অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સહાયક યોજનાઓ

ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતની સાથે સાથે સુરક્ષિત પણ કરવા માગે છે. જે રીતે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક પછી એક નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર બાદ વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનો અનુભવ કરનાર દેશના નાગરિકોને લાગી રહ્યું છે કે આ સરકાર દેશના ગરીબ લોકોને પણ સાથે લઈને ચાલવાવાળી સરકાર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે. જો દેશના ગરીબ લોકોનો વિકાસ થશે તો દેશ આપોઆપ આગળ વધશે અને કોઈપણ વ્યક્તિની સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે અને આ જ આર્થિક સુરક્ષા બક્ષવા માટે વર્તમાન સરકારે એક નવી પેન્શન યોજનાને અમલી બનાવી છે. આ યોજના એટલે અટલ પેન્શન યોજના

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અસંગઠિત ક્ષેત્રના લોકોને પેન્શનના ફાયદાઓનો લાભ પહોંચાડવાનો છે. યોજના આવા અસંગઠિત ક્ષેત્રના સામાન્ય લોકોને ઓછામાં ઓછી ભાગીદારીથી સામાજિક સુરક્ષાની સુવિધા પૂરી પાડે છે એટલે કે આ યોજનાનો લાભ લેનારને બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં અન્યોનું ઓશિયાળું નહીં રહેવું પડે. આ ઉપરાંત દેશનાં ખાનગી ક્ષેત્રોમાં કે જેમને આ પ્રકારના પેન્શનના લાભ નથી મળતા તે પણ આ યોજના થકી પેન્શન મેળવવાની દાવેદારી કરી શકે છે અને ૬૦ વર્ષની વયમર્યાદા પૂરી થતાં ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦થી માંડી ૫૦૦૦ સુધીનું પેન્શન મેળવી શકે છે. જો આ યોજનાના ભાગ બનનાર ચૂકવાતા પ્રીમિયમ અને તેની ઉંમરને ધ્યાનમાં રાખી તેને આ પેન્શનની રકમ મળશે. જો આ દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો તેનો જીવનસાથી પણ આ પેન્શન માટે દાવો કરી શકે છે.

અટલ પેન્શન યોજનાના લાભ અટલ પેન્શન યોજના વૃદ્ધ થઈ રહેલા ભારતીયો માટે એક સુરક્ષાછત્રી સમાન છે. સાથે સાથે આ યોજના સમાજના નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગના લોકોમાં બચતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનો ફાયદો દેશના ગરીબ નાગરિક સુધી પહોંચાડવાનો છે. એમાં પણ ભારત સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ સુધી આ યોજનામાં સામેલ થયેલાને ૫ વર્ષ સુધી તેને ભરવાની રકમના ૫૦ ટકા કે ૧૦૦૦ રૂ‚પિયા બન્નેમાંથી જે ઓછી હોય તે પોતે ભરવાની સવલત આપી રહી છે.

અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા

અટલ પેન્શન યોજના (એપીવાય) ૧૮થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી સરકારે નિર્ધારિત કરેલી રકમ ભરવી પડે છે. કોઈપણ બેન્ક ખાતેદાર જે કોઈપણ પ્રકારના આવી સામાજિક સુરક્ષા યોજનાનો સદસ્ય ન હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટે

ખાતેદારે ઓથોરાઈઝેશન ફોર્મ ભરી પોતાની બેંકમાં જમા કરાવવાનું હોય છે. જેમાં ખાતા નંબર, જીવનસાથી અને નોમિની (વારસદાર)નું વિવરણ લખવાનું હોય છે. આ યોજના અંતર્ગત ખાતેદારે એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે દર મહિને તેના ખાતામાં નિર્ધારિત રકમ હશે જ. જો એમ ન થયું તો તેણે દંડ આપવા પણ તૈયાર રહેવું પડશે. આ દંડ સામાન્ય છે, જેમ કે ૧૦૦ રૂ‚પિયા પર ૧ રૂ‚પિયો, ૧૦૧થી ૫૦૦ અંશદાન પર ૨ રૂ‚પિયા, ૫૦૧થી ૧૦૦૦ રૂ‚પિયા પર પાંચ રૂ‚પિયા અને ૧૦૦૧થી વધુ પર ૧૦ રૂ‚પિયા.

જો ચુકવણી ન કરાઈ તો...

૬ મહિના સુધી ચુકવણી ન કરાઈ તો ખાતેદારનું ખાતું સીલ થઈ શકે છે. ૧૨ મહિના સુધી ચુકવણી જમા ન કરાઈ તો ખાતેદારનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ૨૪ મહિના સુધી આ ચુકવણી ન કરનારના ખાતાને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

તેઓનું શું જેમનું કોઈ ખાતું જ નથી

કોઈપણ વ્યક્તિને સૌપ્રથમ બેન્કનું ખાતું ખોલાવવું પડે છે તેના માટે આધાર કાર્ડ અને કેવાયસીની જાણકારી આપવી પડે છે. તેની સાથે સાથે ‘એપીવાય’નું ફોર્મ પણ જમા કરાવવું પડે છે.

યોજનામાંથી બહાર નીકળવું હોય તો...

સામાન્ય પરિસ્થિતિમાં અટલ પેન્શન યોજનામાં ખાતેદાર અટલ પેન્શન યોજનાના ૬૦ વર્ષની ઉંમર સુધી બહાર નીકળી શકતો નથી. માત્ર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જ ખાતું બંધ કરી શકાય છે, જેમ કે તેના મૃત્યુ બાદ.

ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો રાજ્યો ઉપર તેમની સાધન મર્યાદામાં સંખ્યાબંધ કલ્યાણ કાર્યક્રમ હાથ ધરવા માટે આદેશ ફરમાવે છે. ખાસ કરીને ભારતના બંધારણની કલમ ૪૧ રાજ્યને બેકારી. વૃધ્ધાવસ્થા, બીમારી. વિકલાંગતા અને અન્ય બિન લાયકાતપાત્ર જરૂરિયાતના કિસ્સાઓમાં પોતાની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં પોતાના નાગરિકોને જાહેર સહાય ઉપલબ્ધ કરવા માટે દિશાસૂચન કરે છે. આ સિધ્ધાંતો અનુસાર જ ભારત સરકારે વર્ષ ૧૯૯૫માં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) દાખલ કરીને ગરીબો માટે સામાજિક સહાય માટેની રાષ્ટ્રીય નીતિનો પાયો નાખ્યો છે.

ભારતના વડાપ્રધાને તારીખ ૨૮ જુલાઈ ૧૯૯૫ના પોતાના રાષ્ટ્રને ઉદ્દેશીને કરેલા ઉદબોધનમાં જાહેર કર્યું હતું કે આ કાર્યક્રમ ૧૫ મી ઓગષ્ટ, ૧૯૯૫ થી અમલમાં આવશે. આ પ્રમાણે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ વર્ષ ૧૯૯૫-૯૬ ના કેન્દ્રીય અંદાજપત્રમાં સામેલ કરવામાં આવશે.

આ માર્ગદર્શિકા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ઉદ્દેશો અને લાક્ષણિકતાઓ. અમલીકરણ માટેની પધ્ધતિ રાજ્યોને કેન્દ્રીય સહાયની ફાળવણી માટેના નિયમોનો અને રાજ્યોને કેન્દ્રીય સહાયની ફાળવણી માટેના નિયમોનો અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સંબંધિત અન્ય વિગતો રજૂ કરે છે.

વૃધ્ધો. વિધવાઓ, વિકલાંગો તેમજ કુટુંબની આજીવિકા કમાનારના મૃત્યુ પ્રસંગે ગરીબ પરિવારોને સામાજિક સહાયના લાભ ઉપલબ્ધ કરવામાં રાજ્યો હાલ જે લાભ વર્તમાનમાં આપી રહેલ છે કે ભવિષ્યમાં ઉપલબ્ધ કરે તે ઉપરાંત, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ ન્યૂનતમ રાષ્ટ્રીય ધોરણ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ રાખે છે. ૧૦૦ ટકા કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરવાનો ઈરાદો એ છે કે દેશભરમાં સર્વત્ર એક સરખા ધોરણે લાભાર્થીઓને કોઈપણ અવરોધ વિના પ્રાપ્ત થાય એ સુનિશ્ચિત કરવું. તદનુસાર કેન્દ્રીય સહાય એ રાજ્યના ખર્ચનો તે સંદર્ભ પર્યાય નથી અને રાજ્યો પોતાની સામાજિક સેવાઓનો વ્યાપ પોતે જ્યાં ઈચ્છે ત્યાં. વિસ્તારી શકે છે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની મુખ્ય લાક્ષણિકતાઓ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમમાં તેના અંશરૂપ પાંચ યોજનાઓનો સમાવેશ થાય છે.

  1. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધવસ્થા પેન્શન યોજના
  2. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના
  3. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના
  4. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
  5. અન્નપુર્ણા યોજના
  • ભવિષ્યમાં આવી અન્ય યોજનાઓનો ઉમેરો પણ થઈ શકે કે રદ પણ થઈ શકે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એ રાજ્ય યોજના છે. જેની નીચે વધારાની કેન્દ્રીય સહાય રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ, માર્ગદર્શિક અને શરતો અનુસાર, લાભ આપવા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સામાજિક સહાયના પેકેજને ગરીબી નિવારણ યોજનાઓ તેમજ પાયાની જરૂરીયાતોની ઉપલબ્ધિ સાથે જોડવાની તક પૂરી પાડે છે.
  • આ યોજઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, શહેરી આવાસ અને ગરીબી નાબૂદી મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયની અન્ય યોજનાઓની સાથે સાંકળી શકય.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનો અમલ પંચાયતો અને નગરપાલિકાઓ મારફતે કરવામાં આવશે. જેથી તે પ્રતિભાવક અને પોષણક્ષમ બની શકે. આ પ્રક્રિયામાં પંચાયતો અને નગરપાલિકાઓ સુદૃઢ બનશે અને તેઓને સરકારમાંથી મળતા લાભોને માટે પૂરક સંસાધન, સ્થાનિક સ્તરેથી ગતિશીલ બનાવવાનું શકય બનશે. પંચાયતો અને નગરપાલિકોઓને આ લાભ જેમને આપવનો ઈરાદો છે તે ગરીબ પરિવારો સુધી પહોંચડાવા માટે શકય તેટલા પ્રમાણમાં સ્વચ્છિક સંસ્થાઓને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આમ છતાં કાર્યક્રમની અમલની જવાબદારી તો પંચાયતો અને નગરપાલિકોને શિરે જ રહેશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનો અમલ રાજ્યોમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની તમામ યોજનાઓને લાગુ પડતી. સામાન્ય શરતો તેમજ દરેક યોજનાને લાગુ પડતી ખાસ શરતોને આધીન રહેશે. આવી સામાન્ય શરતો

નીચે દર્શાવી છે. જ્યારે ખાસ શરતો હવે પછીના પ્રક્રરણમાં દર્શાવવામાં આવી છે.

સામાન્ય શરતો

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની સામાન્ય શરતો નીચે

  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધવસ્થા પેન્શન યોજના. લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • અન્નપૂર્ણા યોજના લાભાર્થી દીઠ માસિક ૧૦ કિલોગ્રામ અનાજ (ઘઉં અથવા ચોખા)
  • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: કુટુંબનું જીવન નિર્વાહકરનારના મૃત્યુ બાદ રહેલા પરિવારને.

રાષ્ટ્રીય કુટુંબ સહાય કાર્યક્રમ હેઠળની તમામ પેન્શન યોજનાઓ માટે રાજ્યને વિનંતિ કરવામાં આવે છે કે તેઓએ પણ ઓછામાં ઓછી તેટલી રકમનો ઉમેરો કરવો. જેથી પેન્શનરને ઓછામાં ઓછી માસિક રૂ.૪૦૦/- ની રકમ મળી રહે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાતી કેન્દ્રીય ભંડોળની સહાયથી રાજ્યમાં ચાલતી કોઈપણ સહાય યોજનાનો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના યોગ્ય અંશનું નામ આપવાનું રહેશે.

રાજ્ય સરકાર પોસ્ટર, પુસ્તિકા, માધ્યમ કે અન્ય કોઈ સાધન મારફતે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળના લાભ સંબંધી વ્યાપક અને સતત પ્રસારની બાબત સુનિશ્ચિત કરશે તે એમ પણ સુનિશ્ચિત કરશે કે યોજના માટેનાં અરજી પત્રકો સ્થાનિક ભાષામાં છૂટથી ઉપલબ્ધ બને અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ઝડપી અને સાદી હોવી જોઈએ. મંજૂરી ત્વરિત અપાવી જોઈએ. સહાય વિતરણમાં ઢીલ અને અનીતિ નિવારવાં. યોગ્ય ઉત્તર અનવેષણ (Part-audit) કરી શકાય તે પ્રકારે પૂરતી હિસાબી વ્યવસ્થા ઊભી કરવી. આા અને આવી તમામ પધ્ધતિઓને આધારે માત્ર પાત્રતા ધરાવતા તેમજ લાભ માટે તે શુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવા.

ભારત સરકાર દ્વારા આ અને વખતો વખત જારી કરવામાં આવે તે માર્ગદર્શિકાઓને આધીન રહીને. આ કાર્યક્રમના અમલ માટે યોગ્ય પધ્ધતિઓ શરૂ કરવી અને ભારત સરકારને જાણ કરતાં રહેવું. વળી ભારત સરકાર જે નિર્દેશ કરે તદનુસાર કોઈ ફેરફારનો સમીક્ષાને આધારે પણ અમલ કરવો. આ પધ્ધતિમાં. જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર (ડીપીસી). અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, પ્રોગ્રામ ઓફિસર. સહાયક પ્રોગ્રામ ઓફિસરને નિયુક્ત કરાશે અને સત્તાની વહેચણીનો નિર્દેશ કરવામાં આવશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની દરેક યોજનાના લાભાર્થીઓની સંખ્યાની જાણ ભારત સરકારને કરશે. અમલકર્તા સંસ્થાઓને નાણાં ભંડોળનો સરળ પ્રવાહ પ્રાપ્ત કરવા અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને ત્વરિત લાભ વિતરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર લાભના સમયસર વિતરણ સુનિશ્ચિત થઈ શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના અમલ સમીક્ષા અને મૂલ્યાંકન માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરશે. ઉપરાંત, રાષ્ટ્રીય સામાજિક સહાય યોજનાના અસરકારક અમલ માટે. જિલ્લા કક્ષાએ પોતાનાં જ સંસાધનોનો વિનિયોગ કરીને જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર, પ્રોગ્રામ ઓફિસર, સહાયક પ્રોગ્રામ ઓફિસર જેવી યોગ્ય દરજજાની જગાઓ. જિલ્લા અને તાલુકા કક્ષાએ મદદકર્તા કર્મચારીગણ સહિત ઊભી કરશે.

પંચાયતો. નગરપાલિકાઓ નીચેની જોગવાઈઓ અનુસાર પોતાના કાર્ય-વિસ્તારમાં આ કાર્યક્રમના અમલ માટે જવાબદાર લેખાશે:

  1. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના આયોજન અને અમલ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ મુખ્ય સત્તાતંત્ર ગણાશે.

જિલ્લા કક્ષાએ પંચાયતનાં કાર્યો નીચે મુજબ રહેશે:

  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓના અમલમાં વાર્ષિક કાર્ય યોજના મંજૂર કરવી.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓના અમલની દેખરેખ અમલ અને સુનિયંત્રણ કરવું.
  • રાજ્ય સરકાર દ્વારા તેમને વખતો વખત સુપરત કરવામાં આવે તેવાં તમામ કાર્યો બજાવવાં.
  • જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી અથવા જિલ્લાના કલેક્ટર અથવા યોગ્ય હોદ્દો ધરાવતા અને રાજ્ય સરકાર જેમને માટે નક્કી કરે તે અધિકારીને જિલ્લા કક્ષાએ કાર્યક્રમના અમલ માટે જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર (DPC) તરીકે પદનિયુક્ત કરાશે. તેથી વિશેષમાં અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તરીકે, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરને સહાય કરવા માટે યોગ્ય કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવશે.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમના તેમજ આ કાર્યક્રમ હેઠળની અન્ય કોઈ પણ યોજનાના અમલમાં  પંચાયતને સહાય કરશે.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર જિલ્લામાં આ કાર્યક્રમની જોગવાઈઓ તેમજ તેની હેઠળ બનાવવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર યોજનાઓના અસરકાર અમલ માટે જવાબદાર રહેશે.

જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરના કાર્યો નીચે પ્રમાણે રહેશે:

  • સમયાંતરે ક્ષેત્રીય નિરીક્ષણ અને વાર્ષિક ચકાસણી હાથ ધરવી.
  • લાભાર્થીઓ કે અરજદારોના વાંધાઓના નિકાલ કરવો.
  • તાલુકા કક્ષાની તમામ પંચાયત કક્ષાએ રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારીથી નીચેની કક્ષામાં ન હોય તે કક્ષામાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કોઈ અધિકારીની નિમણુંક કરશે. તદુપરાંત તે પ્રોગ્રામ ઓફિસરને સહાય કરવા માટે એક સહાયક પ્રોગ્રામ ઓફિસરની નિમણુંક પણ રાજય સરકાર ઠરાવે તેવી લાયકાત અને અનુભવ ધરાવનાર અધિકારીની યોગ્ય તે કક્ષામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
  • પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસર તાલુકા પંચાયતને આ કાર્યક્રમ નીચે તેમજ તેની નીચે બનાવવામાં આવેલ કોઈપણ યોજના નીચે સહાય કરશે.
  • પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન, નિયંત્રણ અને દેખરેખ નીચે કાર્ય કરશે.

પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસરના કાર્યો નીચે મુજબનાં રેહેશે.

  • કાર્ય યોજનામાં સૂચિત કરેલાં કાર્યો હાથ ધરવાં.
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની માંગણી અનુસાર પ્રગતિ અહેવાલો અને ઉપયોગિતા પ્રમાણપત્રો તૈયાર કરવાં.

જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તેના કાર્યો બજાવી શકે તે માટે જરૂરી એવી વહીવટી અને નાણાંકીય સત્તાઓ રાજયસરકાર તેમને સુપરત કરશે.

તાલુકા કક્ષાએ પંચાયતોનાં કાર્યો નીચે પ્રમાણે રેહેશે.

  • કાર્ય યોજનાના ભાગરૂપે હાથ ધરવાપાત્ર થતાં કાર્યો માટે નિરીક્ષણ કરવું અને સુનિયત્રણ કરવું. (ખ) રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓનું નિરીક્ષણ અને સુનિયત્રણ રાજ્ય સરકાર વખતોવખત તેમને જે કાર્યો સુપરત કરે તે કામો બજાવવાં.
  • લાભાર્થીઓને ચૂકવણી થઈ શકે તે સુનિશ્ચિત કરવું તેમજ લાભાર્થીઓને પેન્શન અને કૌટુંબિક લાભની મંજૂરી આપવી.
  • દરેક ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના લાભાર્થીઓની અધિકૃતયાદી પુરી પાડવી.
  • ગ્રામ પંચાયતોમાં પેન્શન અને અન્ય ચૂકવણું સુનિયત્રણ કરવું તેમજ વિતરણ કરવું.
  • ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વિસ્તારમાં તમામ કાર્યક્રમોનું નિયમિત સામાજિક અનવષણ ગ્રામસભા દ્વારા થાય અને સામાજિક અનવેષણમાં ઉપસ્થિત મુદ્દાઓ સંદર્ભે ત્વરિત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું.
  • ગ્રામસભા સામાજિક અનવેષણ હાથ ધરી શકે તે માટે લાભાર્થીઓનાં નામની યાદી કરવામાં આવેલ વિતરણ તેમજ અન્ય સંબંધિત હિસાબી ચોપડા સહિત તમામ સંબંધિત દસ્તાવેજો ગ્રામસભાને ઉપલબ્ધ કરવા.
  • તાલુકાની અંદર જુદી જુદી યોજનાઓ હેઠળ અમલીકરણ દરમિયાન જે કોઈ ફરિયાદો ઉપસ્થિત થાય તેનો ત્વરિત ઉકેલ લાવવા.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તથા રાજ્ય સરકાર દ્વારા જે કંઈ કામગીરી સુપરત કરવામાં આવે તે હાથ ધરવું.
  • રાજ્ય સરકાર કોઈ હુકમ કરીને એમ સૂચના આપી શકે કે પ્રોગ્રામ ઓફિસરે કરવાનાં બધાંજ કાર્યો અથવા તે પૈકીનાં કોઈ પણ કાર્ય ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સંસ્થા કરી શકશે.
  • ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતનાં કાર્યો નીચે પ્રમાણે રહેશે.
  • ગ્રામસભાની ભલામણ અનુસાર ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત વિસ્તારમાં લાભાર્થીઓને ઓળખવા. ગ્રામસભાની ભલામણો ધ્યાનમાં લીધા બાદ પાત્રતા ધરાવનાર સંબંધિત લાભાથીઓની યાદી તૈયાર કરવી. પાત્રતા ધરાવતા સંભવિત લાભાર્થીઓની યાદી ચકાસણી અને મંજૂરી માટે પ્રોગ્રામ ઓફિરને મોકલવી.
  • જરૂરી જણાય તે પ્રમાણેનો કર્મચારીગણ અને તકનીકી સહયોગ ઉપસ્થિત કરશે.
  • રાજ્ય સરકાર પોતાના હુકમ દ્વારા યોજનાના અમલ દરમિયાન, જિલ્લા અને તાલુકા કક્ષાએ, કોઈ વ્યક્તિ તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવે તેની તકરારના નિવારણ માટે યોગ્ય તેવી મશીનરી નક્કી કરશે અને આવી ફરિયાદોના નિરાકરણ અને ઉકેલ માટે જરૂરી હોય તેવી તકરાર નિવારણ પધ્ધતિ નક્કી કરશે.
  • દરેક ગ્રામ પંચાયત દરેક વસવાટ દીઠ એક બે કે ત્રણ સ્વયંસેવકો નીમશે. જેઓ લાભાર્થીઓને શોધી કાઠવામાં સહાય કરશે અને પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને તેમના લાભ મેળવી આપવામાં સહાય કરશે. આવા સ્વયસેવકો. શકયતઃ સ્વ-સહાય જૂથના મહિલા સભ્ય હશે. આવા સ્વયસેવકો પેન્શન મેળવનાર કોઈ વ્યક્તિનું અથવા કુટુંબથી રોટલો રળી આપનાર કોઈ મુખ્ય વ્યક્તિનું અવસાન થાય તો તેની જાણ ગ્રામ પંયાયતને / પ્રોગ્રામ ઓફિસરને / જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને અથવા જિલ્લા કોલ સેન્ટરને કરશે. તેઓ લાભાર્થીઓની વાર્ષિક ચકાસણીમાં તેમજ સામાજિક અનવેષણ અને તબીબી ચિકિત્સા શિબિરો યોજાવીને સહાય કરશે.

    પ્રકરણ ૨

    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) નીચેની યોજનાઓની ખાસ શરતો
    ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના (IGNOAPS)
    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃધ્ધાવસ્થા પેન્શનમાટે નીચેના ફકરામાં દર્શાવેલી શરતો અનુસાર જ કેન્દ્રીય સહાય મળવાપાત્ર છે. અન્ય કોઈ જ માપદંડ ચાલી શકશે નહિં.
    કેન્દ્રીય સહાયનો દાવો કરવા માટે. નીચેના માપદંડ લાગુ પડશે
    o જે તે પુરુષ અથવા સ્ત્રીની ઉમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
    o અરજદાર ગરીબીની રેખા નીચેના પરિવારના સભ્ય હોવા જોઈએ. જે માટે ભારત સરકાર નિયત કરેલ ધારા ધોરણ લાગુ પડશે.
    o કેન્દ્રીય સહાય મેળવવા માટે લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/- વૃધ્ધાવસ્થા પેન્શનની રકમ હોવી જોઈએ.
    o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન નીચે કુલ મળવાપાત્ર સંખ્યા તમામ લાભાર્થીઓ, જેઓ પાત્રતાના માપદંડ પૂરા કરતાં હોય તેના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી કરવામાં આવશે. (એવું અપેક્ષિત છે કે કુલ મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલ અંદાજોની લગભગ હશે).
    o રાજ્યોએ દર વર્ષે એવું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચે આવરી લેવામાં આવેલ છે.
    o ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચેના લાભ શકય હોય ત્યાં સુધી માસિક ધોરણે અને તે પણ શકયતઃ દરેક મહિનાની પહેલી તારીખે ચૂકવવામાં આવે છે. જ્યાં શકય હશે ત્યાં પેન્શનની રકમ લાભાથીના પોષ્ટ ઓફિસ કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. તમામ લાભાર્થીઓનો માહિતી આધાર અને ચૂકવણી જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે.
    ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ, કોઈ પેન્શન મેળવવાનારના મૃત્યુ સંબંધી અહેવાલ આવી ઘટના બન્યા પછી તરત જ પેન્શન મંજૂર કરનાર યોગ્ય સત્તાતંત્રને જણાવશે. પેન્શન મંજૂર કરનાર સત્તાતંત્ર એ સુનિશ્ચિત કરશે કે પેન્શનની ચૂકવણી તરત જ બંધ કરવામાં આવે.
    જો કોઈવાર કોઈ પેન્શન ખોટી રીતે અપાયેલ અથવા ભૂલથી અપાયેલી માહિતીને આધારે ચૂકવાયું હશે તો પેન્શન મંજૂર કરનારસત્તાતંત્રને તેવું પેન્શન ચૂકવણું બંધ કરવાનો તેમજ તેની વસૂલાત કરવાનો અધિકાર છે.
    ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના (IGNDPS) ૨.૩.૧ ઈન્દિરા ગાધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે કેન્દ્રીય સહાય નીચેના ત્રણ ફકરામાં દર્શાવેલી શરતોને આધીન છે. બીજા કોઈપણ માપદંડ ચાલી શકશે નહિં
    કેન્દ્રીય સહાય મેળવવાનો દાવો કરવાના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે.
    o વિકલાંગ વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૪ વર્ષ હશે.
    o વિકલાંગ અરજદાર ગરીબી રેખાની નીચેના પરિવારનો સભ્ય હોવો જોઈએ. ગરીબી રેખા માટેના માપદંડ. ભારત સરકારે સૂચવ્યા મુજબના રહેશે.
    o અરજદાર વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫માં તેમજ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પેર્સન્સ વીથ. ઓટીઝમ સેલિબ્રપાલસી. મેન્ટલ રિટાર્ડયન અને મલ્ટિપલ ડીઝેબીલીટી અધિનિયમ ૧૯૯૯માં તેમજ બંન્ને ધારામાં વખતો વખત થયેલ સુધારા અને આ બાબતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બહાર પાડેલી કોઈપણ માર્ગદર્શિકામાં દર્શાવવામાં આવેલી બહુવિધ વિકલાંગતાથી પીડાતો હોવો જોઈએ.
    o વિકલાંગતા પેન્શનની રકમ, કેન્દ્રીય સહાયની માગણી કરવાના હેતુથી, માસિક રૂ.૨૦૦/- લાભાર્થીદીઠ છે.
    o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. બધા લાભાર્થીઓ જેઓ યોગ્યતાના માપદંડ પૂરા કરતા હોય. તેમના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી થશે. (એમ અપેક્ષિત છે કે આ યોજના નીચે નક્કી કરેલ કુલ લાભાર્થીઓની સંખ્યા ગ્રામીણ વિકાસ મંત્રાલયે મુકેલા અંદાજોની લગભગ સમીપ ન હશે.
    o રાજ્યોએ દર વરસે એવું પ્રમાણપત્ર જારી કરવાનું છે કે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચેના તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને આવરી લેવામાં આવી છે.
    o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના લાભનું શકય હશે ત્યાં સુધી માસિક ધોરણે અને શકયતઃ દરેક માસની પહેલી તારીખે વિતરણ કરવામાં આવશે.
    o જ્યાં શકય હશે ત્યાં પેન્શન લાભાથીના પોષ્ટ ઓફિસના કે જાહેરક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે.
    o તમામ લાભાર્થીઓ અને તેમને કરવામાં આવતાં ચૂકવણાંને માહિતી આધાર જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે.
    ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના હેતુ માટે વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ તથા નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન્સ વીથ ઓટિઝમ, સેલિબ્રલ પાલસી મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મલ્ટિપલ ડિઝેબીલીટીઝ એક્ટ (નેશનલ ટ્રસ્ટ એક્ટ૧૯૯૦)માં આપવામાં આવેલી વ્યાખ્યાઓ અનુસારમાં આવશે. આ કાયદાઓ વિકલાંગતા અને ગંભીર તથા વિવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે આવે છે. વિકલાગતાની વ્યાખ્યા. વિકલાંગતા અધિનિયમ-૧૯૯૫ ની કલમ ૨ ની પેટા કલમ (૧) માં નીચે પ્રમાણે આપવામાં આવી
    ‘વિકલાંગતા” એટલે
    1. અંધત્વ
    2. અલ્પદ્રષ્ટિ
    3. રક્તપિત્તના રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ
    4. શ્રવણક્ષતિ
    5. અસ્થિવિષયક વિકલાંગતા
    6. મંદબુધ્ધિ અથવા માનસિક વિકાસમાં રૂકાવટ અને
    માનસિક બીમારી
    વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ ની કલમ ર ની પેટા કલમ મુજબ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે તબીબી અધિકારી દ્વારા જે ને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે તેવી વ્યક્તિ.
    વિકલાંગતા અધિનિયમ કલમ ૫૬ની પેટા કલમ (૪) મુજબ અતિગંભીર વિકલાંગતા ધરાવતી વ્યકેિત એટલે એક કે તેથી વધુ પ્રકારની વિકલાંગતાના ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ.
    નેશનલ ટ્રસ્ટ એક્ટની કલમ-૨ (એચ) પ્રમાણે બહુવિધ (મલ્ટીપલ) વિકલાંગતા એટલે વિકલાંગતા અધિનિયમ, ૧૯૯૫ ની કલમ-૨. પેટા કલમ (૧) માં દર્શાવાયેલી વિકલાંગતાઓ પૈકી જેનામાં બે કે તેથી વધુ વિકલાંગતા ભેગી થયેલી છે તેવી વ્યક્તિ.
    ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે અરજદાર, વિકલાંગતા અધિનિયમ.૧૯૯૫ની કલમ ૨ ની પેટા કલમ (પી)ની જોગવાઈ અનુસારનું તબીબી અધિકારીનું તબીબીપ્રમાણપત્ર રજૂ કરશે.
    ઘણી ગંભીર અથવા બહુવિધ વિકલાંગતા ઘરાવતી વ્યક્તિના કિસ્સામાં સંબંધિત તબીબી અધિકારીને તાલુકા, મંડળ કક્ષાએ બોલાવીને અથવા જે પ્રમાણે માન્ય હોય તે પ્રમાણે કરીને યોજના નીચે લાભ મેળવવા માટે અરજી કરેલ વ્યક્તિને સહાયરૂપ બનાવ માટે તેમજ તેવી વ્યક્તિને આવું તબીબી પ્રમાણપત્ર મેળવવામાં અંતર અવરોધરૂપ ન બને તેમજ તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી તેમને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સહાયક બનશે.
    ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ કોઈપણ પેન્શનરનું મૃત્યુ થાય ત્યાર પછી તરત જ યોગ્ય તે મંજૂર કરનાર અધિકારીને તેની જાણ કરશે. મંજૂર કરનાર અધિકારી એ સુનિશ્ચિત કરશે કે તે પછી તરત જ ચૂકવણું બંધ કરવામાં આવે.
    કોઈપણ પેન્શનરનું ચૂકવણું પાત્રતા સંબંધી ખોટી કે ભૂલભરેલી માહિતીને આધારે થયું હોય તો તો બંધ કરવાનો કે પરત વસૂલ કરવાનો અધિકાર, મંજૂર કરનાર અધિકારીને છે.
    રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (NFBS)
    ગરીબી રેખા નીચેના પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો પરિવારમાં પાછળ રહેલી વ્યક્તિઓને ઉચ્ચક કૌટુંબિક સહાય, નીચેના ફકરામાં  દર્શાવેલ શરતોને આધીન રહીને, ચુકવામાં માટેની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ છે.
    કેન્દ્રીય સહાય નક્કી કરવા માટેના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે.
    પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર સ્ત્રી કે પુરુષ એટલે જેની આવકનો કુટુંબની આવકમાં નોંધપાત્ર ફાળો હોય. કુટુંબની મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ તે વ્યક્તિ ૧૮ થી ૬૪ વર્ષની વયની હોય તે દરમિયાન એટલે કે ૧૮ વર્ષ કરતાં વધુ અને ૬૫ વર્ષ કરતાં ઓછી ઊમર દરમિયાન થયેલ હોવું જોઈ. મૃત્યુ પામનાર વ્યકિતનો પરિવાર, ભારત સરકારે નિયત કરેલ માપદંડો અનુસાર, ગરીબી રેખા નીચેનો પરિવાર હોવો જોઈએ. મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થતાં આ યોજના નીચે કેન્દ્રીય સહાયની રકમ રૂ.૧૦,૦૦૦/- રહેશે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે સહાય ચૂકવવા માટે પાત્રતા ધરાવનાર પરિવારોની સંખ્યા ક્ષેત્રીય અહેવાલોને આધારે નક્કી કરાશે. (આ રીતે નક્કી કરવામાં આવનાર કુલ પરિવારોની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે અપેક્ષિત કરેલ કુટુંબોની સંખ્યાની લગભગ લગોલગ જ હશે.) રાજ્યોએ એ મુજબનું પ્રમાણપત્ર દર વર્ષે આપવાનું રહેશે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે તમામ પાત્રતા ધરાવનાર પરિવારોને સહાય ચૂકવી દેવામાં આવી છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે, કુટુંબની મુખ્ય આજીવિકા કમાનાર વ્યક્તિના મુત્યુ થયાના ૧૫ દિવસમાં જ ગરીબી રેખા નીચે જીવતા તેમના પાછળ રહેલા પરિવારના સભ્યોએ ચૂકવવી આપવની રહેશે. કારણ કે પરિવારના પાછળ રહેલા સભ્યો માટે તાત્કાલિક રાહત ઉપલબ્ધ કરવાની છે. સહાયની રકમ પાછળ રહેલા કુટુંબના સભ્યો પૈકી જે સભ્ય સ્થાનિક તપાસ દ્વારા કુટુંબના વડા તરીકે ઓળખવામાં આવે તેના નામે પોસ્ટ ઓફિસના ખાતામાં કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા થશે. આ યોજના નીચે જેને સહાય ચૂકવવામાં આવી હોય તે તમામ પરિવારોનો માહિતી આધાર જાહેર હિતમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
    મૃત્યુ પામનાર ગરીબ વ્યક્તિના પરિવારના વારસો પૈકી યોગ્ય સ્થાનિક તપાસ બાદ જેને પરિવારના વડા તરીકે જાહેર કરવામાં આવે તેને કુટુંબ સહાયની રકમની ચૂકવણી કરવામાં આવે છે. આ યોજનાના હેતુ માટે પરિવારમાં પતી / પત્ની. સગીર બાળક, કુંવારી પુત્રી આધારિત માતા-પિતાનો સમાવેશ કરવામાં આવશે. જો કોઈ અપરણિત પુખ્ત વયની વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પરિવારમાં સગીર (નાનાં) ભાઈ/ બેનો અને આધારિત માતા-પિતાનો સમાવેશ થશે.
    દરેક જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિના મૃત્યુની જાણકારી પ્રાપ્ત કરવા માટે ‘કોલ સેન્ટર” ની સ્થાપના કરવામાં આવશે. ગ્રામ પંચાયત અને નગરપાલિકાએ ગરીબી રેખા નીચેના પરિવારના રોજી-રોટી કમાનાર વ્યક્તિના મૃત્યુના દરેક કિસ્સાની જાણ સંબંધિત અધિકારીઓને કરશે. જેથી રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજનાની રકમની સમયસર ફાળવણી કરવાનું સુનિશ્ચિત કરી શકાય.
    કૉલ સેન્ટર દ્વારા કે અન્ય રીતે માહિતી મળ્યા બાદ પ્રોગ્રામ ઓફિસર, સંબંધિત ગામની મુલાકાત લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના બાકીના પરિવારની પાસેથી વિગતો પ્રાપ્ત કરશે. સંબંધિત ગ્રામ પંચાયત પાસેથી આવશ્યક દસ્તાવેજો તૈયાર કરાવી. કુટુંબ સહાયની ચૂકવણી માટેનાં કેસની પ્રક્રિયા કરાવશે.
    પ્રોગામ ઓફિસર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે મૃતકના પરિવારને ચૂકવણીની મંજૂરી આપશે અને ચૂકવણીની વ્યાખ્યા વહેલામાં વહેલી તકે અને સંભવત એક પખવાડિયાની અંદર કરાવશે.
    મંજૂર કરનાર સંતાતંત્રને પાત્રતા સંબંધી કોઈ ખોટી કે ગેરસમજથી થયેલી ચૂકવણીની રકમ પરત મેળવવાનો અધિકાર છે .
    અન્નપુર્ણા યોજના
    ૧લી એપ્રિલ-ર000ના દિવસે, પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને ૧૦ કિ.ગ્રામ અનાજ વિના મૂલ્ય આપવાની અન્નપુર્ણા યોજના શરૂ કરવામાં આવી.
    અન્નપુર્ણા યોજના એવી વયસ્ક વ્યક્તિઓ (સિનિયર સીટીઝન્સ) ની અન્ય સલામતીની જરૂરિયાત પૂરી કરવાનો ઉદ્દેશ રાખે છે. જેઓ વૃધ્ધાવસ્થાના પેન્શન માટેની યોજના માટે પાત્રતા ધરાવતા હોવા છતાં. જેમનો તે યોજનામાં સમાવેશ થયેલ નથી.
    અન્નપુર્ણા યોજના માટે વર્ષ ૨૦૦૦ માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો યોજનાના અમલમાં રાજ્ય સરકારોએ અનુસારવાનું રહેશે.

    પ્રકરણ ૩

    ઓળખ અને મંજૂરી
    લાભાર્થીઓની ઓળખ : કોઈ પરિવાર ગરીબીની રેખા નીચેના માપદંડોમાં આવે છે કે નહિ તે નક્કી કરવા માટે ભારત સરકારે વખતો વખત જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર રાજ્યોએ બનાવેલ બી.પી.એલ. યાદીમાંથી લાભાર્થીની ઓળખ મેળવવાની રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિયત કરેલ માપદંડના આધારે રાજ્યોએ બનાવેલ યાદી ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. શહેરી વિકાસ અને ગરીબી નિર્મલન મંત્રાલયે નિયત કરેલ માપદંડને અનુસરીને અથવા રાજ્યોએ પોતે શહેરી વિસ્તારો માટે નક્કી કરેલા માપદંડ શહેરી વિસ્તારોને લાગુ પડશે. ભારત સરકાર આ માપદંડની સમીક્ષા કરવાનો અધિકાર તેમજ બીજા અનુરૂપ સુધારેલ માપદંડ જેને આધારે અમુક પરિવાર ગરીબીની રેખા નીચે આવે છે કે કેમ તે સૂચવવાનો અધિકાર અનામત રાખે છે.
    જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રારે જારી કરેલ જન્મ પ્રમાણપત્ર. શાળાના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચૂટણીપંચ દ્વારા જારી કરાયેલ વીજાણું મતદાતા કાર્ડમાં દર્શાવેલી ઉમર ધ્યાનમાં લેવામાં આવશે. કોઈપણ પ્રમાણિત દસ્તાવેજની
    અન-ઉપસ્થિતિમાં ઓછામાં ઓછું આસીસ્ટન્ટ સીવીલ સર્જનની કક્ષા ધરાવતા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર અથવા મહેસૂલી અધિકારીનું પ્રમાણપત્ર, ઉમરના પુરાવા તરીકે માન્ય ગણાશે. લાભાર્થી વિધવા હોવાનો દરજજો મહેસૂલી અધિકારી દ્વારા પ્રમાણિત કરાશે.
    રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ ઓછામાં ઓછું વર્ષમાં એકવાર વિકલાંગતાની ટકાવારી ચકાસવા અને વિકલાંગતાના પ્રમાણપત્ર જારી કરવા માટે શિબિરો યોજશે.
    ગ્રામ પંચાયતો - નગરપાલિકાઓ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની તમામ યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે સક્રિય ભૂમિકા ભજવશે. ગ્રામ પંચાયતોનગરપાલિકાઓ તરફથી વાર્ષિક મોજણી હાથ ધરવામાં આવશે. અને તેના પરિણામોની સરખામણી માન્ય બી.પી.એલ. યાદી સાથે કરવામાં આવશે. આનાથી રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની યોજનાઓ માટેની પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓની ગણતરી કરવાનું સરળ બનશે તેમજ સૌને લાભ આપી શકાશે.
    લાભાર્થીઓની ઓળખનો આધાર નીચે મુજબ થઈ શકે.
    1. પોતાની અરજી પરથી
    2. ગ્રામ પંચાયત - ગ્રામ સભાની પોતાની નિર્ણય શક્તિથી
    3. અન્ય સક્ષમ અધિકારીના અહેવાલ ઉપરથી. આવા તમામ કિસ્સાઓમાં અરજી પત્રક ભરવાનું તો ખાસ જરૂરી છે જ.
    અરજી અને ચકાસણી
    તમામ તાલુકા કક્ષાએ કે ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ અન્ય જાહેર સંસ્થાનોમાં મફત (વિનામૂલ્ય) અરજી પત્રકો પુરતી સંખ્યામાં રાખવા જરૂરી છે. તેની નકલ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. અરજીની નોંધ રજિસ્ટરમાં કરવી અને તેની પહોંચ આપવી. જો અરજી પત્રક અઘરુ ભરેલું હોય તો સંબંધિત કર્મચારીની જવાબદારી છે કે તે પૂરેપુરૂ ભરાવે. અરજદારોની યાદી ગ્રામ પંચાયતની ઓફિસે પ્રદર્શિત કરવી.
    સહાયક પ્રોગ્રામ ઓફિસરને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અરજીઓની ચકાસણી માટે ચકાસણી અધિકારી તરીકે જાહેર કરવા. ચકાસણી અધિકારીનું નામ પણ તાલુકા કક્ષાએ પ્રદર્શિત કરવું. ઉપરાંત ગ્રામ પંચાયતની દીવાલે પણ તે મૂકવું.
    અરજીની ચકાસણી અમુક નિયત મુદ્દતમાં જ પૂરી કરવી અને અરજી કર્યાના વધુમાં વધુ એક અઠવાડિયાની અંદર જ ચકાસણી થઈ જવી જોઈએ.
    ચકાસણી થઈ ગયા બાદ મંજૂર કરનાર અધિકારીની મંજૂરી મેળવવાની રહે છે.
    મંજૂરી અને અપીલ 3.3.૧ જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરને મંજૂરી અધિકારી તરીકે જાહેર કરવા ચકાસણી કરાયેલ અરજી મળ્યા બાદ આ અધિકારી. અરજદારને મંજૂરી હુકમમાં સ્વરૂપે પોતાની મંજૂરીની જાણ કરી તે હુકમના નકલ ગ્રામ પંચાયત - નગરપાલિકાને આપશે.
    અરજી મળ્યો થી તે મંજૂર - ના મંજૂર થાય તેમાં કુલ સમય બે અઠવાડિયાથી વધવો જોઈએ નહિં.
    જો અરજી નામંજૂર થાય તો. નામંજૂરી માટેના કારણોની પણ નોંધ કરવી અને તેની જાણ અરજદારને કરવા ઉપરાંત ગ્રામ પંચાયત- નગરપાલિકાને તેની નકલ આપવી.
    અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.
    જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.
    મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા
    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે
    અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.
    જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.
    મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા  આપેલ છે
    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે.

    પ્રકરણ ૪

    ભંડોળની ફાળવણી, ભંડોળ છૂટું કરવું
    કેન્દ્રીય ભંડોળની ફાળવણી :રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ તા.૧-૪-૨૦૦૨ થી રાજ્ય યોજના તરીકે તબદીલ થયેલ છે અને તેનું ભંડોળ એકત્રિત ફાળવણી તરીકે તમામ યોજનાઓ માટે વધારાની કેન્દ્રીય સહાય તરીકે ઉપલબ્ધ કરાય છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યની જવાબદારી નાણા મંત્રાલયના અંદાજપત્રીય અંદાજોનો હિસ્સો બને છે. રાજ્યોને ભંડોળની ફાળવણી નાણા મંત્રાલય દ્વારાકરવામાં આવે છે.
    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યોને કેટલી વધારાની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરવી તેનો નિર્ણય ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરીને આયોજન પંચ કરે છે. વધારાની કેન્દ્રીય સહાયનો ઉપયોગ રાજ્યોએ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની પ્રવર્તમાન યોજનાઓ માટે અગર તો તે કાર્યક્રમમાં નવી ભવિષ્યમાં કોઈ યોજના ઉમેરાય તો તેને માટે કરવાનો છે.
    રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય સહાયનો દર નીચે મુજબ રહેશે.
    1. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ
    2. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ
    3. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ
    4. અન્નપૂર્ણ યોજના:- લાભાર્થીદીઠ પ્રતિમાસ ૧૦ કિ.ગ્રામ અનાથ (ઘઉં અથવા ચોખા)
    5. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: રૂ.૧૦,૦૦૦/- લાભાર્થી દીઠ
    6. વહીવટી ખર્ચઃ રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના હેઠળ કરેલ ખર્ચના 3 ટકા.
    કલ્યાણ યોજનાઓ હેઠળ ઓછામાં ઓછું ખર્ચ થાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય એ રાજ્યોને ચૂકવાતી કલ્યાણલક્ષી કાર્યક્રમો માટેની યોજનાઓ, જે રાજ્યોના બજેટમાં પ્રતિબિંધિત થાય છે તે આયોજન અને બિન-આયોજન સદરે ફાળવવાયાં આવતી સામાન્ય ગ્રાન્ટ કરતાં માત્ર સાચી જ વધારાની ફાળવણી હોય રાજ્યો તેમના પોતાના અંદાજપત્રમાં આ યોજનાઓ માટે આદેશાત્મક ન્યુનતમ જોગવાઈ (MMP) કરવી જ જોઈએ. આ આદેશાત્મક ન્યુનતમ જોગવાઈની ગણતરી એવી રીતે કરવામાં
    આવે છે કે વર્ષ રOOO-O૧ પછી રાજ્યની ખરેખર અંદાજપત્રીય જોગવાઈ અથવા આ યોજનાઓ નીચે ખરેખર ખર્ચ, બે પૈકી જે વધારે હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યો પોતે જ પોતાના અંદાજપત્રોમાં કલ્યાણ લક્ષી યોજનાઓમાં વધારે ખર્ચ કરે જે તેમના સંસાધન પરિસ્થિતિને અનુરૂપ હોય.
    રાજ્યો. મંત્રાલયને રાજ્યોને ફાળવવામાં આવેલ વધારાની  કેન્દ્રીય સહાયની ફાળવણી થયા બાદ તેમને જાણ કરવામાં આવે તેના એક મહિનાની અંદર તેમણે પોતે ધારણ કરેલી વિવિધ યોજનાઓ હેઠળ કુલ કેટલી કેન્દ્રીય ફાળવણી ઉપલબ્ધ થઈ તેની જાણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલય વર્ષ દરમિયાન વધારાની કેન્દ્રીય ફાળવણી પાછળ થતા ખર્ચનું સુનિયત્રણ કરશે.
    નાણા છુટા કરવા
    વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા રાજ્યોને નાણા મંત્રાલય તરફથી નાણાકીય વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની ભલામણ અનુસાર છૂટાં કરવામાં આવે છે.
    નાણાકીય વર્ષના છેલ્લા ત્રિ-માસમાં એટલે કે જે તે નાણાકીય વર્ષના જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટે વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા છૂટાં કરવાનો આધાર રાજ્યો દ્વારા યોજનાઓના અમલમાં સંતોષકારક પ્રગતિ તથા રાજ્યો દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભંડોળ ઉપર આધારિત છે.
    છેલ્લા ત્રિ-માસમાં નાણા ભંડોળની ફાળવણી માટે પાત્ર બનવા બાબતે રાજ્યોએ નીચેની શરતો પૂરી કરવાની રહે છે.
    રાજ્યો પાસે ઉપલબ્ધ ભંડોળમાંથી ઓછામાં ઓછું પ૦ ટકા ભંડોળ રાજ્યોએ ડિસેમ્બર માસના અંત પહેલાં વાપરી નાખેલ હોવું જોઈએ. જેથી કરીને છેલ્લા ત્રિ-માસ એટલે કે જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટેની વધારાની કેન્દ્રીય સહાયની ફાળવણી થઈ શકે. આ માટે જે ખર્ચ પત્રક મોકલવાનું છે ઉપરાંત રાજ્યોએ તેમને આગળનાં નાણાકીય વર્ષમાં જે કોઈ ભંડોળ ફાળવેલ હોય તેનું ઉપયોગિતા પ્રમાણપત્ર ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવાનું છે.
    ઉઘડતી ભંડોળ તેમજ ખર્ચ પત્રક અને ઉપયોગિતા પ્રમાણપત્ર દર્શાવેલ રકમના આંકડા, માસિક પ્રગતિ અહેવાલમાં અગાઉ દર્શાવેલ આંકડા સાથે મળી રહેવા જોઈએ
    તારીખ ૩૧ મી ડિસેમ્બરની ‘કટ ઓફ? તારીખે ઉપયોગિતાની પરિસ્થિતિ. રાજ્યોએ ૧૫મી જાન્યુઆરી સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવી જોઈએ. આ મંત્રાલય. આ અહેવાલ તપાસીને નાણા મંત્રાલયને જરૂરી ભલામણ કરશે અને તેને આધારે નાણા મંત્રાલય આગામી ત્રિ-માસ (જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ) માટે નાણા ફાળવશે. (પ) છેલ્લા ત્રિ-માસમાં નાણા ફાળવવાની દરખાસ્ત રાજ્યોએ સમયસર મોકલી આપવાની રહેશે.
    અમલકર્તા ખાતાંઓનો ભંડોળની ફાળવણી.
    રાજ્યોના નાણા વિભાગોએ કેન્દ્ર સરકાર દ્વારા તેમને છૂટા કરેલ ખાસ કેન્દ્રીય સહાયના નાણા તેમણે અમલકર્તા ખાતાંઓને ત્વરીત રીતે અને મોડામાં મોડાં નાણા મળ્યાના ૧૫ દિવસની અંદર ફાળવી આપવાની રહેશે.
    રાજ્યોએ પોતાના અંદાજપત્રમાં પૂરતી જોગવાઈ કરવી જોઈએ અને જ્યારે કેન્દ્રીય ફંડ છૂટું થાય ત્યારે (પોતાના અંદાજપત્રમાંથી વપરાયેલ રકમ) પરત મેળવી લેવી જોઈએ. ઉપરાંત, રાજ્યોએ નિયમિતરીતે નાણા ફાળવણી કરતા રહેવુ જોઈએ અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અન્ય યોજનાઓ સહિત પેન્શનની માસિક ચૂકવણી માટે સમયબદ્ધ માસિક તંત્ર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
    પેન્શનની ચૂકવણી બેન્ક પોસ્ટ ઓફિસ ખાતાંઓ મારફતે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, જ્યા જ્યા શકય હોય ત્યાં બેન્ક/પોસ્ટ ઓફિસના ખાતા મારફતે પેન્શનની ચૂકવણી કરવી.
    લાભાર્થીઓ પોતો અથવા રાજ્ય સરકારના આદેશથી પોસ્ટ ઓફિસ /બેન્કમાં ખાતાં ખોલાવવા. રાજ્ય સરકાર દ્વારા અપાતા મંજૂરી આદેશ અથવા અરજદારનાં અરજી પત્રકોની વિગતો KYC (તમારા ગ્રાહકને ઓળખો) ના ધોરણે પૂરાં કરવા માટેની સાબિતી તરીકે ઉયોગમાં લેવી. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ બાબતની વિભાગ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને, પેન્શન યોજનાના લાભાર્થીઓનાં ખાતા ખોલવા માટે સૂચનાઓ આપી છે. ઉપરાંત મંત્રાલયના આર્થિક બાબતો માટેના ખાતાઓ પોસ્ટ ઓફિસના બચતખાતા માટેના નિયમોમાં ફેરફાર કરીને પન્થાનના લાભાર્થીઓ માટે શૂન્ય બેલેન્સવાળા ખાતા ખોલવા માટે પણ જોગવાઈ કરી રાખેલ છે. દેશભરમાં બેન્કો અને પોસ્ટ ઓફિસોનો ફેલાવો એક સમાન નથી. પેન્શનની રકમ સીધી બેન્ક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવાથી પણ સંપૂર્ણ હેતુ સરે તેમ નથી. કારણ કે વૃધ્ધપેન્શના કે વિકલાંગતા પેન્શનની લાભાર્થીઓને નજીકની પોસ્ટ ઓફિસે કે બેન્કની શાખાએ જવામાં મુશ્કેલી પડે તેમ છે. આથી પેન્શનની રકમ ચૂકવણી ઘરઆંગણે જ થાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અપાયેલ સુચનાઓ અનુસાર બેન્કીંગ કોરસપાન્ડન્ટ / બેન્કીંગ ફેસીલીટેટ્સ મોડેલ અપનાવું જોઈએ.
    પ્રકરણ ૨ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) નીચેની યોજનાઓની ખાસ શરતો• ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના (IGNOAPS)• રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃધ્ધાવસ્થા પેન્શનમાટે નીચેના ફકરામાં દર્શાવેલી શરતો અનુસાર જ કેન્દ્રીય સહાય મળવાપાત્ર છે. અન્ય કોઈ જ માપદંડ ચાલી શકશે નહિં. • કેન્દ્રીય સહાયનો દાવો કરવા માટે. નીચેના માપદંડ લાગુ પડશે  o જે તે પુરુષ અથવા સ્ત્રીની ઉમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ o અરજદાર ગરીબીની રેખા નીચેના પરિવારના સભ્ય હોવા જોઈએ. જે માટે ભારત સરકાર નિયત કરેલ ધારા ધોરણ લાગુ પડશે. o કેન્દ્રીય સહાય મેળવવા માટે લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/- વૃધ્ધાવસ્થા પેન્શનની રકમ હોવી જોઈએ. o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન નીચે કુલ મળવાપાત્ર સંખ્યા તમામ લાભાર્થીઓ, જેઓ પાત્રતાના માપદંડ પૂરા કરતાં હોય તેના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી કરવામાં આવશે. (એવું અપેક્ષિત છે કે કુલ મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલ અંદાજોની લગભગ હશે). o રાજ્યોએ દર વર્ષે એવું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચે આવરી લેવામાં આવેલ છે.  o ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચેના લાભ શકય હોય ત્યાં સુધી માસિક ધોરણે અને તે પણ શકયતઃ દરેક મહિનાની પહેલી તારીખે ચૂકવવામાં આવે છે. જ્યાં શકય હશે ત્યાં પેન્શનની રકમ લાભાથીના પોષ્ટ ઓફિસ કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. તમામ લાભાર્થીઓનો માહિતી આધાર અને ચૂકવણી જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે.• ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ, કોઈ પેન્શન મેળવવાનારના મૃત્યુ સંબંધી અહેવાલ આવી ઘટના બન્યા પછી તરત જ પેન્શન મંજૂર કરનાર યોગ્ય સત્તાતંત્રને જણાવશે. પેન્શન મંજૂર કરનાર સત્તાતંત્ર એ સુનિશ્ચિત કરશે કે પેન્શનની ચૂકવણી તરત જ બંધ કરવામાં આવે. • જો કોઈવાર કોઈ પેન્શન ખોટી રીતે અપાયેલ અથવા ભૂલથી અપાયેલી માહિતીને આધારે ચૂકવાયું હશે તો પેન્શન મંજૂર કરનારસત્તાતંત્રને તેવું પેન્શન ચૂકવણું બંધ કરવાનો તેમજ તેની વસૂલાત કરવાનો અધિકાર છે.• ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના (IGNDPS) ૨.૩.૧ ઈન્દિરા ગાધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે કેન્દ્રીય સહાય નીચેના ત્રણ ફકરામાં દર્શાવેલી શરતોને આધીન છે. બીજા કોઈપણ માપદંડ ચાલી શકશે નહિં• કેન્દ્રીય સહાય મેળવવાનો દાવો કરવાના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે. o વિકલાંગ વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૪ વર્ષ હશે. o વિકલાંગ અરજદાર ગરીબી રેખાની નીચેના પરિવારનો સભ્ય હોવો જોઈએ. ગરીબી રેખા માટેના માપદંડ. ભારત સરકારે સૂચવ્યા મુજબના રહેશે. o અરજદાર વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫માં તેમજ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પેર્સન્સ વીથ. ઓટીઝમ સેલિબ્રપાલસી. મેન્ટલ રિટાર્ડયન અને મલ્ટિપલ ડીઝેબીલીટી અધિનિયમ ૧૯૯૯માં તેમજ બંન્ને ધારામાં વખતો વખત થયેલ સુધારા અને આ બાબતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બહાર પાડેલી કોઈપણ માર્ગદર્શિકામાં દર્શાવવામાં આવેલી બહુવિધ વિકલાંગતાથી પીડાતો હોવો જોઈએ.o વિકલાંગતા પેન્શનની રકમ, કેન્દ્રીય સહાયની માગણી કરવાના હેતુથી, માસિક રૂ.૨૦૦/- લાભાર્થીદીઠ છે. o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. બધા લાભાર્થીઓ જેઓ યોગ્યતાના માપદંડ પૂરા કરતા હોય. તેમના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી થશે. (એમ અપેક્ષિત છે કે આ યોજના નીચે નક્કી કરેલ કુલ લાભાર્થીઓની સંખ્યા ગ્રામીણ વિકાસ મંત્રાલયે મુકેલા અંદાજોની લગભગ સમીપ ન હશે. o રાજ્યોએ દર વરસે એવું પ્રમાણપત્ર જારી કરવાનું છે કે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચેના તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને આવરી લેવામાં આવી છે. o ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના લાભનું શકય હશે ત્યાં સુધી માસિક ધોરણે અને શકયતઃ દરેક માસની પહેલી તારીખે વિતરણ કરવામાં આવશે. o જ્યાં શકય હશે ત્યાં પેન્શન લાભાથીના પોષ્ટ ઓફિસના કે જાહેરક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. o તમામ લાભાર્થીઓ અને તેમને કરવામાં આવતાં ચૂકવણાંને માહિતી આધાર જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે.• ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના હેતુ માટે વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ તથા નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન્સ વીથ ઓટિઝમ, સેલિબ્રલ પાલસી મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મલ્ટિપલ ડિઝેબીલીટીઝ એક્ટ (નેશનલ ટ્રસ્ટ એક્ટ૧૯૯૦)માં આપવામાં આવેલી વ્યાખ્યાઓ અનુસારમાં આવશે. આ કાયદાઓ વિકલાંગતા અને ગંભીર તથા વિવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે આવે છે. વિકલાગતાની વ્યાખ્યા. વિકલાંગતા અધિનિયમ-૧૯૯૫ ની કલમ ૨ ની પેટા કલમ (૧) માં નીચે પ્રમાણે આપવામાં આવી ‘વિકલાંગતા” એટલે 1. અંધત્વ 2. અલ્પદ્રષ્ટિ 3. રક્તપિત્તના રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ 4. શ્રવણક્ષતિ 5. અસ્થિવિષયક વિકલાંગતા6. મંદબુધ્ધિ અથવા માનસિક વિકાસમાં રૂકાવટ અનેમાનસિક બીમારીવિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ ની કલમ ર ની પેટા કલમ મુજબ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે તબીબી અધિકારી દ્વારા જે ને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે તેવી વ્યક્તિ.વિકલાંગતા અધિનિયમ કલમ ૫૬ની પેટા કલમ (૪) મુજબ અતિગંભીર વિકલાંગતા ધરાવતી વ્યકેિત એટલે એક કે તેથી વધુ પ્રકારની વિકલાંગતાના ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ.નેશનલ ટ્રસ્ટ એક્ટની કલમ-૨ (એચ) પ્રમાણે બહુવિધ (મલ્ટીપલ) વિકલાંગતા એટલે વિકલાંગતા અધિનિયમ, ૧૯૯૫ ની કલમ-૨. પેટા કલમ (૧) માં દર્શાવાયેલી વિકલાંગતાઓ પૈકી જેનામાં બે કે તેથી વધુ વિકલાંગતા ભેગી થયેલી છે તેવી વ્યક્તિ.ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે અરજદાર, વિકલાંગતા અધિનિયમ.૧૯૯૫ની કલમ ૨ ની પેટા કલમ (પી)ની જોગવાઈ અનુસારનું તબીબી અધિકારીનું તબીબીપ્રમાણપત્ર રજૂ કરશે. ઘણી ગંભીર અથવા બહુવિધ વિકલાંગતા ઘરાવતી વ્યક્તિના કિસ્સામાં સંબંધિત તબીબી અધિકારીને તાલુકા, મંડળ કક્ષાએ બોલાવીને અથવા જે પ્રમાણે માન્ય હોય તે પ્રમાણે કરીને યોજના નીચે લાભ મેળવવા માટે અરજી કરેલ વ્યક્તિને સહાયરૂપ બનાવ માટે તેમજ તેવી વ્યક્તિને આવું તબીબી પ્રમાણપત્ર મેળવવામાં અંતર અવરોધરૂપ ન બને તેમજ તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી તેમને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સહાયક બનશે.ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ કોઈપણ પેન્શનરનું મૃત્યુ થાય ત્યાર પછી તરત જ યોગ્ય તે મંજૂર કરનાર અધિકારીને તેની જાણ કરશે. મંજૂર કરનાર અધિકારી એ સુનિશ્ચિત કરશે કે તે પછી તરત જ ચૂકવણું બંધ કરવામાં આવે.કોઈપણ પેન્શનરનું ચૂકવણું પાત્રતા સંબંધી ખોટી કે ભૂલભરેલી માહિતીને આધારે થયું હોય તો તો બંધ કરવાનો કે પરત વસૂલ કરવાનો અધિકાર, મંજૂર કરનાર અધિકારીને છે.રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (NFBS) ગરીબી રેખા નીચેના પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો પરિવારમાં પાછળ રહેલી વ્યક્તિઓને ઉચ્ચક કૌટુંબિક સહાય, નીચેના ફકરામાં  દર્શાવેલ શરતોને આધીન રહીને, ચુકવામાં માટેની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ છે.કેન્દ્રીય સહાય નક્કી કરવા માટેના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે.પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર સ્ત્રી કે પુરુષ એટલે જેની આવકનો કુટુંબની આવકમાં નોંધપાત્ર ફાળો હોય. કુટુંબની મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ તે વ્યક્તિ ૧૮ થી ૬૪ વર્ષની વયની હોય તે દરમિયાન એટલે કે ૧૮ વર્ષ કરતાં વધુ અને ૬૫ વર્ષ કરતાં ઓછી ઊમર દરમિયાન થયેલ હોવું જોઈ. મૃત્યુ પામનાર વ્યકિતનો પરિવાર, ભારત સરકારે નિયત કરેલ માપદંડો અનુસાર, ગરીબી રેખા નીચેનો પરિવાર હોવો જોઈએ. મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થતાં આ યોજના નીચે કેન્દ્રીય સહાયની રકમ રૂ.૧૦,૦૦૦/- રહેશે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે સહાય ચૂકવવા માટે પાત્રતા ધરાવનાર પરિવારોની સંખ્યા ક્ષેત્રીય અહેવાલોને આધારે નક્કી કરાશે. (આ રીતે નક્કી કરવામાં આવનાર કુલ પરિવારોની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે અપેક્ષિત કરેલ કુટુંબોની સંખ્યાની લગભગ લગોલગ જ હશે.) રાજ્યોએ એ મુજબનું પ્રમાણપત્ર દર વર્ષે આપવાનું રહેશે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે તમામ પાત્રતા ધરાવનાર પરિવારોને સહાય ચૂકવી દેવામાં આવી છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે, કુટુંબની મુખ્ય આજીવિકા કમાનાર વ્યક્તિના મુત્યુ થયાના ૧૫ દિવસમાં જ ગરીબી રેખા નીચે જીવતા તેમના પાછળ રહેલા પરિવારના સભ્યોએ ચૂકવવી આપવની રહેશે. કારણ કે પરિવારના પાછળ રહેલા સભ્યો માટે તાત્કાલિક રાહત ઉપલબ્ધ કરવાની છે. સહાયની રકમ પાછળ રહેલા કુટુંબના સભ્યો પૈકી જે સભ્ય સ્થાનિક તપાસ દ્વારા કુટુંબના વડા તરીકે ઓળખવામાં આવે તેના નામે પોસ્ટ ઓફિસના ખાતામાં કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા થશે. આ યોજના નીચે જેને સહાય ચૂકવવામાં આવી હોય તે તમામ પરિવારોનો માહિતી આધાર જાહેર હિતમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.મૃત્યુ પામનાર ગરીબ વ્યક્તિના પરિવારના વારસો પૈકી યોગ્ય સ્થાનિક તપાસ બાદ જેને પરિવારના વડા તરીકે જાહેર કરવામાં આવે તેને કુટુંબ સહાયની રકમની ચૂકવણી કરવામાં આવે છે. આ યોજનાના હેતુ માટે પરિવારમાં પતી / પત્ની. સગીર બાળક, કુંવારી પુત્રી આધારિત માતા-પિતાનો સમાવેશ કરવામાં આવશે. જો કોઈ અપરણિત પુખ્ત વયની વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પરિવારમાં સગીર (નાનાં) ભાઈ/ બેનો અને આધારિત માતા-પિતાનો સમાવેશ થશે.દરેક જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિના મૃત્યુની જાણકારી પ્રાપ્ત કરવા માટે ‘કોલ સેન્ટર” ની સ્થાપના કરવામાં આવશે. ગ્રામ પંચાયત અને નગરપાલિકાએ ગરીબી રેખા નીચેના પરિવારના રોજી-રોટી કમાનાર વ્યક્તિના મૃત્યુના દરેક કિસ્સાની જાણ સંબંધિત અધિકારીઓને કરશે. જેથી રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજનાની રકમની સમયસર ફાળવણી કરવાનું સુનિશ્ચિત કરી શકાય.કૉલ સેન્ટર દ્વારા કે અન્ય રીતે માહિતી મળ્યા બાદ પ્રોગ્રામ ઓફિસર, સંબંધિત ગામની મુલાકાત લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના બાકીના પરિવારની પાસેથી વિગતો પ્રાપ્ત કરશે. સંબંધિત ગ્રામ પંચાયત પાસેથી આવશ્યક દસ્તાવેજો તૈયાર કરાવી. કુટુંબ સહાયની ચૂકવણી માટેનાં કેસની પ્રક્રિયા કરાવશે.પ્રોગામ ઓફિસર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે મૃતકના પરિવારને ચૂકવણીની મંજૂરી આપશે અને ચૂકવણીની વ્યાખ્યા વહેલામાં વહેલી તકે અને સંભવત એક પખવાડિયાની અંદર કરાવશે.મંજૂર કરનાર સંતાતંત્રને પાત્રતા સંબંધી કોઈ ખોટી કે ગેરસમજથી થયેલી ચૂકવણીની રકમ પરત મેળવવાનો અધિકાર છે . અન્નપુર્ણા યોજના૧લી એપ્રિલ-ર000ના દિવસે, પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને ૧૦ કિ.ગ્રામ અનાજ વિના મૂલ્ય આપવાની અન્નપુર્ણા યોજના શરૂ કરવામાં આવી.અન્નપુર્ણા યોજના એવી વયસ્ક વ્યક્તિઓ (સિનિયર સીટીઝન્સ) ની અન્ય સલામતીની જરૂરિયાત પૂરી કરવાનો ઉદ્દેશ રાખે છે. જેઓ વૃધ્ધાવસ્થાના પેન્શન માટેની યોજના માટે પાત્રતા ધરાવતા હોવા છતાં. જેમનો તે યોજનામાં સમાવેશ થયેલ નથી.અન્નપુર્ણા યોજના માટે વર્ષ ૨૦૦૦ માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો યોજનાના અમલમાં રાજ્ય સરકારોએ અનુસારવાનું રહેશે. પ્રકરણ ૩ ઓળખ અને મંજૂરીલાભાર્થીઓની ઓળખ : કોઈ પરિવાર ગરીબીની રેખા નીચેના માપદંડોમાં આવે છે કે નહિ તે નક્કી કરવા માટે ભારત સરકારે વખતો વખત જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર રાજ્યોએ બનાવેલ બી.પી.એલ. યાદીમાંથી લાભાર્થીની ઓળખ મેળવવાની રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિયત કરેલ માપદંડના આધારે રાજ્યોએ બનાવેલ યાદી ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. શહેરી વિકાસ અને ગરીબી નિર્મલન મંત્રાલયે નિયત કરેલ માપદંડને અનુસરીને અથવા રાજ્યોએ પોતે શહેરી વિસ્તારો માટે નક્કી કરેલા માપદંડ શહેરી વિસ્તારોને લાગુ પડશે. ભારત સરકાર આ માપદંડની સમીક્ષા કરવાનો અધિકાર તેમજ બીજા અનુરૂપ સુધારેલ માપદંડ જેને આધારે અમુક પરિવાર ગરીબીની રેખા નીચે આવે છે કે કેમ તે સૂચવવાનો અધિકાર અનામત રાખે છે.જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રારે જારી કરેલ જન્મ પ્રમાણપત્ર. શાળાના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચૂટણીપંચ દ્વારા જારી કરાયેલ વીજાણું મતદાતા કાર્ડમાં દર્શાવેલી ઉમર ધ્યાનમાં લેવામાં આવશે. કોઈપણ પ્રમાણિત દસ્તાવેજની અન-ઉપસ્થિતિમાં ઓછામાં ઓછું આસીસ્ટન્ટ સીવીલ સર્જનની કક્ષા ધરાવતા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર અથવા મહેસૂલી અધિકારીનું પ્રમાણપત્ર, ઉમરના પુરાવા તરીકે માન્ય ગણાશે. લાભાર્થી વિધવા હોવાનો દરજજો મહેસૂલી અધિકારી દ્વારા પ્રમાણિત કરાશે.રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ ઓછામાં ઓછું વર્ષમાં એકવાર વિકલાંગતાની ટકાવારી ચકાસવા અને વિકલાંગતાના પ્રમાણપત્ર જારી કરવા માટે શિબિરો યોજશે.ગ્રામ પંચાયતો - નગરપાલિકાઓ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની તમામ યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે સક્રિય ભૂમિકા ભજવશે. ગ્રામ પંચાયતોનગરપાલિકાઓ તરફથી વાર્ષિક મોજણી હાથ ધરવામાં આવશે. અને તેના પરિણામોની સરખામણી માન્ય બી.પી.એલ. યાદી સાથે કરવામાં આવશે. આનાથી રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની યોજનાઓ માટેની પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓની ગણતરી કરવાનું સરળ બનશે તેમજ સૌને લાભ આપી શકાશે.લાભાર્થીઓની ઓળખનો આધાર નીચે મુજબ થઈ શકે.1. પોતાની અરજી પરથી2. ગ્રામ પંચાયત - ગ્રામ સભાની પોતાની નિર્ણય શક્તિથી3. અન્ય સક્ષમ અધિકારીના અહેવાલ ઉપરથી. આવા તમામ કિસ્સાઓમાં અરજી પત્રક ભરવાનું તો ખાસ જરૂરી છે જ.અરજી અને ચકાસણીતમામ તાલુકા કક્ષાએ કે ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ અન્ય જાહેર સંસ્થાનોમાં મફત (વિનામૂલ્ય) અરજી પત્રકો પુરતી સંખ્યામાં રાખવા જરૂરી છે. તેની નકલ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. અરજીની નોંધ રજિસ્ટરમાં કરવી અને તેની પહોંચ આપવી. જો અરજી પત્રક અઘરુ ભરેલું હોય તો સંબંધિત કર્મચારીની જવાબદારી છે કે તે પૂરેપુરૂ ભરાવે. અરજદારોની યાદી ગ્રામ પંચાયતની ઓફિસે પ્રદર્શિત કરવી.સહાયક પ્રોગ્રામ ઓફિસરને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અરજીઓની ચકાસણી માટે ચકાસણી અધિકારી તરીકે જાહેર કરવા. ચકાસણી અધિકારીનું નામ પણ તાલુકા કક્ષાએ પ્રદર્શિત કરવું. ઉપરાંત ગ્રામ પંચાયતની દીવાલે પણ તે મૂકવું.અરજીની ચકાસણી અમુક નિયત મુદ્દતમાં જ પૂરી કરવી અને અરજી કર્યાના વધુમાં વધુ એક અઠવાડિયાની અંદર જ ચકાસણી થઈ જવી જોઈએ.ચકાસણી થઈ ગયા બાદ મંજૂર કરનાર અધિકારીની મંજૂરી મેળવવાની રહે છે.મંજૂરી અને અપીલ 3.3.૧ જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરને મંજૂરી અધિકારી તરીકે જાહેર કરવા ચકાસણી કરાયેલ અરજી મળ્યા બાદ આ અધિકારી. અરજદારને મંજૂરી હુકમમાં સ્વરૂપે પોતાની મંજૂરીની જાણ કરી તે હુકમના નકલ ગ્રામ પંચાયત - નગરપાલિકાને આપશે.અરજી મળ્યો થી તે મંજૂર - ના મંજૂર થાય તેમાં કુલ સમય બે અઠવાડિયાથી વધવો જોઈએ નહિં.જો અરજી નામંજૂર થાય તો. નામંજૂરી માટેના કારણોની પણ નોંધ કરવી અને તેની જાણ અરજદારને કરવા ઉપરાંત ગ્રામ પંચાયત- નગરપાલિકાને તેની નકલ આપવી.અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા  રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા  આપેલ છે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે.   

    પ્રકરણ ૪

    ભંડોળની ફાળવણી, ભંડોળ છૂટું કરવું કેન્દ્રીય ભંડોળની ફાળવણી :રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ તા.૧-૪-૨૦૦૨ થી રાજ્ય યોજના તરીકે તબદીલ થયેલ છે અને તેનું ભંડોળ એકત્રિત ફાળવણી તરીકે તમામ યોજનાઓ માટે વધારાની કેન્દ્રીય સહાય તરીકે ઉપલબ્ધ કરાય છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યની જવાબદારી નાણા મંત્રાલયના અંદાજપત્રીય અંદાજોનો હિસ્સો બને છે. રાજ્યોને ભંડોળની ફાળવણી નાણા મંત્રાલય દ્વારાકરવામાં આવે છે.રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યોને કેટલી વધારાની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરવી તેનો નિર્ણય ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરીને આયોજન પંચ કરે છે. વધારાની કેન્દ્રીય સહાયનો ઉપયોગ રાજ્યોએ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની પ્રવર્તમાન યોજનાઓ માટે અગર તો તે કાર્યક્રમમાં નવી ભવિષ્યમાં કોઈ યોજના ઉમેરાય તો તેને માટે કરવાનો છે.રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય સહાયનો દર નીચે મુજબ રહેશે. 1. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ 2. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ3. ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ 4. અન્નપૂર્ણ યોજના:- લાભાર્થીદીઠ પ્રતિમાસ ૧૦ કિ.ગ્રામ અનાથ (ઘઉં અથવા ચોખા) 5. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: રૂ.૧૦,૦૦૦/- લાભાર્થી દીઠ 6. વહીવટી ખર્ચઃ રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના હેઠળ કરેલ ખર્ચના 3 ટકા.
    કલ્યાણ યોજનાઓ હેઠળ ઓછામાં ઓછું ખર્ચ થાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય એ રાજ્યોને ચૂકવાતી કલ્યાણલક્ષી કાર્યક્રમો માટેની યોજનાઓ, જે રાજ્યોના બજેટમાં પ્રતિબિંધિત થાય છે તે આયોજન અને બિન-આયોજન સદરે ફાળવવાયાં આવતી સામાન્ય ગ્રાન્ટ કરતાં માત્ર સાચી જ વધારાની ફાળવણી હોય રાજ્યો તેમના પોતાના અંદાજપત્રમાં આ યોજનાઓ માટે આદેશાત્મક ન્યુનતમ જોગવાઈ (MMP) કરવી જ જોઈએ. આ આદેશાત્મક ન્યુનતમ જોગવાઈની ગણતરી એવી રીતે કરવામાંઆવે છે કે વર્ષ રOOO-O૧ પછી રાજ્યની ખરેખર અંદાજપત્રીય જોગવાઈ અથવા આ યોજનાઓ નીચે ખરેખર ખર્ચ, બે પૈકી જે વધારે હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યો પોતે જ પોતાના અંદાજપત્રોમાં કલ્યાણ લક્ષી યોજનાઓમાં વધારે ખર્ચ કરે જે તેમના સંસાધન પરિસ્થિતિને અનુરૂપ હોય.રાજ્યો. મંત્રાલયને રાજ્યોને ફાળવવામાં આવેલ વધારાની  કેન્દ્રીય સહાયની ફાળવણી થયા બાદ તેમને જાણ કરવામાં આવે તેના એક મહિનાની અંદર તેમણે પોતે ધારણ કરેલી વિવિધ યોજનાઓ હેઠળ કુલ કેટલી કેન્દ્રીય ફાળવણી ઉપલબ્ધ થઈ તેની જાણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલય વર્ષ દરમિયાન વધારાની કેન્દ્રીય ફાળવણી પાછળ થતા ખર્ચનું સુનિયત્રણ કરશે.નાણા છુટા કરવા વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા રાજ્યોને નાણા મંત્રાલય તરફથી નાણાકીય વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની ભલામણ અનુસાર છૂટાં કરવામાં આવે છે.નાણાકીય વર્ષના છેલ્લા ત્રિ-માસમાં એટલે કે જે તે નાણાકીય વર્ષના જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટે વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા છૂટાં કરવાનો આધાર રાજ્યો દ્વારા યોજનાઓના અમલમાં સંતોષકારક પ્રગતિ તથા રાજ્યો દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભંડોળ ઉપર આધારિત છે.છેલ્લા ત્રિ-માસમાં નાણા ભંડોળની ફાળવણી માટે પાત્ર બનવા બાબતે રાજ્યોએ નીચેની શરતો પૂરી કરવાની રહે છે.રાજ્યો પાસે ઉપલબ્ધ ભંડોળમાંથી ઓછામાં ઓછું પ૦ ટકા ભંડોળ રાજ્યોએ ડિસેમ્બર માસના અંત પહેલાં વાપરી નાખેલ હોવું જોઈએ. જેથી કરીને છેલ્લા ત્રિ-માસ એટલે કે જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટેની વધારાની કેન્દ્રીય સહાયની ફાળવણી થઈ શકે. આ માટે જે ખર્ચ પત્રક મોકલવાનું છે ઉપરાંત રાજ્યોએ તેમને આગળનાં નાણાકીય વર્ષમાં જે કોઈ ભંડોળ ફાળવેલ હોય તેનું ઉપયોગિતા પ્રમાણપત્ર ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવાનું છે.ઉઘડતી ભંડોળ તેમજ ખર્ચ પત્રક અને ઉપયોગિતા પ્રમાણપત્ર દર્શાવેલ રકમના આંકડા, માસિક પ્રગતિ અહેવાલમાં અગાઉ દર્શાવેલ આંકડા સાથે મળી રહેવા જોઈએ તારીખ ૩૧ મી ડિસેમ્બરની ‘કટ ઓફ? તારીખે ઉપયોગિતાની પરિસ્થિતિ. રાજ્યોએ ૧૫મી જાન્યુઆરી સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવી જોઈએ. આ મંત્રાલય. આ અહેવાલ તપાસીને નાણા મંત્રાલયને જરૂરી ભલામણ કરશે અને તેને આધારે નાણા મંત્રાલય આગામી ત્રિ-માસ (જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ) માટે નાણા ફાળવશે. (પ) છેલ્લા ત્રિ-માસમાં નાણા ફાળવવાની દરખાસ્ત રાજ્યોએ સમયસર મોકલી આપવાની રહેશે.અમલકર્તા ખાતાંઓનો ભંડોળની ફાળવણી.રાજ્યોના નાણા વિભાગોએ કેન્દ્ર સરકાર દ્વારા તેમને છૂટા કરેલ ખાસ કેન્દ્રીય સહાયના નાણા તેમણે અમલકર્તા ખાતાંઓને ત્વરીત રીતે અને મોડામાં મોડાં નાણા મળ્યાના ૧૫ દિવસની અંદર ફાળવી આપવાની રહેશે.રાજ્યોએ પોતાના અંદાજપત્રમાં પૂરતી જોગવાઈ કરવી જોઈએ અને જ્યારે કેન્દ્રીય ફંડ છૂટું થાય ત્યારે (પોતાના અંદાજપત્રમાંથી વપરાયેલ રકમ) પરત મેળવી લેવી જોઈએ. ઉપરાંત, રાજ્યોએ નિયમિતરીતે નાણા ફાળવણી કરતા રહેવુ જોઈએ અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અન્ય યોજનાઓ સહિત પેન્શનની માસિક ચૂકવણી માટે સમયબદ્ધ માસિક તંત્ર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.પેન્શનની ચૂકવણી બેન્ક પોસ્ટ ઓફિસ ખાતાંઓ મારફતે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, જ્યા જ્યા શકય હોય ત્યાં બેન્ક/પોસ્ટ ઓફિસના ખાતા મારફતે પેન્શનની ચૂકવણી કરવી.લાભાર્થીઓ પોતો અથવા રાજ્ય સરકારના આદેશથી પોસ્ટ ઓફિસ /બેન્કમાં ખાતાં ખોલાવવા. રાજ્ય સરકાર દ્વારા અપાતા મંજૂરી આદેશ અથવા અરજદારનાં અરજી પત્રકોની વિગતો KYC (તમારા ગ્રાહકને ઓળખો) ના ધોરણે પૂરાં કરવા માટેની સાબિતી તરીકે ઉયોગમાં લેવી. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ બાબતની વિભાગ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને, પેન્શન યોજનાના લાભાર્થીઓનાં ખાતા ખોલવા માટે સૂચનાઓ આપી છે. ઉપરાંત મંત્રાલયના આર્થિક બાબતો માટેના ખાતાઓ પોસ્ટ ઓફિસના બચતખાતા માટેના નિયમોમાં ફેરફાર કરીને પન્થાનના લાભાર્થીઓ માટે શૂન્ય બેલેન્સવાળા ખાતા ખોલવા માટે પણ જોગવાઈ કરી રાખેલ છે. દેશભરમાં બેન્કો અને પોસ્ટ ઓફિસોનો ફેલાવો એક સમાન નથી. પેન્શનની રકમ સીધી બેન્ક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવાથી પણ સંપૂર્ણ હેતુ સરે તેમ નથી. કારણ કે વૃધ્ધપેન્શના કે વિકલાંગતા પેન્શનની લાભાર્થીઓને નજીકની પોસ્ટ ઓફિસે કે બેન્કની શાખાએ જવામાં મુશ્કેલી પડે તેમ છે. આથી પેન્શનની રકમ ચૂકવણી ઘરઆંગણે જ થાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અપાયેલ સુચનાઓ અનુસાર બેન્કીંગ કોરસપાન્ડન્ટ / બેન્કીંગ ફેસીલીટેટ્સ મોડેલ અપનાવું જોઈએ.

પ્રકરણ ૫

વ્યવસ્થાપન માહિતી વ્યવસ્થા માહિતી પ્રોદ્યોગિકીનો ઉપયોગ: પારદર્શિતાનો વ્યાપ વધારવા તેમજ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમને અસરકારકર રીતે અમલી બનાવવા માટે (૧) તમામ લાભાર્થીઓને માહિતી આધાર જાહેર રીતે ઉપલબ્ધ કરાશે. (ર) રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) માટેનું સોફ્ટવેર વિકસાવાશે અને લાભાર્થી દીઠ ચૂકવણીને ધારણ કરવાના હેતુથી તેને ઉપયોગમાં લેવાશે. RIQơ.RQA.RQ.us. (NSAP) RQşeÒR (NSAP-MIS) વિકસાવાઈ ગયેલ છે અને રાજ્યોએ હવે તેનો ઉપયોગ શરૂ દેવો જોઈએ. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.
NSAP-MIs ની લાક્ષણીકતા
વેબસાઈટ: http:nsap.nic.in પર ઉપલબ્ધ છે અત્યારે વૃધ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને વિકલાંગતા પેન્શનની ત્રણ યોજનાઓની લેવડદેવડને લગતા સોફ્ટવેર મોજૂદ છે. લાભાર્થીઓનો માહિતી આધાર:- રાજ્યોએ પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો માહિતી આધાર વિકસાવી તેને જાહેર કરવો જોઈએ. લાભાર્થીઓની માહિતીમાં લાભાર્થી સંબંધી તમામ પ્રકારની માહિતી જેમાં તેના ફોટાનો પણ સમાવેશ થાય તે નિભાવવી જોઈએ. નવા લાભાર્થીઓ બી.પી.એલ. પરિવારના હોવું અને બી.પી.એલ. ઓળખ હોવી તે નવા લાભાર્થીઓને પેન્શન મેળવવાની પૂર્વ શરતો છે. તેથી બી.પી.એલ. માહિતી આધાર સાથે તેને જોડવાથી પેન્શનર લેવડાવાની શકયતા દૂર કરી શકાય.
વારસો સંબધી માહિતીઃ
આ માહિતી આધાર NSAP-MIS વેલસાઈટ પર લેવો જોઈએ. આ હેતુ માટે પેન્શનર સંબંધી ત્રણેય યોજના (વૃધ્ધવસ્થા, વિધવા તથા વિકલાંગતા) વારસા સબંધી માહિતીને NSAP વેબસાઈટ પર રાખવામાં આવી છે. વારસા સંબંધી માહિતી સંખ્યાની દ્રષ્ટિએ ખોટી હોવાથી તેને વારસા સંબંધી માહિતીના નમૂનામાં ગોઠવી શકાય. આ નમૂનો NSAP વેબસાઈટ પરથી ઊતારી શકાય. તેને ઓફ લાઈન (ઈન્ટેરનેટરના સતત ઉપયોગ વિના) દાખલ કરીને મંત્રાલયને કે NICને પ્રક્રિયા કરવા કે ડાઉનલોડ કરવા મોકલી શકાય. આ માહિતી તમામ પ્રકારે સંપૂર્ણ હોવી જોઈએ અને તેનો આદેશાત્મક ક્ષેત્રો ને ભરેલાં જ હોવા જોઈએ. પછી નવા દાખલ થતાં પેન્શનરીની માહિતી ઓનલાઈન દાખલ કરી શકાય. નવા લાભાર્થીઓ માટે પ્રક્રિયા પ્રવાહ:- નવા પેન્શનરો માટેની માહિતી સીધી NSAP વેબસાઈટ પર જ સ્ટેટ /જિલ્લા / પેટા વિભાગ /લોગ ઈનનો ઉપયોગ કરીને દાખલ કરી શકાય નવા લાભાર્થીઓનું ઓળખપત્ર અરજી મેળવનાર ભરે, તેની ચકાસણી અધિકારી કરે. મંજૂરી મંજૂર કરનાર અધિકારી આપે અને પેન્શનરની ચૂકવણી પેન્શન ચુકવનાર અધિકારી કરે. સમગ્ર પ્રક્રિયામાં જુદી જુદી ભૂમિકાઓ માટે જુદાં જુદાં લોગ ઈન દર્શાવેલ છે.
આમાં કુલ રકમની જરૂરિયાતનો અંદાજ તેની ફાળવણી અને નાણાં છૂટા કરવાની પ્રક્રિયાઓ આવે છે. અંદાજ તો નીચેથી જ બને છે એટલે કે છેક ગ્રામ સ્તરથી ઉપર મંત્રાલય સ્તર સુધી. તેમાં લાભાર્થીઓની કુલ સંખ્યા તે પછી ફાળવણી અને નાણાં છૂટાં કરવાની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ આવે છે. એટલે કે મંત્રાલયથી રાજ્ય. રાજ્ય થી જિલ્લો તેમ છેક પેન્શન ચૂકવણા અધિકારી સુધી આવે
પેન્શન ચૂકવણા અધિકારી રાજ્ય સરકારે પેન્શન ચૂકવણા અધિકારીની નિમણૂંક કરી દેવું જોઈએ. પેન્શન ચૂકવણાના પ્રકારને આધારિત આવી નિમણૂંક રાજ્ય / જિલ્લા / તાલુકા / ગ્રામ પંચાયત કક્ષાએ થઈ શકે.
એકવીટન્સ રોલઃપેન્શન ચૂકવણા અધિકારી દ્વારા પેન્શન ચુકવણી માટે ગ્રામ કક્ષાએ, દરેક મહિના એકવીટન્સ સેલ નિભાવીને પેન્શનની ચૂકવણી કરવી જોઈએ. આમાં પેન્શનરનું નામ અને તેની સામે રકમ દર્શાવેલી હોવી જોઈએ.
ચૂકવણા રજિસ્ટરનું અદ્યતનીકરણ
એક વખત પેન્શન ચૂકવાઈ જાય અને તેને લગતી જરૂરી વિગતો નામ, સરનામું ચૂકવેલ રકમ, સહી વગેરે એકવીટન્સ રોલમાં નોંધાઈ જાય પછી NSAP વેબસાઈટના ચૂકવણા રજિસ્ટરમાં તેને અદ્યતન કરવી જોઈએ. જેથી હવે કેટલી ચૂકવણી બાકી રહી તેનો ખ્યાલ આવે અને તેને આધારે નાણા ભંડોળની માંગણી દર્શાવી શકાય. ચૂકવણીની સમાપ્તિ
જો પેન્શનર તેની પેન્શન ચૂકવણી સમાપ્ત કરવાની શરતો પરિપૂર્ણ કરતા હોય તો તેમનું પેન્શન ચૂકવણું તેઓ જ્યાં સુધી અપીલ ન કરે અને મંજૂરી આપનાર અધિકારી તેમનું પેન્શન પુનઃ ચાલુ કરવાનું મુનાસિબ ન સમજે ત્યાં સુધી. તેમનું પેન્શન ચૂકવણું સમાપ્ત કરી દેવામાં આવે છે.રાષ્ટ્રીય સલાહકાર સમિતિ (NAC) રાજ્ય અને જિલ્લા કક્ષાની સમિતિઓ : કેન્દ્ર સરકાર દ્વારા અખિલ ભારત કક્ષાએ ગ્રામ વિકાસ મંત્રાલયને સામાજિક સહાય કાર્યક્રમના સુનિયંત્રણ અને મૂલ્યાંકનમાં સહાય કરવા માટે અને તેના અસરકારક અમલ સંબંધિત બાબતોમાં સલાહ આપવા માટે સલાહકાર સમિતિની નિમણૂંક કરવામાં આવશે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની યોજનાઓના વિવિધ રાજ્યોમાં અમલ સંબંધી સમીક્ષા કરશે. જુદા જુદાં રાજ્યોમાં પૂરતા ભંડોળની ઉપલબ્ધિનું મૂલ્યાંકન કરશે. તેમજ સુયોગ્ય નીતિ વિષયક ભલામણોનું સૂચન કરશે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ સ્થાને ગ્રામીણ વિકાસના કેન્દ્રીયમત્રી હશે અને તેના સભ્યોમાં કેન્દ્ર સરકારનાં સબંધિત મંત્રાલયો અથવા ખાતાંઓમાંથી પાંચ પ્રતિનિધિઓ, સંસદના પાંચ સભ્યો. નાગરિક સંગઠનોમાં સક્રિય હોય તેવા ૧0 બિનસરકારી સભ્યો તેમજ રાજ્યોમાંથી પાંચ સચિવો હશે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિની બેઠક દર વર્ષે બે વખત મળશે. રાજ્ય કક્ષાની સમિતિઓની રચના રાજ્ય સરકાર કરશે. આવી સમિતીઓની બેઠક વર્ષમાં બે વખત મળશે. રાજ્ય સલાહકાર સમિતિ, રાષ્ટ્રીય સામાજિક સહાયક કાર્યક્રમ હેઠળની યોજનાઓના અમલની સમીક્ષા કરશે. જુદા જુદા જિલ્લાઓમાં આ યોજનાઓ માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ છે કે નહિ તે તપાસશે અને જરૂરી ભલામણો સૂચવશે. રાજ્ય સલાહકાર સમિતિનું અધ્યક્ષસ્થાન નોંડલ વિભાગના મંત્રીશ્રી લેશે અને તેના સભ્યોમાં રાજ્યોના સંબંધિત ખાતાઓના પ્રતિનિધિઓ, પાંચ વિધાનસભા સભ્યશ્રીઓ, ૧૦ સક્રિય નાગરિક સંગઠનોના બિનસરકારી સભ્યો અને પ જિલ્લા કલેક્ટરો વારાફરતી નીમાશે. રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં બે વાર થશે. આ સમિતિ કાર્યક્રમોના અમલ સુનિયત્રણ અને મૂલ્યાંકન માટે તેમજ તે સાથે સંકળાયેલ બાબતો સંબંધી જવાબદાર રહેશે અને ભારત સરકારને અહેવાલ મોકલશે. રાજ્યો દ્વારા સુનિયંત્રણ ૬.૨.૧. રાજ્યને પોતાના કોઈપણ ખાતા મારફતે આ યોજનાઓના અમલ માટે લચનીયતા (Flexibility) રહેશે. અલબત્ત તે રાજ્ય કક્ષાએ એક નોડલ સેક્રેટરીની નિમણૂંક કરશે જે જુદા જુદાં ખાતાઓ સાથે સંકલન કરીને યોજનાઓના અમલ સંબંધી પ્રગતિનો અહેવાલ મોકલશે. ભૌતિક અને નાણાકીય પ્રગતિ સંબધી અહેવાલ મોકલવો તેને પ્રગતિનો અભાવ ગણવામાં આવશે અને તેને પરિણામે છેલ્લા ત્રિમાસની કેન્દ્રીય વધારાની સહાય ન પણ ચૂકવવામાં આવે. વધારાની કેન્દ્રીય સહાયની ફાળવણી નાણાકીય વર્ષ પૂરુ થતાં લેપ્સ થઈ જતી હોવાથી, રાજ્ય સરકાર ઉપર સૂચવેલી નિયત તારીખ બાદ પ્રગતિ અહેવાલ મોકલે તો પણ બાકી રહેલ ગ્રાન્ટનો હપ્તો નવા નાણાકીય વર્ષમાં ફાળવી શકશે નહિ. માસિક પ્રગતિ અહેવાલ ૬.૩.૧ રાજ્ય સરકારોએ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓના ભૌતિક અને નાણાકીય પ્રગતિ અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવાનો હોય છે. માસિક પ્રગતિ અહેવાલ ૧ અને ૨. રાજ્ય સરકારના ખાતાઓએ દરેક મહિનાની ૧૫ મી તારીખ સુધીમાં ઓનલાઈન મોકલવાના હોય છે. માસિક પ્રગતિ અહેવાલ ૩ થી ૬ જિલ્લા કક્ષાના અધિકારીઓએ દરેક માસની ૧૫મી તારીખ સુધીમાં અધિકારીઓએ દરેક હેઠળની યોજનાઓના અમલમાં અને સુનિયત્રણમાં સામાજિક અનવેષણની જરૂર રહે છે. સામાજિક અનવેષણથી યોજનાઓ સુસૂપષટ બને છે. એટલું જ નહી પરંતુ તેનાથી પારદર્શિતા અને જવાબદારીની ભાવનાઓમાં ઉમેરો થાય છે. અને જાહેર હિતની બાબતમાં તકરારનો ઉકેલ આવે છે. માસની ૧૫ મી તારીખ સુધીમાં ઓનલાઈન મોકલી આપવાના હોય છે. આ ઉપરાંત વાર્ષિક અહેવાલ (AR-VII) રાજ્ય સરકારે વર્ષમાં એકવાર, રાજ્ય પુરસ્કૃત સામાજિક સહાય યોજનાઓ સંબંધિત ઓનલાઈન મોકલવાના હોય છે. એક વખત NSAP-MIS કાયન્વિત બને પછી તો માસિક પ્રગતિ અહેવાલ MPRS આપોઆપ બની જશે. નોંડલ અધિકારીઓની બેઠક દરેક રાજ્ય સરકાર યોગ્ય કક્ષાના અધિકારીને, જે સંબંધિત ખાતાના સચિવ કરતાં અન્ય વ્યક્તિ હશે તેની રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના નોંડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવાની છે. આ નોંડલ અધિકારી કેન્દ્ર સરકારને માસિક પ્રગતિ અહેવાલો તથા તે ને વખતોવખત જે માહિતીની જરૂર પડે તે મોકલવા માટે જવાબદાર ગણાશે. આ ઉપરાંત. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દર મહિને એકવાર બોલાવવામાં આવતી બેઠકમાં નોંડલ અધિકારીએ હાજરી આપવાની રહેશે. સિધ્ધિ સમીક્ષા સમિતિ (PRC) ગ્રામીણ વિકાસ વિવિધ કાર્યક્રમોની સમીક્ષા ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવશ્રી. સિધ્ધિ સમીક્ષા સમિતિની બેઠકમાં જુદા જુદા રાજ્યોના સંબંધિત સચિવો સાથે. દર ત્રિમાસને અંતે મળતી PRCની બેઠકમાં કરતા હોય છે. સિધ્ધિ સમીક્ષા સમિતિની બેઠક માટેની કાર્યસૂચિ (એજન્ડા) માં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની પ્રગતિની બાબત પણ સમાવી લેવામાં આવી છે. ક્ષેત્રીય અધિકારીઓ

  • ગ્રામીણ વિકાસ મંત્રલય રાજય સરકાર અને જિલ્લા કક્ષાના અધિકારીઓ / કર્મચારીઓ પૈકી ક્ષેત્રીય અધિકારીઓની નિમણૂંક ક્ષેત્રીય ચકાસણી માટે કરવામાં આવશે.
  • જુદી - જુદી યોજનાઓના અમલમાં સુધારો કરવા માટે ક્ષેત્રીય અધિકારીઓનો અહેવાલ ધયાનમાં લેવાશે. • રાષ્ટ્રીય કક્ષાએ સુનિયંત્રણ કરનારાઓ
  • રાષ્ટ્રીય કક્ષાએ (ત્રીજા પક્ષ દ્વારા) સુનિયત્રણ કરનારાઓની નિમણૂંક ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તેઓ ક્ષેત્રીય મુલાકાતો લેશે અને વિવિધ ગ્રામીણ વિકાસ કાર્યાલયોમાં અમલ સંબંધિ કેન્દ્ર સરકારને અહેવાલ મોકલશે. રાષ્ટ્રીય કક્ષાએ સુનિયંત્રણ કરનારાઓને જુદા - જુદા રાજયોની ફાળવણી કરવામાં આવી છે અને તેમને તૂણમુલ કક્ષાએ વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવાના હેતુથી જુદી - જુદી યોજનાઓ સંબંધિત પ્રશનાવલીઓ પણ તેમને ઉપલબધ કરવામાં આવી છે.
  • રાષ્ટ્રીય કક્ષાએ સુનિયંત્રણ કરનારાઓને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓના અમલની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવયુ છે અને તેથી આ પ્રકારની સમીક્ષા કરવામાં રાષ્ટ્રીય કક્ષાએ સુનિયત્રણ કરનારાઓને રાજય સરકારના ખાતાઓએ સહયોગ અને સહકાર ઉપલબધ કરવાના છે. રાષ્ટ્રીય કક્ષાએ સુનિયત્રણ કરનારાઓના અહેવાલ રાજય સરકારો સાથે વંચાણમાં લઈ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના અમલમાં સુધારણા કરવામાં આવશે. વાર્ષિક ચકાસણી
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના પ્રત્યેક લાભાર્થીઓની ચકાસણી શકયતઃ દરેક નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિ-માસમાં રાજય સરકારો દ્વારા કરવામાં આવશે. જો જરૂર જણાય તો રાજય સરકાર આ માટે ખાસ ટીમની પણ રચના કરી શકે અને તેમાં સામાજિક કે નાગરિક સમાજના સભયોનો પણ. જો તેઓ સંબંધિત વિસતારમાં સક્રિય હોય તો, થઈ શકે છે. • વાર્ષિક ચકાસણી બાદ જો કોઈનું મૃત્યુ થયું હોય. સ્થળાંતર થયું હોય અથવા જો તેઓ સહાયને પાત્ર ન રહ્યો હોય તો પેન્શન બંધ કરવામાં આવશે.
  • વાર્ષિક ચકાસણીની કવાયત પૂરી થયા બાદ, અહેવાલ તૈયાર કરી જિલ્લાના અધિકારીને મોકલવો જોઈએ. આ અહેવાલમાં કેટલી સંખયામાં લાભાર્થીઓની ચકાસણી કરી. જુદા - જુદા કારણોસર કેટલા પેન્શન કેસો બંધ કર્યા તેમજ કેટલી સંખયામાં પેન્શન કેસો પુનઃ ચાલુ કર્યા.તેની વિગતો આપવી જોઈએ.
  • જે લાભાર્થીઓની સંખયાની ચકાસણી કરી લેવામાં NSAP – MIS અથવા MPR - VI માં ગ્રામીણ વિકાસ મંત્રાલયને કરી દેવી જોઈએ. સામાજિક અનવેષણ સુશાસનના જે પાયાના સિધધાંતો છે તેમાં એક છે નિર્ણય લેવાની અને નીતિના અમલની પ્રક્રિયામાં લોકોને ભાગીદારીનો સિધધાંત. જો સમાજના અમુક વર્ગને અને તેમાંય આ યોજનાના નિસબત ધરાવનારા પૈકી અમુકને ક્ષેત્રીય કક્ષાએ યોજનાના અમલ સંબંધિ ચકાસણી અને મૂલયાંકન કક્ષાએ જાહેરાત માં આવે તો તેમાથી પ્રાપત થતાં પદાર્થપાઠને કારણે યોજનાનો બહેતર અમલ થઈ શકે અને તેમાં રહેલી ત્રુટીઓ બહાર આવી શકે અને તે નિવારી પણ શકાય. આ કારણે જ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના અમલમાં અને સુનિયત્રણમાં સામાજિક અનવેષણની જરૂર રહે છે. સામાજિક અનવેષણથી યોજનાઓ સુસૂપષટ બને છે. એટલું જ નહી પરંતુ તેનાથી પારદર્શિતા અને જવાબદારીની ભાવનાઓમાં ઉમેરો થાય છે અને જાહેર હિતની બાબતમાં તકરારનો ઉકેલ આવે છે. સામાજિક અનવેષણ ગ્રામસભા દ્વારા હાથ ધરાય છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછું દર છ મહિને સામાજિક અનવેષણ હાથ ધરવું જોઈએ. આથી જયારે ગ્રામ પંચાયત દ્વારા વર્ષમાં બે ગ્રામસભાની બેઠક બોલાય છે. ત્યારે બે બેઠકો પૈકી ઓછામાં ઓછી એક બેઠકમાં તો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ સામાજિક અનવેષણ હાથ ધરવું. તેવો કાર્યસૂચિ (એજન્ડા)માં મુદી હોવો જ જોઈએ. સામાજિક અનવેષણની જાહેરાત જિલ્લા અધિકારી દ્વારા ઓછામાં ઓછા એક મહિના પહેલા કરી દેવી જોઈએ. ગ્રામસભાના દરેક સામાજિક અનવેષણ માટે ગ્રામસભા એક સામાજિક અનવેષણ સમિતિની રચના કરશે. જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના પ્રવર્તમાન (ચાલુ) લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/ જીલ્લા અધિકારી એ બાબત સુનિશ્ચિત કરશે કે, સામાજિક અનવેષણની તમામ આવશયક માહિતી. જેમાં જે તે ગ્રામસભા હસ્તકના કાર્ય વિસ્તારમાં આવતા યોજનાના લાભાર્થીઓના નામ, સરનામા, પેન્શન કઈ રીતે ચૂકવાય છે તેની વિગત, પેન્શન ચુકવણીની રકમ વગેરે વિગતો ગ્રામસભાની સામાજિક અનવેષણ સમિતિના સભયોએ બેઠક પહેલા પંદર દિવસ પહેલા પહોંચી જવી જોઈએ. સમિતિને યોગય લાગે તો લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈને પણ ભૌતિક ચકાસણી હાથ ધરી શકાશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે. કોઈ બિન-પાત્રતા ધરાવતી વયકિતને પેન્શન ચુકવાતું નથી. તેમજ પાત્રતા ધરાવતા અને જેમને ચુકવણીની મંજૂરી પણ મળી છે તેઓ નિયમિત રીતે પેન્શન મેળવે છે. સામાજિક અનવેષણ સમિતિ પોતાના તારણો સામાજિક અનવેષણ માટે નકકી થયેલી તારીખે ગ્રામસભામાં જાહેરમાં જ વાંચી બતાવશે. ગ્રામ પંચાયત કે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમનો અમલ કરનાર કર્મચારીગણ સામાજિક અનવેષણ દરમિયાન ઉપસથિત રહેશે. લોકોને ગ્રામ પંચાયત પાસેથી કે કાર્યક્રમનો અમલ કરનાર અધિકારીઓ પાસેથી માહિતી માંગવાનો કે રેકોર્ડ તપાસવાનો અધિકાર રહશે. સામાજિક અનવેષણ પહેલાં. આ અગાઉ યોજાયેલ સામાજિક અનવેષણમાં ધયાનમાં લાવવામાં આવેલ મુદાઓ પરત્વે શું કાર્યવાહી કરવામાં આવી તે અહેવાલ વાંચી સંભળાવવામાં આવશે. સામાજિક અનવેષણની કાર્યવાહીનો (મિનિટસ) પંચાયતના સચિવ લખશે અને તેમાં સમિતિના બધા સભયોની સહી લઈને જિલલા કચેરીએ મોકલી આપવામાં આવશે. કેટલી ગ્રામ પંચાયતોમાં સામાજિક અનવેષણ હાથ ધરવામાં આવયુ તેની માહિતી ગ્રામીણ વિકાસ મંત્રાલયને NSAP – MIS VI મારફતે મોકલી આપવું સંભળાવવામાં આવશે. સામાજિક અનવેષણની કાર્યવાહીનો (મિનિટસ) પંચાયતના સચિવ લખશે અને તેમાં સમિતિના બધા સભયોની સહી લઈને જિલલા કચેરીએ મોકલી આપવામાં આવશે. કેટલી ગ્રામ પંચાયતોમાં સામાજિક અનવેષણ હાથ ધરવામાં આવ્યું તેની માહિતી ગ્રામીણ વિકાસ મંત્રાલયને NSAP – MIS VI મારફતે મોકલી આપવું.

સ્ત્રોત અનુસૂચિત જાતિ કલ્યાણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate