હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / વ્યસન મુક્તિનો મેસેજ આપવા નાટક ભજવ્યું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યસન મુક્તિનો મેસેજ આપવા નાટક ભજવ્યું

નશા ધારા 302 વ્યસન મુક્તિનો મેસેજ આપવા નાટક ભજવ્યું

મર્ડર માટે કલમ ૩૦૨ મુજબ ફાંસીની સજા કરવામાં આવે છે. તેમ ચરસ, ગાંજો, ડ્રગ્સ, દારૃ, ગુટખા, તંબાકુ વગેરેનું સેવન કરવાથી લોકો ખૂદ પોતાનું મૌત નોંતરી રહ્યા છે. આ મેસેજ આપવાના ઉદ્દેશ્યથી નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી(નિફ્ટ), ગાંધીનગરના સ્ટુડન્ટસ દ્વારા 'નશા ધારા ૩૦૨' નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. લોકોને નુક્કડ નાટક દ્વારા મેસેજ આપવા નિફ્ટ સ્ટુડન્ટસે 'છાપ' નામનું ગુ્રપ બનાવ્યું છે.

લોકોને નુક્કડ નાટક ભજવી મેસેજ અપાય છેઃ નિફ્ટ સ્ટુડન્ટસના 'છાપ' ગ્રુપ  દ્વારા નશા ધારા ૩૨૦ નાટક તૈયાર કરવામાં આવ્યું

આ અંગે માહિતી આપતા નિફ્ટના સ્ટુડન્ટ સુરજ, અક્ષય, શંકર, વિવેક કહે છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધી દ્વારા અમારી કોલેજમાં નશા મુક્તિ માટે એક સેશન યોજવામાં આવ્યું હતું. જે બાદ અમે નશા ધારા ૩૦૨ નાટક ભજવ્યું હતું. અમારા ૧૬ સ્ટુડન્ટના ગુ્રપ દ્વારા આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. આ નાટક અમે ચાર ભાગમાં તૈયાર કર્યુ છે. જેમાં દરેક કેરેક્ટર કંઈક મેસેજ આપે છે.

નાટકનું છેલ્લું કેરેક્ટર મેન છે જેમાં એક સ્ટુડન્ટને બતાવવામાં આવ્યો છે જેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ છે. આ બન્ને એક પ્રાઈવેટ બસમાં બેસે છે. બોયઝ નશાનો બંધાણી હોવાથી બસમાં રહેલા અસામાજિક તત્વો દ્વારા તેને નશીલી ચીજ આપીને બેહોશ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ બસમાં જ તેની ગર્લફ્રેન્ડ પર ગેન્ગ રેપ કરવામાં આવે છે. નશામાંથી ભાનમાં આવતા તેને તેની આ ખરાબ આદતનો અહેસાસ થાય છે.  આ સાથે ટીવીના પડદે જોવા મળતી કેટલીક નશાયુક્ત ચીજોને જોઈને પોેતે તેનું સેવન કરતા કોલેજીયન યંગસ્ટર્સ, બર્થ ડે કે અન્ય પાર્ટીના બહાને નશાનું સેવન કરતા યંગસ્ટર્સ અને બિઝનેસ ટાયકુન કે બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એડીક્ટેડ બન્યા બાદ તેમને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ બધી બાબતો આ નાટકના વિવિધ કેરેક્ટર દ્વારા વર્ણવામાં આવી છે. ટૂંકમા નશોએ માણસનું પતન છે આ વાતનો મેસેજ આપવાના ઉદ્દેશ્યથી અમે આ નાટક તૈયાર કર્યુ છે.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

2.73170731707
મેઘ Sep 25, 2017 07:37 PM

પાંચ જણ નૌ નાટક

જાડેજા ભાગીરથસિંહ Dec 24, 2016 12:36 PM

૫૦૦,૧૦૦ ની નોટ બાંધી નુ નાટક

જાડેજા ભાગીરથસિંહ Dec 24, 2016 12:08 PM

૫૦૦,૧૦૦ ની નોટ બાંધી નુ નાટક

જાડેજા ભાગીરથસિંહ Dec 24, 2016 12:05 PM

500,1000 ની નોટિબંધી નું નાટક

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top