રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે.
આવાસોનું બાધકામ લાભાર્થીઓ જાતે કરવાનું હોય છે.
યોજના વર્ષ ૨૦૧૬-૧૭ થી અમલમાં આવેલ છે.
મકાન ઓછામાં ઓછી ૨૫.૦૦ ચો.મી. જમીન પર બનાવવાનું રહેશે.
સહાયનું ધોરણ
આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેનો ખર્ચ ૬૦:૪૦ ના ધોરણે ભારત સરકાર, રાજ્ય સરકાર ભોગવે છે જેવી જોગવાઇ અમલી છે.
આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ નો ૧,૧૩,૫૯૫ નો લક્ષ્યાંક અને ૨૦૧૭-૧૮ નો ૯૧,૧૦૮ નો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.
૧૦૦% સહાયથી આવાસનો લાભ નિયત યુનિટ કોસ્ટની મર્યાદામાં આપવામાં આવે છે.
યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સરકારશ્રી દ્વારા રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય અને મનરેગા હેઠળ ૯૦ માનવ દિનની રોજગારીની રૂ.૧૭૨૮૦/- ની સહાય અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ બનનાર શૌચાલયની સહાય રૂ.૧૨,૦૦૦/- એમ કુલ રૂ.૧,૪૯,૨૮૦/- સહાય મળવા પાત્ર થાય છે.
પસંદગીનું ધોરણ
લાભાર્થીની પસંદગી SECC-2011 ના ડેટા પ્રમાણે કરવામાં આવે છે.
સરકારે ફાળવેલ ઘરથાળ પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવાનું હોય છે.
યોજનાની ગાઇડલાઇન મુજબ આવાસ મંજુરીના એક વર્ષમાં આવાસનું બાધકામ પૂર્ણ કરવાનું રહે છે.
યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
આવાસ બાંધકામ માટે નિયત પાંચ ઝોનની ૪૪ પ્રકારની ટાયપોલોજી ડીઝાઇનમાંથી પોતાની પસંદગી મુજબ આવાસ બાંધકામ કરી શકે છે. જે જુદા જુદા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી અને સ્થાનિક લોકોની રૂચિ, રહેણીકરણને ધ્યાને લઇ બનાવવામાં આવેલ છે. રાજ્યના પાંચ ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે.
યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ ) ના મકાનની ફાળવણીમાં મહિલાઓને અગ્રીમતા આપવાની રહે છે. વિક્લ્પે પતિ અને પત્નિના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવશે.
આ યોજનામાં પસંદગીનો ક્રમ નીચે મુજબ રહે છે.
વિધવા, છુટાછેડા અપાયેલ અથવા ઘર છોડેલ સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલ અથવા કુટુંબના વડા સ્ત્રીઓ હોય
માનસીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )
શારીરીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )
લાભાર્થીને હપ્તાવારનું ચુકવણું
સહાયની ચુકવણી ( ફંડ ટ્રાન્સર ઓર્ડર (FTO)) થી લાભાર્થીના ખાતામાં સીધી જ કરવામાં આવે છે. આ સહાયની ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવે છે. અને આવાસ સોફ્ટ પર તેઓને મળેલ હપ્તા ચુકવણીની વિગતો પણ જિલ્લાવાર, તાલુકાવાર જોઇ શકાય છે.
યોજનાની ગાઇડલાઇન મુજબ લાભાર્થીના પોતાના હાલના આવાસનો ફોટો કે પોતાની માલિકીના પ્લોટના ફોટોગ્રાફ અને આવાસનું બાંધકામ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ થયેલ આવાસનો ફોટોગ્રાફ એમ ત્રણ તબક્કાના ફોટોગ્રાફ આવાસ સોફ્ટમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન અપલોડ કરવામાં આવે છે
સુધારેલ આવાસ સહાય
મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૦,૦૦૦/-
પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૫,૦૦૦/-