હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / લોન લઇને બહેનોએ ઘરમાં બનાવડાવ્યાં સંડાસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લોન લઇને બહેનોએ ઘરમાં બનાવડાવ્યાં સંડાસ

આ કેસ સ્ટડી છે જે જીગ્ના જોશી દ્વારા લેખન કરવામાં આવી છે

ઘોઘા તાલુકાનું વાલેસપુર ગામ ઘોઘાથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે.આ ગામમાં લગભગ ૫૫ જેટલા ઘરો અને તેેની વસ્તી આશરે ૩૫૦ લોકોની છે.આ ગામમાં મુખ્યત્વે ખ્રિસ્તી ઘર્મના લોકો વસે છે. જેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ઉત્થાન, સંસ્થા છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં પીવાના પાણી,આરોગ્ય અને સ્વચ્છતાના મુદ્રાને લઇને કાર્યરત  છે.આ ગામમાં બહેનોનું  બચતમંડળ અને પાણી સમિતિ બંને સાથે મળીનેે ગામના  વિકાસના કામોમાં રસ લઇને કામ કરે છે. ગામના  બચતમંડળ અને પાણી સમિતિના સભ્ય બહેનોના સેનીટેશન અને સ્વચ્છતાના પ્રશ્નોને લઇને વારંવાર મીટીંગો અને તાલીમ કરવામાં આવતી  ંજેની અંતર્ગત સંડાસ બનાવવાથી થતા ફાયદા અને સંડાસ ઘરમાં હોવાથી શા શા ગેરફાયદા થાય તેની સમજ પણ ગામલોકોને આપવામાં આવી.મીટીંગ દરમ્યાન ગામના અમુક લોકોએ સંડાસ બનાવવાની ઇચ્છા તો દર્શાવી પરંતુ તેમનો વિકટ પ્રશ્ન એ હતો કે જો સંસ્થા દ્વારા અથવા ધોધા પ્રોજેકટમાંથી ગામલોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  થોડા સમય માટે લોન આપવામાં આવે  તો ઘણા લોકોનું પોતાના ઘરમાં સંડાસ બનાવવાનું સપનું સાકાર થાય.આને ધ્યાનમાં રાખીને ગામના ઘર તથા વ્યકિતદીઠ આવક અને આરોગ્ય પાછળ થતા ખર્ચા જેવી વિગતોની  માહિતી એકઠી કરી તેની સમીક્ષા કરવામાં આવી. શરૂઆતમાં પાણી સમિતિના સભ્યો અન્ેા સંસ્થાએ ઘોઘા પ્રોજકટમાંથી સંડાસ બનાવવા માટેની વગર વ્યાજની લોન મેળવવા  માટે વાસ્મો  વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટમાં રજૂઆત કરી. જેને  મંજૂરી મળતાં ગામના  ૫ વ્યકિતઓએ  ં તેમના ઘરોમાં સંડાસ બનાવડાવ્યાં. એના એક અઠવાડિયા બાદ બીજી ચાર વ્યકિતઓ આવી  લોન લઇને સંડાસ બનાવડાવવા માટે તૈયાર થઇં, સંસ્થા અને  ગામની પાણી સમિતિની બહેનોએ આ નવ વ્યકિતઓ સાથે મીટીંગ કરીને તેમને વ્યકિતદીઠ રૂપિયા  ૨૦૦૦/— ( બે હજાર રૂપિયા) લોન પેટે આપવાનું નકકી કર્યું અને તેમની સાથે દર મહિને ૨૫૦/— રૂપિયા હપ્તા પેટે પાછા ચૂકવવાનો કરાર કરવામાં આવ્યો,, આ જોઇને ઘીમે ઘીમે ગામના બીજા લોકોને પણ થયું કે આપણે પણ આવું  કરવું જોઇએ આથી તેમણે પણ પોતપોતાના ઘરોમાં સંડાસે બનાવડાવ્યાં.આમ હાલમાં ગામના  ૩૦ ઘરોમાં સંડાસ છે,જે ઘરોમાં સંડાસ છે તે લોકો બીજાને પણ  સંડાસ બનાવડાવવા માટે ં સમજાવે છે. આમ તેમણે પર્યાવરણ, આરોગ્ય અને સ્વચ્છતાની જાગૃતિ થકી કર્યુ પોતાના પરિવાર અને સમુદાયના સ્વાસ્થ્ય અન્ેા આસપાસના પર્યાવરણનનું જતન.

લેખન : જીજ્ઞા જોશી

સ્ત્રોત: ઉત્થાન

2.96153846154
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top