অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈન્દીરા આવાસ યોજના

ઈન્દીરા આવાસ યોજના

  1. પ્રસ્તાવના
  2. ઉદ્દેશ
  3. નાણાંકીય સહાય
  4. યોજનાની વિશેષતાઓ
  5. સમય મર્યાદા
  6. આ યોજનામાં લાભ કોને મળે છે ?
  7. કન્વર્ઝન્સ
  8. આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે ?
  9. આવાસના લાભ માટેના લાભાર્થીઓની પસંદગી કોણ કરે છે ?
  10. યોજના હેઠળ (એક) આવાસની યુનિટ કોસ્ટ કેટકેટલી હોય છે ?
  11. યોજના હેઠળ આવાસ કેટલા વિસ્તારમાં બાંધવાનું હોય છે ?
  12. આવાસ લાભાર્થી ક્યાં ક્યાં બાંધી શકે ?
  13. આવાસમાં કઇ કઇ સવલત બનાવવી ફરજીયાત છે ?
  14. આવાસ કેવા પ્રકારનું બાંધવાનું હોય છે ?
  15. આવાસનું કામ કોના દ્રારા કરવાનું રહે છે ?
  16. આવાસ કોના નામે ફાળવવાનું હોય છે ?
  17. આ યોજનામાં આવાસમાં કેટલી લોન/સબસિડી આપવામાં આવે છે ?
  18. આ યોજનામાં અનુસૂચિત જાતિ/જનજાતિ માટે કોઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે ?
  19. યોજનાની સિધ્ધીઓ
  20. કાર્યપ્રવાહ
  21. માર્ગદર્શિકા

family

પ્રસ્તાવના

તા.૧/૪/૨૦૧૩ થી સુધારેલ આવાસ સહાય

  • મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૦,૦૦૦/-
  • પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૫,૦૦૦/-
  • જર્જરીત/કાચા આવાસ સુધારણા માટે રૂ.૧૫૦૦૦/-
  • ૪% વાર્ષિકવ્યાજ દરે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ડીફરન્સીયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ (ડી. આર. આઇ.) યોજના હેઠળ લોન મળવાપાત્ર
  • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-.
  • મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૬૦૨૦/-.

ઉદ્દેશ

 

અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેઠાણનું ઘર બનાવવા નાણાંકીય સહાય પૂરી પાડવી.

નાણાંકીય સહાય

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને યુનિટ દીઠ. 1. રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય 2. રૂ।. 7000/- લાભાર્થી ફળો 3. કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન

યોજનાની વિશેષતાઓ

  • આવાસ સાઈઝ - ૨૦ ચો.મી.
  • આવાસ સહાય રકમ રૂ. ૭૦,૦૦૦/-
  • લાભાર્થી પસંદગી માટે એસઇસીસી-૨૦૧૧ના ડેટાનો ઉપયોગ

સમય મર્યાદા

યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.

આ યોજનામાં લાભ કોને મળે છે ?

ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા લક્ષ્યાંક જૂથના અનુ.જાતિ/જનજાતિ, મુક્ત કરાયેલા વેઠિયા મજુરો તથા અન્ય લક્ષ્યાંક જૂથના લાભાર્થીઓ.

કન્વર્ઝન્સ

  • સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ)
  • મહાત્મા ગાંધી નરેગા ( મજુરી માટે)
  • અન્ય યોજનાઓ(રાજીવ ગાંધી વિધ્યુતિકરણ યોજના,આમ આદમી વિમા યોજના, ડી.આર.આઈ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના)
  • ડીસ્ટ્રીક્ટ મટીરીયલ બેંક અને ફેસીલીટેશન સેન્ટર
  • ડીબીટી – પીએફએમએસ અને આધાર લીંકીંગ
  • મોનીટરીંગ
  • મોબાઈલ એપ
  • આવાસ સોફ્ટ

આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે ?

આવાસની નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં નવા આવાસ તથા કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન)નો લાભ મળે છે.

આવાસના લાભ માટેના લાભાર્થીઓની પસંદગી કોણ કરે છે ?

ગરીબી રેખા હેઠળ લક્ષ્યાંક જૂથ પૈકીના લાબાર્થીઓમાંથી પસંદગી સ્થાનિક કે ગ્રામ્ય સભા મારફતે કરાય છે.

યોજના હેઠળ (એક) આવાસની યુનિટ કોસ્ટ કેટકેટલી હોય છે ?

એક નવા આવાસની યુનિટ કોસ્ટ રૂ. 43,000/- છે, પણ આવાસ ભૂકંપ પ્રતિરોધક બનાવવું ફરજિયાત છે. એક કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન) અંગે જરૂરિયાત મુજબ રૂ. 12,500 ની મર્યાદામાં લાભ મળી શકે છે.

યોજના હેઠળ આવાસ કેટલા વિસ્તારમાં બાંધવાનું હોય છે ?

20 ચો.મી. પ્લીન્થ એરિયા ધરાવતું આવાસ બાંધવાનું રહે છે.

આવાસ લાભાર્થી ક્યાં ક્યાં બાંધી શકે ?

સરકારે ફાળવેલ ઘરથાળનો પ્લોટ અથવા માલિકીના ખેતર કે પ્લોટ ઉપર પાકું મકાન બાંધી શકે છે.

આવાસમાં કઇ કઇ સવલત બનાવવી ફરજીયાત છે ?

આવાસમાં શૌચાલય અને નિર્ધૂમ ચૂલા બનાવવા ફરજીયાત છે.

આવાસ કેવા પ્રકારનું બાંધવાનું હોય છે ?

લાભાર્થીઓ જે તે વિસ્તારની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની રૂચિ અન્વયે આવાસ બાંધી શકે છે.

આવાસનું કામ કોના દ્રારા કરવાનું રહે છે ?

આવાસ લાભાર્થી દ્રારા બાંધવાનું છે, તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ છે.

આવાસ કોના નામે ફાળવવાનું હોય છે ?

આવાસ મહિલાના નામે આપવાનું છે. જો શક્ય ન હોય તો સંયુક્ત નામે આપવાનું રહે છે અને એ રીતે સનદ સંયુક્ત રાખવાની રહે છે.

આ યોજનામાં આવાસમાં કેટલી લોન/સબસિડી આપવામાં આવે છે ?

આ યોજનામાં રૂ. 36,000/-ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમજ મકાનની કક્ષા ઉંચી લાવવા સારૂ મહત્તમ રૂ. 12,500/-સહાય આપવામાં આવે છે.

આ યોજનામાં અનુસૂચિત જાતિ/જનજાતિ માટે કોઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે ?

આ યોજનામાં 60% મકાનો અનુ.જાતિ અને જનજાતિના ગ્રામીણ ગરીબોને ફાળવવામાં આવે છે.

યોજનાની સિધ્ધીઓ

  • યોજનાની શરૂઆતથી તા. ૩૧/૦૧/૨૦૧૬ સુધીમાં ૧૩,૦૮,૯૨૦ આવાસોનું નિર્માણ.
  • ૨૦૦૧ પહેલાના દાયકામાં ૧,૯૭,૬૧૪ આવાસોનું નિર્માણ અને ૨૦૦૧ પછી ૧૨,૪૫,૩૨૦ આવાસોનું નિર્માણ.
  • છેલ્લા ૧૪ વર્ષમાં આવાસ નિર્માણમાં સાડા પાંચ ગણો વધારો.
  • છેલ્લા ૧૪ વર્ષમાં કુલ મંજુર થયેલ ૧૨,૪૫,૩૨૦ પૈકી મહિલાઓના નામે ૭,૪૪,૪૯૮ આવાસોની ફાળવણી.
  • આમ ૬૦% થી વધુ આવાસોની ફાળવણી મહિલાઓના નામે.
  • વર્ષ ૨૦૧૫-૧૬ માં જાન્યુઆરી-૨૦૧૬ અંતિત ૨૮,૩૪૫ આવાસોની વહીવટી મંજુરી.
  • ગતિશીલ ગુજરાત ફેઝ – ૩ હેઠળ ૪૧,૨૭૫ આવાસોનું બાંધકામ પુર્ણ.
  • આવાસ બાંધકામ માટે રૂ. ૧૭૫.૧૭ કરોડનો ખર્ચ.

કાર્યપ્રવાહ

પગથિયું - ૧:ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે

પગથિયું - ૨:તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે

પગથિયું - ૩ :ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે

પગથિયું - ૪ :તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે

પગથિયું - ૫ :વહીવટી મંજુરી મળેથી આવાસ સહાય રૂ.૧૭,૫૦૦/- ની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

પગથિયું - ૬ :બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

માર્ગદર્શિકા

સ્ત્રોત   કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate