অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇંદિરા આવાસ યોજના માર્ગદર્શક સૂચનાઓ

પ્રાસ્તાવિક

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ.) કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવયુ છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયત્નના વિશાળ વયુહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષિટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે. જૂન ૧૯૯૭માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતે સહી કરી તયારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિ મળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપત કરવાની જરૂરિયાત અને વયક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીતે, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચછતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની ઉપલભયતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.

ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂકયું છે. સીમાંત લોકોમાટે ગ્રામીણ આવાસન એક મુખય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખયાલ મેળવીને કેન્દ્ર સરકાર ઈંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સથળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે. સામાજિક સથિતિનું પ્રતીક છે અને સાંસ્કૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સથિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

પ્રકરણ- ૧

ઐતિકાસિક પૂર્વભૂમિકા

  • સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય સ્વતંત્રતા પછી તરત જ નિવાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૦ સુધીમાં ઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવયાં.
  • ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭.૦૦૦ મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય યોજનામાં ઘરથાળ સહ-બાંધકામ સહાય યોજના તરીકે ઓળખાતી બીજી યોજના પણ ૧૯૭૪-૭૫થી રાજ્ય સેકટરમાં તબદીલ કરવામાં આવી.
  • જૂન ૧૯૮૫માં નાણાંનો ભાગ અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે નાણાંનો ભાગ અંક્તિ કરીને ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમની પેટા-યોજના તરીકે ઈંદિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ, ૧૯૮૫માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી તયારે નાણાંના 9 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે ફાળવાયો હતો. ૧૯૯૩-૯૪માં આ વયાપ, જવાહર રોજગાર યોજના હેઠળ આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં વધારીને બિન-અનુસૂચિત જાતિ/ બિન-અનુસૂચિત આદિજાતિ કુટુંબો સુધી, જવાહર રોજગાર યોજના નીચે આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં ૧૦ ટકા કરવાની અને હિતાધિકારીઓની આ કક્ષા માટે વધારાના ૪ ટકાના ઉપયોગની છૂટ આપીને વયાપ વધારવામાં આવયો હતો.
  • ૧લી જાન્યુઆરી, ૧૯૯૩થી ઈંદિર આવાસ યોજનાને સ્વતંત્ર યોજના બનાવવામાં આવી હતી. ગરીબીની કઠોરતા ઘટાડવા માટે અને ગરીબો જુદા જુદા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો મેળવી શકે તે માટે ગરીબ કુટુંબોને પ્રતિષઠા આપવા ગ્રામીણ ગરીબી નાબૂદીના વિશાળ વયુહના ભાગ તરીકે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો તે હવે મુખય કાર્યક્રમ છે.

પ્રકરણ- ર

અભિગમ અને વ્યૂહ

  • આવાસ માનવોની મૂળભૂત જરૂરિયાત છે. માનવોને જીવંત રહેવા તેમજ સરસ જીવન જીવવા માટે તે મૂળ જરૂરિયાત છે. આવાસ ફકત વયક્તિગત કુટુંબો માટે નથી. તે સમુદાય માટે છે. મૂળભૂત રીતે તો મકાન કુદરતનાં તત્વો, ગુપતતા અને બહારની દુનિયાની ધાંધલ-ધમાલથી રક્ષણ માટે આશ્રય પૂરો પાડે છે. રહેઠાણના સ્થળ તરીકે તે સલામતી પૂરી પાડે છે અને તેના સ્થાનના આધારે જુદી જુદી સગવડો પૂરી પાડે છે. ફકત આશ્રયથી આગળ જતાં તે રહેઠાણ છે. મકાન આખરે તો દરેક ‘ઘર’ની ઇચછા રાખે છે. તે માલિકી અને ઓળખની સમજ આપે છે. મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે અને આત્મસંન્માન અને વિશ્વાસને વધારે છે. ઘર સુખાકારીમાં ઘણો ફાળો આપે છે. તે વયક્તિના સામાજિક અને આર્થિક વિકાસ માટે આવશ્યક છે. તે આજીવિકામાં સહાયરૂપ થાય છે અને સામાજિક એકત્રીકરણને પ્રોત્સાહન આપે છે. તે સાંસ્કૃતિક અભિવયક્તિનું સ્વરૂપ છે અને સામાજિક મોભાનું પ્રતીક છે.
  • સગવડભર્યું ઘર હોવું તે બહુધા લાંબા સમયથી સેવેલી ઉત્કટ ઇચછાની પરિપૂર્તિ છે. ઇચછાઓ અને અગ્રતાઓને આકાર અને સ્વરૂપ આપીને ઘર બદલામાં કુટુંબ અને સામાજિક જીવનને સાકાર કરે છે. તે જીવનને અને વયક્તિઓના વર્તનને ઘડવામાં મહત્વનું પરિબળ છે. તે ચારિત્ર્ય ઘડવામાં મહત્વનો ફાળો આપે છે અને સમગ્ર વિકાસ માટે તે પર્યાવરણ પદ્ધતિ ઊભી કરે છે. સારું ઘર કુદરતી વાતાવરણને સુસંગત રહેશે અને કુટુંબનું આત્યંતિક આબોહવાથી રક્ષણ કરે છે. શિયાળામાં ગરમી આપે છે. ઉનાળામાં ઠંડી અને વરસાદ દરમિયાન સૂકા રાખે છે. કુટુંબે ઘરની જાળવણી કરવી જોઇએ અને તેનાં નાણાકીય સંસાધનોમાં રહીને અને સ્થાનિક રીતે મળતાં કૌશલ અને માલસામાનનો ઉપયોગ કરીને જરૂરી મરામત કરાવવી જોઇએ. એકત્રીકરણ, સગવડો, આર્થિક પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિ માટે ઘરને સાચાં બાહ્ય જોડાણ હોવાં જોઇએ.
    • મકાન વપરાશી માલ તેમજ મૂડીકૃત માલ બનને છે. તે આર્થિક માલ છે અને જીવન ધોરણ વધારે છે. જેમને પોતાની મેળે ઘર પરવડતું નથી તેવા નાગરિકોને કલ્યાણ રાજ્યમાં તે પૂરું પડાય તે મહત્વની જવાબદારી છે. જાહેર આવાસમાં કરેલું મૂડી-રોકાણ કલયાણને વિસ્તારવા ઉપરાંત સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપે છે.
    • જાહેર આવાસનો મુખય હેતુ કુટુંબ માટે કાર્યલક્ષી સાથળની મૂળભૂત જરૂરિયાત હાર્દરૂપ મકાન અથવા પ્રારંભિક મકાન (starter) પૂરી પાડવાનું છે. તે મર્યાદિત વિસ્તારમાં રહેઠાણની આવશ્યક જગયા પૂરી પાડે છે ત્યારે તે ટોઇલેટ સહિત બધી રીતે સંપૂર્ણ છે. કુટુંબની વૃદ્ધિ થાય અથવા તેની આર્થિક સથિતિ સુધરે ત્યારે આવા મકાનનું વિસ્તરણ અને વિકાસ થાય છે. હાર્દરૂપ મકાનની ડિઝાઇન અને પર્યાપતતા સંસ્કૃતિએ સંસ્કૃતિએ જુદી પડે છે. તે પોતાના માથા પરના છાપરાથી વિશેષ છે. તેમાં જગાયાની પર્યાપતતા. પ્રવેશની સુગમતા, નાટ્યૂનતમ જરૂરિયાતોની ઉપલભયતા, ભૌતિક સુવિધાની જોગવાઇ અને તેની અંદર અને આસપાસ સરસ સૂક્ષમ આબોહવા, સારું પર્યાવરણ અને સલામતી અને સથિરતાની ગેરંટી અભિપ્રેત છે. તેને સામાજિક, આજિવિકા અને પરિસિથિતિ વિષયક વાતાવરણ સાથે જૈવિક દૃષિટિએ (organically) જોડવાનું છે. પ્રગતિને ઉદ્દીપત કરવા, મુખયત્વે શિક્ષણ અને વયવસાયના વિકલ્પ મારફત પછીની પેઢીને હાલની તકલીફોથી મુકત કરવા જોડાણ વધારવાં પડશે.
    • એ નોંધવાનું રહેશે કે હાલનાં ગ્રામીણ ભારતનાં આવાસ માટે સમુદાયે નાણાંની વયવસ્થા કરી હોય છે. જાતે બાંધેલાં અને જાતે વયવસ્થા કરેલાં હોય છે. મુખયત્વે સ્થાનિક રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરીને પરંપરાગત પ્રૌદ્યોગિકી સાથે સક્રિયપણે શ્રમ જોડીને અને ઘણીવાર તો સુધારેલી ગુણવત્તા અને તે સમયે વિસ્તારમાં લંબાવેલાં હોય છે. તે સામાજિક ઉતપાદન પ્રક્રિયાનું પરિણામ છે. તેમાં લોકો કેન્દ્રસ્થાને છે. તે કુદરતી રીતે પર્યાવરણને અનુકૂળ પ્રોડકટ છે. તેથી સરકારની પહેલ સંસાધનો અને સુધારેલી જાણકારી. પ્રૌદ્યોગિકી અને કૌશલની ઉપલભયતા પર ધયાન કેનદ્રિત કરવું જોઇએ.
    • ગ્રામીણ આવાસ વિકાસ ગરીબી નાબૂદી અને સમગ્ર ગ્રામીણ વિકાસના સંદર્ભમાં જોવાનો છે. તે માટે નીચેના વ્યૂહ પ્રસ્તુત છે :
      • હાલની પ્રક્રિયા સુદૃઢ બનાવવી અને તેને અયોગય ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીથી ઉથલાવી નાખવાને બદલે તે પ્રક્રિયાને ટેકો આપીને લોકોને તે આગળ લઇ જવામાં સહાય કરવી : (ર) વધારે વિસ્તરણ અને સુધારણા માટે પૂરતી જોગવાઇઓ સાથે તેમજ મકાનની અંદર સ્વીકાર્ય તરીકે કામનાં સ્થળનો સમાવેશ કરી હાર્દરૂપ મકાન’ના બાંધકામને સહાય કરવી;
      • વાપરનારાઓની જરૂરિયાતોના આધારે રહેવાના એકમોની ડિઝાઇન નકકી કરવી:
      • પરવડી શકે. અનુકૂળ બનાવી શકાય. રોજગાર નિર્માણ, પર્યાવરણીય લાભ (વનસ્પતિ પ્રૌદ્યોગિકી. જીવનચક્ર પર ઊર્જા વપરાશ. નિભાવ અને ચાલુ રાખવાની આરામને ધયાનમાં રાખીને માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીની પસંદગીને પ્રોત્સાહન આપવું;
      • જેનાથી ટકાઉ મકાનોનું બાંધકામ થાય. તેના રાબેતા મુજબના નિભાવથી ઓછામાં ઓછાં ત્રીસ વર્ષ ચાલે તેવા યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી મુકરર કરવી અને પરંપરાગત અને સ્થાનિક પ્રૌદ્યોગિકીની કક્ષા ઊંચી લાવવી;
      • વસવાટને સેનદ્રિય અસતિત્વ તરીકે કેનદ્રિત કરવા. તે પાણી, સૂર્યપ્રકાશ અને હરીયાળી જેવાં કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે અને ગ્રામીણ આજીવિકાનાં સામાજિક-આર્થિક પાસા પ્રત્યે સંવેદનશીલ હોય;
      • વસાહતનો જીવંત પ્રકાર જાળવી રાખવો;
      • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિનાં કુટુંબ, સત્રીઓ વડા હોય તેવાં કુટુંબ, અશક્તતા ધરાવતાં કુટુંબો અને ખાસ કરીને પોતાના આશ્રયની જરૂરિયાત, યોજનાની ઉપલભયતા અને મકાનો બાંધવાની પોતાની જરૂરિયાત વયકત પણ ન કશી શકે તેવાં સીમાંત જૂથને સમાનતા અને સામાજિકનયાયને વિધેયાત્મક પ્રોત્સાહન આપવું;
      • મકાનનાં ડિઝાઇન, પ્રૌદ્યોગિકી અને નાણાંની જોગવાઇ સંબંધમાં નિર્ણય લેવાની પ્રક્રિયા જન્માવવી;
      • પરંપરાગત કડિયા અને બાંધકામ કામદારો તેમજ ઇજનેરો અને વિકસતાં સ્ત્રી-કડિયા જૂથને સારી ડિઝાઇન, યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી તેમજ પોષણક્ષમ બાંધકામ તથા કાર્યક્ષમ સ્થળ અને બાંધકામ વયવસ્થા સાથે પુનઃકૌશલ આપવું અને સંવેદનશીલ બનાવવાં:
      • ખાસ કરીને ગ્રામ કક્ષાએ આવાસ કાર્યક્રમના આયોજન અને અમલમાં પંચાયતોને વધારે મોટી ભૂમિકા આપવી.

આમ, ઈંદિરા આવાસ યોજના લોકોનું બિલડર તરીકે નવસર્જન કરવાની તક આપે છે. લોકોને વસાવવા તેમની સવદેશી પ્રક્રિયામાં ભાગ લઇને ‘વિપરિત ભાગીદારીના પ્રકારને સરકાર પ્રોત્સાહન આપે છે.

પ્રકરણ- 3

યોજનાનાં મહત્વનાં લક્ષણો

  • લક્ષય જૂથ : ઈંદિરા આવાસ યોજના મુખયત્વે મકાન વિહોણાં ગરીબ કુટુંબો અને જે લોકો જીર્ણશીર્ણ અને કાચાં મકાનોમાં રહે છે તેમજ ભૂમિહીન ગરીબોને ઘરથાળ પૂરી પાડવાના અંગભૂત ભાગ માટે જાહેર આવાસની યોજના છે. વખતોવખત ગરીબી રેખા નીચેનાં કુટુંબ મુકરર કરવા માટે સૂચવેલાં નીચેના માપદંડ અનુસાર ગ્રામસભા મારફત સમુદાયે મુકરર કરેલાં આવાં કુટુંબ માટે તેમનાં મકાનો બાંધવા અને સરકાર તરફથી નાણાકીય અને ટેકનિકલ સહાયથી ઘરથાળ મેળવવા આ યોજના તૈયાર કરવામાં આવી છે.
  • યોજનાના અંગભૂત ભાગ : ઈંદિરા વિકાસ યોજનાના અંગભૂત ભાગ નીચે પ્રમાણે છે : નવું મકાન બાંધવા માટે સહાય સપાટ વિસ્તાર, ડુંગરાળ રાજ્યો અને દુર્ગમ વિસ્તારો (ઈદિરા આવાસ કાર્યક્રમના જિલ્લા સહિત)ના મકાનના એકમનું ખર્ચ આ સાથે જોડેલી અનુસૂચિમાં આપ્યા મુજબ રહેશે. માલસામગ્રી ઓછી મળે. નબળાં જોડાણ. પ્રતિકૂળ ભૌગોલિક, આબોહવા વિષયક અને ભૂસ્તરશાસ્ત્રીય સથિતિ જેવાં કારણોસર, બાંધકામનું ખર્ચ વધારે થાય. તેવા વિસ્તાર દુર્ગમ વિસ્તાર છે. રાજ્યની અંદર દુર્ગમ વિસ્તારની પોતે વિકસાવેલી પદ્ધતિ પર આધારિત અને આ કાર્યક્રમ માટેની સત્તાધિકાર સમિતિએ મંજૂર કરેલી પદ્ધતિ મુજબ મુકરર કરવામાં આવશે. ગ્રામ પંચાયતોને એકમ તરીકે ગણવામાં આવશે.

નોંધ : ‘નવું મકાન એટલે ટોઇલેટ બાંધેલો વિસ્તાર (builtup)માં બાંધેલું મકાન, ઈંદિરા આવાસ યોજનાનાં મકાન એ અર્થમાં “પાકાં રહેશે કે તે ઓછામાં ઓછું ત્રીસ વર્ષ માટે યોગય નિભાવથી આબોહવા વિષયક સથિતિ સહિત ઉપયોગ અને કુદરતી પરિબળોને કારણે સામાન્ય તૂટફૂટ સામે ટકી શકે તેવાં હોવાં જોઇએ. તેનું છાપરું કાયમી સામગ્રીનું બનેલું હોવું જોઇએ. તેની દીવાલો સથાનિક આબોહવાની સથિતિ સામે ટકી શકે તેવી હોવી જોઇએ. દીવાલોની બહારની સપાટી ધસાઇ જાય તેવી હોય ત્યારે જ તેને પલાસટર કરવું. ત્રીસ વર્ષની ટકાઉપણું પ્રાપત કરવામાં મદદ કરે તેવી કોઇ પણ બાંધકામ પ્રૌદ્યોગિકીને રાજ્ય સરકાર અપનાવી શકે તેમાં યોગય વિશિષટ વિગતોથી બાંધેલાં માટી અને વાંસનાં મકાનોનો સમાવેશ થાય છે. ‘હુડકો’ બી.એમ.પી.ટી.સી. આઇ.આઇ.ટી. વગેરે જેવી પ્રતિષઠિત સંસ્થાઓ, ઇજનેરી કોલેજો અને મકાન બાંધવાના ક્ષેત્રની વિખયાત બિન-સરકારી સંસ્થાઓએ મંજૂર કરેલ માલસામાન અને પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરી શકાય. બી.આઇ.એસ. વિશિષટ વિગતો હોય તેવો માલસામાન અને પ્રૌદ્યોગિકીનો તેમાં સમાવેશ કરી શકાય. બાંધકામના વપરાયેલ માલસામાનના પુન:ઉપયોગ/ રિસાઇકલિંગની પરવાનગી આપવામાં આવે છે. હરિયાળી પ્રૌદ્યોગિકીને ખાસ પ્રોત્સાહન આપવાની જરૂર છે. નવી પ્રૌદ્યોગિકી અપનાવવાની હોય, તો ઉચચાધિકાર સમિતિ અથવા ઉચચાધિકાર સમિતિએ મંજૂર કરેલી કોઇ પણ એજન્સીની પૂર્વ-મંજૂરી લઇ શકાય. હિતાધિકારીને માલસામાન અને પ્રૌદ્યોગિકીની આખરી પસંદગી રહેશે. પ્રત્યેક મકાનમાં ટોઇલેટ, શોષખાડા અને મિશ્રખાતરના ખાડા રહેશે. તેમાં નિર્ધમ ચૂલાનો પણ સમાવેશ કરવો. કુટુંબને એલપીજી/બાયોગેસનું જોડાણ મળે એટલે તેને દૂરકરી શકાશે. સથાનિક રીતે યોગય હોય તેવી છાપરાના પાણીના સંચયની પદ્ધતિ પણ સ્થાપવી. દરેક કુટુંબને બાથરૂમ બાંધવા માટે સક્રિય પ્રોત્સાહન આપવું.

રાજ્યો વધારાની સહાય આપે તો નટયૂનતમ બાંધેલો વિસ્તાર વધારી શકાય. લોકોને દેવામાં પડતા અટકાવવા રાજ્યો અધિકતમ વિસ્તાર નક્કી કરી શકે.

સામાનય રીતે વયક્તિગત મકાનોને જ આ યોજના હેઠળ લઇ શકાય. હિતાધિકારીઓ વિશિષટ રીતે પસંદ કરે. તો ડુપલેકસ આવાસની પરવાનગી આપી શકાય. જમીનની કિંમત ઘણી ઊંચી હોય તેવા ગીચ વિસ્તારમાં દરેક માળ એક કુટુંબને અપાય તે રીતે હિતાધિકારીઓને બહુમાળી મકાનો બાંધવાની છૂટ આપી શકાય. આવાં મકાન ભોંયતળિયા સહિત ત્રણ માળથી વધશે નહિ. બાંધકામ અને નિભાવની જવાબદારી નિર્દિષટ કરતા બહુ-પક્ષકારના કરાર રાજ્ય સરકાર સાથે કરવા.

 

કાચા અથવા જીર્ણશીર્ણ મકાનોની કક્ષા ઊંચી લાવવી. આમાં છાપરા/દીવાલોની કક્ષા ઊંચી લાવવી. તેના ભાગની મરામત અથવા તે બદલવા અને તેની બાબતોનો સમાવેશ થાય છે. કક્ષા ઊંચી લાવવામાં માલસામાનનો ફરી ઉપયોગ કરી શકાય/રિસાઇકલ કરી શકાય. વધારાના માલસામાન/ બદલેલા માલસામાનનો ઉપયોગ કરીને અને ટકાઉપણુ સિદ્ધ કરતી ડિઝાઇનમાં ફેરફાર કરતાં અને/અથવા વધુ સારી કામગીરીથી, યોગય નિભાવ સાથે મકાન ઓછામાં ઓછું ૩૦ વર્ષ ચાલી શકે તેવું હોવું જોઇએ. માર્ગદર્શક સૂચનાઓની અનુસૂચિમાં સહાય અંગે આપવામાં આવશે.

નોંધ : ‘કાચા મકાનમાં દીવાલો અને/અથવા છાપરું કાચી ઇંટો, વાંસ, માટી, ધાસ, વળીઓ, પરાર, છૂટા મૂકેલા પથથર વગેરે જેવી વસ્તુઓની ટેકનિકનો અયોગય ઉપયોગ કરવાને કારણે ટકાઉ નથી અને રાબેતા મુજબની તૂટફૂટ સામે ટકી શકે તેવાં નથી. ‘જીર્ણશીર્ણ મકાન એટલે તૂટ-ફૂટને કારણે કામ ન આપી શકે અથવા બીજા કોઇ કારણે નુકસાન પામેલાં પાકાં. કક્ષા ઊંચી લાવવી એટલે આવા કાચા/જીર્ણશીર્ણ મકાનને નવા મકાન જેવા ધોરણમાં આવે તેવી સુધારણા કરવી.

ઘરથાળની જોગવાઇ

ભૂમિહીન ગરીબો ખાસ કરીને સહાયપાત્ર છે. કેમકે તે આશ્રય વગરના હોય છે. તેમની પાસે મકાન બાંધવા માટે જમીન નથી. આમ તેઓ બેરીતે વાંચિત છે. ઘરથાળ પૂરી પાડવા માટે અનુસૂચિ મુજબ સહાય આપવી જોઇએ.

રાજ્ય સરકારો તેમના સંબંધિત રાજ્યમાં ઘરથાળ માટેના હકોને જાહેર કરી શકે. વાજબી હોય, તો રાજ્યની અંદર તેમાં ફેરફાર થઇ શકે. જમીનની ઉપલભયતા અને તેની કિંમત પર આધારિત જુદા જુદા લત્તામાં જમીનના જુદા જુદા વયાપ નિયત કરી શકાય. આદર્શની દૃષિટિએ ૧૦ ટકા જમીન પૂરી પાડવી જોઇએ.

ઘરથાળના ભાગ માટે, જિલ્લા કલેકટરે વસવાટોમાં ઉપલભય જાહેર જમીન મુકરર કરીને તેને પાત્ર ભૂમિહીનોને ફાળવવી જોઇએ. જાહેર જમીન ઉપલભય ન હોય, તો રાજ્ય સરકારે નિયત કરેલી કાર્યપદ્ધતિ અનુસાર જરૂરી જમીન ખરીદવી જોઇએ. આ શકય ન હોય, તો છેલ્લા ઉપાય તરીકે જમીન સંપાદન હાથ ધરી શકાય. જમીન પસંદ કરતી વખતે. જોડાણ. પીવાના પાણીની ઉપલભયતા, જાહેર સંસ્થાઓમાં પ્રવેશ વગેરે મકાનોના બાંધકામ માટે તે યોગય હોય તેની ખાતરી કરવી. જેના માટે સાથળ પસંદ કરવામાં આવ્યું હોય તેમાં લોકો સામેલ હોય અને તેમને તે સંપૂર્ણ પણે સ્વીકાર્ય હોય તેની રાજ્ય ખાતરી કરવી. યોજના નીચે જોગવાઇ કરેલાં નાણાં પૂરતાં ન હોય, તો

રાજ્ય સરકારે વધારાનાં નાણાં પૂરાં પાડવાં. હિતાધિકારી જમીન ખરીદવા માગતા હોય, તો યોગય ખરાઇ કર્યા પછી તેને પાત્ર રકમ ભરપાઇ કરવી. રાજ્યોએ આ ઘટક માટે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવી. જેમને ઘરથાળ આપવામાં આવી છે અને ઈંદિરા આવાસ યોજના નીચે જેમને ખાસ અગ્રતા આપી છે તેવા બધા ભૂમિહીન લોકોને મકાનો પૂરાં પાડવાના પ્રોજેકટ રાજ્યો તૈયાર કરી શકે. જેમને ઘરથાળ આપવાની છે તેવાં ભૂમિહીન લોકોની વિગતો મળે. તો ગ્રામીણ વિકાસ મંત્રાલય, સૂત્ર (formula) પર આધારિત આ જૂથને લાભ માટે સંપૂર્ણપણે ઈંદિરા આવાસ યોજનાનાં નાણાંમાંથી અમુક ભાગ અંક્તિ કરશે. આ રકમ બીજે કયાંય વાળી શકાશે નહિ.

ખાસ પ્રોજેકટ

ઈંદિર આવાસ યોજનાની પાંચ ટકા ફાળવણી અનામત ફંડ તરીકે કેન્દ્રીય કક્ષાએ રાખી મૂકવામાં આવશે. અનામત ફંડ વાપરવા માટે રાજ્યો/સંધ પ્રદેશો નીચેના હેતુ માટે ખાસ પ્રોજેકટ રજૂ કરી શકે :

  1. કુદરતી આફતોથી અસર પામેલાં ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  2. હિંસા અને કાયદા અને વયવસ્થાની સમસ્યાઓથી અસર પામેલા ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  3. મુકત કરાયેલા બંધણી (વેઠીયા) મજૂરો અને મુકત કરાયેલા હાથથી મેલુ સાફ કરનાર સફાઇ કામદારોની વસાહત;ખાસ કરીને સહાયપાત્ર આદિજાતિ જૂથોની વસાહત,
  4. ખાસ કરીને પરવડી શકે તેવી અને હરિયાળી પ્રૌદ્યોગિકી કેન્દ્રમાં રાખીને નવી પ્રૌદ્યોગિકીનું નિદર્શન. રાજ્ય સરકારોએ આ પ્રોજેકટ પૂરતી વિગતો વાજબી કારણો સાથે સપર્ટેબર સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલવાના રહેશે. [(૧) અને (ર) સિવાય] મંજૂરીના હેતુ માટે રચાયેલી ઉચચાધિકાર સમિતિ તેના પર વિચારણા કરશે.

નાણાંની જોગવાઇની પદ્ધતિ

ઘરથાળની જોગવાઇ માટેના ઘટક સિવાયનું યોજનાનું ખર્ચ ૭૫:રપના ગુણોત્તરમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો વચચે વહેંચવાનું રહેશે. ઉત્તર-પૂર્વ (ઇશાન) રાજ્યો માટે આ ગુણોત્તર ૯૦:૧૦ રહેશે. ઘરથાળ પૂરી પાડવા માટેનું ખર્ચ ભારતસરકાર અને રાજ્ય સરકારો વચચે પO:પOના ગુણોત્તરમાં વહેંચવાનું રહેશે. ભારત સરકાર સંધ પ્રદેશો બાબતમાં સંપૂર્ણ ખર્ચ આપશે. નાણાં અંક્તિ કરવાં રાષટ્રીય કક્ષાએ નાણાંના ૬૦ ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે અંક્તિ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે વખતોવખત નક્કી કરેલા પ્રમાણમાં લક્ષયાંકમાં દર્શાવેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વચ્ચે આ પ્રમાણ વહેંચવામાં આવશે. વળી ૧૫ ટકા નાણાં લધુમતીના હિતાધિકારીઓ માટે અલગ રાખવામાં આવશે. ઓછામાં ઓછું ૩ ટકા હિતાધિકારીઓ વિકલાંગ વયક્તિમાંથી હોય તેની રાજ્ય ખાતરી કરવી.

ખર્ચ ભારતસરકાર અને રાજ્ય સરકારો વચચે પO:પOના ગુણોત્તરમાં વહેંચવાનું રહેશે. ભારત સરકાર સંધ પ્રદેશો બાબતમાં સંપૂર્ણ ખર્ચ આપશે. નાણાં અંક્તિ કરવાં રાષટ્રીય કક્ષાએ નાણાંના ૬૦ ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે અંક્તિ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે વખતોવખત નક્કી કરેલા પ્રમાણમાં લક્ષયાંકમાં દર્શાવેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વચ્ચે આ પ્રમાણ વહેંચવામાં આવશે. વળી ૧૫ ટકા નાણાં લધુમતીના હિતાધિકારીઓ માટે અલગ રાખવામાં આવશે. ઓછામાં ઓછું ૩ ટકા હિતાધિકારીઓ વિકલાંગ વયક્તિમાંથી હોય તેની રાજ્ય ખાતરી કરવી.

 

નાણાંની રાજ્યવાર ફાળવણી ફકરા 3.પમાં આપયા મુજબ રહેશે. અંક્તિ કરવાં તે ફકત ન્યૂનતમ મર્યાદા છે. તે રાજ્યોએ પ્રાપત કરવી જોઇએ. રાજ્યો ઇચછે. તો આ કક્ષા નીચેનાં લક્ષયાંકમાં ઉમેરો કરી શકશે. આ કક્ષાના લક્ષયાંકમાં ઘટાડો કરવો જોઇએ નહિ. તેમ છતાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિના પાત્ર હિતાધિકારીઓ ન હોય અને તે મુજબ પ્રમાણપત્ર આપવામાં આવે, તો આ કક્ષાના લક્ષયાંકમાં અંદરોઅંદર બદલી કરી 인(3l리. જિલ્લામાં કોઇ પણ કક્ષા નીચે પાત્ર વયક્તિઓ ન હોય, તો જિલ્લા કલેકટર અથવા જિલ્લા પરિષદના મુખય વહીવટી અધિકારી (સીઇઓ)એ તે મુજબ પ્રમાણપત્ર આપવું પ્રમાણપત્રનો એકવાર સ્વીકાર કરાતાં તે રદ કરી શકાશે નહિ. ત્યારપછી લક્ષયાંક બીજા જિલ્લાઓમાં તે જ કક્ષામાં પ્રમાણસર ફરી ફાળવવામાં આવશે. પછીના ફેરફારો તરત જ આવાસ સોફટમાં કરવા. લઘુમતી હિતાધિકારી રાજ્યોની પસંદગી માટે, રાજ્યો હાલની કાયમી પ્રતીક્ષા યાદીનો ઉપયોગ કરી અને તેમને આવરી લેવા યાદીમાં નીચેના ક્રમે જઇ શકે. રાજ્યો પાસે લધુમતીઓ માટે અલગ પ્રતીક્ષા યાદી હોય, તો તેનો ઉપયોગ કરી શકાય. નાણાંની ફાળવણી કુલ અંદાજપત્રના ૯૫ ટકા નવાં મકાનોને લગતા ઘટકો, મકાનોની કક્ષા ઊંચી લાવવા, ઘરથાળની જોગવાઇ અને વહીવટી ખર્ચ માટે ખર્ચવામાં આવશે. બાકીના પ ટકા ફકરા 3.ર.૪માં દર્શાવયા મુજબ ખાસ પ્રોજેકટ માટે અનામત રાખવામાં આવશે. રાજ્યો/સંધ પ્રદેશોને ફાળવણી અને રાજ્યો/સંધ પ્રદેશોમાંથી જિલ્લા તાલુકાને ફાળવણી સામાજિક-આર્થિક જાતિ વસતી ગણતરી (SECC)નું કામ હાલ ચાલુ છે. તેને એકવાર આખરીરૂપ અપાતાં. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, લધુમતીઓ અને અનયની દરેક કક્ષા માટે ગરીબી રેખા નીચેના વસતીમાંથી મકાન વિહોણા લોકો માટે બી.પી.એલ. વસતીમાંથી, રાજ્યો ઇચછે તો ગ્રામ પંચાયતોને ફાળવણી કરવામાં આવશે. આવા સમય સુધી, આવી ફાળવણી કરવા માટે માહિતી ઉપલભય હોવાથી, મંત્રાલય છેલ્લી વસતીગણતરીની માહિતી અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં આવાસોની તંગી ઉપર ૭૫ ટકા વેઇટેજના આધારે રાજ્યો/સંધ પ્રદેશો માટે વાર્ષિક ફાળવણી નક્કી કરશે અને ગરીબી રેખા નીચેના લોકોની સંખયા ઉપર રપ ટકા વેઇટેજ આપવામાં આવશે. આ સમગ્ર લક્ષયાંકની અંદર, વસંગતિ નિવારવા યોગય રીતે હિસાબમેળ કરેલ રાજ્યો/સંધ પ્રદેશોમાં આ કક્ષાની પ્રમાણસર વસતીના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને લધુમતી માટે નાણાંની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ નીચેના લક્ષયાંક ફાળવવા રાજ્યો આ સિદ્ધાંતને અનુસરશે. યોજના સાથે પ્રસ્તુત માહિતીનો ઉપયોગ કરીને જે રાજ્યો બીજા કોઇ વૈકલ્પિક સૂત્ર અપનાવવાનું નક્કી કરે તેમણે પૂરેપૂરાં વાજબી કારણો સાથે ઉચ્ચાધિકાર સમિતિની પૂર્વ-મંજૂરી મેળવવી. (ફકરો ૩.૮) જરૂરિયાતોના આધારે રાજ્યોએ નક્કી કર્યા મુજબ ગરીબી રેખા નીચેનાં કુટુંબોનાં કાચાં/જીર્ણશીર્ણ મકાનોની કક્ષા ઊંચી લાવવા માટે જિલ્લાની ફાળવણીના ર૦ ટકા સુધીનો ઉપયોગ કરી શકાય.

વહીવટી ખર્ચ

છૂટાં કરેલાં નાણાંના ચાર ટકા સુધી યોજનાના વહીવટ માટે વાપરી શકાય. તેમાં ૦.૫ ટકા સુધી રાજ્ય કક્ષાએ રાખી મૂકી શકાય અને બાકીની રકમ જિલ્લાઓમાં વહેંચી શકાય. જિલ્લાની ફાળવણીમાં બે ભાગનો સમાવેશ થશે. એક ભાગ નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે રહેશે. તે રાજ્યના બધા જિલ્લા માટે સમાન રહેશે અને બીજો ભાગ કામકાજના ખર્ચને પહોંચી વળવા માટે જિલ્લાને ફાળવેલા લક્ષયાંકના પ્રમાણમાં રહેશે. રાજ્યો આનું સૂત્ર તેમજ તાલુકા (intermediate) અનેગ્રામ પંચાયત કક્ષાએ ફાળવણી માટેનું સૂત્ર તેમને ફાળવેલ કાર્યબોજ અનુસાર નક્કી કરી શકે. આ કક્ષા નીચે નાણાંની ફળવણી માટે રાજ્યોએ અપનાવેલા માપદંડની જાણ છ મહિનાની અંદર ગ્રામીણ વિકાસ મંત્રાલયને કરવાની રહેશે.

વહીવટી ખર્ચ નીચે ખર્ચની પાત્ર વસ્તુઓ નીચે મુજબ

  1. ખાસ કરીને જુદી જુદી ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીના વિકલ્પ અંગે વિજાણું સામગ્રી સહિત માહિતી. શિક્ષણ અને સંદેશાવયવહાર સામગ્રી તૈયાર કરવી;
  2. હિતાધિકારીઓને વસવાટ અને આવાસની જાણકારી આપવી:
  3. નમૂનાનું બાંધકામ અને નિદર્શન માટે નાનાં મોડલ તૈયાર કરવાં:
  4. જુદા જુદા તબકકે મકાનના ફોટા અને તેમને અપલોડ કરવાનું ખર્ચ:
  5. મુલાકાતો યોજીને ગુણવત્તા દેરખેર અને નિયંત્રણનું ખર્ચ;
  6. વયવસ્થા માહિતી પદ્ધતિ માટે હાર્ડવેર/સોફટવેરનું ખર્ચ;
  7. કન્ટ્રાકટ પર કર્મચારી ભાડે મેળવવા સહિત આવાસ સોફટમાં ડેટા-એનટ્રીનું ખર્ચઃ
  8. માસ્ટર કડિયા અને મજૂરી પૂરી પાડતા હિતાધિકારીઓને તાલીમ તેમજ નિભાવ પ્રથા અંગેતાલીમ;
  9. સમુદાયની જાણકાર વયક્તિઓને માનવેતન અને બિન-સરકારી સંસ્થાઓને સેવા ખર્ચ:
  10. કર્મચારીઓ/અધિકારીઓ અને પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ;
  11. આકારણી અને મૂલ્યાંકન અભયાસ ચલાવવા.
  12. વહીવટી ખર્ચ, મુખય કાર્યક્રમના ખર્ચને લાગુ પડતા ગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્યો વચચે વહેંચવામાં આવશે.

અમલ માટે એજન્સી

જિલ્લા કક્ષાએ અમલનું કામ જિલ્લા પરિષદ અથવા જિલ્લા પરિષદ ન હોય તે રાજ્યોમાં તેની સમકક્ષ સંસ્થાને સોંપવું.

સથાનિક કક્ષાએ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત ન હોય તે રાજ્યમાં તેની સમકક્ષ સંસ્થા આ કાર્યક્રમનો અમલ કરશે. યોજનાનો અમલ કરવા ગ્રામ પંચાયત ખૂબ જ નાની હોય, તો રાજ્ય તાલુકા કક્ષાની પંચાયતને તે કામ સોંપી શકે. આવી બાબતમાં, ગ્રામ પંચાયતોને વસવાટ અને હિતાધિકારીઓની પસંદગીમાં અને દેખરેખ અને નિયંત્રણમાં સ્પષટ કામગીરી આપવી.

ઉચચાધિકાર સમિતિ

સચિવ/અધિક સચિવ (ગ્રામીણ વિકાસ)ના અધયક્ષપદે ઉચચાધિકાર સમિતિ રહેશે. તે નીચેના સભ્યયોની બનેલી રહેશે.

  1. સંયુકત સચિવ (ગ્રામીણ આવાસ
  2. સલાહકાર (આયોજન કમિશન)
  3. હુડકોના પ્રતિનિધિ
  4. નોલેજ નેટવર્કના પ્રતિનિધિ
  5. બિલડીંગ બાંધકામના ક્ષેત્રમાંથી બે ખયાતનામ બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિ.
  6. સંબંધિત રાજ્યના ગ્રામીણ આવાસનું કામ સંભાળતાસચિવ
  7. આઇએફડીના પ્રતિનિધિ.

ઉચ્ચધિકાર  સમિતિ તેમની બેઠકોમાં મદદ કરવા જરૂરી નિષણાતોને આમંત્રી શકે. ઉચચાધિકાર સમિતિનાં કાર્યો નીચે મુજબ રહેશે:

  1. દુર્ગમ વિસ્તાર નક્કી કરવા માટે રાજ્યનો માપદંડ મંજૂર કરવો
  2. મકાનો પૂરાં કરવા માટે અને નવા બાંધકામ માટે લક્ષયાંક નક્કી કરવા
  3. લક્ષયાંકની જિલ્લાવાર ફાળવણી માટે રાજ્યોએ અપનાવેલું કોઇ વૈકલ્પિક સૂત્ર મંજૂર કરવું
  4. નાણાંની પુનઃફાળવણી નક્કી કરવી
    1. ૫ ટકા ફાળવણી માટે ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
    2. બેન્ક લોન મેળવતી સહાયકી સાથે જોડાયેલી યોજનાઓ માટેના ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
    3. અપવાદરૂપ કેસમાં કામચલાઉ રોકડ ચુકવણીની પરવાનગી આપવી
    4. દુર્ગમ વિસ્તારોમાં એક જ હપતામાં રાજ્ય એજન્સીએ કેન્દ્રીય હિસ્સો તબદીલ કરવાની પરવાનગી આપવી
    5. ટેકનિકલ સંસ્થાએ મંજૂર ન કરી હોય તેવી રાજ્ય સરકારોએ દરખાસ્ત કરેલી નવી બાંધકામ પ્રૌદ્યોગિકીઓ મંજૂર કરવી.
    6. કાર્યક્રમોની સમીક્ષા કરવી. અભ્યાસ વગેરે સૂચવવાં.
    7. માર્ગદર્શક સૂચનાઓની કામગીરી કરવામાં સાચી મુશકેલીઓ હોય તેવી બાબતોમાં સ્પષટીકરણઆપવાં.

પ્રકરણ- ૪

ઈંદિરા આવાસ યોજનાનો અમલ

અમલનો અભિગમ વસવાટ અથવા જૂથ અભિગમ અને વયક્તિગત કુટુંબ

અભિગમનાં જરૂરિયાતો અને લાભની સમતુલા જાળવીને દરેક રાજ્ય ઇંદિરા આવાસ યોજનાની જરૂરિયાતો માટે અમલનો વયુહ વિકસાવવાની જરૂર છે.

બાંધકામમાં કરકસર કરવા અને ગરીબ કુટુંબોને મૂળભૂત નાટ્યૂનતમ જરૂરિયાતો પૂરી પાડવા અને વિસ્તરણ અને નિયંત્રણ હળવાં કરવાં, ઇંદિરા આવાસ યોજનાનો અમલ શકય હોય ત્યાં સુધી વસવાટ અભિગમને અનુસરીને કરવો. નીચેની કક્ષાના બધા વસવાટ પૂર કરવા અગ્રતાના ધોરણે તેને આવરી લેવી જોઇએ:

૧. પી.ટી.જી. ર. વન હક અધિનિયમના હિતાધિકારી કુટુંબો સ્થાનિક રીતે પ્રસ્તુત, પારદર્શક સામાજિક-આર્થિક માપદંડનો ઉપયોગ કરીને આવરી લેવા રાજ્ય સરકાર બીજા વસવાટ મુકરર કરી શકે.

તેમ છતાં, ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર છૂટાછવાયા રહેતા હોય તેવા અમુક કક્ષાના પાત્ર હિતાધિકારીઓને આવરીલેવા. વયક્તિગત કુટુંબ અભિગમનો ઉપયોગ કરી શકાય. આ અભિગમને અનુસરતી વખતે પુન:સ્થાપન કરેલા હાચથથી મેલુ સાફકરનાર સફાઇ કામદારો અને પુન:સ્થાપન કરેલા બંધણી (વેઠીયા) મજૂરોનાં કુટુંબોને પ્રથમ અગ્રતા આપવી.

ત્યારબાદ નીચે મુજબ અગ્રતા આપવી :

  • વિધવા, છૂટાછુડા અપાયેલી અથવા તયજી દેવાયેલી સત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલી સત્રીઓ અને ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી જેમના પતિ ગૂમ થયા હોયઅને સત્રીઓ કુટુંબના વડા હોય તેવી કપરા સંજોગોમાંમુકાયેલી સત્રીઓ:
  • માનસિક રીતે વિકલાંગ વયક્તિઓ (ઓછામાં ઓછા ૪૦ ટકા વિકલાંગતા ધરાવતી)
  • શારીરિક વિકલાંગ વયક્તિઓ (ઓછામાં ઓછી ૪૦ ટકાઅશક્તતા ધરાવતી)
  • હિજડા/કિનનર
  • યુદ્ધમાં માર્યા ગયેલા સંરક્ષણ/અર્ધ-લશકરી/ પોલીસદળના સભ્રયોનાં વિધવા અને તદ્દન નજીકના સગા (તે ગરીબી રેખા નીચે ન હોય છતાં)
  • અનય મકાનવિહોણાં બી.પી.એલ. કુટુંબો આનાથી અગ્રતાયાદીમાં ખૂબ જ સહાયપાત્ર લોકોને આવરી લેવાનું નિશ્ચિત થશે ઉપર સૂચવેલી અગ્રતા અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ, વિકલાંગ વયક્તિઓ, લધુમતી અને અનયો માટે અનુસરવાની છે.
  • રાજ્યો. વસવાટ અભિગમને અનુસરીને લેવાનાં અને છૂટાછવાયા વયક્તિગત હિતાધિકારીઓ માટે લેવાનાં મકાનોનું પ્રમાણ નક્કી કરી શકે. એકવાર આમ થતાં,   કાર્યપદ્ધતિ અનુસાર કામગીરી શરૂ કરી શકાય.
  • 57 વસવાટ મુકરર કરવા રાજ્ય સરકારે પાંચ વર્ષ અને વાર્ષિક અગ્રતા યાદી મુજબ વિકસાવવાના પારદર્શક માપદંડના આધારે વસવાટોને અગ્રતા આપવાની છે.
  • વસવાટોની પસંદગી થતાં, સંબંધિત પંચાયતોને સામેલ કરીને વસવાટોમાં મકાનો અને ભૌતિક જોડાણ. વીજળીનું જોડાણ, પાણી પુરવઠો, પર્યાવરણીય સ્વચછતા જેવી બીજી સગવડો અને આંગણવાડી, ગ્રંથાલય, સાર્વજનિક હોલ, કાર્ય-છાપરી વગેરે જેવા સામાજિક આધારમાળખાંની વિગતો એકઠી કરીને રાજ્ય અમલ એજન્સીએ વિગતવાર મોજણી કરાવવી. આ મોજણીને હરતાં ફરતાં કરેલી ચર્ચા (ટ્રાન્સેકટ વેોક). કેનદ્રિત જૂથ
  • ચર્ચા અને લોકોનાં આયોજન જેવી સહયોગી પદ્ધતિઓથી પૂરક થવું પસંદ કરેલા વસવાટોમાંથી તમામ પાત્ર
  • હિતાધિકારીઓની યાદી બનાવવાની રહેશે.
  • આધારરેખા મોજણી અને પાંચ વર્ષની અગ્રતા યાદી તૈયાર કરવી.
  • પહેલા વર્ષ ર૦૧૩-૧૪માં ઈંદિરા આવાસ યોજના માટેની હાલની અગ્રતા યાદીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું.
  • એસ.ઇ.સી.સી. માહિતી મળ્યાના છ મહિનાની અંદર યાદી સુધારવાની હોય છે. આધારરેખા માહિતી સામાજિક આર્થિક જાતિ વસતીગણતરી ર૦૧૧માંથી લેવી. સહયોગી પ્રક્રિયા મારફત એસ.ઇ.સી.સી. આધાર રેખા માહિતીનો ઉપયોગ કરીને જેમને સહાય આપવાની જરૂર છે તેવા લોકોની પંચવર્ષીય અગ્રતા યાદી તૈયાર કરવી. ગરીબોની સહયોગી ઓળખ (પી.આઇ.પી.) માટેની પદ્ધતિને અનુસરતી જુદી જુદી કક્ષા માટે સ્થાનિક રીતે સ્વીકાર્ય અગ્રતાના માપદંડનો ઉપયોગ કરીને હિતાધિકારીઓની ઓળખ અને દરજજો નક્કી કરી શકાય છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ગરીબોની સહયોગી ઓળખ માટે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે.
  • ભૂમિહીન કુટુંબો મુકરર કરવા એસ.ઇ.સી.સી.માહિતીનો પણ ઉપયોગ કરવો.
  • બે ટકા કરતાં ઓછી જમીનવાળાં બધાં કુટુંબોને આ યોજનાના હેતુ માટે ભૂમિહીન ગણવાં, જેમાં ગ્રામ પંચાયતો અને સ્થાનિક સમુદાય સંપૂર્ણરીતે સંકળાયેલ હોય તેવી મોજણી મારફત આમ ઉતારેલી યાદીની જમીન પર ખરાઇ કરવી. એકવાર ભૂમિહીન ગરીબો મુકરર થતાં, ઈંદિરા આવાસ યોજનાનાં મકાનોના ઘટક માટે દર્શાવેલી ગરીબોની સહયોગી ઓળખની પ્રક્રિયા મુજબ તેની અગ્રતા તૈયાર કરવી. તેમાં અનુસૂચિત જાતિઓ/ અનુસૂચિત આદિજાતિઓ, લધુમતી. વિકલાંગ વયક્તિઓ અને બીજાઓની અલગ યાદીઓ બનાવવી.
  • ઉપરની પ્રક્રિયામાંથી તૈયાર કરેલ ઈંદિર આવાસ યોજનાના હિતાધિકારીઓની પાંચ વર્ષની અગ્રતા યાદી અને ઉપરની પ્રક્રિયા પરથી તૈયાર કરેલ ભૂમિહીન કુટુંબોની યાદી અને મુકરર વસવાટ પરથી હિતાધિકારીઓની યાદી
  • ગ્રામસભામાં રજૂ કરવી અને તેની મંજૂરી લેવી. આ બેઠકમાં જિલ્લા કલેકટરના પ્રતિનિધિએ હાજરી આપવી અને તેનો વિડિયોગ્રાફ કરવો અને બાકાતની ભૂલો સુધારવા માટે એસ.ઇ.સી.સી. માટે જણાવેલી અપીલની પ્રક્રિયા અપનાવવી. ગ્રામસભા એકવાર પાંચવર્ષની યાદીને મંજૂરી આપે એટલે છૂટાંછવાયાં કુટુંબો માટે અને વસવાટ માટે
  • આવાસસોફટ પર તે અપલોડ કરવી.
  • હિતાધિકારીઓની વાર્ષિક પસંદગી યાદીને આખરીરૂપ આપવું. ઈંદિર આવાસ યોજનાના હિતાધિકારીઓની વાર્ષિક પસંદગી યાદીને આખરીરૂપ આપવા માટે,  દર્શાવેલી પ્રક્રિયા પૂરી કરવાનું ગ્રામસભા સમક્ષ પાંચ વર્ષની અગ્રતા યાદી મૂકવાનું અને વસવાટ અને છૂટાંછવાયાં કુટુંબો માટે મુકરર કરેલા લક્ષયાંક પર આધારિત વાર્ષિક પસંદગી યાદી તૈયાર કરવાનું સલાહભર્યું છે.

વાર્ષિક પસંદગી યાદી મંજૂર કરવા માટેની ગ્રામસભાની બેઠકમાં જિલ્લા કલેકટરના નોમિની હાજર રહેશે અનેતેની વિડિયોગ્રાફી થશે. તેમ કરતી વખતે નવા સમાવેશની યાદી અને બાકાતની યાદીને કારણો દર્શાવીને નિશાની કરવામાં આવશે. ગ્રામસભાની બેઠકો 30મી નવેબર સુધીમાં પૂરી કરવી. આખરીરૂપ આપેલી યાદી ૩૧મી ડિસેંબર પહેલાં જિલ્લા પરિષદને મોકલવી, જેથી કામચલાઉ લક્ષયાંક પર આધારિત જિલ્લાની વાર્ષિક હિતાધિકારી યાદીને આખરીરૂપ આપી શકાય.

પસંદ કરેલા હિતાધિકારીઓની વિગતો આવાસ સોફટમાં દાખલ કરવી.

લક્ષયાંક નક્કી કરવા

ગ્રામીણ વિકાસ મંત્રાલય દર વર્ષે રાજ્યવાર લક્ષયાંકો કાર્યક્રમના નીચેનાં બે પાસાં પર તૈયાર કરશે :

(૧) અગાઉનાં વર્ષો દરમિયાન મંજૂર કરેલાં મકાન પૂરાં કરવા માટે અને

(ર) વર્ષ દરમિયાન શરૂ કરવાનાં નવાં મકાનો માટે હિતાધિકારીઓની પસંદગી માટે.

વહીવટી ખર્ચ માટેની ફાળવણીના ૯૫ ટકામાંથી ૪ ટકા અલગ કર્યા પછી લક્ષયાંક નક્કી કરવામાં આવશે. આમ નક્કી કરેલા લક્ષયાક રાજ્યોને જણાવતાં પહેલાં

ઉચચાધિકાર સમિતિ તેને બહાલી આપશે.

હિતાધિકારીઓને માહિતગાર કરવા.

વર્ષ માટે પસંદ કરેલા બધા જ હિતાધિકારકીઓને તેમને અનુસફળ હોય તે સમયે અને સ્થળે એકઠા થવાની વિનંતી કરવી. વિકલાંગ વયક્તિઓ, વૃદ્ધ વયક્તિઓ અને નબળી વયક્તિઓને આ માટે ખાસ સહાય કરવી. હિતાધિકારીઓને કાર્યક્રમની અને તેઓ જે સહાય મેળવવા હકદાર છે અને જે શરતો તેમણે સંતોષવાની છે તે સહિત તેમના હક અને જવાબદારીની વિગતોની જાણ કરવામાં

હિતાધિકારીઓને તેમને જોઇતી સહાય દર્શાવવા કહવું. મંજૂરીપત્ર આપવો અને પ્રથમ હપતો છૂટો કરવો.

હિતાધિકારીઓ ઉપરની બેઠક માટે આવે ત્યારેનીચેની કાર્યપદ્ધતિ પૂરી કરવી .

  • રાજ્ય વિભાગ/એજન્સીએ નિયત કરેલા ફોર્મમાં દરેક હિતાધિકારીની તરફેણમાં સ્થાનિક ભાષામાં મંજૂરી હુકમ આપવામાં આવશે. તેમાં ખાસ કરીને ચુકવણી અનુસૂચિ અને શરતોની વિગત રહેશે.
  • પ્રતયેક હિતાધિકારીને હકદારી કાર્ડ આપવાનું છે. તેમાં સામાન્ય જનતા સમજી શકે તેવી સથાનિક ભાષામાં તેની બધી હકદારી અને જવાબદારી દર્શાવવામાં આવશે. તેમાં ઉપલભય સહાયક સેવાઓ, જુદી જુદી સેવાઓ માટે બહારના સમયની મર્યાદા અને ફરિયાદનું નિવારણ કેવી રીતે કરવામાં આવશે તેદર્શાવવું.
  • દરેક હિતાધિકારીને પહેલો હપતો છૂટો કર્યાનાં નાણાં તબદીલી હુકમ પણ આપવા. નાણાં દરેક હિતાધિકારીના બેનક/પોસ્ટ ઓફિસ ખાતામાં તબદીલ કરવાં. હિતાધિકારીઓને રોકડમાં હપતા છૂટા કરવાની ઈંદિરા આવાસ યોજનામાં છૂટ નથી.
  • મુક્તિ માટે, પૂરતાં વાજબી કારણ આપયા પછી અને તે પણ મર્યાદિત સમય માટે નીચેની શરતોને અધીન રહીને ઉચચાધિકાર સમિતિની પરવાનગી મેળવવી. :
  • (ક) ચુકવણી બધા સભયોની હાજરીમાં ગ્રાસભાની બેઠકમાં કરવામાં આવશે.
  • (ખ) મકાનના બાંધકામ માટે મંજૂર કરેલી કુલ રકમ અને અપાતી હપતાની રકમ બધા સભયોની જાણ માટે જાહેર કરવામાં આવશે:
  • (ગ) હિતાધિકારી પાસેથી ચુકવણીની પહોંચ મેળવીને ગ્રામ પંચાયતના રેકર્ડમાં રાખવામાં આવશે:
  • (ઘ) આની ખાસ કરીને સામાજિક ઓડિટમાં ખરાઇ કરવામાં આવશે.
  • રાજ્ય સરકાર ઉપરનો બનાવ અમુક દિવસે રાખવાનો નિર્ણય લઇ શકે. તેને રાજ્યભરમાં આવાસદિવસ તરીકે મનાવવામાં આવે. ઘરથાળ ભાગના હિતાધિકારીઓને તે જ દિવસે જમીનના માલિકીહક (ટાઇટલ) પણ આપી શકાય. આવો પ્રસંગ રાખવાથી પારદર્શકતા નિશ્ચિત થશે અને અમલ માટે નિયંત્રણમાં ભાગ લેવા પ્રેરશે.
  • મકાનોની ફાળવણી વિધવા/અપરિણીત/ અલગ રહેતી સત્રી સિવાયના કેસમાં, ઈંદિરા આવાસ યોજનાનાં મકાનની ફાળવણી પતિ અને પત્નીના સંયુકત નામે કરવામાં આવશે. રાજ્ય પણ તેને ફકત સત્રીના નામે ફાળવવાનું પસંદ કરી શકે. વિકલાંગ વયક્તિઓ માટેના કોટા નીચે પસંદ કરેલા હિતાધિકારીઓની બાબતમાં, ફાળવણી ફકત આવી વયક્તિને જ કરવામાં આવશે. ફાળવણી હુકમ મકાનને માલિકીહક (ટાઇટલ) એનાયત કરતા રાજ્ય નિયત કરે તેવા ફોર્મમાં હોવા જોઇએ. ઘરથાળ બાબતમાં, મુકરર કરેલી જમીન. તમામ પુરુષ જમીન ખાતા અને પટ્ટ તરીકે આપેલ પાકા માલિકીહક (ટાઇટલ) અને જમીન પણ તે વયક્તિને ફાળવવાં. તે સિવાય તે સૌથી વધારે ઉંમરની સત્રીના નામે તે કરવું. બીજાના નામે જ થઇ શકે તે માટેની જોગવાઇ ઓછામાં ઓછાં પંદર વર્ષ માટે રહેશે.
  • બાંધકામ હિતાધિકારીએ જાતે બાંધકામ કરવું જોઇએ. ઈદિરા આવાસ યોજનામાં કોઇ પણ કનટ્રાકટર સામેલ થવો જોઇએ નહિ. બાંધકામ કોઇ કન્ટ્રાકટર મારફત થયું હોવાનું ધયાન પર આવે, તો ગ્રામીણ વિકાસ મંત્રાલયને ઈંદિરા આવાસ યોજનામાં મકાનો માટે રાજ્યને છૂટાં કરેલાં નાણાં વસૂલ ફોર્મમાં હોવા જોઇએ. ઘરથાળ બાબતમાં, મુકરર કરેલી જમીન. તમામ પુરુષ જમીન ખાતા અને પટ્ટ તરીકે આપેલ પાકા માલિકીહક (ટાઇટલ) અને જમીન પણ તે વયક્તિને ફાળવવાં. તે સિવાય તે સૌથી વધારે ઉંમરની સત્રીના નામે તે કરવું. બીજાના નામે જ થઇ શકે તે માટેની જોગવાઇ ઓછામાં ઓછાં પંદર વર્ષ માટે રહેશે.
  • બાંધકામ હિતાધિકારીએ જાતે બાંધકામ કરવું જોઇએ. ઈદિરા આવાસ યોજનામાં કોઇ પણ કનટ્રાકટર સામેલ થવો જોઇએ નહિ. બાંધકામ કોઇ કન્ટ્રાકટર મારફત થયું હોવાનું ધયાન પર આવે, તો ગ્રામીણ વિકાસ મંત્રાલયને ઈંદિરા આવાસ યોજનામાં મકાનો માટે રાજ્યને છૂટાં કરેલાં નાણાં વસૂલ કરવાનો હક રહેશે. મકાન કોઇ સરકારી ખાતાં/એજન્સીએ બાંધેલું ન હોવું જોઇએ. ઈદિરા આવાસ યોજનાની ભાવના માટે એ જરૂરી છે કે મકાન કોઇ બહારની એજન્સીએ બાંધીને સોંપવાનું નથી. તેમ છતાં, સરકારી ખાતાં અથવા એજન્સી ટેકનિકલ સહાય આપી શકે અથવા હિતાધિકારી ઇચછે તો સિમેંટ, સ્ટીલ અથવા ઈંટો અથવા પૂર્વ-નિર્મિત ભાગ જેવો માલસામાન સંકલિત રીતે પૂરો પાડવા માટે વયવસ્થા કરીશકે.
  • સાઠ વર્ષથી વધારે ઉમરવાળા ઘણા વૃદ્ધ હિતાધિકારીઓની બાબતમાં અને બાંધકામ પર દેખરેખ રાખવાનો શ્રમ ન ઉઠાવી શકે તેવી વયક્તિ અને લેખિતમાં આવી સહાય માટે લેખિત વિનંતી કરે તેવી વિકલાંગતાધરાવતી વયક્તિઓ બાબતમાં બાંધકામ પ્રતિષઠિતએજન્સીને સોંપી શકાય.
  • ખાસ કરીને યોગય માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકી અપનાવવા માટે બાંધકામની વયવસ્થા અને નિયંત્રણમાં હિતાધિકારીઓને જરૂરી સહાય સેવાઓ પૂરી પાડવા. પ્રતિષઠિત બિન-સરકારી સંસ્થાઓ/ સખાવતી સંસ્થાઓ, જાણીતી યુવા કલબ, રાષટ્રીય સેવા યોજના, શાળા અને કોલેજોના એકમોનો ઉપયોગ કરી શકાય. પારદર્શક માપદંડ પર આધારિત આવી પ્રતિષઠિત એજન્સીઓને રાજ્ય માનય રાખે અને વહીવટી ખર્ચમાટેની જોગવાઇમાંથી તેમને ચૂકવવાના વાજબી સેવા ચાર્જ નક્કી કરી શકે.
  • ૪.૧૦. ડિઝાઇન અને બાંધકામનાં ધોરણ
  • કોઇ ફરજિયાત પ્રકારની ડિઝાઇન હોવી ન જોઇએ. માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીના ઉપયોગ બાબતમાં વિકલ્પો સ્થાનિક રીતે યોગય છે. તેમને હિતાધિકારીને ખર્ચની અસર સાથે હિતાધિકારીને આપવા.
  • તેની પસંદગી હિતાધિકારી પર છોડવી.
  • (હરિયાળાં મકાન) ગ્રીન હાઉસને પ્રોત્સાહન આપવા ખાસ પ્રયત્નો હોવા જોઇએ. તેમાં સ્થાનિક માલસામાનનો સુધારેલો ઉપયોગ, યોગય બિલડીંગ ડિઝાઇન અને બાંધકામ ટેકનિકનો સમાવેશ થશે. તેનો ઉદ્દેશ આવાસની નકારાત્મક પર્યાવરણીય અસર ઘટાડવાનો અને વાપરનારનાં સુખસવગડ સુધારવાનો છે. મકાનના જીવનચક્ર દરમિયાન ઊર્જાનો ઉપયોગ ઘટાડીને અને સ્થાનિક આબોહવા માટે યોગય ડિઝાઇન કરીને રિન યુ કરી શકાય અને સ્થાનિક રીતે ઉપલભય માલસામાન પર ખૂબ આધાર રાખીને આમ કરી શકાય.
  • મકાનનો લેઆઉટ પણ હિતાધિકારીએ નક્કી કરવો. તેમ છતાં, તેને લત્તાને અનુકૂળ સારા લેઆઉટની સલાહ આપી શકાય. વિલાંગ વયક્તિઓવાળાં કુટુંબ માટે મકાનમાં સરળ અને મુકત હેરફેરમાં સરળતા રહે તે માટે અવરોધમુકત ડિઝાઇન અપનાવવી. કુદરતી આફતની શકયતાવાળા વિસ્તારોમાં આફતનો સામનો કરે તેવાંલક્ષણોને બાંધકામમાં દાખલ કરવા.
  • જીવનચક્ર દરમિયાન ઊર્જાનો ઉપયોગ ઘટાડીને અને સ્થાનિક આબોહવા માટે યોગય ડિઝાઇન કરીને રિન યુ કરી શકાય અને સ્થાનિક રીતે ઉપલભય માલસામાન પર ખૂબ આધાર રાખીને આમ કરી શકાય.
  • મકાનનો લેઆઉટ પણ હિતાધિકારીએ નક્કી કરવો. તેમ છતાં, તેને લત્તાને અનુકૂળ સારા લેઆઉટની સલાહ આપી શકાય. વિલાંગ વયક્તિઓવાળાં કુટુંબ માટે મકાનમાં સરળ અને મુકત હેરફેરમાં સરળતા રહે તે માટે અવરોધમુકત ડિઝાઇન અપનાવવી. કુદરતી આફતની શકયતાવાળા વિસ્તારોમાં આફતનો સામનો કરે તેવાં લક્ષણોને બાંધકામમાં દાખલ કરવા.
  • મકાનમાં ફરજિયાત ઘટકો ઉપરાંત નીચેનું હોય તે ઈચૂછનીય છે :
  • આજીવિકા પ્રવૃત્તિઓ ચલાવવા માટે પૂરતી જગયા.
  • વરંડા
  • મકાનમાં ઉપર જવા માટે સી.ડી. ટેકનિકલ સહાય
  • ઈંદિર આવાસ યોજનાનાં મકાનો બાંધવા માટે ટેકનિકલ અને વયવસ્થાપકીય માર્ગદર્શનના રૂપમાં સહાય પૂરી પાડવી. મકાનની ગુણવત્તા જાળવી રાખવા માટે પાયો અને લિનટલ કક્ષા મહત્વના તબક્કા છે. તેથી, ઓછામાં ઓછું આ બે તબક્કે ટેકનિકલ સહાય પૂરી પાડવી.
  • બાંધકામના તબક્કા અને હપતા છૂટા કરવા.
  • હિતાધિકારીને આપેલા હપતાની સંખયા ત્રણ નક્કીકરવી. હપતા છૂટા કરવાની બાબતને બાંધકામની પહોંચેલ કક્ષાએ નક્કી કરવી.
  • પહેલો હપતો મંજૂરીના હુકમ સાથે આવાસ દિવસે આપવો. તે એકમના ખર્ચના રપ ટકાથી વધવો જોઇએ નહિ.
  • દ્વિતીય હપતો લિનટલ કક્ષાએ પહોંચતાં છૂટો કરવો. તે એકમના ખર્ચના ક૦ ટકાથી ઓછો હોવો ન જોઇએ.
  • તુતીય હપતો સેનિટરી જાજરૂ બંધાઇ જાય અને હિતાધિકારી મકાનમાં રહેવાનું શરૂ કરે તે સહિત મકાન પૂરું થયા પછી જ આપવો. પરંતુ ભોંયતળિયાને ઓપ અપાય. બારણાં અને બારીઓને શટર જડાય. કુદરતી પરિબળો સામે ટકી રહેવા આવશ્યક હોય તે સિવાય પલાસ્ટર અને રંગકામની સહાય મેળવવા માટે આગ્રહ રાખવો નહિ. તે રકમ એકમના ખર્ચના ૧૫ ટકા કરતાં વધવી જોઇએ નહિ.

