મહાત્માગાંધીની ગ્રામીણ વિકાસની વિભાવનામાં આદર્શ ગામોનું નિર્માણ કેન્દ્ર સ્થાને છે. જેના થકી "સ્વરાજ" ને "સુ રાજ માં પરવર્તિત કરી શકાય આસપાસ ફર્યા કરે છે.
આદર્શ ગામ તેમની દ્રષ્ટિએ તેમના પોતાના શબ્દોમાં
આદર્શ ભારતીય ગામનું નિર્માણ એવી રીતે કરવામાં આવશે જેમાં ગામની પાંચ માઈલની ત્રિજયાની અંદર મળતી સામગ્રીમાંથી બનાવેલી, પૂરતી હવા ઉજાસવાળી કુટિર હોય. ગામડાની ગલી અને શેરીઓમાં તમામ નિવાંય કચરો નહિ હોય. તેમાં જરૂરિયાત મુજબ કૂવા રહેશે તેનો બધા ઉપયોગ કરી શકશે. તેમાં બધા માટે પૂજાગૃહ હશે મળવાનું સમાન સ્થળ, ગામનું સહિયારું પશુ ચરાવવાનું સ્થળ, સહકારી ડેરી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રહેશે. તેમાં મુખ્યત્વે ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવશે, તકરારોનો નિવેડો લાવવા પંચાયત રહેશે. તેઓ તેમના અનાજ, વનસ્પતિ અને ફળ ઉગાડશે. તેની પોતાની ખાદી હશે. આ સામાન્ય રીતે આદર્શ ગામ અંગે મારા વિચાર છે. (હરિજન ૯-૧-૧૯૩૭, ગ્રંથ-૬૪, પાનું ૨૧૭-૧૮)
|
તે ગામને સુધારેલું ગામ ગણવામાં આવશે જેમાં શકય તેટલા વધુ ગ્રામોદ્યોગ સમૃદ્ધ હોય, તેમાં કોઈ નિરક્ષર નહિ હોય, રસ્તાઓ સ્વચ્છહોય, ત્યાં જાજરૂ નિશ્ચિત સ્થળે હોય. કૂવા સ્વચ્છ હોય, જુદી જુદી કોમ વચ્ચે સુસંવાદિતા હોય,અસ્પૃશ્યતા સમૂળગીનહિ હોય. દરેકને ગાયનું દૂધ, ઘી વગેરે માફકસર જથ્થામાં મળતા હોય,બધાને કામ મળતું હોય, તકરાર અને ચોરી ન હોય. (મુન્નાલાલ શાહને પત્ર ૧-૪-૧૯૯૧, ગ્રંથ ૭૩, પાનું ૪૨૧)
દરેક દેશપ્રેમીનું કામ ભારતનાં ગામની પુનર્રચના કેવી રીતે કરવી તે છે જેથી કોઈને પણ તેમાં રહેવાનું શહેરો જેવું સરળ બને (હરિજન ૭-૩-૧૯૩૮)
|
“ગ્રામ સ્વરાજ અંગે મારો વિચાર એ છે કે તે સંપૂર્ણપણે પ્રજાસત્તાક હોય, તેની પોતાની મુખ્ય જરૂરિયાતો માટે પડોશીઓથી સ્વતંત્ર હોય, જેમાં અવલંબન જરૂરી હોય તેવી ઘણી બાબતોમાં પરસ્પર અવલંબન દરેક ગ્રામજનની પ્રથમ ચિંતા તેમના ખોરાક માટે અનાજ અને કપડાં માટે કપાસ ઉગાડવાની છે. ગામના પશુઓ માટે ચારિયાણની જમીન, ગ્રામજનો માટે મનોરંજન અને રમતના મેદાન માટે અનામત જગ્યા હોવી જોઈએ. ત્યાર પછી જો વધારે જમીન હોય તો રોકડીયા પાક ઉગાડશે પરંતુ ગાંજા, તમાકુ, અફીણ વિગેરે સિવાયના પાકનું વાવેતર કરશે. ગામમાં ગામ થિયેટર, શાળા અને જાહેર હોલ હશે. સ્વચ્છ પાણી આપી શકાય તે માટે પોતાનું વારિગૃહ હશે. આ કામગીરી માટે કૂવા અને તળાવોનો ઉપયોગ થઈ શકે. આખરી મૂળભૂત અભ્યાસક્રમ સુધી શિક્ષણ ફરજિયાત હશે. શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી ધોરણે કરવામાં આવશે. જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા જે આજે જોવા મળે છે, તે જોવા ન મળે. (હરિજન, ૨૬-૭-૧૯૪૨, ગ્રંથ-૭૬, પાનું ૩૦૮-૩૦૯) સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું લક્ષ્ય મહાત્માગાંધીની આદર્શ ગામ માટેની સર્વગ્રાહી અને દીર્ધ દ્રષ્ટિને પરિણામલક્ષી બનાવવાની છે. સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું ધ્યેય માત્ર માળખાકીય વિકાસનો નહીં પણ ગામમાં અને ગામ લોકોમાં કેટલાંક મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે, જેથી તેઓ બીજા માટે નમૂનારૂપ બને યોજનાના મૂલ્યો નીચે મુજબછે. લોકોની ભાગીદારી અપનાવવી. ગ્રામ જીવનને સ્પર્શતી તમામ બાબતો અને વિશેષ કરીને શાસનને લગતા નિર્ણય લેવામાં તમામ ઘટકોને સામેલ કરવા. 2. અંત્યોદયને અનુસરીને ગામની તદ્દન ગરીબ અને તદ્દન નબળી વ્યક્તિને સુખાકારી માટે સક્ષમ બનાવવા. 3. જાતિ સમાનતા અને મહિલાઓ માટે સમાન નિશ્ચિત કરવું. 4. સામાજિક ન્યાયની બાંહેધરી આપવી. 5. શ્રમનો આદર, સામુહિક સેવાની ભાવના અને સ્વૈચ્છિક કામ કરવાની ભાવના જેવા ગુણો પ્રસ્થાપિત કરવાં. 6. સ્વચ્છતાના સંસ્કારને ઉત્તેજન આપવું 7. કુદરતના સાંનિધ્યમાં રહેવું વિકાસ અને ઇકોલોજી વચ્ચે સમતુલા જાળવવી 8. સ્થાનિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું 9. પરસ્પર સહાય, સ્વ-સહાય અને આત્મનિર્ભરતા મનમાં ઠસાવવા. 10. ગ્રામસમુ દાયમાં શાંતિ અને સંવાદિતા જાળવવી. 11. જાહેર જીવનમાં પારદર્શકતા, જવાબદારી અને પ્રામાણિકતા લાવવાં. 12. સ્થાનિક સ્વશાસનને કેળવવું. 13. ભારતનાં સંવિધાનમાં મૂળભૂત હક અનેમૂળભૂત ફરજોમાં જણાવેલાં મૂલ્યોને વળગી રહેવું સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મુખ્ય હેતુ ઓ નીચે મુજબછે. પસંદ કરેલી ગ્રામ પંચાયતોના સમગ્ર વિકાસ માટેની પ્રક્રિયાઓ હાથ ધરવી. 2. ગામના વિવિધ સમુદાયોનું જીવન-ધોરણ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા નીચે જણાવ્યા મુજબની કામગીરીઓ કરવામાં આવશે (ક) પાયાની સુવિધાઓ સુધારીને (ખ) ઊંચી ઉત્પાદકતા લાવીને, (ગ) માનવ વિકાસ વધારીને, (ઘ) આજીવિકા માટે વધુ સારી તક પૂરી પાડીને (ચ) અસમાનતા ઘટાડીને (છ) હક અને હક્કદારી ઉપલબ્ધ કરાવીને (જ) સામાજિક ગતિશીલતાનો (સોશીયલ મોબીલાઈઝેશન) વ્યાપ વધારીને (ઝ) સામાજિક મૂડી સમૃદ્ધ બનાવીને સ્થાનિક વિકાસ અને સ્થાનિક શાસનના ઉત્તમ મોડલ તૈયાર કરવા જેથી આસપાસની ગ્રામ પંચાયતોને તે મુજબ કામગીરી કરવા પ્રેરણા મળે. બીજી ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે પસંદ કરેલા ગામો શાળા તરીકેની ભૂમિકા પૂરી પાડે તે રીતે ગામોનું જતન કરવું સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો હેતુ ગામો અને તેના લોકોમાં ચોક્કસ મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે જેથી તેઓ બીજા ગામો માટે મોર્ડલ બને ભૂતકાળમાંથી બોધ કેટલીક ગ્રામ પંચાયતોએ મુખ્યત્વે પ્રોત્સાહક નેતૃત્વ અને સામૂહિક પગલાને કારણે સંકલિત સ્થાનિક વિકાસમાં અપવાદરૂપ સિદ્ધિ દર્શાવી છે. આવી ઉત્તમ પ્રથાઓમાંથી શીખતી વખતે તે ધ્યાને રાખવું જોઈએ કે આ અંગે ઘણા પડકારો છે જે આપણને ભૂતકાળના અનુભવમાંથી જાણવા મળ્યા છે. સામાન્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે
10. સત્તાનાં અનેક માળખાનું અસ્તિત્વ અને તેના સંકલન માટેની યોગ્ય પધ્ધતિનો અભાવ. 11. તાત્કાલિક લાભ અને પર્યાવરણીય બાબતોની અવજ્ઞા. 12. મદ્યપાન, દહેજ, જ્ઞાતિવાદ, કોમવાદ અને સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ જેવાં દૂષણો. |
સાંસદ આદર્શ ગ્રામ યોજના નીચેના હેતુઓ સિધ્ધ કરવા નીચે જણાવ્યા મુજબનો અભિગમ ધ્યાને લેવાનો રહેશે.
આદર્શ ગામની પ્રવૃત્તિઓ
આદર્શ ગામનો વિકાસ લોકોની દૃષ્ટિ, ક્ષમતા અને ઉપલબ્ધ સંસાધનોનો ઉત્તમ રીતે
ઉપયોગ કરીને તથા સંસદ સભ્ય, ગ્રામ પંચાયત, નાગરિક મંડળ અને સરકારી તંત્રના સહયોગથી થવો જોઈએ. સ્વાભાવિક રીતે આદર્શ ગામનાં તત્વો વિશિષ્ટ રહેવાનાં તેમ છતાં મહત્વની પ્રવૃત્તિઓ પસંદ કરવાનું શકય બનેલ છે. જેમાં મુખ્યત્વે નીચે જણાવેલ પ્રવૃત્તિઓનોસમાવેશ થાય છે.
વ્યક્તિગત વિકાસ
માનવ વિકાસ
આર્થિક વિકાસ
2 ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
3 સ્વ-રોજગાર અને નોકરી માટે તમામ લાયક યુવાનોના કૌશલ્યનો વિકાસ
4 ગ્રામ્ય પ્રવાસન ઈકો પ્રવાસન સહિત.
ઉપરની તમામ પ્રવૃત્તિઓ ખાસ કરીને ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે
કેન્દ્ર સ્થાને છે તે માટે મહિલા સ્વસહાય જૂથ રચવા અને તેમના ફેડરેશન રચવા, તમામ કામદારોને રોજગાર પૂરા પાડવા અને નાણાકીય સમન્વય કરવાની બાબતો ઘણી મહત્વની છે.
પર્યાવરણ વિકાસ
(ક) દરેક કુટુંબને અને બધી જાહેર સંસ્થાઓને જાજરૂ પૂરાં પાડવા અને તેના યોગ્ય ઉપયોગની ખાતરી કરવી.
ખ) ઘન અને પ્રવાહી કચરાની યોગ્ય વ્યવસ્થા.
પાયાની સવિધાઓ અને સેવાઓ
10. નાની-બેન્ક / પોસ્ટ ઓફીસ/ એટીએમ.
11. બ્રોડબેન્ડ જોડાણ અને જન સેવા કેન્દ્રો.
12. ટેલીકોમ જોડાણ
13. જાહેર સ્થળોએ સીસીટીવી.
સામાજિક સુરક્ષા
સુ શાસન
10. ગ્રામ પંચાયત માહિતી સહાયક કેન્દ્ર તરીકે કામ કરશે.
11. લોકોએ રજુ કરેલી ફરિયાદનું સમયસરનિવારણ જેમકે
વ્યૂહ
પસંદ કરેલ ગામને આદર્શ ગામમાં રૂપાંતર કરવા માટેનો વ્યૂહ નીચે છે :
વ્યૂહ રચનાના અમલ માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની યાદી એનેક્ષર-૧ માં યાદી આપી છે. તેનો જુદી જુદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય અને તેનાં પરિણામોની વિગતથી જાણકારી મેળવી શકાય. અમલીકરણની વિગતોમાં સ્થાનિક દ્રષ્ટિકોણ, જરૂરીયાત મુજબનું વિસ્તરણ અને નવતર વિચારોનો સમાવેશ કરવો.
આદર્શ ગામ માટે ગામની પસંદગીનું ધોરણ
ગ્રામ પંચાયત પાયાનું એકમ રહેશે. સપાટ વિસ્તારમાં વસ્તીનું ધોરણ ૩૦૦૦-૫૦૦૦ અને ડુંગરાળ, આદિજાતિ અને મુશ્કેલ વિસ્તારમાં તે ૧૦૦૦-૩૦૦૦ હશે. જે જિલ્લાઓમાં આ મુજબનું વસ્તી ધોરણ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત પસંદ કરી શકાશે.
સંસદ સભ્ય તેમના પોતાના કે પતિ/ પત્નીના ગામ સિવાય આદર્શ ગામ તરીકે વિકસાવવા કોઈ પણ ગામને મુક્ત રીતે પસંદ કરી શકશે
સંસદ સભ્ય એક ગ્રામ પંચાયત તાત્કાલિક પસંદ કરશે અને થોડા સમય બાદ બીજી બે ગ્રામ પંચાયતો પસંદ કરશે. લોકસભાના સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે, જયારે રાજ્ય સભાના સંસદ સભ્ય તેઓ જ્યાંથી ચુંટાયા હોય તે રાજ્યમાં તેઓ પસંદગીનાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરશે. નિયુક્ત સંસદ સભ્યો દેશના કોઈ પણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરી શકશે. શહેરી મત વિસ્તારના કિસ્સામાં (જ્યાં ગ્રામ પંચાયત હોતી નથી) સંસદ સભ્ય નજીકના ગ્રામ્ય મતવિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે.
પ્રથમ તબક્કામાં માર્ચ- ૨૦૧૯ સુધીમાં ત્રણ આદર્શ ગ્રામ વિકસાવવાનો લક્ષ્ય છે તે પૈકી ૨૦૧૬ સુધીમાં એક ગામનો વિકાસ થશે. ત્યારબાદ ૨૦૨૪ સુધીમાં દર વર્ષે એક એમ પાંચ ગામ પસંદ કરીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવશે.
આયોજન
પ્રત્યેક ગરીબ કુટુંબ ગરીબાઈમાંથી બહાર આવે તે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પસંદ કરેલ ગ્રામ પંચાયત માટે ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે.
ઔપચારિક યોજના ઘડવાનું શરૂ કરતાં પહેલા પદ્ધતિસરનું વાતવરણ ઊભું કરવાનું રહેશે. અને સંસદ સભ્ય સામાજીક ગતિશીલતા લાવવા નેતૃત્વ લેશે. ગ્રામ પંચાયતને પણ સંપૂર્ણપણે સામેલ કરવામાં આવશે. આ કામગીરી માટે નીચે જણાવેલ કેટલીક પ્રવૃત્તિઓ વિચારી શકાય
આ પ્રવૃત્તિઓના પરિણામે ગામ કેવું હોવું જોઈએ તેની સામૂહિકદીર્ધ દૂષ્ટિ આવશેઅને તે ગ્રામજનોનો ઉત્સાહ પ્રજજ્જવલિત કરશે. ત્યારબાદ સહભાગી આયોજન પ્રક્રિયાના બે તબક્કા સૂચવવામાં આવે છે. જેમાં સંસદ સભ્ય સહાયક તરીકે ગ્રામ પંચાયતને અગ્રીમ ભૂમિકા પૂરી પાડશે જિલ્લા કલેક્ટર જરૂરી વ્યાવસાયિક અને સંકલિત સહાય પૂરી પાડશે
પ્રથમ તબક્કામાં લોકો વર્તણૂક વિષયક અને સામાજિક ફેરફાર, સ્વ-સહાય અને પરસ્પર મદદ, શ્રમદાન, સ્થાનિક ફાળા અને સ્થાનિક સંસાધનો જેવી પ્રવૃત્તિઓ જે લોકો અમલમાં મૂકી શકે તે નિયત કરવાની રહે છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે.
(ક) તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ સહિત સમુદાય સામૂહિક પ્રતિજ્ઞા લે કે સમાજ સમયબદ્ધ રીતે તેનાં આર્થિક ઉત્કર્ષ અંગે કામ કરશે, જેથી ગામનું કોઈ કુટુંબ ગરીબી રેખા નીચે રહેશે નહીં.
(ખ) સામૂહિક રીતે ભારતના સંવિધાનમાં જણાવેલાં મૂળભૂત હક અને મૂળભૂત ફરજો વાંચીને તેનું પુનરાવર્તન કરશે.
(ગ) આરોગ્ય શિબિરો યોજવી
(ઘ) સ્વચ્છતા ઝુંબેશ યોજવી.
(ચ) પશુ આરોગ્ય શિબિરો યોજવી.
(છ) આંગણવાડીમાં સેવાની ગુણવત્તા અને હાજરીનું પ્રમાણ સુધારવા દરમિયાનગીરી કરવી.
(જ) સ્થાનિક શાળાઓમાં હાજરીનું પ્રમાણ સુધારવા, શિક્ષણની ગુણવત્તા વધારવા, મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવા વાલીઓ તથા શિક્ષકોના સંગઠનની ભાગીદારી માટે દરમિયાનગીરી કરવી.
(ઝ) વૃક્ષારોપણ
(ટ) સ્વસહાય જૂથોની રચના કરવી / પુનઃ ગઠિત કરવા
(ઠ) મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નીચે રોજગાર દિવસ યોજવો.
(ડ) જાહેર વિતરણ પદ્ધતિ સુધારવી
(ઢ) નાગરિક પુરવઠા, સમાજ કલ્યાણ, જમીન મહેસૂલ વિગેરે જેવા મહત્વના મુદ્દાઓ અંગે ફરિયાદ નિવારણ શિબિરોનું આયોજન જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા કક્ષાના અધિકારીઓની સહભાગીતા.
આ તબક્કા દરમિયાન ખાસ કરીને વ્યક્તિગત, માનવીય, સામાજિક અને પર્યાવરણીય વિકાસ અને સુશાસનને લગતી પ્રવૃત્તિઓ તમામ જૂથો પાસેથી શકય તેટલી વધારે પ્રમાણમાં હાથ ધરવી. સાથોસાથ દ્વિતીય તબક્કાનું પ્રથમ પગલું પરિસ્થિતિનું વિશ્નલેષણ પણ હાથ ધરી શકાય
આ પ્રવૃત્તિઓ મારફતે ગ્રામ સમુદાય આ યોજના સંપૂર્ણપણે હાથ ધરવાની તેની ઈચ્છા શક્તિ નિદર્શિત કરશે અને પછીના તબક્કાના અમલીકરણની શરૂઆત કરશે.
ત્યારબાદ દ્વિતીય તબક્કાની આયોજન પ્રક્રિયા માટે નીચે જણાવેલ વ્યાપક કામગીરી અનુસરશે.
1 પરિસ્થિતિનું વિશ્નલેષણ પરિસ્થિતિનું વિશ્નલેષણ બેવડી પ્રક્રિયા છે જે પ્રથમ તબક્કા દરમિયાન શરૂ કરી શકાશે. (૧) આધારરેખા મોજણીના બે હેતુ છે: પ્રથમ તો વિકાસનાં જુદાં જુદાં ક્ષેત્રોની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર થવું. જેથી સુધારાઓ માટે આધાર ચિહ્નો (બેન્ચમાર્ક) ને તેથી સાથે યોગ્ય રીતે જોડી શકાય બીજું, માળખાગત સુવિધાઓ અને સેવાઓ તેમજ ભાવિ આર્થિક અને માનવીય વિકાસ માટેની ક્ષમતામાં જોવા મળતી અધૂરાશ અને ઉણપોને લગતીપાયાની માહિતી પૂરી પાડવી આ કામગીરી નિષ્ણાત એજન્સી મારફતે કરાવવી જોઈએ. વિકલ્પ રૂપે શૈક્ષણિક સંસ્થા અથવા તાલીમ પામેલા નિષ્ણાતોના જૂથને આ કાર્ય સોંપી શકાય. આધારરેખા મોજણીમાં સમાવેશ કરી શકાય તેવા માપદંડો એનેક્ષર-૨ માં જણાવેલ છે. સ્થાનિક કક્ષાઓ પ્રસ્તુત મુદ્દાઓનો તેમાં સમાવેશ કરી શકાય.
2 સહભાગી પરિસ્થિતિનું વિશ્નલેષણ: તાલીમ પામેલા સહાયકોને સાંકળી સ્થાનિક સમુદાય મારફતે આ કામગીરી કરાવવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજ તાલીમની વ્યવસ્થા કરશે. સહભાગીતાની ચાવીરૂપ પધ્ધતિઓ નીચે મુજબ છે.
સંસાધન નકશો જળસ્ત્રાવ (માઈક્રો વૉટરશેડ) અને કૃષિ વિકાસ અને કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન માટેની શકયતાઓને તારવવામાં ઉપયોગી થશે.
ગામ અને ગામના કામોની અગ્રતાની સામૂહિક જરૂરિયાતો વાસ્તવિક રીતે આકારવા સ્થાનિક કુટુંબોના વિવિધ જૂથોને સાંકળી તૈયાર કરવામાં આવે છે
પરિસ્થિતિના વિશલેષણ મારફત મેળવેલી માહિતી ભૌગોલિક માહિતી પદ્ધતિમાં (જીઓગ્રાફીકલ ઈન્ફર્મેશન સીસ્ટમ) રાખવાની રહેશે.
પ્રથમ તબક્કાની કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવા સંસદ સભ્યના વડપણ હેઠળ જિલ્લા કલેક્ટર, ગ્રામ પંચાયત અને ગામ સમુદાય સાથે રહીને કામગીરી કરશે. ગામ પોતાની રીતે શું પ્રાપ્ત કરી શકે તેમ છે અને વાજબી સમયમાં તે ચોક્કસ શું પ્રાપ્ત કરી શકશે તેની સમીક્ષા કરશે. આ આકારણીના આધારે ગામ વ્યૂહ ઘડવાના આગળના સોપાન પર જઈ શકશે.
પ્રથમ તબક્કાની સમીક્ષા પર આધારિત અને આધારરેખા મોજણીની માહિતી અને સહયોગી આકારણીના આધારે, હિતાધિકારીઓ, કર્મચારીઓ અને નિષ્ણાંતોનું પસંદગીનું જૂથ વિકાસ માટે વ્યૂહ અને વ્યૂહને કાર્યાન્વિત કરવા જરૂરી પ્રવૃત્તિઓ સૂચવી શકશે.બીજા શબ્દોમાં જરૂરી યોજનાઓ અને પ્રોજેક્ટોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
ઉપલબ્ધ સંસાધનોને નક્શામાં આલેખવા જરૂરી છે. વ્યાપક રીતે તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય
1 યોજનાઓ સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો – કેન્દ્ર -પુરસ્કૃત અને રાજ્ય પુરસ્કૃત જેમકે ઈંદિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વગેરે.
2 યોજનાઓ સાથે અંશત: જોડાયેલા અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓનો ઉપયોગ કરી શકાય તેવા સંસાધનો.
3 પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના વગેરે સાથે જોડાયેલાં સંસાધનો જે જરૂરી મહત્વના ગાળા પૂરવા માટે પરવાનગી આપે છે વિધાનસભ્યોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાનો પણ તેમની સંમતિને આધીન રહીને ઉપયોગ કરી શકાય.
4 મહેસૂલ કેન્દ્રીય અને રાજ્ય નાંણા કમિશનની ગ્રાન્ટ વગેરે જેવા ગ્રામ પંચાયત સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો
5 સ્થાનિક રીતે એકત્રિત કરી શકાય તેવાં રોકડ, વસ્તુ ઓ અને શ્રમના સ્વરૂપના સંસાધનો
6 કોર્પોરેટ સામાજિક જવાબદારી ફંડ (સીએસઆર)
ઉપરોક્ત કક્ષાઓના સંસાધનોનો અધિકતમ વિધેયાત્મક પરિણામ પ્રાપ્ત કરવા સમન્વિત અને એકત્રિત રીતે ઉપયોગ કરવો.
કેન્દ્રીય સેક્ટર/કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ કાર્યક્રમો, સંબંધિત મંત્રાલય/વિભાગો આદર્શ ગ્રામને પ્રાધાન્ય આપવા માટે માર્ગદર્શક સૂચનાઓમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી પગલાં લેશે.
જરૂરિયાતોને આખરીરૂપ:
આ પ્રક્રિયાને બે ભાગમાં વેંહચીને ઉત્તમ રીતે કરી શકાય. પ્રથમ ભાગ ખાસ કરીને મહિલા સ્વસહાય જૂથ અને ખેડૂત જૂથ જેવા જુદા જુદા લાભાર્થીઓ સાથે વિચારવિમર્શનો અને બીજો ભાગ ગ્રામ સભામાં ચર્ચાનો છે. આ બેઠક (fora) માં આજ સુધી કરેલી કવાયતનાં પરિણામોનો સાર સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો હોય છે અને શકય હોય ત્યાં સુધી જરૂરિયાતો અને અગ્રતાઓને સામાન્ય રીતે અને સવાંનુ મતે આખરીરૂપ આપવાનું હોય છે
ગ્રામ વિકાસ યોજનાની મુસદ્દાની તૈયારી :
લોકોએ અગ્રતા આપેલી જરૂરિયાતોના આધારે ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ઘડવા અધિકારીઓ અને બહારના વ્યાવસાયિકો/નિષ્ણાંતોના બનેલા કાર્યકારીજુથની કલેક્ટર રચના કરશે. ગ્રામ વિકાસ યોજનામાં પ્રથમ તબક્કાની પ્રવૃતિઓ યોગદાન અને સિદ્ધિઓનો પણ સમાવેશ થશે. જેમાં અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોનું સમયપત્રક આપવું જોઈએ
7 ગ્રામસભા દ્વારા ગ્રામ વિકાસ યોજનાને મંજૂરી: ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ગ્રામસભા સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ૮. ગ્રામ વિકાસ યોજનાને બહાલી:
8 સંસદ સભ્યની હાજરીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં સંસદ સભ્યની ટિપ્પણીઓ અને સૂચનો ધ્યાને લઈ મંજૂરી આપવાની કામશીરી કરવામાં આવશે. ગ્રામ વિકાસ યોજનાને બહાલી આપતી વખતે ત્રણ મહિના, છ મહિના, નવ મહિના, એક વર્ષ અને તેથી વધારે સમયના વિશિષ્ટ લક્ષ્યાંક સાથે જુદાજુદા ઘટકોના તબક્કા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.
9 પ્રાયોજના સ્વરૂપ અને મંજૂરી:
ગામ વિકાસ આયોજનને મંજૂર કર્યા બાદ સંબંધિત ખાતાકીય અધિકારીઓએ મંજૂર કરેલી યોજનાના ઘટકોને પ્રોજેક્ટ સ્વરૂપમાં તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ તેઓએ તેની વહીવટી, નાણાંકીય અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.
૧૦. જાહેરાત અને પ્રચાર.:
મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.
આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.
નોંધ: આ યોજના હેઠળ સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.
અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.
૧૦. જાહેરાત અને પ્રચાર.:
મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.
આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.
નોંધ: આ યોજના હેઠળ સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.
સમયસરતા
યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.
યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.
કામની બાબત શરૂ કર્યાની તારીખથી
આદર્શ ગામની પસંદગી એક મહિનો યોજના અંગે જાગૃતિ લાવવી બે મહિના વાતાવરણ ઊભું કરવું અને સામાજિકગતિશીલતા ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની શરૂઆત ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની સમીક્ષા પાંચ મહિના ગામ વિકાસ આયોજનની તૈયારી અને તે પૂર્ણ કરવાની કામગીરી સાત મહિના મંજૂરી અને બહાલી આંઠ મહિના શરૂ કરવાની પ્રવૃત્તિઓ નવ મહિના ગ્રામસભા કક્ષા અને જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ આયોજન પ્રગતિનો એક વર્ષ અહેવાલ
10 ગામમાં સમુદાય સાથે જોડાઓ અને તેમને પોતાની મેળે તેમની શક્તિ અનુસાર વિકાસ હાથ ધરવા પ્રેરણા આપો
સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલની જવાબદારી પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબધિત કાર્યક્રમના જુદી જુદી કક્ષાના કર્મચારીઓની રહેશે. આ બંને જૂથોએ ગામની સમાન જરૂરિયાતો સાચી રીતે મુકરર કરવા અને ખાસ કરીને જરૂરીયાતમંદ કુટુંબોની જરૂરિયાતો મુકરર કરવા સાથે મળીને કામ કરવું જોઈએ. તદ્દઉપરાંત તેઓએ જુદી જુદી યોજના દ્વારા ઉપલબ્ધ થનાર સંસાધનો, અમલીકરણમાં જનભાગીદારીના પ્રયત્નો તથા વિવિધ કામોના અમલ અને મોનીટરીંગ માટે કાર્યવાહી કરવાની રહેશે.
જુદી જુદી કક્ષાએ સંકલન અને સમીક્ષા તંત્ર પણ રચવામાં આવશે. ઉત્તમ પ્રથાઓ/કામગીરીઓ આ યોજના દ્વારા અન્ય વિસ્તારોને માટે નિદર્શિત કરી તેનો ફેલાવો કરી શકાશે. આ અંગેની વિશિષ્ટ ભૂમિકા અને જવાબદારીઓની રૂપરેખા નીચે આપી છે
સંસદ સભ્ય:
ભારત સરકાર:
રાષ્ટ્રીય કક્ષાએ, ગ્રામીણ વિકાસ મંત્રાલય આ યોજનાના અમલ માટેનું કેન્દ્રવર્તી (નોડલ) મંત્રાલય રહેશે. અમલનું નિરીક્ષણ કરવા બે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ રહેશે એક સમિતિ મંત્રીશ્રી, ગ્રામ વિકાસના અધ્યક્ષપણા હેઠળ રહેશે. જેમાં આયોજન અને કાર્યક્રમ અમલીકરણના મંત્રીશ્રીઓ અને હવે પછી નક્કી કરવામાં આવે તે મંત્રાલયો પણ સહયોગ આપશે. બીજી સમિતિ સચિવશ્રી, ગ્રામ વિકાસના અધ્યક્ષપણા હેઠળ હશે જેમાં સંયુક્ત સચિવના દરજજાથી ઉતરતા સંવર્ગ ન હોય તેવા નીચે જણાવેલ મંત્રાલયો/ વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓ તરીકે રહેશે.
આ યોજનાના ખાસ વિષયોમાં સમિતિ મુખ્ય વિષયોના નિષ્ણાંતોને કો-ઓપ્ટ કરી શકશે. આ સમિતિને વધુ કામગીરી ધરાવતી સચિવાલયની કચેરીની મદદમાં કોન્ટ્રાકટ પર રાખેલ ત્રણ રિસોર્સ પર્સન સાથ અને સહકાર આપશે.
સમિતિની કામગીરી આ પ્રમાણે રહેશે;
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020