ગરમીન જીવનના મૂળભૂત લક્ષણો જળવાઈ રહે અને ગ્રામ્યપ્રજાને પોતાના જ પ્રદેશમાં મોટા શહેરોમાં મળે છે એવી તમામ સુવિધાઓ પૂરી પાડવી અને એ દ્વારા ગામડાઓના જૂથનો વિકાસ સાધવો એ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને દેશના રૂર્બન ગામડાંઓમાં આ રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવશે.
ગામડાઓના જૂથનો આર્થિક વિકાસ થાય ત્યાં વસતા લોકોને પાયાની જરૂરીયાત સંતોષાય અને એ દ્વારા રૂર્બન જૂથનો સર્વાંગી વિકાસ થાય એ આ અભિયાનનો હેતુ છે.
આ અભિયાનના અમલથી થનારા મહત્વના ફાયદાઓ અગાઉથી જ નજરમાં રખાયા છે.
મેદની પ્રદેશો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૌગોલિક રીતે આસપાસના ગામડાઓના જૂથની કુલ વસ્તી પચીસથી પચાસ હજારની જ્યારે રણપ્રદેશ-જંગલવિસ્તાર કે પહાડી પ્રદેશના ગામડાના જૂથની કુલ વસ્તી 5 હજારથી 15 હજાર હોઈ શકે. વહીવટી સરળતા રહે એ માટે રૂર્બન જૂથ બનાવતાં ગામડાઓ એક જ તાલુકાના ગામો હશે અને ગામોની ગ્રામ પંચાયતોને સાંકળી લઈને વિકાસ કામો હાથ ધરાશે. આવા પસંદ કરાયેલા રૂર્બન વિસ્તારોની સૂચી સરકારની વેબસાઈટ પર જોઈ શકાશે.
રાષ્ટ્રીય રૂર્બન અભિયાન માટે પસંદ કરાયેલા રૂર્બન વિસ્તારો બે વિભાગમાં સમાવ્યા છે- આદિવાસી વિભાગ અને અન્ય વિભાગ. બંને વિભાગ માટે પસંદગીની પદ્ધતિ અલગ છે, રાજ્યો પોતાની રીતે એક મોટું ગામ પસંદ કરે અને એની આસપાસના નાના ગામોને સાંકળી લે, પછી મોટા ગામડાની ગ્રામ પંચાયત વિકાસ કેન્દ્ર તરીકે જવાબદારી બજાવે. તાલુકા મુખ્ય મથક કે કોઈપણ મોટું ગામ અભિયાનના વિકાસ કેન્દ્ર તરીકે પસંદ કરી શકાય. રૂર્બન જૂથ માટે નક્કી કરેલા ગામડા વિકાસ કેન્દ્રથી પાંચ-દસ કિલોમીટરના અંતરે હોઈ શકે, જેથી અભિયાનના અમલમાં સરળતા રહે.
આ વિભાગ હેઠળ આવતા રૂર્બન વિસ્તારો માટે દરેક તાલુકામાં મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ક્યાં ગામને પસંદ કરવું, એ વિગત ભારત સરકાર દ્વારા રાજ્યોને પૂરી પાડવામાં આવશે. કેન્દ્રના ગરમીન વિકાસ મંત્રાલય દ્વારા રૂર્બન વિકાસ કેન્દ્રની પસંદગી કરતી વેળાએ આ પરિબળો ધ્યાનમાં લેવાશે.
આ દરેક પરિબળનો ભારાંક નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા રૂર્બન કેન્દ્રમાંથી રાજ્ય સરકારો પોતાની રૂર્બન કેન્દ્ર અલગ તારવી શકશે, જેમાં આ પરિબળો,મહત્ત્વના રહેશે:-
આ સિવાયના પણ અન્ય માપદંડો અનુસાર રાજ્યો પોતાનાં પ્રદેશના રૂર્બન કેન્દ્રો ચૂંટી કાઢી શકાશે, જો કે પસંદગી વેળાએ ઉપર દર્શાવેલા પ્રથમ ચાર પરિબળોને ૮૦% ભારાંક અને પછીના ત્રણ પરિબળોને ૨૦% ભારાંક આપવાનો રહેશે.
જિલ્લા અને તાલુકામાંથી રૂર્બન કેન્દ્ર પસંદ કરવા માટે આ પરિબળોને જરૂરી ભારાંક આપવામાં આવ્યો છે. ભારત સરકારે ચૂંટી કાઢેલા આદિવાસી રૂર્બન કેન્દ્રોમાંથી રાજ્યો પોતાની રીતે અભિયાન હેઠળ આવરી લેવાનાર રૂર્બન કેન્દ્ર પસંદ કરી શકશે. આ પસંદગી માટે રાજ્યોની સરકારોએ આ માપદંડો ધ્યાનમાં લેવાના રહેશે-
આ સિવાય પણ રાજ્યો પોતાની રીતે આદિવાસી પ્રદેશના રૂર્બન કેન્દ્રની પસંદગી કરી શકશે, જો કે ઉપર દર્શાવેલા ત્રણ પરિબળોને ૮૦%થી અધિક ભારાંક આપવાનો રહેશે.
સ્ત્રોત : રૂબર્ન મિશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
રાષ્ટ્રીય રૂર્બન અભિયાન વિષે માહિતી
શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન