રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા સશક્તિકરણ કરવાની યોજના
યોજનાનું નામ
આ યોજના "સખીમંડળ" સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખાશે અને સમગ્ર રાજયના ગ્રામીણ વિસ્તારમાં અમલમાં મુકવામાં આવશે. આ યોજનાની મુદત પ્રથમ તબક્કે આ ઠરાવની તારીખથી તા.31/1/2010 સુધીની રહેશે. આ યોજના સંકલીત બાળ વિકાસ કાર્યક્રમ (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવેશ.
યોજનાનો ઉદેશ
આ યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાશે.
આ યોજના ગ્રામીણ વિસ્તારમાં તા.2/2/2007થી અમલમાં મુકવામાં આવેલ છે. અને તે તા.31/1/2010 સુધી અમલમાં મુકેલ. જેની અવધિ તા. 03/11/2011 સુઘી અને ત્યારબાદ નિર્ણય થાય ત્યાં સુઘી અમલમાં રહેશે.
આ યોજના સંકલીત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવશે.
ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઈ બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય.
સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવી, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવા.
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવો.
યોજનાની વ્યુહરચના
પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ તૈયાર કરશે.
આ યોજના અંતર્ગત સખીમંડળના સભ્યોને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
ગૃપ ડાયનેમીક
સંઘર્ષ નિવારણ
નેતૃત્વ વિકાસ
બુક કીપીંગની તાલીમ
આર્થિક પ્રવૃતિ માટે તાલીમ
આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર્તા, એ.સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ.ને ઈન્સેટીવ (પ્રોત્સાહક રકમ) મળવાપાત્ર છે.