অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંકલિત જલસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ

પ્રસ્તાવના

ગુજરાત રાજયમાં જળસ્‍ત્રાવ વિકાસ કાર્યક્રમ સહભાગી અને વૈજ્ઞાનિક ઢબે અમલી છે. માટી, વૃક્ષો આચ્‍છાદિત વિસ્‍તાર તથા પાણી જેવા પાકૃતિક સંસાધનોનાં સંરક્ષણ અને સંવર્ધન ઘ્‍વારા પર્યાવરણીય સમતુલાને પ્રસ્‍થાપિત કરવાનો મુખ્‍ય હેતુ છે. જેના ફલ સ્‍વરૂપે વહેતા પાણી સાથે માટીનું ધોવાણ અટકયું છે, કુદરતી વનસ્‍પતિઓ નવપલ્‍લવિત થયેલ છે. વરસાદના પાણીનો સંગ્રહ થયો છે. તેમજ જમીન અંદર રહેલા પાણીના સ્‍તર ઉંચા આવેલ છે. વિવિધ પાકોની ખેતી તથા વિવિધ ખેતી આધારિત પ્રવૃતિઓ ઘ્‍વારા જળસ્‍ત્રાવ વિસ્‍તારમાં રહેલા લોકોને ટકાઉ આજીવિકા પુરી પાડવાનું શકય બન્‍યું છે.

પરિયોજના પસંદગી માપદંડો

જળસ્‍ત્રાવ વિકાસ પરિયોજનાઓની પસંદગી નીચેના માપદંડોના આધારે કરવામાં આવે છે:

  • પીવાના પાણીની તીવ્ર અછત
  • ભુગર્ભ પાણીના સ્‍ત્રોત્રના અતિશય ઉપયોગનો વ્‍યાપ
  • ખરાબા/અવનત જમીનોનું વર્ચસ્‍વ
  • વિકસિત / પ્રક્રિયા કરી દીધેલ બીજા જળસ્‍ત્રાવની નીકટતા
  • ગ્રામજનોની સ્‍વૈચ્‍છિક ફાળો આપવાની, સહિયારી મિલકતાના સંસાધનોના હિસ્‍સા માટે યોગ્‍ય સાામાજિક વિનિયમોનો અમલ કરવો, લાભની યોગ્‍ય વહેંચણી કરવી, ઉભી કરેલી અસ્‍કયામતોની કામગીરી અને નિભાવ માટે વ્‍યવસ્‍થા કરવી.
  • અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનું પ્રમાણ
  • પરિયોજના વિસ્‍તારને નિશ્‍ચિત સિંચાઈ હેઠળઆવરી લીધેલ ન હોવા જોઈએ.
  • જમીનની સંભવિતતા ઉત્‍પાદકતા

યોજનાના ફાયદાઓ

  • સપાટીના પાણીમાં વૃઘ્‍ધિ
  • ભૂગર્ભ જળમાં વધારો
  • વાવેતર વિસ્‍તારમાં વધારો
  • કૃષિ ઉત્‍પાદકતામાં વધારો
  • દુધ ઉત્‍પાદનમાં વધારો
  • પીવાના પાણીની ઉપલબ્‍ધતા

કાર્યક્રમ

વોટરશેડ કાર્યક્રમના આયોજનબઘ્‍ધ અને અસરકારક અમલીકરણના પરિણામ સ્‍વરૂપ ગુજરાત રાજયને ભારત સરકાર ઘ્‍વારા ભભગુજરાત રાજયમાં સહભાગી વૈજ્ઞાનિક જળસ્‍ત્રાવ વ્‍યવસ્‍થાપનભભ માટે જાહેર વહિવટમાં ઉત્‍કૃષ્‍ટતા માટેના વડાપ્રધાનશ્રી પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ છે.

સ્ત્રોત :કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate