હોમ પેજ / સમાજ કલ્યાણ / ગ્રામીણ વિકાસ / ગ્રામીણ રોજગાર / સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના (એસ.જી.એસ.વાય.) વિષે માહિતી

સ્વર્ણ જ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એટલે શું ?

યોજના હેઠળ ચાવીરૂપ પ્રવૃત્તિની પસંદગી તાલુકા/જીલ્લા કક્ષાની સમિતિ દ્રારા લોકોની સહભાગીદારીથી કરવામાં આવે છે.તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રતિનિધિ, બેંક અને સરપંચ એમ ત્રણ સભ્યોની ટીમે નક્કી કરેલ ચાવીરૂપ પ્રવૃત્તિ હેઠળ ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોમાંથી યોજના હેઠળ આવરી લેવા માટેની યાદી તૈયાર કરશે, જે પૈકી પંચાયતના સરપંચ વ્યક્તિગત સ્વરોજગારીની પસંદગી ગ્રામ્ય સભામાં દર વર્ષે કરશે.
તાલુકા કક્ષાની એસ.જી.એસ.વાય. સમિતિ 5 થી 10 આર્થિક પ્રવૃત્તિઓની પસંદગી કરે છે.(કુદરતી સંપત્તિ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક તકોની ઉપલબ્ધતા ઉપર આધારીત) પંચાયતની સામાન્ય સભા આર્થિક પ્રવૃત્તિઓની પસંદગીની ભલામણ કરશે. જિલ્લા કક્ષાની એસ.જી.એસ.વાય. સમિતિ ભલામણ કરેલ પસંદગીની પ્રવૃત્તિઓ પૈકી ચાર થી પાંચ પ્રવૃત્તિઓને મંજુર કરશે અને ગવર્નિગ બોડીની બહાલી મેળવશે.

  1. દરેક આર્થિક પ્રવૃત્તિ માટે ગામોનું જૂથ પસંદ કરવાનું રહેશે. જૂથમાં ઓછામાં ઓછી 11 થી 20 વ્યક્તિ રહેશે.
  2. ઘટક દીઠ અને દરેક આર્થિક પ્રવૃત્તિ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.
  3. સ્વસહાય જૂથોને પ્રાધાન્ય આપવાનું રહેશે.
  4. બી.પી.એલ.યાદીમાંથી ગ્રામ સભામાંથી પસંદ થયેલ સ્વરોજગારીઓને વ્યક્તિગત અથવા જૂથ ધિરાણ પણ મળી શકે છે.

યોજના હેઠળ સહાયનું ધોરણ

વ્યક્તિગત ધિરાણ

અ.જા,અ.જ.જા, પ્રોજેક્ટ કોસ્ટની 50%પરંતુ વિકલાંગ રૂ।. 10,000/-ની મર્યાદામાં અન્ય પ્રોજેક્ટ કોસ્ટના 30% રૂ।. 7,500/- ની મર્યાદામાં

જૂથ ધિરાણ

અ.જા,અ.જ.જા, વિકલાંગ
પ્રોજેક્ટ કોસ્ટની 50%જૂથમાં વ્યક્તિદીઠ રૂ।. . 10,000/-ની મર્યાદામાં અથવા રૂ।. 1.25/- લાખની મર્યાદામાં, ત્રણમાંથી જે ઓછું હોય.સિંચાઇ કામ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50% (સહાયની રકમની કોઇ મર્યાદા નથી.) આંતર માળખાકીય કા્ર્યક્રમ હેઠળ વીમા માટે પ્રીમીયમ અને સરકારી સંસ્થાઓ જોખમ ફંડ અંગે થયેલ ખર્ચમાં સદર હેઠળ મેળવી શકશે. કૌશલ્ય આધારીત સુગ્રથીત પરીયોજનાઓ માટેનો ખર્ચ 50,000/- ને આધીન રહીને કરી શકાય. મેળાઓ અને પ્રદર્શનો યોજવામાં અને સ્વરોજગારીના તેમાં ભાગ લેવા થયેલ ખર્ચ સુવિધા માત્ર માળખાકીય સુવિધા હેઠળ મેળવી શકશે. લઘુ ધિરાણ : જૂથ ભંડોળમાં બેન્ક દ્રારા રોકડ સહાયની મર્યાદામાં રીવો ફંડ (ફરતું ભંડોળ) ઘટક બનશે અને બેન્કના જોડાણોના કાર્યક્રમ હેઠળ કેશ ક્રેડીટ મેળવી શકશે.બેંક દ્રારા 15,000/- ની કેશ ક્રેડીટ મળે છે. સ્વસહાય જુથ 11 થી 20 વ્યક્તિઓનું બનેલું હોવું જોઇએ અને વિકલાંગ વ્યક્તિઓની બાબતમાં સંખ્યા 5 થી 20 ની હોઇ શકે.

નબળા વર્ગો માટેની સુવિધા સ્વરોજગારી

અ.જા./અ.જ.જા.ના 50%
મહિલાઓ માટે 40%
અપંગ માટે 3% ધ્યાનમાં લેવામાં આવે છે.

યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો ?

ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે.

યોજનાનુ અમલીકરણ કોણ કરે છે ?

યોજનાનુ અમલીકરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયત કરે છે તેમજ બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ આ યોજનાના અમલીકરણમાં સહયોગ આપશે.

હેતુ

સ્વનિર્ભર જુથ (એસએચજી) જુથની રચના કરવી. ઓછામાં ઓછા 11, અને વધુમાં વધુ 20 સભ્યોનું જુથ રચી ગરીબી રેખાહેઠળના કુટુંબોને આર્થિક સ્વરોજગારી પુરી પાડવી તેના દ્રારા ક્રમશઃ ગરીબી રેખાથી ઉપર લાવવા.

જરૂરીયાત અને સહાયના ધોરણો

આર્થિક પ્રવૃત્તિ સ્વરોજગારી, ધંધો કરવા માટે ખેતીવાડી તથા ડેરી ઉધોગ , પશુપાલન ઉધોગ , સિંચાઇ તેમજ વિવિધ આર્થિક સ્વરોજગારી માટે અતિગરીબ કુટુંબોના વ્યક્તિ/જૂથો (એસએચજી)ને રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર દ્રારા સહાય-લોન પુરી પાડવી.

  1. જનરલ કેટેગરીના બીપીએલ પ્રોજેક્ટ કોસ્ટના 30 ટકા પરંતુ રૂ।.7,500/- મર્યાદા સબસીડી માટે.
  2. મહત્તમ સબસીડી અનુ.જાતિ/અનુ.જનજાતિ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સુધી પરંતુ સબસીડી મહત્તમ રૂ।. 10,000/-ની મર્યાદા.
  3. સ્વસહાય જુથના કિસ્સામાં પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સભ્ય દીઠ રૂ।.10,000/-અથવા રૂ।. 1.25 લાખ ત્રણમાંથી ઓછી હોય તે મુજબ સબસીડી.
  4. સિંચાઈના પ્રોજેક્ટમાં સબસીડીની મર્યાદા કાંઈ જ નહીં.

લાયકાત

અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ કે જનરલ કેટેગરીના ગરીબી રેખા હેઠળના કુટુંબોની વ્યક્તિ અને સ્વસહાય જૂથના સભ્યો.

સમય મર્યાદા

યોજના વાર્ષિક ધોરણે જે તે નાણાંકીય વર્ષમાં અમલમાં રહે છે. ફક્ત બેંકો દ્રારા વ્યક્તિ/જુથોની લોન કેશની અરજી પડતર રહેતો પછીના નાણાંકીય વર્ષમાં મંજૂરી માટે પ્રક્રિયા કરી શકાય.

સ્ત્રોત: નિર્મળ ગુજરાત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી

2.98333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top