જેન્ડર રીસોર્સ સેન્ટર વિષે
મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩ મા જેન્ડર રીસોર્સ સેન્ટર નામની
સ્વાયત સંસ્થાની સ્થાપના કરવામા આવી છે.જીઆરસીનો મુખ્ય હેતુ રાજ્યની તમામ વિકાસલક્ષી પ્રક્રિયાઓ અને આયોજનમા જાતિગત સમાનતા તેમજ સમન્યાયતાનો સમાવેશ થાય તે માટે ટેકો પૂરો પાડવાનો છે. જેન્ડર રીસોર્સ સેન્ટર, સરકારી તેમજ સ્વંયસેવી સંસ્થાઓને જાતિગત રીતે સંવેદનશીલ કાર્યક્રમો, નીતિઓ, કાયદાઓ અને યોજનાઓના આયોજન, અમલીકરણ તથા મૂલ્યાંકનમા મદદ પૂરી પાડે છે.
જેન્ડર રીસોર્સ સેન્ટરના કાર્યો :
- જાતિગત બાબતે વૈચારિક સ્પષ્ટતા અને જાગૃતિ લાવવી
- જાતિગત આયોજન, જાતિગત સંવેદનશીલતા અને જાતિગત વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તકનીકી સહયોગ આપવો
- જાતિગત બાબતે ક્ષમતાવર્ધન, સંશોધન અને હિમાયત
- સરકાર તેમજ અન્ય સ્વૈ. સંસ્થાઓ દ્વારા જાતિ આધારિત સમાન ન્યાય સંબંધિત પ્રયત્નો વધુ કેન્દ્રિત, કાર્યદક્ષ તથા પ્રભાવશાળી બનાવવા માટે સલાહ અને સમર્થન પુરું પાડવુ
- વિવિધ સ્ટેકહોલ્ડર્સ (હિતધારક) તેમજ બદલાવ લાવનારાઓના પ્રયત્નોને સંકલિત કરવા
- વિકાસના જુદા-જુદા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને તેઓની સ્થિતિ દર્શાવતા આંકડાઓ સાથેની ડેટા બેંક તૈયાર કરી પ્રકાશિત કરવી વર્ષ ૨૦૦૬થી માર્ચ ૨૦૧૨ સુધીમાં કચેરી દ્વારા કુલ ૭૭૨૨૬ જયુડિશીયરી, સરકારી અધિકારીશ્રીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધીઓના ક્ષમતાવર્ધનની કામગીરી કરવામાં આવી
- વર્ષ ૨૦૧૨-૧૩ માટે જેન્ડર રિસોર્સ સેન્ટર માટે રૂા. ૧૯૮.૨૦ લાખની જોગેગવાઇ કરવામાં આવી છે.
મહિલાઓના સર્વાગી વિકાસ માટેની નીતિ
રાજયના અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી વિકાસમાં સહભાગી બને તે માટે વર્ષ ૨૦૦૬માં રાજય સરકારે મહિલાઓ માટેની અલાયદી નીતિ ''નારી ગૌરવ નીતિ‘‘ નું ઘડતર કરી અમલી બનાવવામાં આવેલ છે. આ નીતિની વિશેષતા એ છે કે, રાજયના તમામ સંબંધિત વિભાગોને વિભાગીય યોજનાઓ, કાર્યકમો, નીતિઓ તેમજ કાયદાઓને નિયત સમયમાં મહિલાઓના વિકાસલક્ષી બનાવવા સૂચવેલું છે. આ કાર્યકમો, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આવશ્યક એવા આઠ ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવેલ છે.
૧. આર્થિક પર્યાવરણ
૨. સંચાલન અને નિર્ણય પ્રકિયા
૩. આરોગ્ય અને જીવનની ગુણવત્તા
૪. હિંસા
૫. પ્રાકૃતિક સંસાધન અને વ્યવસ્થા
૬. શિક્ષણ
૭. કાયદાકીય પર્યાવરણ
૮. હિમાયત અને ક્ષમતાવર્ધન
નારી ગૌરવ નીતિ : નોંધપાત્ર સિદ્ધિઓ
આર્થિક પર્યાવરણ
- ૨.૦૧ સખી મંડળોના ૨૫ લાખ મહિલા સભ્યો દ્વારા રૂા.૩૦૧.૦૨ કરોડની બચત. સખી મંડળોના સશકિતકરણ માટે મિશન મંગલમ કાર્યકમની શરૂઆત.
- ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન કુલ ૧૦.૩૮ લાખ મહિલા લાભાર્થીઓને વિવિધ આર્થિક સહાય
- ૧૦.૮૪ લાખ મકાનના દસ્તાવેજો મહિલાઓના નામે નોધાયા,રૂા.૩૬૩.૪૬ કરોડની નોંધણી ફી માંથી રાહત
- ૧.૨૩ લાખ વિ૧ધવાઓને માસિક રૂા.૫૦૦ વિધવા પેન્શન સહાય, વિધવાઓના આર્થિક પુન:વસન માટે ૫૬૩૫૭ વિધવાઓને તાલીમ
- ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત ૧.૪૦ લાખ મકાનો મહિલાઓના તેમજ ૩૦૮૫૦ મકાનો પતિ-પત્નીના સંયુકત નામે
- ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને ૧૪૧૮૨૨ પ્લોટની ફાળવણી, કુલ ૬૮૬૫૪ સનદ પતિ-પત્નીના સંયુકત નામે
વહિવટ અને નિર્ણય શકિત
- તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૦% આરક્ષણ, વયમર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ
- ૧૭૭૯૦ પાણી સમિતિઓમાં ૭૨૫૮૨ થી વધુ મહિલા સભ્યપદ
- ૨૧૧૯ મહિલા દૂધ મંડળીઓ કાર્યરત, ૬૪૨૨૦૮ મહિલા સભ્યો દ્વારા સફળ સંચાલન
- ૩૨૦૫ સહભાગી વન વ્યવસ્થાપન મંડળીની સ્થાપના, ૪.૯૩ લાખ મહિલા સભ્યપદ
- ૧૭૬૭૫ ગ્રામ્ય આરોગ્ય અને સ્વચ્છતા સમિતીઓ કાર્યરત, ૭૦% મહિલા સભ્યપદ
- મહિલાઓની સુરક્ષા માટે ૨૫ મહિલા પોલીસ સ્ટેશન, ૮ મહિલા સેલ કાર્યરત
આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા
- ચિરંજીવી યોજના: ખાનગી સ્ત્રીરોગ તબીબો દ્વારા ૬.૧૮ લાખ સગર્ભા મહિલાઓની સારવાર
- આકસ્મીક તબીબી સેવાઓ (૧૦૮) માટે ૫૦૬ એમ્બ્યુલન્સ વાન કાર્યરત, ૯.૧૯ લાખ પ્રસુતિ સંબંધીત સારવાર તેમજ ૨૪૨૪૦ પ્રસુતિ ૧૦૮ વાનમાં
- બાળકો, કિશોરી તેમજ સગર્ભા અને ધાત્રી મહિલાઓના પોષણ અને આરોગ્ય સુધાર માટે ગ્રામ્ય સ્તરે દર માસે મમતા દિવસની ઉજવણી : ૧૩.૩૦ લાખ મમતા દિવસની ઉજવણી અંતર્ગત ૧૩૫.૪૮ લાખ બાળકો, ૧૧૧.૩૫ લાખ કિશોરીઓ તેમજ ૫૨.૯૨ લાખ સગર્ભા અને ૪૨.૭૫ લાખ ધાત્રી મહિલાઓએ લાભ
- ૫૦૨૨૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૭.૫૨ લાખ સગર્ભા અને ધાત્રી મહિલાઓ તેમજ ૧૨.૦૫ લાખ કિશોરી તેમજ ૩૦.૧૭ લાખ બાળકોને પૂરક પોષણ, ૪.૭૫ લાખ કિશોરીઓને કિશોરી શકિત યોજના અંતર્ગત પૂરક પોષણ
હિંસા
- ૪૯૮-ક આઇપીસી કલમ અંતર્ગતના કેસોમાં પોલિસ અધિકારી દ્વારા કાઉન્સેલિંગ ન કરવા તેમજ, તે માટે ૨૬૦ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોનો સહકાર લેવા સૂચના
- મહિલાઓની સુરક્ષા માટે ૨૫ મહિલા પોલીસ સ્ટેશન, ૮ મહિલા સેલ કાર્યરત
શિક્ષણ અને ક્ષમતાવિકાસ
- શાળા પ્રવેત્શવ અને કન્યા કેળવણી રથયાત્રાનું સફળ અમલીકરણ : કન્યાઓનો શાળા પ્રવેશ દર ૧૦૦%, રાજયનો મહિલા સાક્ષરતા દરમાં ૧૨.૯૩%નો સુધારો
- રાજયમાં સામાન્ય આઇટીઆઇમાં ૧૮ મહિલા આઇટીઆઇ અને ૪૪ મહિલાવિંગ કાર્યરત
- ૩૦૦ કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રો દ્વારા ૯૦૧૯૭ મહિલાઓને વ્યવસાયીક તાલીમ
કાયદાકીય પર્યાવરણ
- બાળ જન્મ પૂર્વના નિદાન ધારાનું અમલીકરણ : રાજય ચકાસણી અને દેખરેખ સમિતી, રાજય, જિલ્લા તેમજ તાલુકા સ્તરે એપ્રોપ્રીએટ ઓથોરીટીની રચના
વધુ વાંચો:
સ્ત્રોત:
જેન્ડર રીસોર્સ સેન્ટર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.