હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / સરકારી યોજનાઓ / નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)

યોજનાનો ઉદ્દેશ:

નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

  • અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ
  • ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.
  • અરજદારની વાર્ષિક આવક
    • ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/-
    • શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય

યોજનાના ફાયદા/સહાય:

રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો)

પ્રક્રિયા :

તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા

મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

અન્ય શરતો

છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

3.08450704225
Madhubhai donga May 09, 2020 10:33 AM

આ ફોમ ઓનલાઇન ભરી શકયે ખરા

સૈયદ સરફરાઝઅલી Aug 16, 2019 10:37 AM

અરજી સાથે ક્યા ડૉક્યુમેન્ટસ બીડવા પડે?

કીર્તન વલ્લભદાસ શાહ Dec 25, 2018 01:58 PM

હું સિનિયર સિટીઝન છું મારી ઉંબર 68 વર્ષ છે મારે કોઈ સંતાન નથી મારે દર મહિને આર્થિક મદદ ની જરૂર છે તો સરકારશ્રી તરફથી મળતી આર્થિક સહાય આપવા વિનંતી છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top