હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / શુ વ્યસન કરવું જોઈએ.?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શુ વ્યસન કરવું જોઈએ.?

આ લેખમાં વ્યસન કરવું જોઈ કે નહિ તે વિશેની માહિતી આપેલ છે

શુ વ્યસન કરવુ જોઈએ.? હા એમ શોંભળતાંજ આપણુ મન ખચકાઈ જતું હોય છે પણ આ ટુંકો લેખ ધ્યાન થી વાંચશો તો જાણી શકસો કે કેમ વ્યસન કરવુ જોઈએ.

વ્યસન એ એક પ્રકારની લત છે જેનાથી આપણના મન માં આવેલી કંઈ પણ સારી કે ખરાબ પ્રવુતિ કરવાનું મન થાય જ છે  વ્યસન બે પ્રકાર ના હોય છે જેમાં ૧. એક જે આપણા જીવનને સારા માર્ગે લઈ જનારૂ લત કે વ્યસન અને ર. બીજુ કે જે આપણા જીવનને ખરાબ માર્ગે લઈ જનાર લત કે વ્યસન  જેથી કહેવાનું એમ થાય છે કે આપણે વ્યસન કરવું તો આપણા જીવન ને સતમાર્ગે લઈ જનારૂ વ્યસન કરવું જોઈએ   જેનાથી આપણુ સૌનું જીવન સારા માર્ગે ચાલે અને પ્રભુને પામી શકીએ તેવા પ્રકારની આપણી લત કે વ્યસન હોવી જોઈએ.

આજે આપણે જે પ્રકારનું વ્યસન કરી રહયા છીએ તે આપણા શરીર તેમજ આપણા જીવનમાં ખુબજ નુકશાન કારક સાબીત થાય છે જેનાથી આપણે કંઈ સારૂ કાર્ય કરી શકતા નથી. અને આખું જીવન આ નવરંગી દંનીયામાં પણ નર્ક જેવું જીવન જીવવાનો વારો આવી જતો હોય છે.

આથી વ્યસન કરવા તો આપણા જીવન ને સારા માર્ગે લઈ જાય તેવા પ્રકાર ના વ્યસન કરવા જોઈએ જેમ કે નમાજ પઢવા ની લત  યોગાસન કરવાની લત  સારા પુસ્તકો વાંચવાની લત  વગેરે લત હોય તો આપણે આપણુ જીવન અમુલ્ય વાન બનાવી શકીએ છીએ. જે આપણા જીવનને સાત માર્ગે લઈ જનારી રોજીંદી ક્રિયા છે . જેનાથી આણા જીવનની સાથે સાથે આપણા પરીવારને પણ લાભ દાઈ સાબીત થતું હોય છે.

આથી મીત્રો આપણે ને કંઈ પણ કરવાની લત થતી હોય છે તો આપણે કંઈક એવું કરો જે તમારા જીવન માં ફળરૂપ સાબીત થઈ શકે જે ખરાબ કુટેવોને ત તમારા જીવન માં ઉતારશો તો તમો કંઈજ કામા રહેશો નહી પણ જો તમે સારા પ્રકારની લત કે વ્યસન હશે તો તમો કંઈક હાસીલ કરી શકસો આ માટે તમોએ આજે જ તમારૂ મન મકકમ બનાવી ને જે તમારા જીવવનને લાભ આપે તેવી એક લત ને પસંદ કરી તે પ્રમાણે નું વ્યસન કરશો જે તમોને સારા માર્ગે પહોંચાડવામાં પણ મદદ ગાર બનશે.

તો આજેજ મીત્રી સારા પુસ્તકો વાંચવાનું  નમાઝ પઢવાનું  યોગાસન કરવાનં  શરૂ કરી આપણા જીવવનને નુકશાન કરનારી કુટેવો ને નાબુદ કરીએ અને સારી ટેવો પ્રાપ્ત કરી જીવનને જળ હળતું બનાવીએ એજ આશ....

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા   વડગામ

3.03448275862
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top