શીયાળબેટ અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાનુ ગામ છે. આ ગામ દરીયાની વચ્ચે આવેલુ છે, ગામની કુલ વસ્તી ૮૦૦૦ ની છે આ આખુ ગામ કોળી જ્ઞાતિનુ છે. ગામમાં જવા માટે બોટ નો ઉપયોગ કરવો પડે છે. ગામમાં પીવાનુ પાણી કે વીજળી વિગેરે જેવી પ્રાથમિક સુવીધાઓ નથી. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય મજુરીકામ જેમાં, મીઠા પકવવાનુ કાર્ય અને મચ્છીમારીનુ કામ છે. ગામ લોકો રોજગારી મેળવવા માટે વર્ષમાં ૮ મહિના મજુરીકામ માટે સ્થળાંતર કરે છે. આ ગામ દરીયા વચ્ચે આવ્યુ હોવા છતા આજથી દસ વર્ષ પહેલાં ગામમાં શાકભાજી,બાજરો અને કઠોળ જેવા પાકો થતા હતા જેમાં આજે ઘણુ પરીવર્તન આવ્યુ છે અને પાકો થતા નથી અને ગામમાં પીવા અને વાપરવાના પાણી માટે કુવા હતા તેમાં પાણી મીઠુ હતુ હાલમાં આ કુવામાં પણ પાણી ખારા થઇ ગયા છે.
આજથી ૧૫ વર્ષ પહેલાં શીયાળબેટ ગામનો દરીયાકિનારે રસ્તો હતો ત્યાં આગળ પીપાવાવ શીપયાર્ડ ત્યાં આવ્યુ, તે સમય દરમ્યાન પીપવાવ શીપયાર્ડે શીયાળબેટ ગ્રામપંચાયત સાથે કરાર કર્યો કે અમે તમને સારો રસ્તો કરી આપીશુ પરંતુ આજે વાસ્તવીકતા જુદી જ છે. ગામલોકોને રસ્તો સારો કરવાની વાત તો એક તરફ પણ ત્યાં ચાલવા માટે અને પોતાના ઘરે આવન જાવન માટે પણ કંપનીના ગેટ પર પરવાનગી મેળવવી પડે છે. આમ છેલ્લા બાર વર્ષથી શીયાળબેટના લોકો પરેશાની ભોગવે છે.
પક્ષ નં.— ૧ ગામલોકો સંગઠનનાં સભ્યોઃ— કમરબેન,શીયાળ, નભુબેન બારૈયા, ધુનાબેન બારૈયા, સોનાબેન શીયાળ
પક્ષ નં.— ૨ પીપવાવ શીપયાર્ડ
પક્ષ નં.— ૧ શુ માને છે ?
ગામના લોકો છેલ્લા બાર વર્ષથી પોતાના ઘરે આવવા જવા માટેના રસ્તાની મુશ્કેલી અનુભવી રહયા છે. જેમાં, લોકો એવુ માને છે કે કંપનીએ જે વાયદો કર્યો હતો તે પ્રમાણે રસ્તો થયો નથી અને કંપની રસ્તો બીજી બાજુ કરવા માટે તૈયાર છે પરંતુ તે ગામલોકોને મંજુર નથી.કેમકે આ નવો રસ્તો ચાંમુડા બંદરથી કાઢવા માંગે છે જેમાં જંગલ જેવી જાડી અને ખુબ લાંબો રસ્તો થાય જેથી આર્થિક રીતે પણ પરવડી શકે તેમ નથી અને અસલામતીનો ભય પણ ઉભો રહે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કંપનીએ લોકોને હેરાન કરવાનુ ચાલુ કર્યુ છે જેમાં પાસ વગર લોકોને ચાલવા દેવુ નહી, નકકી કરેલા સમયે જ નીકળવુ. આ ઉપરાંત એમ્બ્યુલેન્સને પણ આવવા દેતા નથી જેથી વ્યકિતઓને તાત્કાલીક સારવાર ન મળે તો મૃત્યુ પણ પામે છે. કુદરતી સંશાધનો નો ઉપયોગ પણ ગામલોકો પરમીશન વગર કરી શકતા નથી જેમકે, માછીમારી કરવી અથવા તો બાવળ કાપવા વિગેરે. કાંઠા ઉપરથી આવવા જવામાં અસલામતી વધી છે કેમકે રસ્તામાં કંપની ઉપર કામ કરતા ગાર્ડ ગોઠવેલા છે. આ સાથે બંધીયારપણાનો અનુભવ ગામલોકો ને થાય છે. અને પરમીશન મેળવવામાં સમયનો બગાડ પણ થાય છે. ગામમાં પાણી કે લાઇટની સુવીધા પણ નથી. કંપની દવારા ડ્રેજીગ નુ કાર્ય થવાથી કુદરતી સંશાધનોને પણ અસર થઇ છે અને રોજગારી ઉપર પણ અસર થઇ છે. ડ્રેજીગ થવાથી પાણી ખારા થયા છે અને માછીમારી કરતા કુટુંબોને પણ દરીયામાંથી માછલીઓ મળતી નથી, માછલી મેળવવા માટે દુર સુધી જાવુ પડે છે.
પક્ષ નં.— ૨ શુ માને છે ?
આ જમીન અમે ખરીદેલી છે જેથી જમીન અને દરીયો અમારી માલીકીનુ છે. અને કંપનીએ કરેલા કરાર પ્રમાણે તે ગામલોકોને કામ આપશે તેવી વાત હતી પરંતુ આવડતવાળા વ્યકિત અને અક્ષરજ્ઞાન ન હોવાથી સ્થાનીક લોકોને રોજગારી આપી શકાય નહી. આ સિવાય કંપની લોકોને નવો રસ્તો બનાવી આપવા તૈયાર છે.
સંઘર્ષ થવાના કારણો :—
કોને શું લાગ્યું ?
પક્ષ નં.— ૧ : બંધારણમાં આપેલા હકકો અમને મળવા જોઇએ જેમાં, પ્રાથમિક સુવિધામાં આરોગ્ય, પાણી,આવાસ વિગેરે.
અમે અમારા હકકો મળે તે માટે રસ્તાની સુવિધા, પ્રાથમિક સુવિધા માટેના લખાણ અમે તાલુકા પંચાયત ઝાફરાબાદ અને જીલ્લામાં કલેકટરશ્રીને આપેલ છે.પણ આ અંગે કોઇ પણ જાતની કાર્યવાહી આગળ વધતી નથી.
ગામમાં રેશનીંગ શોપ નથી રાશન લેવા માટે ઝાફરાબાદ જવુ પડે છે.
લોકો માને છે કે શુ કામ અમે અમારો વર્ષોથી જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ ત્યાંથી આવવા જવાનુ બંધ કરીએ.
દરીયામાં ડ્રેજીંગના કાર્ય માટે લોકો ના કહેતા હતા પરંતુ કંપનીએ ગામલોકોની એક વાત સાંભળી નહી અને ડ્રેજીંગ કર્યુ જેથી પાણી ખારુ થઇ ગયુ. અને નાના પાયે પગડીયા મચ્છીમારી નો વ્યવસાય બંધ થઇ ગયો.
પક્ષ નં.— ૨
કોણ કોને જવાબદાર ગણે છે?
ગામલોકો પોતાની જરુરીયાત પુરી કરી શકતા નથી અને સુવિધા થી વંચિત પણ છે તેના લીધે લોકો કંપનીને જવાબદાર ગણે છે.
કંપનીના કારણે લોકો ને પરમીશન પણ લેવી પડે છે.
કંપનીનુ માનવુ એવુ છે કે આ જમીન અને દરીયો અમે ખરીદેલ છે આથી અહીંથી અમે લોકોને આવન જાવન કરવા દઇએ નહી તેમને આ રસ્તાનો ઉપયોગ કરવો હોયતો અમારી પરમીશન લેવી જ પડે.
જે પરમીશન વગર લોકો આમા આવ જા કરે અને કોઇ જાનહાની થાયતો કંપની ની જવાબદારી બને.
માહિતીનું વર્ગીકરણ
કંપની સામે લડવામાં લોકોની શકિત ઓછી પડે છે, અને આખુ ગામ મજુરી સાથે સંકળાયેલુ હોવાથી એક વખત જુસ્સાથી લડવા માટે તૈયાર થઇ જાય પરંતુ સમય જતા લોકો આર્થિક રીતે પણ થાકી જાય છે જેથી ભેગી થયેલી શકિત વિખેરાય જાય છે.
કંપની પાસે સતા અને પાવર અને આર્થિક સધ્ધરતા છે જેથી તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી અને સ્થાનીક રાજકીય પ્રક્રિયા ભળવાથી પણ કોઇ હલ નીકળતો નથી.
સ્થાનીક ધારાસભ્ય પણ કોળી જ્ઞાતિના છે લોકોએ તેમને પણ રજુઆત કરી પણ કોઇ પ્રક્રિયા થતી નથી અને તેમ છતા લોકો તેમને જ વોટ આપે છે કેમકે લોકોની એક માનસિકતા છે કે અંતે તો અમારા જ કેવાય ને બીજા આવે તેના કરતા તો સારા.
કોઇ વ્યકિત અવાઝ ઉઠાવે તો તેને પ્રલોભન આપી ખરીદી લે છે.
ગામલોકોમાં પહેલા એકતા હતી પરંતુ તેમા કંપનીએ દરમ્યાનગીરી કરી અમુક ગામના આગેવાનોને તેમની ફેવરમાં કરી લીધા છે.
વાર્ષિક ૮ માસ રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી લોકોને એવુ લાગે કે કોણ આવી માથાકુટમા પડે. જેના લીધે પણ આ મુદામાં કોઇ સામૂહિક બળ સતત ટકી શકતુ નથી.
આ વિસ્તારમાં શીયાળબેટના દરીયાકિનારાની બાજુમા સ્વાન એનર્જી પાવર પ્લાન્ટ પણ આવી રહયો છે જેની જેટી પણ ત્યાં આગળ પડવાની છે જેના કારણે શીયાળબેટના લોકોને આર્થિક રીતે અને સામાજીક રીતે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.
આ ઉપરાંત રાજુલા ઝાફરાબાદની વચ્ચે અને કોવાયાની બાજુમાં જી.એસ.પી.સી નામની કંપની અને ઇમ્પેકટસ પાવરપ્લાન્ટ આવી રહી છે જેના કારણે પણ મુશ્કેલીઓ ઉભી થાય તેમ છે.
મુખ્ય કોની કોની વચ્ચે સંઘર્ષ હતો ? ( સંઘર્ષનું મૂળ— ઝઘડાનું ઉદ્ભવસ્થાન અને સંઘર્ષ ના તબકકા અને તે કયાં પાસાંમાં આવે ?)
મુખ્ય સંધર્ષ શીયાળબેટ ગામના લોકો અને પીપાવવા શીપયાર્ડ વચ્ચે છે. આ સંઘર્ષનુ મુળ શીયાળબેટના લોકોને પોતાના ગામમાં આવવા જવાના રસ્તાને લીધે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના લીધે અને ભારતના નાગરીક હોવા છતા તેમને જીવનજરુરીયાતની વસ્તુથી વંચિત રહેવુ પડે જેના કારણે પણ સંઘર્ષ છે.
આ શીયાળબેટનો જે સંઘર્ષ છે જે દેખી શકાય તેવો છે તેમાં આપણે સંઘર્ષના પાસાં તપાસીએતો આ સંઘર્ષમાં
ત્રીજી બાજુ અને તેની ભૂમિકા :—
પરીણામ :—
હાલમાં પણ આ પ્રશ્ન ચાલુ છે જેમાં કોઇ પ્રકારનો નિર્ણય આવતો નથી અને શીયાળબેટના માણસો જાણે મુશ્કેલીમાં રહેવા ટેવાઇ ગયા હોય તેમ લાગે છે પરંતુ ગામમાં એવા આગેવાનો અને સંગઠનો છે જે હાલ પણ પોતાની રીતે આ મુદે કાર્ય કરી રહયા છે.
સ્ત્રોત: જાય રાઠોડ, ઉત્થાન ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020