ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના - નરેગા
નરેગા વિશે
- રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાનુન 25 ઓગષ્ટ 2005ને પારિત થઇ. આ કાનુન દરેક વિત્તીય વર્ષમાં ઇચ્છુક ગ્રામીણ પરિવારને કોઇ પણ અકુશળ વયસ્કને અકુશળ સાર્વજનિક કાર્ય વૈધાનિક ન્યુનતમ ભથ્થા માટે 100 દિવસની રોજગાર કાનુની ગેરેન્ટી દેવામાં આવે છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય રાજય સરકારોની સાથે મળીને આ યોજનાને ક્રિયાન્વિત કર રહી છે.
- આ કાનુન પ્રાથમિક રુપમાં ગરીબી રેખા નીચે રહેતા અર્ધ કે અકુશળ ગ્રામીણ લોકોને શક્તિને વધારવાના ઉદ્દેશ્યની સાથે શરૂ કરવામાં આવ્યો. આ દેશમાં અમીર અને ગરીબ વચ્ચેના દુરીને કમ કરવાનો પ્રયાસ હતો. મોટાભાગે કહીએ તો કામ કરવા વાળા લોકોમાં એક તૃતયાંશ સંખ્યા મહિલાઓની હોવી જોઇએ.
- ગ્રામીણ પરિવારોને વયસ્ક સદસ્ય પોતાના નામ, આયુ અને સરનામાની સાથે ફોટો ગ્રામ પંચાયતની પાસ જમા કરાવે છે. ગ્રામ પંચાયત પરિવારોની તપાસ કરીને બાદમાં એક જોબ કાર્ડ જાહેર કરે છે. જોબ કાર્ડ પર પંજીકૃત વયસ્ક સદસ્યની પુરી જાણકારી એની ફોટોની સાથે હોય છે. પંજીકૃત વ્યકિત કામ માટે લેખિતમાં આવેદન પંચાયત કે કાર્યક્રમ અધિકારી પાસે જમા કરાવી શકે છે. (ઓછામાં ઓછી 14 દિવસ સુધી સતત કામ માટે)
- પંચાયત કાર્યક્રમ અધિકારી વૈધ આવેદનને સ્વીકાર કરીને અને આવેદનની પાવતી તારીખ સમેત જાહેર કરે છે. કામ ઉપલબ્ધ કરવાના સંબંધી પત્ર આવેદકને મોકલવામાં આવે છે. અને પંચાયત કાર્યાલયમાં પ્રદર્શીત હશે. ઇચ્છુક વ્યકિત રોજગાર પાંચ કિલોમીટરના વિસ્તારમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને જો આ પાંચ કિલોમીટર બહાર હશે તો એને બદલામાં અતિરિક્ત ભથ્થા દેવામાં આવશે.
ક્રિયાન્વયનની સ્થિતિ
- વિત્તીય વર્ષ 2006-07માં 200 જિલ્લાના અને 2007-08 દરમિયાન 130 જિલ્લામાં યોજનાની શરૂઆત કરાઇ.
- એપ્રીલ 2008માં નરેગાના 34 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની બધી 614 જિલ્લા, 6096 બ્લોકો અને 2.68 લાખ ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામા આવ્યુ.
નરેગા માટે ટોલ ફ્રી સહાયતા સેવા
- નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે નરેગા અંતર્ગત આવનારા પરિવારો અને અન્ય એક રાષ્ટ્રીય હેલ્પલાઇન સેવા શરૂ કરી છે જેમાં લોકો કાનુન હેઠળ પોતાના અધિકારીને સંરક્ષણ અને કાનુનના સમુચિત ક્રિયાન્વયન કે યોજના સંબંધી મદદ લઇ શકે.
- ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે : ૧૮૦૦૧૧૦૭૦૭
- ઇ – શક્તિ કોલ સેન્ટર બિહાર -18003452244 આ કોલસેન્ટર માહિતી અને રજીસ્ટ્રર ફરિયાદો વિશેની જાણકારી આપશે. આ 15 બ્લોકમાં શરૂ કરાઇ છે અને 6 જિલ્લા અને નજીકના ભવિષ્યમાં સમગ્ર રાજયને આવરી લેવામાં આવશે.
ઓનલાઇન જન ફરિયાદ નિપટારા પ્રણાલી
આશાનુ એક કિરણ આજના આર્થિક ભીંસમાં
છત્તીસગઢ રાજયમાં માડવી, મડકા બાંધકામ ક્ષેત્રે વૈશ્ર્વિક સ્તરે નામના આપી છે. માડકાએ ખેડુત અને રોજ મજુર છે. nrega-new તે તેના પરિવારને જંગલ અને ખેતીવાડી વસ્તુમાંથી તેમનુ ભરપોષણ ગામડાથી દુર રહીને કરે છે. આ ચિંગવારમ ગામમાં પરંતુ તેની આવક વર્ષમાં ચાર મહિના જ હતી. બાકીના સમયમાં માડકા શહેરમાં જઇને બાંધકામ મજુરની આવક મેળવવા ગયો. છેલ્લા વર્ષમાં માડકાને સારૂ કામ નજીકના શહેરમાં ન મળ્યુ. તેને તેના ભાગ્યના બદલાવનો ખ્યાલ ન રહ્યો જો કે તે એકલો ન હતો.
પરંતુ માડકા અને તેનો પરિવાર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી ધારા પ્રમાણે સુરક્ષીત રીતે નવો રસ્તો મળ્યો. જે ભારત સરકારના જોબ ગેરેન્ટી એકટ પ્રમાણે પ્રખ્યાત છે.
યુનાઇટેડ નેશન્સના વિકાસ કાર્યક્રમ દ્વારા લોકોની જાગરુકતા આ કાર્યક્રમ હેઠળ ગામડામાં વધતી જાય છે, માકડાએ એનઆરઇજીએ હેઠળ યોગ્ય કામ મેળવવાનુ શિખ્યુ અને તેમણે જોબ ગેરેન્ટી કાર્યક્રમ હેઠળ કામ શોધ્યુ. બેઠકમાં તેણે કહ્યુ કે હું એનઆરઇજીએ પાસેથી રોજ ઉપજ સરકાર પાસેથી મારી જમીનને વિકસાવવા મેળવુ છે. તે રુપિયા 7,300 તેણે દર્શાવેલ પ્લાન સામે મેળવ્યા છે. માડકાએ એના પ્લોટમાં તળાવ ઉભુ કર્યુ છે. આજે એ તળાવ માત્ર ખેતરને જ નહી પરંતુ પાળીતા પ્રાણીઓને પણ ઉપોયગી તેમજ માછલીઓને પણ ઉપયોગમાં લઇ વધારાની આવક મેળવે છે. અને તેનો પરિવાર વિકાસ અને શાકભાજીના વહેચાણ આખુ વર્ષ કરી શકે છે.
માડકાએ વિચાર્યુ છે કે મારા ગામડાના બીજા રહેવાસીઓ પણ જે શહેરમાંથી ખાલી હાથે પાછા આવ્યા છે. તે મારામાંથી શીખે અને જોબ ગેરેન્ટી પ્રોગ્રામમાં ભાગ લઇ આજના મુશ્કેલ ભર્યા સમયમાં કામ મેળવે.
સ્ત્રોત :United Nations Development Programme
નરેગા પર પ્રશ્ન જવાબ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.