অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાંસદ આદર્શ ગ્રામ યોજના માર્ગદર્શિકા

સાંસદ આદર્શ ગ્રામ યોજના માર્ગદર્શિકા

સંદેશો

સ્વાતંત્ર્ય દિવસે, સંસદના મારા સાથીઓ વતી મેં આરોગ્ય, સ્વચ્છતા, હરિયાળી અને સમાજની અંદર સુ સંવાદિતાના હાર્દ તરીકે આદર્શ ગ્રામનું સ્વપ્ન રજૂ કર્યું હતું અને સંસદના મારા સાથીઓ વતી તે માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી. આ અંગેની માર્ગદર્શિકા તે સિદ્ધાંતો પર આધારિત છે. માર્ગદર્શિકામાં દરેક સંસદ સભ્ય માટે તેમના મતદારમંડળના એક ગામને ૨૦૧૬ સુધીમાં આદર્શ ગામ બનાવવાનો અને ૨૦૧૯ સુધીમાં વધુ બે ગામને આદર્શ ગામ બનાવવા સાંસદ આદર્શ ગ્રામ યોજનાની રૂપરેખામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

મહાત્મા ગાંધીની વિચારસરણીએ મને અનહદ પ્રેરણા આપી છે. તેમનામાં દીર્ધ દ્રષ્ટિ હતી કે ગામડાંમાં પ્રકાશ લાવવા ફકત વીજળીના થાંભલાની જરૂર નથી, પણ મૂલ્યો સામુદાયિક ભાવના અને સારા શિક્ષણને પ્રોત્સાહન આપવાથી સાચો પ્રકાશ મળશે. હું પણ માનું છું કે રાષ્ટ્રીય ગૌરવ દેશભક્તિ, એકતા અને આત્મવિશ્વાસનું મહત્વ માળખાકીય સુવિધાઓ વિકસાવવા જેટલું જ છે બીજા શબ્દોમાં, મૂલ્યમાં ફેરફાર કરીને મૂલ્યની શૃંખલા વિકસાવોમ્ લ્યની શૃંખલા વ્યવસ્થાપનનો શબ્દ પ્રોગ છે અને તે વેપાર માટે જરૂરી દરેક સોપાનનું મહત્તમ મૂલ્ય અને કાર્યક્ષમતા પ્રાપ્ત થાય તેમ દર્શાવે છે

અન્ય યોજનાઓની જેમ સાંસદ આદર્શ ગ્રામ યોજનાના લાભાર્થીઓને પ્રાપ્તકર્તા તરીકે અને સરકારને કર્તા તરીકે જોતી નથી. યોજનાનો હેતુ ગ્રામજનોને તેઓની પસંદગી નક્કી કરવા સશક્ત બનાવવાનો છે અને તેઓની પસંદગીઓના અમલ માટે તક પૂરી પાડવાનો છે મને વિશ્વાસ છે કે આ યોજના દિશા બતાવશે અને આપણા નિખાલસ ગ્રામજનો સખત પરિશ્રમ કરીને ઉદ્યોગસાહસિકતાનું કૌશલ અજમાવીને તેમનો પોતાનો માર્ગ કંડારશે.

હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મારા રાજ્યના પું સરી ગામના વિકાસને સહાય કરવાની મને તક મળી હતી. પુંસરી દેશના નં.-૧ ગામ તરીકે વારંવાર ઉલ્લેખ થાય છે. મને જણાવતાં આનંદ થાય છે કે તેલંગણમાં ગંગાદેવીપલ્લી અને મહારાષ્ટ્રમાં હિવરે બજાર ગામ ઉત્તમ કામ કરી રહ્યાં છે મને આશા છે કે ગ્રામ વિકાસની યોજનાઓના અમલકર્તાઓ આ ગામની મુલાકાત લઈ અવલોકન કરશે અને તેમાંથી શીખશે. મને ખાતરી છે કે હવે પછી થોડાંક વર્ષોમાં આપણી પાસે આદર્શગામોની સંખ્યાબંધ નવીન શોધો અને આદર્શ સફળતાની વાતો ઉપલબ્ધ થશે.

અમે સામુદાયિક ભાગીદારી એટલે કે જન ભાગીદારીના મુદ્દા પર વિશેષ ભાર મૂકયો છે આ યોજનાના લોગોની પસંદગી માટે ઓન લાઈન સ્પર્ધા કરીને યોજનાની મંગળ શરૂઆત કરી હતી. યોજનાના ભાગ તરીકે ગ્રામજનો તેમની પોતાની વિકાસ યોજનાઓ, પ્રવૃત્તિઓ તૈયાર કરશે અને તે સિધ્ધ કરવા માટે લક્ષ્યાંક નક્કી કરશે.

મને ખૂબ આનંદ છે કે બાળકના શિક્ષણને સહાયરૂપ કામગીરીઓ ઉદાહરણ તરીકે સ્માર્ટ શાળાઓ ઈ-ગ્રંથાલય, હરિયાળી શાળાઓ તૈયાર કરવાની પહેલ આ યોજના હેઠળ કરવા માંગીએ છીએ. આપણી યુવાન પેઢીમાં મહિલાઓ શહીદો અને વડીલો પ્રત્યે સમાન, સારું સ્વાસ્થય પર્યાવરણ,સારા વાંચનની ટેવ વગેરે જેવાં મૂલ્યો સ્થાપિત થાય અને તે મૂલ્યોનું દ્રઢિકરણથાય એ મહત્વનું છે મને શ્રધ્ધા છે કે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા ગ્રામીણ ભારતનું સ્વપ્નન મૂર્તિમંત કરશે. માર્ગદર્શિકાનું વિમોચન કરતાં હું ખુશીની લાગણી અનુભવું છું  ૧૧મી ઓકટોબર, ૨૦૧૪ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી

લોકનાયક જયપ્રકાશ નારાયણજીના જન્મ દિવસ ૧૧મી ઓકટોબરે અમે ગાંધીજીનાં પગલાંને અનુસરી સાંસદ આદર્શ ગ્રામ યોજના દ્વારા ગ્રામ સ્વરાજની વિભાવના સાકાર કરવા માંગીએ છીએ શ્રી અટલબિહારી વાજપાયીજીના દ્રષ્ટિવત માર્ગદર્શન હેઠળ એન.ડી.એ.ના કાર્યકાળ દરમ્યાન માર્ગો બાંધીને અને તેને શહેરનાં ધોરણોની સુવિધાઓ પૂરી પાડીને ભારતના ગામડાઓને આંગણે આર્થિક તકો ઊભી કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વિભાવના સાથે ગાઢ રીતે સંકળાયો હતો. તે યોજનાને લીધે ગ્રામીણ વિસ્તારોમાં વધારે સારા માર્ગો બન્યા છે અને ઉપયોગી માર્ગ જોડાણો ઉપલબ્ધ થયા છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મજબૂત નેતાગીરી હેઠળ આ યોજનાની કામગીરી સ્વીકારીને અમે સાંસદ આદર્શ ગ્રામ યોજના મારફતે આપણાં ગામડાંના બારણે વિકાસ લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરીએ છીએ.

સાંસદ આદર્શ ગ્રામ યોજના, લોકોને પોતાનું ભાવિ ઘડવાની પસંદગીની સ્વતંત્રતા આપવા અને ભૌતિક સુવિધાઓ આપીને ગ્રામીણ ભારતના આત્માને ધબકતો રાખશે. આ યોજના અદ્વિતીય છે અને વિકાસ પ્રત્યે તેનો સમગ્રતયા અભિગમ હોવાથી તે ગ્રામજનોનું જીવનધોરણ ઉચુ લાવવા સક્ષમ છે કૃષિ અને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ, આજીવિકા વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં ગામનો સંકલિત વિકાસ કરવા માટેના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભૌતિક માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત લોકોનું જીવનધોરણ સુધારવાની સામાજિક મૂડી સમૃદ્ધ બનાવવાની અને સમૂહ ભાવનાની બાબતો સામેલ કરવામાં આવી છે. યોજનાના વિવિધ પાસાઓ લાંબા ગાળાના હકારત્મક ફેરફારો લાવશે અને આ ફેરફારો ટકાઉ નીવડશે.

મજબૂત અને પારદર્શક ગ્રામ પંચાયતો અને સક્રિય ગ્રામસભા તથા સુશાસન મારફત સ્થાનિક લોકશાહી સંગીન બનાવવી તે આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ છે. મને શ્રધ્ધા છે કે યોજનાના ઉદ્દેશ પરિપૂર્ણ કરવા અસંખ્ય નવતર પધ્ધતિઓનો ઉદ્દભવ થશે. દાખલા તરીકે, ગુજરાતના પુંસરી ગામે ગ્રામ પંચાયતના પદાધિકારીઓની હાજરી માટે બાયોમેટ્રીક સાધન મૂકવામાં આવેલ છે તેનાથી કામ કરવામાં જવાબદારી અને વિવિધ કામો પૂરા કરવા કાર્યક્ષમતા આવી છે તે જ રીતે મહારાષ્ટ્રમાં હિવરે બજાર ગામને અનાવૃષ્ટિ અને પાણીની અછતથી મુક્ત કરવા વનોના રક્ષણ માટે ઘનિષ્ઠ જળ સંરક્ષણની કામગીરી માટે સહભાગી વન વ્યવસ્થા સમિતિ રચી છે.

સંસદ સભ્યો તેઓના મતવિસ્તારમાં આ પહેલનું નેતૃત્વ લેશે અને આ અંગેના પ્રયાસો માટે માર્ગદર્શન આપશે. તેઓ ગ્રામ સમુદાયને ફક્ત વિકાસના કામો માટે જ નહીં પરંતુ યોજનના ચોક્કસ મૂલ્યો માટે પ્રોત્સાહિત કરશે સંસદ સભ્યો આદર્શ ગામોનો વિકાસ એવી રીતે કરશે કે તે ગામો આસપાસના ગામો માટે શીખવા અને તેની પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે નિદર્શન ગામો બની રહેશે. આ યોજના માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે આયોજિત સંકલન અને સમન્વય (કન્વર્ઝન)ની જરૂર પડશે.

મારે એ દર્શાવવું જોઈએ કે આ માર્ગદર્શિકા સંસદ રાજ્ય સરકારો તથા ભારત સરકારમાંના મારા મિત્રો અને અન્ય હિતાધિકારીઓની સાથે થયેલ અનેક ચર્ચાઓનું પરિણામ છે

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સંસદ સભ્યોના અસરકારક નેતૃત્વ દ્વારા અને સામુદાયિક ભાગીદારીથી ચારિત્ર્ય નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ તથા માનવીય વિકાસ માટેની ભૌતિક સુવિધાઓનો સમાવેશ કરતું વિસ્તુ ત ગામ આયોજન તૈયાર કરી તેનું અમલીકરણ કરી યોજનાની સફળતા મેળવી શકાશે.

 

નીતિન ગડકરી (કેન્દ્રિય મંત્રી  ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ, પીવાનું પાણી અને સ્વચ્છતા, માર્ગ પરિવહન ધોરીમાર્ગ અને જળપરિવહન તા. ૧૧ મી ઓકટોબર, ૨૦૧૪)

ΑΑΒΥ આમ આદમી બીમા યોજના છે :રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ

ΑΤΜΑ કૃષિ પ્રોદ્યોગિકી વ્યવસ્થા એજન્સી-રાષ્ટ્રીય સંસ્થા

BNV ભારત નિર્માણ સ્વયંસેવક NLM રાષ્ટ્રીય અક્ષરજ્ઞાન મિશન

BPL ગરીબી રેખા નીચે NRDWP :પીવાના પાણીનો રાષ્ટ્રીય ગ્રામીણ કાર્યક્રમ

BRGF પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ NRLM રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

CΑΜΡΑ વળતરરૂપ વનનિર્માણ ફંડ વ્યવસ્થા અને PDS જાહેર વિતરણ પધ્ધતિ આયોજન સત્તામંડળ FMGSY :પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

CSC સહિયારુ સેવા કેન્દ્ર FMIDY :પ્રધાનમંત્રી જન-ધન યોજના

CSR કોર્પોરેટર સામાજિક જવાબદારી ΡΤΑ માતા/પિતા શિક્ષક એસોસીએશન

FRA અનુસૂચિત આદિજાતિ અને PWD અશકતતા ધરાવતી વ્યક્તિઓ અન્ય પરંપરાગત વનવાસી RGGV) :રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (વન હકની માન્યતા) અધિનિયમ RGFSA :રાજીવ ગાંધી પંચાયત સશક્તીકરણ

અભિયાન

GIS ભૌગોલિક માહિતી પધ્ધતિ RKVY રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના

GP ગ્રામ પંચાયત RMSA રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

ΙΑΥ ઈંદિરા આવાસ યોજના RSBY રાષ્ટ્રીય સ્વાસ્થય બીમા યોજના

ICDS એકત્રિત બાળ વિકાસ સેવા યોજના RSETI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા

IIT ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા SAGY સાંસદ આદર્શ ગ્રામ યોજના

IMR બાળ મરણનો દર SAU સામાજિક ઓડિટ એકમ

IWMP એકત્રિત જળસ્ત્રાવ વ્યવસ્થા કાર્યક્રમ SHG સ્વસહાય જૂથ

MGNREGA :મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ S[RD રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થા

MGNREGS :રોજગાર ગેરંટી અધિનિયમ / યોજના SRI ચોખા સઘનતા પધ્ધતિ

MKSP મહિલા કિસાન સશક્તીકરણ પરિયોજના SSA સર્વ શિક્ષા અભિયાન

ΜΜR પ્રસૂતિ મૃત્યુ દ UIDAI ભારતની અદ્વિતીય ઓળખ સંસ્થા

MNRE નવી અને પુનઃપ્રાપ્ય તેવી ઉર્જાનું મંત્રાલય :VDF ગામ વિકાસ યોજના

ΜΡ સંસદ સભ્ય

MPLADS :સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના

MSME લધુ નાના અને મધ્યમ સાહસ

NABARD :રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક

NDDB :રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ

NFSA :રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા અધિનિયમ

ΝΗΜ : રાષ્ટ્રીય આરોગ્ય મિશન

મહાત્માગાંધીની દ્રષ્ટિ એ આદર્શ ગામ

મહાત્માગાંધીની ગ્રામીણ વિકાસની વિભાવનામાં આદર્શ ગામોનું નિર્માણ કેન્દ્ર સ્થાને છે. જેના થકી "સ્વરાજ" ને "સુ રાજ માં પરવર્તિત કરી શકાય આસપાસ ફર્યા કરે છે.

આદર્શ ગામ તેમની દ્રષ્ટિએ તેમના પોતાના શબ્દોમાં

આદર્શ ભારતીય ગામનું નિર્માણ એવી રીતે કરવામાં આવશે જેમાં ગામની પાંચ માઈલની ત્રિજયાની અંદર મળતી સામગ્રીમાંથી બનાવેલી, પૂરતી હવા ઉજાસવાળી કુટિર હોય. ગામડાની ગલી અને શેરીઓમાં તમામ નિવાંય કચરો નહિ હોય. તેમાં જરૂરિયાત મુજબ કૂવા રહેશે તેનો બધા ઉપયોગ કરી શકશે. તેમાં બધા માટે પૂજાગૃહ હશે મળવાનું સમાન સ્થળ, ગામનું સહિયારું પશુ ચરાવવાનું સ્થળ, સહકારી ડેરી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રહેશે. તેમાં મુખ્યત્વે ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવશે, તકરારોનો નિવેડો લાવવા પંચાયત રહેશે. તેઓ તેમના અનાજ, વનસ્પતિ અને ફળ ઉગાડશે. તેની પોતાની ખાદી હશે. આ સામાન્ય રીતે આદર્શ ગામ અંગે મારા વિચાર છે. (હરિજન ૯-૧-૧૯૩૭, ગ્રંથ-૬૪, પાનું ૨૧૭-૧૮)

 

તે ગામને સુધારેલું ગામ ગણવામાં આવશે જેમાં શકય તેટલા વધુ ગ્રામોદ્યોગ સમૃદ્ધ હોય,

તેમાં કોઈ નિરક્ષર નહિ હોય, રસ્તાઓ સ્વચ્છહોય, ત્યાં જાજરૂ નિશ્ચિત સ્થળે હોય. કૂવા સ્વચ્છ

હોય, જુદી જુદી કોમ વચ્ચે સુસંવાદિતા હોય,અસ્પૃશ્યતા સમૂળગીનહિ હોય. દરેકને ગાયનું

દૂધ, ઘી વગેરે માફકસર જથ્થામાં મળતા હોય,બધાને કામ મળતું હોય, તકરાર અને ચોરી ન

હોય. (મુન્નાલાલ શાહને પત્ર ૧-૪-૧૯૯૧, ગ્રંથ ૭૩, પાનું ૪૨૧)

 

દરેક દેશપ્રેમીનું કામ ભારતનાં ગામની પુનર્રચના કેવી રીતે કરવી તે છે જેથી કોઈને પણ તેમાં રહેવાનું શહેરો જેવું સરળ બને (હરિજન ૭-૩-૧૯૩૮)

 

“ગ્રામ સ્વરાજ અંગે મારો વિચાર એ છે કે તે સંપૂર્ણપણે પ્રજાસત્તાક હોય, તેની પોતાની મુખ્ય જરૂરિયાતો માટે પડોશીઓથી સ્વતંત્ર હોય, જેમાં અવલંબન જરૂરી હોય તેવી ઘણી બાબતોમાં પરસ્પર અવલંબન દરેક ગ્રામજનની પ્રથમ ચિંતા તેમના ખોરાક માટે અનાજ અને કપડાં માટે કપાસ ઉગાડવાની છે. ગામના પશુઓ માટે ચારિયાણની જમીન, ગ્રામજનો માટે મનોરંજન અને રમતના મેદાન માટે અનામત જગ્યા હોવી જોઈએ. ત્યાર પછી જો વધારે જમીન હોય તો રોકડીયા પાક ઉગાડશે પરંતુ ગાંજા, તમાકુ, અફીણ વિગેરે સિવાયના પાકનું વાવેતર કરશે. ગામમાં ગામ થિયેટર, શાળા અને જાહેર હોલ હશે. સ્વચ્છ પાણી આપી શકાય તે માટે પોતાનું વારિગૃહ હશે. આ કામગીરી માટે કૂવા અને તળાવોનો ઉપયોગ થઈ શકે. આખરી મૂળભૂત અભ્યાસક્રમ સુધી શિક્ષણ ફરજિયાત હશે. શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી ધોરણે કરવામાં આવશે. જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા જે આજે જોવા મળે છે, તે જોવા ન મળે. (હરિજન, ૨૬-૭-૧૯૪૨, ગ્રંથ-૭૬, પાનું ૩૦૮-૩૦૯)

લક્ષ્ય

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું લક્ષ્ય મહાત્માગાંધીની આદર્શ ગામ માટેની સર્વગ્રાહી અને દીર્ધ દ્રષ્ટિને પરિણામલક્ષી બનાવવાની છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું મૂલ્ય

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું ધ્યેય માત્ર માળખાકીય વિકાસનો નહીં પણ ગામમાં અને ગામ લોકોમાં કેટલાંક મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે, જેથી તેઓ બીજા માટે નમૂનારૂપ બને યોજનાના મૂલ્યો નીચે મુજબછે.

1, લોકોની ભાગીદારી અપનાવવી. ગ્રામ જીવનને સ્પર્શતી તમામ બાબતો અને વિશેષ કરીને શાસનને લગતા નિર્ણય લેવામાં તમામ ઘટકોને સામેલ કરવા.

2. અંત્યોદયને અનુસરીને ગામની તદ્દન ગરીબ અને તદ્દન નબળી વ્યક્તિને સુખાકારી માટે સક્ષમ બનાવવા.

3. જાતિ સમાનતા અને મહિલાઓ માટે સમાન નિશ્ચિત કરવું.

4. સામાજિક ન્યાયની બાંહેધરી આપવી.

5. શ્રમનો આદર, સામુહિક સેવાની ભાવના અને સ્વૈચ્છિક કામ કરવાની ભાવના જેવા ગુણો પ્રસ્થાપિત કરવાં.

6. સ્વચ્છતાના સંસ્કારને ઉત્તેજન આપવું

7. કુદરતના સાંનિધ્યમાં રહેવું વિકાસ અને ઇકોલોજી વચ્ચે સમતુલા જાળવવી

8. સ્થાનિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું

9. પરસ્પર સહાય, સ્વ-સહાય અને આત્મનિર્ભરતા મનમાં ઠસાવવા. 10. ગ્રામસમુ દાયમાં શાંતિ અને સંવાદિતા જાળવવી. 11. જાહેર જીવનમાં પારદર્શકતા, જવાબદારી અને પ્રામાણિકતા લાવવાં. 12. સ્થાનિક સ્વશાસનને કેળવવું. 13. ભારતનાં સંવિધાનમાં મૂળભૂત હક અનેમૂળભૂત ફરજોમાં જણાવેલાં મૂલ્યોને વળગી રહેવું

ઉદ્દેશ

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મુખ્ય હેતુ ઓ નીચે મુજબછે.

પસંદ કરેલી ગ્રામ પંચાયતોના સમગ્ર વિકાસ માટેની પ્રક્રિયાઓ હાથ ધરવી. 2. ગામના વિવિધ સમુદાયોનું જીવન-ધોરણ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા નીચે જણાવ્યા મુજબની કામગીરીઓ કરવામાં આવશે

(ક) પાયાની સુવિધાઓ સુધારીને

(ખ) ઊંચી ઉત્પાદકતા લાવીને,

(ગ) માનવ વિકાસ વધારીને, (ઘ) આજીવિકા માટે વધુ સારી તક પૂરી પાડીને (ચ) અસમાનતા ઘટાડીને

(છ) હક અને હક્કદારી ઉપલબ્ધ કરાવીને (જ) સામાજિક ગતિશીલતાનો (સોશીયલ મોબીલાઈઝેશન) વ્યાપ વધારીને (ઝ) સામાજિક મૂડી સમૃદ્ધ બનાવીને

સ્થાનિક વિકાસ અને સ્થાનિક શાસનના ઉત્તમ મોડલ તૈયાર કરવા જેથી આસપાસની ગ્રામ પંચાયતોને તે મુજબ કામગીરી કરવા પ્રેરણા મળે.

બીજી ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે પસંદ કરેલા ગામો શાળા તરીકેની ભૂમિકા પૂરી પાડે તે રીતે ગામોનું જતન કરવું

સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો હેતુ ગામો અને તેના લોકોમાં ચોક્કસ મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો છે જેથી તેઓ બીજા ગામો માટે મોર્ડલ બને

ભૂતકાળમાંથી બોધ

કેટલીક ગ્રામ પંચાયતોએ મુખ્યત્વે પ્રોત્સાહક નેતૃત્વ અને સામૂહિક પગલાને કારણે સંકલિત સ્થાનિક વિકાસમાં અપવાદરૂપ સિદ્ધિ દર્શાવી છે. આવી ઉત્તમ પ્રથાઓમાંથી શીખતી વખતે તે ધ્યાને રાખવું જોઈએ કે આ અંગે ઘણા પડકારો છે જે આપણને ભૂતકાળના અનુભવમાંથી જાણવા મળ્યા છે. સામાન્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે

 1. લાંબા સમયના વિકાસની દૃષ્ટિ વિકસાવવાની અશક્તિ.
 2. વિકાસ માટે પૂરા પાડેલા સંસાધનો અને લોકોની ખરેખર જરૂરીયાત વચ્ચે અસમાનતા
 3. સમાજના બધા જ ઘટકોની ભાગીદારીનો અભાવ ખાસ કરીને નબળા વર્ગના લોકો અને વડીલો/ વૃધ્ધોની ભાગીદારીનો અભાવ
 4. સામાજિક પાસાઓ અને ટકાઉ પરીણામને અવગણીને માળખાકીય વિકાસ અને ખર્ચ પ્રત્યે ધ્યાન આપવું.
 5. સરકારી સહાય પર મુખ્યત્વે આધારિત રહેવું અનેસમુદાયના ફાળા અને સ્વસહાય પર ભાર ના મૂકવો;
 6. જુદી જુદી યોજનાઓના સમન્વય (કન્વર્ઝન) નો અભાવ.
 7. સ્થળ અને કુટુંબોને લાભોની ફાળવણી અંગે અનુચિત નિર્ણયોને કારણે સંઘ ભાવનાનો અભાવ
 8. રાજકીય પક્ષાપક્ષી – અવલોકન અને વાસ્તવિકતા.
 9. સમુદાયના જુદા જુદા ઘટકોના સામાજિક - સાંસ્કૃતિક મૂલ્યોની અવગણના ;

10. સત્તાનાં અનેક માળખાનું અસ્તિત્વ અને તેના સંકલન માટેની યોગ્ય પધ્ધતિનો અભાવ.

11. તાત્કાલિક લાભ અને પર્યાવરણીય બાબતોની અવજ્ઞા.

12. મદ્યપાન, દહેજ, જ્ઞાતિવાદ, કોમવાદ અને સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ જેવાં દૂષણો.

અભિગમ

સાંસદ આદર્શ ગ્રામ યોજના નીચેના હેતુઓ સિધ્ધ કરવા નીચે જણાવ્યા મુજબનો અભિગમ ધ્યાને લેવાનો રહેશે.

 1. નમૂનારૂપ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં પ્રેરક નેતૃ તૃત્વ ક્ષમતા, શક્તિ, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.
 2. સ્થાનિક વિકાસ માટે સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરી તેમાં ગતિશીલતા લાવવી
 3. લોકોની અપેક્ષાઓ અને સ્થાનિક સામથર્યને અનુરૂપ સર્વગ્રાહી વિકાસ સિધ્ધ કરવા સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી તથા સ્વચ્છિક પહેલનો સમન્વય કરવો.
 4. સ્વચ્છિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારીનું નિર્માણ કરવું ;
 5. પરિણામ અને ટકાઉપણા પર લક્ષ્ય કેન્દ્રિત કરવું.
 6. આદર્શ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં નેતૃત્વ ક્ષમતા, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.

આદર્શ ગામની પ્રવૃત્તિઓ

સાંસદ આદર્શ ગ્રામ યોજના નીચેના હેતુઓ સિધ્ધ કરવા નીચે જણાવ્યા મુજબનો અભિગમ ધ્યાને લેવાનો રહેશે.

 1. નમૂનારૂપ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં પ્રેરક નેતૃ તૃત્વ ક્ષમતા, શક્તિ, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.
 2. સ્થાનિક વિકાસ માટે સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરી તેમાં ગતિશીલતા લાવવી
 3. લોકોની અપેક્ષાઓ અને સ્થાનિક સામથર્યને અનુરૂપ સર્વગ્રાહી વિકાસ સિધ્ધ કરવા સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી તથા સ્વચ્છિક પહેલનો સમન્વય કરવો.
 4. સ્વચ્છિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારીનું નિર્માણ કરવું ;
 5. પરિણામ અને ટકાઉપણા પર લક્ષ્ય કેન્દ્રિત કરવું.
 6. આદર્શ ગ્રામ પંચાયતો વિકસાવવા માટે સંસદ સભ્યોનાં નેતૃત્વ ક્ષમતા, વચનબદ્ધતા અને શક્તિ સંગઠિત કરવા.

પાયાની સવિધાઓ અને સેવાઓ

 1. તમામ મકાન વિહોણા ગરીબ / કાચાં મકાનમાં રહેતા ગરીબો માટે પાકા મકાનો
 2. પાણી ખાસ કરીને દરેક ઘેર નળ મારફતે પ્રક્રિયા કરેલું સ્વચ્છ પાણી.
 3. આંતરિક બારમાસી રસ્તાઓ (બંધ નીક સહિત).
 4. મુખ્ય રસ્તાઓના નેટવર્ક સાથે બારમાસી રસ્તાઓનું જોડાણ
 5. તમામ ઘરોને વીજ જોડાણ અને શેરીની લાઈટો સહિત (સૌર ઊર્જા સહિતના બિન પરંપરાગત ઊર્જાના સોતોનો ઉપયોગ.
 6. આંગણવાડી, શાળાઓ, આરોગ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત કચેરી અને ગ્રંથાલયો જેવી જાહેર સંસ્થાઓ માટે પાકાં મકાનો.
 7. કોમ્યુનિટી હોલ,
 8. સ્વસહાય જૂથના ફેડરેશન માટે મકાનો, રમતના મેદાનો અને કબ્રસ્તાન / સ્મશાન સહિતની નાગરિક સુવિધાઓ
 9. જાહેર વિતરણ પદ્ધતિની દુકાનો / ગોડાઉનો.

10. નાની-બેન્ક / પોસ્ટ ઓફીસ/ એટીએમ.

11. બ્રોડબેન્ડ જોડાણ અને જન સેવા કેન્દ્રો.

12. ટેલીકોમ જોડાણ

13. જાહેર સ્થળોએ સીસીટીવી.

સામાજિક સુરક્ષા

 1. તમામ લાયક કુટુંબોને પેન્સન-વૃદ્ધ અશક્તતા અને વિધવા માટે પેન્શન.
 2. , આમ આદમી બીમા યોજના જેવી વીમા યોજનાઓ.
 3. આરોગ્ય વીમા - રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના.
 4. જાહેર વિતરણ પદ્ધતિ – તમામ લાયક કુટુંબોને સાર્વત્રિક ઉપલબ્ધી.

સુ શાસન

 1. મજબૂત અને જવાબદાર ગ્રામ પંચાયતો અને સક્રિય ગ્રામસભા મારફત સ્થાનિક લોકશાહી સુ દ્દઢ બનાવવી.
 2. ઈ-ગવર્નન્સ દ્વારા વધુ સારી સેવા પૂરી પાડવી
 3. બધાને માટે આધાર કાર્ડ.
 4. સરકારી અને પંચાયત સ્ટાફની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવી
 5. નાગરિક અધિકારપત્રની જેમ સમયબદ્ધ સેવાઓ પૂરી પાડવી
 6. ગ્રામસભા અગાઉ મહિલા ગ્રામસભા યોજવી.
 7. વર્ષમાં ઓછામાં ઓછી ચાર વાર ગ્રામસભા યોજવી.
 8. દર ત્રણ મહિને બાલસભા યોજવી.
 9. ગામના જાહેર કામોનાં અમલને લગતી બધી માહિતી દીવાલ પર લખીને, સ્થાનિક ભાષામાં નોટિસ બોર્ડમાં લખીને દર્શાવવી. જેમાં લાભાર્થીઓની યાદી, આઈટમ મુજબ બજેટ (ગ્રાંટ) અને ખર્ચનો અચૂક સમાવેશ કરવો

10.  ગ્રામ પંચાયત માહિતી સહાયક કેન્દ્ર તરીકે કામ કરશે.

11. લોકોએ રજુ કરેલી ફરિયાદનું સમયસરનિવારણ જેમકે

 • તમામ પ્રકારની ફરિયાદો ગ્રામ પંચાયત / સંબંધિત અધિકારીને રજૂ કરવી અને તેની તારીખવાળી પહોંચ આપવી.
 • ફરિયાદોનું નિવારણ લેખિત જવાબ સાથે ત્રણ અઠવાડિયામાં કરવું
 • ફરિયાદો અને તેના નિવારણને વાચા આપવા નિયમિત જાહેરમંચ સંસ્થાકીય ગોઠવણ કરવી અને તેનું સંકલન ગ્રામ પંચાયત મારફતે કરાવવું.
 1. ગ્રામસભાએ કામોના અમલનું અર્ધવાર્ષિક સામાજિક ઓડિટ કરાવવું. આ માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નીચે રચાયેલ સામાજિક ઓડિટ એકમોની સહાય લેવી.

વ્યૂહ

પસંદ કરેલ ગામને આદર્શ ગામમાં રૂપાંતર કરવા માટેનો વ્યૂહ નીચે છે :

 • ગામ સમુદાયને હકરાત્મક વલણ માટે સક્ષમ અને ગતિશીલ બનાવવા પ્રારંભિક પ્રવૃત્તિઓ કરવી.
 • લોકોની જરૂરિયાતો અને અગ્રતાઓ એકત્રિત રીતે નિયત કરવા માટે સહયોગી આયોજન કાવ્યાત
 • શક્ય હોય ત્યાં સુધી કેન્દ્રની યોજનાઓ, કેન્દ્રીય સેક્ટર અને કેન્દ્ર-પુરસ્કૃત યોજનાઓ તેમજ રાજ્યની અન્ય યોજનાઓમાંથી મળતા સંસાધનોનું શકય તેટલું સમન્વય
 • હાલની માળખાગત સુવિધાઓની શકય તેટલી મરામત અને નવીનીકરણની કામગીરી.
 • ગ્રામ પંચાયતો અને તેની અંદરની લોક સંસ્થાઓ મજબુત બનાવવી
 • પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવું.

વ્યૂહ રચનાના અમલ માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની યાદી એનેક્ષર-૧ માં યાદી આપી છે. તેનો જુદી જુદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય અને તેનાં પરિણામોની વિગતથી જાણકારી મેળવી શકાય. અમલીકરણની વિગતોમાં સ્થાનિક દ્રષ્ટિકોણ, જરૂરીયાત મુજબનું વિસ્તરણ અને નવતર વિચારોનો સમાવેશ કરવો.

કેન્દ્રીય યોજનાઓ અને કેન્દ્ર-પુરસ્કૃત યોજનાઓ અને રાજ્યની અન્ય યોજનાઓમાંથી મળનાર સંસાધનોનો શક્ય તેટલો સમન્વય

ગામ સમુદાયને હકારાત્મક વલણ માટે સક્ષમ અને ગતિશીલ બનાવવા પ્રારંભિક પ્રવૃત્તિઓ

 

આદર્શ ગામ માટે ગામની પસંદગીનું ધોરણ

ગ્રામ પંચાયત પાયાનું એકમ રહેશે. સપાટ વિસ્તારમાં વસ્તીનું ધોરણ ૩૦૦૦-૫૦૦૦ અને ડુંગરાળ, આદિજાતિ અને મુશ્કેલ વિસ્તારમાં તે ૧૦૦૦-૩૦૦૦ હશે. જે જિલ્લાઓમાં આ મુજબનું વસ્તી ધોરણ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત પસંદ કરી શકાશે. સંસદ સભ્ય તેમના પોતાના કે પતિ/ પત્નીના ગામ સિવાય આદર્શ ગામ તરીકે વિકસાવવા કોઈ પણ ગામને મુક્ત રીતે પસંદ કરી શકશે સંસદ સભ્ય એક ગ્રામ પંચાયત તાત્કાલિક પસંદ કરશે અને થોડા સમય બાદ બીજી બે ગ્રામ પંચાયતો પસંદ કરશે. લોકસભાના સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે, જયારે રાજ્ય સભાના સંસદ સભ્ય તેઓ જ્યાંથી ચુંટાયા હોય તે રાજ્યમાં તેઓ પસંદગીનાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરશે. નિયુક્ત સંસદ સભ્યો દેશના કોઈ પણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરી શકશે. શહેરી મત વિસ્તારના કિસ્સામાં (જ્યાં ગ્રામ પંચાયત હોતી નથી) સંસદ સભ્ય નજીકના ગ્રામ્ય મતવિસ્તારમાંથી ગ્રામ પંચાયત પસંદ કરશે. પ્રથમ તબક્કામાં માર્ચ- ૨૦૧૯ સુધીમાં ત્રણ આદર્શ ગ્રામ વિકસાવવાનો લક્ષ્ય છે તે પૈકી ૨૦૧૬ સુધીમાં એક ગામનો વિકાસ થશે. ત્યારબાદ ૨૦૨૪ સુધીમાં દર વર્ષે એક એમ પાંચ ગામ પસંદ કરીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવશે.

આયોજન

પ્રત્યેક ગરીબ કુટુંબ ગરીબાઈમાંથી બહાર આવે તે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પસંદ કરેલ ગ્રામ પંચાયત માટે ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે.

ઔપચારિક યોજના ઘડવાનું શરૂ કરતાં પહેલા પદ્ધતિસરનું વાતવરણ ઊભું કરવાનું રહેશે. અને સંસદ સભ્ય સામાજીક ગતિશીલતા લાવવા નેતૃત્વ લેશે. ગ્રામ પંચાયતને પણ સંપૂર્ણપણે સામેલ કરવામાં આવશે. આ કામગીરી માટે નીચે જણાવેલ કેટલીક પ્રવૃત્તિઓ વિચારી શકાય

 • ગ્રામસભા, મહિલાસભા અને બાલસભામાં ચર્ચા.
 • યુવા ક્લબો તેમજ વ્યવસાયિક જૂથો અને સ્થાનિક સંસ્થાઓ સાથે ચર્ચા
 • સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન
 • દીવાલ પર લખાણ, શિબિર, પદયાત્રા, નુકકડ નાટક વગેરે.
 • ગામને આદર્શ કેવી રીતે બનાવવું તે અંગે ચિત્ર અને સાહિત્યને લગતી સ્પર્ધા.
 • ગ્રામ વિકાસમાં ઉત્તમ પ્રથાઓનું વિડીયો દ્વારા નિદર્શન.

આ પ્રવૃત્તિઓના પરિણામે ગામ કેવું હોવું જોઈએ તેની સામૂહિકદીર્ધ દૂષ્ટિ આવશેઅને તે ગ્રામજનોનો ઉત્સાહ પ્રજજ્જવલિત કરશે. ત્યારબાદ સહભાગી આયોજન પ્રક્રિયાના બે તબક્કા સૂચવવામાં આવે છે. જેમાં સંસદ સભ્ય સહાયક તરીકે ગ્રામ પંચાયતને અગ્રીમ ભૂમિકા પૂરી પાડશે જિલ્લા કલેક્ટર જરૂરી વ્યાવસાયિક અને સંકલિત સહાય પૂરી પાડશે

પ્રથમ તબક્કામાં લોકો વર્તણૂક વિષયક અને સામાજિક ફેરફાર, સ્વ-સહાય અને પરસ્પર મદદ, શ્રમદાન, સ્થાનિક ફાળા અને સ્થાનિક સંસાધનો જેવી પ્રવૃત્તિઓ જે લોકો અમલમાં મૂકી શકે તે નિયત કરવાની રહે છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે.

(ક) તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ સહિત સમુદાય સામૂહિક પ્રતિજ્ઞા લે કે સમાજ સમયબદ્ધ રીતે તેનાં આર્થિક ઉત્કર્ષ અંગે કામ કરશે, જેથી ગામનું કોઈ કુટુંબ ગરીબી રેખા નીચે રહેશે નહીં.

(ખ) સામૂહિક રીતે ભારતના સંવિધાનમાં જણાવેલાં મૂળભૂત હક અને મૂળભૂત ફરજો વાંચીને તેનું પુનરાવર્તન કરશે.

(ગ) આરોગ્ય શિબિરો યોજવી

(ઘ) સ્વચ્છતા ઝુંબેશ યોજવી.

(ચ) પશુ આરોગ્ય શિબિરો યોજવી.

(છ) આંગણવાડીમાં સેવાની ગુણવત્તા અને હાજરીનું પ્રમાણ સુધારવા દરમિયાનગીરી કરવી.

(જ) સ્થાનિક શાળાઓમાં હાજરીનું પ્રમાણ સુધારવા, શિક્ષણની ગુણવત્તા વધારવા, મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવા વાલીઓ તથા શિક્ષકોના સંગઠનની ભાગીદારી માટે દરમિયાનગીરી કરવી.

(ઝ) વૃક્ષારોપણ

(ટ) સ્વસહાય જૂથોની રચના કરવી / પુનઃ ગઠિત કરવા

(ઠ) મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નીચે રોજગાર દિવસ યોજવો.

(ડ) જાહેર વિતરણ પદ્ધતિ સુધારવી

(ઢ) નાગરિક પુરવઠા, સમાજ કલ્યાણ, જમીન મહેસૂલ વિગેરે જેવા મહત્વના મુદ્દાઓ અંગે ફરિયાદ નિવારણ શિબિરોનું આયોજન જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા કક્ષાના અધિકારીઓની સહભાગીતા.

આ તબક્કા દરમિયાન ખાસ કરીને વ્યક્તિગત, માનવીય, સામાજિક અને પર્યાવરણીય વિકાસ અને સુશાસનને લગતી પ્રવૃત્તિઓ તમામ જૂથો પાસેથી શકય તેટલી વધારે પ્રમાણમાં હાથ ધરવી. સાથોસાથ દ્વિતીય તબક્કાનું પ્રથમ પગલું પરિસ્થિતિનું વિશ્નલેષણ પણ હાથ ધરી શકાય

આ પ્રવૃત્તિઓ મારફતે ગ્રામ સમુદાય આ યોજના સંપૂર્ણપણે હાથ ધરવાની તેની ઈચ્છા શક્તિ નિદર્શિત કરશે અને પછીના તબક્કાના અમલીકરણની શરૂઆત કરશે.

ત્યારબાદ દ્વિતીય તબક્કાની આયોજન પ્રક્રિયા માટે નીચે જણાવેલ વ્યાપક કામગીરી અનુસરશે.

1        પરિસ્થિતિનું વિશ્નલેષણ પરિસ્થિતિનું વિશ્નલેષણ બેવડી પ્રક્રિયા છે જે પ્રથમ તબક્કા દરમિયાન શરૂ કરી શકાશે. (૧) આધારરેખા મોજણીના બે હેતુ છે: પ્રથમ તો વિકાસનાં જુદાં જુદાં ક્ષેત્રોની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર થવું. જેથી સુધારાઓ માટે આધાર ચિહ્નો (બેન્ચમાર્ક) ને તેથી સાથે યોગ્ય રીતે જોડી શકાય  બીજું, માળખાગત સુવિધાઓ અને સેવાઓ તેમજ ભાવિ આર્થિક અને માનવીય વિકાસ માટેની ક્ષમતામાં જોવા મળતી અધૂરાશ અને ઉણપોને લગતીપાયાની માહિતી પૂરી પાડવી આ કામગીરી નિષ્ણાત એજન્સી મારફતે કરાવવી જોઈએ. વિકલ્પ રૂપે શૈક્ષણિક સંસ્થા અથવા તાલીમ પામેલા નિષ્ણાતોના જૂથને આ કાર્ય સોંપી શકાય. આધારરેખા મોજણીમાં સમાવેશ કરી શકાય તેવા માપદંડો એનેક્ષર-૨ માં જણાવેલ છે. સ્થાનિક કક્ષાઓ પ્રસ્તુત મુદ્દાઓનો તેમાં સમાવેશ કરી શકાય.

2        સહભાગી પરિસ્થિતિનું વિશ્નલેષણ: તાલીમ પામેલા સહાયકોને સાંકળી સ્થાનિક સમુદાય મારફતે આ કામગીરી કરાવવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજ તાલીમની વ્યવસ્થા કરશે. સહભાગીતાની ચાવીરૂપ પધ્ધતિઓ નીચે મુજબ છે.

 1. સામાજિક નકશો : આ નકશો સ્થાનિક લોકો, ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા દોરવામાં આવે છે જેમાં ગામના વિવિધ જૂથોના ઘરો, મહત્વની સંસ્થાઓ, ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ દર્શાવવામાં આવે છે.
 2. સંસાધન મેપિંગ : ગામના કુદરતી અને ભૌતિક સંસાધનો સમજવામાં આ મેપિંગ મદદ કરે છે. આ કામગીરી પણ સ્થાનિક લોકો તૈયાર કરે છે. અને નકશો નીચેની બાબતો દર્શાવશે : •
  1. જમીનનો ઉપયોગ.
  2. પાણી સંગ્રહના સ્થળો
  3. સિંચાઈની માળખાગત સુવિધા (જળાશય, ચેકડેમ,તળાવ વિગેરે)
  4. ઢાળ, અસમતોલ જમીન, ડ્રેઈનેજ પદ્ધતિ દર્શાવતું જમીનનું ભૌતિક રેખાંકન

સંસાધન નકશો જળસ્ત્રાવ (માઈક્રો વૉટરશેડ) અને કૃષિ વિકાસ અને કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન માટેની શકયતાઓને તારવવામાં ઉપયોગી થશે.

જરૂરીયાત મુજબની કામગીરી (Need Matrix):

ગામ અને ગામના કામોની અગ્રતાની સામૂહિક જરૂરિયાતો વાસ્તવિક રીતે આકારવા સ્થાનિક કુટુંબોના વિવિધ જૂથોને સાંકળી તૈયાર કરવામાં આવે છે

પરિસ્થિતિના વિશલેષણ મારફત મેળવેલી માહિતી ભૌગોલિક માહિતી પદ્ધતિમાં (જીઓગ્રાફીકલ ઈન્ફર્મેશન સીસ્ટમ) રાખવાની રહેશે.

 • પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા :

પ્રથમ તબક્કાની કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવા સંસદ સભ્યના વડપણ હેઠળ જિલ્લા કલેક્ટર, ગ્રામ પંચાયત અને ગામ સમુદાય સાથે રહીને કામગીરી કરશે. ગામ પોતાની રીતે શું પ્રાપ્ત કરી શકે તેમ છે અને વાજબી સમયમાં તે ચોક્કસ શું પ્રાપ્ત કરી શકશે તેની સમીક્ષા કરશે. આ આકારણીના આધારે ગામ વ્યૂહ ઘડવાના આગળના સોપાન પર જઈ શકશે.

 • વ્યૂહ ગોઠવણી:

પ્રથમ તબક્કાની સમીક્ષા પર આધારિત અને આધારરેખા મોજણીની માહિતી અને સહયોગી આકારણીના આધારે, હિતાધિકારીઓ, કર્મચારીઓ અને નિષ્ણાંતોનું પસંદગીનું જૂથ વિકાસ માટે વ્યૂહ અને વ્યૂહને કાર્યાન્વિત કરવા જરૂરી પ્રવૃત્તિઓ સૂચવી શકશે.બીજા શબ્દોમાં જરૂરી યોજનાઓ અને પ્રોજેક્ટોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

 • સંસાધનોની યાદી નિયત કરવી:

ઉપલબ્ધ સંસાધનોને નક્શામાં આલેખવા જરૂરી છે. વ્યાપક રીતે તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય

1        યોજનાઓ સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો – કેન્દ્ર -પુરસ્કૃત અને રાજ્ય પુરસ્કૃત જેમકે ઈંદિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વગેરે.

2        યોજનાઓ સાથે અંશત: જોડાયેલા અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓનો ઉપયોગ કરી શકાય તેવા સંસાધનો.

3        પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના વગેરે સાથે જોડાયેલાં સંસાધનો જે જરૂરી મહત્વના ગાળા પૂરવા માટે પરવાનગી આપે છે વિધાનસભ્યોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાનો પણ તેમની સંમતિને આધીન રહીને ઉપયોગ કરી શકાય.

4        મહેસૂલ કેન્દ્રીય અને રાજ્ય નાંણા કમિશનની ગ્રાન્ટ વગેરે જેવા ગ્રામ પંચાયત સાથે સંપૂર્ણપણે જોડાયેલા સંસાધનો

5        સ્થાનિક રીતે એકત્રિત કરી શકાય તેવાં રોકડ, વસ્તુ ઓ અને શ્રમના સ્વરૂપના સંસાધનો

6        કોર્પોરેટ સામાજિક જવાબદારી ફંડ (સીએસઆર)

ઉપરોક્ત કક્ષાઓના સંસાધનોનો અધિકતમ વિધેયાત્મક પરિણામ પ્રાપ્ત કરવા સમન્વિત અને એકત્રિત રીતે ઉપયોગ કરવો.

કેન્દ્રીય સેક્ટર/કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ કાર્યક્રમો, સંબંધિત મંત્રાલય/વિભાગો આદર્શ ગ્રામને પ્રાધાન્ય આપવા માટે માર્ગદર્શક સૂચનાઓમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી પગલાં લેશે.

જરૂરિયાતોને આખરીરૂપ:

આ પ્રક્રિયાને બે ભાગમાં વેંહચીને ઉત્તમ રીતે કરી શકાય. પ્રથમ ભાગ ખાસ કરીને મહિલા સ્વસહાય જૂથ અને ખેડૂત જૂથ જેવા જુદા જુદા લાભાર્થીઓ સાથે વિચારવિમર્શનો અને બીજો ભાગ ગ્રામ સભામાં ચર્ચાનો છે. આ બેઠક (fora) માં આજ સુધી કરેલી કવાયતનાં પરિણામોનો સાર સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો હોય છે અને શકય હોય ત્યાં સુધી જરૂરિયાતો અને અગ્રતાઓને સામાન્ય રીતે અને સવાંનુ મતે આખરીરૂપ આપવાનું હોય છે

ગ્રામ વિકાસ યોજનાની મુસદ્દાની તૈયારી :

લોકોએ અગ્રતા આપેલી જરૂરિયાતોના આધારે ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ઘડવા અધિકારીઓ અને બહારના વ્યાવસાયિકો/નિષ્ણાંતોના બનેલા કાર્યકારીજુથની કલેક્ટર રચના કરશે. ગ્રામ વિકાસ યોજનામાં પ્રથમ તબક્કાની પ્રવૃતિઓ યોગદાન અને સિદ્ધિઓનો પણ સમાવેશ થશે. જેમાં અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોનું સમયપત્રક આપવું જોઈએ

1         ગ્રામસભા દ્વારા ગ્રામ વિકાસ યોજનાને મંજૂરી: ગ્રામ વિકાસ યોજનાનો મુસદ્દો ગ્રામસભા સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ૮. ગ્રામ વિકાસ યોજનાને બહાલી:

2        સંસદ સભ્યની હાજરીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં સંસદ સભ્યની ટિપ્પણીઓ અને સૂચનો ધ્યાને લઈ મંજૂરી આપવાની કામશીરી કરવામાં આવશે. ગ્રામ વિકાસ યોજનાને બહાલી આપતી વખતે ત્રણ મહિના, છ મહિના, નવ મહિના, એક વર્ષ અને તેથી વધારે સમયના વિશિષ્ટ લક્ષ્યાંક સાથે જુદાજુદા ઘટકોના તબક્કા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

3        પ્રાયોજના સ્વરૂપ અને મંજૂરી:

ગામ વિકાસ આયોજનને મંજૂર કર્યા બાદ સંબંધિત ખાતાકીય અધિકારીઓએ મંજૂર કરેલી યોજનાના ઘટકોને પ્રોજેક્ટ સ્વરૂપમાં તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ તેઓએ તેની વહીવટી, નાણાંકીય અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.

૧૦. જાહેરાત અને પ્રચાર.:

મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.

આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.

નોંધ: આ યોજના હેઠળ સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.

અને ટેકનિકલ બહાલી મેળવવા સંબંધિત યોજનાની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને રાખી કાર્યવાહી કરવાની રહેશે. આ કવાયતને સરળ અને સમયબદ્ધ બનાવવા જિલ્લા કલેક્ટર અંગત રીતે તેનું સંકલન કરશે. ચાર્જ અધિકારી તેમને મદદ કરશે.

૧૦. જાહેરાત અને પ્રચાર.:

મંજૂર થયેલ યોજનાના બધા ઘટકોના ભૌતિક અને નાણાંકીય પાસાં તથા અપેક્ષિત ઉપલબ્ધીઓ અને પરિણામોની બાબતો અને બધી પ્રક્રિયાઓની વિગત સક્રિયપણે પ્રસિદ્ધ કરવી અને તેનો બહોળો ફેલાવો કરવો.

આયોજન પ્રક્રિયા તેને અનુરૂપ વાતાવરણ ઊભુ કરીને અને સામાજિક ગતિશીલતા અંગે કવાયત કરવાથી ઉદભવે છે જેની ખાતરી કરવાની રહેશે. તદઉપરાંત આ કામગીરી રાબેતા મુજબની કે યંત્રવત બનતી અટકાવવા પૂરી કાળજી લેવી જોઈશે.

નોંધ: આ યોજના હેઠળ  સિધ્ધ કરવાના પરિણામોને તાત્કાલિક (ત્રણ મહિનામાં), ટૂંકા ગાળામાં (છ મહિનામાં), મધ્યમ ગાળામાં (એક વર્ષમાં) અને લાંબા ગાળા (૧ વર્ષ પછી) તબક્કાઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.

સમયસરતા

યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.

યોજનાને આખરી સ્વરૂપ આપતી વખતે વિવિધ પ્રવૃત્તિઓ માટેની સમયરેખા દર્શાવવાની રહેશે. જેમાં વ્યક્તિગત અને સામાજીક કક્ષાની અગત્યની વિવિધ બાબતોનો પણ સમાવેશ કરવાનો રહેશે. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્રવૃત્તિની સમય રેખામાં ફેરફાર થઈ શકે. સમયરેખાનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ સૂચવેલછે.

કામની બાબત શરૂ કર્યાની તારીખથી

આદર્શ ગામની પસંદગી એક મહિનો યોજના અંગે જાગૃતિ લાવવી બે મહિના વાતાવરણ ઊભું કરવું અને સામાજિકગતિશીલતા ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની શરૂઆત ત્રણ મહિના પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની સમીક્ષા પાંચ મહિના ગામ વિકાસ આયોજનની તૈયારી અને તે પૂર્ણ કરવાની કામગીરી સાત મહિના મંજૂરી અને બહાલી આંઠ મહિના શરૂ કરવાની પ્રવૃત્તિઓ નવ મહિના ગ્રામસભા કક્ષા અને જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ આયોજન પ્રગતિનો એક વર્ષ અહેવાલ

1        ગામમાં સમુદાય સાથે જોડાઓ અને તેમને પોતાની મેળે તેમની શક્તિ અનુસાર વિકાસ હાથ ધરવા પ્રેરણા આપો

કામની બાબત

શરૂ કર્યાની તારીખથી સમય

 

આદર્શ ગામની પસંદગી

એક મહિનો

યોજના અંગે જાગૃતિ લાવવી

બે મહિના

વાતાવરણ ઊભું કરવું અને સામાજિકગતિશીલતા

ત્રણ મહિના

પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની શરૂઆત

ત્રણ મહિના

પ્રથમ તબક્કાની પ્રવૃત્તિઓની સમીક્ષા

પાંચ મહિના

ગામ વિકાસ આયોજનની તૈયારી અને તે પૂર્ણ કરવાની કામગીરી

સાત મહિના

મંજૂરી અને બહાલી

આંઠ મહિના

શરૂ કરવાની પ્રવૃત્તિઓ

નવ મહિના

ગ્રામસભા કક્ષા અને જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ આયોજન પ્રગતિનો અહેવાલ

એક વર્ષ

ગામમાં સમુદાય સાથે જોડાઓ અને તેમને પોતાની મેળે તેમની શક્તિ અનુસાર વિકાસ હાથ ધરવા પ્રેરણા આપો

 

 

ભૂમિકા અને જવાબદારીઓ

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલની જવાબદારી પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબધિત કાર્યક્રમના જુદી જુદી કક્ષાના કર્મચારીઓની રહેશે. આ બંને જૂથોએ ગામની સમાન જરૂરિયાતો સાચી રીતે મુકરર કરવા અને ખાસ કરીને જરૂરીયાતમંદ કુટુંબોની જરૂરિયાતો મુકરર કરવા સાથે મળીને કામ કરવું જોઈએ. તદ્દઉપરાંત તેઓએ જુદી જુદી યોજના દ્વારા ઉપલબ્ધ થનાર સંસાધનો, અમલીકરણમાં જનભાગીદારીના પ્રયત્નો તથા વિવિધ કામોના અમલ અને મોનીટરીંગ માટે કાર્યવાહી કરવાની રહેશે.

જુદી જુદી કક્ષાએ સંકલન અને સમીક્ષા તંત્ર પણ રચવામાં આવશે. ઉત્તમ પ્રથાઓ/કામગીરીઓ આ યોજના દ્વારા અન્ય વિસ્તારોને માટે નિદર્શિત કરી તેનો ફેલાવો કરી શકાશે. આ અંગેની વિશિષ્ટ ભૂમિકા અને જવાબદારીઓની રૂપરેખા નીચે આપી છે

સંસદ સભ્ય:

 • આદર્શ ગ્રામ પસંદ કરશે.
 • ગામમાં સમુદાય સાથે જોડાઈને પોતાની મેળે શક્તિ અનુસાર વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમને પ્રેરણા આપશે.
 • યોજનાનાં મૂલ્યોનો પ્રચાર કરશે.
 • યોગ્ય વાતાવરણ ઊભું કરવા પ્રવૃત્તિઓ શરૂ કરશે.
 • આયોજન પ્રક્રિયાઓને સરળ બનાવશે
 • ખાસ કરીને કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ અને દાનપ્રવૃત્તિમાંથી શકય તેટલાં વધારાનાં સંસાધનો એકત્ર કરવા.
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડનો ઉપયોગ કરીને યોજનામાં મહત્વની ખૂટતી કડીઓ જોડશે.
 • પ્રગતિ પર સમયાંતરે સુ નિયંત્રણ રાખવું અને પ્રશ્નો અને સમસ્યાઓનું લિલેષણ કરવામાં આગેવાની લેવી
 • કાર્યક્રમના અમલમાં પારદર્શકતા અને જવાબદારીની સક્રિયપણે સગવડ કરી આપે અને લોકોની ફરિયાદ હલ કરવામાં મદદ કરે.
 • ઈચ્છિત, અપ્રત્યક્ષ પરિણામો, ખાસ કરીને સામાજિક પરિણામ મેળવવા સમુદાય સાથે સંકલન સાધવું

ભારત સરકાર:

રાષ્ટ્રીય કક્ષાએ, ગ્રામીણ વિકાસ મંત્રાલય આ યોજનાના અમલ માટેનું કેન્દ્રવર્તી (નોડલ) મંત્રાલય રહેશે. અમલનું નિરીક્ષણ કરવા બે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ રહેશે એક સમિતિ મંત્રીશ્રી, ગ્રામ  વિકાસના અધ્યક્ષપણા હેઠળ રહેશે. જેમાં આયોજન અને કાર્યક્રમ અમલીકરણના મંત્રીશ્રીઓ અને હવે પછી નક્કી કરવામાં આવે તે મંત્રાલયો પણ સહયોગ આપશે. બીજી સમિતિ સચિવશ્રી, ગ્રામ વિકાસના અધ્યક્ષપણા હેઠળ હશે જેમાં સંયુક્ત સચિવના દરજજાથી ઉતરતા સંવર્ગ ન હોય તેવા નીચે જણાવેલ મંત્રાલયો/ વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓ તરીકે રહેશે.

 • પંચાયતી રાજ
 • આયોજન
 • જમીન સંસાધન
 • મહિલા અને બાળ વિકાસ
 • આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
 • શાળાનું શિક્ષણ
 • લઘુ, નાનાં અને મધ્યમ સાહસ
 • પીવાનું પાણી પૂરું પાડવું અને સ્વચ્છતા
 • ઉર્જા
 • નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા
 • ટેલિકોમ
 • માહિતી પ્રાદ્યોગિકી (ઈન્ફર્મેશન ટેકનોલોજી)
 • જળસંપત્તિ
 • સામાજિક ન્યાય અને સશક્તીકરણ
 • આદિજાતિ બાબતો
 • પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર
 • કૃષિ
 • રમતગમત અને યુવાનોની બાબતો
 • અન્ય પ્રસ્તુત મંત્રાલયો

આ યોજનાના ખાસ વિષયોમાં સમિતિ મુખ્ય વિષયોના નિષ્ણાંતોને કો-ઓપ્ટ કરી શકશે. આ સમિતિને વધુ કામગીરી ધરાવતી સચિવાલયની કચેરીની મદદમાં કોન્ટ્રાકટ પર રાખેલ ત્રણ રિસોર્સ પર્સન સાથ અને સહકાર આપશે.

સમિતિની કામગીરી આ પ્રમાણે રહેશે;

 • ઓળખ અને આયોજનની પ્રક્રિયા પર સુનિયંત્રણ (મોનીટરીંગ).
 • યોજનાના અમલની સમીક્ષા
 • વખતોવખતના મોનીટરીંગ અને પ્રોજેક્ટ પછીના મૂલ્યાંકન માટે માળખુંઢાંચો નક્કી કરવા. તેના માટે વેબ આધારિત મોનીટરીંગ પદ્ધતિ વિકસાવામાં આવશે, જેમાં રાજ્યોમાં અમલીકૃતની યોગ્ય મોનીટરીંગની પધ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે.
 • આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓમાં ફેરફારો કરવા, અવરોધો અને સમસ્યાઓ ઓળખીને જરૂરી હોય ત્યાં તેના નિવારણ માટેના ઉપાયાત્મક પગલાં લેવાનું શરૂ કરવામાં આવશે.
 • રાજ્યોમાં ક્ષમતાવર્ધન કરવા દરેક માટે મંત્રાલય જે વિશિષ્ટ સંસાધન સહાય પુરી પાડશે તે દર્શાવશે.
 • રાજ્યો એક બીજામાંથી શીખે તે માટે પ્રયાસો કરવાના રહેશે.
 • વીડિયો અને છાપેલા સાહિત્ય દ્વારા ગ્રામ કક્ષાના વિકાસમાં ઉત્તમ પ્રથાઓનો ફેલાવો કરશે.
 • યોજનાને લગતી વિશિષ્ટ અને સામાન્ય બાબતો અંગે કામગીરી વિષયક માર્ગદર્શક સૂચનાઓ અને સલાહ વખતોવખત બહાર પડાશે

રાજ્ય કક્ષા

 • રાજ્યની જે યોજનાઓનું જોડાણ આ યોજના સાથે થઈ શકે તેવી બાબતો તથા રાજ્યોમાં ચાલતી જુદી જુદી કેન્દ્રપુરસ્કૃત યોજનાના અમલમાં ફેરફાર કરવાની બાબતો માટે મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળ સત્તા સમિતિ (એમ્પાવર્ડ કમિટિ) રચવામાં આવશે. જેમાં સંબંધિત વિભાગો અને નિષ્ણાંતો પણ હશે અને નાગરિક મંડળના (સીવીલ સોસાયટી) ઓછામાં ઓછા બે પ્રતિનિધિઓ રહેશે. રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ સભ્ય-સચિવ રહેશે. આ રાજ્ય કક્ષાની સમિતિના કામમાં સહાય કરવા બે પૂર્ણકાલીન જાણકાર વ્યક્તિઓ નીમવામાં આવશે.

વીડિયો અને સાહિત્ય દ્વારા ગ્રામ કક્ષાના વિકાસમાં ઉત્તમ પ્રથાઓનું પ્રસારણ

 • સમિતિ ત્રણ મહિનામાં ઓછામાં ઓછું એકવાર મળશે અને નીચેનાં કામ કરશે.
 • સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકામાં જરૂરીયાત મુજબ ઉમેરો કરશે અને જુદી જુદી રાજ્ય યોજનાઓ ધ્યાનમાં લઈ રાજ્ય ને સ્પર્શતી વિશિષ્ટ સૂચનાઓ બહાર પાડશે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના કર્મચારીઓની ભૂમિકા અને જવાબદારીઓ નિયત કરશે.
 • ગ્રામ વિકાસ આયોજનની સમીક્ષા કરશે અને મહત્વની ઉપલબ્ધીઓ નિયત સમયની અંદર પ્રાપ્ત થાય છે તેની ખાતરી કરવા જરૂરી હોય તેવા ફેરફાર સૂચવશે
 • અમલની સમીક્ષા કરશે અને વેબ-આધારિત મોનીટરીંગ પદ્ધતિને પૂરક મોનીટરીંગ પ્રક્રિયાની સમીક્ષા કરશે
 • સમસ્યાઓ શોધીને તે માટે જરૂરી ટેકનિકલ અને વહીવટી સહાય નિશ્ચિત કરી અને જરૂરી સૂચનાઓ સરકારી હુકમો વખતોવખત બહાર પાડશે.
 • જરૂરી હોય તો રાષ્ટ્રીય કક્ષાએ સમિતિઓ સાથે સંકલન કરશે
 • આદર્શ ગામોના પ્રેરણા પ્રવાસ માટે સમયપત્રક વિકસાવવું અને ઉત્તમ પ્રથાઓના પ્રસાર માટે રાજ્ય કક્ષાએ ડિઝાઈન તૈયાર કરવી.
 • • માર્ગદર્શિકાને અનુરૂપ યોજના માટે ફરિયાદ નિવારણ તંત્રની રચના માટે ડિઝાઈન નક્કી કરી તે તંત્ર ચાર્જ અધિકારીને એ જિલ્લાને હવાલે મૂકવામાં આવશે
 • આ સમિતિ સંસદ સભ્યો સાથે ચર્ચા કરશે અને જરૂરી જણાય તો સમસ્યાઓ શોધવા અને તેના નિવારણ માટે નાનાં નાના જૂથમાં ચર્ચા કરી શકશે.

જિલ્લા કક્ષા:

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે જિલ્લા કલેક્ટર કેન્દ્રવર્તી (નોડલ) અધિકારી રહેશે. જિલ્લા કલેક્ટર, ભાગ લેનાર લાઈન ખાતાના પ્રતિનિધિઓ સાથે માસિક સમીક્ષા બેઠક યોજશે. સંબંધિત સંસદ સભ્ય/સભ્યો સમીક્ષા બેઠકોના અધ્યક્ષ રહેશે. સંબંધિત ગ્રામ પંચાયતના વડાને પણ આ માસિક બેઠકોમાં આમંત્રિત કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર, સિનિયોરિટી ધરાવતા સક્ષમ અધિકારીની પ્રત્યેક ગ્રામ પંચાયત માટે ચાર્જ અધિકારી તરીકે નીમશે. તે સ્થાનિક કક્ષાએ કામગીરીનું સંકલન કરશે અને તેના અમલ માટે તે સંપૂર્ણ જવાબદાર રહેશે. જિલ્લા કલેક્ટર પ્રધાનમંત્રીના ગ્રામીણ વિકાસની વ્યક્તિઓ (fellows) અને યોજનામાં

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકાના જિલ્લા મિશન વ્યવસ્થા એકમોના નિષ્ણાંતોને જ્યાં શકય હશે ત્યાં સક્રિય રીતે સામેલ કરશે.

1        જિલ્લા કલેક્ટર નીચેની બાબતો માટે જવાબદાર રહેશે.

2        આધાર રેખા મોજણી હાથ ધરવી.

3        ગ્રામ કક્ષાનું આયોજન તૈયાર કરવામાં સગવડ આપવી

4        સંબંધિત યોજનાઓનું સમન્વય (કન્વર્ઝન) કરવું.

5        યોજનાના અમલીકરણ માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરવું

6        માસિક ધોરણે પ્રગતિની સમીક્ષા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકાર અને ભારત સરકારને મોકલશે.

7        ફરિયાદ નિવારણ કરવું અને સંબંધિત યોજનાની માર્ગદર્શિકામાં નિયત કરેલા માપદંડોને સક્રિયપણે પ્રસિદ્ધ કરવા.

8        પ્રગતિનું મુલ્યાંકન કરવા વારંવાર સ્થળની મુલાકાતો ગોઠવવી.

ટેકનોલોજી અપનાવવી, અનુકૂળ બનાવવી અને નવીન બાબતો દાખલ કરવી એ આ કાર્યક્રમ માટે મહત્વનું છે આ બાબતો મોટે ભાગે નીચેના ક્ષેત્રોમાં લાગું પડશે


 • અવકાશ સંશોધનોનો ઉપયોગ (સ્પેસ એપ્લીકેશન્સ) અને રિમોટ સેન્સીંગ (સુ દૂર સંવેદન) કાર્યક્રમના આયોજન અને મોનીટરીંગમાં આનો ઉપયોગ થશે. “ભૌગોલિક માહિતી પદ્ધતિ” (જીઓગ્રાફીકલ ઈન્ફર્મેશન સીસ્ટમ)નો ઉપયોગ કરીને અસ્કયામતોના નક્શા બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય રિમોટ સેન્સીંગ એજન્સી જરૂરી સહાય કરશે
 • મોબાઈલ ટેકનોલોજી: કાર્યક્રમોનું જિઓટેગિંગ કરીને મોનીટરીંગ કરવાનું રહે છે રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર (નેશનલ ઈન્ફર્મેટીક્સ સેન્ટર) જરૂરી મોડયુલ અને સહાય પૂરાં પાડશે
 • કૃષિને લગતી ટેકનોલોજી અને નવતર શોધો: સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન એજન્સીનો સહયોગ લઈ કૃષિ વિષયક ઉત્પાદકતા વધારી શકાશે અને તેને સંલગ્ન મૂલ્ય વર્ધન કરવાનું રહેશે.
 • આજીવિકાને લગતી ટેકનોલોજી અને નવીનતા: રાષ્ટ્રીય નવીનતા ફાઉન્ડેશન અને રાજ્યના આજીવિકા મિશન મારફત તથા મંત્રાલયે રચેલી વિચાર અને નવીનતા બેન્કના સહયોગથી આ અંગેની કામગીરી થઈ શકશે.
 • બીલ્ડીંગ બાંધકામની યોગ્ય ટેકનોલોજી; નિષ્ણાંત સંસ્થાઓ જે સ્થાનિક માલસામગ્રી અને સ્થાનિક ડિઝાઈન દ્વારા કામ કરે છે તેની મદદથી આ કામગીરી વિકસાવી શકાય. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને આઈ.આઈ.ટી, દિલ્હીનું ગ્રામીણ આવાસન નેટવર્ક જરૂરી સમર્થન પૂરું પાડશે
 • માર્ગ બાંધકામ ટેકનોલોજી: ગ્રામીણ વિકાસ મંત્રાલયની રાષ્ટ્રીય માર્ગ વિકાસ એજન્સી આ ઉપલબ્ધ કરાવશે.
 • પાણી પુરવઠા અને સ્વચ્છતાને લગતી ટેકનોલોજી પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય કરકસરવાળી અને નવતર ટેકનોલોજી પૂરી પાડશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય સંબંધિત ટેકનોલોજી અને નવીનતાઓના સારસંગ્રહ તૈયાર કરશે અને આદર્શ ગ્રામને લક્ષ્યમાં રાખીને તેનો પ્રસાર કરવાની કામગીરી કરશે.

ખાનગી, સ્વચ્છિક અને સહકારી ક્ષેત્રોની ક્ષમતાનો ઉપયોગ:

સાંસદ આદર્શ ગ્રામ યોજના ખાનગી, સ્વચ્છિક અને સહકારી સેક્ટરનાં સંસાધનો અને ક્ષમતાનો સક્રિયપણે ઉપયોગ કરશે. જે નીચેની બાબતમાં મદદ કરશે.

 • આયોજન અને મોનીટરીંગમાં ટેકનિકલ સહાય પૂરી પાડવામાં
 • સંબંધિત ટેકનોલોજીને સ્થાનિક રીતે અપનાવાય તે રીતે ઉપલબ્ધ કરાવવી.
 • સ્થાનિક આર્થિક વિકાસ માટે રોકાણ/સેવાઓ ઉપલબ્ધ કરાવીને. આ કામગીરી સ્વતંત્રપણે અથવા સરકારના પ્રયત્નોને પૂરક થવા નીચે જણાવ્યા મુજબ કરી શકાય
  • સ્થાનિક કર્મચારીઓને તાલીમ અને ક્ષમતા વર્ધન
  • સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો સુધારવા તેઓના કૌશલ્યનો વિકાસ
  • સ્થાનિક ઉત્પાદનને નિયત ધોરણસર બનાવી, ગુણવત્તાની ખાતરી વગેરે કરીને માર્કેટની તકો પૂરી પાડવી
  • વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે માર્ગદર્શન આપીને.

ક્ષમતા વર્ધનઃ

આ કાર્યક્રમના અમલ માટે ખૂબજ ઉત્સાહી અને જાણકાર વ્યક્તિઓની જરૂર છે તદઉપરાંત સંબંધિત ગ્રામ પંચાયતોને યોગ્ય રીતે સક્ષમ બનાવવાની જરૂર છે ગ્રામીણ વિકાસ મંત્રાલય વિશેષ ડીઝાઈનના ક્ષમતાવર્ધન કાર્યક્રમો રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા હૈદ્રાબાદ મારફતે અમલીકૃત બનાવશે અને રાજ્ય કક્ષાએ રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થાઓનો સહયોગ લઈ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે

તદઉપરાંત, ગ્રામીણ વિકાસ મંત્રાલય; (૧) હિત ધરાવતા લોકો માટે જુદા જુદા ઘટકોને કાર્યાન્વિત કરવા માટે વિગતવાર પુસ્તિકા તૈયાર કરશે (૨) નવતર ગ્રામ વિકાસને લગતી ઉત્તમ પ્રથાઓના દસ્તાવેજ (સાહિત્ય) તૈયાર કરશે અને તેનો પ્રચાર કરશે.

બેવડી વ્યવસ્થા કરીને સમવયસ્ક જૂથના શિક્ષણ માટે ઉત્તમ કામગીરી કરતી ગ્રામ પંચાયતો મુકરર કરવી

 • એકજ સ્થળેથી સ્પષ્ટતા કરવા અને જરૂરી હોય ત્યાં સલાહ આપવા, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજમાં હેલ્પ ડેસ્ક ઊભું કરવું

પરિણામો

 • મૂડી રોકાણ અને યોજનાઓને લગતાં મોટાભાગના પરિણામોની યાદી એનેક્ષરરમાં આપવામાં આવી છે. તેના ઉપરાંત, સાંસદ આદર્શ ગ્રામ યોજના બીજા મહત્વનાં પરિણામો આપે તેવી અપેક્ષાઓ છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. • આજીવિકા/રોજગારીની તકોમાં વધારો.
 • યાતનાભર્યા સ્થળાંતરમાં ઘટાડો.
 • બંધવા મજૂર, બાળ મજૂરી અને માથે મેલું ઉપાડવાની કામગીરીમાંથી મુક્તિ
 • જન્મ અને મરણની ૧૦૦ ટકા નોંધણી સમાજના બધા ઘટકોને સ્વીકાર્ય હોય તેવી વૈકલ્પિક તકરાર નિવારણ પધ્ધતિનો ઉદભવ.
 • શાંતિ અને સંવાદિતા
 • બીજી ગ્રામ પંચાયતો માટે નિદર્શનની ભૂમિકા

મોનીટરીંગ

 1. યોજનાના બધાં પાસાં અને ઘટકોને આવરી લેતી વેબ આધારિત મોનીટરીંગ પદ્ધતિ રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવશે. આ પદ્ધતિમાં સંસદ સભ્ય અને બીજા મહત્વના હિતાધિકારીઓ લોગ-ઈન કરી શકશે અને સૂચનોટીકા-ટિપ્પણી અને પ્રશ્નો અથવા ફરિયાદો કરવા જોગવાઈ કરવામાં આવી હશે. અમલ કરનાર અધિકારીઓ તેનો તરત જ પ્રતિભાવ આપશે.
 2. આ કાર્યક્રમ હેઠળ હાથ ધરેલી દરેક પ્રક્રિયાના ફોટા પાડવામાં આવશે, તેને જિઓ-ટેગ કરવામાં આવશે અને જાહેર ક્ષેત્રમાં (પબ્લીક ડૉમેઈન) ઉપલબ્ધ કરવામાં આવશે. તે જ પ્રમાણે તમામ અસ્કયામતોના જુદા જુદા તબક્કાના ફોટાઓ પણ મૂકવામાં આવશે
 3. ગામ વિકાસ આયોજનમાં જણાવેલ દરેક પ્રવૃત્તિના દર ત્રણ માસે મળેલ પરિણામો તથા ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકોની સિધ્ધિની વિગતો આપવામાં આવશે. તદઉપરાંત બારમી પંચવર્ષીય યોજનાના મોનીટરીંગ થઈ શકે તેવા હાર્દરૂપ સૂચકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે શકય હોય ત્યાં સુધી વખતોવખત પરિણામોની સમીક્ષા કરવામાં આવશે
 4. મૂલ્યાંકન કાર્યક્ષમ સ્વતંત્ર એજન્સી મારફત કામગીરીનું વચગાળાનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે
 5. તદઉપરાંત યોજના પૂર્ણ થયા પછી કામગીરીની અને પરિણામોની સમીક્ષા કરવામાં આવશે

એવોર્ડે

નીચે જણાવેલ કક્ષામાં એવાર્ડ આપવાનું વિચારાયું છે

 • ઉત્તમ પ્રથા
 • ઉત્તમ ચાર્જ અધિકારી
 • ઉત્તમ જિલ્લા કલેકટર
 • ઉત્તમ આદર્શ ગામ

ટકાઉપણું

પ્રોજેકટ પછીનું ટકાઉપણું નીચે જણાવેલ બાબતો મારફતે સિધ્ધ થવાની અપેક્ષા છે

 • સંસદ સભ્યની નેતાગીરી અને માર્ગદર્શન સતત ચાલુ રાખીને
 • કાર્યક્રમ હેઠળ ઉભી કરેલી અસ્કયામતોની કામગીરી અને નિભાવ અંગે ભૂમિકાની સ્પષ્ટતા સહિતની ગ્રામ પંચાયત અને ગ્રામ સમુદાયની મજબૂત માલિકી અને નેતાગીરી સ્થાપિત કરીને
 • ગંદા પાણીની ટ્રીટમેન્ટ (સ્યુ અરેજ) અને પાણી પુરવઠાની વિશાળ યોજનાઓ જેવી વધારે મોટી અસ્કયામતોની કામગીરી અને નિભાવમાં ખાનગી ક્ષત્રની સામેલગીરી.
 • અળસિયાનું ખાતર નાની પાણી પુરવઠા યોજનાઓ, પોષણ કેન્દ્રો, નાગરિક સેવા કેન્દ્રો, ગ્રંથાલયો વગેરે જેવી સમુદાયની નાની અસ્કયામતોની કામગીરી અને નિભાવમાં સ્વસહાય જૂથોની સામેલગીરી.
  યોજનાની મંજૂરી સમયે સ્વીકારવામાં આવેલ કામગીરીના અમલની અને જાળવણી અંગે ખાતાકીય જવાબદારીઓની સ્પષ્ટતા. યોજના હેઠળ મંજૂર થયેલ પ્રોજેક્ટોમાં સ્વીકારવામાં આવેલ કામગીરીઓ અંગે અને કામગીરીઓના અમલ અને નિભાવણી માટે વિભાગોની જવાબદારી અંગે સ્પષ્ટતા કરતી જોગવાઇઓ.

ઊઠો, જાગૃત બનો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અઢશો નહીં.

જોડાણ -૧

વ્યકિગત વિકાસ

૧.૧. પ્રવૃતિઃ આરોગ્યપ્રદ વર્તન અને પ્રથાઓ

ઉદ્દેશ

 • વ્યકિગત ટેવો અને આરોગ્ય સુધારવો માટે
 • દરરોજ દાંત સાફ કરવા
 • સેનિટરી ટોઈલેટનો (શૌચાલય) ઉપયોગ
 • દરરોજ સ્નાન શૌચાલય ગયા (ટોઈલેટ) પછી અને જમતાં પહેલાં સાબુથી હાથ ધોવા સ્વચ્છ કપડાં પહેરવાં
 • કિશોરીઓ અને સ્ત્રીઓના માસિક આરોગ્ય

 

વ્યૂહ

 • આરોગ્ય સ્વયંસેવકો અને સ્વચ્છતા મિત્રો મારફત ઘેર ઘેર ફરીને ઝુંબેશ
 • આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, સ્વસહાય જૂથો મારફતે શિક્ષણ અને શિબિરો યોજીને શિક્ષણ.
 • ભીંત લખાણ; માહિતી બોર્ડ યોગ્ય સ્થળોએ મુકવા
 • શેરી નાટક, ફિલ્મ શો વગેરે.
 • સામૂહિક રેડિયો પ્રસારણ શરૂ કરવામાં આવે, તો તે ઘણું ઉપયોગી માધ્યમ બની શકે.

 

યોજનાઓ

 • રાષ્ટ્રીય આરોગ્ય મિશન
 • સંકલિત બાળ વિકાસ યોજના
 • સ્વચ્છ ભારત મિશન

ઉપલબ્ધીઓ

 • યુવક સ્વયંસેવકોમાંથી આરોગ્ય બ્રિગેડની રચના
 • આરોગ્ય બ્રિગેડ દ્વારા ઘરની મુલાકાત
 • વહેલા અપનાવનારને પ્રોત્સાહન અને કસૂરદાર અંગે અનુ વતી કામગીરી

પરિણામો

 • અતિસાર અને અન્ય ચેપી રોગોનું ઘટેલું પ્રમાણ
 • અન્ય અંગત માંદગીનો ઘટાડો
 • સુખાકારીની સુધારેલી સમજ

અતિસાર અને અન્ય ચેપી રોગોનું ઘટેલું પ્રમાણ અન્ય અંગત માંદગીનો ઘટાડો સુખાકારીની સુધારેલી સમજ

ઉદ્દેશ

જાતિ અને વય જૂથ, વ્યક્તિગત અથવા જૂથમાં જરૂરિયાત મુજબ શારીરિક કસરત ફરજિયાત

વ્યૂહ

 • વિવિધ વિકલ્પો આપવા: જીમ, યોગ, ચાલવાનું/જોગિંગ, દરેક માટે રમતગમત પસંદ કરવાની
 • આરોગ્ય સ્વયંસેવકોએ માર્ગદર્શન આપવુ અને વ્યક્તિગત ધ્યાન આપવું

યોજનાઓ

 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના. નહેરુ યુ વક કેન્દ્ર સંગઠન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના રાજ્ય સરકારની રમતગમત યોજનાઓ

ઉપલબ્ધીઓ

 

 • રમતના મેદાનો અને ઉદ્યાનોની સ્થાપના
 • શારીરિક કસરતો માટે તમામને તકો નિયત થવી અને તેની પ્રાપ્તિ
 • ગામમાં દરેક વ્યક્તિને સાંકળવી અને દરરોજ કસરત માટે સગવડ આપવી.

પરિણામો

 • માંદગી થતી રોકવી.
 • સુખાકારીમાં વધારો

૧.૩ પ્રવૃતિઃ હાનિકારક વર્તણૂંક ઘટાડવી – મદ્યપાન, ધૂમ્રપાન પદાર્થોનો દુરૂપયોગ (Substance abuse)


ઉદ્દેશ

 • વસ્તીના તમામ જૂથોમાં મદ્યપાન, ધૂમ્રપાન જાતીય દુરુપયોગ, (ડ્રગ, તમાકુ/ગુ ટકા વગેરે) જેવી હાનિકારક વર્તણૂંકો ઘટાડવી

વ્યૂહ

 • વ્યસની લોકોની ઓળખ
 • વર્તનવિષયક ફેરફાર અંગે કામગીરી-સ્વસહાય જૂથો અને આરોગ્ય સ્વયંસેવકોને સાંકળવા
 • શાળાઓ, યુવા કલબ, સ્વસહાય જૂથો તેમજ પૂજાનાં સ્થળો મારફત ઝુંબેશ
 • ગામમાં હાનિકારક વસ્તુઓની ઉપલબ્ધતા ઘટાડવી

યોજનાઓ

 • રાષ્ટ્રીય આરોગ્ય મિશન,
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના
 • આરોગ્ય અને કુટુંબ કલ્યાણની યોજનાઓ

ઉપબલધીઓ

 • હાનિકારક વર્તણુંક અને વ્યવસાયની ઓળખ
 • હાનિકારક વર્તનની સામે સામાજિક પ્રતિબંધો
 • વસ્તુઓના સ્ત્રોત પરત્વે આક્રમણ વલણ
 • વ્યસનમુક્તિ અને વર્તનવિષયક ફેરફાર અંગે કામગીરી

પરિણામો

 • સુખાકારી વધવી
 • આરોગ્યનું પરિણામ સુધરવું ઘરમાં અને સમાજમાં શાંતિ અને સંવાદિતા સુધરવાં સ્ત્રીઓ સામે હિંસામાં ઘટાડો

માનવ વિકાસ

૨.૧ પ્રવૃતિઃ આરોગ્ય અને પોષણ

ઉદ્દેશ

 • આરોગ્ય કાર્ડ, તબીબી પરીક્ષણની બનેલી મૂળભૂત આરોગ્ય સગવડોની સાર્વત્રિક ઉપલબ્ધતા.
 • સંપૂર્ણ રોગ પ્રતિકારકતા
 • આર્થિક સ્થિતિ, જાતિ અને વયજૂથની અવગણના સાથે સંતુલિત પોષણ
 • જાતિ ગુણોત્તર (મહિલા અને પુરૂષોની સંખ્યા) સમતોલ રાખવો.

વ્યૂહ

 • આરોગ્યની માળખાગત સુવિધાઓ અને સામગ્રી નક્કી કરવા અને તેની ઉણપો ઓછી કરવી.
 • તાલીમ પામેલા આરોગ્ય અને આરોગ્ય સંલગ્ન વ્યવસાયીઓની ખાલી જગ્યાઓ નક્કી કરવી અને ભરવી.
 • તાલીમ જરૂરિયાત નક્કી કરવી; આરોગ્ય અને આરોગ્ય સંલગ્ન વ્યવસાયીઓની ક્ષમતા વધારવી અને પૂરતો સહયોગ આપવો
 • વસવાટને લગતી શિબિરો મારફત રોગ પ્રતિરકારકતાની ઝુંબેશ અને કૃષિ વિરુદ્ધ ઝુંબેશ યોજવી.
 • દરેક વ્યક્તિને આરોગ્ય કાર્ડ આપવું.
 • શેરી થિયેટર, કઠપૂતળીનો ખેલ અને અન્ય સામાજિક સંદેશાવ્યવહારની પદ્ધતિથી સમગ્ર વર્ષમાં આરોગ્ય શિક્ષણ કામગીરીનું કેલેન્ડર બનાવવું
 • એનીમિયા, સ્વચ્છતા અને આરોગ્ય જેવા પ્રશ્નો અંગે વર્તન અને સામાજિક ફેરફાર માટે સ્વયંસેવક જૂથોને તાલીમ આપવી.
 • શાળાઓમાં મધ્યાહ્નન ભોજન કાર્યક્રમની અને આંગણવાડીમાં પોષણયુક્ત આહાર પૂરો પાડવો અને ગુણવત્તાનું મોનીટરીંગ કરી તેમાં નોંધપાત્ર સુધારો કરવો

યોજનાઓ

 • રાષ્ટ્રીય આરોગ્ય મિશન
 • સબળ અને સક્ષમ યોજનાઓ સાથે પોષણ માટે સંકલિત બાળ વિકાસ સેવા યોજના

ઉપલબ્ધીઓ

 • ત્રણ વર્ષ દરમિયાન પ્રસૂતિ મૃત્યુ દરબાળ મૃત્યુ દર માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો.
 • પાંચ વર્ષની ઉંમર સુધીનાં શિશુ અને બાળકોમાં રોગપ્રતિકારકતા વધારવી તથા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બાળકોની સંસ્થાગત પ્રસૂતિમાં નોંધપાત્ર વધારો
 • બાળકોમાં એનીમિયાના પ્રમાણ તથા ગ્રેડ ૩ અને ૪ના કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો તથા બાળકોમાં કુપોષણ ગ્રેડ ૧ અને રનો સંપૂર્ણ ઘટાડો કરવો કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં એનીમિયાના પ્રમાણમાં ઘટાડો

પરિણામો

 • ૧૦૦ ટકા રોગ પ્રતિકારકતા
 • ૧૦૦ ટકા સંસ્થાગત પ્રસૂતિ ખાસ કરીને બાળકો અને કિશોરીઓ, સર્ગભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો
 • રાષ્ટ્રીય આરોગ્ય મીશનની મોનીટરીંગ પધ્ધતિ અને આરોગ્ય પ્રસુતિ ની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર
 • આરોગ્ય અને આરોગ્ય સંલગ્ન વ્યાવસાયિકોની ક્ષમતામાં વધારો થશે અને તેઓ આવતા વર્ષે જાણકાર વ્યક્તિ તરીકે કામ કરી શકશે.
 • આરોગ્ય અને સ્વાસ્થયને લગતાં વર્તન અને વલણમાં નોંધપાત્ર ફેરફાર

૨.૨ પ્રવૃતિઃ બધાં માટે શિક્ષણ

ઉદ્દેશ

 • ધોરણ ૧૦ સુધી શૈક્ષણિક સગવડોની સાર્વત્રિક ઉપલબ્ધતા
 • ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શાળાઓનું સ્માર્ટ શાળાઓમાં રૂપાંતર
 • પ્રૌઢ અક્ષરજ્ઞાન
 • ઈ-સાક્ષરતા
 • ઈ-ગ્રંથાલય સહિત ગ્રામ ગ્રંથાલય

વ્યૂહ

 • શિક્ષણની માળખાકીય સુવિધાઓ અને સાધનસામગ્રી અંગેની ઉણપો શોધી કાઢવી અને તે પૂરા કરવા
 • તાલીમ પામેલ શૈક્ષણિક વ્યાવસાયિકોની ખાલી જગ્યાઓ નક્કી કરવી અને ભરવી. તાલીમ જરૂરીયાતો નક્કી કરવી અને શિક્ષણ વ્યાવસાયિકોને ક્ષમતાવાન બનાવવા.
 • ગ્રામ પંચાયત શાળાઓનું સ્માર્ટ શાળાઓમાં રૂપાંતર કરવું સ્માર્ટ શાળાઓમાં વર્ગખંડ, ઈ-ગ્રંથાલય, વેબ-આધારિત શિક્ષણ અને બધા વિધાંથીઓ માહિતી ટેકનોલોજીથી ઈ-સાક્ષર થશે.
 • માળખાકીય સવલતોની ઉણપો દૂર કરવાથી આ હાંસલ થશે.
 • યુવા સ્વયંસેવકો મારફત કાર્યલક્ષી અક્ષરજ્ઞાન સુનિશ્ચિત કરવા માટે પ્રૌઢ અક્ષરજ્ઞાન ઝુંબેશ શરૂ કરવી.
 • સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે શેરી થિયેટર, કઠપૂતળીના ખેલ અને અન્ય સામાજિક સંદેશાવ્યવહાર પદ્ધતિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરવી
 • સ્થાનિક જ્ઞાન અને સામગ્રીનો ઉપયોગ કરીને સ્થાનિક રમકડાં અને શિક્ષણ સંસાધન કેન્દ્રો ઊભા કરવાં.
 • સ્થાનિક યુવાનો દ્વારા સર્જાત અને નિયંત્રીત સ્થાનિક સમાચારપત્ર શરૂ કરવું
 • કલા, સાહિત્ય અને સામાજિક સુધારાનાં ક્ષેત્રોની ખ્યાતનામ વ્યક્તિઓનું SKYPEનું સત્ર યોજવું.
 • નિષ્ણાંતો દ્વારા સ્થાનિક ઈતિહાસ અને વાર્તાઓ અંગે પ્રદર્શન યોજવાં
 • તાલીમ પામેલા ગ્રંથપાલ સાથે ઈ-સંસાધનો સહિત સંપૂર્ણ કાર્યલક્ષી ગ્રંથાલય બાંધવું / સજજ કરવું
 • ભણવામાં રસ હોય તેવી દરેક વ્યક્તિ માટે તાલીમ યોજવી. દરેક બાળક, ખાસ કરીને છોકરી શાળામાં હોય, કામ કરતાં બાળકોને સંક્રમણ
 • શાળાઓ માટે પ્રેરણા આપવી અને ખાસ જરૂરિયાતવાળાં બાળકો માટે ખાસ સગવડો પૂરી પાડવી

યોજનાઓ

 • સર્વ શિક્ષા અભિયાન
 • રાષ્ટ્રીય માધ્યામિક શિક્ષા અભિયાન
 • રાષ્ટ્રીય અક્ષરજ્ઞાન મિશન
 • રાષ્ટ્રીય બાળ મજૂરી પ્રોજેકટ (NCLP)
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના

ઉપલબ્ધીઓ

 • ધોરણ ૧૦ સુધી પ્રવેશ-નોંધણીમાં, હાજરીમાં, વર્ગપૂર્ણ કરી નવા વર્ગમાં પ્રવેશની કામગીરી.
 • પ્રથમ વર્ષથી અધવચ્ચે શાળા છોડી જનારના દરમાં નોંધપાત્ર ઘટાડો તથા બધા વર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો.
 • પ્રાથમિક વર્ગોમાં ભણવાની ઓછામાં ઓછી જરૂરીયાતોમાં સુધારો
 • તમામ માળખાગત સવલતો અને ક્ષમતા વર્ધનની ઉણપો શોધી કાઢી અને તેને દૂર કરવાની પ્રક્રિયા.
 • બધી ખાલી જગ્યાઓમાં નિમણૂંકો
 • કાર્યલક્ષી અક્ષરજ્ઞાન ઝુંબેશ હેઠળ પ્રોઢોનું સંખ્યાજ્ઞાન(numeracy) અને અક્ષરજ્ઞાન માટે મૂલ્યાંકન
 • દરેક કુટુંબમાંથી ઓછામાં આછી એક વ્યક્તિ કોમ્પયુટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરશે.

પરિણામો

 • વાંચવાની ટેવનો વિકાસ, જે વિશ્વમાં સમાજ અને પોતાના સ્થાન અંગે વિશ્વ દર્શનની જાગૃતિનાં ફેરફાર લાવશે
 • આત્મનિર્ભરતા અને પરસ્પર સંમાન.
 • પરસ્પર સંઘર્ષના નિવારણ સહિત પસંદગી કરવાની અને નિર્ણય લેવાની શક્તિ.
 • જવાબદારી લાવે તેવા હક અને જવાબદારીઓ અંગે જાગૃતિ
 • ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની શક્તિ અને તેનું હાલની દુનિયામાં અનુકૂલન કરવું

સામાજિક વિકાસ

૩.૧ પ્રવૃત્તિઃ સામાજિક વિકાસ વાયબ્રન્ટ અને સંપયુક્ત ગ્રામસમાજની રચના કરવા માટે

ઉદ્દેશ

 • ભારત નિર્માણ સ્વયંસેવક જેમ સ્વયંસેવકતાના પ્રોત્સાહન માટે પ્રવૃત્તિઓ
 • સ્થાનિક વિકાસમાં સંપૂર્ણ ભાગ લેવા અને તેમાં ફાળો આપવા લોકોનું ક્ષમતાવર્ધન
 • ગામના વડીલો, સ્થાનિક આદર્શ વ્યક્તિ ખાસ કરીને સ્ત્રીઓ સ્વાતંત્ર્ય સેનાની અને શહીદોનું સન્માન કરવાની પ્રવૃતિઓોં
 • હિંસા અને ગુના રહિત ગામ માટે પ્રવૃત્તિઓ
 • નાગરિક સમિતિઓ
 • સંવેદનશીલતા કેળવવા માટે પ્રવૃતિઓ ખાસ કરીને યુવાનોની
 • ગામની રમતગમતો અને લોક કલાના ઉત્સવો
 • લોકોમાં ગૌરવની સમજ આપવા ગ્રામ સંગીત
 • ગ્રામ દિવસની ઉજવણી

વ્યૂહ

 • નાગરિક શિક્ષણનું આયોજન કરવું.
 • આરોગ્ય શિબિર અને પ્રોઢ અક્ષરજ્ઞાન ઝુંબેશમાં યુવાન જૂથને સામેલ કરો તથા ગ્રંથાલયો મારફત ચર્ચા જૂથો ઊભા કરવા.
 • સ્થાનિક ઇતિહાસ નવસાધ્ય કરવો અને ગ્રામ દિન નક્કી કરવો.
 • પ્રદર્શન કરીને અને ગામના વડીલ, સ્થાનિક આર્દેશ વ્યક્તિ ખાસ કરીને સ્ત્રીઓ, સ્વાંતત્રય સેનાનીઓ અને શહીદોને માન આપીને ગ્રામ દિવસ ઉજવવો.
 • ગીતોના સ્થાનિક સંગ્રહને નવસાધ્ય કરવાં.
 • જુદાં જુદાં જૂથો નવાં ગીત રચે તે માટે હોય ત્યાં સ્પર્ધા શરૂ કરવી જે ગામની ભાવના દર્શાવે છે. જુદાં જુદાં ઉત્સવો અને પ્રસંગો માટે ગ્રામ ગીત પસંદ કરવું.
 • સ્થાનિક લોક સંગીત અને ભારતની વિવિધતા દર્શાવતા કળા ઉત્સવો શરૂ કરવાં.
 • શાંતિપૂર્ણ અને ગુનામુક્તગ્રામજીવન માટે નાગરિક મહોલ્લા સમિતિ રચવી.
 • જાતિ સંવેદનશીલતા કાર્યક્રમો અને શાંતિ શિક્ષણના તાલીમ કાર્યક્રમ યોજવા.
 • સ્થાનિક ઉત્પાદન, ઉત્પાદકતા અને રોજગાર અંગે ગ્રામ ચર્ચાઓ યોજવી.

યોજનાઓ

 • ભારત નિર્માણ સ્વયંસેવકો
 • યુવાન મંડળ યોજનાઓ
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના
 • સંબંધિત યોજનાઓ અંગે માહિતી, શિક્ષણ અને સંદેશા વ્યવહારનાં ઘટકોનો ઉપયોગ

ઉપલબ્ધીઓ

 • વાર્ષિક પ્રવૃત્તિઓની અનુસૂચિ મારફત સામાજિક વિકાસ માટે યુવા સ્વયંસેવક જૂથો રચવા અને ટકાવવા.
 • નાગરિક સમિતિઓની રચના
 • તકરારો અને ખાસ કરીને સ્ત્રીઓ સામેના ગુનામાં નોંધપાત્ર ઘટાડો

પરિણામો

 • સયુંકત અને સંપયુક્ત ગામ
 • ગુના રહિત સમાજ
 • સ્વ-રજૂઆત માટે જાગૃતી, જ્ઞાન અને તકમાં વધારો

૩.૨ પ્રવૃત્તિ ચોખ્ખાં ગામો

ઉદ્દેશ

 • બધા માટે ઘરદીઠ શૌચાલય
 • બધી જાહેર સંસ્થાઓમાં શૌચાલય
 • ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા
 • શૌચાલય સાથે જોડાયેલ બાયોગેસ પ્લાન્ટ

વ્યૂહ

 • શૌચાલયો ન હોય તેવા બધા જ વ્યક્તિગત મકાનો શોધી કાઢવા અને દરેક ઘરમાં શૌચાલયના બાંધકામ માટે સગવડ પૂરી પાડવી
 • ગ્રામ પંચાયતમાં શૌચાલયની ઉણપ હોય તેવી જાહેર સંસ્થાઓ શોધી કાઢવી અને તેના બાંધકામની સગવડતા કરવી.
 • વ્યક્તિગત અને સંસ્થાકીય શૌચાલય માટે માંગણી ઊભી કરવી તથા તેનાં ઉપયોગને ઉતેજન આપવા માહિતી, શિક્ષિણ અને સંદેશા- વ્યવહારની પહેલ કરવી.
 • કચરો એકઠો કરવો, અલગ પાડવો અને તેનાં નિકાલની વ્યવસ્થા. (૧) યુવા જૂથોને સામેલ કરીને અને સ્વાસ્થય અને સ્વચ્છતા અંગે વર્તન-વિષયક ફેરફારની ઝુંબેશ શરૂ કરવી અને ખુલ્લામાં જાજરૂ જવાની પ્રથામાંથી મુક્ત ગામ માટે શેરી થિયેટર, ક્ઝપૂતળીના ખેલ જેવી સંદેશાવ્યવહારની પદ્ધતિઓનો ઉપયોગ કરવો.
 • ગ્રામ પંચાયત માટે ઘન અને પ્રવાહી કચરા નિકાલના વ્યવસ્થાપન માટે ટેકનોલોજી પસદંગી કરવી તથા તેનું તબક્કાવાર અમલીકરણ યોજનાઓોં
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ
 • સ્વછત ભારત અભિયાન
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના

ઉપલબ્ધીઓ

 • નિર્મળ ગ્રામના માપદંડ પરિપૂર્ણ કરવા
 • ગ્રામ પંચાયતમાં દરેક કુટુંબ માટે શૌચાલય અને જાહેર શૌચાલયો માટે માળખાકીય સવલતો પૂરી પાડવી
 • ઘન અને પ્રવાહી કચરાના નિકાલની કાર્યક્ષમ વ્યવસ્થા પદ્ધતિ.

પરિણામો

 • ખુલ્લામાં જાજરૂપ્રથા મુક્ત ગામ.
 • સ્વચ્છ શેરીઓ અને જાહેર સ્થળો.

આર્થિક વિકાસ

૪.૧ કૃષિ સંબંધી આજીવિકાની વિવિધ પ્રોત્સાહનો-પશુપાલન અને બાગાયત સહિતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

ઉદ્દેશ

 • ટકાઉ ખેતી અને કૃષિ માટે સેન્દ્રિય પધ્ધતિનો અમલ વ્યૂહ • ખેડૂતોનાં જૂથો, ખાસ કરીને સ્ત્રીઓને સેન્દ્રિય ખેતી માટે પ્રૌદ્યોગિકીની (ટેકનોલોજી)
 • તબદીલી
 • ભૂમિ આરોગ્ય કાર્ડ તેયાર કરવા
 • સ્થાનિક બીજ બેંક સ્થાપવી
 • પાક ઉછેર માટે ઘનિષ્ઠ પધ્ધતિનો ઉપયોગ જેવી કે એસ આર આઈ (ચોખાના ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિ)
 • લઘુ સિંચાઇ અને ટપક સિંચાઇ
 • સૌર પંપિગ પદ્ધતિ
 • કૃષિ સેવા કેન્દ્રો

યોજનાઓ

 • કૃષિ મંત્રાલયની યોજનાઓ
 • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મહિલા કિશાન પરિયોજના
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના

ઉપલબ્ધીઓ

 • ભૂમિ આરોગ્ય કાર્ડ તૈયાર થવાં
 • બીજ બેન્કો સ્થપાવી
 • પાક ઉછેર માટે ઘનિષ્ઠ પદ્ધતિ અપનાવી
 • લઘુ સિંચાઇ માટે આધારમાળખું સ્થાપવું અને કૃષિ સેવા કેન્દ્રો સ્થપાયાં

પરિણામો

 • રસાયણી ખાતરના વપરાશમાં ઘટાડો
 • રસાયણી જ તુાશક દવાઓના વપરાશમાં ઘટાડો
 • સેન્દ્રિય ખાતરના ઉત્પાદનમાં અને સેન્દ્રિય જીવાતનાશક દવાઓના ઉપયોગમાં વધારો
 • વ્યાજબી ભાડાના દરે કૃષિ સંલગ્ન યંત્ર-સામ્રગીની ઉપલબ્ધતાં.

૪.૨ ગ્રામીણ ઉધોગીકરણ

ઉદ્દેશ

 • ગોબર બેંક, પશુ હોસ્ટેલ સહિત પશુધન વિકાસ
 • લણણી પછીની પ્રૌદ્યોગિકીનો (ટેકનોલોજી) ઉપયોગ.
 • ખોરાક પ્રક્રિયા (ફુડ પ્રોસેસીંગ) અને ડેરી પ્રકિયા
 • અન્ય લઘુ સાહસ

વ્યુંહ

 • પશુધન આધારિત આજીવિકામાં વધારો કરવા ખૂબ સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ અને સારા આયોજનવાળી કડીઓ (લીકેજીસ) મારફતે પશુ આરોગ્ય શિબિરો અને પશુ મેળાઓ યોજવા
 • બાયોગેસના ઉત્પાદન માટે પશુ હોસ્ટેલોને જોડવી ગામના તમામ પશુઓની ઉત્પાદકતા વધારવા અને વધુ સારી કાળજી લેવાં આધુનિક સંગઠિત સગવડો પૂરી પાડી તેને મોડેલ તરીકે વિકસાવવા
 • લણણી પછીનું નુકશાન ઘટાડવા માટે ખાસ કરીને અનાજ સંગ્રહ માટે સામુદાયિક સગવડો પૂરી પાડવા બાંધકામની જોગવાઈ
 • ગ્રામ ક્શાએ ઉત્પાદનનું વર્ગીકરણ અને ગ્રેડીંગ (સમાન ગુણવત્તા ધરાવતા ઉત્પાદન અલગ પાડવા) કરવું
 • ફુડ પ્રોસેસીંગ માટે વિકેન્દ્રીત નાના પાયાની પ્રવુત્તિઓ
 • પરંપરાગત કામગીરી આધારીત ગ્રામીણ ઉદ્યોગોને પુનર્જીવિત કરવાં જેવા કે વણાટ અને માટીકામથી માંડી આધુનિક કુટીર અને નાના પાયાના ઉધોગો
 • ઇકો – પ્રવાસન સહિત ગામ પ્રવાસનને લગતી પ્રવૃત્તિઓ

યોજનાઓ

 • કૃષિ મંત્રાલયની યોજનાઓ ખાસ કરીને ડેરી અને પશુપાલન વિભાગની યોજનાઓ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને નાબાર્ડની સહાય
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના
 • ખોરાક પ્રક્રિયા ખાતાની અને ડેરી અને પશુપાલન ખાતાની યોજનાઓ
 • લઘુ, નાના અને મધ્યમ સાહસ મંત્રાલય અને કાપડ મંત્રાલયની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • વર્કશેડનું બાંધકામ
 • બજાર કડીઓ (ખાસ કરીને સહકારી મંડળીઓ)ની સ્થાપના
 • પશુ આરોગ્ય સંભાળ સગવડોની સ્થાપના અને કામગીરી
 • લણણી પછીના સંગ્રહ અને શ્રેણીકરણની સગવડો ઊભી કરવામાં આવી
 • પ્રકિયા એકમો/સહકારી મંડળીઓની સગવડ પ્રાપ્ત થવી.
 • ગ્રામીણ સાહસ એકમો સ્થપાવાં.

પરિણામો

 • પશુધન આધારિત આવકમાં વધારો
 • કૃષિ અને સંલગ્ન ઉત્પાદન માટે વધુ સારી કિંમત પ્રાપ્ત થવી.
 • કૃષિ અને ડેરી ઉત્પન્નના નોંધપાત્ર/ મોટા ભાગના જથ્થાની બજારમાં વેચાણ કરતાં પહેલાં ગામમાં પ્રક્રિયા થવી
 • રોજગાર અને આવકમાં વધારો થવો.

૪.૩ પાત્રતા ધરાવતા તમામ યુવાનો માટે કૌશલ્યનો વિકાસ

ઉદ્દેશ

 • ગ્રામીણ સમાજની આજીવિકા વધારવા તેમનાં કૌશલ્યનો વિકાસ

વ્યુંહ

 • કૌશલ્યની માંગ અને કૌશલ્યની ઉણપો મુકરર કરવી
 • યોગ્ય તાલીમ અને પ્રમાણિત સંસ્થાઓ નિયત કરવી.
 • ઔપચારિક ક્ષેત્રમાં સ્વરોજગાર અને નોકરીની તકો માટે કૌશલ્ય નિર્માણ.
 • શાળાઓમાં વ્યાવસાયિક શિક્ષણ દાખલ કરવું રોજગાર આપતા લોકો/સંસ્થાઓ અને રોજગારીની તકો શોધવી
 • સ્વરોજગાર આપતી તકો શોધવી અને તેને સહાયક સેવાઓ સુનિશ્ચિત કરવી
 • નિરંતર રોજગાર માટે કૌશલ્યની ક્શક્ષા સતત ઊચી લાવવી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધારી યોજનાના લાભાર્થીઓનું કૌશલ્ય વધારીવુ.
 • તાલીમ પામેલા યુવાનોની પ્રગતિ માટે મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સીસ્ટમનો ઉપયોગ

યોજનાઓ

 • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
 • આજીવિકા કૌશલ્ય
 • ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ
 • લઘુ નાના અને મધ્યમ સાહસ મંત્રાલયની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • તાલીમ પામેલ કૌશલ્યવાન યુવાનો

પરિણામો

 • કૌશલ્યની કક્ષા મહત્વનો વધારો
 • લાભપ્રદ રોજગાર અને વધેલી આજીવિકા

૪.૪ પાત્રતા ધરાવતા તમામ યુવાનો માટે કૌશલ્યનો વિકાસ

ઉદ્દેશ

 • મહિલા સ્વસહાય જૂથોની રચના એ મુખ્ય વ્યૂહ છે તે મહિલા સશક્તિકરણ, આજીવિકા વધારવાથી માંડી નાણાકીય સમન્વય સુધી અનેક પરિણામો પ્રાપ્ત કરાવે છે. આદર્શ ગામ બધા સામાજિક જૂથો અને આર્થિક સ્થિતિની મહિલાઓને સ્વસહાય જૂથોમાં જોડશે અને તેઓને બેંક સાથે વ્યક્તિગત અથવા જૂથમાં જોડશે.

વ્યુંહ

ગરીબનો સહભાગી ઓળખ મારફત સાર્વત્રિક સમાવેશ.

ગ્રામ પંચાયત અને ક્લસ્ટર કક્ષાએ મહિલાઓનાં સ્વસહાય જૂથો અને તેમનાં ફેડરેશન રચવા.

બેન્કો સાથે જોડાણ

તમામ મહિલા સ્વસહાય જૂથના સભ્યોના પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ વ્યકિતગત બેંક ખાતા હોય તે સુનિશ્ચિત કરવું

યોજનાઓ

 • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પ્રધાનમંત્રી જનધન યોજના

ઉપલબ્ધીઓ

 • સ્વસહાય જૂથોની રચના અને કાર્યો
 • વ્યક્તિગત બેંક ખાતા ખોલવા
 • બેન્કો સાથે જોડાણ કરવાં.
 • કુટુંબ અને સામુહિક સાહસની સ્થાપના

પરિણામો

 • વધુ આજીવિકા મારફત આવકમાં વૃધ્ધિ બચતની ટેવ પાડવી

.૫ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ રોજગાર

ઉદ્દેશ

 • અધિનિયમની જોગવાઈ મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિનિયમનો અમલ

વ્યુંહ

 • રોજગાર દિવસ મારફત અસરકારક માંગ નક્કી કરવી
 • વધુ સારૂ સહભાગી આયોજન
 • માંગણી મુજબ કામની જોગવાઈ
 • વેતનની સમયસર ચુકવણી
 • ગુણવત્તાયુક્ત ઉત્પાદક અસ્કયામતો ઓળખી કાઢવી અને તેનું સર્જન કરવું.

યોજનાઓ

 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધારી યોજના

ઉપલબ્ધીઓ

 • માંગ મુજબ રોજગારની જોગવાઈ
 • ગુણવત્તાયુક્ત ઉત્પાદક અસ્કયામતોનું સર્જન

પરિણામો

 • આવકમાં વૃદ્ધિ અને ગરીબીમાં ઘટાડો

પર્યાવરણીય વિકાસ

૫.૧. પ્રવૃત્તિ - રસ્તાની બાજુએ વાવેતર, ઘર આંગણે શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ

ઉદ્દેશ

 • ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષોનું આવરણ વધારવું

વ્યુંહ

 • ખાસ કરીને રસ્તાની બાજુએ, સહિયારી જમીન અને ખેતરના શેઢા પર, ઘર આંગણે અને જાહેર સ્થળોએ આર્થિક, પર્યાવરણીય, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતા વૃક્ષોનું વાવેતર.
 • ગામમાં અને ગામની આસપાસ હરિયાળી પગ કેડીઓ વિકસાવવી.
 • જાહેર જમીનમાં વૃક્ષો પર સૌથી ગરીબ કુટુંબોને ઉપયોગના હક આપવા.
 • સ્થાનિક નર્સરીનો વિકાસ
 • નિભાવ ખર્ચ ચૂકવવા માટે સરળ પદ્ધતિ બનાવવી.

યોજનાઓ

 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
 • રાષ્ટ્રીય બાગાયત મિશન
 • પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • વિવિધ રોપાઓની નર્સરી અને વાવેતર.
 • ગ્રામ નર્સરીનો વિકાસ વૃદ્ધ અને વિવિધ રીતે વિકલાંગ લોકોને રોજગાર પૂરો પાડી શકે.

પરિણામો

 • વૃક્ષોમાથી આવક અને રોજગાર
 • જમીનનો ઘસારો અટકાવવો
 • હરીયાળી આવરણમાં વધારો
 • આબોહવાના ફેરફારની અસર ઘટાડવી.

૫.૨ પ્રવૃત્તિ : જળસ્ત્રાવ વ્યવસ્થાપન ખાસ કરીને પરંપરાગત જળ સંગ્રહના સ્થાનો પુર્નજીવિત કરવા

ઉદ્દેશ

 • સિંચાઈ, ડ્રેનેજ સુધારી અને જમીન ધોવાણ અટકાવીને આજીવિકા વધારવા માટે જળસ્ત્રાવ વ્યવસ્થાના સિદ્ધાંતોની સાથોસાથ ગામનો વિકાસ કરવો

વ્યુંહ

 • જળસ્ત્રાવ અને માવજતના પગલા વિકસાવીને જળસ્ત્રાવના ટકાઉપણા માટે વૈજ્ઞાનિક અને સહભાગી મુલ્યાંકન

યોજનાઓ

 • સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના

ઉપલબ્ધીઓ

 • જળ સંચય અને ભૂમિ સંરક્ષણ માળખા ઊભા થવા, પુનર્જીવિત તથા પુનસ્થાપિત કરવા

પરિણામો

 • સિંચાઇ સગવડોમાં વધારો
 • પાણી નિકાલ પધ્ધતિમાં સુધારો
 • ભૂગર્ભ પાણીનાં સ્તરમાં વધારો.

૫.૩ પ્રવૃત્તિ હવા પાણી અને જમીનનું સ્થાનિક પ્રદૂષણ ઘટાડવું

ઉદ્દેશ

 • હવા, પાણી અને જમીનનાં પ્રદૂષણની અસર ઘટાડવી તેમજ હળવી કરવી.

વ્યુંહ

 • ગામને અસર કરતાં જુદાં જુદાં પ્રકારનાં પ્રદૂષણની ઝડપી અને સહભાગી આકારણી.
 • ખુલ્લામાં જાજરું જવાની આદતથી ગામને મુક્ત કરવું
 • ભૂમિ પરીક્ષણ અને ભૂમિ આરોગ્ય કાર્ડ તૈયાર કરવાં.
 • કમ્પોસ્ટીંગ સાથે જૈવિક ગેસનું ઉત્પાદન તથા ગોબર (ખાતર) તૈયાર કરવું.
 • પ્લાસ્ટીક કોથળીઓ અને અન્ય નુકશાનકારક પ્રદૂષકોના ઉપયોગ પર સામાજિક પ્રતિબંધ.
 • રાંધવા માટે ઉન્નત ચુલા

યોજનાઓ

 • નવી તથા પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલયની યોજનાઓ તેમજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના.
 • કૃષિ મંત્રાલયની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • બગાડ અને પ્રદૂષણ ઘટાડવા માટે સામાજિક અને ભૌતિક આધારમાળખું.

પરિણામો

 • પ્રદૂષણનો ઘટાડો અને બગાડનો નફાકારક ઉપયોગ
 • આરોગ્યના સુધારેલાં પરિણામ
 • સૌદર્યની દ્રષ્ટિએ આકર્ષક આસપાસનું વાતાવરણ

 

૫.૪ વરસાદના પાણીનો સંચય – ધાબા પર તેમજ અન્ય રીતે

ઉદ્દેશ

 • વરસાદના પાણીના સંચયની કામગીરીને ગ્રામીણ ભારતમાં પરંપરાગત પ્રથા તરીકે લોકપ્રિય બનાવવી.

વ્યુંહ

 • ધાબાના વરસાદી પાણીનો સંગ્રહ અને વ્યક્તિગત મકાનો તેમજ જાહેર મકાનોનાં શૌચાલયો સાથે તેને જોડવું.
 • રણ વિસ્તારમાં અને બીજા ઓછાં વરસાદવાળા વિસ્તારોમાં એરીસ, કુંડ, ટાંકા, અને ટાંકીઓ જેવાં માળખા

યોજનાઓ

 • રાષ્ટ્રીય ગ્રામીણ પીવાનાં પાણીનો કાર્યક્રમ.
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

ઉપલબ્ધીઓ

 • સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમનાં ઊભા કરેલાં અને પુનઃસ્થાપન કરેલા માળખાં

પરિણામો

 • પીવાના અને બીજા હેતુ માટે પાણીની ઉપલબ્ધતા વધારવી

 

મૂળભૂત સુવિધા

૬.૧ પ્રવૃતિ તમામ ઘરવિહોણા ગરીબો/ કાચાં મકાનોમાં રહેતાં ગરીબો માટે પાકાં મકાન

ઉદ્દેશ

 • તમામ મકાનવિહિન ગરીબો/ કાચાં મકાનોમાં રહેતાં ગરીબો માટે પાકાં મકાન

વ્યુંહ

 • કામચલાઉ મકાનોમાં રહેતાં તમામ કુટુંબો શોધી કાઢવા અને સહાયપાત્રતાનાં આધારે તેમને અગ્રતા આપવી-વરિષ્ઠ નાગરીકો અને એક સભ્યનાં કુટુંબને યોગ્ય અગતા
 • શક્ય હોય ત્યાં સુધી જે કલસ્ટરમાં સારી સિદ્ધિની શકયતા છે ત્યાં સંપૂર્ણ લક્ષ્યાંકો

યોજનાઓ

 • ઇંદિરા આવાસ યોજના

ઉપલબ્ધીઓ

 • બધાં માટે ટકાઉ કાયમી મકાનો

પરિણામો

 • જીવનધોરણ સુધારવું અનેસમાન વધારવું.

૬.૨ પ્રવૃતિ પીવાનું પાણી મુખ્યત્વે કુટુંબદીઠ નળથી માવજત કરેલ પાઇપનું પાણી

ઉદ્દેશ

 • પીવાનું પાણી મુખ્યત્વે કુટુંબદીઠ નળથી માવજત કરેલ પાઇપનું પાણી

વ્યુંહ

 • પીવાનાં પાણીનાં હાલનાં અને શકયતાવાળા સ્ત્રોતને મુકરર કરવાં મોજણી કરવી
 • હાલની તથા ભવિષ્યની વસવાટ સંબંધિત જરૂરિયાતો આકારવી.
 • હાલનાં સ્ત્રોત શુદ્ધ કરવાં, પુન: સ્થાપન કરવા અને ટકાવી રાખવાં.
 • ગામ માટે પાણી સુરક્ષા યોજના તૈયાર કરવી

યોજનાઓ

 • રાષ્ટ્રીય ગ્રામીણ પીવાનાં પાણીનો કાર્યક્રમ

ઉપલબ્ધીઓ

 • બધાં કુટુંબો માટે નળનાં પાણીનું જોડાણ

પરિણામો

 • આરોગ્યમાં સુધારો પાણીજન્ય રોગોમાં જેવાં કે ઝાડા વિગેરેમાં ઘટાડો

૬.૩ પ્રવૃત્તિ મુખ્ય માર્ગોના માળખા સાથે ગામના અંદરના નીક વ્યવસ્થા સાથેના માર્ગો અને આંતરિક બારમાસી માર્ગોનું જોડાણ

ઉદ્દેશ

 • મુખ્ય માર્ગોના માળખા સાથે ગામના નીક વ્યવસ્થા સાથેના આંતરિક માર્ગો અને અન્ય આંતરિક બારમાસી માર્ગોનું જોડાણ

વ્યુંહ

 • ગામની અંદર અને બહારનાં હાલનાં કાચા રસ્તાઓની યાદી બનાવવી અને પાકા રસ્વતા બનાવવા

યોજનાઓ

 • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મહાત્મા ગાંધી રાષ્ટીય ગ્રામીણ રોજગાર બાહેંધરી અધિનિયમ પછાત પ્રદેશ ગ્રાન્ટ યોજના

ઉપલબ્ધીઓ

 • જરૂરીયાત આધારિત આકારણી મુજબ નક્કી કરેલા કિલોમીટરનાં લક્ષ્યાંક મુજબના બારમાસી રસ્તાઓની કામગીરી પૂર્ણ થવી

પરિણામો

 • ગામની અંદર તરફ જતા રસ્તાઓ અને ગામમાં આવતા રસ્તાઓનું સારું જોડાણ મળતા આર્થિક પ્રવૃત્તિઓ વધશે અને જાહેર સેવાઓ તેમજ બજાર ઉપલબ્ધ બનશે

૬.૪ પ્રવૃત્તિ ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોત, ખાસ કરીને સૌર ઊર્જા સહિત દ્વારા બધાં કુટુંબોને વીજળીનું જોડાણ

ઉદ્દેશ

 • ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોત ખાસ કરીને સૌર ઊર્જા સહિત દ્વારા બધાં કુટુંબોને વીજળીનું જોડાણ

વ્યુંહ

 • ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત (પવન, સૌર, નાનો હાઈડ્રો પલાન્ટ) વીજળીરહીત કુટુંબોની આધાર રેખા મોજણી નવા અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા વીજળીનાં જોડાણ સહાયપાત્ર કુટુંબો અને જાહેર મકાનોને અગ્રતા યોજનાઓ રાજીવ ગાંધી ગ્રામીણ વિધુ તીકરણ

યોજનાઓ

 • નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • ગામમાં કુટુંબોને ૧૦૦ ટકા વીજળીકરણ શેરીની લાઈટો ટેલીકોમ અને ઇન્ટરનેટ મારફત સંપર્કમાં વધારો

પરિણામો

 • આર્થિક પ્રવૃત્તિમાં વધારો અને ગામનાં કુટુંબની આવકમાં વધારો.

૬.૫ પ્રવૃત્તિ જાહેર સંસ્થાઓ, આગણવાડી, શાળાઓ, આરોગ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત કચેરી અને ગ્રંથાલયો માટે પાકાં મકાનો

ઉદ્દેશ

 • જાહેર સંસ્થાઓ, આગણવાડી, શાળાઓ, આરોગ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત કચેરી અને ગ્રંથાલયો માટે પાકાં તૈયાર કરવા
 • બધાં જાહેર મકાનો, ખાસ કરીને શાળાઓ, પર્યાવરણને અનુકૂળ સ્થાનિક પ્રૌધોગિકી (ટેકનિક) તથા સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે જે વ્યાપકપણે વૃક્ષોથી આવરીત હશે.

વ્યુંહ

 • સહભાગી આયોજન પદ્ધતિથી જાહેર માળખાકીય સુવિધાઓ જરૂરિયાતનો અગ્રતાનો ક્રમ આપી નક્કી કરવી
 • શક્ય હોય ત્યાં સુધી હાલના માળખાનાં નવીનીકરણ અને મરામતને પ્રથમ અગ્રતા આપવાની
 • જુદાં જુદાં પ્રકારનાં મકાનો બાંધવાં માટે સ્થળ મુકરર કરવું બાંધકામના અંદાજ તૈયાર કરવા , ટેન્ડર મેળવવા તથા તેની ગુણવત્તાનાં મોનીટરીંગ માટે ટેકનિકલ સહાય અને દેખરેખ પૂરીપાડવી.
 • યોજનાની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર આ મકાનોમાં સરળ પ્રવેશ તથા સંપુર્ણ કાર્યલક્ષી સગવડો નિશ્ચિત કરવી.

યોજનાઓ

 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી અધિનીયમ
 • પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ
 • રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન
 • સર્વ શિક્ષા અભિયાન
 • એકીકૃત બાળ વિકાસ યોજના

ઉપલબ્ધીઓ

 • વર્તમાન જાહેર માળખાકીય સુવિધાઓનું નવીકરણ/મરામત.
 • ઊંચી ગુણવતાવાળી આંગણવાડી, શાળાઓ,આરોગ્ય સંસ્થાઓ, ગામમાં ગ્રામ પંચાયત કચેરી, ગ્રંથાલયો તથા ગ્રામકક્ષાએ સંપૂર્ણપણે કાર્યલક્ષી જાહેર સંસ્થાઓ પ્રાપ્ત થવી.

પરિણામો

 • જાહેર સંસ્થાઓ મારફત ખાસ કરીને આરોગ્ય અને પોષણને લગતી ગુણવત્તાયુક્ત સેવાઓમાં સુધારો
 • સુલભ ગ્રામપંચાયતો વાંચનવૃતિનો વિકાસ તથા શિક્ષણ કક્ષામાં સુધારો

૬.૬ પ્રવૃત્તિ કોમ્યુનીટી હોલ, સ્વસહાય જૂથનાં ફેડરેશન માટે મકાનો, રમતનાં મેદાનો, જાહેર વિતરણ પદ્ધતિની દુકાનો, કબ્રસ્તાન, સ્મશાનગૃહ સહિતની નાગરીક સુવિધાઓ

ઉદ્દેશ

 • કોમ્યુનીટી હોલ, સ્વસહાય જૂથનાં ફેડરેશન માટે મકાનો ક્રિડાંગણ, જાહેર વિતરણ પદ્ધતિની દુકાનો, કબ્રસ્તાન, સ્મશાનગૃહ સહિતની નાગરિક સુવિધાઓ

વ્યુંહ

 • સહભાગી આયોજન પ્રક્રિયા મારફત નાગરિક સુવિધાઓના જુદાં જુદાં પ્રકારના બાંધકામ માટે સ્થળ મુકરર કરવું અંદાજ તૈયાર કરવાં, ટેન્ડર મેળવવા અને બાંધકામની ગુણવત્તાનાં સુનિયંત્રણ માટે ટેકનિકલ સહાય અને દેખરેખ પુરી પાડવામાં આવી.

યોજનાઓ

 • મહાત્મા ગાંઘી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી અધિનીયમ પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ
 • સર્વ શિક્ષા અભિયાન સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના રાજીવ ગાંઘી ખેલ અભિયાન

ઉપલબ્ધીઓ

 • ઊંચી ગુણવત્તાવાળી સામુહિક અસ્કયામતોનું બાંધકામ

પરિણામો

 • સ્વસહાય જૂથો મજબુત બનાવવા. યુવાનોમાં શારીરિક અને મનોરંજન પ્રવૃત્તિઓમાં વધારો, સામુદાયિક પ્રસંગો અને ઉત્સવો વધુ સારાં યોજવાં, જાહેર વિતરણ પદ્ધતિની દુકાનોની વધુ સારી કામગીરી

૬.૭ પ્રવૃત્તિ ગામનું બજાર

ઉદ્દેશ

 • સારી રીતે કામ કરતાં અને કાર્યક્ષમ ગ્રામ બજારો વિકસાવવા

વ્યુંહ

 • ઉત્પાદક જૂથો સાથે વિચારવિમર્શ કરી ગામ બજાર તૈયાર કરવા સ્થળ, કદ અને પ્રકાર નક્કી કરવા.
 • અંદાજ તૈયાર કરવા, ટેન્ડર મેળવવા અને બાંધકામની ગુણવત્તા માટે મોનીટરીંગ, ટેકનિકલ સહાય અને દેખરેખ

યોજનાઓ

 • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
 • મહાત્મા ગાંઘી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના

ઉપલબ્ધીઓ

 • વ્યૂહાત્મક સ્થળોએ ગામનાં બજાર ઉપલબ્ધ થવા

પરિણામો

 • કૃષિ ઉત્પન્નનાં ખરીદ- વેચાણમાં સુધારો તથા કુટુંબોની આવકમાં વધારો

૬.૮ પ્રવૃત્તિ નાની બેન્ક / પોસ્ટ ઓફિસ / એટીએમ અને યુઆઇડીએઆઇ કાર્ડ

ઉદ્દેશ

 • કાર્યક્ષમ બેન્કિંગ નેટવર્ક સાથે તમામ ગ્રામીણ વિસ્તારોનું જોડાણ નિશ્ચિત કરવું.

વ્યુંહ

 • સ્થાનિક વિસ્તારમાં બેન્ક અને પોસ્ટ ઓફિસ આવરી લેવા માટે મોજણી
 • સેવારહિત વિસ્તારોમાં નાના એટીએમ કેન્દ્રો ઊભા કરવા
 • બેન્કિંગ ભાગીદારોને શોધી
 • • ખાતાં ખોલાવવાં
 • નોંધણી શિબિરો યોજવી અને યુઆઇડીએઆઇ કાર્ડની ઘેર ઘેર વહેંચણી યોજનાઓ

યોજનાઓ

 • પ્રધાનમંત્રી જન ધન યોજના અને નાણાં વિભાગની બીજી યોજનાઓ
 • પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ
 • નાણા કમિશનની ગ્રાન્ટ

ઉપલબ્ધીઓ

 • બધાનો ૧૦૦ ટકા નાણાંકીય સમન્વય • ૧૦૦ ટકા આધાર નોધણી

પરિણામો

 • બચતમાં વધારો, ઓછી આવકની અસરોમાં ઘટાડો તથા જીવનધોરણમાં વધારો

૬.૯ પ્રવૃત્તિ બ્રોડબેન્ડ, ટેલિકોમ જોડાણ અન સહિયારાં સેવા કેન્દ્રો

ઉદ્દેશ

 • બ્રોડબેન્ડ, ટેલિકોમ જોડાણ અન સહિયારાં સેવા કેન્દ્રો

વ્યુંહ

 • ગ્રામ પંચાયતની કચેરીના ભાગ તરીકે સહિયારાં સેવા કેન્દ્રો બાંધવા
 • મોડયુલ અને નિયમિત વર્ગો મારફત નાગરિકોની ઈ- સાક્ષરતાને સુગમ બનાવવી.

યોજનાઓ

 • સામુહિક સેવા કેન્દ્રો માટેની યોજના
 • રાષ્ટ્રીય ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક
 • ટેલિકોમ ખાતાની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • ઈન્ટરનેટ અને મોબાઈલ જોડાણની ૧૦૦ ટકા ઉપલબ્ધતા

પરિણામો

 • ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો
 • ડિજિટલ સાક્ષરતા, માહિતી અને જાણકારીની વધારે ઉપલબ્ધતા, નવીનત્તમ કામો માટેની તકોમાં વધારો

સામાજિક સુરક્ષા

૭.૨ પ્રવૃત્તિ વીમા યોજનાઓ

ઉદ્દેશ

 • વીમા યોજનાઓનું સાર્વત્રિક આવરણ

વ્યુંહ

 • પ્રધાનમંત્રી જન ધન યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના , આમ આદમી વીમા યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓની ઓળખ કવાયત
 • વીમાની સમયબદ્ધ મંજુરી
 • સ્વસહાય જૂથોનાં માળખાનો ઉપયોગ કરીને દાવા તૈયાર કરવા માટે પદ્ધતિઓ

યોજનાઓ

 • આમ આદમી વીમા યોજના
 • રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના
 • પ્રધાનમંત્રી જન ધન યોજના
 • રાજ્ય આરોગ્ય વીમા યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • આમ આદમી વીમા યોજના તથા રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના અંતર્ગત યોગ્યતા
 • ધરાવતા તમામ કુટુંબોને પૂરેપૂરાલાભ. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ કુટુંબોને આવરી લેવા

પરિણામો

આરોગ્યનું જોખમ ઘટાડવું અને ઓછી આવકની લાગણી ઘટાડવી અને સામાજિક સુરક્ષા વધારવી

૭.૩ પ્રવૃત્તિ જાહેર વિતરણ પદ્ધતિ- યોગ્યતા ધરાવતા તમામ કુટુંબોને સાર્વત્રિક ઉપલબ્ધતા

ઉદ્દેશ

 • જાહેર વિતરણ પદ્ધતિને સાર્વત્રિકપણે આવરી લેવી

વ્યુંહ

 • ઘેર ઘેર હિતાધિકારીઓની ઓળખ અને એનએફએસએની જોગવાઈઓ અનુસાર બધાને રેશનકાર્ડની વહેચણી
 • એનએફએસએની જોગવાઈઓ અનુસાર કુટુંબોને હકપાત્ર અનાજની સંપૂર્ણ અને સમયસર વહેચણી.
 • જાહેર વિતરણ પદ્ધતિની સંસ્થાઓનું સામાજિક ઓડિટ

યોજનાઓ

 • રાષ્ટ્રીય ખોરાક સુરક્ષા અધિનિયમ રાજ્ય જાહેર વિતરણ પદ્ધતિની યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • એનએફએસએની બધી જોગવાઈઓનો અમલ

પરિણામો

ખોરાક સુરક્ષામાં વધારો અને પોષણનાં પરિણામોમાં સુધારો

સુશાસન

૮.૧ પ્રવૃત્તિ ગ્રામ પંચાયતો મજબૂત બનાવવી

ઉદ્દેશ

 • જાહેર સેવા સંબંધિત ખાસ કરીને ગ્રામ પંચાયતો તેમનાં કાર્યો કરી શકે તે માટે સ્થાનિક લોકશાહી મજબૂત બનાવવી અને ગ્રામ પંચાયતોની ક્ષમતા વધારવી

વ્યુંહ

 • ગ્રામ પંચાયતો માટે પંચાયત ભવન, કોમ્પયુટર વગેરે માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવી
 • ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓનું ક્ષમતા વર્ધન પંચાયતોની સ્થાયી સમિતિઓ સક્રિય બનાવવી કાર્યલક્ષી સમિતિઓ ઊભી કરવી અને જળસ્ત્રાવ સમિતિ, ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ, માતા/પિતા શિક્ષક મંડળ વગેરે જેવી સહભાગી સમિતિઓ શક્તિશાળી બનાવવી

યોજનાઓ

પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ

રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના

ઉપલબ્ધીઓ

 • ગ્રામ પંચાયતો માટે સારું આધારમાળખું મળવું
 • કાર્ય સમિતિઓ
 • તાલીમ પામેલ કર્મચારીઓ

પરિણામો

 • વધારે સુ દ્દઢ સ્થાનિક લોકશાહી

 

૮.૨ પ્રવૃત્તિ સામાજિક ઓડિટ

ઉદ્દેશ

 • ગ્રામ પંચાયતે કરેલાં બધા ઘટકોનું અર્ધ-વાર્ષિક સામાજિક ઓડિટ

વ્યુંહ

 • ગ્રામ પંચાયતની ગ્રામસભાને સામાજિક ઓડિટ યોજવામાં સરળતા કરી આપવા રાજ્યનાં સામાજિક ઓડિટ એકમનો સહયોગ લેવો.
 • અગાઉ જણાવ્યા મુજબની એકત્રિત કરેલી માહિતી સમુદાયનાં સભ્યો સ્વસહાય જૂથોનાં સભ્યો, ગામની જાણકારી વ્યક્તિઓ અને જિલ્લાનાં સામાજિક ઓડિટ એકમની જાણકાર વ્યક્તિઓ સાથે સામાજિક ઓડિટ યોજવાના ૧૫ દિવસ પહેલાં આપ-લે કરવી
 • વ્યક્તિગત પુરાવા સાથેનાં રેકર્ડની ખરાઈ કરવા તમામ ઘરની ઘરદીઠ ખરાઈ કરવી
 • ખરાઈ દરમ્યાન વ્યક્તિગત પુરાવા અને ફરિયાદ લેખિત નોંધવી.
 • ગ્રામસભાનું સામાજિક ઓડિટ યોજવું જ્યાં ગ્રામસભા સમક્ષ સામાજિક ઓડિટનાં તારણો વાંચી સંભળાવવા આ સમયે અમલકર્તા સસ્થાનાં પદાધિકારીઓ તથા સ્વતંત્ર અવલોકનકાર હાજર રહેશે જેઓ ત્યાં વાંચી સંભળાયેલા દરેક તારણ પર નિર્ણય લેશે

યોજનાઓ

• બધી યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • ગ્રામસભાએ યોજેલા સામાજિક ઓડિટ મારફત વાંચી જઈ પસંદગીની ગ્રામપંચાયતમાં બધી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે.

પરિણામો

 • સમાજને જાહેર નાણાંના ખર્ચની સંપૂર્ણ પારદર્શકતા

૮.૩ માહિતી આપવામાં સક્રિયતા (Pro-active disclosure)

ઉદ્દેશ

 • જાહેર ક્ષેત્રમાં કાર્યકર્મના અમલને લગતી બધી માહિતી આપવામાં સક્રિયતા

વ્યુંહ

 • સાંસદ આદર્શ ગ્રામ યોજના મારફત પસંદગીની ગ્રામ પંચાયતોમાં થઈ રહેલા બધા કાર્યક્રમો / કામગીરીને લગતી માહિતી નીચે જણાવેલ પ્રકારો ધ્યાને રાખી નક્કી કરવી.
 • ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓનો જોબ ચાર્ટ, તેમના હોદ્દા અને સંપર્કની વિગતો
 • કાર્યક્રમ / કામગીરી હેઠળ લાભાર્થી નક્કી કરવાની પૂર્વશરતો. સેવાઓના ધોરણ સહિત લાભ આપવાના માપદંડ ગ્રામ પંચાયતના કાર્યક્રમ / કામગીરીના લાભાર્થીઓની યાદી
 • દરેક લાભાર્થીને ફાળવેલી રકમ / લાભની રકમ
 • લાભાર્થીઓની અગ્રતાનો ક્રમ
 • ગ્રામ પંચાયતમાં યોજના માટે આઈટમવાર મંજૂર થયેલ અંદાજપત્ર અને ખર્ચ.
 • તાલુકા અને જિલ્લા કક્ષાએ સંબંધિત ખાતાએ રાખેલા રેકર્ડનું પત્રક
 • પ્રોજેક્ટ અમલ કરતી એજન્સીઓનાં નામ અને સંપર્કની વિગતો
 • ગ્રામ પંચાયત માટે આ માહિતીની વિગતવાર ગોઠવણી કરી તેની દિવાલ પર ચીતરીને તથા નોટિસ બોર્ડ અને જાહેર સ્થળોએ પ્રદર્શિત કરીને આ માહિતી જણાંવવી.

યોજનાઓ

 • માહિતી મેળવવાના અધિકારનો અધિનિયમ, ૨૦૦૫

ઉપલબ્ધીઓ

 • માહિતી મેળવવાના અધિકારના અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૪ ની બધી જોગવાઈઓનું પાલન કરવું

પરિણામો

• સમાજને જાહેર નાણાંના ખર્ચની સંપુર્ણ પારદર્શક્તા

૮.૪ પ્રવુત્તિ સમયસર

તકરાર નિવારણ

ઉદ્દેશ

 • સુનિશ્ચિત સમય મર્યાદામાં નાગરિકોને સામનો કરવો પડતી બધી તકરારોનું નિવારણ કરવુ.

વ્યુંહ

 • પસંદ કરેલ ગામના બધા રહેવાસીઓ પંચાયતને તેમની લેખિત ફરિયાદ રજૂ કરી શકશે અને તારીખવાળી પહોંચ મેળવી શકશે
 • સમુદાયના સભ્યો તરફથી ફરિયાદ મેળવવા ગ્રામ પંચાયત કચેરી દરરોજ ખુલ્લી રહેશે
  • ગ્રામ પંચાયત ફરીયાદો સંબંધિત વિભાગને નિવારણ માટે રજૂ કરશે.
  • સંબંધિત વિભાગએ ખાતરી કરવી કે ફરિયાદનો લેખિત જવાબ આપવામાં આવે જેમાં નિર્ણય પણ જણાવ્યો હોય અને તકરારનું પરિણામ ૨૧ દિવસની અંદર કરવું
  • પંચાયત નિયમિત જાહેર સુનાવણી રાખશે તેમાં તકરાર સાંભળવામાં આવશે અને તેનું નિવારણ જાહેરમાં કરાશે.

યોજનાઓ

 • બધી યોજનાઓ

ઉપલબ્ધીઓ

 • નાગરિકોએ કરેલી ફરીયાદનું સમયસર નિવારણ

પરિણામો

 • ગ્રામ પંચાયતમાં આવતી બધી વિકાસ યોજનાઓ માટે સમાન અને પ્રમાણભૂત ફરિયાદ નિવારણ તંત્ર

૮.૫. પ્રવુતિ વિભાગના નાગરિક અધિકારપત્ર મુજબ સમયબદ્ધ સેવા આપવી

ઉદ્દેશ

 • નાગરિક અધિકારપત્ર મુજબ સમયબદ્ધ સેવા આપવી સેવાની ગુણવત્તા સુધારવા ઈ ગવર્નન્સ

વ્યુંહ

 • યોજનાનો નાગરિક અધિકારપત્ર તૈયાર કરવો જેમાં મહત્વની સેવા, જોબ ચાર્ટ અને સેવાનાં ધોરણનો ફરજિયાત સમાવેશ કરવો
 • સમુદાયના બધા સભ્યોને અધિકારપત્રની વિગતો જણાવવી અને તેનો પ્રચાર કરવો
 • સરકારી અને પંચાયત સ્ટાફની હાજરી નિયમિત અને સમયસર હોય તે નિશ્ચિત કરવી
 • નિયત સમય-મર્યાદામાં નાગરિકોને સેવા પૂરી ના પડાતી હોય ત્યાં ફરિયાદ કરવા નાગરિકોને સગવડ કરી આપવી અને તેનું નિવારણ નિશ્ચિત કરવું
 • સ્થાનિક આયોજન માટે પ્રીઆ સોફ્ટ, પ્લાનપલસ, નરેગા સોફ્ટ, આવાસ સોફટ, અને જીઆઇએસ જેવી એપ્લીકેશન તથા કાર્યક્રમોના મોનીટરીંગ અને તકરાર નિવારણ માટે મોબાઈલ આધારીત એપ્લીકેશન જેવી ઈ- ગવર્નન્સની પધ્ધતિઓોં દાખલ કરવી

યોજનાઓ

 • રાજીવ ગાંધી પંચાયત સશક્તીકરણ અભિયાન
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ
 • સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના
 • પછાત પ્રદેશ ગ્રાન્ટ ફંડ

ઉપલબ્ધીઓ

નાગરિકોને મહત્વની સેવાઓની સમયસર પ્રાપ્તિ. મહત્વની યોજનાઓનું યોગ્ય મોનીટરીંગ

પરિણામો

નાગરિકોને સમયસર તથા જવાબદારી સભર સેવા મળશે. સ્થાનિક શાસનમાં સુધારો

૮.૬. પ્રવુત્તિ – ગ્રામસભા, મહિલાસભા અને બાલસભા યોજવી

ઉદ્દેશ

 • સમન્વિત અને પારદર્શક ગ્રામસભા, મહિલાસભા અને બાલસભા નિયમિતપણે યોજી (ત્રણ મહિનામાં ઓછામાં ઓછી એકવાર) સહભાગી નિર્ણયો લેવાં

વ્યુંહ

 • સમન્વિત અને પારદર્શક ગ્રામસભા, મહિલાસભા અને બાલસભા નિયમિતપણે યોજી (ત્રણ મહિનામાં ઓછામાં ઓછી એકવાર) સહભાગી નિર્ણયો લેવાં
 • મહિલા અને બાળ વિકાસને લગતા પ્રશ્નો અને સ્વચ્છતા જેવા અગ્રતા પ્રશ્નો પર ચર્ચા કરવા ખાસ મહિલા ગ્રામસભાઓ (મહિલા સભાઓ) યોજવી. - બાળકોનાં શિક્ષણ, મનોરંજન અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરવા
 • બાળકોની ખાસ ગ્રામસભા ( બાલસભા ) યોજવી.
 • ગ્રામસભામાં હાજર રહેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદસભ્યો, વિધાનસભ્યોને પ્રોત્સાહન આપવું.
 • સ્વસહાય જૂથની મહિલાઓને ભાગ લેવા તથા ગ્રામ સભામાં મહિલાઓને હાજર રહેવા પ્રોત્સાહન આપવું.

યોજનાઓ

રાજ્યનો પંચાયતી રાજ અધિનિયમ

ઉપલબ્ધીઓ

સમાજના બધા વિભાગોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પર આધારિત સંસાધનોના ઉપયોગ અને મોનીટરીંગ લગતા ગ્રામ પંચાયતે લીધેલા નિર્ણયો

પરિણામો

નિમ્ન કક્ષા (ગ્રાસરૂટ લેવલ) સુધી સ્વતંત્ર કાર્યવાહીને સમુધ્ધ બનાવવી

 

જોડાણ ર

ગ્રામ પંચાયત કક્ષાએ ભરવાનું આધારરેખા પત્રક

 • પ્રાથમિક શાળાઓની સંખ્યા
 • ૧૫ વર્ષથી ઓછી વયનાં બાળકોની સંખ્યા
 • ૧૫ વર્ષથી ઓછી વયનાં શાળાએ જતાં બાળકોની સંખ્યા
 • ૧૫ વર્ષથી ઓછી વયનાં અધવચ શાળા છોડી જતાં બાળકોની સંખ્યા
 • સ્ત્રી અક્ષરજ્ઞાન
 • આંગણવાડીઓની સંખ્યા
 • કસ્તુરબા ગાંધી બાલ વિદ્યાલોય સંખ્યા
 • પ્રાથમિક શાળામાં શિક્ષક : વિદ્યાર્થીનો ગુણોત્તર
 • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો / પેટા કેન્દ્રોની સંખ્યા
 • નોંધાયેલી સંસ્થાગત પ્રસૂતિની સંખ્યા
 • દર્દી / દાક્તરનો ગુણોત્તર
 • ગ્રંથાલયોની સંખ્યા
 • ગ્રામ પંચાયતમાં અપોષિત તરીકે મુકરર કરાયેલાં બાળકોની સંખ્યા
 • ઓછા વજન તરીકે મુકરર કરાયેલાં બાળકોની સંખ્યા
 • પાંડુરોગગ્રસ્ત તરીકે મુકરર કરાયેલી સ્ત્રીઓની સંખ્યા
 • પાંડુરોગગ્રસ્ત તરીકે મુકરર કરાયેલાં બાળકોની સંખ્યા
 • બાળ મુત્યુ દર
 • માતા મુત્યુ દર
 • ભારત નિર્માણ સ્વયંસેવકોની સંખ્યા
 • નોંધાયેલા ગુનાની સંખ્યા
 • પોલીસ સ્ટેશનની સંખ્યા
 • કોન્સટેબલ / નાગરિકોનો ગુણોત્તર
 • નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો (ફસ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ-એફઆઈઆર)ની સંખ્યા
 • શૌચાલય ધરાવતા કુટુંબોની સંખ્યા
 • શૌચાલય ન હોય તેવાં કુટુંબોની સંખ્યા
 • સહિયારા સ્વચ્છ સંકુલોની સંખ્યા
 • ગ્રામ પંચાયત ભવનમાં શૌચાલય છે?
 • દવાખાનામાં શૌચાલય છે?
 • ગ્રામ પંચાયતમાં વૃક્ષોની સંખ્યા
 • ગરીબી રેખા નીચેનાં કુટુંબોની સંખ્યા
 • અનુસૂચિત જાતિનાં કુટુંબોની સંખ્યા
 • અનુસૂચિત જનજાતિનાં કુટુંબોની સંખ્યા
 • ભૂમિહીન કુટુંબોની સંખ્યા
 • ઈન્દિરા આવાસ યોજનાના લાભાર્થીઓની સંખ્યા
 • અનુસૂચિત જનજાતિ અને પરંપરાગત વનવાસી ( વન અધિકારની માન્યતા ) અધિનિયમના લાભાર્થીઓની સંખ્યા
 • એકાકી મહિલા કુટુંબની અગ્રણી હોય તેવા કુટુંબોની સંખ્યા
 • વિકલાંગ વ્યક્તિઓ કુટુંબના અગ્રણી હોય તેવાં કુટુંબોની સંખ્યા
 • સ્વસહાય જૂથોની સંખ્યા
 • ફેડરેશનની સંખ્યા
 • સ્વસહાય જૂથના આગેવાનોની સંખ્યા
 • બેન્ક ખાતુ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા
 • બેન્કની શાખાથી અંતર
 • પોસ્ટ ઓફિસથી અંતર
 • ગામમાં એટીએમ ની ઉપલબ્ધતાં
 • ખેતીલાયક જમીનનો વિસ્તાર
 • સિંચિત જમીનનો વિસ્તાર
 • સહિયારી જમીનનો વિસ્તાર
 • ખરાબાની જમીનનો વિસ્તાર
 • ગ્રામ પંચાયતમાં કક્ષાવાર પશુધન
 • ગ્રામ પંચાયતમાં ઉત્પાદનની વિગતો
  • કૃષિ
  • પશુપાલન
  • ગ્રામ ઉધોગો
 • કાર્યરત જળાશયોની સંખ્યા
 • કાર્યરત જળાશયોથી ૨ કિલો મીટરની અંદરનો વિસ્તાર
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળના સક્રિય જોબ કાર્ડ ધરાવનારાની સંખ્યા
 • સક્રિય જોબકાર્ડ ધરાવનાર સભ્યોની સંખ્યા કે જેમણે ૧૦૦ દિવસનું કામ પુરૂ કરેલું હોય.
 • અનાજ સંગ્રહની સગવડોની સંખ્યા
 • ડેરી પ્રક્રિયા એકમોની સંખ્યા
 • પાકાં મકાન ન ધરાવનાર કુટુંબોની સંખ્યા
 • પીવાના શુધ્ધ પાણી માટે નળ ન હોય તેવાં કુટુંબોની સંખ્યા
 • ગ્રામ પંચાયતની અંદર રસ્તાઓની સંખ્યા
 • ગ્રામ પંચાયતની અંદર બારમાસી ન હોય તેવા રસ્તાઓની સંખ્યા
 • વીજળીનું જોડાણ ન ધરાવતાં કુટુંબોની સંખ્યા
 • ગ્રામ પંચાયતમાં આંગણવાડીની સંખ્યા
 • ગ્રામ પંચાયતમાં વાજબી ભાવની દુકાનો જાહેર વિતરણ પદ્ધતિની દુકાનોની સંખ્યા.
 • ગ્રામ પંચાયતમાં સમાન સેવા કેન્દ્રની
 • સંખ્યા પેન્શન (વૃધ્ધિાવસ્થા વિધવા, અશકતતા) માટે યોગ્ય કુટુંબોની સંખ્યા
 • પેન્શન ન મેળવતાં યોગ્યતા ધરાવતા કુટુંબોની સંખ્યા
 • રેશનકાર્ડ માટે યોગ્યતા ધરાવતા કુટુંબોની સંખ્યા
 • રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા યોજના હેઠળ આવરી લેવાયેલાં કુટુંબોની સંખ્યા
 • આમ આદમી વીમા યોજના હેઠળ આવરી લેવાયેલાં કુટુંબોની સંખ્યા
 • દારૂ વેચતી દુકાનોની સંખ્યા

અંગ્રેજી માર્ગદર્શિકાનો ગુજરાતી ભાવાનુવાદ છે જ્યાં સ્પષ્ટતાની જરૂર જણાય ત્યાં અંગ્રેજી  માર્ગદર્શિકાનો ઉપયોગ કરવા વિનંતી છે. યોજનાની અંગ્રેજી માર્ગદર્શિકા ગ્રામીણ વિકાસ  મંત્રાલય, ભારત સરકાર, દ્વારા તૈયાર કરવામાં આવેલ.ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર કૃષિભવન નવી દિલ્હી ૧૧૦૦૦૧ ( ભારત )ફોન: +૯૧ ૧૧ ૨૩૩૮ ૩૫૫૩

સ્ત્રોત : સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય) માર્ગદર્શિકા© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate