શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થાન ( NIUA) એ શહેરી વિકાસ અને સંચાલન સંશોધન, તાલીમ અને માહિતી પ્રસારણ માટેની અગ્રણી સંસ્થા છે. 1976માં સોસાયટીઝ નોંધણી અધિનિયમ હેઠળ સ્થાપિત આ સંસ્થા શહેરી વિકાસ મંત્રાલય, ભારત સરકાર, રાજ્ય સરકારો, શહેરી વિકાસ અને પ્રાદેશિક સત્તાવાળાઓ અને અન્ય શહેરી મુદ્દાઓ સાથે સંબંધિત એજન્સીઓ સાથે પ્રતિબદ્ધ છે. આ સંસ્થાની નીતિઓ અને દિશાઓ સરકારી કાઉન્સિલના પ્રમુખ દ્વારા નક્કી થાય છે, જે ભારત સરકાર દ્વારા નિયુક્ત થાય છે, જેમાં બે નાયબ પ્રમુખો, હોદ્દાની રૂએ ભારત સરકારના ત્રણ સભ્યો , બાર અન્ય સભ્યો, અને નિયામકનો અને સંસ્થાના મુખ્ય કારોબારી તરીકે સભ્ય-સચીવનો સમાવેશ થાય છે. એસોસિયેશન ઓફ ધ ઈન્સ્ટિટયુટ મેમોરેન્ડમ બીજી બાબતોની સાથોસાથ નિચે મુજબના મુખ્ય કાર્યો કરે છે. એક સ્વાયત્ત, વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક સંસ્થા તરીકે કામ કરી શહેરીકરણને પ્રોત્સાહન આપવું અને સંકલન સાધવા સંશોધન હાથ ધરવા, શહેરી સમસ્યાઓના એક અદ્યતન અભ્યાસ કેન્દ્ર તરીકે કામ કરવું અને જરૂરી તાલીમને પ્રોત્સાહન અને સંશોધન સવલતો પૂરા પાડવા, શહેરી વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોના અમલ માટે સામાજિક, વહીવટી, નાણાકીય અને અન્ય પાસાઓનું મુલ્યાંકન કરવું, શહેરી બાબતોના ક્ષેત્રમાં પ્રાપ્ય નિપુણતા પ્રાપ્ત કરવા અને તકનિકી અને માનદ સેવાઓને તક આપવી અને પરસ્પર સમન્વય સાધવો, નિર્માણ કરવા અથવા નિર્માણ થયેલા હોય અથવા પ્રાદેશિક, રાજકીય કે સ્થાનિક કેન્દ્રોનું જોડાણ એ સંસ્થાનો હેતુ છે. વિવિધ ક્ષેત્રોમાં પ્રોયોજિત તાલીમ અભ્યાસક્રમો, કાર્યશાળાઓ અને પરિસંવાદોનું આયોજન કરવું, માહિતી પ્રસારણ કેન્દ્ર તરીકે કામ કરવા માટે દસ્તાવેજીકરણ કેન્દ્ર ચલાવવા તેમજ શહેરી બાબતો પર જાણકારીનો પ્રસાર કરવો, પ્રકાશન અને પુસ્તક વિતરણ , સંશોધન પત્ર, મોનોગ્રાફસ, જર્નલ અને શહેરી બાબતોને લગતી અન્ય સંચાર સામગ્રીની સુવિધા કરવી, શહેરી આયોજનકર્તા, અર્થશાસ્ત્રીઓ, ભૌગૌલિકકારો, આંકડાશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, વ્યવસ્થા વિષશકો અને વહીવટ નિષ્ણાતોની એક અનુભવી અને જવાબદારીયુક્ત ટીમ દ્વારા સંસ્થાની મુખ્ય પ્રવત્તિઓ હાથ ધરવામાં આવે છે. અત્યાધુનિક કમ્પટિર હાર્ડવેર અને સોફ્ટવેર પેકેજીસ સાથેનો ખાસ સ્ટાફ સંસ્થાના સંશોધન, તાલીમ, પ્રકાશન અને અન્ય પ્રવૃતિઓ માટે જરૂરી આધારભૂત સેવાઓ પૂરી પાડે છે.