હોમ પેજ / સમાજ કલ્યાણ / કૌશલ્ય વિકાસ / સ્કિલ ઈન્ડિયા યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્કિલ ઈન્ડિયા યોજના

મોદીએ લોન્ચ કરી સ્કિલ ઈન્ડિયા યોજના, બે લાખ લોકોને મળશે રોજગારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક યોજના લોન્ચ કરવા જઈ રહ્યાં છે. આજે વડાપ્રધાન દ્વારા સ્કીલ ઈન્ડિયા લોન્ચ કરવાના છે. આ યોજના અંર્તગત ભારતના દરેક ઉદ્યોગમાં કમર્ચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે અને તેઓને વધારે સારુ કામ કરવા માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના અંર્તગત 5 વર્ષમાં અંદાજે રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. જ્યારે આગામી એક વર્ષમાં અંદાજે 24 લાખ યુવકોને ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગરીબી વિરુદ્ધ જંગ શરૂ કર્યો છે અને તેમાં જીતીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જેમ ચીન દુનિયા માટે મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે તેમ ભારત પણ માનવ સંસાધનની રાજધાની બની શકે છે. આજ આપણું લક્ષ્ય હોવું જોઇએ.

મોદીએ કહ્યું હતું કે, ભારતમાં સંભાવનાઓ છે. જો ગામડાના લોકોને તાલીમ આપીને તેમના કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે તો આપણે દુનિયાને ચાર-પાંચ કરોડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ભારતના લોકોમાં ક્ષણતા, પ્રતિભા અને કૌશલ્યો ભરપૂર છે. તેને દુનિયાએ સદીઓ સુધી જાણી. સમજી અને ઓળખી છે પણ વર્તમાનમાં આપણે આપણી પ્રતિભા અને કૌશલ્યોને  ભૂલી ગયા છીએ. તેને આપણે ફરી વાર મેળવવાના છે. સરકાર તે દિશામાં જ ધ્યાન આપી રહી છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, દુનિયા અને ટેક્નીક ઝડપથી બદલાઇ રહ્યાં છે તેથી આપણે આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને યોજના ઘડવી જોઇએ. દેશમાં ગરીબી-બેકારી યથાવત રહે, તે માટે કોઇ કારણ નથી. અમે ગરીબી વિરુદ્ધ જંગ છેડી દીધો છે. દરેક ગરીબ ભારતીય મારો સિપાહી છે. તેની સાથે મળીને આપણે આ લડાઇ જીતવાની છે અને આપણે તેને જીતીશું. રોજગારી સર્જન સરકારની પ્રાથમિકતા છે. તે માટે એક માળખું જરૂરી હતું. આ પ્રોગ્રામ તે દિશામાં જ એક પગલું છે.

40 કરોડ લોકોને તૈયાર કરવાનું લક્ષ્ય

રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવેલા સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકારનું લક્ષ્ય 2022 સુધી 40.2 કરોડ લોકોના કૌશલ્યના વિકાસનો છે. એટલે કે લોકોને તેમના રસના એલા કોઇ કૌશલ્યમાં તાલીમબદ્ધ કરવામાં આવશે, જેના જોરે યુવાનો રોજગાર મેળ‌વી શકે અથવા તો સ્વતંત્રરીતે પોતાનું કામ પણ શરૂ કરી શકે.

સ્કીલ ઈન્ડિયા યોજનાની ખાસ હાઈલાઈટ્સ

 • આ યોજના અંર્તગત સરકાર ઘણાં પબ્લિક પ્રાઈવેટ પ્રોજેક્ટ પણ શરૂ કરશે.
 • યુવાનોને ટ્રેનિંગ આપવા માટે બેન્કમાંથી ધિરાણ આપશે સરકાર
 • રૂ. 5,000થી રૂ. 1.5 લાખ સુધીનું ધિરાણ મળશે
 • માઈનિંગ સેક્ટરમાં 45 લાખ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે
 • સ્વાસ્થય સેક્ટરમાં 35 લાખ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે
 • 5 વર્ષમાં 40 કરોડ યુવકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક
 • અમુક ટ્રેનિંગ માટે રેલવે વિભાગ સાથે પણ કરાર કરવામાં આવશે
 • સરકાર 2009ની સ્કીલ પોલીસિ અપડેટ કરશે
 • 2020 સુધીમાં ભારતની કુલ વસ્તીના 64 ટકા યુવા વર્ગ હશે
 • દેશમાં દર વર્ષે 10 લાખથી વધારે નોકરીની જરૂરિયાત
 • 5 વર્ષમાં 34 લાખ યુવાનોને ધિરાણ આપવાનો લક્ષ્યાંક
 • સરકારી નોકરી માટે સ્કીલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ ફરજિયાત
 • એક સાથે 100 શહેરમાં સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે

સ્કીલ ઈન્ડિયા પ્રોજેક્ટ લોન્ચિંગમાં PM મોદીના ભાષણની હાઈલાઈટ્સ

 • જીવનથી મૃત્યુ સુધી જેટલી ચીજ વસ્તુઓની જરૂર પડે છે તેટલી દેશમાં સ્કીલ ડેવલપમેન્ટી જરૂર છે
 • ટુરિઝમ ડેવલપ કરવા માટે એક વ્યક્તિને સારી ડ્રાઈવિંગ સાથે તે વિવિધ ભાષા પણ શીખવવી પડશે. તે જ તેને રોટલો આપશે
 • ટુરિઝમ વાળા વિસ્તારમાં ભાષાના કોર્સ, ટુરિઝમની ટ્રેનિંગ વગેરે આપવું
 • અમે સ્કીલ ડેવલપમેન્ટથી યુવાઓને ઉદ્યોગપતિઓ બનાવવા માગીએ છીએ
 • જીવન જીવવાનું કૌશલ્ય પણ આ હસ્ત કૌશલ્યથી આવશે
 • આગામી 10 વર્ષમાં ટેક્નોલોજી અને વર્કફોર્સની જરૂર હોય છે
 • ચીન ભારત માટે એક મિશાલ છે
 • દેશના યુવાનોને દુનિયાની જરૂર પ્રમાણે પ્રશિક્ષિત કરવાની જરૂર છે
 • દેશના યુવાનોને એક તકની જરૂર છે
 • દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
 • સ્કીલ ડેવલપમેન્ટથી મલ્ટી ટેલેન્ટ આવશે
 • ટ્રેનિંગ લઈને યોગ્ય રીતે કામ કરવામાં આવે તો ડ્રાઈવર પણ ઉદ્યોગપતિ બની શકે છે
 • કાચી ટ્રેનિંગ નહીં, હવે દેશના યુવાનોને સર્ટિફાઈડ ટ્રેનિંગ આપવામાં આવશે
 • આપણે સમગ્ર વિશ્વના મેનપાવરની જરૂરિયાતને સમજવાની જરૂર છે
 • આગામી 10 વર્ષમાં દેશ વિશ્વને સૌથી વધારે મેન પાવર આપશે
 • સ્કીલ મિશનથી દરેક માતા-પિતાના સપના પૂરા થશે
 • IITથી દેશને ઓળખાણ મળી, પરંતુ હવે દેશને ITIની જરૂર છે
 • ભારત યુવા દેશ છે, તેથી મારી પ્રથમ પ્રાથમિકતા યુવા વર્ગને રોજગારી આપવાની છે
 • તેથી તે દરેક જરૂરિયાને પૂરી કરવી જરૂરી છે
 • દેશમાં યુવા વર્ગ હશે પણ રોજગારી નહીં હોય તો નહીં ચાલે
 • સ્કીલ ઈન્ડિયા પ્રોજેક્ટથી દેશમાં નવી ઉર્જા આવશે
 • દેશના દરેક યુવાનના સપના પૂરા કરવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે.
 • હવે ગરીબ બાળક પણ પાછળ નહિ રહે
 • સ્કીલ હશે તો આત્મ વિશ્વાસ આવશે. સ્કીલ ડેવલપમેન્ટ માત્ર નોકરી અપાવવા કે પગાર આપવાનો પ્રોજેક્ટ નથી. પરંતુ તેનાથી યુવાનોમાં આત્મ વિશ્વાસ જગાડવો છે
 • દેશના યુવાનને આત્મ સંમ્માન સાથે જીવવું છે
 • દેશનો કોઈ પણ યુવાન હાથ લંબાવીને કઈ પણ માગવા તૈયાર નથી
 • ગરીબી સામે લડત આપવી છે તેની ગરીબોને જ સેના બનાવવામાં આવશે. દરેક ગરીબ મારો સૈનિક છે
 • આજે સમગ્ર વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવશે
 • સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ તે લોકો માટે છે, જેઓ વિકાસની સ્પર્ધામાં પાછળ છૂટી ગયા છે. આ કૌશલ્ય વિકાસ કાર્યક્રમથી માત્ર તેમના ગજવાં જ નહીં ભરાય, પણ આત્મવિશ્વાસ પણ આવશે.
 • દેશની 65 ટકા વસ્તી 35 વર્ષ કરતાં ઓછી વયની છે. તેમાં કૌશલ્યોનો વિકાસ ના થાય, તેને રોજગાર ના મળે તો તે એક પડકાર બની જશે. તેથી આપણે એક એવું તંત્ર વિકસિત કરવું પડશે જેનાથી યુવાનો રોજગાર મેળવી શકે.
 • અમે માત્ર કૌશલ્ય વિકાસ પર જ ફોકસ નથી કર્યુ. અમે ઉદ્યોગસાહસિકતા વિકાસ પર પણ પૂરું ધ્યાન આપીશું. પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માગતા યુવાનોને સરકાર મદદ અને પ્રોત્સાહના આપશે.
 • દેશની આઈઆઈટી સંસ્થાઓએ પાછલાં કેટલાંક વર્ષોમાં દુનિયાભરમાં પોતાની એક અલગ પ્રતિષ્ઠા બનાવી છે. આ સદીમાં હવે તેવા જ કૌશલ્ય બતાવવાનો વારો આઈટીઆઈ સંસ્થાઓની છે.
સ્ત્રોત: દિવ્ય ભાસ્કર
3.03921568627
રાજન કાંબલીયા Jan 31, 2018 09:43 AM

ખુબ સરસ સે ગરીબો માટે

વાધેલા નરેન્દ્ર સિંહ Nov 21, 2017 09:27 PM

ખુબ સરસ આ જલદી થી થવુ જોઈએ

Chamar kamleshbhai danabhai Jun 13, 2017 08:38 PM

આ સ્કીમ ક્યારતી લાગુ પડે છે જેથી ગરીબ વર્ગ ના લોકો નો વિકાશ થાય .

હિના બારોટ May 20, 2017 04:05 PM

ખુબ જ સરસ

વઢેલ જાગૃતિ ભુપતભાઈ Sep 17, 2016 04:13 PM

ખુબ જ ગમ્યુ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top