ગુજરાત ઈન્ડિસ્ટ્રી્અલ ડેવલપમેન્ટલ કોર્પોરેશન(જીઆઈડીસી)એ રાજ્યટમાં ૧૬૮ ઔદ્યોગિક વસાહતો સ્થા,પી છે, આગામી સમયમાં વધુ ૧૦૬ ઔદ્યોગિક વસાહતો ઉભી થશે. વૈશ્વિક વ્યાએપારને ધ્યા નમાં લઈ રાજ્યાએ કંડલા અને સુરતમાં સ્પે શ્યવલ ઈકોનોમિક ઝોન(એસઈઝેડ) સ્થાપ્યાય છે, જ્યાહરે ગાંધીનગરમાં સોફટવેર ટેકનોલોજી પાર્ક બનાવ્યોમ છે. જીઆઈડીસી સુરતમાં એપેરલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત જીઆઈડીસીએ દહેજમાં ઈન્ડિ સ્ટ્રી અલ પાર્ક બનાવ્યોા છે. આ પાર્કમા અદ્યતન સુવિધાયુક્તે પેટ્રોકેમિકલ કોમ્પ લેક્ષ બનાવવામાં આવ્યુંપ છે. આ પાર્ક ખાનગી હવાઈપટ્ટી(પ્રાઈવેટ એરસ્ટ્રી પ), કચરાના નિકાલની સુવિધા, લિક્વીેડ કેમિકલ પોર્ટ અને રેલવે લાઈન જેવી સુવિધાઓથી સજ્જ છે.
રાજ્યમાં મૂડીરોકાણને આકર્ષવા માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક વસાહતોને મરામત તેમ જ આધુનિકીકરણ માટે પુરતી સ્વાયત્તતા આપી છે. ઔદ્યોગિક વસાહતોને આધુનિકીકરણ માટે નાણાકીય સહાય પણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોમાં નવા ઉદ્યોગોને સ્થાપવા માટે ટેક્ષ હોલિડે, સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત જેવી સવલતો પુરી પાડવામાં આવે છે.
સ્ત્રોત :ગુજરાત સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020