ફેબ્રુઆરી ર૦૧૪માં આવેલ કેસ ની રજી મે ૨૦૧૫ના રોજ કાચીંનોંધ પડી ગઈ. અને ૯૦ દિવસની અંદર પાકી નોંધ પણ આવી ગઈ. આ રીતે જેઠીંબહેનનું કામ કોઈ પણ વધારાના ખર્ચ વગર ખુબ સરળતાથી પાર પાડ્યું એટલે જ જેઠીંબહેન કહે છે, ‘આવા સંગઠન અને પેરાલીગલ ને લીધે અમે મામલતદાર સુધી ચર્ચા કરી શકીએ છીએ નહિતર અમારા જેવા અભણ બહેનને પુછે કોણ??? અને એમ જ વકીલોની, સરકારી કચેરીઓ પર  ધકકા મારોને નિરાશ થઈને પાછા વળી જઈએ. ’’ હાલ જેઠીંબહેન જમીન પર મંડળીમાંથી ધિરાણનું વિચારેલ છે. હમણા સુધી તેમની જમીન નામે ન હોતા તે ધિરાણ લઈ શકતા ન હતા.

આમ, એક તો સરકારી પ્રક્રિયાઓ કે જે થોડો જટિલ છે તેને અમલી કરવામાં ગામડાની બહેનોને વધારે મુશ્કેલી પડતી હોય છે. ગ્રામપંચાયતથી લઈને અન્ય સરકારી કચેરીમાં ન જવાનો અનુભવ, શિક્ષણ અને માહિતીથી દુર રહેનાર બહેનોને અગર પરિવારના સભ્યો પણ ટેકો ન કરે. તો તેઓ કઈ રીતે આ પ્રકારની જરૂરિ કાર્યવાહીં પૂર્ણ કરી શકે ? તેમના માટે ‘સ્વભૂમિ કેન્દ્ર ’ જેવા માળખાઓ કે વ્યવસ્થાઓ અત્યંત ઉપ્રયોગો બની રહ્યા છે. જેનાથી તેમના પ્રેસા તો બચે જ છે સાથે કાર્ય સમયસર પૂર્ણ થાય છે અને સૌથી મહત્વનું કે તેઓ પોતાના અધિકારને સમજીને તેનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકાર માટેની નકારાત્મક સોચ સમાજ અને સરકાર બનને માટે નુકશાનકારક

ચાર વર્ષ પ્રહેલા તેમના પતિ મૃત્યુ પામ્યા હતા, અને રમીલાબહેને છેક ચાર વર્ષ બાદ, વિધવા વારસાઈ કરાવી. આનું કારણ પુછતા બાવળા તાલુકાના સાંકોડ ગામના તે બહેન હસતા હસતા કટાક્ષ સાથે કહ્યું, પ્રવ્ય૦ થી ૧૦૦૦ સુધી રૂપ્રિયા માંગે છે, વારસાઈ કરાવવાના. તો કરાવીએ કે ન કરાવીએ. જે ખેતી અમારી છે તેના પર ખેતી કર્યા કરીએ છીએ. એટલે વારસાઈ કરવાનું માંડી વાળયુ.

રમીલાબહેનનીં આપણને કડવી વાસ્તવિકતાનું ભાન કરાવે છે. કાયદાકીય પ્રક્રિયાઓથી એક ચોકકસ સુરક્ષા અને યોજનાઓનો ચોકકસ લાભ હકકદારને થતો હોય છે. અને તે માટે જે તે વ્યકિતની સાથે સરકારો માળખામાં આવતા દરેકનીં જવાબદારીમાં પણ આવે છે કે આ પ્રક્રિયાઓ સમયસર અને સરળ રીતે થાય. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે એવું જણાય છે.

રમીલાબહેન કહે છે, અમારા જેવા અભણ બહેન કે જેણે કોઈ દિવસ આવું કાંઈ જોયું નથી. માહિતી નથી. તો કામ કેમ થાય ? મારા જેવાને તો રપ્ર-પ્રવ ધકકા ખવડાવે. આ તો આવા સંગઠનો અને જર્સીંબહેન (પેરાલીગલ  કાર્યકર) કે કારણે અમારી વારસાઈ થઈ ગઈ. રમીલાબહેનનું રૂપષ્ટ માનવું હતુ કે, અગર જર્સીંબહેને મદદ ન કરી હોત, માહિતી ન આપી હોત તો જેમ ચાર વર્ષ નીકળી ગયા એમ આગળના વર્ષો પણ નીકળી જાત.

જર્સીંબહેને માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ કિસ્સામાં કોઈ જ મુશ્કેલ બાબત ન હતી. સામાન્ય રીતે જે દરતાવેજો જોઈએ તે સરળતાથી રમીલાબહેન લઈ આવ્યા હતા અને તેના આધારે જ વારસાઈ થઈ શકો. આમ, સરળ કામ પણ જટીલ કરી નાખનારી સરકારો પ્રક્રિયાઓ કરતા પણ તેની સાથ સંકળાયેલ વ્યકિતઓની ઘણી સારી કે ખરાબ છાપ્ર પ્રડે છે. સંવેદનશીલ કરતા પણ જવાબદાર વ્યકિત અગર પ્રોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે તો પણ ઘણા જરૂરતમંદોને ટેકો મળી રહેશે.

આ ઉપરાંત આ પ્રકારની માહિતી અંતરિયાળ ગામની અભણ બહેન કે જે સરકારી કચેરીએ ચડતી જ નથી તે સુધી પહોંચાડવી એક મોટું અને અતિ મહત્વનું કાર્ય બની જાય છે. માહિતીનો અભાવ, તેની ગંભીરતા જયાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી લોકો સામેથી આવીને કાર્ય કરતા નહીં થાય. અને તેનાથી મહત્વનું કે જયારે ગામના એ જ લોકો પોતાની એક દિવસનું મહેનતાણું તોડીં, બસના ભાડા ખર્ચા તેના કામ માટે સરકારી કચેરી પર  પ્રગ મુકે છે ત્યારે ઘણી જ આશાઓ લઈ જે આવે છે. પણ અગર જયારે એ આશાને બદલે નિરાશા મળે છે ત્યારે જ લોકોનો વિશ્વાસ તૂટે છે, નિરાશા મળે છે. અને સરકાર માટે નકારાત્મક સોચ પેદા થાય છે. અને આ જ નકારાત્મક સંબંધ ન તો સમાજ માટે ફાયદાકારક છે કે ન સરકાર માટે....

નિર્દોષ ભાવે તેણે કહ્યું : “સરકારી કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા તો આપવા  જ પડે ને... પૈસા વગર કામ કેમ થાય ??’

સરકારો પ્રક્રિયા કરી આપવા માટે એજન્ટોની હમણા બોલબાલા છે. આ એજન્ટો સામાન્ય ઉમાષામાં દલાલો જ છે. તેઓ વ્યકિતની પ્રાસેથી પ્રક્રિયાના પ્રેસા લઈ તેમને કાર્ય કરી કરી આપે છે. આ પ્રરિસ્થિતીએ ઉમ્રષ્ટાચારને વધારે વેગ આપ્યો છે. બે પ્રકારના લોકો આવા દલાલો પ્રાસેથી કામ કરાવે છે. એક તો જેની પ્રાસે સમય નથી પણ પૈસા છે તેઓ પૈસા આપીને પ્રોતાનું કામ કરાવી લે છે. બીજા પ્રકારના એવા વ્યકિત કે જેને કામની અગત્યતા ખુબ છે, પણ માહિતીનો અભાવ હોવાને લીધે તેઓ કામ કરી શકતા નથી અને વળી આ લોકો ગરીબ પણ છે. આ પ્રકારના ગરીબ લોકો પ્રાસેથી દલાલો જે કિંમત કહે તે આપી દે છે. એવી જ પરિસ્થિતિનો મોટા કેશરીબહેન બનેલ.

કેશરીબહેન બાવળા તાલુકાના કાવીઠા ગામના, માંડ ર૮ની આસપાસના. બે ટક પણ જમવાનું જમી શકે તેવી સ્થિતી ન હતી. તેવા કેશરીબહેનનો અહીં વાત કરવી છે. હજી (૭-૮ મહિના પ્રહેલા જ તેમના પતિ કેન્સરને લીધે મૃત્યુ પામ્યા. બિમારીને લીધે થયેલ આર્થિક બોજ સાથે બાળકોની જવાબદારી લઈ લીધી.માત્ર અડધાની  જમીન કે જેનાથી જે દાણા પ્રાકે તે ખાવા માટે રાખે. અને લગભગ મજુરી પર જ રહેવાની તેમની પરિસ્થિતી બની ગઈ છે.

તેમના પતિના મૃત્યુ બાદ સરકાર તરફથી મળતા ઇન્દિરા આવાસના મકાનમાં કેશરીબહેનને પ્રોતાનું નામ ચઢાવવું જોઈએ અને તે માટે ત્રણ હજાર થશે એવું તેમના જ ગામમાંથી એક ભાઈએ કહ્યું. આમ પણ કેશરીબહેનના જેઠે કહ્યું હતુ કે હવે મકાન તેમના (જેઠના) નામે કરાવી નાખશું. આ સાંભળી કેશરીબહેન વધારે ચિંતામાં મુકાઈ ગયા હતા. અને ગમે તેમ કરીને પ્રેલા ભાઈને ત્રણ હજાર આપ્યા અને તે મકાનમા પ્રોતાનું નામ ચડાવ્યું. તેઓ તો એમ જ માનતા હતા કે “સરકારી કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા તો આપવા જ પડે ને... પૈસા વગર કામ કેમ થાય ??’’ આ રીતે કોઈપણ કારણ વિના કેશરીબહેન (મોટગ બન્યા. તેથી વિધવા વારસાઈ માટે તો તેમણે કોઈને કાંઈ કહ્યું જ નહીં.

વિસ્તારમાં બહેનોના અધિકાર અને માહિતી આપનાર બાવળા સંગઠન વિશે કેશરીબહેનને ગામના બહેન પ્રાસેથી માહિતી મળતા તેઓ વિધવા સહાયનું ફોર્મ ભરવા બાવળા મહિલા સંગઠનમાં આવ્યા ત્યારે તેમની મુલાકાત જર્સીંબહેન સાથે થઈ. જર્સીંબહેને સામેથી તેમને તેમની જમીન અંગેની માહિતી પુછી અને સાથે એ પણ બાબત પુછી કે કેશરીબહેને વિધવા વારસાઈ કરાવી છે કે નહિ? જરૂસીંબહેનનો એ અનુભવ હતો જ કે વિધવા બહેન લગભગ વારસાઈ માટે પ્રક્રિયા કરતી નથી અને તેમને એવી કોઈ માહિતી આપવામાં પણ નથી આવતી. અને એવું જ કેશરીબહેનના કિસ્સામાં હતુ કે તેમણે પણ વારસાઈ કરાવી ન હતી. જરૂસીંબહેને કેશરીબહેનને વારસાઈની પ્રક્રિયા તથા તેની મહત્વ બને વિશે વિગતે વાત કરો તથા તે માટે જરૂરી દરતાવેજ લઈ આવવાની પણ બાબત કહીં.

ખુબ જ ટુકા સમયમાં કેશરીબહેનની વારસાઈ થઈ ગઈ. અને તે પણ કોઈપણ પૈસા વગર. આ કેશરીબહેન માટે ખુબ મોટી વાત હતી કે જયાં મકાન માટે તેમણે ઉછીના પૈસા લઈ કામ માટે પૈસા આપ્યા હતા તેવું અહીં કાંઈ થયુ નહીં. તેથી જ જે તેમની માનસિકતા હતી કે પૈસા વગર કાંઈ થતુ નથી તે તુટીં. આમ, વ્યકિતના અધિકાર અને સરકારી પ્રક્રિયાની મહિતી કેશરીબહેનને મળી. સરકારી કામ કરવાવાળા દલાલો વગર પણ વ્યકિતનું કામ કોઈ પણ પૈસા વગર નિયમમાં રહીને કરી શકાય છે તે સમજ સાથે કેશરીબહેનને મળી.

આ રીતે પરલીગલ  કાર્યકરની મદદથી માત્ર કોઈ મહિલાની જમીનમાં તેનું નામ ચઢે છે એટલુ જ નથી પરંતુ એ બહેન સાથે જે પ્રક્રિયાઓ થાય છે તેનું પરિણામ આપણને તે બહેનના ચહેરો પર ના આત્મવિશ્વાસ સાથે દેખાઈ આવે છે.

તરુલતાબહેન આત્મવિશ્વાસથી પોતાના ખેતર પર  ખેતી કરી બનને દિકરીઓને શિક્ષણ આપીં એક આદર્શ નમૂનો બેસીંડી રહ્યા છે.

“તારે છોકરો કયાં છે ?? કે તને જમીન જોઈએ ???” આવું માનનારા જેઠને તેમની વિધવા માલ્મોને ન તો જમીનમાં માગ આપ્રવો છે કે ન ઘરમાં? ? ? કોઈપણ મિલકતમાં (માઈની વિધવા પ્રત્નીને ભાગ આપ્રવું નથી. આપણે વાત કરી રહ્યા છીએ, અમદાવાદ જીલ્લાના અતિ વિકસીત અને શહેરથી 3૦થી 3પ્ર કિ.મી જ દુર બાવળા તાલુકાના જુવાલરૂપાવટી ગામનીં.

આશરે પ્રવ્ય ની આસપાસ પ્રહોંચેલા તરલતાબહેન પ્રોતે વિધવા છે અને બે દિકરીઓ છે. ર૦૦૮માં અચાનક જ પતિના થયેલા મૃત્યુથી આઘાત પ્રામેલા તરલતાબહેને બે દિકરીઓ અને વૃદ્ધ સાસુની સાથે હિમ્મતભેર જીવન જીવવાની શરૂઆત કરી. ર3.પ્ર જેટલી વીંઘા જમીન પર  ખેતી કરીને ઘરની દરેક જવાબદારી સારી રીતે નિભાવતા હતા. એમ જ ચાર વર્ષ નીંકળી પણ ગયા. પણ ર૦૧રમાં અચાનક ફરી તેમના પર વડીલની છાયા પણ જતી રહીં અને તેમના સાસુમા ગુજરી ગયા. બસ એ ગુજરી ગયા અને વિધવા એવા તરુલતાબહેનના જેઠે હેરાન-પ્રરેશાન કરવાનું શરૂ કરી દીધું.

તેમના સાસુએ સેવા - ચાકરી ની રૂએ તરુલતાબહેનના નામે બધી વડીલોપાર્જિત જમીનને “વોલ’ માં લખી હતી. આ જ બાબત તેમના જેઠને ન ગમતા અમદાવાદથી દોડતા આવ્યા અને જમીનમાં પ્રોતાનો ભાગ આપ્રો એમ કહેવા લાગ્યા. એટલુ જ નહીં. આ ઉપરાંત તરલતાબહેનની સાસરીયામાં સંયુકત મિલકત પણ છે. તેથી દરેક મિલકતનો સરખો ભાગ થાય એવી માંગ તરલતાબહેને તેમના જેઠને કરી. પણ અન્ય મિલકતમાં ભાગ આપ્રવો નહીં અને ખેતીની જમીનમાં ભાગ લઈ લેવો એવા અન્યાયમરી માંગ કરી તરલતાબહેનને માનસીક ત્રાસ આપવાની સાથે ધમકીઓ પણ આપવા લાગ્યા. તરલતાબહેન પ્રોતે શિક્ષિત હોવાને લીધે દરેક દસ્તાવેજોને વાંચીને સમજયા. અને ત્યારબાદ જયારે તેઓ બાવળા મહિલા વિકાસ સંગઠનના પેરાલીગલ જરૂસી બહેન પ્રાસે જયારે વિધવાસહાયનું ફોર્મ ઉમરવા આવ્યા Cયારે જમીનના અધિકાર બાબતે તેમને માહિતી લીધી.

આ બધુ સાંભળીને જસ્ટર્સીંબહેને (પેરાલીગલ  કાર્યકર...) તેમને હિંમત આપી અને તેમને સાંત્વના  આપી કે, હવે કોઈ પણ પ્રશ્વન હોય તો તરત જ અમને કહેવું કાયદાકીય અને સામાજીક એમ દરેક રીતે તેમને ટેકો કરવાની જવાબદારી અમારી. બસ આ જ ટેકા અને સાંcવના તરલતાબહેને વધારે મકકમ બનાવ્યા અને તેમણે નિચ્ચિત કરી લીધું કે ગમે તે પણ કેસ તો લડવો જ અને પુરી હિંમતથી.

ત્યારબાદ મામલતદાર અને પોલીસસ્ટેશનમાં જઈને જરૂસીંબહેને તરલતાબહેનના કેસની વિગતની સત્યથી કહીં અને ફરી અકારણ તેમને બોલાવીને પ્રરેશાન ન કરે એ પણ વિનંતી કરો. બાવળા મહિલા સંગઠન આ વિસ્તારમાં મહિલાઓન વિકાસ અને અધિકારના મુદે અસરકારક કાર્ય કરી રહ્યું છે તે બાબતથી સભાન પોલીસ  હોવાથી તેમની વિનંતીને સ્વીકારવામાં આવી. સંગઠન નો પ્રરિચય હોવાને લીધે મામલતદાર અને પોલીસસ્ટેશને પણ વાતની યથાર્થતા લાગતા તેમને ટેકો કરશે એવું કહ્યું.

આ સાથે તરલતાબહેનના જેઠે વીલ રદ કરવાની બાબતમાં કોર્ટમાં કેસ કર્યો હતો જેની સામે એક વર્ષ પ્રહેલા કોર્ટે સ્ટે રહેવાનો હુકમ કર્યો. આ સમગ્ર પ્રક્રિયામાં તરલતાબહેન પ્રાસે તેમના પિયર પક્ષનો સાથ અને તેમની હિમ્મતને લીધે તેઓ લડી શકયા છે. હજી પણ આ સંઘર્ષ ચાલુ જ છે. તેઓ કહે છે, અગર કોઈ બહેન આ પ્રકારના કેસમાં ફસાઈ જાય તો ચોકકસ તેને અન્યાય થાય અને તેને વધારે મુશ્કેલી આવે છે. આાંટીઘુંટીં વાળા કાયદાની સમજ આપણા જેવા સામાન્ય માણસ ને નથી પડતી. અને તેથી જ તેમાં વધારે ને વધારે ગુંચવાઈ જઈએ છીએ.

કયારેય પોલીસ કે કોર્ટના પ્રગથિયે ન ચડેલ તરલતાબહેનને ચોકકસ પોલીસ સ્ટેશન અને ન્યાયતંત્રનો કડવો અનુભવ થયો છે એવું તેમનું કહેવું છે. કારણ કે જયારે તેમને તેમના જેઠે કુવામાં નાખી દેવાની કોશિશ કરી અને તેઓ જેમ તેમ કરીને બચી અને પ્રછ પ્રોલિસમાં એફ.આઇ.આર. કરાવવા ગયા તો પ્રોલિસે કહ્યું કે, લોહીં નથી નીકળયુ એટલે સાદી અરજી જ થશે. અને આમ, તેઓનું માનવું છે કે સમયસુચકતાને લઈને અગર પ્રોલીસ જરૂરિયાત મંદ બહેનોને સંવેદનાથી સાંભળશે તો બહેનમાં અન્યાયની સામે લડવાની હિંમત આવશે. આ સાથે કોટમા પણ જે રીતે તારીખો ઉપર તારીખ પ્રડયા કરે છે તેથી કનડગત કરવાનો સામેના પ્રક્ષને સમય મળી જાય છે અને પીડિત બહેન તેનો ઉમોટગ બન્યા કરે છે.

આમ, લોકશાહીંના મહત્વના સ્તભ ન્યાયતંત્ર પર  સામાન્ય વ્યકિત ભરોસો રાખે છે પરંતુ સમય અને પ્રક્રિયાની જટિલતા તેને ખલાસ કરી નાખે છે તેમાં બે મત નથી. તરલતાબહેનની હિંમત અને બાવળા મહિલા વિકાસ સંગઠનના પેરાલીગલ  કાર્યકરને લીધે આજે તરલતાબહેન આત્મવિશ્વાસથી પ્રોતાના ખેતર પર  ખેતી કરો બનને દિકરીઓને શિક્ષણ આપી એક આદર્શ નમૂનો બેસીંડી રહ્યા છે.

આ રીતે, સ્વભૂમિકેન્દ્ર માહિતીરૂપી જયોતથી મહિલાઓના જીવનને પ્રજજવલિત કરી રહ્યું છે.

ખેડુતપ્રોથીમાં પ્રોતાનું નામ જોઈ એક નિચ્ચિતતાનો અનુભવ કરતા અમીંનાબહેન ૧૦ વીઘા જમીનના કાયદાકીય રીતે “ખેડુત’ બની ગયા હતા. આમ, કર્મ તો ખેડુત જ હતા , પણ કહેવાય છે ને ‘લખેલુ વંચાય.’ ખેડુતપ્રોથીમાં જેનું નામ તે ખેડુત. અને આપણા સમાજમાં પણ કયાં મહિલાઓને “ખેડુત’ તરીકે સ્વીકારાય છે?? આ જ તો શરમની અને ચિંતા એમ બનનેની વાત છે. અહીં આપણે મહિલા ખેડુત એવા અમીંનાબહેનની વાત કરવી છે. કે કઈ રીતે તેઓ ખેડુત તરીકે ઓળખ બનાવી અને અત્યાર સુધી ન કરેલી કેટલીય અગત્યની બાબતથી માહિતગાર પણ છે

ધાંગધ્રા તાલુકાના ધુમટ ગામના અમીંનાબહેન ૪૮ થી ૪૪ વર્ષની ઉમરના. પોતાનો પરિવાર, સામાજીક જવાબદારીઓ અને ખેતી તેની જ આજુબાજુ અમીંનાબહેનની જીદગી હતી. અરે ગ્રામ પંચાયતમાં પણ પગ ન તો મૂકયો તો તાલુકા પ્રચાયત કે જીલ્લા પંચાયત તો કયારે જવાના. અમને એનું શું કામ પડે? પણ અગર આજે તેમને પૂછો કે વારસાઈ કરાવવા માટે કયાં કયાં દસ્તાવેજોની જરૂર પડે ? અને તેની પ્રક્રિયા કઈ રીતે થાય તો સડસડાટ પ્રોતાની ભાષામાં તેઓ °ፉUlldሰ è.

45 Page

એક વર્ષ પહેલા થયેલા પતિના અચાનક મૃત્યુ બાદ અમીંનાબહેનની સીધી રીતે દરેક જવાબદારી પરિવારની આવી ગઈ હતી. તેથી માનસીક રીતે તેઓ મકકમ બની ગયા હતા. એવામાં જ ગામના મહિલા આગેવાન કે જે બચત જુથ સંભાળતા હતા સાથે સાથે પેરાલીગલ  પણ હતા એવા સકોનાબેહને તેમને વિધવા વારસાઈ માટે વાત કરી. અમીંનાબહેને પણ યોગ્ય લાગ્યુ કે, યોગ્ય સમયે આ કાયદાની પ્રક્રિયાઓ કરવી જોઈએ કે જેથી પ્રાછળથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

સકોનાબહેને ‘સ્વાતિ’ સંસ્થાના પેરાલીગલ  કાર્યકર જયશ્રીબહેન સાથે ૧-૯-૨૦૧૪ના દિવસે વાત કરી. અમીંનાબહેનને દરેક જરૂરી દસ્તાવેજો વિશે સમજાવ્યું અને તે કયાંથી મળશે તેની પણ વિગતે વાત કહીં. ધુમટ ગામના જ સર્કીંનાબહેન સાથે રહીં ગ્રામપંચાયતમાંથી પેઢીઓાંબો કઢાવ્યું. તો તાલુકામાંથી ૭-૧રની નકલ પણ લીધી. રાશનકાર્ડ સાથે રાખી મામલતદાર ઓફિસમાં સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી. આ દરેક પ્રક્રિયામાં અમોનાબહેન સાથે રહ્યા અને સમજયા પણ ખરા. માત્ર ૧પ જ દિવસમાં કાચીં નોંધ પડી ગઈ. ઓછા સમયમાં કોઈ વધારાના પ્રેસા આપ્યા વગર અમીંનાબહેનની ખેડુતપ્રોથી તૈયાર થઈને આવી ગઈ. જેનો આનંદ અમીંનાબહેનને સમાતો ન હતો.

અહીં માત્ર ખેડુતપોથીમાં નામ આવવાનું ન હતુ પણ સમમાં પ્રક્રિયામાં જે રીતે અમીંનાબહેન સામેલ રહ્યા તેને સમજયા. અને તેમને ખુદને એમ જ લાગ્યું  કે તેઓ બધુ જાતે કરે છે. તેથી આત્મવિશ્વાસમાં વધારો થયો. અને પ્રોતે સફળ થયા તેની અનુભૂતિ થઈ.

આમ, વિધવા વારસાઈની પ્રક્રિયા તો અલગ અલગ રીતે થાય છે, જેમકે કોઈ ખાનગી વકીલ રોકે છે તો કોઈ અમુક રૂપ્રિયા આપીને એજન્ટના માધ્યમથી કરાવે છે. પણ આ બન્નેમાં વ્યકિતના રૂપ્રિયા જાય છે જયારે સ્વાતિ સંસ્થાના સ્વભૂમિકેન્દ્રના માધ્યમથી વધારાના કોઈપણ પૈસા વગર સમગ્ર પ્રક્રિયામાં સામેલ થઈ ને વિધવા વારસાઈ થાય છે. આમ, માત્ર વિધવા વારસાઈ નથી થતી પણ કાયદાની સમજ સાથે જાગૃતિ પણ મહિલાને મળે છે. મહિલા અન્ય મહિલાને દોરવણી કરી શકે તેવો તૈયાર થાય છે. જેમ એક જયોતથી બીજી જયોત પ્રકાશિત થાય છે તેમ એક મહિલાને પદ્ધતિસરની કાયદાકીય સમજથી બીજી બહેનને પણ તેનો પ્રકાશ મળે છે. તો શું આ જયોતની પ્રકાશ દરેક ગામમાં ન પ્રકાશિત થવો જોઈએ? ? ?

ખેડુત તરીકેની ઓળખથી લઈને સ્વાયતતા તરફ સુધીની સફર આ સ્વભૂમિકેન્દ્ર કરે છે

ચહેરો ગંભીર અને ખૂબ જ ઓછાબાલા ફીરોઝાબહેન હવે વધારે જવાબદારી તેમના શીરે આવી ગઈ છે. લટન ન કરી માતા-પ્રિતાની સાથે રહેવાનો તેમનો નિણય હતો. પ્રરંતુ પ્રિતાજીના અવસાન બાદ બનને માતા-દિકરો એકબીજાનો સહારો બનીને જીવન પ્રસાર કરવા લાગ્યા. આ વાત છે ધાંગધ્રા તાલુકાના ધુમટ ગામની. ફીરોઝાબહેનની બીજી બે બહેનો હતો પણ તે સાસરે હતી. પ્રિતાજીના અવસાન બાદ તેમના માતાની પણ સ્થિતી સારી રહેવા ન લાગી. અચાનક તેમની આંખો જતી રહીં. આાંખે દેખાતું બંદ થયુ અને ફીરોઝાબહેન પર  ચિંતાના વાદળાઓ ઘેરાયા. આમ છતા મકકમ રહીં દરેક જવાબદારી નિભાવવાની હવે તેમની તૈયારી છે.

પ્રિતા હતા ત્યારે પણ ખેતી તો કરતા જ હતા. પણ તેમના ગયા પુછો તેમની માતાનું નામ વારસાઈમાં નોંધાવવાની વાત તેમને ગામ માંથી જ મળી રહીં. સ્વાતિ સંસ્થા દ્વારા ચાલતા સ્વભૂમિકેન્દ્ર દ્વારા મહિલા અને જમીન માલિકી અનવયે થયેલ જાગૃતિ શિબીરના માધ્યમથી તેમને માહિતી મળી. તેઓ ’ કહે છે કે હવે તો માતા આંખે ન જોઈ શકવાને લીધે ગામથી બહાર જવાનું થતુ નથી. તેથી અમારા જેવા અભણ બહેનો માટે તો જમીનના આવા કાર્યોની માહિતી તો કયાંથી હોય ? આમ, થ્રામાયરસ્તરે જ માહિતી પહોંચાડવાની સ્વાતિ સંસ્થાના સ્વભૂમિકેન્દ્રનીં ખુબ જ મહCવરૂપ સાબિત બની રહી છે.

જયાં વરસોથી વારસાઈના પ્રશ્નો  અટવાતા હોય અને તેઓ એ કાર્ય કરવા તાલુકા રસ્તરના ધકકો ખાતા હોય અને બીજી બાજુ અભણ બહેન કે જેને વારસાઈની અગત્યતા પણ નથી ખબર તેવા લોકોની ગ્રામ્યસ્તર  માહિતી મળે છે અને કામ થાય છે એ બન્નેની તુલના કરતા આપણને સ્વભૂમિકેન્દ્રની ભૂમિકા સીધી આંખે  ચઢે એવી છે.

ફીરોઝાબહેનને વારસાઈની માહિતી આપવામાં આવી અને પંચાયતમાંથી પેઢીઓ અને જરૂરી દસ્તાવેજો એકત્રીત કરવામાં પણ મદદ કરવામાં આવી. અને ત્યારબાદ મામલતદારમાં જઈને પ્રથમ માતાની વિધવા વારસાઈ કરવામાં આવી અને Cયારબાદ ત્રણેય બહેનો વારસદાર હોવાને લીધે દરેકના નામ વારસાઈમાં નોંધાવવામાં આવ્યા. માત્ર ૧૫ દિવસની અંદર વિધવાવારસાઈ અને ત્રણયે બહેનોના નામ વારસદાર તરીકે નોંધાઈ ગયા. કાયદાકીય પ્રક્રિયા મુજબ ફીરોઝાબહેનની જમીન વારસાઈની પ્રક્રિયા થઈ. આ બાબતોન તેમને ખુબ જ સંતોષ છે. તેઓ કહે છે કે, ‘‘એકલ બહેન માટે જમીન - ખેતી જ બધુ હોય છે. અગર તે ન હોય તો બહેનને અનેક પ્રશ્નો નો સામનો કરવો પડતો હોય છે.

આમ એકલ બહેન તરીકે જીવન વ્યતિત કરતા ફીરોઝાબહેનને ખરેખર મહિલા ખેડુતની ઓળખ મળતા તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે છે. સાથે હવે તેઓ એક ખેડુત તરીકેના સરકારી યોજનાના લાભોને પણ મળવાને પ્રાત્ર બન્યા છે. અને તેમને એ દિશામાં સક્ષમ કરવા સ્વભૂમિકેન્દ્ર પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. આમ, માત્ર વારસાઈ કે જમીન અધિકાર આપી દેવા પુરતા સીમિત ન રહેતા પેરાલીગલ કાર્યકરો આત્માના ગ્રુપ સાથે જોડાણ, પ્રાક ધિરાણ વગેરે માટે સંકલન કરી આપે છે. આમ, ખેડુત તરીકેની ઓળખથી લઈને સ્વાયતતા તરફ સુધીની સફર આ સ્વભૂમિકેન્દ્ર કરે છે. જે ગ્રામ્ય રસ્તરના વચિત,અશિક્ષીત બહેનો માટે જીવાદોરી સમાન છે.

7. રૂપાબહેન કહે છે, “ભવિષ્યની સુરક્ષા માટે બહેનના નામે જમીન હોવી ખૂબ જરૂરી છે.”

નાનપણથી જ પ્રિતુસતાક વિચારધારા ધરાવાતા સમાજના અમિન અંગ હોવાથી બહેનોનું સામાજીકરણ જ માત્ર ઘરની આસપાસ જ રચેલુ હોય છે. બહારની દુનિયામાં પુરૂષોની સરખામણીએ “ઓછુ જવાનું અથવા ‘તો જરૂર પડે તો જ જવાનું, ઓછું શિક્ષણ, માહિતી અને અન્ય સંસાધનોથી દુર રહેવાને કારણે પુરૂષોની સરખામણીએ બહેનોને અગર જમીન સંબંધિત

47 Page

કામની જવાબદારી આવે છે કે તેને કરવાની ફરજ બને છે ત્યારે વધારે સંવેદનશીલતા અને ધીરજ સાથે કાર્ય કરવું પડે. પરંતુ એવું આપણી આસપાસ બને છે ખરું ? આ સવાલનો જવાબ ખુદ આપ જ આપજો પ્રોતાના અંતરમનને....

તેથી જ બહેનો સમજી શકે તે માટે ધીરજ અને સંવેદનશીલતાથી માર્ગદર્શન આપવાનું કાર્ય થાય છે. માહિતી અને માર્ગદર્શન મળતા જ બહેનો ખુબ જ ઉત્સાહ, ઘટાશ અને હિંમતથી કરે છે છે. માત્ર તેમને જરૂર હોય છે માર્ગદર્શનની અને પ્રોતે કરી શકશે એવો આત્મવિશ્વાસ આપનાર ટેકાની. આવો જ ટેકો સ્વાતિ સંસ્થાના મહિલા સંગઠનો પ્રેરિત સ્વભૂમિકેન્દ્રના પેરાલીગલ  કાર્યકર યોગ્ય  રીતે બહેનોને આપી રહ્યા છે એમાં બે મત નથી. તેથી જ જે બહેનોના જમીન સંબંધિત કેસ આવે છે તે માત્ર હલ થતા નથી પણ તે પુરી પ્રક્રિયામાં બહેનો સામેલ થઈ તેમનું પણ સશકિતકરણ તે મુદાને લઈને થાય છે. આવા જ આત્મવિશ્વાસથી ભરપુર અને ઉત્સાહીં એવા 3પ્રાબહેનની વાત કરવો છે.

3પ્રાબહેનના પતિ દેવજીભાઈ હાલ ૬૦ વર્ષના છે તે જયારે અઢીંવર્ષના હતા Cયારે જ તેમના પ્રિતાજીનું મૃત્યુ થયુ હતુ. અને તેમની જમીનમાં માત્ર મોટાભાઈનું જ નામ હતુ. બાકી તેમના ત્રણ બહેનો અને દેવજીભાઈનું નામ વારસાઈમાં ચડયુ નહીં. સમય જતા ખેતી તો કરતા હતા પણ કાયદાકીય રીતે વારસાઈમાં નામ નોંધાવવાની જરૂર પડીં નહીં અને તેમણે તે બાબતને ગંભીર પણ ન લીધું. દિવસો, મહિનાઓ અને વર્ષો એમ જ પસાર થઈ ગયા.

રવો વીઘા જમીનમાં બનને ભાઈઓ ખેતી કરવા લાગ્યા. સમય વીતતા દેવજીભાઈના ભાઈનું પણ મૃત્યુ થયુ. આમ છતા પણ દેવજીભાઈએ તે જમીનને વારસાઈની પ્રક્રિયા કરી નહીં. તેમના પત્ની  રૂપાબહેન સ્વાતિ’ સંસ્થાના સ્વભૂમિકેન્દ્રના માધ્યમથી જમીનની વારસાઈ અને તેની અગત્યતા બાબત ગંભીરતાની ખબર પડી. પ્રોતે પહેલ કરશે અને સરકારી પ્રક્રિયા કરશે એવું મનોમન નકકી કર્યું. તેમણે તે વારસાઈ માટે ર3-૪-ર૦૧૪માં કેન્દ્ર પર આવી કેસ નોંધાવ્યો. આવી જટીલ પ્રક્રિયાને હાથમાં લઈને જ રૂપાબહેન મનોમન અડગ થઈ ગયા.

રૂપાબહેન અને તેના પતિ વર્ષોથી ખેતી તો કરતા જ હતા. પણ “ખેડુત’ તરીકેની ઓળખ ન તો તેમના પતિની હતી કે ન રૂપાબહેનનીં. માટે એક મહિલા ખેડુત તરીકે પ્રોતાની ઓળખ માટે ઝઝુમતા રૂપાબહેને પોતાના  પતિ માટે પણ પ્રયાસો કર્યા. આ બધુ થઈ શકતુ હતુ સ્વાતિ સંગઠનના સ્વભૂમિકેન્દ્રના પેરાલીગલ  કાર્યકરોના માર્ગદર્શન - ટેકાથી અને રૂપાબહેનની અડગ હિંમતથી. તેઓ કહે છે કે, વર્ષો સુધી એમ જ ખેતી કરતા આવ્યા છીએ પણ ખેડુત તરીકેની ઓળખ હોવી ખુબ જરૂરી છે. એમાંય વિશેષ કરીને ભવિષ્યની સુરક્ષા માટે બહેનના નામે જમીન હોવી જરૂરી છે.

આ જ વિચારસરણીને લીધે રૂપાબહેન પ્રથમ તેના પતિનું નામ વારસાઈમાં ચડાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે. અને ત્યારબાદ પ્રોતાને એક “મહિલા ખેડુત’ તરીકેની પ્રક્રિયા પેરાલીગલ ના ટેકાથી કરી રહ્યા છે. આ સાથે સાથે સરકારી અધિકારી સાથે સંવાદ, સરકારી કચેરીના અનુભવોએ તેમના આત્મવિશ્લવાસમાં વધારો કર્યો છે. અન્ય બહેનોને પણ તેઓ ટેકો આપી શકે એવી સશકિતકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા

નિરાશામાં ઘેરાયેલા મોટી માલવણના લોકો માટે ‘સ્વભૂમિકેન્દ્ર’ આશાનું કિરણ ધાંગધ્રા તાલુકાનું મોટી માલવણ ગામ. ગામમાં મોટાભાગના લોકો ભાગ ઉપર ખેતી કરે. પ્રોતાની જમીન નહીં. ર૦૦ પ્રમાં વામપંચાયતમાં જ જમીનવિહોણા માટે સંથણોના જમીન સંદર્ભે ફોર્મ ઉમરાવવામાં આવ્યા. લોકોએ ફોર્મ મરોને વામપંચાયતમાં જ જમા કરાવ્યા. આ પ્રક્રિયાને એક વર્ષ પુરુ થતા ર૦૦૬માં જેમણે ફોર્મ ભર્યા હતા તેમને જમીન મળ્યાના આદેશપત્ર આપવામાં આવ્યા. લોકોની ખુશીનો પ્રાર ન રહ્યો. પરંતુ જેવા જમીનના સર્વે નંબર જોયા તો આંખો પ્રહોળી ને પ્રહોળી જ રહી ગઈ. નિરાશા ફેલાઈ અને વિશ્વાસઘાત થયો હોય તેવો અહેસાસ થયો. અહીં જે જમીન આપવામાં આવી હતી. તે જમીન ‘રણ’ની હતી. ગામથી રપ્ર કિ.મી. દુર રણમાં આ જમીન આવતી હતી. રણમાં તો મીઠુ પ્રકવીએ, વળી અનાજ પણ થઈ શકે એ તો સરકારની કોઈ જાદુઈ છડીં હોય તો જ થાય.

૧૦૪ અરજીકર્તાઓએ થ્રામપંચાયતમાં સીધી રજુઆત કરી કે, અગર જમીન ન આપ્રવી હોય તો ન આપ્યો પણ આ રીતે મજાક તો ન ઉડાવો. રણની જમીનમાં કઈ રીતે ખેતી કરી શકીએ. 22 પણ એમના સવાલો માત્ર સવાલો જ રહ્યા. ગરીબ લોકો ફરી ખેત મજુરી તો કોઈ ભાગ ઉપર ખેતી કરવા લાગ્યા. દિવસો, મહિનાઓ અને વર્ષો વિતતા ગયા ન તો લોકોને એમના જવાબ મળયા કે નહિ. એમને જમીન મળી.

રવ૧૪માં સ્વાતિ સંસ્થાના સ્વભૂમિકેન્દ્ર તરફથી મહિલા અને જમીન માલિકીના સંદર્ભમાં પ્રચાર પ્રસાર કરવા પેરાલીગલ  કાર્યકરો ગયા ત્યારે ગામના જ રામુબહેને રજુઆત કરી. તેમણે સંપૂર્ણ વિગત કહીં કે સાંથણોની જમીન તેમને રણમાં મળી છે તો તેના પર થી કોઈ કાર્યવાહીં થઈ શકે ? તેમની રજુઆત સાંભળીને તરત જ પેરાલીગલ  બહેનોએ દરેક દસ્તાવેજ સાથે ફરી મળવાનું કહ્યું અને આગળ શું થઈ શકે તે માટે શું કરી શકાય તે મળીને બેઠક કરવાનું નકકી કરવામાં આવ્યું.

૧૦૪ અરજી મંગાવવામાં આવી અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો. અને તેના પર થી અમુક લોકોને આગળ પ્રક્રિયા કરવી ન હતી, તો અમુક બીજે ગામ ચાલ્યા ગયા હતા. અમુકના દરસ્તાવેજો પુરતા મળતા ન હતા. આમ ૮૪ અરજીકર્તાઓની અરજી પર  કામ કરવાનું શરૂ કર્યું. આ માટે સૌ પ્રથમ મામલતદાર સંવાદ કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવી.

૯-૬-ર૦૧૪માં યોજાયેલ મામલતદાર સંવાદમાં રજુઆત કરી ત્યારે મામલતદારે સામુહિક અરજી કરવાની વાત કરી. તથા ગામમાં અગર અન્ય કોઈ ખેતીલાયક જમીન પ્રડીં હોય તો તેના સર્વે નંબર જાણી તે જમીન સાંથણીમાં આપવામાં આવે એવી અરજી કરવાનું માર્ગદર્શન આપ્યું. આ સાથે ‘જમીન ફેરબદલી’ નું ફોર્મ ભરવાનું પણ કહેવામાં આવ્યું. આ ફોર્મ તલાટી પ્રાસેથી મળશે એવી માહિતી પણ આપવામાં આવી. આ બાબતો પેરાલીગલ  માટે અને ગામની બહેનો માટે ખુબ જ આશાસપ્રદ હતા. તેમને તેમાંથી એ આશાની કિરણ બતાવતા હતા. અને તેમને હવે એ વિશ્વાસ બેસતો હતો કે તેમને જમીન મળશે. એટલે કોઈ જ વિલંબ વગર તલાટી પ્રાસેથી ‘જમીન ફેરબદલી’ નું ફોર્મ લેવાનું અને ગામમાં સરકારી ખેડવાલાયક જમીન કઈ છે તેના સંદર્ભે માહિતી લેવા માટે પ્રક્રિયા કરવાની શરૂઆત કરી.

પરંતુ ગામના તલાટીની અનિયમિતતા અને જયારે પણ આવે ત્યારે કામ ન કરવાની વૃતિને લીધે બહેનોને જવાબ મળ્યા નહીં. આ સાથે તેમની ર૭ સપ્ટેમ્બર રઝ૧૪ના રોજ કલેકટરને પણ સામુહિક અરજી કરીને આ વિષયને લઈને આગળ કાર્યવાહીં થાય તે માટે જાણ કરવામાં આવી

ગામમાં બહેનોએ ખેતીલાયક જમીન પ્રોતાની રીતે જોઈ તો તેમને Uખ્યાલ આવ્યો કે જમીન છે તો ખરી પણ ઘણા લોકો તેના પર  દબાણ કરીને ખેતી કરી રહ્યા છે. હવે જો તે જ જમીન લેવાની માંગણી કરશું તો ગામમાં વિખવાદ ઉભો થશે એવો ડર સતાવ્યા કરે છે.

આ બાબતે સ્વભૂમિકેન્દ્રના પેરાલીગલ  કાર્યકરોએ તલાટી સાથે બેઠક કરવાનું નકકી કર્યું છે અને અગર ગામમાં તે નથી મળતા તો તાલુકા રસ્તર પર  મળતી તલાટીની મિટીંગમાં તેમની સાથે ચર્ચા કરવાનું ટુંક સમયમાં આયોજન કર્યું છે. જેથી પ્રક્રિયા આગળ વધી શકે.

આ પ્રક્રિયા કે બનાવ આપણને એ બાબત પર  વિચારવાને મજબુર કરે છે કે કઈ રીતે સરકારી જમીનને પ્રોતાના અધિકાર તરીકે લેવો એ ખુબ જ મુશ્કેલ અને પડકારજનક છે. અગર સરકાર દ્વારા જમીન આપવામાં આવે છે તો તેની પ્રક્રિયા ખુબ જટીલ હોય છે અને તેનો સમા પ્રક્રિયાની અંદર સામેલ સરકારો મશીનરીમાંથી એક પણ કડોની ઢીલાશ હોય તો તેની અસર સમમાં પ્રક્રિયા પર પડે  છે. આ સાથે ગામના જ સામાજીક જનજીવનને કોઈ પતિકુળ અસર ન થાય તે માટે પણ લોકોને વિચારવું પ્રડે છે. આ પ્રડકારોની સામે ભલભલા વ્યકિતઓ પણ હાથ નીચે મુકી દે ત્યારે ગામની બહેનોને તેમની જમીન ફરી મળશે એ વિશ્વાસ અપાવી પ્રક્રિયાને આગળ ધકેલવો એ પણ ચમત્કાર જેવું જ ગણી શકાય.

દક્ષાબહેન એ જ અરજીકર્તામાંના એક છે, તે કહે છે, ‘‘અમારા જેવા ગરીબ લોકો કયાં જાય ??? માત્ર રજુઆત કરીએ પણ જવાબ કયાં મળે છે??? ” આવા નિરાશામાં ડુબેલા લોકો માટે સ્વાતિ સંસ્થા દ્વારા ચાલતુ સ્વભૂમિકેન્દ્ર આશાનું કિરણ બન્યુ છે. આ પ્રણે પણ આશા રાખીએ કે આ કાયદાની પ્રક્રિયામાં તેઓ સફળ થાય અને ખરા અર્થમાં લોકોને ખેતીની જમીન મળે...

સ્વભૂમિકેન્દ્ર દ્વારા વધુ વારસાઈ પર ભાર મૂકવામાં આવે છે. પ્રરંતુ લોકોની દ્રષ્ટિએ તો આ એક ફોરમ છે જે તેમને જમીન ના પ્રશ્વનો અંગે માર્ગદર્શન આપે છ. એટલે જ જયારે ખાનગી જમીનમાં મહિલાના હકક વિશે વાત કરવા પેરાલીગલ  કાર્યકર ગયા, Cયારે ગામના બહેનોએ તેમને આ પ્રશ્વન વિશે વાત કરી, જે તેમના મનમાં નવ વર્ષથી પડેલ પ્રશ્વન હતો પ્રરંતુ કોઈ વિકલ્પ ન હતો.

લાબુંબહેનના આત્મવિશ્વાસનો રણકો: “પેરાલીગલ  કાર્યકર પરના વિશ્વાસને લીધે જ મને મારામાં વિશ્વવાસ બેઠો"

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate