অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સખી મંડળની માર્ગદર્શિકા

આ પુસ્તિકા સામાન્ય શિક્ષણ પામેલ અને મદદરુપ થઈ શકેતવી સ્થાનિક વ્યકિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી આ વ્યકિત સખી મંડળો રચવામાં મદદરુપ થઈ શકે.

પ્રસ્તાવના

આપણે ઘણીવાર સ્વસહાય જુથ વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. અત્યંત ગરીબ લોકો સ્વસહાય જુથો રચે છે. તેઓ ઘણી નાની-નાની રકમની બચત કરે છે. તેઓ સ્વસહાય જુથમાં આ નાની રકમો એકબીજાને ધીરે છે.

તેઓ પોતાની અનેક સમસ્યાઓનો સાથે મળી ઉકેલ લાવે છે.

  • શું સ્વસહાય જુથોની રચના આપણાં પોતાના ગામડામાં થઈ શકે છે?
  • શું આપણે બહેનોના સ્વસહાય જુથો એટલે કે સખી મંડળો રચવામાં મદદ કરી શકીએ?
  • આપણે તેને મદદ કરવા શું કરવું જોઈએ?

સખી મંડળો રચવા માટે કેવી રીતે મદદ કરવી એ આ પુસ્તિકા તમને સાદા શબ્દોમાં કહે છે

સ્વ સહાય શું છે?

છેક આપણા બાળપણથી આપણે કહેવતો સાંભળીએ છીએ જેવી કે, - 'સ્વસહાય એ શ્રેષ્ઠ સહાય છે' - "એકતામાં તાકાત છ" - સંપ હશે તો આપણે ઉભાં રહી શકીશું . સામનો કરી શકીશું, કુસંપ હશે તો આપણે નિષ્ફળ જશુ, નાશ પામીશું .

આપણે પક્ષીઓ જાળમાં સપડાઈ ગયા તેની વાર્તા સાંભળી છે.તેઓ પોતાના અલગ અલગ પ્રયત્નો ધ્વારા છટકી શકે તેમ ન હતા. પણ જયારે જુથમાં એક સાથે ઉડયા ત્યારે છટકી

આપણે જાણીએ છીએ કે એક એક લાકડી સહેલાઈથી તૂટી શકે છે, પણ લાકડીઓના એક ભારાને ભાંગવો મુશ્કેલ છે.

સ્વહાય જુથો આપણને બતાવે છે કે એકતા કેવી રીતે તાકાત બને છે. તો બતાવે છે સ્વસહાય કેવી રીતે શ્રેષ્ઠ મદદ છે.

આવો આપણે બહેનોને સખી મંડળો રચવા માટે પ્રોત્સાહીત કરીએ.

સખી મંડળો કેવી સાકાર પામે છે?

સખી મંડળો રચના કરતા પહેલાં સમાજના અગ્રણીઓ અને ગામડાના વડીલોની એક મીટીંગોનુ આયોજન કરો તેઓને સખી મંડળોની રચના કરવાની તમારી યોજના સમજાવો તમને તેઓનો ટેકો મળશે. આ ઘણુ મહત્વનું છે.
  • આને સમાજની ભાગીદારી કહેવાય છે.
  • આના કારણે ગામડામાં તમામ કામગરીને પણ સ્વીકૃતિ મળશે.
આ મીટીંગને આશય કંઈક આપવા માટેની નથી પણ ગરીબ કુટુંબો એક સાથે મળી શકે તે અને એક બીજાને મદદરૂપ થઈ શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો છે. આ મીટીંગમાં તમે સખી મંડળના પાયાના સિધ્ધાંતો સમજાવશો તો તે ઘણા ઉપયોગી થઈ પડશે.

લાંબી મુસાફીરીનો આરંભ પણ એક ડગલું આગળ ભરીને થાય છે.

એક સખી મંડળ રચના માટેનુ પહેલું પગલું સરળ છે.

  • તમારા ગામના ગરીબ ધરોની મુલાકાત લ્યો.
  • તેઓની સાથે વાત કરો.
  • જો લોકો તમને ન ઓળખતા હોય તો પહેલા તેઓની સાથે તમારા વિશે વાત કરો.
  • લોકોમા જાણીતા થવું અને તેઓનો વિરવાસ જીતવો તે મહત્વનું છે.
જયારે તમે એક ગરીબ કુટુંબની મુલાકાત ૯યો ત્યારે
  • મહિલા વર્ગ સાથે વાત કરો.
  • કુટુંબનો સૌથી મહત્વનો પ્રશન શું છે તે પૂછો.
  • નીચે કરેલ યાદી મુજબની તમામ વિગતો નોટબુકમાં લખો.
  1. શું કુટુંબમાં ફકત એક જ કમાનાર સભ્ય છે?
  2. શું કુટુંબ પીવાનું પાણી દૂરના સ્થળેથી લાવે છે?
  3. જાજરુ ન હોવાના કારણે ઘરની મહિલાઓને શું દૂર ખુલ્લી જગ્યાએ જાજરુ કરવા જવું
  4. શુ કુટુંબમાં વૃધ્ધ નિરક્ષર વ્યકિતઓ છે?
  5. શું કુટુંબમાં કાયમી માંદા રહે તેવા સભ્યો છે?
  6. શું કુટુંબમાં શાળાએ ન જતા બાળકો છે? .
  7. શું કુટુંબમાં કોઈ નશાનો વ્યસની સભ્ય છે?
  8. શું તેમનું ધર કાચી સામગ્રીનું બનેલું છે?
  9. શું તેઓ નિયમિત પણે વ્યાજે નાણાં ધીરનાર પાસેથી પૈસા લે છે?
  10. શું તેઓને રોજનુ બે ટંકનુ ખાવાનું પણ નથી મળતું?.
  11. શું તેઓ અનુસુચિત જાતિ કે અનુસુચિત જન જાતિના છે?
  12. આ પ્રારંભિક સર્વેક્ષણ કહેવાય . આ સર્વે તમને દરેક વ્યકિતગત કુટુંબની જરૂરીયાતો સમજવામાં મદદરૂપ થશે.

જયારે તમે કોઈ પણ એક વિસ્તારમાં કુંટુંબો સાથે વાત કરશો ત્યારે તેમના ધણાની વચ્ચે અમુક પ્રમાણની પારસ્પરીક લાગણી તમને જોવા મળશે, આ પારસ્પરીક સંબંધના અમુક જાણીતા કારણો આ મુજબ છે.

  1. ગરીબીનો એક સરખો અનુભવ
  2. એક સરખી રહેણીકરણી
  3. જીવનનિર્વાહના એક સરખા સાધનો
  4. એક જ સમુદાય કે જાત
  5. પૂર્વજો એક જ સ્થળના
તમારે એજ કુટુંબોની ફરીથી મુલાકાત લેવી પડશે તમે બીજા વાર મુલાકાત લ્યો ત્યારે તમે દરેક કુટુંબને કહી શકશો કે તમે કેવી રીતે બીજા કુટુંબોની મુલાકાત લઈ તેઓ સાથે વાત કરી હતી, તેમની સમસ્યાઓમાં શુ સમાનતાઓ જોવા મળી આવી મુલાકાતો બાદ તમે જાણી શકશો કે આમા ના કયા કયા કુટુંબો સખી મંડળોમાં એક સાથે જોડાઈ શકશે. તમે એ પણ સમજી શકશો કે તેમની સમાન જરૂરીયાત અને સમસ્યાઓ
વડીલો અને સામાજના અગ્રણીઓને મળ્યા બાદ તથા બધા કુટુંબોની મુલાકાત લીધા બાદ હવે તમે સખી મંડળોના સભ્યોની મીટીંગ બોલાવવા માટે તૈયાર છો. પસંદ કરવામાં આવેલ દરેક કુટુંબની એક મહીલા સભ્ય અનુકુળ દિવસે ગોઠવવામાં આવેલ મીટીંગમાં હાજરી આપે તેવું આયોજન કરવું. આને શરુઆતની મીટીંગ કહી શકાય. આ મીટીંગ દરમ્યાન તમને અનેક પ્રશ્નનો પુછવામાં આવશે. તમારા જવાબો તેઓને સખી મંડળની પરીકલ્પના સમજાવામાં ધીરે ધીરે મદદરૂપ થશે. મંડળની રચના જુદા જુદા પાસાઓ સમજવા માટે સભ્યોને પુરતો સમય આપવો જરૂરી છે.
  • મંડળોની રચના કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે પાંચથી છ અઠવાડીયાને સમય લેશે.
  • એકવાર મંડળની રચના થયા બાદ સ્થિરતા મેળવવા માટે તેને એકથી દોઢ વર્ષનો સમય લાગે છે.
  • મંડળની પ્રારંભીક મીટીંગો દરમ્યાન નીચે જણાવેલ વસ્તુઓ બની શકે છે.
  • અમુક સભ્યો મંડળ છોડી જાય.
  • અમુક નવા સભ્યો મંડળમાં જોડાય.
  • મીટીંગના વિષયો કેવી રીતે નકકી કરવા તે ધીરે ધીરે શીખે.
  • તેઓ મીટીંગનુ સંચાલન કેવી રીતે કરવું તે શીખે. - તેઓ મીટીંગની નોધ , અહેવાલ અને દસ્તાવેજોનુ મહત્વ સમજે.
  • તેઓ એક સાથે રહીને એક બીજાને મદદરૂપ થવા ઈચ્છે.

આ સામાન્ય તબકકાઓ છે. આ બાબતો તમને વિશવાસ આપશે કે તમે ખરી દિશામાં જઈ રહયો છો.

નેતૃત્વ

મંડળના એક સભ્ય એ આગેવાની લેવાની જરૂર છે .

આ વ્યકિત કેવી રીતે ઓળખી કાઢીશું?. આ માટે શ્રેષ્ઠ માર્ગ મંડળના સભ્યોને નીચે જણાવેલ પ્રરનો પુછવાનો છે.

પ્રશ્નો

જવાબ

મંડળ માટે બધુ કોણ નકકી કરે?

તમામ સભ્યોએ નકકી કરવું.

મંડળનો લાભ કોને મળે છે?

તમામ સભ્યોને લાભ મળે છે

કોણે કામ કરવું જોઈએ?

તમામ સભ્યોએ કામ વહેચી લેવું જોઈએ

કામ કેવી રીતે વહેચવું?

દરેક સભ્ય વારાફરતી કામની જવાબદારી પોતાની માથે લે તે અંગે સહમત થવું

આ રીતે સભ્યો જવાબદારી વારાફરતી લેવાના કારણો સમજશે. આ રીતે હિસાબ કિતાબ તથા મીટીંગોનુ આયોજન કરવા માટે સભ્યોની પસંદગી કરવાની કામગીરી સરળ બનશે.

(૪) સખી મંડળો કેવી રીતે કામ કરે છે?

સખી મંડળો ને કામ કરવા માટે નીચે પ્રમાણે સાદા નિયમો જરૂરી છે.

  • મીટીંગોનુ આયોજન (અઠવાડીક પખવાડીક માસિક)
  • મીટીંગોનો સમય અને સ્થળ
  • ગેરહાજરી માટે દંડ
  • બચતની રકમ સભ્યોને લોન આપવા માટેના નિયમો જેમ કે હેતુઓ , વ્યાજ હપ્તા વિગેરે ,
  • બેન્કો પાસેથી લોન મેળવવાના નિયમો
સ્વસહાય જુથો યોગ્ય રીતે કામ કરે તે માટે સભ્યોને તાલીમ આપવી તે મહત્વની જરુરીયાત છે. નિમન લિખિત તાલીમ સભ્યો માટે લાભપ્રદ રહેશે.
  • પાયાનું ગણિત
  • હિસાબોની જાળવણી
  • મીટીંગોનુ આયોજન અને સંચાલન મહિલા સશકિતકરણ જેવા સામાજીક પાસાઓ.
  • લોન આપવી લોન લેવી, વિગેરેના પાયાના સિધ્ધાંતો વિશે
મંડળોના સભ્યોને તાલીમ પુરી પાડવાની સૌથી અસરકાર પધ્ધતિ તેમને એક સારુ કામ કરતા સ્વસહાય જુથમાં લઈ જવાની અને આ જુથના સભ્યો સાથે મુકત વાર્તાલાપ કરાવવાની ચાલો હવે એક મંડળને નજીકથી જોઈએ અને તેની લાક્ષણિકતાઓ અને કામગીરીઓ સમજીએ સખી મંડળોની લાક્ષણિકતાઓ અને કામગીરી.

લાક્ષણિકતાઓ

  • એક મંડળનું આદર્શ કદ ૧૦ થી ૨૦ સભ્યોનું હોવું જોઈએ. ( માટે જુથમાં સભ્યો સક્રિયપણે ભાગ ન લઈ શકે.)
  • આ મંડળની કાયદાકીય રીતે નોધણી કરવી જરૂરી નથી.
  • એક કુટુંબમાંથી ફકત એક સભ્ય ( આ રીતે સ્વસહાય જુથમાં વધુ કુટુંબો જોડાઈ શકે છે.)
  • જુથ મહિલાઓનુ બનેલું હોવું જોઈએ.
  • સભ્યના સામાજીક અને આર્થિક સ્તરમાં સમાનતા.(આવા સભ્યો છુટથી હળી મળી શકશે.)
  • મંડળની મીટીંગો નિયમિત પણે યોજાવી જોઈએ. ( જો સભ્ય અઠવાડીયામાં એક વાર મળે તો તેઓ એક બીજાને વધુ સારી રીતે સમજી શકે.)
  • ફરજીયાત હાજરી,(સધન ભાગીદારી માટે પુરી હાજરી)
  • મંડળના સભ્યોની ઉમંર ૧૮ વર્ષથી વધારે હોવી જોઈએ.
  • હિસાબ કિતાબ

    • તમામ વ્યવહાર, લેવડ દેવડ માટે સાદા અને સ્પષ્ટ ચોપડાઓ જાળવવા. - જો મંડળના કોઈ પણ સભ્યો હિસાબ કિતાબ રાખી ન શકતા હોય તો આ કામ માટે મંડળે કોઈ વ્યકિતને રોકવી.
    • મીટીંગ રજીસ્ટ્રાર(મીટીંગોની કાર્યવાહી તથા ઠરાવો આ બુકમાં નોધવામાં આવે છે.
    • હિસાબી રજીસ્ટરસભ્યોની બચત તથા જુથની એકંદર બચત વ્યકિતગત લોનો , લોનોની પુનઃ ચુકવણી, વસુલ કરાયેલ વ્યાજ અને દંડ, બાકી સિલક વગેરેની આ રજીસ્ટરમાં નોધ કરવામાં આવે છે.
    • સભ્યોની પાસબુકો દરેક સભ્યોની વ્યકિતગત પાસબુકોમાં બચત, લોન તથા તેની પુનઃ ચુકવણીની વિગતો નોધવામાં આવે છે.

    મંડળ કામગીરી

    બચત અને કરકસર

    • રકમ ભલે નાની હોય પણ બચત તે દરેક સભ્યોની નિયમિત અને સળંગ આદત હોવી જરૂરી છે. '' પહેલા બચત- પછી લોન એ પ્રત્યેક જુથ સભ્યોનો નિરચય હોવો જોઈએ. બચતો ધ્વારા મોટી રોકડ રકમનું સંચાલન કેવી રીતે કરવુ તે મંડળના સભ્યો શીખે છે આ અનુભવ તેઓને ભવિષ્યમાં બેક લોનના સંચાલનમાં મદદરૂપ થશે.
    • મંડળના નામે બેંકમાં ખાતુ ખોલાવવું.

    અંદરોઅંદર ધિરાણ કરવું (આાંતરિક લોન)

    • બચત ઉપયોગ સભ્યોને લોન આપવા માટે કરવો.
    • લોનના હેતુઓ રકમ, વ્યાજનો દર, વગેરે
    • મંડળ ધ્વારા સ્વયં જ નકકી કરવામાં આવે છે. મંડળ દ્વારા યોગ્ય હિસાબો રાખવામાં આવે છે.
    • બેંક પાસેથી લોન મેળવતા પહેલા મંડળે આંતરિક લોનનો અનુભવ મેળવવો જરૂરી છે.

    સમસ્યાઓની ચર્ચા વિચારણા કરવી.

    દરેક મીટીંગમાં મંડળ સભ્યોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ ચર્ચા ધ્વારા કરવામાં આવશે.

    પગલું ૧ સખી મંડળ માટે બચત બેંક ખાતુ ખોલાવવું.

    ભારતીય રીઝર્વે બેંકે તથા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકે તમામ વાણીજય બેંકો, સહકારી બેંકો તથા પ્રાદેશિક ગ્રામિણ બેંકોને રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ ન કરાયેલ હોય તેવા સ્વ સહાય જુથોના બચત ખાતાઓ ખોલાવવાની મંજુરી આપી છે. મંડળના નામે બચત ખાતુ ખોલાવતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજો બેંકમાં આપવાના રહેશે.

    • મંડળનો ઠરાવ : મંડળે બેંકમાં ખાતુ ખોલાવવા અંગે લીધેલ નિર્ણય દર્શાવતો અને તમામ સભ્યોની સહી ધરાવતો ઠરાવ પસાર કરવો જરુરી છે. આ ઠરાવની નકલ બેંકને આપવી. ( આ ઠરાવનો નમુનો બિડાણ-૧ પ્રમાણે રહેશે.)
    • ઓળખ પત્ર :આઈસીડીએસ ના સુપરવાઈઝર, ACDPO અથવા CDPO ના હસ્તાક્ષરથી મંડળ વિશે ઓળખ પત્ર બેંકને આપવાનું રહેશે. ( આ ઓળખપત્રનો નમુનો બિડાણ-ર પ્રમાણે રહેશે.)
    • ફોટા:- મંડળના બચત ખાતાનુ સંચાલન કરનારી બે અથવા ત્રણ બહેનો ( ઠરાવ પ્રમાણે) ના સંયુકત અથવા અલગ અલગ એવા બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ બેંકમાં આપવાના રહેશે.

    બેંક બચત ખાતાની પાસબુક મંડળને આપવામાં આવે છે આ પાસબુક મંડળના નામે આપવામાં આવે છે નહી કે કોઈ સભ્યના વ્યકિતગત નામે બેંકોને ખાસ વિનંતી કે મંડળના બચત ખાતા ખોલવા માટે રબર સ્ટેમ્પ, મંડળની બહેનોના રેશન કાર્ડની નકલ વગેરે જવી બિન જરૂરી બાબતોનો આગ્રહ ન રાખે.

    પગલું –ર સખી મંડળ ધ્વારા આંતરિક ધિરાણનું સંચાલન

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate