આપણે ઘણીવાર સ્વસહાય જુથ વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. અત્યંત ગરીબ લોકો સ્વસહાય જુથો રચે છે. તેઓ ઘણી નાની-નાની રકમની બચત કરે છે. તેઓ સ્વસહાય જુથમાં આ નાની રકમો એકબીજાને ધીરે છે.
સખી મંડળો રચવા માટે કેવી રીતે મદદ કરવી એ આ પુસ્તિકા તમને સાદા શબ્દોમાં કહે છે
આપણે પક્ષીઓ જાળમાં સપડાઈ ગયા તેની વાર્તા સાંભળી છે.તેઓ પોતાના અલગ અલગ પ્રયત્નો ધ્વારા છટકી શકે તેમ ન હતા. પણ જયારે જુથમાં એક સાથે ઉડયા ત્યારે છટકી આપણે જાણીએ છીએ કે એક એક લાકડી સહેલાઈથી તૂટી શકે છે, પણ લાકડીઓના એક ભારાને ભાંગવો મુશ્કેલ છે.
સ્વહાય જુથો આપણને બતાવે છે કે એકતા કેવી રીતે તાકાત બને છે. તો બતાવે છે સ્વસહાય કેવી રીતે શ્રેષ્ઠ મદદ છે. આવો આપણે બહેનોને સખી મંડળો રચવા માટે પ્રોત્સાહીત કરીએ.
સખી મંડળો રચના કરતા પહેલાં સમાજના અગ્રણીઓ અને ગામડાના વડીલોની એક મીટીંગોનુ આયોજન કરો તેઓને સખી મંડળોની રચના કરવાની તમારી યોજના સમજાવો તમને તેઓનો ટેકો મળશે. આ ઘણુ મહત્વનું છે.
આ મીટીંગને આશય કંઈક આપવા માટેની નથી પણ ગરીબ કુટુંબો એક સાથે મળી શકે તે અને એક બીજાને મદદરૂપ થઈ શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો છે. આ મીટીંગમાં તમે સખી મંડળના પાયાના સિધ્ધાંતો સમજાવશો તો તે ઘણા ઉપયોગી થઈ પડશે.
લાંબી મુસાફીરીનો આરંભ પણ એક ડગલું આગળ ભરીને થાય છે.
જયારે તમે એક ગરીબ કુટુંબની મુલાકાત ૯યો ત્યારે
નીચે કરેલ યાદી મુજબની તમામ વિગતો નોટબુકમાં લખો.
આ પ્રારંભિક સર્વેક્ષણ કહેવાય . આ સર્વે તમને દરેક વ્યકિતગત કુટુંબની જરૂરીયાતો સમજવામાં મદદરૂપ થશે.
જયારે તમે કોઈ પણ એક વિસ્તારમાં કુંટુંબો સાથે વાત કરશો ત્યારે તેમના ધણાની વચ્ચે અમુક પ્રમાણની પારસ્પરીક લાગણી તમને જોવા મળશે, આ પારસ્પરીક સંબંધના અમુક જાણીતા કારણો આ મુજબ છે.
તમારે એજ કુટુંબોની ફરીથી મુલાકાત લેવી પડશે તમે બીજા વાર મુલાકાત લ્યો ત્યારે તમે દરેક કુટુંબને કહી શકશો કે તમે કેવી રીતે બીજા કુટુંબોની મુલાકાત લઈ તેઓ સાથે વાત કરી હતી, તેમની સમસ્યાઓમાં શુ સમાનતાઓ જોવા મળી આવી મુલાકાતો બાદ તમે જાણી શકશો કે આમા ના કયા કયા કુટુંબો સખી મંડળોમાં એક સાથે જોડાઈ શકશે. તમે એ પણ સમજી શકશો કે તેમની સમાન જરૂરીયાત અને સમસ્યાઓ વડીલો અને સામાજના અગ્રણીઓને મળ્યા બાદ તથા બધા કુટુંબોની મુલાકાત લીધા બાદ હવે તમે સખી મંડળોના સભ્યોની મીટીંગ બોલાવવા માટે તૈયાર છો. પસંદ કરવામાં આવેલ દરેક કુટુંબની એક મહીલા સભ્ય અનુકુળ દિવસે ગોઠવવામાં આવેલ મીટીંગમાં હાજરી આપે તેવું આયોજન કરવું. આને શરુઆતની મીટીંગ કહી શકાય. આ મીટીંગ દરમ્યાન તમને અનેક પ્રશ્નનો પુછવામાં આવશે. તમારા જવાબો તેઓને સખી મંડળની પરીકલ્પના સમજાવામાં ધીરે ધીરે મદદરૂપ થશે. મંડળની રચના જુદા જુદા પાસાઓ સમજવા માટે સભ્યોને પુરતો સમય આપવો જરૂરી છે.
તેઓ મીટીંગનુ સંચાલન કેવી રીતે કરવું તે શીખે. - તેઓ મીટીંગની નોધ , અહેવાલ અને દસ્તાવેજોનુ મહત્વ સમજે.
નેતૃત્વ
મંડળના એક સભ્ય એ આગેવાની લેવાની જરૂર છે .
આ વ્યકિત કેવી રીતે ઓળખી કાઢીશું?. આ માટે શ્રેષ્ઠ માર્ગ મંડળના સભ્યોને નીચે જણાવેલ પ્રરનો પુછવાનો છે.
પ્રશ્નો અને જવાબ
મંડળ માટે બધુ કોણ નકકી કરે? તમામ સભ્યોએ કામ વહેચી લેવું જોઈએ
મંડળનો લાભ કોને મળે છે? તમામ સભ્યોએ નકકી કરવું.
કોણે કામ કરવું જોઈએ? તમામ સભ્યોને લાભ મળે છે
કામ કેવી રીતે વહેચવું? દરેક સભ્ય વારાફરતી કામની જવાબદારી પોતાની માથે લે તે અંગે સહમત થવું
આ રીતે સભ્યો જવાબદારી વારાફરતી લેવાના કારણો સમજશે. આ રીતે હિસાબ કિતાબ તથા મીટીંગોનુ આયોજન કરવા માટે સભ્યોની પસંદગી કરવાની કામગીરી સરળ બનશે.
સખી મંડળો ને કામ કરવા માટે નીચે પ્રમાણે સાદા નિયમો જરૂરી છે.
સ્વસહાય જુથો યોગ્ય રીતે કામ કરે તે માટે સભ્યોને તાલીમ આપવી તે મહત્વની જરુરીયાત છે. નિમન લિખિત તાલીમ સભ્યો માટે લાભપ્રદ રહેશે.
ચાલો હવે એક મંડળને નજીકથી જોઈએ અને તેની લાક્ષણિકતાઓ અને કામગીરીઓ સમજીએ
લાક્ષણિકતાઓ
હિસાબ કિતાબ
મીટીંગ રજીસ્ટ્રાર(મીટીંગોની કાર્યવાહી તથા ઠરાવો આ બુકમાં નોધવામાં આવે છે.)
હિસાબી રજીસ્ટર
સભ્યોની પાસબુકો
મંડળ કામગીરી બચત અને કરકસર
રકમ ભલે નાની હોય પણ બચત તે દરેક સભ્યોની નિયમિત અને સળંગ આદત હોવી જરૂરી છે. '' પહેલા બચત- પછી લોન એ પ્રત્યેક જુથ સભ્યોનો નિરચય હોવો જોઈએ. બચતો ધ્વારા મોટી રોકડ રકમનું સંચાલન કેવી રીતે કરવુ તે મંડળના સભ્યો શીખે છે આ અનુભવ તેઓને ભવિષ્યમાં બેક લોનના સંચાલનમાં મદદરૂપ થશે.
ભારતીય રીઝર્વે બેંકે તથા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકે તમામ વાણીજય બેંકો, સહકારી બેંકો તથા પ્રાદેશિક ગ્રામિણ બેંકોને રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ ન કરાયેલ હોય તેવા સ્વ સહાય જુથોના બચત ખાતાઓ ખોલાવવાની મંજુરી આપી છે. મંડળના નામે બચત ખાતુ ખોલાવતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજો બેંકમાં આપવાના રહેશે.
મંડળનો ઠરાવ : મંડળે બેંકમાં ખાતુ ખોલાવવા અંગે લીધેલ નિર્ણય દર્શાવતો અને તમામ સભ્યોની સહી ધરાવતો ઠરાવ પસાર કરવો જરુરી છે. આ ઠરાવની નકલ બેંકને આપવી. ( આ ઠરાવનો નમુનો બિડાણ-૧ પ્રમાણે રહેશે.)
ઓળખ પત્ર :આઈસીડીએસ ના સુપરવાઈઝર, ACDPO અથવા CDPO ના હસ્તાક્ષરથી મંડળ વિશે ઓળખ પત્ર બેંકને આપવાનું રહેશે. ( આ ઓળખપત્રનો નમુનો બિડાણ-ર પ્રમાણે રહેશે.)
ફોટા:- મંડળના બચત ખાતાનુ સંચાલન કરનારી બે અથવા ત્રણ બહેનો ( ઠરાવ પ્રમાણે) ના સંયુકત અથવા અલગ અલગ એવા બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ બેંકમાં આપવાના રહેશે.
બેંક બચત ખાતાની પાસબુક મંડળને આપવામાં આવે છે આ પાસબુક મંડળના નામે આપવામાં આવે છે નહી કે કોઈ સભ્યના વ્યકિતગત નામે બેંકોને ખાસ વિનંતી કે મંડળના બચત ખાતા ખોલવા માટે રબર સ્ટેમ્પ, મંડળની બહેનોના રેશન કાર્ડની નકલ વગેરે જવી બિન જરૂરી બાબતોનો આગ્રહ ન રાખે.
મંડળ સારૂ કામ કરે છે કે નહી તે જાણવુ જરુરી છે. નીચે આપવામાં આવેલ તપાસ સુચિ દરેક મંડળનું ગ્રેડીંગ સરળ અસરકારક રીતે કરવામાં મદદરૂપ થશે.
સખી મંડળની કામગીરીનુ ગ્રેડીંગ કરવા માટેના મુદ્દાઓ:-
તપાસવા માટેના મુદ્દા |
સારુ |
નબળું |
સભ્ય સંખ્યા |
૧૫ થી ૨O |
૧૫ થી ઓછા |
સભ્યોનો પ્રકાર |
બધા ગરીબ સભ્યો |
ઘણા ગરીબ ન હોય તેવા સભ્યો |
બેઠકોની સંખ્યા |
મહિનામાં એક અથવા વધારે બેઠકો |
મહિનામાં એક કરતા ઓછી બેઠકો |
સભ્યોની હાજરી |
૯૦% થી વધુ |
૯૦% થી ઓછી |
સભ્યોની ભાગીદારી |
ભાગીદારીનુ અતિ ઉચું સ્તર |
ભાગીદારીનું નીચુ સ્તર |
બચત ની કાર્યવાહી |
મીટીગ દરમ્યાન |
મિટીગ સિવાય |
આંતરિક લોન પરનું વ્યાજ |
હેતુ પર આધારિત |
બધા હેતુઓ માટે સરખુ |
બચત રકમનો ઉપયોગ |
સભ્યોને લોન આપવામાં પુરો ઉપયોગ |
નજીવો ઉપયોગ |
લોન વસુલાત |
૧૦૦% |
૧૦૦% થી ઓછી |
ચોપડાની જાળવણી |
તમામ ચોપડાઓની નિયમિત પણે પૂર્ણ જાળવણી |
ચોપડાઓની જાળવણીમાં અનિયમિતતા તથા જાળવણી પૂર્ણતાનો અભાવ |
એકત્રીત બચત |
રુ. ૩૦૦૦/- થી વધુ |
રુ.૩OOO|- થી ઓછી |
મંડળ કાયદાઓની જાણકારી |
તમામ જાણતા હોય |
તમામ ન જાણતા હોય |
મંડળોએ તેના સભ્યો પાસેથી કેટલા ટકા વ્યાજ લેવુ જોઈએ?
મંડળના સભ્યો બેંકની લોનની પુન: ચૂકવણી માટે સંયુકતપણે જવાબદાર છે.
બિડાણ – ૧ સખી મંડળનું આંતરીક બંધારણ |ઠરાવ
સખીમંડળનું નામ .................................................. સખી મંડળ
ગામ ............ ફળિયું........... તાલુકા ........... જીલ્લો.....................
યુનિક કોડ નંબર ...........
સખીમંડળના હેતુંઓ :
સખીમંડળના નિયમો :
10. જો કોઈ સભ્ય વસુલાત આપવામાં વિલંબ કરશે તો તેના પર પ્રતિ હપ્તા દીઠ રૂ....... દંડ તરીકે વસુલ કરવામાં આવશે.
11. દરેક સભ્ય સખી મંડળના લીડર નેતાને સહકાર આપી દરેક કાર્યમાં મદદરૂપ થશે.
સખીમંડળ લીડર /નેતા /કાર્યકર્તાની ફરજો :
સખીમંડળના લીડરના નામ :
નામ ૧ ....................
નામ ૨ ...................
બિડાણ: ર સખી બચત ખાતુ ખોલવા માટે ઓળખપત્ર
પ્રતિ શાખા મેનેજર
સાહેબશ્રી
ઉપરોકત સખી મંડળનું ગઠન ગુજરાત સરકારના સખી મંડળ પ્રોજેકટ હેઠળ કરાયેલ છે. આ મંડળની વિગતો નીચે પ્રમાણે છે.
આથી આપને વિનંતી છે કે ઉપરોકત મંડળનુ બચત ખાતુ આપની શાખામાં ખોલી આપશો. આ સાથે મંડળના ઠરાવની નકલ તથા પ્રતિનિધિના ફોટાઓ બિડેલ છે.
આપની વિશવાસુ,
બિડાણ:- ૩ સખીમંડળના સભ્યો ધ્વારા અમલમાં મુકાનાર આંતરિક -કરાર
૧. શ્રીમતિ, કુમારી પત્ની/પુત્રી ----- ઉમંર વર્ષ રહેણાંક
ર. શ્રીમતિ કુમારી પત્ની/પુત્રી ----- ઉમંર વર્ષ રહેણાંક
ઉલ્લેખ મંડળના સભ્યો તરીકે કરવામાં આવશે. આ ઉચ્ચારણ સંદર્ભે કે અર્થમાં પ્રતિકુળ ન હોય તો તેમા ઉપરોકત મંડળના તમામ સભ્યો અને તેના વ્યકિતગત રીતે કાયદેસરના વારસો, અમલમાં મુકનારાઓ અને વહીવટકર્તાઓનો સમાવેશ થાય છે. અને વચ્ચે કરવામાં આવ્યો છે.
હકીકત ધ્યાનમાં લેતા તમામ મંડળના સભ્યો............. ગામ.................. તાલુકો...... જીલ્લાના રહેવાસી છે અને એકબીજાને ઓળખે છે.
હકીકત ધ્યાનમાં લેતા ઉપર નામો જણાવેલ છે તે મંડળના તમામ સભ્યોએ પારસ્પરિક લાભ મેળવવા માટે બચત લોન અને અન્ય આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવાના પ્રયોજન સાથે સ્વચ્છાએ એક સાથે મળીને આ મંડળની રચના કરી છે.જે હવે પછી ઉપસ્થિત થનાર શરતોને આધીન રહેશે.
હવે તેથી કાયદેસર કરાર પ્રમાણિત કરે છે કે:-
મંડળનો દરેક સભ્ય કુલ રુ........... ( રૂપિયા. · ) અથવા જુથ દવારા નકકી કરવામાં આવેલ રકમની બચત અઠવાડીક/પખવાડીક/માસીક ધોરણે કરશે જે જુથની અધિકૃત સભ્યને સોપવામાં આવશે. દરેક સભ્ય મંડળની સફળતા માટે પ્રયત્નો કરશે. અને મંડળના વેપારી હીતને હાનીકારક ન હોય તે રીતે વર્તશે. મંડળના સભ્યો મંડળ ધ્વારા લેવામાં આવેલ તમામ ઋણ માટે સંયુકતપણે અને વ્યકિતગત રીતે જવાબદાર રહેશે. મંડળ ધ્વારા મેળવવામાં આવેલ તમામ અસ્કયામતો અને વસ્તુઓ મંડળના તમામ સભ્યોની સંયુકત માલીકીની રહેશે. અને તે મંડળ ધ્વારા અધિકૃત કરવામાં આવેલ સભ્યોના કબજામાં નિયત સ્થળે રહેશે. અને તે મંડળના સભ્યોની સંમતિ વિના બદલવામાં નહી આવે
અમો મંડળના સભ્યો આથી વિધિવત પસંદગી કરીને
શ્રીમતિ | કુમારી ................................ ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે
શ્રીમતિ, કુમારી................................. ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે
શ્રીમતિ, કુમારી.................................... ની નિમણૂંક પ્રતિનિધિ તરીકે
કરીએ છીએ. તેઓ મંડળની પ્રવૃત્તિઓની રોજ બરોજની બાબતો તથા અન્ય સંલગ્ન બાબતો જોશે અને તેનુ સંચાલન કરશે. આ અધિકૃત પ્રતિનિધિઓને કોઈ પણ સમયે મંડળના સભ્યોની બહુમતિના મતે દૂર કરી શકાય છે. અને નવા પ્રતિનિધિઓની પસંદગી થઈ શકે છે.
મંડળ જુથનો પ્રત્યેક સભ્ય મંડળ અધિકૃત પ્રતિનિધિઓને ઉપરોકત પ્રવૃત્તિઓની હીતમાં કરેલ તમામ કૃત્ય દસ્તાવેજો અને બાબતોને બહાલી આપવા આથી વચનબધ્ધ થાય છે. અધિકૃત પ્રતિનિધિઓ મંડળની રોજબરોજની પ્રવૃત્તિઓ અંગે નિર્ણયો લેશે અને પ્રત્યેક પ્રતિનિધિ પોતે સકીયપણે ભાગ લેશે અને મંડળની રોજ બરોજની બાબતો પર ધ્યાન આપવામાં સહકાર આપશે ખાસ કરીને નીચે જણાવેલ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપશે.
મંડળના દરેક સભ્યો આથી પ્રતિનિધિઓને મંડળના હીતમાં લોન માટે અરજી કરવાની અને તે માટે જરુરી કરારો/દસ્તાવેજો અમલમાં મુકવાની સત્તા આપે છે. અધિકૃત પ્રતિનિધિને મંડળના હીતમાં બેંક પાસેથી લોન મેળવાની, મંડળના નિર્ણયના અનુસંધાનમાં સભ્યોને લોને આપવા માટે બચત ખાતામાં જમા કરાવવાની અને સભ્યોના લોન હપ્તાની વસુલાત બેંક સાથે મંડળના લોન ખાતામાં જમા કરાવવાની સત્તા આપે છે.
મંડળના સભ્યો આથી પ્રતિનિધિઓને
મંડળના કોઈ પણ સભ્યના મૃત્યુના ઉપલક્ષમાં તેણીનો કાયદાકીય વારસ આ સભ્યને મળવાપાત્ર લાભો મેળવવાને તેમજ આ સભ્યની ફરજો| જવાબદારીઓનું વહન કરવા આ કરાર મુજબ બંધાયેલ છે. મંડળના તમામ સભ્યોની સહમતિ વિના કોઈ પણ સભ્યને આ મંડળમાં પ્રવેશ નહી અપાય તેવો નિર્ણય લેવાયો છે. જેથી મંડળના ઉપર દર્શાવેલ અને સાક્ષીઓ તેની સહીઓ/અંગુઠાની છાપ આ કરાર પર મૂકે છે.
સ્થળ ............. તારીખ------------
મહિના ........... વર્ષ ...................
સ્વ સહાય જુથના સભ્યનું નામ સહી/ અંગુઠાની છાપ
સાક્ષીઓ
બિડાણ:- ૪ લોન માટે મંડળ દવારા બેંકની શાખાને કરાનારી અરજીનો નમૂનો
મડળનુ નામ
સરનામુ:
રચવામાં આવ્યું / સ્થાપના તારીખ
મંડળના સભ્યોની સંખ્યા
મંડળને સહાય કરતી એનજીઓ/ આાંગણવાડી બેન .
પ્રતિ
શાખા મેનેજર
સાહેબશ્રી
લોન અરજી
અમો ઉપરોકત મંડળના વિધિવત સભ્યો આથી એકંદર રુ........................... ) લોનની અરજી કરીએ છીએ. આ લોન રકમનો ઉપયોગ અમારા સભ્યોને લોન આપવા માટે કરવામાં આવશે મંડળની નાણાંકીય વિગતો..................... આ સાથેના જોડાણમાં આપવામાં આવેલ છે.
તમારો વિશવાસુ,
(અધિકૃત પ્રતિનિધિઓ)
સખી મંડળ
નાણાંકીય વિગતો.................................... તારીખે,......................
ક્રમાંક: વિગતો
બિડાણ:-૫ મંડળને જુથને નાણાં ધીરતી સમયે બેંકો ધ્વારા ઉપયોગમાં લેવાનારા કરારનામાની રુપરેખા
....................... ના રોજ · સખી મંડળનું નામ) વ્યકિતઓનું વણનોધાયેલું એસોસિએશન જે ફળિયુ..................ગામ..............તાલુકા..........જિલ્લાનું છે જેનુ પ્રતિનિધિત્વ તેના અધિકૃત પ્રતિનિધિ
શ્રીમતિ, કુમારી...----------------------------------------------- · અને
શ્રીમતિ, કુમારી. · કરે છે તથા તેઓ મંડળના તમામ સભ્યો ધ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે ( આંતરીક કરારની એક નકલ અત્રે બિડવામાં આવે છે બિડાણ-૩ મુજબ.) જે કરારનો એક ભાગ બને છે) જેના ઉલ્લેખ હવે પછી જો વિષય તથા અથવા સંદર્ભને પ્રતિકુળ ન હોયતો લોન લેનાર '' ( બોરોવર) વહીવટ કર્તાઓ અને એસાઈનીઓ એક ભાગ અને ....................... ( બેંકનું નામ )....................... કાયદા હેઠળ રચવામાં આવેલ એક કોર્પોરેટર બોડી જે તે તેની મુખ્ય કચેરી................... એ ધરાવે છે અને તેની એક શાખા........................... ધરાવે છે તેને હવે પછી બેંક કહેવામાં આવશે, જો ઉચ્ચારણ વિષય કે સંદર્ભને પ્રતિકુળ ન હોય તો હવે પછી જેમાં ભાગ બે ના અનુગામીઓ અને એસાઈનીઓના સમાવેશ કરાશે તે બીજા ભાગમાં વચ્ચે આ લોન કરાર કરવામાં આવે છે. આથી લોન લેનાર ( બોરોવર) વ્યકિતઓએ એક બીજાને સહાય કરવાના આશયથી અને તેના સભ્યોની સામાજીક આર્થિક સ્થિતિનો વિકાસ કરવા અને સુધારવાના પ્રયોજન સાથે વ્યકિતઓના એક વણ નોધાયેલ એસોસિએશનની (સખી મંડળ) રચના કરી છે. આથી મંડળ તરીકે એસોસીએશનની રચના કર્યા બાદ લોન લેનાર તારીખ................. ની અરજી શ્રીમતિ, કુમારી...........................................................
શ્રીમતિ, કુમારી. · અને શ્રીમતિ, કુમારી........................................................... આ પ્રતિનિધિઓને તારીખ................... ના રોજ કરવામાં આવેલ ઠરાવની શરતો અનુસાર વિધવત સત્તા આપવામાં આવી છે. ( નકલ બીડી છે) આ અરજી બેંકને લોન મંજુર કરવાની શાખ સવલતોની મર્યાદા રુ......................... જેથી વધારીને રુ......................
કરવાનો અનુરોધ કરે છે. જેથી તેનો સભ્યોને ધિરાણ કરી શકાય. અને હકીકતને ધ્યાનમાં લેતા બેંક અને બોરોવર જયારે સંમત થયેલ શરતોને લખાણમાં ફેરવવા ઈચ્છે છે ત્યારે:
જો લોન કેશક્રેડીટ ના રુપમાં લેવામાં આવી હોય તો બોરોવર કેશ કેડીટ ખાતુ સંતોષજનક રીતે અને મર્યાદામાં રહી ચલાવવાનું રહેશે અને બોરોવર એકાઉન્ટમાં રહેલ ભરપાઈ કરવાની રકમ જેમાં વખતો વખત ઉધારવામાં આવેલ વ્યાજ અને અન્ય ચાર્જીસનો પણ સમાવેશ થાય છે, તે કોઈ પણ જાતના વાંધાવચકા વિના સમયસર ભરવાની રહેશે. જો લેવામાં આવેલ લોન ડીમાન્ડ લોન હોય તો બેંક ધીરાણ પાછુ માંગવાનાં અધિકારને સામે કોઈ પણ પૂર્વગ્રહ દાખવ્યા વિના બોરોવર લોનની રકમ વ્યાજ સાથે પુનઃ ચુકવવાની આપેલ મર્યાદામાં કરવાની બાહેધરી આપે છે.
જો બોરોવર ધ્વારા લેવામાં આવેલ લોન મુદ્દતી લોન રુપમાં હોય તો તેની પુનઃ ચકવણી સમયપત્રક મુજબ હપ્તાવાર ચુકવવાની રહેશે. ( જે દર્શાવાવમાં આવશે) આ ઉપરાંત બોરોવર વ્યાજ ની ચુકવણી વખતે વખત ઠરાવવામાં આવેલ દરો પ્રમાણે કરશે.
જે બોરોવર લોન નો ઉપયોગ જે પ્રયોજન માટે બેંક ધ્વારા તેને મંજુર કરવામાં આવ્યો હોય તે પ્રયોજન માટે કરવામાં નિષ્ફળ જાય તો બોરોવરે તેની પુનઃ ચુકવણી ઓન ડીમાન્ડ બેંકને વ્યાજ સાથે કોઈ પણ જાતના વાંધાવચકા કે બેંકના કાયદેસરની અન્ય કાર્યવાહી કરવાના અધિકાર સામે પુર્વગ્રહ દર્શાવ્યા વિના કરવાની રહેશે. બોરોવર લોન એકાઉન્ટસની દૈનિક સિલક પર ગણતરી કરવામાં આવેલ વ્યાજ આપવાનું રહેશે અને તે દર ત્રણ મહિને અથવા બેંક નકકી કરે ત્યારે લોન એકાઉન્ટમાં રકમજમા કરાવવાની રહેશે. બોરોવરે લોનની રકમનો ઉપયોગ તેના સભ્યોને લોન આપવાના પ્રયોજન માટે કરવાનો રહેશે. જેથી તેના સભ્યો અને સભ્યોના કુટુંબોની સામાજીક આર્થિક પરિસ્થિતિ સુધરે. બોરોવરે લોનની રકમ અને વખતો વખત રીઝર્વ બેંકી નાબાર્ડ ધ્વારા આ પ્રકારની લોન લાગુ પાડવામાં આવેલ દરે વ્યાજની રકમ પુન: ચૂકવવાની રહેશે. બોરોવર તેને આપવામાં આવેલ લોન સવલત બેંક દ્વારા પાછી ખેચી લેવામાં આવે તો લોનની રકમની પૂનઃ ચુકવણી માટે તથા વ્યાજ અને બેંકના કાયદાઓ મુજબ થતા અન્ય ચાર્જાસ ચુકવવાને બંધાયેલ છે.
પૂન: ચુકવણી સમય પત્રક (મહેરબાની કરીને સવિસ્તાર વર્ણવો)
ઉપરોકત લખાણ માટે બંને પક્ષે તા.................. ના રોજ પોતાની સહીઓ કરે છે. મંડળ માટે બેંક માટે
1. અધિકૃત પ્રતિનિધિ મેનેજર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/3/2020
સખી મંડળની અલગ અલગ માહિતી આપવામાં આવી છે