હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / સુરેન્દ્રનગરમાં શ્વેતક્રાંતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુરેન્દ્રનગરમાં શ્વેતક્રાંતિ

150થી વધુ દૂધ મંડળીઓનું સંચાલન મહિલાઓના હાથમાં આપેલ છે

ઝાલાવાડમાં પશુપાલનનું ભારે મહત્વ છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓએ દૂધ ઉત્પાદનમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની શ્વેતક્રાંતિમાં જિલ્લાની 150થી વધુ મહિલા સંચાલિત દૂધ મંડળીઓએ દૈનિક બે લાખ લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરીને પુરૂષો પશુપાલકોને દોડતા કરી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ પુરૂષો સમોવડી બનીને આર્થિક ધરોહરની ભૂમિકા ભજવતા આનંદની લાગણી ફેલાઇ છે.

ઝાલાવાડમાં 150થી વધુ  દૂધ મંડળીઓનું સંચાલન મહિલાઓના હાથમાં

- છેલ્લા 7 વર્ષમાં આવી મંડળીઓની સંખ્યા બમણી થઇ

જિલ્લામાં 2013-14નાં આંકડા પ્રમાણે કુલ 711 દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે. ઝાલાવાડનું દૈનિક દૂધ ઉત્પાદન આશરે પાંચ લાખ લીટર જેટલુ છે. અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ દૂધ મંડળીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. 502 કરોડ જેટલુ છે. જિલ્લાની કુલ 711 દૂધ મંડળીઓમાંથી 151 દૂધ મંડળીઓનું સંચાલન મહિલાઓ કરી રહી છે. જેથી જિલ્લાની શ્વેતક્રાંતિમાં મહિલાઓનો ફાળો અગ્રિમ રહ્યો છે. જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદન ક્ષેત્રે પુરૂષ સમોવડી બની ગઇ છે. 2007-08નાં વર્ષમાં 83 જેટલી જ મહિલા સંચાલિત દૂધ મંડળીઓ હતી. જેમાં દર વર્ષે સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી દૂધ ઉત્પાદનમાં મહિલાઓએ પુરૂષોને પણ દોડતા કરી મૂક્યા છે. ત્યારે  ઝાલાવાડનાં દૂધ ઉત્પાદનમાં મહિલાઓ પણ પુરૂષો કરતા સવાઇ પૂરવાર થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વેતક્રાંતિ સર્જવામાં મહિલાઓની દૂધ મંડળીઓ દૈનિક 3 લાખ લિટર જેટલુ અધધ ઉત્પાદન કરી જિલ્લામાં શ્વેતક્રાંતિ સર્જી છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સૂરસાગર ડેરીમાં મહિલાઓ સવાર-સાંજ બે લાખથી વધુ લિટર દૂધ ભરે છે. બીજી તરફ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બાદ પ્રથમ વાર મહિલા જનકબેન જાદવને વાઇસ ચેરમેન બનાવતા જિલ્લાની મહિલા દૂધ ઉત્પાદકો ઉત્સાહનું વાતાવરણ સર્જાયુ છે.

- મહિલાઓને મહત્વ અપાતા મહિલાઓ અગ્રેસર

અમારા સંઘમાં મહિલાઓને પૂરતું મહત્વ મળે છે. જેમાં અમારો સંઘ જૂથ વીમા યોજના, શિષ્યવૃત્તિ, પશુ સારવાર કેમ્પ કરીને પશુપાલકોનાં જીવન ધોરણને સુધારવા માટે પ્રયાસો હાથ ધરતો રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી પણ વધુ મહિલા સંચાલિત દૂધ મંડળીમાં હજારો દૂધ ઉત્પાદકો દૂધ ભરીને રોજગારી મેળવી શ્વેતક્રાંતિ સર્જી રહ્યાં છે. - જનકબેન જાદવ, પ્રથમ મહિલા વાઇસ ચેરમેન, સૂરસાગર ડેરી

- મહિલા સંચાલિત દૂધ મંડળીમાં સાત વર્ષમાં થયેલો વધારો

વર્ષ

મંડળીની સંખ્યા

2007-08

83

2008-09

92

2009-10

111

2010-11

114

2011-12

122

2012-13

143

2013-14

151

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

2.6
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top