હોમ પેજ / સમાજ કલ્યાણ / ગરીબી નિવારણ / ભારતમાં શહેરી ગરીબી નિવારણ મંત્રાલય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતમાં શહેરી ગરીબી નિવારણ મંત્રાલય

ભારતમાં શહેરી ગરીબી નિવારણ મંત્રાલય વિશેની માહિત આપેલ છે

રાજ્ય વ્યવસ્થાતંત્રમાં સમવાયી રીતે શહેરી વિકાસની જવાબદારી ભારતીય બંધારણ અનુસાર દરેક રાજ્યોની હોય છે.બંધારણ( 74માં સુધારા) અધિનીયમ મુજબ મોટા ભાગની કામગીરી સ્થાનિક શહેરી એકમને સોંપેલી હોય છે.માત્ર દિલ્હી અને સંઘ પ્રદેશમાં જ ભારત સરકારની બંધારણિય અને કાયદાકિય સત્તા છે. જેમાં કાયદા ઘડવા કે બનાવવાની સત્તા રાજ્યની ધારાસભાએ સંસદને આપેલી છે.

 

બંધારણની આ પ્રકારની જોગવાઇ છતાં નીતિઓ અને યોજનાઓના વિચારથી લઇને અમલીકરણમાં ભારત સરકારની મહત્વની ભૂમિકા રહે છે. નવી રાષ્ટ્રિય યોજનાઓ બહાર પાડવાનો નિર્ણય ભારત સરકાર કરે છે. અને આ યોજનાઓ માટે જરુરી તમામ સામગ્રી રાજ્ય સરકારો સુધી કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ દ્વારા પુરી પાડવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય નાણાકિય સંસ્થા દ્વારા નાણા ભંડોળ પુરુ પાડવાની સાથે વિવિધ સહાયક કાર્યક્રમો થકી દેશભરમાં શહેરી વિકાસને વેગ આપવામાં આવે છે. નીતિઓ અને યોજનાનો વિષય પાંચ વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. ભારત સરકારના નિર્ણયની પરોક્ષ અસર રાજવિત્તીય, અર્થશાસ્ત્ર અને ઔદ્યોગિક સંસ્થાનો પર થતી હોવાના કારણે યોજનાઓ આદર્શ શહેરીકરણ અને રોકાણની દ્રષ્ટિએ અસરકારક હોય છે.

ભારત સરકારના આ શહેરી ગરીબ નિવારણ મંત્રાલય પાસે સર્વોચ્ચ સત્તા છે. જેમા દેશભરમાં યોજનાઓના ઘડતર, નીતિઓ બનાવવાથી લઇ યોજનાઓને સાથ સહકાર સાથે સહાયક કાર્યક્રમો આપવા ઉપરાંત અને કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકારો અને મધ્યવર્તી સત્તાઓના સંપર્કમાં રહી એવા તમામ કાર્યક્રમો પર દેખરેખ રાખે છે જે દેશમાં શહેરી રોજગાર, ગરીબી અને આવાસ સાથે સંબંધ ધરાવે છે. આ મંત્રાલયની રચના 13 મે 1952 થઇ જ્યારે આ મંત્રાલય બાંધકામ, મકાન અને પુરવઠા મંત્રાલય તરીકે જાણીતુ હતું. બાદમાં પુરવઠા મંત્રાલય અલગ થતાં તેને બાંધકામ અને મકાન મંત્રાલય નામ આપવામાં આવ્યું હતું. જો કે 1985માં શહેરોના પ્રશ્નોનું મહત્વ ધ્યાને આવ્યું અને બાદમાં ફરી નામ બદલતા શહેરી વિકાસ મંત્રાલય રાખવામાં આવ્યું. 8 માર્ચ 1995માં શહેરી રોજગાર અને ગરીબી શમન સ્વતંત્ર વિભાગની રચના કરવાની સાથે આ મંત્રાલય માં આવી અને તેથી શહેરી વ્યવસાય અને રોજગાર તરીકે ઓળખાવવા લાગ્યું.


આ મંત્રાલય પાસે શહેરી વિકાસ અને શહેરી રોજગાર અને ગરીબી નિવારણ વિભાગ થયા. આ બન્ને વિભાગ 9મી એપ્રીલ 1999માં ફરી એક વિભાગમાં વિલિન થયા અને નામ રખાયું શહેરી વિકાસ મંત્રાલય. જો કે 16મી ઓક્ટોબર 1999ના દિવસથી આ મંત્રાલયને શહેરી વિકાસ મંત્રાલય અને શહેરી રોજગાર અને ગરીબી નિવારણ મંત્રાલય એમ બે વિભાગમાં વિભાજીત કરાયુ.

જો કે 27મી મે 200ના રોજ ફરી આ બન્ને મંત્રાલયને એક કરવામાં આવ્યા અને તેને શહેરી વિકાસ અને ગરીબી નિવારણ મંત્રાલય બનાવવામાં આવ્યું જેમાં બે વિભાગ બનાવવામાં આવ્યા 1) શહેરી વિકાસ વિભાગ 2) શહેરી રોજગાર અને ગરીબી નિવારણ વિભાગ. જો કે 2004માં 27મી મેના રોજ ફરી આ જ મંત્રાલય વિભાજીત થયુ અને શહેરી વિકાસ મંત્રાલય અને શહેરી રોજગાર અને ગરીબી નિવારણ મંત્રાલય બન્યું. (હાલ આ મંત્રાલય શહેરી મકાન અને ગરીબી નિવારણ મંત્રાયલ તરીકે જાણીતુ છે)
3.15094339623
સંજયધીરજલાલ રાજપરા May 19, 2020 11:42 PM

ગરીબ સહાય યોજના માટે કાંઈ લાભ મળેવા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે

Gohil Pradipsinh Apr 02, 2019 03:00 PM

સાહેબ મને એ જણાવ છો કે ગરીબ સહાય યોજના માટે કોઈ લાભ
મેળવવા માટે કેવા પ્રકાર ના પગલાં લેવામાં આવે છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top