વડાપ્રધાન જન ધન યોજના અને સ્વચ્છ ભારત અભિયાન બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી એક મોટી યોજનાનું લોકાપર્ણ કર્યું. લોક નાયક જય પ્રકાશના જન્મ દિવસે આ યોજનાની શરૂઆત કરી. સાંસદ આદર્શ ગ્રામ યોજના ગામના સર્વાગીવિકાસ માટે છે. આ યોજના હેઠળ દરેક સાંસદે 2019 સુધીમાં 3 મોડલ ગામનો વિકાસ કરવો પડશે. જેમાં ગામના વિકાસ માટે સાંસદ પોતાનું યોગદાન આપશે. ઓરોગ્ય,શિક્ષણ અને પર્યાવરણની સાથે સ્વચ્છતાની દિશામાં પણ સુધારા કરાશે. 2016 સુધીમાં દરેક સાંસદે એક ગામનો વિકાસ કરવો પડશે. જયારે 2019 બાદ વર્ષ 2024 સુધીમાં વધુ પાંચ ગામનો વિકાસ કરવો પડશે.
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 સુધીમાં 2500 ગામનો વિકાસ કરાશે. શહેરની જેમ ગામડાને પણ ચમકાવવામાં આવશે. સાંસદ પર છે હવે ગામડાના વિકાસની જવાબદારી છે.
આદર્શ ગ્રામ યોજનાના લોન્ચ સમયે ઉપસ્થિત રોડ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં ગામડાની કાયા પલટ થશે. અને શહેરની જેમ ગામડાની ચમક-દમક પણ વધી જશે. આ યોજના હેઠળ ગામડામાં પણ ઇ-લાઈબ્રેરીની સુવિધા પૂરી પાડવામાં આવશે.
તમને જણાવીએ કે કયાં ગામને આદર્શ ગામ તરીકે વિકસીત કરાશે અને કેવી સુવિધા પૂરી પાડવામાં આવશે. મેદાની વિસ્તારમાં 3થી5 હજારની જન સંખ્યા અને પહાડી વિસ્તારમાં 1થી 3 હજારની જન સંખ્યાવાળા ગામને આદર્શ ગામ તરીકે વિકાસ કરાશે. આદર્શ ગામમાં હોસ્પિટલ, શાળા, લાઈબ્રેરી, રમત-ગમતનું મેદાન, ઈ-સાક્ષરતા અને સાર્વજનિક શૌચાલયની સુવિધા હશે. આ ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાશે. આદર્શ ગામ પોતાનો આર્થિક એજન્ડા પણ તૈયાર કરશે.
મેદાની વિસ્તારોમાં ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી જ્યારે કે પહાડી વિસ્તારોમાં પંદરસોથી ત્રણ હજારની વસ્તીવાળા ગામ સાંસદ પસંદ કરશે.
કોઈ પણ સાંસદ પોતાના પૈતૃક ગામના પહેલા ચરણમાં નથી પસંદ કરી શકતો. શહેરી વિસ્તારોના સાંસદ પોતાના નિકટની લોકસભા સીટનુ કોઈ ગામ પસંદ કરશે.
ત્રણ ચરણોમાં આદર્શ ગામ બનાવવા માટે કામ કરવામાં આવશે. નાનકડા સમયના કામોને ત્રણ મહિનામાં પુર્ણ કરવાનુ રહેશે. મધ્યમ અવધિવાળા કામ એક વર્ષમાં પુરા કરવાના રહેશે. લાંબા સમયના કામો માટે એક વર્ષથી વધુનો સમય મળશે.
સૌથી પહેલા નાનકડા સમયના કામોને પ્રાથમિકતા આપવી પડશે. જેવા કે ગામની સફાઈ અને ગામને લીલુછમ કરવાનુ કામ. શાળા અને આંગનવાડીમાં ગામના સો ટકા બાળકોનુ નામાંકન. સૌને સ્વાસ્થ્યની સુવિદ્યા આપવાની પ્રક્રિયા.
ગામના બધા ખેડૂતોને Soil health card અને બધા ગ્રામીણોને હેલ્થ તેમજ આધાર કાર્ડ મળશે.
શાળાને સ્માર્ટ શાળા બનાવી શકાય છે. દરેક ગામ પોતાની એક આર્થિક એજંડા નક્કી કરશે જેથી ગામમાં ઉત્પાદિત થનારી વસ્તુઓનુ ઉત્પાદન વધે.
રોચક વસ્તુઓ પણ હશે ગામમાં. જેવી કે દરેક ગામ પોતાનો જન્મદિવસ ઉજવે. જેમા ગામની બહાર રહેનારા કોઈ વ્યક્તિને બોલાવીને તેનુ સન્માન કરવામાં આવે. ગામના વડીલોનુ સન્માન કરવામાં આવે. ગામના કોઈ સ્વતંત્રતા સૈનાની કે શહીદ હોય તો તેના અંગે બાળકોને જાગૃત કરવામાં આવે. આ યોજનાને અમલમાં લાવવાની જવાબદારી એ સાંસદની રહેશે જેને આ ગામની પસંદગી કરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020