This audio Explains About Mahatma Gandhi National Rural Employment Gurantee Act Scheme
પ્રસ્તાવના
કેન્દ્વ સરકારે તારીખ ૭ સપ્ટેમ્બર - ર૦૦પ થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો અને ફેબ્રુઆરી ર૦૦૬ થી આ કાયદો અમલમાં આવેલ છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ ન હોઈ, સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેઓના "અધિકાર" સ્વરૂપે પુરુ પાડી શકે તેવું કાયદો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્તવયનાં સભ્યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્ત વયનાં સદસ્યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારી આપવાનો છે.