મુકરર અધિકારી/કર્મચારીએ સ્થળની મુલાકાત લીધા પછી અને કામની ખરાઇ કર્યા પછી દરેક હપતો છૂટો કરવો.

તેની વિગતોના સમર્થનમાં ફોટા સાથે કાર્યક્રમની વેબસાઇટ (આવાસ સોફટ)માં અપલોડ કરવી.

  • બાંધકામ સમયસર કરવું
  • બાંધકામ પૂરું કરવું.
  • સામાન્ય રીતે રહેવાનું એકમ પૂરું કરવામાં પ્રથમ હપતો મંજૂર કર્યાની તારીખથી બે વર્ષથી વધારે સમય લાગવો જોઇએ નહિ. તેમ છતાં, હિતાધિકારીઓ પી.બી.એલ કક્ષાના હોવાથી, મકાન પૂરું કરવા માટે જરૂરી સંસાધનો એકત્રિત કરવાનું તેમને મુશકેલ લાગે છે. વિલંબના કેસ પર નિયંત્રણ રાખવું અને હિતાધિકરીને વધુમાં વધુ ત્રણ વર્ષની અંદર મકાન પૂરું કરવા સગવડો આપવી. ઈદિરા આવાસ યોજનાનું રહેવાનું એકમ પૂરું થયે. સંબંધિત જિલ્લા પરિષદે
  • નિશ્ચિત કરવું કે આમ બાંધેલા દરેક મકાન માટે વિગતો દર્શાવતું બોર્ડ લગાડવામાં આવેછે. તેમાં ઈંદિરા આવાસ યોજનાનો લોગો (પ્રતીક). બાંધકામનું વર્ષ, હિતાધિકારીનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. આ અંગે થનાર ખર્ચ યોજના હેઠળ મળતાં નાણાંમાંથી મેળવી શકાય. દરેક લોગોની કિંમત રાજ્ય સરકારે નક્કી કરવી. પરંતુ કેન્દ્રનોહિસ્સો કાર્યક્રમના ફંડમાંથી વધુમાં વધુ રૂ. ૧૦૦ રહેશે.

પ્રકરણ- ૫

નાણાં છૂટાં કરવાં અને તેની વ્યવસ્થા

  • ફાળવણી :રાજ્યોને નાણાંની ફાળવણી અને રાજ્યમાંથી જિલ્લામાં અને તેની નીચેની ફાળવણી ફકરા ૩.૫ અનુસારકરવામાં આવશે.
  • રાજ્યવાર દરખાસત કરવી :ભારત સરકારને દરખાસ્તો મોકલવાના હેતુ માટે રાજ્ય એકમ રહેશે. રાજ્ય ફકરા પ.૪ અને પ.પ માં જરૂરી બન્યા પ્રમાણે હપતા છૂટા કરવા માટે જરૂરી જિલ્લાવાર માહિતી આપીને દરેક હપતા માટે એક એકત્રિત દરખાસ્તગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલશે. બધી માહિતી ફકત
  • ·
  • આવાસ સોફટમાં જણાવેલી નોંધ મુજબ રહેશે. જિલ્લા કક્ષાના દસ્તાવેજીકરણની પૂરતી ચકાસણી નિશ્ચિત કરવા, રાજ્ય સરકારોએ મજબૂત તંત્ર તે સ્થળે મૂકવાનું રહેશે. રાજ્ય સરકારનો સંબંધિત વિભાગ જિલ્લા કક્ષાની દરખાસતો માટે યોગય કાળજી લેશે. પ્રથમ હપતા માટેની એકત્રિત દરખાસતમાં પણ જિલ્લાવાર ફાળવણી અને ફાળવણી પર આવવા માટે પ્રયોજેલ સૂત્ર અને પદ્ધતિ દર્શાવવામાં આવશે. હવે રાજ્ય કક્ષાએ શરતો લાગુ પડશે. કોઇ એક જિલ્લામાં વિલંબ અથવા કસૂરને કારણે રાજ્યને નાણાંના પ્રવાહને અસર ન કરે તે માટે નિયંત્રણ તંત્રની
  • જરૂર રહેશે.
  • મંત્રાલય એકત્રિત દરખાસ્તના આધારે જિલ્લાઓને, વૈકલપિક પદ્ધતિ તૈયાર ન થાય તેટલા સમય માટેબારોબાર નાણાં છૂટાં કરવાનું ચાલુ રાખશે.
  • નાણાં છૂટાં કરવાં
  • નાણાં નીચે મુજબ છૂટાં કરવામાં આવશે :
  • (૧) વાર્ષિક ફાળવણી બે હપતામાં છૂટી કરવામાં આવશે:
  • (ર) ફકરા 3.પમાંની જોગવાઇ અનુસાર નિયત કરેલી
  • વાર્ષિક ફાળવણીના પ૦ ટકા જેટલો પ્રથમ હપતો રહેશે:
  • (૩) દ્વિતીય હપતો વાર્ષિક ફાળવણી બાદ પ્રથમ હપતો અને
  • ફકરા પ.9માં જણાવેલ લાગુ પડતી કપાત જેટલો રહેશે:
  • (૪) મંત્રાલયે વખતોવખત બહાર પાડેલી માર્ગદર્શક સૂચનાઓ અનુસાર બધી છૂટી કરેલી રકમ જિલ્લાનામુકરર હિસાબમાં લેવામાં આવશે.
  • (પ) કન્નૌર. લાહૌલ-સપિતિ, લેહ અને કારગીલ જિલ્લા અને કામ કરવાની મર્યાદિત મોસમ હોય તેવા આંદામાન અને નિકોબાર ટાપુના સંધ પ્રદેશ અને ઉચચાધિકાર સમિતિ નક્કી કરે તેવા બીજા કોઇ આવા વિસ્તારો માટે સમગ્ર કેન્દ્રીય સહાય એક હપતામાં છૂટી કરી શકાશે. રાજ્ય પણ
  • તેનો હિસ્સો એક હપતામાં છૂટો કરવો.
  • પ્રથમ હપતો છૂટો કરવા માટેની કાર્યપદ્ધતિ
    • અગાઉના વર્ષમાં બીજો હપતો લીધો હોય તેવા બધા જિલ્લા સંબંધમાં પ્રથમ હપતો છૂટો કરવામાં આવશે.ર૦૧૪-૧પથી આ પણ હિતાધિકારીઓની પસંદગી પૂરી થાય અને યાદીને આવાસ સોફટમાં અપલોડ કરી છે તેને અધીન રહેશે:.
    • જે જિલ્લાઓએ અગાઉના નાણાકીય વર્ષનો બીજો હપતો ન મેળવ્યો હોય તેમણે અગાઉના નાણાકીય વર્ષનો બીજો હપતો છૂટો કરવા માટે બધા જરૂરી દસ્તાવેજો સાથે પ્રથમ હપતા માટેની દરખાસતો મોકલવાની રહેશે.
  • બીજો હપતો છૂટો કરવા માટેની કાર્યપદ્ધતિ
  • રાજ્યને બીજો હપતો નીચેની શરતોને અધીન રહીનેછૂટો કરવામાં આવશે.
  1. કુલ ઉપલભય નાણાં (ઊઘડતી સિલક વત્તા વર્ષ દરમિયાન છૂટી કરેલી રકમ અને પરચૂરણ આવકજેટલી) ના ઓછામાં ઓછા 90 ટકાનો ઉપયોગ:
  2. અગાઉ છૂટી કરેલી રકમ દરમિયાન કોઇ શરતો મૂકીહોય તો તે પૂરી કરવી:
  3. ત્રણ વર્ષ કરતાં વધારે મંજૂર કરેલાં મકાનોના ૧૦૦ ટકા પૂરા થયાં હોય અને બેથી ત્રણ વર્ષ અગાઉ મંજૂરકરેલા મકાનોના ૭૫ ટકા:
  4. નાણાંના ઉપયોગ અને મકાનો પૂરાં થયા હોવાનુંર્શાવતી આવાસસોફટમાં ડેટા એનટ્રી.

રાજ્ય સરકાર દરખાસ્ત સાથે નીચેના દસ્તાવેજ રજૂ કરશે :

  • ઉપયોગિતા પ્રમાણપત્ર અને જિલ્લાઓ તરફથી મળેલા ઓડિટ અહેવાલ પર આધારિત અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન મેળવેલાં નાણાં બદલ સમગ્રતયા રાજ્ય માટે ઉપયોગિતા પ્રમાણપત્ર.
  • ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મળેલાં નાણાં બદલ ઉપયોગિતા પ્રમાણપત્ર.

અગાઉના નાણાકીય વર્ષના ઉપયોગિતા પ્રમાણપત્ર/ઓડિટ અહેવાલ અને બેનક હિસાબમેળ (reconciliation) પત્રક બધા જિલ્લામાંથી મળ્યાં છે. તેને તપાસવામાં આવયાં છે અને બરાબર જણાયાં છે તેવું પ્રમાણપત્ર, પ્રમાણત્રમાં વિશિષટ રીતે દર્શાવવામાં આવશે કે જે અંગે પગલાં લીધાં હોવાનો અહેવાલ જરૂરી છે તેવી કોઇ અનિયમિતતાઓ ઓડિટ અહેવાલમાં દર્શાવવામાં આવી નથી અથવા

અવલોકન અંગે પગલાં લીધાં હોવાનો અહેવાલ મળ્યો છે અને તે બરાબર છે.

નીચેની બાબતો આવરી લેતી જિલ્લાવાર નાણાકીય પરિસિથિતિ દર્શાવતું પત્રક :

  • ઊઘડતી સિલક (નહિ વટાવેલા ચેક અને એડજસ્ટ નહિ કરેલી પેશગીઓ સહિત) અને અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન મળેલ કેન્દ્રીય અને રાજ્ય હિસ્સો અને પરચૂરણ આવક;
  • જિલ્લામાંથી મળેલા ઉપયોગિતા પ્રમાણપત્ર/ઓડિટ અહેવાલ અનુસાર
  • માર્ગદર્શક સૂચનાઓની જોગવાઇ અનુસાર હિતાધિકારીઓને નાણાં તબદીલ કરવામાં આવયાં છેતેવું પ્રમાણપત્ર;
  • અગાઉના અને હાલના નાણાકીય વર્ષ માટેનો રાજ્યનો

હિસ્સો છૂટા કર્યાના મંજૂરી હુકમની નકલો.

  • નાણાં અનયત્ર વાળવામાં આવયાં નથી અને ઉચાપત
  • થઇ નથી તેવું પ્રમાણપત્ર.
  • ઈંદિરા આવાસ યોજનાનાં નાણાં રાષટ્રીયકૃત બેનકમાં અલગ બચત બેંક ખાતામાં રાખવામાં આવયાં છે તેવું
  • નિયત ફોર્મમાં બેનકની વિગત.
  • બીજો હપતો છૂટો કરવા માટેની ચકાસણી યાદી અને બીજા હપતા માટેની દરખાસ્ત રજૂ કરવા માટેનું ફોર્મ અનુક્રમે જોડાણ ૧ અને રમાં છે. ઉપયોગિતા પ્રમાણપત્રનું મોડલ ફોર્મ જોડાણ 3માં આપવું છે.
  • રાજ્ય ભારત સરકારને મોકલવાની દરખાસ્ત પર સહી કરવા સિનિયર અધિકારી (ખાતાના વડા) (અધિકૃત સહી કરનાર)ને નિયુકત કરવા. આવાસસોફટમાં ડેટા એનટ્રીની પ્રગતિ પર નિયંત્રણ રાખવા રાજ્ય બીજા અધિકારીને (નોડલ અધિકારી)ને નિયુકત કરવા; દરખાસ્ત
  • માહિતી સાથે સુસંગત છે તેની ખાતરી કરવી.
  • રાજ્યનો હિસ્સો છૂટો કરવો.
  • રાજ્ય સરકારે કેન્દ્રીય સહાયને અનુરૂપ સંપૂર્ણ રાજ્ય હિસ્સો છૂટો કરવો અને કેન્દ્રીય હિસ્સો છૂટો કર્યાના ૧૫ દિવસની અંદર તેને જિલ્લાઓમાં ફાળવવો. ૪ ટકા વહીવટી ખર્ચનો રાજ્યનો હિસ્સો પણ સાથોસાથ છૂટો કરવો.

ફાળવણી હુકમની નકલ મંત્રાલયને મોકલવી.

  • અગાઉના નાણાકીય વર્ષને લગતા રાજ્યના હિસ્સામાં ઘટાડો હોય, તો કેન્દ્રીય હિસ્સાના બીજા હપતાથી અસમાન (unmatched) કેન્દ્રીય રકમ છૂટી કરવાના પ્રમાણ સુધી (બિન-એનઇ રાજ્યો બાબતમાં ઘટાડાના ત્રણ ગણા અને એનઇ રાજ્યો બાબતમાં ઘટાડાના ૯ ગણા) પ્રમાણસર કપાત કરવામાં આવશે.
  • પુનઃફાળવણી
  • નાણાકીય વર્ષના ડિસેંબરના અંત પછી બીજા હપતા માટેની કોઇ દરખાસ્ત સ્વીકારવામાં નહિ આવે. તેમ છતાં, રાજ્યોને નવા આવર્તન (સાઇકલ) સાથે સમાયોજન સાધવા, ર૦૧૩-૧૪થી ત્રણ વર્ષનો છૂટનો સમય આપવામાં આવશે. તે સમય દરમિયાન દરખાસતો જાન્યુઆરીના અંત સુધી મોકલવામાં આવશે. બીજા હપતાની દરખાસ્ત આ તારીખ સુધીમાં નહિ મળે, તો કસૂરદાર રાજ્યો માટે અંકિત કરેલી બાકીની ફાળવણી તેમજ પ ટકા અનામત ફંડમાંથી ઉપલભય કોઇ બચત, નિર્ણાયક પરિબળ તરીકે બીજા ખર્ચના પ્રમાણના આધારે ફેબ્રુઆરી મહિનામાં બીજાં રાજ્યોમાં પ્રમાણસર પુનઃફાળવણી કરવામાં આવશે.

જાન્યુઆરી સુધીમાં ઉપલભય ફંડના 90 ટકાનો ઉપયોગ કર્યા પછી વધારાની રકમ છૂટી કરવા માટે વિશિષટ દરખાસ્ત મોકલતી રાજ્ય સરકારોને પુનઃફાળવણી કરવામાં આવશે. પાંચ ટકાનું અનામત સંપૂર્ણ સ્વીકૃત (committed) હોય અને ખાસ પ્રોજેકટ માટે વધારે યોગય દરખાસ્ત હોય, તો તેમને અગ્રતા આપવામાં આવશે.

ઉચચાધિકાર સમિતિની મંજૂરીથી પુનઃફાળવણી કરી શકાશે.

ઈંદિરા આવાસ યોજનાના ખાતાની વયવસથા.

જિલ્લા કક્ષાએ ઈંદિરા આવાસ યોજનાનાં નાણાં (કેન્દ્રીય હિસ્સો તેમજ રાજ્ય હિસ્સો) જિલ્લા પરિષદ/ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી/રાષટ્રીયકૃત બેનકના એકમાત્ર અને અલગબચત બેનકના ખાતામાં રાખવામાં આવશે. રાજ્ય સરકાર બેન્કની શાખા, ખાતા નંબરની વિગત મંત્રાલયને જણાવશે અને તે વિગતો આવાસસોફટ

અને સી.પી.એસ.એમ.એસ.માં દાખલ પણ કરાશે.

ઈંદિરા આવાસ યોજનામાં ફંડની અનામત પર મળેલી વયાજની રકમ ઈંદિર આવાસ યોજનાનાં સંસાધનોના ભાગ (કેન્દ્રીય અને રાજ્ય હિસ્સા તરીકે ૭૫:રપના ગુણોત્તરમાં) તરીકે ગણવામાં આવશે.

જિલ્લાઓ ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિયત કરેલી હિસાબ કાર્યપદ્ધતિને અનુસરશે. અગાઉના વર્ષના જિલ્લા કક્ષાના આખરીરૂપ અપાયેલા હિસાબ ૩૦મી જૂનના રોજ અથવા તે અગાઉ જિલ્લા પરિષદની મંજૂરી મેળવશે અને તે જ વર્ષની ૩૧મી ઓગસ્ટ અગાઉ ઓડિટ કરાવશે. જિલ્લા પરિષદ/જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી પ્રાપત કરેલુ વયાજ અલગ દર્શાવશે.

(૪) ફકત ઈંદિર આવાસ યોજના હેઠળ ખર્ચ કરવા માટેખાતામાંથી નાણાં ઉપાડવામાં આવશે.

(પ) કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ આવાં બધાંખાતાનું ઓડિટ કરી શકશે.

હિતાધિકારીઓને ચુકવણીઉચચાધિકાર સમિતિની રોકડમાં ચૂકવવાની પૂર્વપરવાનગી લીધી હોય તે સિવાયના કેસમાં હિતાધિકારીને તેના બેન્ક/પોસ્ટ ઓફિસ ખાતામાં ચુકવણી કરવામાં આવશે. ખાતાની વિગત અને આધાર નંબર હોય.

સ્ત્રોત : કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate