હોમ પેજ / સમાજ કલ્યાણ / જિલ્લાવાર માહિતી / મહેસાણા / પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

પી એમ એ વાય

 • વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક
 • લાભાર્થીની પસંદગી એસ.ઈ.સી.સી. ૨૦૧૧ ના ડેટા પ્રમાણે
 • આવાસની સાઈઝ ૨૦ ચો.મી. થી વધારીને ૨૫ ચો.મી.
 • સહાયની રકમ રૂ.૭૦,૦૦૦ થી વધારીને રૂ.૧,૨૦,૦૦૦ અને મનરેગા યોજના હેઠળ રૂ.૧૬,૯૨૦, સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦ અને રૂ.૭૦,૦૦૦ લોન મળવાપાત્ર એમ કુલ રૂ.૨,૧૮,૯૨૦.
 • અન્ય યોજનાઓ સાથે સંકલનથી પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ.
 • આવાસ બાંધકામ સાથે સંકળાયેલ લાભાર્થીઓ અને કારીગરો જેવા કે કડિયા, સખી મંડળોને તાલીમ
 • મોનીટરીંગ માટે અધ્યતન તકનીકનો ઉપયોગ. (આવાસ ઍપ)

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) મહત્વની બાબતો

પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની કાર્યપધ્ધતિ

કાર્ય પધ્ધતિ કેન્દ્ર સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા નિર્ધારિત

એસઈસીસી ડેટા આધારિત નીચે પ્રમાણેની અગ્રતાયાદી તૈયાર આપવામાં આવી છે.

 1. સૌ પ્રથમ પાકી દિવાલો અને/અથવા પાકી છત ધરાવતા મકાનોમાં રહેતા તમામ કુટુંબોને અલગ તારવવા
 2. બાકાત કરવાના ૧૩ સૂચકો પૈકી કોઈપણ એક લક્ષણ ધરાવતા તમામ કુટુંબો અલગ તારવવા
 3. રહેણાંક મકાન ધરાવતા ન હોય એવા કુટુંબો અને શૂન્ય ઓરડા / એક / બે ઓરડાઓ વાળા કાચી દિવાલ અને કાચી છત ધરાવતા મકાનોમાં નિવાસ કરતા તમામ કુટુંબોનો સમુહને પાત્રતા ધરાવતા લાભાર્થી  કુટુંબના સમુહ તરીકે નિયત કરવા
 • ગ્રામ પંચાયત કક્ષાએ પાત્રતા ધરાવતા (મુસ્લીમ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌધ્ધ) અને અન્ય કુટંબોની અલગ–અલગ ૪ યાદીઓ તૈયાર કરવી

અગ્રતા નિયત કરવાની કાર્યપધ્ધતિ

 • ગ્રામ પંચાયત કક્ષાએ કેટેગરી પ્રમાણે પાત્રતા ધરાવતા કુટુંબોને વંચિતતાના આધારે અગ્રતા ક્રમાનુસાર ગોઠવવા
 1. આવાસની વંચિતતા – સૌ પ્રથમ આવાસ ન ધરાવતા કુટુંબો અને ત્યારબાદ શૂન્ય ઓરડો / એક ઓરડો / બે ઓરડાઓ ધરાવતા મકાનો એ પ્રકારે અનુક્રમિત કરવા
 2. અનુક્રમિત કરેલ સંલગ્ન વર્ગમાં ના  લક્ષણો ધરાવતા કુટુંબોને પ્રથમ અગ્રતાક્રમમાં મુકવા
 3. ત્યારબાદ સિવાયના કુટુંબોને વંચિતતાના લક્ષણોને સરખા ભારાંક આપી, વંચિતતાના કુલ ગુણાંકોના આધારે આંતરિક અગ્રતા નિયત કરવી

વંચિતતાનો ગુણાંક જેમ વધારે તેમ કુટુંબનો અગ્રતાક્રમ આગળ રહેશે.

 • ગ્રામ પંચાયતોમાં કેન્દ્ર સરકાર ધ્વારા તૈયાર આપવામાં આવેલ અગ્રતાક્રમ સાથેની યાદી પરિપત્રિત કરવાની રહેશે
 • સામાન્ય (others) કેટેગરીની યાદીમાંથી માઈનોરીટી કુટુંબોની ઓળખ કરી અલગ યાદી તૈયાર કરવાની રહેશે. જેમાં મૂળ યાદી મુજબના અગ્રતાક્રમ જાળવવાના રહેશે.
 • ગ્રામ સભા ધ્વારા કેટેગરીવાર યાદી ચકાસવાની રહેશે.

નીચે જણાવેલ હકીકત જણાય તો, કુટુંબનું નામ યાદીમાંથી રદ કરવાનું રહેશે.

 • કુટુંબનો સમાવેશ ખોટી માહિતીને આધારે થએલ હોય
 • કુટુંબ ધ્વારા પાકા મકાનનું નિર્માણ થએલ હોય અથવા કુટંબ સ્થળાંતર કરી ગએલ હોય
 • કુટુંબને સરકારી યોજના અંતર્ગત પાકું મકાન ફાળવવામાં આવેલ હોય
 • રદ થએલા કુટુંબની વિગતો રદ કરવાના કારણો સાથે ગ્રામ સભાના ઠરાવ સ્વરૂપે મિનીટસમાં સમાવવાની રહેશે.
 • અગ્રતાક્રમમાં ફેરફાર કરવાનાં પુરતાં કારણો હોય તો આવા કારણોની નોંધ કરીને અગ્રતાક્રમમાં ફેરફાર કરી શકાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)

અગ્રતાના ગુણા્રકો સરખા આવે તો નીચે જણાવ્યા પ્રમાણેનાં જુથ હેઠળનાં કુટુંબોને અગ્રતા આપવાની રહેશે.

 • વિકલાંગ વ્યકિત ધરાવતા કુટુંબો
 • લશ્કર/અર્ધ લશ્કરી દળો/પોલીસ દળમાં ફરજ દરમ્યાન માર્યા ગએલ વ્યકિતઓની વિધવા અને વારસ સભ્યો ધરાવતા કુટુંબો
 • લેપ્રસી કે કેન્સરથી પિડાતા સભ્યો કે એઈડસની બિમારી ધરાવતા સભ્યો હોય તેવા કુટુંબો
 • માત્ર એક દિકરી ધરાવતા કુટુંબો
 • હાલમાં યાદીમાં નામો ઉમેરવાની જોગવાઈ નથી. આમ છતાં, ગ્રામસભા ધ્વારા યાદીમાં ઉમેરવાપાત્ર નામોની યાદી, ગ્રામ સભાના અભિપ્રાય સાથેના ઠરાવ સહિત તાલુકા વિકાસ અધિકારીને  રજુ કરવાના રહેશે.

ફરિયાદ નિવારણ :

 • ગ્રામ સભા ધ્વારા મંજુર થએલ યાદી પરત્વેની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને અથવા રાજય સરકાર નિયત કરે તે સત્તાધિકારીને રજુ કરી શકાશે.
 • સંલગ્ન સત્તાધિકારીએ મળેલ ફરિયાદ અંગે તપાસ કરીને તેનો અહેવાલ નિયત સમય મર્યાદામાં રાજય સરકાર નિયત કરે તે એપેલેટ ઓથોરિટીને મોકલવાના રહેશે.

વાર્ષિક પસંદગી યાદીનું સંકલન :

 • ગ્રામ સભા ધ્વારા મંજુર થએલ આખરી પસંદગી યાદીનું સંકલન કરી આવાસ સોફટમાં એન્ટ્રી કરવાની રહેશે.

સ્ત્રોત :- જિલ્લા ગ્રામ વિકાસ મહેસાણા

3.46052631579
Gohil Parth Aug 15, 2020 01:06 PM

બાળકો ભણવા માટે 4 કિ.મી ચાલીને ગામ મા જવું પડે છે રસ્તો કાચો છે

Patel pravin bhai natu bhai Jul 27, 2020 12:21 PM

વડાપ્રધાન આવાશ

દિપક મકવાણા Jun 03, 2020 09:52 AM

ગામ, ધુન ધોરાજી આવાસ યોજનાના કોઇ પણ ને નથી મળતી

Prvatbhai punabhai bariya May 15, 2020 11:41 PM

Hjushudhi aekpan aavashnolabhamlelnthi

Saresa Bavji bhai Mar 11, 2020 06:29 PM

ગામ, નસિતપર
તા,. ટંકારા
જી., મોરબી
આજ સુધી એક પણ નામ SECC માં નથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top