ડાકણ પ્રથા માનવ અધિકારોનું હનન
પ્રસ્તાવના :
ગુજરાત અને દેશના અનેક વિસ્તારોમાં (ખાસ કરીને સમાજના નિરક્ષર, અંધશ્રધ્ધાળુ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગમાં) વિધવા, વૃધ્ધ, કે એકલી રહેતી સ્ત્રીઓને વિશેષપણે સમાજ,ભગત અને ભૂવાઓ ડાકણ જાહેર કરી દે છે.ત્યારપછી તેમની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારે છે જેના કારણે કંઇ કેટલીય મહિલાઓ રોજેરોજ મોતને ભેટે છે. ડાકણપ્રથાના કારણે મહિલાઓના માનવ અધિકારોનું હનન અને તેમની માનહાનિ થાય છે. સમાજના અમુક લોકો આવા તમાશામાં ભાગ લે છે તો અમુક લોકો ચૂપચાપ બેસીને તે જૂએ છે. હકીકતમાં આવું કરવું તે કાયદેસરનો ગુનો છે. દેશની બંધારણીય જોગવાઇઓ અંતર્ગત મહિલાઓને પણ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યાં છે.આની સાથે સાથે આવા અધિકારોને મેળવવા/ રક્ષવા માટે આપણા દેશમાં કાયદાકીય જોગવાઇઓ પણ ઉપલબ્ધ છે.
સમાજ સ્થિત મહિલાઓને સમાનતા, ન્યાયપૂર્ણ અને હિંસામુકત જીવન જીવવાનો અધિકાર છે, જરૂર છે કેવળ દેશના દરેક નાગરિકની આ પ્રતિની સંવેદનશીલતા, સમજ અને કટિબધ્ધતાની.
મહિલાઓના માનવાધિકારો માટેની બંધારણીય જોગવાઇઓ
- કલમ ૧૪ : કાયદા સમક્ષ દરેક વ્યકિતને સમાનતાનો અધિકાર.
- કલમ ૧પ : ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મ સ્થાનના કારણે કરાતા ભેદભાવ વગર દરેક નાગરિકને સમાનતાપૂર્વક પોતાના મૂળભૂત અધિકારો ભોગવવાનો અધિકાર.
- કલમ ૧૭ (૧) : કોઇપણ વ્યકિતને તેની સંપત્તિથી વંચિત કરી શકાય નહીં
- કલમ ૧૯ વાણી અને અભિવ્યકિતની સ્વતંાતાનો અધિકાર.
- કલમ ર૧ : જીવનનું રક્ષણ અને વ્યકિતગત સ્વતંાતાનો અધિકાર જે વ્યકિતને ગૌરવપૂર્ણ જીવવાનો હક આપે છે.
- કલમ રર : સામાજિક સુરક્ષાનો અધિકાર.
મહિલાઓના માનવાધિકારો રક્ષવા માટેની કાયદાકીય જોગવાઇઓ
ગુજરાતમાં ડાકણપ્રથા માટે અલગથી કોઇ કાયદા નથી તેમ છતાં કોઇપણ સ્ત્રીને ડાકણ જાહેર કરી તેની પર શારીરિક— માનસિક અત્યાચાર ગુજારનાર,તેની બદનક્ષી કરનાર તેમજ તેને આત્મહત્યા કરવા પ્રેરનારા લોકો નીચે મુજબના કાયદાઓ અંતર્ગત ગુના /સજાનેે પાા ઠરી શકે છે.
ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ)
- કલમ ૩૨૩ : જાણી જોઇને કોઇ મહિલાને શારીરિક ઇજા પહોંચાડવી.
- સજા : સાત વર્ષની સખત અથવા સાદી કેદ અને કોર્ટને યોગ્ય લાગે તેટલો દંડ.
- કલમ ૩૨૪ :ઘાતક હથિયારથી જાણી જોઇને મહિલાને ઇજા પહોંચાડવી.
સજા : ત્રણ વર્ષની સખત અથવા સાદી કેદ અથવા દંડ અથવા બંને.
- કલમ ૩૨૬ : ઘાતક હથિયારથી જાણી જોઇને મહિલાને ગંભીર ઇજા પહોંચાડવી.
- સજા : જન્મટીપની અથવા દશ વર્ષ સુધીની બેમાંથી કોઇએક જાતની કેદ અને દંડ.
- કલમ ૩૦૬ : આપઘાત માટેની ઉશ્કેરણી.
- સજાઃ દસ વર્ષ સુધીની કેદ અને દંડ.
- કલમ ૪૯૮ (અ) પરીણિત મહિલાને શારીરિક — માનસિક ાાસ આપવો.
- સજાઃ ગુનેગારને (પતિ અને અન્ય સાસરિયાઓને ાણ વર્ષની કેદની સજા અને કોર્ટ નકકી કરે તે મુજબનો દંડ
- કલમ પ૦૦ : બદનક્ષી માટે ( બદનક્ષી એટલે મહિલાના માનને હાનિ પહોંચાડવાના પ્રકારની નિશાનીઓ કે પ્રતીકો વડે મહિલા પર આરોપ મૂકવો.ડાકણ જાહેર કરવી તે આરોપ જ છે.)
- સજા : બે વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને.
- કલમ પ૦૦ : ગુનાહિત ધમકી કોઇ મહિલાના શરીર,પ્રતિષ્ઠા કે મિલકતને હાનિ પહોંચાડવાના ઇરાદાથી ધમકી આપવી.
- સજાઃ બે વર્ષ સુધીની સખત કેદ અથવા સાદી કેદ અથવા દંડ.
- કલમ પ૦૪ : ઉશ્કેરણી (સુલેહનો ભંગ કરી અપમાન કરવા પ્રેરણા આપવી.)
- સજાઃ ર વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને.
સ્ત્રોત: ઉત્થાન ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.