વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ક્લિ ઇન્ડિયા

સ્ક્લિ ઇન્ડિયા વિશેની માહિતી આપવામાં આવી છે

અત્યારે સ્પર્ધાત્મકતાનો જમાનો છે અને આ જમાનામાં ટકી રહેવું હોય તો આપણામાં એવી કુશળતા હોવી જ જોઈએ કે જેના જોરે આપણે વિદેશીઓને હંફાવી શકીએ અને દુનિયામાં આપણો ડંકો વગાડી શકીએ. સ્કીલ ઇન્ડિયા મિશન એ ભારતીયોને ગમે તેવી કટ્ટર હરીફાઈમાં પણ ટકી શકવાની કુશળતા આપવા માટે હાથ ધરાયું છે અને તેનો ઉદ્દેશ ભારતમાં જંગી પ્રમાણમાં રોજગારી ઊભી કરીને ભારતને વૈશ્ર્વિક આર્થિક મહાસત્તા બનાવવાનું છે. ભારતીયોને જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાત બનાવીને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશથી આ મિશન હાથ ધરાયું છે.
આ મિશનને કેન્દ્ર સરકારે ૧ જુલાઈ ૨૦૧૫ના રોજ મંજૂરી આપી હતી અને પછી ૧૬ જુલાઈ ૨૦૧૫ના રોજ વિધિવત્ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કીલ ઇન્ડિયા કેમ્પેઈનની શ‚રૂઆત કરી હતી. તેઓએ એ વખતે જ જાહેરાત કરી હતી કે સ્કીલ ઇન્ડિયા હેઠળ ૨૦૨૨ સુધીમાં ૪૦ કરોડ કરતાં વધારે ભારતીયોને જુદા જુદા હુન્નરની તાલીમ અપાશે અને તેમને સ્વાવલંબી તથા વૈશ્ર્વિક સ્તરે ટકી શકે તેવા સ્પર્ધાત્મક બનાવાશે. સ્કીલ ઇન્ડિયાને સફળ બનાવવા એ પછી ભારત સરકારે અલગ અલગ પહેલ પણ કરી છે. મુખ્યત્વે ચાર પ્રકારની પહેલ સરકાર દ્વારા કરાઈ છે.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મિશન :

આ મિશન હેઠળ સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપવા માટે ટ્રેઈનિંગ સેન્ટર્સ સાથે ભાગીદારી કરાય છે અને તાલીમ પામેલા કુશળ કારીગરોને રોજગારી મેળવવામાં મદદ કરાય છે.

નેશનલ પૉલિસી ફોર સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ :

સ્કીલ ડેવલપમેન્ટની રાષ્ટ્રીય નીતિ હેઠળ પોતાનું સાહસ કરવા માગતા લોકોને પ્રોત્સાહન અપાય છે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સીની રચના કરીને કામગીરી હાથ ધરાઈ છે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના :

પીએમકેવીવાય તરીકે ઓળખાતી આ યોજના હેઠળ જુદાં જુદાં ક્ષેત્રોમાં તાલીમ મેળવવા માટે સરકાર દ્વારા સહાય અપાય છે.

સ્કીલ લોન સ્કીમ :

જે લોકો તાલીમ લે છે તે પોતાનું એકમ શરૂ‚ કરવા માગતા હોય તો તેમને લોન અપાય છે. એ માટે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ ફંડ ઊભું કરાયું છે.
સરકારે એક નક્કર કદમ ઉઠાવીને યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)ને સ્કીલ ઇન્ડિયામાં ભાગીદાર બનાવ્યું છે. આ ભાગીદારી સ્કૂલ કક્ષાએથી શ‚રૂ થશે અને તેના કારણે બ્રિટન તથા ભારતમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાના દેશની સ્કૂલ સિસ્ટમને સમજી શકશે. બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓ, સામાજિક તથા કૌટુંબિક વ્યવસ્થાને વધારે સારી રીતે સમજે તે આ ભાગીદારીનો ઉદ્દેશ છે. ભારત અને બ્રિટનની શૈક્ષણિક લાયકાતોને પણ સમાન સ્તરે લાવવાનો સંકલ્પ બંને દેશોએ કર્યો છે. દેખીતી રીતે સ્કીલ ઇન્ડિયા સાથે આ વાતને કોઈ સીધો સંબંધ ના લાગે પણ લાંબા ગાળે આ ભાગીદારી અત્યંત ફાયદાકારક સાબિત થશે. બંને દેશોના વિદ્યાર્થીઓ વચ્ચે નાની ઉંમરથી જ એક જોડાણ થાય અને એ લોકો એકબીજાની જરૂ‚રિયાતોને સમજીને એ પ્રમાણેનાં કૌશલ્યોને અપનાવે એ આ ભાગીદારી પાછળનો ઉદ્દેશ છે.
સ્કીલ ઇન્ડિયા પ્રોગ્રામથી સ્વાવલંબન વધશે એ તો મોટો ફાયદો છે જ પણ બીજો એક ફાયદો પણ છે. ભારતે આર્થિક મહાસત્તા બનવું હોય તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી પહેલાં સુધારવું પડે કેમ કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો જ જંગી પ્રમાણમાં વિદેશી રોકાણ અહીં આવશે અને ભારતીય કંપનીઓને પણ ભારતમાં જ મોટા પ્રોજેક્ટ ઊભા કરવામાં રસ પડશે. બાકી તો વિદેશી કંપનીઓ પણ અહીં નહીં આવે ને ભારતીય કંપનીઓ પણ એવા દેશોમાં જતી રહેશે કે જ્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. અલબત્ત માત્ર સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કામ નહીં ચાલે કેમ કે કંપનીઓ અહીં આવે તો પણ તેમને સૌથી વધારે જરૂ‚ર એવા લોકોની પડશે કે જેમનામાં કંપનીઓ ઇચ્છે તે પ્રકારનું કામ આપવાની કુશળતા હશે. આ પ્રકારના લોકો અહીં નહીં મળે તો કંપનીને પોતાનો પ્રોજેક્ટ લાંબો સમય ચલાવવામાં રસ નહીં પડે પણ એવા કુશળ કારીગરો હાથવગા હશે તો કંપનીનો રસ ટકી રહેશે. સામે ભારતીયોને પણ રોજી મળશે. આમ બંનેનાં હિતો તો સચવાશે જ પણ રાષ્ટ્રને પણ ફાયદો થશે.
સ્કીલ ઇન્ડિયા મિશન લાંબા ગાળાનાં હિતોને ધ્યાનમાં રાખીને અમલી બનાવાયું છે. આ મિશનને અમલી બનાવ્યે હજુ માંડ ૧૦ મહિના થયા છે. આ કાર્યક્રમ હેઠળ કુલ ૨૪૯ ટ્રેઈનિંગ પાર્ટનર સરકારને મળ્યા છે. આ ટ્રેઈનિંગ પાર્ટનર્સ દ્વારા ૩૨૨૨ ટ્રેઈનિંગ સેન્ટર્સ ઊભાં કરાયાં છે જેમાં ૫૫.૭૧ લાખ લોકોને તાલીમ અપાઈ છે અને ૨૩.૮૯ લાખ લોકોને રોજગારી અપાઈ છે. લગભગ ૪૦ ટકા લોકોને થાળે પાડી દેવાયા તે સિદ્ધિ નાની નથી.
જો કે મોદી સરકાર માત્ર વિદેશી કંપનીઓ પર નિર્ભર નથી. ભારતમાં પણ કુશળ કારીગરોને તૈયાર કરવા માટે જુદા જુદા કાર્યક્રમો ધમધોકાર શરૂ‚ કરી જ દેવાયા છે. ઉદાહરણ તરીકે ભારત સરકાર દ્વારા ઇન્ડિયન લેધર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શ‚રૂ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ ચામડાની જુદી જુદી પ્રોડક્ટ બનાવવાની તાલીમ યુવાનોને અપાશે. વિશ્ર્વની મોટી મોટી કંપનીઓની પ્રોડક્ટને ટક્કર મારે તેવા શૂઝથી માંડીને બેલ્ટ સુધીની લેધરની પ્રોડક્ટ બનાવવાની તાલીમ આ કાર્યક્રમ હેઠળ અપાય છે. ભારત સરકારે એ માટે ૧૦૦ દિવસનો ખાસ ટ્રેઈનિંગ પ્રોગ્રામ બનાવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં એક લાખ યુવાનોને તાલીમ અપાઈ છે. સરકાર દર વર્ષે લગભગ દોઢ લાખ યુવાનોને આ તાલીમ આપવા માગે છે. ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી આ ટ્રેઈનિંગ અપાય છે. આ ટ્રેઈનિંગનો વ્યાપ વધે એટલા માટે તેલંગણામાં હૈદરાબાદ, પંજાબમાં બાનુર, બિહારમાં પટણા તથા ગુજરાતમાં અંકલેશ્વર એ ચાર ઠેકાણે નવાં ઇન્સ્ટિટ્યુટ પણ બનાવાયાં છે. અત્યારે લેધર ઇન્ડસ્ટ્રીમાં કુશળ કારીગરોની માગ જોરદાર છે અને બીજી તરફ લેધર પ્રોડક્ટની માગ જોરદાર છે. ભારતમાં કુશળ કારીગર મળતા નથી તેના કારણે ગેરફાયદો એ થાય છે કે દુનિયાના બીજા દેશો ભારત પહોંચી ના વળે ત્યાં માલ આપીને ઘૂસી જાય છે. મોદી સરકારે આવાં જે પણ હાઈ ડિમાન્ડનાં ક્ષેત્રો છે તેમાં તાલીમ આપવા માટેનો કાર્યક્રમ હાથ ધર્યો છે ને એ રીતે એકદમ અક્સીર વ્યૂહરચના અપનાવી છે.
સ્કીલ ઇન્ડિયામાં બ્રિટન જેવા દેશને રસ પડ્યો છે તો વિશ્ર્વની બીજી મોટી કંપનીઓને પણ રસ પડ્યો છે. ઓરેકલ કંપનીએ કરેલી જાહેરાત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓરેકલ વિશ્ર્વમાં કોમ્પ્યુટર સાયન્સના શિક્ષણમાં શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ મનાય છે. ઓરેકલે સ્કીલ ઇન્ડિયા હેઠળ કર્ણાટકના બેંગલોરમાં ૨૮ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું કેમ્પસ બનાવવાની જાહેરાત કરી છે. ઓરેકલનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા રેડવુડ શોર્સ ખાતે છે. ઓરેકલ દુનિયાભરમાં પોતાનાં કેમ્પસ ધરાવે છે પણ આટલું મોટું કેમ્પસ ક્યાંય નથી. એ રીતે બેંગલોરમાં બનનારું કેમ્પસ ઓરકેલનું તેના હેડક્વાર્ટર પછીનું સૌથી મોટું કેમ્પસ હશે. ઓરેકલ એકેડમી હાલમાં ભારતમાં ૧૭૦૦ ઇન્સ્ટિટ્યૂટ ધરાવે છે. ઓરેકલ ભારતમાં વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરીને આ ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા ૨૭૦૦ પર પહોંચાડશે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓરેકલ ભારતમાં દર વર્ષે પાંચ લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપશે. વિશ્ર્વની મોટી મોટી આઈટી કંપનીઓ ઓરેકલના વિદ્યાર્થીઓને જ નોકરીએ રાખે છે તે જોતાં ભારતીયોને કેટલો મોટો ફાયદો થશે એ વિચારી જુઓ. ઓરેકલનું તો આપણે ઉદાહરણ જ આપ્યું પણ આવી તો સંખ્યાબંધ કંપનીઓ લાઇન લગાવીને ઊભી છે. આ કંપનીઓ ભારતીયોને વૈશ્ર્વિક સ્તરે શ્રેષ્ઠતા અપાવતી તાલીમ આપશે ને એ રીતે સ્કીલ ઇન્ડિયાને સફળ બનાવશે. હજુ જે રીતે વિદેશી કંપનીઓ તેમાં રસ બતાવી રહી છે તે જોતાં આ પ્રોગ્રામ વધુ સફળ થશે તેમાં શંકા નથી. બલ્કે દેશને આર્થિક ક્ષેત્રે નવી રાહ બતાવનારો પ્રોજેક્ટ બનીને રહેશે.
કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા (સ્વતંત્ર હવાલો) રાજીવ પ્રતાપ રુડીના જણાવ્યા મુજબ ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ સ્કિલ ઇન્ડિયા મિશનનો પ્રારંભ થયા બાદ આ મિશન સમગ્ર દેશમાં પૂરઝડપે આગળ વધી રહ્યું છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE) દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્યવિકાસ યોજના (PMKVY) થકી દેશના લાખો યુવાનો તાલીમબદ્ધ થઈ પોતાની આજીવિકા રળી રહ્યા છે. આ યોજના અંતર્ગત એપ્રિલ ૨૦૧૬ સુધી ૨૪ લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો, જેમાંથી ૧૭.૯૩ લાખ ઉમેદવારો આ યોજનાનો ભાગ બન્યા છે. તેમાંથી ૧૭.૫૮ લાખ લોકો પોતાની તાલીમ પૂર્ણ કરી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ જમ્મુમાં જે ખાદી ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યાં છે ત્યાં મેં ટ્રેનિંગ લીધી અને હવે હું સિલાઈનું કામ કરી દિવસના ૨૦૦ કરતાં વધારે રૂ‚પિયા કમાઈ શકું છું.

સ્ત્રોત : સાધના વીકલી

2.85714285714
કમલેશ પરમાર Jan 23, 2018 11:35 AM

યોગ ના જાણકાર નું પ્રમાણ પાત્ર અને કલાસીસ શરુ કરવા માટે આર્થિક સહાય મળે , તો સમસ્ત નાગરિકો નો સ્વાસ્થ્ય અને કાર્ય શીલતા માં વધારો થઇ શકે .

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top