অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત ના મહિલા કિસાનો ની સામાજિક, આર્થીક નીતિ વિષયક પડકારો

ગુજરાત ના મહિલા કિસાનો ની સામાજિક, આર્થીક નીતિ વિષયક પડકારો

પૂર્વ ભૂમિકા :

AAI સાથે મળી ગુજરાત માં મહિલા ખેડૂતોના અધિકાર ને લગતા  મુદ્દે કામ કરતી વિવિધ સંસ્થા ઓ સાથે મળી આ કાર્યશાળા નું આયોજન કરેલ હતું  .આ કાર્યશાળા પહેલા એક કન્સેપ્ટ નોટ પણ તૈયાર કરવામાં આવી હતી જેમાં ત્રણેય સાથી સંસ્થા ના વિચાર વિમર્શ પછી તારીખ ૮-૯ august ના રોજ કાર્યશાળા નું આયોજન કરવમાં આવેલ.

હેતુઓ

  • ગુજરાત ના મહિલા કિસાનો ની સામાજિક, આર્થીક નીતિ વિષયક પડકારો વિષે સમજ ઉભી કરવી
  • મહિલા ખેડૂતો ની ઓળખ ને ઉજાગર કરવા આગળ ની રણનીતિ અને કાર્ય આયોજના બનાવવી
  • રાજ્ય સ્તર નું મહિલા ખેડૂત સંગઠન ની રચના કરવી

અપેક્ષિત પરિણામો:

  • મહિલા ખેડૂતોના સામાજિક, આર્થિક અને નીતિ વિષયક પડકારોની સ્પષ્ટતા ઉભી થશે
  • મહિલા ખેડૂતોની ઓળખને મજબુત કરવા રણનીતિ અને કાર્ય આયોજન – સામાજિક, આર્થીક અને નીતિ વિષયક સંદર્ભોમાં સ્પષ્ટ રણનીતિઓ બનશે
  • રાજ્ય સ્તરીય મહિલા ખેડૂત સંગઠન ઉભું થશે

કાર્યશાળા નો સંદર્ભ

કોહેસ્ન સંસ્થાના ભાનુભાઈ દ્વારા કાર્યશાળા નો સંદર્ભ સમજાવતા -એક વાત સ્પસ્ટ કરવામાં આવી હતી કે આ એક વિચારમંથન માટે ની કાર્યશાળા છે જેમાં સંસ્થા ના પ્રતિનિધિઓ –સંગઠનોના પ્રતિનિધિઓ અને મહિલા ખેડૂતોને આમત્રણ આપવામાં આવ્યું છે

કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ઓ ને ખેડૂત તરીકે માન્યતા મળે તે માટે ની નીતિ ઘડવામાં આવી છે  તે સારી બાબત  છે . પરંતુ મહિલા ઓ  ખેતી માં ૭૪ ટકા જેટલું યોગદાન આપતી હોવા છતાં તેઓ પોતે ખેડૂત છે તેવું સ્વીકારતા નથી . બીજી બાજુ દિવસે દિવસે ખેતી પર નભતા પરિવારો ઓછા થતા જાય  છે .કુદરતી સંસાધનો પર સરકારી અંકુશ વધતો જાય છે –પ્રાથમિકતા બદલાતી જાય છે –આ એક ચિંતાનો વિષય છે .આમ થવાથી એકલ નારી –દલિત, આદિવાસી  અને લઘુમતીસમુદાય ની બહેનો ની સ્થિતિ ખુબ વિકટ થતી જાય છે અને તે સૌની ચિંતા નો વિષય બનવો જોઈએ

ભાનુભાઈ એ જણાવ્યું કે -આ કાર્યશાળા પહેલા સંસ્થાઓ દ્વારા નક્કી કરેલા ગામોમાં  જૂથ ચર્ચા કરવામાં આવીહતી જેમાં ખેતી કરતા (જમીન માલિક)–ખેતમજૂર-માછીમાર –વન પેદાશ એકઠી કરતા ભાઈઓ અને બહેનો જોડાયા હતા .આ જૂથ ચર્ચા બાદ જે નિષ્કર્ષ નીકળેલ તેનો  સામાજિક –આર્થિક –અને  -નીતિગત સંદર્ભ -ની અલગ તારવણી કરવમાં આવી છે

અહી તે ચર્ચામાં જોડાયેલા લોકો દ્વારા તેની રજૂઆત કરવામાં આવશે તથા તે આધારે ભવિષ્યમાં કેવા પગલા લેવા પડશે અને  તેને માટે કેવા સંગઠન ઉભું કરવાની જરૂરત લાગે છે તે અંગે પણ વાત ચિત થશે.

સુશીલાબેન –AAI પ્રતિનિધિ

તેઓ એ એ વાત પર ભાર મુક્યોકે મહિલાઓ નું ખેતીમાં એટલા મોટા પ્રમાણ માં યોગદાન હોવા છતાં  તેમનો મહિલા ખેડૂત તરીકે સ્વીકાર સમાજ કે સરકાર કરતી નથી અને જેના કારણે મહિલાઓ દોયમ દરજ્જાનું જીવન જીવવા મજબુર હોવા ઉપરાંત અલગ અલગ પ્રકાર ની હિંસા નો ભોગ બનતી હોય છે.

દેશના બંધારણે દરેક ને સમાન હક અને અધિકારો ની વાત કરી છે તો પછી મહિલાઓ ને પણ સમાન તક અને અધિકાર મળવા જોઈએ અને તેઓ પણ પોતાનું  જીવન પોતાની ઈચ્છા મુજબ સમ્માન પૂર્વક જીવી શકે તેના માટે તેમના યોગદાનની નોધ લેવાવી જોઈએ ઉપરાંત એમની નિર્ણય પ્રક્રિયા માં ભાગીદારી હોવાની સાથે સાથે દરેક પ્રકારના સંશાધનો સુધી પહોચ હોવી જોઈએ. જેથી તેઓ તે યોગ્યતા હેઠળ વિવિધ હકો ભોગવી શકે –અને સશક્તીકરણ ની દિશા તરફ આગળ વધી શકે.

દેશમાં MAKAAM મહિલા કિસાન અધિકાર મંચ જેવા રાષ્ટ્રીયસ્તર ના સંગઠનો આ અંગે જે પ્રયત્નો કરે છે તે આવકાર્ય છે સાથે સાથે ગુજરાતમાં WGWLO અને તેની સાથી સંસ્થાઓ આ વિચાર ને આગળ લઇ જાય છે તે ખુબ સારી બાબત છે

આ પ્રયત્ન એ કોઈ પણ રીતે એક વધુ સંગઠન ઉભું કરવાની હરીફાઈ છે તે રૂપે ના લેવાવું  જોઈએ .મહિલાઓ ના મુદ્દે AAI નો દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ કરતા   તેઓએ જણાવ્યું કે અમે માનવ અધિકાર અને ગરીબી નિવારણ ના મુદ્દે કામ કરી રહ્યા છીએ ત્યારે આ અમારી પ્રાથમિકતા બની છે –અમે માનીએ છીએ કે મહિલાનો ખેડૂત તરીકે સ્વીકાર થાય તે તેને સન્માન-સમાનતા   અને અધિકાર અપાવવાનું હથિયાર બની રહશે જે તેની ગરીબી (સામાજિક –આર્થિક-અને રાજકીય) દુર કરવા માં સહાય ભૂત થાય તેમ છે

સ્ત્રીઓ ની સામાજિક સ્થિતિ વિષે ચિંતા કરતા તેમેણ કહ્યું કે ૪૮ ટકા હિસ્સો હોવા છતાં સ્ત્રી ઓશિયાળા પણું અનુભવે છે –બીજી બાજુ સ્ત્રીઓ નું પ્રમાણ વિશેષ રીતે ઘટતું જાય છે કારણકે સમાજ માં દીકરીઓ નું મહત્વ ઘટતું જાય છે જેના કરને દીકરીઓ ને ગર્ભમાં મારવાની સાથે સાથે એને પેદા કરી ફેંકી દેવાના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે  જેનું જોડાણ ક્યાય ને ક્યાય આ પ્રકાર ના મુદ્દાઓ સાથે જોડાયેલું  છે જેથી આ મુદ્દે એક્શન એડ ભારત માં બેટી ઝીન્દાબાદ નામનું અભિયન ચલાવી રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓ અને સ્ત્રીઓ ના જીવનચક્ર માં અલગ અલગ પ્રકાર ના ભેદભાવો ને ઓળખી એને ખતમ કરવાનું કામ કરી રહ્યું છે.

પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાની વાત કરતા તેમને  ભાર મુક્યો  કે સ્ત્રી માત્ર ઉપભોગ  નું સાધન ના બનવી જોઈએ –આપણે આ દિશામાં મદદ થાય તેવા રસ્તા શોધવા પડશે

સરકાર દ્વારા  નવી ખેતી નીતિ બની રહી છે તેને આવકારતા તેમને  ભાર મુક્યો કે આપણે સૌ એ સાથે મળી એક સંગઠિત પ્રયાસો કરવા પડશે –અને બહેનો એ તેમાં આગેવાની લેવી પડશે. તેમને ભાર આપ્યો કે

સામાજિક અડચણો ને દુર કરવાની શરૂઆત વ્યક્તિના પોતાનાથી કરવી પડશે –ધીમે ધીમે કુટુંબ અને પછી સમાજ ને જોડવો પડશે

આર્થિક મુદ્દાને પહોચી વળવા તેમણે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે ગામે  ગામ એકલ નારી માટે પડતર જમીનોની માંગ ઉભી થાય અને બહેનો તેના દ્વારા આર્થિક ઉપાર્જન મેળવે તે જોવાવું જોઈએ

બેનોના એવા જૂથ અને સંગઠનો ઉભા થાય જે નીતિ વિષયક બાબતો ઉપર GRC –gender resource centre જેવી સંસ્થાઓ સાથે રહીને દરમયાન ગીરી કરે જેથી મહિલાઓ નું હિત સચવાય

સામાજિક –સંસ્થા ngo આવા સંગઠનોને વૈચારિક સહયોગ આપે અને ક્ષમ્તાવર્ધન માં જોડાય

તેઓ એ અપેક્ષા રાખી કે બે દિવસ દરમ્યાન બેનો પોતે સાથે મળી  વિચાર મંથન કરે અને આગળ આવે તે જરૂરી છે

ગુરજીત-CEO-જનવિકાસ

આ પ્રયત્નોને બિરદાવતા એ વાત પર ભાર મુક્યો કે મહિલાની સાચી ઓળખ જે માત્ર ઘરની ચાર દીવાલો માં સમાઈ જાય છે તેને બહાર કેવીરીતે કાઢવી –આ માટે બધી દિશા માં પ્રયત્નો કરવા પડશે –સમાજમાં વર્ષોથી ફેલાયેલા સામાજિક દુષણો ને દુર કરવાનો સમય આવી ગયો છે અગાઉ સતી પ્રથા અને દેવદાશી પ્રથા ને નાબુદ કરવા ખુબ પ્રયત્નો થયા બધા લાગતા વળગતા લોકો ને સાથે રાખી કામ કરવું પડ્યું પરંતુ જેમ એ વાત કાયદાના દાયરામાં આવતી ગઈ તેમ હવે તેને  પડકારી શકાય છે હવે જયારે મહિલા ની ખેડૂત તરીકે  સ્વીકૃતિની વાત છે ત્યારે આપણે એ તક ને ઉપાડવી જોઈએ  અને તે માટે મહિલાઓ એકત્રિત થાય તે ખુબ જરૂરી છે

તેમના મત મુજબ ચાર બાબતો અગત્યની છે

  • નિર્ણય પ્રક્રિયામાં મહિલાની ભાગીદારી નથી તે સચવાવી જોઈએ
  • સંસાધનોની માલિકી તેમની હોવી જોઈએ
  • મહિલાઓ આર્થિક બાબતે જે યોગદાન આપે છે તેની કોઈજ નોંધ લેવાતી નથી તે લેવાવી જોઈએ
  • જે કોઈ યોજનાઓ બહાર પડે છે તેમાં GENDER PERSPACTIVE હોવો જોઈએ

મોટી મોટી યોજના ઓ બને ત્યારે તેમાં gender ને ધ્યાને લઈને data અલગ તારવેલો હોતો નથી agri census નું ઉદાહરણ ટાંકી તમેને સમજાવ્યું કે તેમાં ઉત્પાદન –વેચાણ –ખર્ચ-જમીન નો પ્રકાર જેવી બાબતોનો સમાવેશ થાય છે ખુબ મોટા ખર્ચે વિગતો એકઠી થાય છે જેના નિષ્કર્ષ નો લાભ માત્ર  વસ્તુ નું વેચાણ કરનાર –બજાર -જ લે છે બેનોના શ્રમ ઓછો થાય તે માટે સાધનો બહાર પડે તેવું બનતું નથી પણ તેઓના શ્રમ ને રોજગારીની તકો ગુમાવે તેવા સાધનો બજાર દ્વારા મુકાય છે  આમ GENDER perspactive ના હોવાને લીધે બેનોને નુકશાન થાય છે અથવા તો યોજનામાં તેમનું હિત સચવાતું નથી.

તેમને એ વાત પર ભાર મુકતા જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા કરવા માં આવતા કામો ની ના ક્યાય નોંધ લેવાય છે ના તેમનું પૈસામાં રૂપાંતરણ થાય છે જયારે પુરુષો દ્વરા થતા કામો ની નોધ લેવામાં આવે છે, સ્ત્રીઓ ને એવા પ્રકાર ના કામો માં શામેલ કરવામાં આવે છે જે ઘરમાં કે ઘરની આજુબાજુ કરવાના હોય જયારે બજાર સાથે ના કામો હમેશા પુરુષો ના હાથ માં હોય છે આ બધા પ્રકારના મુદ્દાઓ પર સમજ બનાવી આ મુદ્દે કામ કરવું જરૂરી છે.

નુપુર –CSJ

મહિલા ખેડૂત હક્દારી બીલ જે રાજ્યસભામાં છે અને કાનુન બનવાની પર્ક્રિયા માં છે તે અંગે તેમને વિગતો આપતા જણાવ્યું...

ઉદ્દેશ  - મહિલા ખેડૂત તરીકેની ખાસ જરૂરિયાતોને સમજી પૂરી પડી શકે, મહિલા ખેડૂતોના હકો ને અંજામ આપી શકાય અને જમીન અને  પાણી જેવા સ્ત્રોતો નો ભોગવતો કરી શકે.

હવે ખેડૂત ની વ્યાખ્યા વ્યાપક બની છે જેમાં પશુપાલન, મરઘા ઉછેર, મધુ મખ્ખી પાલન, ફૂલોની ખેતી જેવી ખેતીલાયક પ્રવુતિ –ખેતી સંભાળતા ખેડૂત –ખેતમજૂર –જંગલ પેદાશ પર નભનારા –ફરતી ખેતી કરનારા –ખેતી નું પરંપરાગત જ્ઞાન ધરાવતા –સાચવણી કરનારા –અને માલધારી નો સમાવેશ થનાર છે

  • પરણિત, વિધવા, અપરણિત હોય અથવા જમીનની માલિકી એમના હાથમાં હોય કે ના હોય ગામડામાં રહેતી હોય અને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલ પ્રક્રિયાઓં માં સંકળયેલ હોય , શહેર માં રહેતી હોય પારમ્પરિક જ્ઞાન હોય, સંગ્રહ કરવાનો, નવીનતા આપવાનો વગેરે નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મહિલા ખેડૂત કાર્ડ કોને મળી શકે તે માટે ગામસભા ને સત્તા આપવા માં આવનાર છે જેથી સાચા લોકો ની પસંદગી થાય
  • સરકારી કર્મચારી પણ માન્યતા આપી શકે.
  • વ્યક્તિગત અને સમૂહ તરીકે પણ કાર્ડ મળી શકે છે.
  • બધાજ પ્રકારના પાણી ના સ્ત્રોત છે બધાજ પ્રકાર ના સ્ત્રોત નો ઉપયોગ કરવાનો હક મહિલાને મળશે.
  • કોઈપણ ધર્મ, જાતી, અથવા મેરીટલ સ્ટેટસ ના આધારે ભેદભાવ થશે નહિ
  • મહિલાખેડુંત કાર્ડ ના આધારે કિસન ક્રેડીટ કાર્ડ પણ મેળવી શકશે.
  • જેમાં પત્ની ને સમાન હક ,જંગલ જમીન અને ઉપજમાં બરાબરી નો હક ,જમીનસંપાદન માં બંને ની સમ્મતી –કુદરતી સંસાધનો પર અધિકાર જેવી બાબતો પણ વણી લીધી છે ત્યારે આપના માટે એ સારા સમાચાર છે
  • તેઓ  એ વાત પર ભાર મુક્ત જણાવ્યું હતું કે આ બીલ માં માછીમાર અને મીઠામાં કામ કરનાર મહિલાઓ   નો સમાવેશ નથી  તેના માટે આપને બધાયે સાથે મળી લોક્પેરવી કરવી પડશે.

અમલીકરણના માળખા અંગે

ત્રણ સ્તર પર અમલીકરણ માળખું હશે

  • રાજ્ય સ્તરે મહિલા કિસન હક્દારી બોર્ડ(જેમાં અધ્યક્ષ મહિલા કિસન હશે સાથે સરકારી અધિકારીઓ હશે )
  • જિલ્લાસ્તરે દેખરેખ માટે સમિતિ (અમલ માટે નિગરાની કરશે )
    • તાલુકા સ્તરે તકરાર  નિવારણ સમિતિ.
    • ૯૦ દિવસમાં તકરાર નું નિવારણ કરી પરિણામ લાવશે
    • જે તે અધિકારી એમની ફરજ નહિ નિભાવે એમને ૬ માસ થી ૧ વર્ષ ની સજા થઇ શકે છે.

બપાટલા મુલાકાત ના અનુભવો :

“મકામ” ના સંકલન થી મહિલા ખેડૂત ના પ્રશ્નો અંગે સમજ કેળવવા અને જાણકારી માટે જે સંવાદ યોજાયેલો તેમાં ગુજરાતમાં થી ગયેલી બેનોએ પોતાના અનુભવ રજુ કર્યા હતા .અન્ય રાજ્યોના લોકોએ  ગુજરાત ના પ્રયત્નો માંથી શીખ મેળવી હતી જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થયેલી તેનો સારાંશ રજુ થયો .અન્ય સહભાગીઓને મોટા સ્તરે થતી ચર્ચા થી માહિતગાર કરવમાં આવ્યા

ફરિયાદ કોણ કરી શકે ?

  • મહિલા ખેડૂત પોતે જે અસરગ્રસ્ત છે
  • સગા વ્હાલા
  • સ્થાનિક તંત્ર

આ મહિલા ખેડૂત હક્દારી બીલ માં થી કાનુન બને તે માટે હિમાયત કરવી જરૂરી છે

આ મુદ્દે છાપા માં આર્ટીકલ આવી શકે

  • સોસીઅલ મીડિયા નો ઉપયોગ કરી શકાય
  • પોસ્ટ કાર્ડ ઝુંબેશ કરી શકાય
  • ધારા સભ્ય અને સંસદ સભ્યો પર દબાણ લાવી શકાય
  • GRC જેવી સરકારી સંસ્થાઓ સાથે દરમ્યાનગીરી કરી શકાય
  • ખેતી યુનિવર્સિટી પર દબાણ કરી શકાય.

(નોંધ : આ અંગે જે સાહિત્ય તૈયાર થયું છે તે સૌને મળે તે માટે તેઓ ગુજરાતી માં એક નોંધ તૈયાર થશે જે વિવિધ સંસ્થા સંગઠનો સુધી પહોચાડવાની જવાબદારી AAI –CFT સ્વીકારે છે)

ખેતી અને પશુપાલન

સામાજિક

પરીસ્તીથી

ઉકેલ

કુટુંબ માંથી લોકો ખુદ મહિલાના નામે જમીન કરવા આગળ આવતા નથી

પુરુષો જાતે બહાર આવે અને મહિલાઓને કામમાં મદદ કરે જેથી તેઓ સ્વવિકાસ ની તક મેળવે

ભાઈ ઓ સંવેદનશીલ નથી

ભાઈઓને પણ પ્રક્રિયામાં જોડવા પડશે

ખેતી માં ૫૮ કામો બેન કરે છે જયારે ભાઈ ૨૨ કામ કરે છે

બેનોના યોગદાન નો સ્વીકાર થાય

બેનો પાસે ખેતી ઉપરાંત સામાજિક કામો અથવા ઘર કામોની અપેક્ષ રહે છે

કુટુંબ કક્ષાથી કામ માં સહયોગ નું વલણ

મહિલાના કામ નું વળતર નથી

unpaid કામ અંગે જાગૃતિ લાવવી પડશે અને લોકો માં સમજ લાવવી પડે

તમામ સાધનો ઉપર ભાઈ નું નામ રહે છે

બેનો આ અધિકાર મેળવે અને આગ્રહી બને

પિયરમાંથી આવેલ વસ્તુ પર હક નથી આપતા

સામાજિક શિક્ષણ અને જ્ઞાતિ પંચો સાથે કામ

વણ વહેચેલી જમીન પર  બેનોને જમીન પર લોન માટે બીજાને સમ્મતી લેવી પડે –વિધવા ને મુશ્કેલી

લાંબા સમયથી વારસાઈ થયેલ નથી

ક્યારેક જમીન સંબંધી તકરારો ઉભી થાય

લોક જાગૃતિ લોક ઝુંબેશ –સ્વ્ભુમી કેન્દ્ર જેવા કેન્દ્ર ઉભા કરવા

કુટુંબ કક્ષાએ સંમતી ઉભી કરાવવી –સામાજિક એકતા નું વાતાવરણ અને મહિલા ના વિરોધ માં તેને મદદ માર્ગદર્શન  હુંફ આપવી

બોજાને લીધે   હયાતીમાં નામ દાખલ થાય નહિ

સંગઠનો ને તાલીમ આપવી

માછીમારી પર નભતા સમુદાય

કુદરતી સંસાધનો -જળ-જમીન અને જંગલ પર નભતા સમુદાયના અનુસંધાને -માછી માર સમુદાયની મહિલાઓ નો સમાવેશ મહિલા ખેડૂત હક્દારી બીલ માં  ખેડૂત તરીકે ગણવામાં  આવનાર નથી તે અંગે હાજર સભ્યો એ દુખ ની વાત ગણાવી હતી અને તેઓ ની સામેલગીરી થાય તે માટે પ્રયત્નો ચાલુ રાખવાની વાત  કરી હતી

પરંપરાગત રીતે દરિયા સાથે બદલાતા જતા ઋતુ  ફેરફાર અને ભરતી ઓટ મુજબ માછલી અને તેની અન્ય જાતો જોવા મળે છે ખાસ કરીને મીઠા અને ખારા પાણી ના  સંગમ સ્થાને ઝીંગા નો સવિશેષ જાત જોવા મળે છે જેનો બજાર ભાવ ખુબ સારો મળે છે વર્ષના અમુક નિશ્ચિત સમયમાં સારી એવી રોજગારી ની તકો ઉભી થાય છે આ માટે પગડિયા એટલેકે પગે ચાલીને દરિયામાં દુર સુધી જઈને જાળ નાખીને નભતા લોકો ની સ્તીથી દિવસે દિવસે ખરાબ થતી જાય છે ગંદા અને પર્યાવરણ ને નુકશાન કરે તેવા ઝેરી દવા રસાયણ ને કારણે પરિસ્થિતિ બગડતી જાય છે પરંતુ આવા પરિવારો ની ફરિયાદ કોઈ સાંભળતું નથી .

આવા પરિવારો પાસે દરિયાનું અને તેમાં પેદા થતી જૈવિક સંપતિ નું ભરપુર જ્ઞાન છે આ જ્ઞાન માં જો વૈજ્ઞનિક દ્ર્સ્તીબિંદુ ઉમેરાય તો વધુ સારી જાતો પેદા કરી શકાય અને નિભાવી શકાય .ફિશેરીએસ બોર્ડ સાથે ખુબ આયોજન પૂર્વક નું સંકલન જરૂરી છે

પગડિયા માછીમાર અને યાંત્રિક બોટ વાળા  માછીમારો સાથે હમેશા સંઘર્ષ રહેવાનો કારણકે આ હરીફાઈમાં કુદરતી સંવર્ધન ને પોષે તેવા ચેરિયા વગેરે ની ખેતી ખુબ ભયમાં છે અને સમુદાય ને સાથે રાખી સંવર્ધન નું કામ થતું નથી

આવા માછીમારો આર્થિક રીતે સધ્ધર ના હોવાને કારણે તેઓ વચેટિયા અથવા તો શાહુકારોનો ભોગ બને છે તેથી તેમની માંગ મુજબ અને મહેનત અનુસાર ભાવ મળતા નથી આ માટે નાના માણસો સુધી આધુનિક વિજ્ઞાન મુજબ સંગ્રહ ક્ષમતા  વધે તેવા સાધનો પહોચતા નથી આવા કુટુંબો ક્યારેક બિન સીઝન માં અન્ય કામ ખેતી કે હાથ મજુરીમાં જોડાયેલા જોવા મળે છે આમ માત્ર માછીમારી પર નભવું તેમના માટે મુશ્કેલ છે

તેમ કહી  શકાય અહી આસમાજમાં સ્ત્રીઓ પોતે માછીમારી માટે છેક માર્કેટ સુધી આપ મહેનત થી પહોચી શકી છે પરંતુ તમેને બેંકો વગેરે સંસ્થામાંથી ધિરાણ મેળવવું મુશ્કેલ છે કારણકે તેઓ પોતાની સ્થિરતાની ખાતરી આપી શક્તિ નથી .છૂટક વેચાણ કરતી વખતે તેઓ નાની મોટી લાંચ આપવી પડે તેવા  દાખલા મોટા પાયે જોવા મળે છે વેચાણ ની જગ્યા માટે તેમેને ખાસ સહકાર જરૂરી છે આ માટે માછીમાર સમુદાય ની બેનો દ્વારા થયેલ રજૂઆત માંથી નીચે મુજબ પ્રશ્નો બહાર આવ્યા હતા

સામાજિક

પરિસ્થિતિ

ઉકેલ

છૂટક વેચાણ કરતા હોવાથી કોઈ સંગઠન નથી

સંગઠનો ઉભા થાય તે જરૂરી છે

પુરુષોમાં વ્યસન ને કારણે મોત થવાની સંખ્યા વધુ જોવા મળે છે

વ્યસન મુક્તિના કાર્યક્રમોની અસરકારકતા વધારવી જોઈએ

આર્થિક

પરિસ્થિતિ

ઉકેલ

તેઓ નું વેચાણ વ્યવસ્થામાં શોષણ થાય છે

પોતાની વેચાણ વ્યવસ્થા થાય તે જરૂરી –સહકારી મંડળી બનાવી શકાય

લાયસન્સ ના હોવાના કારણે મુશ્કેલી

લાયસન્સ મળે તે માટે પ્રયત્ન કરવા

લોન મળતી નથી

અધિકારી સાથે વાત કરી શકાય

બજાર સાથે જોડાણ ના હોવાથી વચેટિયા નું શોષણ

બજાર સાથે સીધું જોડાણ કરી શકાય

માછલી ઉછેર માટે જગ્યા નો અભાવ

માછલી ઉછેર માટે તળાવો ની માંગ કરવી

કંપનીઓ - આસપાસ મોટા પાળા બનાવે છે તેથી ઝીંગા ઉછેર માં અડચણ થાય છે

આ માટે યોગ્ય સ્તરે રજૂઆત થાય કંપની ઓ સામે અવાજ ઉઠાવવો  જોઈએ

રોજે રોજે વેચાણ માટે લાંચ આપવી પડે છે

કાયમી જગ્યાની માંગ છે

નવા સાધનો હથિયારો મળવા જોઈએ

research સંસ્થા અને નાણાકીય સંસ્થા સાથે સહયોગ કરવાથી વ્યક્તિગત અને સામુહિક યોજના લાવી શકાય

નવી prodcut બનાવવાની જાણકારીનો અભાવ

value એડીસન માટે સઘન પ્રયાસ જરૂરી

નીતિગત

પરિસ્થિતિ

ઉકેલ

પગડિયા માટે કોઈ નીતિ કે જોગવાઈ નથી

યોગ્ય રજુઆતો થાય પગડયાને સમાન તક અને પ્રાથમિકતા

પ્રદુષણ નો દુસ્પ્રભાવ અને ઉત્પાદન પર અસર

કાયદાનો કડક અમલ થાય તે જોવાય

market માટે જગ્યા નથી

જગ્યા ની માંગ કરવી

લોક્ભ્ગીદારી નથી

GEC ના entry પોઈન્ટ કાર્યક્રમ માં સ્થાનિક સમિતિની સામેલગીરી જળવાય

જંગલ પર નભનારા –આદિવાસી જૂથ

  • આં સમુદાય મોટે ભાગે આદિવાસી લોકો વસે છે વર્ષો થી આદિવાસી પોતાની સમજ અને અનુભવ ને આધારે  જંગલ નું રક્ષણ અને સંવર્ધન કરતા આવ્યા છે તેઓ પોતાની જરૂર જેટલી સામગ્રી અહીંથી મેળવે છે દેશી દવા –ફૂલ ફળ –મધ વગેરે કાચા માલ નો ઉપયોગ થાય છે આદિવાસી અહીંથી કાચોમાલ એકઠો કરે છે ત્યારે બિન આદિવાસી વેપારી ખુબ ઓછા ભાવે આ માલ તેઓ પાસે થી ખરીદે છે અને સંગ્રહ કે પ્રોસેસિંગ કરી ઊંચા ભાવે વેચે છે
  • એફ આર એ (FRA)અને પેસા (PESA) ના કાયદાનો અમલ નાથતો હોઈ પંચાયતો પોતાના હક દાખલ કરી શક્તિ નથી
  • સરકાર તરફથી થોડા વેચાણ અને તાલીમ કેન્દ્રો ઉભા થાય છે પણ તે પૂરતા નથી
  • જંગલ  ની જમીનો માં ખેડૂતો ખેતી કરે છે અને તેનું સંવર્ધન કરે છે પણ તેમને કાયદેસરતા નથી

સામાજિક

પરિસ્થિતિ

ઉકેલ

મહિલાઓ ઉપર હિંસાનું પ્રમાણ વધ્યું છે

સામાજિક જાગૃતિ

વ્યસન નું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને યુવાનોમાં

પેસા કાનુન નહોવાથી સમાજિક ન્યાય વ્યવસ્થા અમલમાં નથી

પંચાયતોને સક્ષમ કરવી જરૂરી –બીજે જ્યાં સફળ છે ત્યાં થી અનુભવ લેવો –કાનુન ઘડાય તે માટે દબાણ કરવું

જ્ઞાતિ પંચોનો ઘટતો પ્રભાવ

મૂળ પ્રથાની સારી બાબતો ને અપનાવો અને તેનો પ્રચાર કરો

વહેમ અને અંધ શ્રધા નું ચલણ જોવા મળે છે

સામાજિક જાગૃતિ, દસ્તાવેજી કરણ,  હિમાયત કરવી

ડાકણ પ્રથા હજુ પણ જોવા મળે

સ્ત્રીઓ ના મિલકત હક પ્રત્યે ઓછું ધ્યાન

મહિલા ઓને જાગ્રુત કરવા અને માર્ગદર્શન આપવું

હિન્દુત્વ ની વધતી પકડ આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થવું

આદિવાસી સમાજ ના કસ્ટમરી લો સમાજ બનાવવી

સત્ય શોધક સભા સાથે જોડાણ કરી શકાય

આદિવાસીઓ માં અન્ય સમાજોની દેખાદેખી ના કરને અન્યાય

આદિવાસી સમાજ ના સારા પાસાઓ નું દસ્તાવેજી કરણ કરવું

આર્થિક

પરિસ્થિતિ

ઉકેલ

સ્થાનિક રીતે કાચા માલ ઉપર કામ થતું નથી

સ્થાનીક રીતે કાચા માલ નું પ્રોસેસિંગ થાય લોકો ને તે અંગે સમજ અપાય –નમુના ઉભા થાય

આદિવાસીના જ્ઞાન નો ઉપયોગ

biodiversity ઉપર સંકલન થાય

જંગલ પેદાશ ને વ્યવસાયક ઉત્પાદન માં ફેરવાતું નથી

સ્થાનિક આદિવાસી સાથે મળી તને પ્રોડક્સન યુનિટ માં ફેરવવું

biyo diversity બોર્ડ ના જોડાણ નો અનુભવ

bio dioversity જોડાણ વધારવું અને યોજના નો લાભ આદિવાસી ને મળે તે જોવું

વણ પેદાશ નું પરમ્પરાગત જ્ઞાન સંગ્રહતું નથી લુપ્ત થશે

આ જ્ઞાન સંગ્રહ અને તેનો આદિવાસી સમાજ માટે ઉપયોગ થાય તે જરૂરી

મશરૂમ જેવી ખેતી થતી નથી

નવી પદ્ધતિ થી મશરૂમ ખેતી નો વિકાસ થાય તે જોવું

ઉત્પાદન માટે બજાર નું જોડાણ નથી

બજાર ના જોડાણ થાય  અને ખેડૂતનાસંગઠનો બને

નીતિગત

પરિસ્થિતિ

ઉકેલ

વાસ લેવા માટે permisan અને હેરાનગતિ –શોષણ

ઉદ્યોગો ને વાસ મળે તે કરતા આદિવાસી ને મળે તે માટે પ્રાથમિકતા –ઉદ્યોગ માટે  બંધ કરવા

જંગલ ગેર કાયદે કટિંગ

આદીવાસી સાથ રાખીને જંગલ ઉછેર થાય તેવી નીતિ

FRA –PESA નો અમલ નહિ

આ માટે કાનુન અમલ માં આવે

નસાબંધી નીતિ નો હળવો અમલ

નીતિ કડક બને પેસા અનુસાર છૂટ મળે

ડાકણ પ્રથા

કાનુન બને તેના માટે હિમાયત કરવી

જંગલ પેદાશોનું મહત્વ ઘટી રહ્યું છે

જંગલ પેદાશોને લઈને જ્ઞાન વિકસાવવું, સરકાર સાથે હિમાયત કરવી, જંગલ પેદાશો ના સંગ્રહ અને જાળવણી માટે ના યંત્રો વિકસાવવા અને સબસીડાઈજ કિમંત થી લોકોને મળે તે માટે પ્રયાસ કરવા

 

 

રાજેશ કપૂર –કોહેસન

  • સંગઠનો અને તેના સ્વરૂપો અને સંગઠનો માટે કેવી નીતિ હોવી જોઈએ તે બાબતે તેઓ એ પોતાના અનુભવ રજુ કર્યા
  • તમેન ભાર પૂર્વક કહ્યું કે કોઈ પણ સંગઠન બને તે પહેલા આપણી વિચારીક સ્પષ્ટતા જરૂરી  છે અને તેમાય જયારે મહિલા અને નબળા વર્ગ ના સંગઠનો બનાવીએ ત્યારે ખુબ સાવચેતી જરૂરી છે
  • દરેક સંગઠન બને તેના મૂળમાં સભ્યો માટે સન્માન-સ્વાતંત્ર્ય અને એકતાની ભાવના હોવી જોઈએ
  • દેશમાં દૂધ માટે મોટા મોટું સંગઠન બન્યું પણ તે માત્ર વેપાર માટે બન્યું જેથી સમય જતા તેમાં મોટા વર્ગનું હિત અને આધિપત્ય વધતું ગયું અને નબળા વર્ગ નું કોઈ હિત સચવાયું નહિ
  • આજે પણ વ્યવ્સ્થમાં ઉપલા લેવેલ નિર્ણય માં મહિલા સભ્યો જ નથી આમ આ સંસ્થાઓ પ્રાથમિક રીતે મહિલા ઓ ના હિત માં નથી તેમ કહી શકાય
  • દેશમાં ભારતીય કિસન સંઘ માં પણ મહિલા નેતૃત્વ નથી –બીજી તરફ નાના ખેડૂતો ની સંખ્યા મોટા પાયે ઘટી જાય છે
  • South india fisher men federation નો દાખલો આપી સમજાવ્યું કે ખુબ મોટા સંગઠનો છે પણ તેમનો પ્રાથમિક ઉદેશ્ય સમાનતા-અને સભ્યો નું સન્માન હોવા જોઈએ
  • સંગઠનો ને લોકો સુધી લઇ જવા પડશે અને આપણે ભલે નાના  હોઈએ પણ ખુબ મોટી સંખ્યામાં છીએ અને એક જૂથ છીએ તેની ખાતરી કરાવવી  પડશે .
  • ઉત્પ્દન માટે સંગઠનો એ જમીન ની માંગ પણ કરવી પડશે –જો ઉદ્યોગો ને જમણી મળે તો સંગઠનો ને શા માટે નહિ?
  • MAKAM જેવા રાષ્ટ્રીય કક્ષા ના સંગઠનો નો દાખલો આપી કહ્યું કે  તેઓ મહિલા ખેડૂત ના હિતમાં વાત કરી રહ્યા છે જે સારી બાબત છે આપણે તેમાં જોડાવવું રહ્યું

મહિલા ખેડૂતોને લગતી યોજનાઓ, નીતિઓ અને કાનુન

GENDRE RESOURCE CENTRE–મહેન્દ્રભાઈ

GRC દ્વારા મહિલા માટે થતા પ્રયત્નો ને સમજાવતા કહ્યું કે સરકાર મને છે મહિલા ની તમામ દિશામાં સશક્તિકરણ થાય તે સ્વીકારે છે   કારણકે તેમની વસ્તી ૫૦ ટકા છે આ માટે આર્થિક વિકાસ થાય તે જરૂરી છે .આ માટે સામાજિક બદલાવ ની સાથે નીતિ ગત બદલાવ પણ જરૂરી છે

સરકારની મહિલાના નામે ઘર ,દસ્તાવેજમાં માફી,વગેરે જેવા ઉદાહરણો આપ્યા

તેમણે સરકારના ચાર ચાર કાર્યક્રમો ઉપર વિગત વાર માહિતી આપી જેમાં મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો છે તેની સમજ આપી હતી

  • કૃષિ
  • પશુપાલન
  • બાગાયત
  • મત્સ્ય ઉધ્યોગ

તેમને નીચે મુજબ ની યોજના ની સમજ આપી હતી

  • મિસન માગ્લમ
  • ખેડૂત તાલીમકેન્દ્ર જ્યાં મહિલા માટે ખાસ તાલીમો ની જોગવાઈ છે
  • કૌશલ્ય તાલીમ કેન્દ્ર –ડેરી પશુપાલન
  • બકરા ઉછેર
  • વિધવા ત્યકતા સહાય
  • વીમા માટે સહાય
  • દૂધ ઘર માટે સહાય
  • મત્સ્ય બીજ –ઉછેર
  • ફળ ની જાણવણી

પશુપાલન માટેની યોજનાઓ

બકરા ઉછેર :

  • બકરા ઉછેર માટે ૩૦ હજાર ની સહાય જેમાં ૧૦ બકરી અને ૧ બકરો
  • વિધવા અને ત્યકતા મહિલાઓ ને  ૪૦ બકરી અને ૪  બકરા ૨ લાખ, ૪૦ હજારની સહાય  જેમાં ૧લાખ ૨૦ હજાર માફ.
  • પશુપાલક નિયામક  શ્ર્રી ની કચેરી નો સંપર્ક કરવો .
  • સરકાર પાસે થી ૧૦૦ ચોરસવાર ની પ્લોટ મળે છે પંચાયત તરફ થી પશુપાલન માટે.
  • મુખ્યમંત્રી પશુપાલન યોજના માં દૂધાળા ઢોર અને ડેરી માટે ૨૦૦૦૦ ની લોન.

બાગાયત

ફળફળાદી ની સાચવણી, માવજત અને તેમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટની તાલીમ આપવામાં આવે છે પ્રમાણપત્ર આપી અન્ય સાથે જોડાણ કરી આપવામાં આવે છે બાગાયત નિયામક શ્રી નો સંપર્ક કરવો. તેઓએ મહિલા માટે રાષ્ટ્રીય નીતિ ની પણ વિગતે વાત કરી હતી અને તેમાં મહિલા સંબંધી અગત્યના ભાગો –અંશો સમજાવ્યા હતા પર એ વાત પર ભાર મુક્યો હતો કે નારોઈ ગૌરવ નીતિ માં મહિલા કિસન ના મુદ્દા પર વાત કરવા માં આવી નથી.

એક્શન પ્લાન

કાર્યક્રમ ના અંત ભાગ માં જે આયોજન કરવામાં આવ્યું તે નીચે મુજબ હતું

  1. માહિતી નું એકત્રીકરણ કરવું
  2. વ્યક્તિગત આગેવાની માટે નું આયોજન
  3. સ્વ પોતાનાથી શરૂઆત કરવી
  4. મહિલા ખેડૂત સંગઠન માં ચર્ચા થાય
  5. પ્રશ્નો ને ઓળખીને આયોજન થાય
  6. પુરુષો અને યુવાનો સાથે પણ કામ થાય
  7. મહિલા ખેડૂતો માટેની માહિતી અલગ થાય
  8. મહિલા ખેડૂત માટે ના વિભાગો સાથ જોડાણ
  9. મહિલા ખેડૂત મંચ ઉભો થાય
  10. ગ્રામ સભામાં મહિલા ખેડૂત ના મુદ્દે ચર્ચા થાય
  11. ગ્રામ પંચાયત માં જમીન ની માગ થાય
  12. ચૂંટાયેલા સભ્યો સાથે સંકલન કરવું
  13. સ્થાનિક સ્તરે સંગઠન થાય
  14. નીતિ વિષયક મુદ્દા અલગ કાઢવા
  15. સમાન મુદ્દા માટે કામ કરતી સંસ્થા સાથે સંકલન
  16. નારી ગૌરવ નીતિ અનુસંધાને GRC સાથે બેઠક
  17. મહિલા બાળ વિકાસ  વિભાગ ના કમિશ્નર ને મળવું
  18. મહિલા હક દારી બીલ્લ માટે માછીમાર અને અગરિયાના ઉમેરણ પ્રશ્ને રજૂઆત
  19. અસંગઠિત મજુરોને UWIN નંબર માટે પ્રયત્ન
સ્ત્રોત: મહિલા અને જમીન માલિકી 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/20/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate