સેલ્ફ- હેલ્પ ગ્રુપ (સ્વસહાય જૂથો)ની રચનાનો ઉદ્દેશ્ય એ છે કે તેના ગરીબ અને નબળા વર્ગના તેના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર આવે અને તેમનું આર્થિક સશક્તિકરણ થાય. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની(જી.એલ.પી.સી)નું વિઝન નીચે મુજબ છે :
"સર્વ સમાવેશક વિકાસના અભિગમથી સમાજના નબળા અને વંચિત વર્ગ/ સમુદાય/જૂથોના સભ્યોનું સશક્તિકરણ કરીને તેમને સમ્માનભેર જીવન જીવવાની તકો આપવી, અને આ થકી ગુજરાત રાજયનો સામાજિક-આર્થિક વિકાસ સાધવો."
જી.એલ.પી.સી. મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિધ્ધ કરવા કાર્યરત છે.આ ઉપરાંત સરકારની વિવિધ પ્રવર્તમાન યોજનાઓને એક છત્ર હેઠળ લાવીને તેમા મહિલાઓની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો પણ કંપનીનું મિશન નીચે મુજબ છે :
"સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગ/ સમુદાયના લોકોને સાતત્પૂર્ણ રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. સરકારના પ્રવર્તમાન વિકાસ કાર્યક્રમો અને યોજનાઓનો સમન્વય કરીને તથા અન્ય બિનસરકારી સંસ્થાઓ અને ઔધોગિક ગૃહો સાથે ભાગીદારી સાધીને આ જૂથના લોકોના સર્વસમાવેશ વિકાસના ઉદ્દેશ્યને ખાત્રીબધ્ધ કરવાનો અમારો નિર્ધાર છે. જૂથના સભ્યોને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે અમે આર્થિક રીતે સદ્ધર અને સુરક્ષિત રહિએ તેવો અમારો પ્રયાસ છે. માનવીય મૂલ્યોને સમર્પિત એવા એક અનોખા સંસ્થાન તરીકે અમારી ઓળખ પ્રસ્થાપિત થાય તે દિશામાં અમારી પ્રયાસ છે."
માર્ચ ૨૦૦૯ માં પૂર્ણ થતા નાણાકિય વર્ષના અંતે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતનો વિકાસ દર ૧૧.૫% રહ્યો છે. નોંધપાત્ર આર્થિક વિકાસ ઉપંરાત સર્વસમાવેશક વિકાસની અગત્યતા કેટલી છે.તેનાથી પણ ગુજરાત સુપેરે પરિચિત છે.પ્રગતિની દિશામાં ગુજરાત સરકારની અનેકવિધ સિદ્ધિઓને કારણે પેદા થયેલ વિકાસની અનેક તકોને ઝડપી લેવા ૧ લી મે ૨૦૧૦ ના રોજ રાજયની સ્થાપનાની સુવર્ણ જ્યંતિ નિમિતે રાજય સરકારે એક સંકલિત ગરીબી નિર્મૂલન કાર્યક્રમ તરીકે 'મિશન મંગલમ'ની જાહેરાત કરી હતી.બેંક ,ઉધોગિક ભાગીદારો, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસનું શિક્ષણ આપતી સંસ્થાઓ જેવા હિતધારકોને એક મંચ ઉપર લાવીને તેના માધ્યમથી ગરીબી નિવારણ માટે સામુહિક પ્રયાસો કરવાનો 'મિશન મંગલમ' નો ઉદ્દેશ્ય છે.
સ્વસહાય જૂથો અને તેમના મંડળોની મૂડીરોકાણકારો સાથે એક વેલ્યુ ચેઇન બનાવવી એ મિશન મંગલમ કાર્યક્રમની વિભાવના છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજયના બે લાખ સખીમંડળ/સ્વસહાય જૂથોની ૨૪ લાખ જેટ્લી નારીશક્તિને બેંક પૂરુ પાડવામાં આવ્યુ છે જે થકી તેઓ રૂપિયા ૧૦૦૦ કરોડની આર્થિક પ્રવૃત્તિઓ કરી રહી છે. આવી નોંધપાત્ર સિધ્ધિ મેળવ્યા બાદ રાજ્ય સરકાર નીચેના પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
રાજ્ય અને દેશના સામુહિક ખાતર કામ કરવાની ગુજરાતના લોકોની ક્ષમતા ગુજરાતની સૌથી મૂલ્યવાન અકસ્યામત છે. લોકોના આ સામર્થ્યનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં ગરીબી અવરોરૂપ છે. ગરીબીની સાથે અન્ય પાસાઓ પણ જોડાયેલા છે, જેમકે, નાની અને અસ્થાયી આવક ,નબળુ સ્વાસ્થ્ય, ઓછું ભણતર, અસુરક્ષિતતા, ન્યાય મેળવવા અંગેની અનિશ્ચિતતા અને સામાજિક-આર્થિક મુખ્ય પ્રવાહમાં ભળી ન શકવું. મિશન મંગલમ કર્યક્રમની વિવિધલક્ષી નીતિઓ થકી આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમ થકી રોજગારના અવસરોનું નિર્માણ કરવું, પોસાય તેવી કિંમતે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી અને કાયદાકીય સુરક્ષિતતા પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવે છે. આમ, 'મિશન મંગલમ' એ મહિલા સશક્તિકરણ અને ગરીબી નિવારણના તમામ પાસાઓને આવરી લેતી એક સંપૂર્ણ યોજના છે.
આ ખ્યાલને બ્રાન્ડનાં સ્વરૂપમાં તબદીલ કરી શકાય તેમ છે. મેશન મંગલમ જેવા ખ્યાલને આગળ ધપાવતી બ્રાન્ડને લાભ થશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/3/2019