વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉત્થાન એક કથા

ઉત્થાન એક કથા વિશેની માહિતી

ગુજરાત ની ભારતની પશ્ચિમ સરહદે આવેલો પ્રદેશ છે. ગુજરાતના ઈતિહાસ માં મૂળ ચાર હજાર વર્ષ પહેલા વિકસેલા અને હવે કાળાગતામાં વિલીન થઇ  ચુકેલી પ્રાચીન સભ્યતા સુધી પહોચે છે. એ કાળે ગુજરાત દરિયાકાંઠા દ્વારા પ્રાચીન વિશ્વ સાથે જોડાયેલું હતું. અને એ જ પરંપરા પરિણામ છે કે નવી નવી શોધખોળો કરવાની , વ્યાપાર અને સાહસ ખેડવાની વૃતિઓ ગુજરાતની પ્રજાના લોહીમાં વણાયેલી છે. પ્રાચીન ધર્મકથાઓના ખુબીયા તો એથી ઊંડા અને વિસ્તરેલા છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને યાદવો માટે નવી નગરી વસાવી તે ગુજરાત ના પશ્ચિમ કાંઠે , દ્વારિકા નગરી. આજે એ નગર દ્વારકા નામે ઓળખાતું તીર્થધામ   છે જ. પણ એનો એક અર્થ પ્રવેશદ્વાર પણ થાય છે. ઉત્થાન ની  ગાથા પણ આ સ્થળ થી ખાસ દુર નહિ એવા પ્રદેશ માંથી શરુ થાય છે. ગુજરાત ના દ્વીપકલ્પના પૂર્વ કાંઠે થી. ગુજરાતનો આ પ્રદેશ ભાલ પ્રદેશ નામે  ઓળખાય છે. ખંભાતના અખાતની નજીક ધંધુકાથી શરુ થઇ ને આ વિસ્તાર ઉત્તર દિશામાં આગળ વધે છે.

અરબી સમુદ્રના કાંઠાનો આ દ્વીપકલ્પ ગુજરાત. ગુજરાતનો સમુદ્રકાંઠો પણ એક સમયે હરિયાળો અને ફળદ્રુપ હતો . દરિયાકાંઠાથી ૨૫ કિલોમીટર અંદર આવેલું ધોલેરા એક સમયે ધમધમતું બંદર હતું. દરિયાકાંઠાથી લઇને અંદર ઊંડે સુધી તમ્મર ચેરિયા થી સુરક્ષિત હતું. ૧૯મી સદીના અંતના દાયકાઓમાં ધીમે ધીમે દરિયાકાંઠે કાળનો ભરાવો થતો ગયો અને વહાણોને અંદર સુધી લઇ જવાનું મુશ્કેલ બન્યું. પરિણામે ધોલેરા બંદરનો સમુદ્રી વેપાર ઘસાતો ગયો. એક તરફ આ કુદરતી પરિબળો  હતા તો બીજી તરફ હતા માનવસર્જિત પરિબળો. આ સમયગાળામાં ભારતમાં નવી નવી શરુ થયેલી વિદેશી વસાહતો શાસન વ્યવસ્થા ને ભારત માં ઉત્પન્ન થતો કાચો માલ તેમના દેશ ઇંગ્લેન્ડના ઉદ્યોગોને પહોચાડવા રેલ વ્યવસ્થાની જરૂર હતી. ને તેના માટે રેલ્વેના પાટા અને પાટાની નીચે ગોઠવવા લાકડું મેળવવા વન ઉચ્છેદન શરુ થયું. વૃક્ષો ઓછા થતા ગયા. મધ્ય અને પશ્ચિમ ભારતમાંથી વહીને ખંભાતના અખાતમાં મળતી નદીઓના વહેણ સાથે ખેચાઈને આવેલો કાંપ રોકવા જમીન  પર જરૂરી વૃક્ષો ન રહ્યા. દરિયાકાંઠે જમા થતા જતા કાંપે ધોલેરાને દરિયાકાંઠાથી દુર કરી દીધું. વ્યાપાર પડી ભાંગ્યો.

આ પ્રદેશમાં જમીનીની ગુણવત્તા ઘણી નબળી છે. જો કે એ તો પ્રમાણમાં તાજેતર માં સર્જાયેલી હાલત છે. આ વિસ્તારમાં વસતા વૃદ્ધજનોને હજુ પણ એમણે યુવાની  અહીં જોયેલા વનવિસ્તાર યાદ છે. પશુઓને પુરતો ચારો અને બીજા વન ઉત્પાદનો એ સમયે અહીં સુલભ હતા. પરંતુ વન ઉચ્છેદનના પરિણામે ખુલ્લી પડી ગયેલી જમીન, દરિયાના પાણીને ધસી આવતા રોકનારું કશું ન રહ્યું. દરિયાની ભરતી ના પાણી અંદર ધસી આવીને જમીનને ક્ષારીય બનાવતા ગયા. વળી અહીંથી બહુ દુર નહીં એવા કચ્છમાંથી ત્યાં ચારો ખૂટી પડતા ઊંટોના ધણો ને અહીં સુધી ચરવા લાવવાનું શરુ થયું. એનાથી રહ્યા સહ્યા તમ્મર વિસ્તારો પણ નષ્ટ થયા. શું બન્ની માં કે શું અહીં ઊંટોના ચરીયાણો ફરી નવીનિકરણ કરવાની કંઈજ પરવા કરવામાં ન આવી. ક્ષારીયતાની ખેતી પર અસર પડી. લોકો પશુઓને અંદરની તરફ લઇ જવા માંડ્યા . કુદરતી રીતે મળી રહેતું છાણીયું ખાતર દુર્લભ બનવા માંડ્યું . જમીનની ગુણવત્તા અને ઉત્પાદકતા ઝડપભેર  ઘટવા માંડ્યા. અત્યારે એવી સ્થિત આવી ગઈ કે જમીન ખોદીએ તો ત્રણ જ ફૂટ ઊંડે ક્ષાર ના થર મળે છે. ભરતી સમયે દરિયાકાંઠે થી ખાસ્સા  દુર આવેલા ગામો સુધી દરિયાના પાણી પહોચી જાય છે. બે મોટી ખાડીઓ વચ્ચે આવેલી સપાટ જમીનને ભરતી પાણી  લગભગ ઢાંકી દે છે પવનોના જોરદાર ઝાપટા ખારાશને હજી એ અંદર સુધી ખેંચી જાય છે.

ભાલ નો દરિયાકાંઠો અત્યારે તો એકદમ સપાટ, ખુલ્લો , ઉજ્જડ વિસ્તાર છે. દરિયાની ભરતી ને લીધે ઠેક ઠેકાણે નાની નાની ખાડીઓ બની ગઈ છે. વર્ષોવર્ષ જમીન ની ક્ષારીયતા વધતી જાય છે. અને એથી જ ભાલ પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ ગરીબ પ્રદેશ બની ગયો છે.

કહે છે કે  આ પ્રદેશનું નામ ભાલ પણ એટલે જ પડ્યું કે ભાલ અર્થાત કપાળ - સીધું સપાટ અને ખાલીખમ. આ વિસ્તાર પણ જાણે ભાલ છે, ગુજરાતનું ! અહીં માતાજી નું મંદિર છે સ્થાનિક લોકો આ માતાજીને વિષમ હવામાનથી તેમનું રક્ષણ કરતી શક્તિરૂપે પૂજે છે. મંદિર માં રોજ દીવાબત્તી થાય છે. રોજ લોકો મંદિરે જાય છે સુખ સમૃદ્ધિ માટે માતાજીન પ્રાર્થના  કરે છે. ક્યારેક તો દિ' પલટાશે એવી શ્રધા સાથે માતાજી ને નમન કરે છે.

અહીં  સમાજવ્યવસ્થા  અતિરેક પિતૃસત્તાક  વ્યવસ્થા છે. વળી, જ્ઞાતિ, વર્ગ ભેદભાવ પણ અતિશય દ્રઢ છે. સમુદાયને સંગઠિત કરવામાં આ બાબતો અવરોધરૂપ બને છે. આટલું ઓછુ હોય તેમ જમીન ખેડવા યોગ્ય ન રહી હોય તેમ અતિશય ઓછો અને અનિયમિત હોય તેવી સ્થિતિમાં આજીવિકા માટે સ્થળાંતર અનિવાર્ય બને છે. આ અવરોધો વધારે દ્રઢ કરે છે. પુરુષો ઘણું ખરું બહાર જતા રહે છે. સ્ત્રીઓ ગામમાં રહે છે. વૃદ્ધો, બાળકોને સંભાળવા માટે દેવું અહીં જીવનક્રમ છે. અહીં વર્ચસ્વ ધરાવતી દરબાર જ્ઞાતિ શાહુકારી પણ સંભાળે છે. રહ્યા સહ્યા કુદરતી સંસાધનો પર પણ એમની પકડ રહે છે. એ સાથે પિતૃ સત્તાત્મક પરંપરાન પહેરેદારો હતા અને તેના માટે સરકારી દરમ્યાનગીરીઓ આ સમસ્યાઓ ને પૂરતા પ્રમાણ માં સંબોધી શકી નથી. ઉલટું, સામાજિક -રાજકીય યથાવત પરિસ્થિતિઓ દ્રઢીભૂત બની છે. એની જે પાણી છે તે વીરડા ગાળી ને કાઢેલું ખારું પાણી હોય છે. અને છતાં એને માટે પણ અતિ ગંભીર સંઘર્ષો થાય છે. પાણી લેવા માટે ૫-૬ કિલોમીટર  ની મજલ કાપવી, રોજબરોજ તો સાવ સામાન્ય બાબત છે.  અને તેનો ભોગ બન્યા છે સ્ત્રીઓ અને બાળકો, દેવું, લાંબો સમય ઘરથી વિજોગ, બેફામ ભ્રષ્ટાચાર અને વધતી જતી જેન્ડર અસમાનતાઓ અહીંની સ્ત્રીઓ અને ગરીબોનું તકદીર તૂટતા જતા સમુદાયમાં એમણે ટકી રહેવું હોય તો પોતાના થકી જ ટકી રહેવાનું હોય છે.

વ્યવસાયિકો

પહેલા ભારત સરકારે ધંધુકા તાલુકામાં આ યોજના શરુ કરી હતી. ધંધુકા આ જ વિસ્તારનો તાલુકો છે . આ પહેલા લગભગ એક દાયકાથી ભારત માં આયોજન આર્થિક વિકાસ અને કુદરતી સંસાધનો સંરક્ષણ વચ્ચે  બહેતર સંતુલન ઉભા કરવા પ્રયત્નો શરુ થયા હતા. ૧૯૭૨મા ભારત ના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ સ્ટોક હોમ ખાતે મળેલા માનવ પર્યાવરણ અધિવેશનમાં કહ્યું હતું કે પર્યાવરણ પર ઉભા થતા જોખમોનું મુખ્ય કારણ ગરીબી જ છે આ વિધાન સાથે તેઓએ એક ક્રાંતિકારી વિચાર રજુ કર્યો હતો. ૧૯૭૪માં હિમાલયની તળેટીએ આવેલા ચમોલી જીલ્લા ના રેલી ગામ માં પચાસ વર્ષની સ્ત્રી ગૌરાદેવી એ અને તેમના જેવી બીજી ગ્રામીણ સ્ત્રીઓએ વૃક્ષછેદન  માટે આવેલા લોકોને વૃક્ષો કાપતા અટકાવવા વૃક્ષોને વળગી રહીને વૃક્ષો છેદનનો સફળ વિરોધ કર્યો હતો. આ આંદોલન ને 'ચિપકો' આંદોલન કહેવાયું. ધરતી પર હરિયાળી જાળવી રાખવાની તાકાત સ્ત્રીઓ પાસે જ છે. એ હકીકતની અભિવ્યક્તિ તરીકે આ આંદોલન સમગ્ર વિશ્વ વિખ્યાત બની ચુક્યું છે. 'ચિપકો' આંદોલને સમગ્ર ભારતમાં પ્રયાવરણ વિષયક સભાનતા પ્રગટાવી . ૧૯૮૦ સુધીમાં તો ભારત આધારક્ષમ વિકાસની રીતોની શોધમાં એક નોંધપાત્ર બળ બની ગયું અને પર્યાવરણ માટેની વૈશ્વિક વ્યૂહરચના ઘડવાના પ્રયત્નોમાં સહભાગી બન્યું. ઇન્ટરનેશનલ યુનીયન ફોર કોન્ઝર્વેસન  ઓફ નેચર,  ધી યુનાઈટેડ  નેશનલ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ અને વર્લ્ડ વાઈલ્ડ લાઇફ ફંડ દ્વારા સાથે મળીને આ વ્યૂહરચના વિકસાવામાં આવી. 'ચિપકો' આંદોલન અને એવા બીજા આંદોલન સાથે દેશમાં પર્યાવરણ વિષયક ઝુંબેશ શરુ થઈ ચુકી હતી અને સ્પષ્ટપણે જણાવા માંડ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને તેમના પોતાના વિસ્તારમાં સત્તા આપવી એ સમયની માંગ બનતી જાય છે. બી એલ પીની (તાલુકા સ્તર આયોજન ) વિભાવનામાં વિકેન્દ્રીકરણની દિશાના વલણો અને અભિગમોનું પ્રતિબિંબ  દેખાઈ આવતું હતું. પછી ૧૯૭૫માં  ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. એ પછી ૧૯૭૭મા દેશભરમાં ચુંટણીઓ યોજાઈ અને જનતા પક્ષનો જ્વલંત વિજય થયો. એ પછીના ત્રણ વર્ષ  એ પક્ષમાં ચાલતી આંતરિક તકરારો ને માટે વધારે જાણીતા છે. પરંતુ ઓછી જાણીતી એવી બીજી એક બાબત આ દરમ્યાન બની રહી હતી અને તે ભારતના રાજકારણ અને સમાજમાં ધીમા પણ સ્પષ્ટ પરિવર્તનો આવી રહ્યા હતા, જો કે એની ખાસ જાણ ન હોતી થઈ. પર્યાવરણ, આદિવાસીઓ અને આજીવિકાના અધિકારો, નારીવાદી  અને માનવ અધિકારની  ચળવળો આ બધું જ વધુ ને વધુ જોર પકડી રહ્યો હતું. સામાજિક કર્મશીલો ની એક પેઢી એના પ્રભાવ હેઠળ આવતી હતી. ચાર મહિલાઓ પદ્મા ચૌગુલે - તાતા ઇન્સ્ટી. ઓફ સોશીઅલ સ્ટડીઝ માંથી , પીનેલોપ ઝારા- હાવર્ડ યુનીવર્સીટી માંથી, ઇન્દુ મિશ્રા દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી માંથી અને નફીસા બેનસાહેબ - વડોદરા મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીમાંથી વ્યાવસાયિકો અભ્યાસક્રમ પૂર્ણ કરીને અમદાવાદ સ્ટડી એકસન ગ્રુપ - અસાગ સાથે જોડાયા હતા.   આ કાળ ખુબ જ અશાંતિનો હતો. અસાગ નાવીન્યપૂર્ણ કાર્યના એક કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું હતું. આ ચાર યુવતીઓની સાથે વિકાસકાર્યોમાં રસ ધરવતઓ એક આર્કિટેક યુવાન નીતિન રીસવડકર  પણ હતો. આ સૌની પાર્શ્વભુ  સાવ ભિન્ન ભિન્ન હતી. એ રીતે જોઈએ તો બધા એકબીજાથી અનેક રીતે અલગ પડતા હતા. આમ છતાં એમનામાં એક વાત સહિયારી હતી. અને તે એ કે એમને બધાને ગ્રામીણ લોકો અને તેમની સામર્થ્ય પ્રાપ્તિ માટે કામ કરવાની, પ્રોજેક્ટો નહીં પણ મુદ્દાને કેન્દ્રમાં રાખીને લોકોને સંગઠિત કરવાની તીવ્ર ઈચ્છા હતી . ૧૯૮૧ સુધીમાં ૧૯૭૭ની ચૂંટણીઓ  ઇન્દિરા ગાંધીનો અપયશભર્યો પરાજય એક જૂની વાત થઇ હતી. ઇન્દિરા ગાંધીનો પુત્ર રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશ ની એક બેઠક પરથી ચુંટણી લડ્યા અને વિજયી બન્યા. પ્રજાને આશા બંધાઈ કે એમને પ્રગતિશીલ વિચારો ધરાવતો, ઉદારમતવાદી, ધર્મનિરપેક્ષ ખ્યાલો ધરાવતો એક યુવાન નેતા મળ્યો છે.

રાજીવ ગાંધી નોકરશાહી તંત્રને સરકારી યોજનાઓને નવું જીવન અને સુસંગતતા આપવા આગ્રહ કરી રહ્યા હતા. બી પી એલ વિચાર ઉત્થાન ડેવલોપમેન્ટ એન્ડ એક્શન પ્લાનીગ ટીમ ચર્ચા અને વિચારણા માટે ઉદ્દીપક બની રહ્યો હતો. ખ્યાતનામ અર્થશાસ્ત્રી પ્રો. એમ. એલ. દાંતવાળાનો નેતૃત્વ હેઠળના કાર્યજૂથ દ્વારા રજુ કરવામાં આવેલા એક અહેવાલ આ ટીમે સ્થાનિક બી. પી.એલ. દ્વારા સામર્થ્યપ્રાપ્તિ ની નીતિ ઘોષણા તરીકે અપનાવ્યો હતો. તેમની માન્યતા એવી હતી કે જો સ્થાનિક સંસાધનોને રોજગારીની તકો  સર્જવા માટે પ્રયોજવા માં આવે તો  ભાલ પ્રદેશમાં ઘણી બધી સંભાવ્યતાઓ રહેલી છે. જરૂર હતી સ્થાનિક સમુદાયને સંગઠીત  રૂપે સક્રિય કરવા અને આ સંગઠનો 'માહિતી આદાન પ્રદાન, સરકારના કાર્યક્રમો વિષે લોકોમાં જાગૃતિ વધારવી અને સ્થાનિક લોકોને જ તેમના પ્રદેશના વિકાસ  માટેની જવાબદારી ઉપાડી લેવા તાલીમ આપીને કરવાના કામો માટે તૈયાર કરવા અને તેઓજ કામો ઉપાડી લે તેમ કરવાની  જરૂર હતી. અમદાવાદ માં ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર પ્રો. રવિ મથાઈ એ જ સમયગાળા માં એક ક્રાંતિકારી પ્રયોગ શરુ કર્યો હતો.  ' ધ રૂરલ યુનીવર્સીટી' નો  રાજસ્થાનના અતિ ગરીબ જવાજા બ્લોકમાં આ પ્રયોગ હાથ ધર્યો હતો. પ્રો. મથાઈએ નક્કી કર્યું હતું કે એ વખતે હજી નવીસવી ગણાતી મેનેજમેન્ટ અને ટેક્નોલોજીની વિદ્યાશાખાઓ ને ભારતની ગરીબી અને દમનના ગંભીર પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયોજી શકાય કે નહીં તે ચકાસી   જોવું.  વળી, જ્ઞાન અને શક્તિના આ પરિબળો ભલે ગમે તેટલા શુભ તેઓ સાથે પ્રયોજવામાં આવ્યા હોય છતાં તે બહારના પરિબળો હતા અને  લોકો તેના પર અતિનિર્ભર ના બની જાય તેની કાળજી પણ રાખવાની હતી. પ્રો. રવિ મથાઈ એ આ યુવાન ટીમને હિમતભેર આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. એમણે ટીમને એવી ખાતરી પણ આપી કે લગભગ અશક્ય ગણાઈ ચૂકેલું કામ ઉપાડવામાં એ લોકો એકલા ન હતા. એમણે સૂચવ્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સંસાધનોનો આધાર લઇ ને જ કામ કરવું. બહારના લોકોની મદદ લેવી તો એ માત્ર ઉદ્દીપક તરીકે, એથી વધારે નહીં જે કોઈ પ્રવુતિ થાય તેમાં સ્થાનિક લોકોને સાંકળવા. સ્થાનિક સંસાધનોનું મુલ્ય વધારવાનો પ્રયત્ન કરવો અને સૌથી મહત્વની બાબત એ કે ટીમના બધા જ પ્રયત્નો સ્થાનિક પ્રજાને સ્વનિર્ભર બનાવવાના ધ્યેય સાથે કરવા. ગ્રામીણ સમુદાય પોતાના કામો પોતે સાંભળી શકે અને કામ દ્વારા જે મૂલ્યવર્ધન થાય તેને પણ સાથે મળીને સાચવી રાખે શકે તેવી રીતે તેમની સક્ષમતાને કેળવવી અને  પ્રયોજવી.

ભાલની જ્ઞાતિવ્યવસ્થા સંકુલ હતી. એને સમજી લઈ ને પછી જ કામ કરવાનું હતું. અહીંની દરબાર કોમ જે ઉચ્ચ વર્ણ  ગણાતી તે મુખ્યત્વે શાહુકારી કરતી હતી. એમના હાથ ઉપર હતા. અને સ્થાન મહત્વનું હતું. કોળી, પટેલ, ભરવાડ અને દલિત કોમો વર્ચસ્વ ધરાવતી  હતી. કોળી  પટેલ  પહેલા માછીમારી કરતા હતા. પણ ધીમે ધીમે ખેતી તરફ વળતા જતા હતા. કોળી પટેલો અનુસુચિત જનજાતિમાં ગણાતા ન હતા. તેથી એમને બેય બાજુથી ભોગવવું પડતું. ઉચ્ચ વર્ણના દમન શોષણ સહેવા પડતા અને અનુસુચિત જાતિઓ અને જનજાતિઓને જે સરકારી લાભ મળે તે આ લોકોને ન મળે. ભરવાડો પશુઉછેર કરતી કોમ એ લોકો કોળી પટેલથી ઊંચા ગણાય. આર્થિક સ્થિતિ પણ થોડી આવી. પરંતુ પશુ ઉછેરમાં ચાર પાણીની અછતને લીધે એમને આજીવિકામાં બીજો વિકલ્પો શોધવા પડતા હતા. દલિતોને આ બંને કોમો અસ્પૃશ્ય અને નિમ્ન  ગણે. એ લોકો મૃત પશુઓનું ચામડું કમાવવાના, જાજરૂ ધોવાના અને પશુઓના શબોનો નિકાલ કરવાના કામો કરે છે.  ટીમે જયારે અહીં કામ કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પહેલું કામ કોળી પટેલ, દલિત અને હાંસિયામાં  રાખી દેવાયેલી (માર્જીનાલીઝ)  ગરીબ કોમોની  સ્થિતી  અને સ્તરના દસ્તાવેજીકરણનું કર્યું. આ સંશોધનમાં મળેલી વિગતો વ્યવસ્થિત રીતે સત્તાતંત્રને અને સમુદાયને આપવામાં આવતી હતી. સમૃદ્ધ વર્ગોએ તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા. આ રીતે ટીમને તીવ્ર વિરોધનો અનુભવ થયો. એમના હેતુ વિષે આશંકા પણ દર્શાવવામાં આવી. નફીસા કહે છે કે સૌથી પહેલા નડતરો તથા પ્રત્યાયન અને વિશ્વાસ વિશેના, “કોઈ અમારી સાથે શું કામ વાત કરે”? ભાલ માં બહારથી ઘણા લોકો મોટર માં બેસીને આવતા અને પાછા જાય. એનાથી ઉડતી ધૂળ સિવાય લોકોને કશું જ ન મળતું . વાતો બધા કરે પણ કોઈ કશો ઉપાય ન બતાવે. આમ પણ અમે શહેરી લોકો હતા. એમને અમારા પર શંકા આવે જ. એટલે અમારે સૌ પહેલા તો એમનામાં અમારા માટે વિશ્વાસ જગાડવાનો હતો. અને એમ કરવા અમારે એમની વાતો સંભાળવાની હતી. આ કામ માટે અનુસુચિત જાતી અને બીજા પછાત સમુદાય ના પ્રતિનિધિઓની એક સમિતિ અમે બનાવી એટલે સત્તાધીશ માળખાનો વિરોધ ઉઠ્યો. ટીમને ધમકી મળી ' અસ્પૃશ્યો સાથે એક ભાણે જમો છો એ નહિ ચાલે' આ ગામો છોડી ને જતા રહો.

આમ છતા એક વ્યક્તિ હતી જેણે આ યુવતીઓને આવકારી. એ હતા દેવુબહેન. દેવુબહેન અમને જોતા હતા. જાણે અમારી સાથે કામ કરવાની શક્તિ માપતા  હતા. પછી જયારે એમને અને બીજા બહેનોને ખાતરી થઇ કે અમે  વિશ્વાસ રાખવા લાયક છીએ, ત્યાર પછી સંવાદ ખરેખર શરુ થયો. એ પછી જે કામ થયું, તેનો ઉદ્દીપક  દેવુબહેન બન્યા. દેવુબહેન પોતે દલિત કુટુંબના હતા. એમની સાથે હજી પણ એવો જ વ્યવહાર રખાતો  હતો. ટીમના સભ્યોને કાચના કપમાં ચા આપવામાં આવે., દેવુબહેનને એક રકાબીમાં. પણ હવે એક ફેર પડ્યો હતો કે આ વાત અમદાવાદથી આવેલી આ છોકરીઓને પણ સમજાતી હતી. એ લોકો દેવુબહેનની સાથે બેસતા, પેટ છુટ્ટી વાતો કરતા.. એમની પાસેથી જ આ યુવતીઓને  સ્થાનિક પ્રજા વિષે સમજ મળી.

વર્ષોના જ્ઞાન અને અનુભવ માંથી ઘડાયેલા વિચારો જાણવા મળ્યા. લોકો સદીઓ થી જેમાંથી વંચિત રહ્યા હતા તેને માટે આશા અને ધીરજના પાઠ શીખવા મળ્યા. શીખવાનું શરુ થઇ ગયું.  ધીરે ધીરે   દેવુબહેનની સાથે બીજા લોકો પણ આ 'ચંડાળ ચોકડી' સાથે વાત કરતા થયા. વ્યૂહરચના ઉભરવા માંડી. દેવુંબહેન સાથે જોડાયેલી બીજી એક બહેન હતી. નામ એનું જસોદા. કોળી પટેલ કોમની નિસંતાન સ્ત્રીએ સમાજની અવગણના વેઠી હતી. અને હવે એ દુનિયાની સામે થવા તૈયાર હતી.

જ્ઞાતિ અને સમુદાય વિશેની સભાનતા ભાલના જીવનમાં ખુબ શક્તિશાળી ભૂમિકા ભજવે છે. આ સભાનતાની સમજ અને પાચ તેનું દ્રઢીકરણ થાય તેવા બનાવો દેશમાં બીજે પણ બનતા હતા. વ્યક્તિગત અનુભવો પણ થતા હતા. બિહારમાં ભાગલપુરમાં પોલીસો દ્વારા દલિત કેદીઓને આંધળા  બનાવી દેવાની બીના, બિહાર શરીફમાં હિન્દુ અને મુસ્લિમ પડોશીઓ વચ્ચે રમખાણો, સમગ્ર દેશમાં ચિંતાના વિષયો બની ચુક્યા હતા. નફીસા પોતે મુસ્લિમ હતી એના પતિ રાજૂ બારોટ હિંદુ હતા. એમ બને વિરોધ છતાં ય લગ્નગ્રંથીથી જોડાયા હતા. આમ સામાજિક રીતે હવે જણાઈ રહ્યું હતું કે પૂર્વગ્રહો અને પ્રતિબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે હોય છે અને તેમની કઈક ભૂમિકા પણ  હોય છે. વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું આ સમિશ્રણ ઉત્થાનના કલ્ચરનું બનવાનું હતું.

૧૯૮૧માં  ઉત્થાનની નોધણી કરાવવામાં આવી. સંસ્થાનું નામ ખુબ વિચારપૂર્વક નક્કી કરાયું.  ઉત્થાન અર્થાત ઉપર ઉઠવું. અનુભવોથી સમજાયું કે સ્થાનિક નેતૃત્વ અને પરિવર્તન માટે કામ કરવું હોય તો એ બાબતે ઉત્તરદાયી બનવું જોઇશે . અહી પરિવર્તન એટલે સત્તાનું કેન્દ્ર પણ ખસેડવાનું હતું અને નિર્ણય લેવાની ક્ષમતા પણ બદલવી પડે. નીતિન રીસવાડકરના અમદાવાદના ઘરની અગાસીમાં કામ ચલાઉ ઓફીસ બનાવી ત્યાંથી બહારનું કાર્ય કરવાનું હતું એ જ વર્ષે માહિતી સંસ્થા પણ શરુ કરવામાં આવી. માહિતીએ ધંધુકાથી સ્થાનિક સ્તરએ ઉદ્દીપકનું કામ કરવાનું હતું. અહીંથી લોકોની, ખાસ કરીને સ્ત્રીઓની સૂઝ-સમજનો ઉપયોગ કરીને તેમને આધારક્ષમ  બની રહે તેવા વિકાસ માટે તેમને સક્રિય બનાવાવની હતી. સૌને લાગતું હતું કે 'લોકો પાસે તેમના પોતાના સંસાધનો તો છે પણ એ બધા પ્રશ્ન  રહેલા છે અને વેરવિખેર પડેલા છે. એ બધાને જો જોડી શકાય તો તેમને પોતાના વિકાસ માટે કામ કરવા દોરવણી આપી શકાય . જાણકારી હોય તો  જ્ઞાન અને જાગૃતિ આવતા વાર ન લાગે. આત્મનિર્ભર બનીને કામ કરવા માટે આ ચલાક્બળો હોય છે.

એક વર્ષ પછી પેની ઝારાએ ઉત્થાનના પ્રયત્નો  અને ઉત્થાનના 'ભોળપણ' વિષે નિખાલસપણે મૂલ્યાંકન કરતા  કહ્યું કે ' અમે નિષ્ફળ ગયા. અમારી યોજના નિષ્ફળ ગઈ. ધંધુકા તાલુકા માટે  ખાસ વિકાસ નો કાર્યક્રમ શરુ જ ન થયો. આમ કેમ બન્યું? આનો જવાબ સરળ છે પણ માનવો મુશ્કેલ છે. અમારે માટે સ્વીકારવાનું પણ મુશ્કેલ હતું. હકીકત એ હતી કે દાંતવાળા કાર્યકરી જૂથો સુચવેલા બી.પી.એલ.ના મૂળ ધ્યેયો અને અભિગમો સ્થાનિક સત્તાતંત્રએ કદી સ્વીકાર્ય જ ન હતા. (યોજનાની પાંચસો છાપેલી નકલો ક્યાય ગુમ થઇ ગઈ હતો !). ઉત્થાનની ટીમ તેના ધ્યેયો અને અભિગમો માંથી દુર જવા માંગતી ન હતી. જયારે ટીમને જે ભંડોળ મેળવવાનું હતું અને એ મેળવવા જે પ્રમાણપત્રની જરૂર હતી તે માટે પ્રમાણપત્રમાં અપેક્ષિત બાબતોને અનુકુળ થવા આ યોજનામાં સુધારા કરવાની અમને ફરજ પડી હતી. અમારે સમાધાન કરવું પડ્યું. અમને ખુબ પીડા થઇ. આને માટે રીસેસ પાડીએ કે સાંજે જમવા બેસીએ ત્યારે એટલી બધી નિરાશા ભરી વાતો થતી કે અમને 'નવાસવા બ્લોક આયોજકો' ને આનું શું કરવું એની સમજ જ ન હોતી પડતી.. પહેલો સંઘર્ષ એ મુદ્દા પર રહેતો કે અધિકૃત માહિતીમાં  માથા ગણવા પર વધુ ભાર મુકાતો. સ્થાનિક જરૂરિયાત, અગ્રીમતાઓ, કે સંસાધનો વિશેનું વિશ્લેષણ એ કશાનું જરાય મહત્વ ન હતું.

પત્રકોમાં બી.પી.એલ. તરીકે વર્ગીકરણ કરી શકાય તે સંખ્યા પર જ ધ્યાન આપવામાં આવતું હતું અને ઉત્થાને એને અનુસરવાનું હતું.  નવીનીકરણની કશી વાત જ ન હતી. જીલ્લા આયોજન અધિકારી એક મહિલા હતા. એમની પાસે એ બધી વાતો માટે સમય જ ન હતો એમને એ વાતની અકળામણ હતી કે એમની પાસે ટેબલ, ટેલીકોમ કે સ્ટાફ ન હતા. એ માનતા હતા કે લોકોની અગ્રીમતાઓ પર સંસોધન કરવાનો કશો અર્થ ન હતો કારણકે ' આ ગામડાના માણસો, એમને  બધું મફતમાં જોઈતું હોય છે . એ લોકો ગરીબ નથી, પાકા (લુચ્ચા) હોય છે. સ્થાનિક સહભાગિતા એટલે કે જીલ્લામાં કેટલી મીટીગ કરવામાં આવી હતી તેની સંખ્યા, એમાં  કોનો બોલાવ્યા, કોણ આવ્યા, એનું મહત્વ ન હતું. લોકોની જરૂરીયાત અને અગ્રીમતાઓનું નિર્ધારણ કરવાની જરાય જરૂર ન હતી. આયોજન વિષે વિચારણામાં એમના અભિપ્રાયોનું શું કામ? મોટા ભાગના લોકો અભણ છે. તમારો વિચાર બહુ સરસ છે. એ બધું સંસોધન અભ્યાસના લેખોમાં જ રાખવાનું હોય.

ઉત્થાને અગાઉના અને ચાલુ સમયના વિકાસ કાર્યકમોના મુલ્યાંકન કરવાના જે પ્રયત્નો કાર્ય હતા તેનાથી ચોકાવનારી બાબતો ખુલી આવી હતી. બેંકો જેમને ધિરાણ આપવા લાયક ન ગણતી હોય તેવા લોકોને ધિરાણ યોજનાઓનો લાભ મળતો ન હતો. તળાવોના કાંઠાના બાંધકામ નબળા હતા, શિક્ષિત બેરોજગાર વ્યક્તિ જમીન ભાડા પોતે ન આપી શકે. સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્ર કામ ન હોતું કરતુ. શાળા ના શિક્ષકો આ વિસ્તારમાં બદલી થાય તેને  'શિક્ષા ' સમજતા હતા. અને અહીં આવવુ જ ન પડે તે માટે પ્રયત્નો કરતા હતા.  જમીનમાં જીપ્સમ ભેળવીને તેનું પુન: સંપાદન કરવામાં જમીન વધારે નબળી પડતી હતી કારણકે તેની  કેલ્શિયમ સાથે પ્રતિક્રિયા થતી હતી, ડેરી ઉદ્યોગની યોજના ચાલુ હતી પણ તેને માટે જરૂરી આંતર માળખાકીય સુવિધાઓ ન હતી. રસ્તા, વાહનો, ચિલીંગ પ્લાન્ટ, ઘાસચારાનો પુરવઠો, પશુચિકિત્સા સેવાની યાદી લાંબી હતી. એ વિષે કશી વાત સંભાળવી કોણીએ ગમતી ન હતી.  વાત થાય ત્યારે જવાબ મળે 'હા' . ઘાસચારાની અછત છે. દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ વિકસાવવી હોય તો એનો ઉપાય કરવો જોઈએ. પણ પહેલા તબક્કામાં અમે પશુ ખરીદવાનું ધિરાણ પણ આપીશું. અત્યારે સહકારી મંડળીઓ રચાવાનાનું કામ ચાલે છે. તે પછી ત્રણ વર્ષ ઘાસચારાની સમસ્યા વિષે કામ કરીશું. અત્યારે એનું કઈ ન થાય, તમારે વાસ્તવવાદી બનવું જોઈએ. સ્થાનિક અધિકારીઓએ બતાવવાનું હતું કે બી.પી.એલ. ને કારણે ૫૫૯૫૦૦ લોકોને કામ મળ્યું. તમે વણાટકામ, શેતરંજી બનાવવાનું, પાપડ બનાવવાનું, સિલાઈકામ , ભેંસોને ચારો આપવાનું વગેરે કામોનો ચાર્ટ બનાવી આપો, કેટલા એકમો હશે, એકમદીઠ ખર્ચ, સબસીડી અને ધિરાણની વિગતો  એમાં દર્શાવો. બી.પી.એલ.માં એ કરવાનું છે. આને કાર્ય યોજના કહેવાય. ઉત્થાને માન્ય યોજનાઓ કરવાની હતી. નવી બતાવવાની ન હતી એમ કહેવામાં આવ્યું હતું. બી.પી.એલ. વિશેની તમારી ભલામણો મૂકી શકશો, પુરવણીરૂપે.

સ્થાનિક શાસનના પ્રાથમિક પાઠો ભણી રહ્યું હતું. ઉત્થાન અધિકારીઓની સમજ પ્રમાણે ડહાપણ બધું ઉપરના સ્તરે હતું. ઉપરથી અજ્ઞાનીજનો માટે અજવાળું ફેકવામાં આવતું હતું. જેનાથી તેમને કોન્ટ્રાકટરોએ રચેલા રસ્તા દેખાય, સહભાગીઓને કંડારેલી કેડીઓ નહીં આજે ત્રણ દાયકા વીતી ગયા પછી પણ આમાંનું ઘણું ખરું હજી એવું જ છે. જો કે પરિવર્તનના પવનની લહેરખીઓ આવી રહી છે અને ઉત્થાન એનો એક ભાગ બન્યું છે. નીચેના સ્તરેથી આવતા દબાણોને હવે ઉપરના સ્તરથી પ્રતિભાવો મળે છે. જો કે કામ તો હજીએ ધીમું ચાલે છે. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે 'લોકોને શું સમજ પડે છે? 'એમ કોઈ માનતું હોય તો પણ કહેવાય નહીં. રાજકારણની દ્રષ્ટીએ એ 'બરાબર' ન ગણાય. હવે રીવાજો પડ્યા છે. પ્રજા પાસે પોતાનું જીવન બદલવાની શક્તિ છે. એવું કહીને પ્રજાને બીરદાવાની  રીતો ઘણુંખરું   બદલાતી નથી છતાં ય ક્યારેક થોડુ કંઈક બદલાતું  હોય છે. જો સત્તાના માળખા આ બદલાતી રીતોને વધુ આગળ જતી રોકવા નવા સાથીઓ શોધતી હોય છે તો પરિવર્તન લાવનારાઓ પણ તેમને સહાયક બને તેવા મિત્રો શોધતા હોય છે.

એમને વિચારેલા બ્લોક સ્તરના આયોજન માટે રાજકીય - સરકારી સ્ત્રોતનો  ટેકો એમને મળવાનો નથી. એમણે પોતાનું જ આયોજન બનાવવું પડશે. જર્મનીના ટેરે ડે હોમ્સની મદદથી ધંધુકાની નાનકડી ઓફીસમાં એક પર્યાવરણ શિબિર યોજવામાં આવી, સ્થાનિક યુવાવર્ગને સાંકળવાના પ્રયોગરૂપે. આ પંથકમાં પ્રચલિત સ્થળાંતરની પ્રવૃત્તિને રોકવી હોય, યુવાનો અહીં જ રહે તેમ કરવું હોય તો તેમને એ માટે વિકલ્પ આપવા જોઈએ અને એ માટે ટીમ વર્ક અને  સ્થાનિક સમુદાયને સક્રિય બનાવવાની જરૂર પડે. સ્થાનિક યુવાનોમાંથી આગેવાન બની શકે તેવા યુવાનો શોધી કાઢીને તેમની સમિતિઓ બનાવીને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહન આપવું એવો વિચાર હતો. સમય જતા આ ટીમો ઉદ્દીપક મંડળો બની શકે. એવી પણ વિચારણા હતી કે ભાલ પ્રદેશની પરમ્પરાઓ અને રીવાજોને સમજવા અને તેને જ પ્રયોજવા તેમજ પીતૃસત્તાક માળખા ને સામંતશાહીનો સામનો કરવા માટે સ્ત્રીઓની આગેવાની દ્વારા યુવાવર્ગ ગરીબો અને પુરુષો સુધી પહોચવું. આયોજન અને અમલીકરણ માટે જરૂરી ટેકનીકલ સહાય બહારથી મળવી શકાય. લોકો પાસેથી સરકારી યોજનાઓ અને નીતિઓ વિષે માહિતી હોય તો જ લોકો તેમના અધિકારોનો ઉપયોગ કરીને આ યોજનાઓ અને નીતિઓ પર પ્રભાવ પાડી શકે. માહિતી જૂથ માહિતી અને સ્થાનિક કાર્યના આંતરિક સ્ત્રોત તરીકે કામ કરે અને ઉત્થાન બહારનું સહભાગી બનીને કામ કરે અને માહિતી તથા તાલીમ માટે જરૂરી ટેકારૂપ વ્યવસ્થાઓ લાવી આપે. માહિતી-ઉત્થાનના કાર્યની પસંદગીના ધોરણોની ઓળખ કરવાની શરૂઆત થઇ. 'સમુદાય'ને સંગઠિત અને પ્રેરિત કરવામાં મદદરૂપ થઇ શકે તેવા કાર્યોની ઓળખ કરવાની જ્યાંથી આગળ વધીને બીજી સ્વેચ્છિક સંસ્થાઓ અને સત્તાતંત્ર સાથે નેટવર્કને જોડવાની તકો સર્જવી અને એ પછી પ્રાદેશિક, રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓ માટે હિમાયત કરવી એમ નક્કી થયું.

૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખારી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.

૧૯૮૨ સુધીમાં  લોકશિક્ષણ કેન્દ્ર શરુ થઇ  ગયું. બહેનો પાસેથી જાણવા મળેલી  તેમની જરૂરિયાતોને સંબોધવા પરિવર્તનની સામાજિક-રાજકીય અને આર્થિક પરિસ્થિતિ શાસ્ત્રીય ગતીશીલતાઓની સહિયારી સમજ સાથે સાત ગામોને જોડવામાં  આવ્યા. સૌથી પહેલી જરૂરીયાત એ હતી કે જેને કારણે મોટા પાયે સ્થળાંતર કરવાની મજબૂરી ઉભી થાય છે તેવા દબાણો ઘટાડવા. એને માટે જરૂર હતી પીવાનું પાણી મળી રહે તેની અને ખરી થઇ ગયેલી જમીનનું નવસર્જન કરવાની. આ પથંકમાં મોટા પાયે ઉગતા તમ્મરો-ચેરિયા, જે લગભગ ઉજ્જડ થવાની અણીએ હતા. તેનું નવસર્જન કરવું અને એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતરો અને નર્સરીઓ બનાવવા  અને લોકોને આ કામ માટે પ્રોસાહન આપવું, પીલું-પીલુડી નામે ઓળખાતા વૃક્ષોનું મોટા પાયે વાવેતર શરુ થયું. આજીવિકાના સ્થાનિક સ્ત્રોતો સર્જવામાં લોક શિક્ષણ કેન્દ્રનું આ મહત્વનું પ્રદાન હતું.

મંડળો રચાયા, સામાજિક વનીકરણ અને બીજા કુદરતી સંસાધનો વિષે કામ કરવા મળ્યા. શાહુકારોની પકડમાંથી છૂટવા બચત અને ધિરાણ મંડળીઓ શરુ થઇ. આરોગ્ય, રોજગારીના વિકલ્પો માટે કામ શરુ થયું. અહીં પીવાનું પાણી મેળવવાનો એક માત્ર સ્ત્રોત હતો. ગુ. પા. પુ. ગ . વ્ય. બોર્ડ દ્વારા  નાખવામાં આવેલી. પાઈપ લાઈનો, પણ લોકોનો ન  તો એના પર કશો અંકુશ હતો, ન કશો પ્રભાવ હતો. એ વ્યવસ્થા જે રીતે ચાલે તે રીતે ચાલવા દેવા સિવાય કોઈ છૂટકો એમની પાસે ન હતો. પીવાનું સ્વચ્છ પાણી, સલામત રીતે મળી રહે તે માટે પણ કામ શરુ થયું. પીવાના પાણીની સલામત અને ન્યાયપૂર્ણ  રીતે પ્રાપ્યતા એ મુદ્દો વિકાસની દરેક વ્યૂહરચનાનો પાયો બન્યો. સહ્ભાગીતાપૂર્ણ  સંશોધન કાર્ય કઈ રીતે કરવું તે વિષે પોતાના અનુભવો માં સંસ્થાના સહભાગી બનાવવા શ્રી રોબેર્ટ ચેમ્બર્સ આવ્યા. ફોર્ડ ફાઉડેશનને ડો. કમલા ચૌધરીને ટીમના વનીકરણના પ્રયાસોનો અભ્યાસ કરવા મોકલ્યા. રાજસ્થાન માં 'રૂરલ યુનીવર્સીટી' ના પ્રયોગમાંથી શીખવા મળેલી બાબતોમાં સંસ્થાના સહભાગી  બનાવવા આઈ. આઈ.એમ. - અમદાવાદના શ્રી રણજીત ચૌધરી જોડાયા. ઉત્થાનની પ્રતિષ્ઠા વધી રહી હતી. સ્થળાંતરની પીડાઓથી છૂટવા વિકલ્પ વિકસાવવા માટે ઉત્થાને કરેલી શરૂઆતો - પહેલ કાર્યોને આ પ્રતિષ્ઠાને પરિણામે વધુ આધાર  મળતો ગયો. વનીકરણ, પાણી અને બચત ધિરાણના કાર્યો માત્ર પ્રોજેક્ટ ન બની રહે અને ટીમ વર્ક , સંચાલનના અનુભવો લઈને નવા આગેવાનો સામર્થ્યપ્રાપ્તિના સાધનો ઉભા કરે તે જોવાનું હતું. આમા સૌથી મોટી મર્યાદા  નડતી હતી નાણાની. નાણાભંડોળ મેળવવા માટે પ્રત્યત્નો કરવા પડે અને એ પણ એક જરુરી કાર્ય હતુ

યોગ્ય હેતુની પ્રાપ્તિ અને એનો વ્યવહારમાં વિનિયોગ

વાઈબ્રન્ટ ગુજરાત અને શાઈનિન્ગ ઈન્ડિયાની આકાંક્ષાઅઓનું મૂર્તિરૂપ બે અમદાવાદનો નવો વિકસી રહેલો સરખેજ ગાંધીનગર હાઈ - વે સામાન્ય વાતચીતમાં એસ- જી હાઈ - વે રોડ નામે ઓળખાતો આ રસ્તો અમદાવાદ શહેરના પશ્ચિમ છેડે , દક્ષિણ દિશામાં આવેલા સરખેજથી ઉત્તરપૂર્વ દિશામાં ગાંધીનગર તરફ જાય છે. આ એક સરખેજથી શરૂ કરીને દૂર દૂર કિલોમીટરઓના કિલોમીટર  સુધી રસ્તાની બન્ને તરફ શોપિંગ મોલો, મલ્ટીપ્લેસો, મંદિરો, અને મનોરંજન પાર્કોની હારમાળા  થકી શોભી રહ્યો છે. આ રસ્તા પર એક હાઈ ટેક સ્મશાન ગૃહ પણ છે. રસ્તાના એક છેડે સરખેજ ગામ છે જ્યાં મધ્ય કાલીન  હિન્દી - મુસ્લિમ સ્થાપત્યકલાના બેનમુન વરસનું મૂર્તિ  સ્વરૂપ સરખેજનો રોજો છે. વિશ્વપ્રસિદ્ધ સ્થાપિત  આ રોજાને પાર્થેનોન  ગ્રીક દેવળ સાથે સરખાવ્યો હતો . બીજે છેડે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. કેટલાક આ માર્ગને ભારતની ગુજરાતની વૈશ્વિક આકાંક્ષાઓને પરિપૂર્ણ કરતુ. પ્રતિક ગણે છે તો કેટલાકને માટે આ માર્ગ અનેકોની  અપેક્ષાઓના નકારનું અશબ્દ સ્વરૂપ છે. સરખેજ વિસ્તાર મુસ્લિમ વસ્તીની બહુમાતા ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની નથી ગાંધીનગરને ખસ પરવા કરી કે નથી આ વિસ્તાર જેની અવરજવરથી ઉભરાય છે તે મધ્યમવર્ગે  કરી. અહીં રહેતી ગરીબ લઘુમતીની વસ્તી મહદઅંશે ખાલી પ્લોટોમાં  કાચાપાકા ઘર બનાવીને રહે છે જે વહેલે મોડે રસ્તા બાંધકામ ડેવલપરોનો કોળીયો બની જવાનાં છે આ રસ્તા પર આરામ અને ભોજન માટેના નાના - મોટા રેસ્ટોરાં પણ છે એ પણ મધ્યમવર્ગના ગ્રાહકોથી ભરેલા રહે છે ઉત્થાન પરિવારે એક સાંજે એવાજ એક રેસ્ટોરામાં મળવાનું નક્કી કર્યું. કામ કરવાની રીતોના અનુભૂતિઓ વિષે ચિંતન કરવા બધા ભેગા મળ્યા .

વાતવાતમાં રાજુલાની આવેલી  જીજ્ઞાએ ટીપ્પણી કરી " અહીં પીવાનું પાણી માંગો એટલે તમને દસ રૂપિયાની પ્લાસ્ટિકની પાણી ભરેલી બાટલી પકડાવી દે. પાણી દૂધ કરતા પણ મોઘું છે". જીજ્ઞા ઉત્થાન - રાજુલાના વિસંવાદ પરિવર્તનના કાર્યક્રમની સંયોજક છે. "એક બાબત આપણે ખાસ સમજાવી જોઈએ અને એ છે કે વિસંવાદનું સ્વરૂપ આપણે જે વિકાસ અને પ્રગતિ શબ્દોનો અર્થ કરીએ છે એ કરતા જુદો અર્થ આપના શહેરમાં વસતા પડોશીઓ કરે છે " તો આવી વિભિન્ન માનસિકતાઓને ભેગી કઈ રીતે આણવી ? અહીં વાત માત્ર ગરીબ ધનિક વચ્ચે કે શહેર ગામડાઓ વધતા જતા અંતર = તફાવતની વાત નથી પરંતુ વિભિન્નતાના ખ્યાલમાં પણ એટલી વિવિધતાઓ રહેલી છે કે પ્રશ્ન એ થાય છે કે આટલી બધી વિભિન્નતાઓ - વિવિધતાઓ સાથે કામ કઈ  રીતે લેવું? ૨૦૦૨ પહેલા મારો મત એવો હતો કે વિભિન્નતામાં એટલેકે નિર્ણય પ્રક્રિયામાં ગરીબો પણ ભાગ લે તેવું સુનીશ્ચિત કરવું હવે એ અર્થ વિસ્તર્યો છે. આપણે નિર્ણયપ્રક્રિયામાં ગરીબોને પણ જોડાવાના છે. એટલું પૂરતું નથી. બધા જ જૂથોની અંદર પણ વિભિન્નતાઓ હોય છે અને એ બધેથી નબળી સ્થિતિમાં હોય તેવા બધાનો સમાવેશ આપણે નિર્ણય પ્રક્રિયામાં કરવાનો થાય. અમારે માટે આવા વર્ગો લઘુમતી છે આ કે તે કોમ કે જ્ઞાતિની વ્યક્તિઓં નહી". જયા રાઠોડ આ વાત સાથે સહમત છે. " હું ભાવનગર લોકશિક્ષણ કેન્દ્રમાં કામ કરું છું મારૂ કામ દરિયાકાંઠાના પ્રશ્નો સાથે છે પરંતુ શાંતિ અને ન્યાયના મુદ્દા પણ મારે માટે સામર્થ્ય પ્રાપ્તિ અને જેન્ડર જેટલા જ મહત્વના છે. ૨૦૦૨ પછી આ મુદ્દા બન્યા છે અને સામર્થ્ય પ્રાપ્તિ અને સમન્યાય માટે વધારે સારી રીતના સંવાદ તરફ અને ઓછા વિસંવાદ તરફ લઇ જતા હોય તેવી રીતે કામ આમ કરવાના પ્રયત્નો કરીએ છીએ. દાખલા તરીકે દરબાર જ્ઞાતિ અને દલીતવર્ગના લોકોના સંબધની વાત કરીએ , અત માત્ર પાણીની પ્રાપ્યતા પુરતી જ નથી પરંતુ એવા પ્રકારની દીર્ઘકાલીન સમજ અને સન્માનની છે. પરસ્પર આ પ્રકારની સમાજની અપેક્ષા  રહે છે અને સ્વીકૃતિની પણ. " વેલ્મોડબેન પાસેથી અમે જાણ્યું કે વિશ્વમાં અનેક જગ્યાએ વિસંવાદો  હોય છે અને કેવી વિવિધ રીતે લોકો વિસંવાદ અને શાંતિની સામે આવતા પડકારો પ્રતિભાવ આપતા હોય છે.

જયાના સહકર્મી લક્ષ્મણ વાળાને લાગે છે કે વિસંવાળો એટલા જાત જાતના હોય છે કે લોકોને માટે જ નહી પણ સંસ્થાનોને માટે પણ અવકાશ અને મંચો સર્જવાની જરૂર છે જ્યાં તેઓ માત્ર એકબીજા સાથે જ નહી પણ સમુદાયોની સાથે એકસમાન સ્તરે વાત કરી શકે.' લીમખેડાના આદિવાસી વિસ્તારમાં કાર્યરત કાર્યક્રમ સંયોજક બાબુભાઈ પ્રજાપતિએ પોતાના લાંબા સમયના અનુભવોની વાત કરતા કહ્યું કે " મેં દાહોદમાં ૧૯૯૫માં આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ શરુ કર્યું . ત્યારથી અમે ( ઉત્થાન ) અધિકારો વિષે વધુ સમજ લોકોને આપીને આજીવિકાની સલામતી સર્જવાની રીતો ઓળખવાના પ્રયત્નો કરતા રહ્યા છીએ. ૨૦૦૨ના બનાવો પછી લઘુમતિઅઓ વિષેની નીતિઓં અને પગલાઓની અસર મુખ્ય ચિંતાનો પ્રશ્ન બન્યો છે . તાલિમોને લીધે અમને સમાજ વિષે વધારે સમજણ મળી. ભવિષ્યની જરૂરીયાતોને સમજવા માટે જરૂરી વ્યુહાત્મક કૌશલ્યો મળ્યા. આપણે આપણા ઉકેલો આવતીકાલમાં લઇ જવા વિષે વિચારવું પડે  અને આવતીકાલ વિષે ધારણાઓ કરવાનું સહેલું નથી હોતું. " "આપણે ભવિષ્યમાં જ નહી આપણી વ્યક્તિગત જીંદગીઓં  અને આપણા સામાજિક પર્યાવરણમાં પણ જોવું જોઈએ. ઉત્થાનમાં કામ કરવા દરમ્યાન મેં જે મુલ્યો ગ્રહણ કાર્ય અને મુશકેલ સમયમાં અને જે રીતે પરસ્પર આધાર આપીએ છીએ તેને લીધે મારી જીંદગી અનેક રીતે બદલાઈ ગઈ. લીમખેડામાં કુદરતી  સંશાધનોના સંચાલનનું કામ સંભાળતા નરેશ જાદવ અને એ જ વિસ્તારમાં બીજા મુદ્દાઓ પર કામ કરતા લક્ષ્મી ડામોર આ સહક્રિયાનો પડઘો પડે છે. " ઉત્થાનના ધ્યેયો અને મુલ્યોએ મારા વ્યક્તિગત અને સામાજિક સંબધોમાં પરિવર્તન લાવવામાં અસર કરી છે. અહીં જે રીતે સતત શીખતા રહેવાનું થાય છે જે રીતે બધા એકબીજા સાથે પોતે શીખેલી વાતો શેર કરે છે એ અમારા જીવનના એકેએક ભાગ સુધી પહોંચે છે. ૨૦૦૨થી હું શીખી કે અમે જે જૂથો સાથે કામ કરીએ છીએ તેમાં પરિવર્તનનું મહત્વ શું છે? વિભિન્નતાઓને સમજદારીથી જોડવામાં મદદ કરે તેવી નવી મૈત્રીઓ રચવાનું મહત્વ શું છે ." લક્ષ્મીએ છેક પાયાના સ્તરે શીખવાની અને શેરીંગની પ્રક્રિયાને ઉત્થાનના રાષ્ટ્રીય અને આંતરરાસ્ટ્રીય સ્તરે હિમાયત કાર્યને જોડતી એકધારી પ્રક્રિયા વિષે ઉલ્લેખ કર્યો. લક્ષ્મણ માને છે કે ઉત્થાનમાં તાજેતરમાં શરૂ થયેલા લોક્શિક્ષણ કેન્દ્રો જેવી સામાન્ય સહભાગીતાઓની વ્યવસ્થા રચવાની વિભિન્નતા વિષે બધું અસરકારક કશુક કરી શકાય. પ્રવિણ ભીખડિયા આ કેન્દ્રોમાં વોટસનના મુદ્દા વિષે કામ કરે છે. એના મતે પરિવર્તન અને વધુ આગળ વધવાની નવી સમજ માટેની વ્યુહરચનામાં લોકશિક્ષણ  કેન્દ્રને તાજેતરમાં રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ પુરસ્કાર મળ્યો છે. તેને લીધે સૌને પ્રોત્સાહન મળ્યું છે. પ્રવિણ જણાવે છે કે " અમે એક કેન્દ્ર પાણી અને સ્વછતાવ્યવાસ્થાના મુદ્દા વિષે અને બીજું કેન્દ્ર દરીયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા વિષયક જરૂરિયાતો માટે એમ બે કેન્દ્રો શરું કાર્ય છે. અમે વાસ્મો સાથે રહીને બંગ્લોરની અર્ઘ્યમ સંસ્થાના ટેકાથી દરિયાકાંઠે મીઠાના અગરોમાં કામ કરતા સમુદાયો  માટે આરોગ્ય વ્યવસ્થા પહોચાડી શક્ય છીએ. આ અગાઉ તેઓ  આ સુવિધાથી તદ્દન જ વંચિત હતા. ઈકોસેન પદ્ધતિથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આજીવિકા માટેના લોકશિક્ષણ કેન્દ્રમાં ટીટણ ( લોબસ્ટર ) ના ઉછેર અને એના માર્કેટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું. એ વખતે ચાર - પાંચ સભ્યો હતા. આ કામ શરૂ થતા જ  છસો સભ્યો બન્યા. લોકશિક્ષણ કેન્દ્રમાં  માત્ર માહિતી  અને ટેકનોલોજીના વિનિમયનું કામ કરીને અટકતું નથી. ત્યાં દરેક સ્થાન અને દરેક સમુદાયને સંબંધિત મુલ્યો શીખવા અને તેનું પ્રસારણ કરવાનું કામ પણ થાય છે. દરિયાકાંઠાના  વિસ્તારોમાં કેટલીકવાર અચાનક જ હવામાન પલટો થાય છે અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે. આવી કુદરતી આફત માટે તૈયાર રહેવાનું અમે શીખવીએ છીએ. પાક ઉગાડેલો હોય, આજીવિકાના બીજા કામો હોય આ બધાને નુકશાન થતું બચાવી શકાય તે રીતે સંદેશાવ્યવહારની રીતો પણ અમે એમને શીખવીએ છીએ. અમને લાગે છે કે લોકશિક્ષણ કેન્દ્રો સ્થાનિક સામર્થ્યપ્રાપ્તિની અભિવ્યક્તિ બનવા જોઈએ આને માટે લોકો જ પ્રયત્નો કરે તેઓં જે સંચાલન કરે એવું તેવું અમે ગોઠવવા અમે માંગીએ છીએ. શરૂઆતના તબક્કે ઉત્થાન સાથે રહે , મદદ કરે પણ એમને ઉત્થાન પર નિર્ભર ન રહેવા દેવા. આ જ રીતે આપણે શાંતિનો આપણા કામને ટકાવી રાખ તેવા મુલ્યો તરીકે પ્રસાર કરી શકીએ? શાંતિ આપણા સમાનતા અને ન્યાયના મુદ્દાને સાથે સાંકળે છે. જ્યાં સુંધી આપણે આ મુલ્યોને લોકો સુધી પહોચડવામાં સફળ થઈએ ત્યાં સુધી લોકોને સ્વનિર્ભર બનાવવા આપણા પ્રયત્નો લાંબા સમય સુધી ટકી શકે નહિ. સંગીતા પટેલ ચૌદ વર્ષથી ઉત્થાન સાથે જોડાયેલા છે. ભાવનગરમાં ચાલતા લોકશિક્ષણ કેન્દ્રમાં પોતાનાકામની અસરોનું અવલોકન કરતા એ કહે છે કે  " અમારે સમાજમાં હાંસીયામાં રહી ગયેલા લોકોની સાથે કામ કરવાનું છે. અમારૂ કામ અસરકાર રીતે થઇ શકે એ માટે અમારે અમારી ટીમની અંદર વિવધતા રચવી પડી. અમારામાંના ઘણા ખરા ૨૦૦૨ પછી જ સમજ્યા કે વિસંવાદિતામાં કેવી સંકુલતાઓ હોય છે  અને શાંતિ સર્જનનું કામ પણ એવું જ સંકુલ હોય છે. " ચેતના વ્યાસ કહે છે કે આજે પણ પોતાના કામમાં શાંતિ સર્જનનું કેન્દ્રરૂપ ક્ષમતા ગણીને કામ કરતી હોય એવી સંસ્થાઓં ઓછી જોવા મળે છે.' રાજુલામાં એ મારે બહેનો સાથે અને સમુદાયો  સાથે સંપર્ક થયો એ વખતે મને સમજાયું કે શું સફળ થશે અને સફળ નહી થાય  એ વિષે કોઈ જ બ્લુપ્રીન્ટ  ન હોઈ શકે, નથી જ હોતી અને વિસંવાદિતાના ઉદભવનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજ્યા અને એ રીતે અમે એને વિષે શું કરવું એ પણ સમજી શકાય."

ભાવનગરમાં કુદરતી સંશાધનોના સંચાલનમાં આગેવાન તરીકે કા કરતા હીરાભાઈ દિહોર મને છે કે ઉત્થાનની શાંતિ માટેની તાલીમનું પરિણામ એ મળ્યું છે કે અમને સામાજિક અને રાજકીય સંદર્ભોને જોડતી કદિઅઓનુ વિશ્લેષણ સમજાયું. આ વાત સાથે પંચમહાલનો આદિવાસી વિસ્તારોમાં શાંતિ માટે આગેવાન તરીકે કામ કરનાર સાજેદા શીશોલી પણ સંમત છે. એમના પરિપ્રેક્ષ્યમાં આ જ વાત છે. " એક તો હું મુસ્લિમ અને વળી અહીં મારે ઘણી બધી સમસ્યાઓ પર કરવી પડી એમાં મારા પૂર્વગ્રહો પણ ખરા મને તાલીમ મેળવવાની તક સાંપડી અને એ તાલીમથી મને પોતાને પણ લાભ થયો એ પછી હું જેમના ક્ષમતસર્જન માટે કામ કરું છુ તેમને પણ આ સમસ્યાઓ હલ કરવામાં હું મદદ કરી શકી." શીખવાની આ પ્રક્રિયાને જ્યાં લોકશિક્ષણ કેન્દ્રોની સાથે જોડે છે આ કેન્દ્રોએ 'માહિતી' ના ઉદાહરણને અનુસરવું જોઈએ. આ બધી રીતે માત્ર જ્ઞાન કે માહિતી આપવા માટે કે લેવા માટે જ નથી , એના દ્વારા આત્મનિર્ભરતા શીખવા અને પરસ્પર સંભાળ લેવાની એક વિભાવના  તરીકે  જોવી.

તો ઉત્થાન સામે મારો પડકાર એ હતો કે તેની વિવિધ નીસ્બતોનું સંચાલન કરવું.

આવા વિવિધતા ભર્યા કામો અને પ્રશ્નોમાં મુલ્યોને સાથે લાવે તેવી સુસંગતતા કઈ રીતે શોધવી? શાંતિ અને ન્યાયના પ્રયત્નો જે હેતુ માટે છે તે પ્રયત્નો અને હેતુને જોડતો દોર ક્યાં શોધવો? શું શાંતિ જ વ્યક્તિ અને સમુદાયની સ્વસ્થતાના આટલા બધા પ્રશ્નો કુદરતી સંશાધનોના સંચાલનમાં આધારક્ષમતા તેની વહેચણીમાં સમન્યાય, જેન્ડર સમાનતા સમુદાયો વચે સંવાદિતા અધિકારો  મેળવવા અને જવાબદારીઓં સ્વીકારવી એ બધાને જોડતી કડી છે? પ્રવિણ અને બાબુભાઈ ને લાગે છે કે પાયાગત રીતે આ બંને મુદ્દા ન્યાય અને શાંતિ એકબીજાની આરપારના  અને  એ નેતૃત્વએ દર્શાવવાનું છે કે આ સંકલનને કઈ સમજવું અને વ્યવહારમાં મુકવું. બાબુભાઈ કહે  છે કે " આગેવાન બનવા માટે અમારે લોકોને આ બધા જ જોડાણો સંબંધોને સ્પષ્ટ રીતે એ સમજીએ છીએ એ જ રીતે એમને પણ એ સમજાય. આ ઉત્થાન સામે આવેલો પડકાર છે."પ્રવિણ કહે છે " આના સૂચિતાર્થો પણ હોઈ શક્કે છે, અંગત વ્યક્તિગત સંદર્ભમાં પોતાની વ્યક્તિગત વાત કરતા પ્રવીણ કહે છે " અહીં ઉત્થાન માં આવ્યા પછી જ મને પહેલીવાર એ સમજાયું કે વ્યક્તિની જેન્ડર એના જીવન પર કેટલો અને કેવો અસર કરતા હોય છે. સત્તા કઈ રીતે ચલાવવામાં આવે છે તે પણ મને સમજાયું. આ સમાજ મારે મારા વ્યક્તિગત જીવન અને  સંબંધોમાં પણ લાવવી પડી. હું એક સાવ સદી લાગતી   પણ હકીકતે ઘણી ગંભીર વાત કરૂ જેવી કે પત્નીને ઘરકામમાં મદદ કરવી. મેં કુટુંબની પરંપરા અને રૂઢીચુસ્તતાના બંધનો તોડીને લગ્ન કર્યા. હું બીજા લોકોને કંઈક કહું એ પહેલા મારે મારી અંદર જ મારા કામ અને મારા ઘરના મુલ્યોને એક કરવાના હતા.

ઉત્થાનના શાંતિ  વિષયક કાર્યના કાર્યક્રમ સંયોજક જયંતીભાઈ પટેલ કહે છે કે ઉત્થાનમાં નેતૃત્વ તેની એકતાની ભાવનાથી જ પોષાય છે " અહીં કોઈ રીતની અધિશ્રેણી નથી. અમે બધા સમાન છીએ અને એકસાથે છીએ. સમાનતા અને એકતાની આ લાગણી ખરેખરી છે.

આ જ બાબતે અમને સંવર્ધન સમભાવ અને ન્યાયના મૂલ્યોના ચૂરેચૂરા થઇ ગયા હતા તેવા સમયે ૨૦૦૨ના રમખાણો વખતે તેમાંથી બહાર આવવા માટેની શક્તિ આપવામાં આવી હતી તેમના સહકર્મી લક્ષ્મણ રાઠોડના આદિવાસી વિસ્તારમાં શાંતિના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતા કહે છે કે ટીમ અને ગ્રામ સ્તરે કામ કરતા કાર્યકરોની ક્ષમતા કાઢે અને સમુદાયના કાર્ય માટે તકો વિસ્તરે. રોજરોજ અમે જોઈએ છીએ કે સ્ત્રીઓ, આદિવાસી સમુદાયો દલિતો , લઘુમતીઓ, અને ગરીબો પર અન્યાયો થતા રહ્યા છે . આ કડવી વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓ અમારા વિઝન અને મૂલ્યોને સતત પડકારતી રહે છે. અમારી સામે ખરો પડકાર જ એ છે કે આ વિઝન અને મુલ્યોને વાસ્તવરૂપે લાવવા. પહેલા હું મને હિંદુ ગણાવતો હવે હું મન આદિવાસી ગણાવું છું. અને આ દાવો પૂરા આત્મવિશ્વાસ અને આંતરિક બળ સાથે કરૂ છું.  નફીસા માટે આવા વિવિધ મુદ્દાઓ અને નીસ્બતો માટે કામ કરવું એ જ ઉત્થાન પાસે બીજ સાથે વહેચવા જેવા છે લોકશિક્ષણ કેન્દ્રોએ આ પથોની અભિવ્યક્તિ માટે એક મંચ આપ્યો. પરંતુ એટલુજ મહત્વનું  એ છે કે ક્ષેત્રિય કામો દ્વારા એના સાચા ઉદાહરણો દર્શાવવા. આયોજનમાં જે રીતના મૂલ્યો દર્શાવ્યા હોય તેને જ કાર્યમાં અથવા ટેકનોલોજીના ઉપયોગમાં દર્શાવવાના હોય છે નફીસા પણ એ સ્વીકારે છે કે જે કરવા જેવું છે તે બધું જ અમે નથી કરી શક્ય પરંતુ અમે કાળજીથી પસંદગીઓં કરે છે  અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી પણ શીખવા માટે મળે અને એને કાર્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી અમને પણ શીખવા મળે અને અમારી શીખેલી વાતોમાં અમે બીજાઓને પણ સહભાગી બનાવી શકીએ. એમ જે કરવાનું નક્કી કરીએ તે કરવા માટે તાકાત અમારી પાસે હોવી જોઈએ.એટલું જ નહિ અમારે વિષે અપેક્ષાઓ રાખનારાઓની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની તાકાત પણ અમારી પાસે હોવી જોઈએ. આ રીતે કામ કાર્યની અસર દેખાતા કેટલીકવાર વર્ષો વીતી જાય છે. દાખલા તરીકે ૧૯૮૦ના દાયકામાં અમે પીલૂવૃક્ષોનું  આજીવિકાના એક સ્રોત તરીકે વાવેતર કરવાનું નક્કી કર્યું અમે જયારે એ શરૂ કર્યું ત્યારે ઘણાએ કહેલું ' આ નહિ ચાલે છતાય અમે કર્યું થોડા વર્ષો પછી સરકારના વનવિભાગે પીલુના વાવેતરને એક અધિકૃત - માન્ય યોજના તરીકે સ્વીકાર કર્યો ત્યારથી અમે આવક્સર્જનને અગ્રીમતા આપવા માંડી. ઉત્થાન વિશેની પહેલી છાપ છે પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા માટે કામ કરતી એક સંસ્થા તરીકે "અમે એ છીએ ચોક્કસ છીએ " નફીસા સમજાવે છે " પરંતુ ભાલમાં અમે કામ શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસથી અમે માનવાધિકારોની હિમાયત કરતા આવ્યા છીએ અને એ માટે કામ કરતી સંસ્થા છીએ જો કે શરૂઆતમાં ખુદ અમને આ વાત સ્પષ્ટ રીતે નહોતી સમજાઈ. સમય જતા અમે શીખ્યા કે સમુદાયની સામર્થ્યકરણની પ્રક્રિયા તેમને પોતાને માટે સૌથી મહત્વના લગતા પ્રશ્નની આસપાસ સંગઠિત અને સક્રિય બનાવીને જ કરી શકાય. સમસ્યાના ઉકેલની વ્યૂહરચનાઓમાં સર્વસમંતીનો આ પાયો  તો જોઈએ જ અમે પાણીના ક્ષેત્રમાં આવ્યા કારણકે એ જ સૌથી મોટો સ્થાનિક પ્રશ્ન હતો. પાણીનો પ્રશ્ન કેટલી બધી પીડાઓ અને ભેદભાવોના કેન્દ્રમાં હોય છે અમે પાણી માટે કામ કરતા હોવાથી કેટલાકે અમને ટેકનીકલ સંસ્થા ગણી, બીજા કેટલાક અમને કર્મશીલો ગણાવવા માંગતા હતા અહીં કર્મશીલતા એટલે કે સરકાર સામે સંઘર્ષ કરવો તેને સહકાર ન આપવો. અમારે આ બન્ને કરવું પડ્યું કારણકે અમારે શું કરવું અને શું ના કરવું એ વિશેની પસંદગી મૂળતા તો અમે જે સમુદાયો માટે કામ કરીએ છીએ તેમની સમસ્યાઓ , અપેક્ષાઓથી પ્રભાવિત થાય છે અને એમને સંભાળતા શીખ્યા છીએ, સમજતા શીખ્યા છીએ. અમારું શાંતિ વિશેનું પહેલકાર્ય આ હેતુ માટે જ હતું અમે આખા વિશ્વમાંથી જાણેલા અનુભવોમાંથી કંઈક સમુદાયો સુધી લઈ  જઈ શકતા હતા. સંવાદિતા કામ કરવા વિષે યોગ્ય  પસદંગીઓ કરવામાં મદદ કરે છે અને એ પછી એ કાર્યોને યોગ્ય રીતે કરવામાં પણ મદદ કરે છે. હવે અમે સમજી ગયા છીએ કે શાંતિ એ સમયનું એક બિંદુ નથી, એ અમારા સમગ્રતયા હેતુ છે.

વિકાસ

આગળ વધવા માટે રસ્તો શોધવા પાછળ  નજર કરીએ, કંઈક સૂંઝ પડે એટલા માટે તો લાગે છે કે જૂની સમસ્યાઓનો ઉકેલ આણવાની વાત તો રહી નવી સમસ્યાઓનો સામનો કરવાનું વધારે થાય છે ૨૦૦૨ ના રમખાણો પછી ઉત્થાનની ટીમે થોડું થોભીને ભૈષ્યની દિશાઓ વિષે વિચાર કરવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે પ્રગતિની વિભાવનાની વ્યાખ્યા કરવાનું મુશકેલ લાગતું હતું, હજી પણ એમ જ લાગે છે. જુન ૨૦૦૭ માં નફીસાબેન બારોટે શ્રી ગગન શેઠીને ચિંતન અને શિક્ષણની પ્રક્રિયામાં સહાયક બનવા આમત્રણ આપ્યું હતું. શ્રી ગગન શેઠી સ્વૈછિક સેવાક્ષેત્રે ગુજરાતમાં એક અગ્રણી નામ છે. સામાજિક ન્યાય કેન્દ્ર, જનવિકાસ અને ઉડાન જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેઓ  સહભાગી છે. આ સંસ્થાનો અત્યાચારનો  ભોગ બનેલાઓ માટે કામ કરવા માટે સુવિખ્યાત છે. તેઓં સતતપણે સાક્ષી રહ્યા છે અમુક અંશે સહભાગી પણ કહેવાય, ૧૯૯૮ નફીસા બારોટને જે ગંભીર અકસ્માત થયો હતો ત્યારે એ જ વાહનમાં  તેમના સહપ્રવાસી દીપ્તિ સેઠી તેમને પણ ખુબ ઈજા થઇ હતી. તેઓ શ્રી ગગન સેઠી ના પત્ની છે શ્રી ગગન સેઠીએ ટીમને કેટલાક સવાલો પૂછ્યાં- તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસની પ્રક્રિયાનો ભાગ બનવા તમે શું કીમત ચૂકવી? ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે આ પ્રક્રિયા દરમ્યાન તમને શું મળ્યું? આ વર્ષો દરમ્યાન તેમનું- તેમના કુટુંબનુ, ગુજરાતનું, ભારતનું શું થયું? તેમને ટીમને જણાવ્યું કે તમે  ગુજરાત અને ભારતનો એક ભાગ છો. આ જ વાતને આગળ લઇ જતા શ્રી ગગનભાઈએ કહ્યું કે વિકાસ માટે કામ કરનારાઓને ભાગ્યેજ કોઈ આ સવોલો પૂછતું હોય છે ખાસ કરીને પહેલો સવાલ – તમારી માન્યતા અનુસાર વિકાસ એટલે શું? વિકાસના કર્મશીલો પર પરિણામોને ઉચ્ચે લઇ જવાનું વધારે દબાણ રહે છે, ભારતની વધતી જતી સંકુલતાઓને સમજવા પ્રયત્ન કરવાનું ઓછું. તેમણે એમ સૂચવ્યું કે ઉત્થાને પરિવર્તન સુસંગતતા અને પ્રગતિ વિષે જે આંતરિક ચિંતન આરંભ્યું તે સમકાલીન સંદર્ભ પર પ્રકાશ પાડે છે. આ એ સંદર્ભ છે જે ૧૯૮૧ માં ભાલમાં કામ કરવા પહોચેલી ચાર વ્યવસાયિક યુવતીઓના આદર્શવાદ અને પ્રેરણાના સ્ત્રોત સામે પડકાર કરે છે અને સાથે સાથે એને પૃષ્ટિ પણ આપે છે એ યુવતિઓ જયારે ભાલમાં કામ કરવા પહોચી ત્યારે સામર્થ્યપ્રાપ્તિ અને પરિવર્તનના એવા ક્યાં ધોરણો એમણે વિચારેલા જે આજે પણ કર્મશીલોને ,માટે પ્રોજેક્ટોના આંકડાથી આગળ જતી એવી સુસંગતતા અને  શક્તિનો સ્ત્રોત બની શકે છે? મહાત્મા ગાંધીએ પોતાના જ કામના સફળતાનો એક લગભગ અશક્ય એવો માપદંડ નક્કી કર્યો હતો “ મારે દરેક આંખનું આસુ  લુછવું છે”

આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે લગભગ અસંભવ એવું ધ્યેય હતું. ચાત અનેક કર્મશીલોને માટે એ શક્તિસ્ત્રોત હતું. હાલમાં કામ કરવા પહોંચેલી પેલી ચાર યુવતીઓંએ પણ જે વિઝન જોયા હતા તેમાનું  જે એક હતું. આ વિઝનો એમની સમકાલીન પેઢીને વારસામાં મળ્યા હતા. ગાંધીજીનું ન્યાયપૂર્ણ સમાજનું સ્વપ્ન એવા એક સમાજનું જેના મુળિયા સમુદાયોની સીહ્યારા સંશાધનો શોધવાની ક્ષમતા તેની વૃદ્ધિ કરવાની ભાવનાને ધરતીમાં જડાયેલા હોય. દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારાઓનું બીજું વિઝન કેવું હતું તે વિશ્વને જણાવી સમજાવી શકાય તેવું કઈક છે. ત્રીજું વિઝન હતું સમાજવાદી સમાજરચનાનું. સમકાલીન ઔધોગિક સમાજની અંદર રહીને ગાંધીવાદી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો ઉદ્દેશ સાથે ઘડાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટો. આ નેહરુનું સ્વપ્ન હતું. આઝાદી પછી તરતના વર્ષોમાં નેહરુના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતની પ્રજા એમાં સહભાગી હતી.

પરંતુ ૮૦ નો દાયકો આવ્યો ત્યાં સુધીમાં ભારતના એ હિંમતભર્યા પ્રયોગો સામે પડકારો આવી ઊભા. એક તરફ આ રીતે ઘડાયેલી યોજનાઓ પ્રોજેક્ટોના પરિણામો પડકારરૂપ હતા.અપેક્ષામાં કઈક ઉના  ઉતર્યા હતા તો વિશ્વમાં બીજે બધે થઇ રહેલા ક્રાંતિકારી ફેરફારો પણ અસર કરી રહ્યા હતા. દેશની પ્રગતિથી પરિવર્તનો તો થતા હતા પરંતુ સમાનતા અને ન્યાય વ્યવહાર સ્વરૂપે હજી છેટે રહી ગયા હતા. કુદરતી સંશાધનો ઘટતા જતા હતા એ પડકાર માત્ર ભારત પર ન હતો સમગ્ર વિશ્વ સામે હતો. ૧૯૭૨મા સ્ટોકહોમ ખાતે માનવ પર્યાવરણ વિષે મળેલા અધિવેશનમાં ભારતના એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જે એક ચર્ચા ઉપાડી હતી તેનો ઉકેલ હજી પણ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે “પ્રદુષણ વિકાસને કરને નહિ પણ ગરીબીને કારણે થાય છે.” આજે ચાર દાયકા પછી પણ એ દલિત જેમની તેમજ રહી છે. અત્યારે એ હવામાનના જબરજસ્ત ફેરફારો રૂપ જોખમના સ્વરૂપે છે. સ્ટોક હોમ અધિવેશનમાં વિકાસની વ્યાખ્યા ઘડવામાં આવી.આધારક્ષમ વિકાસ એટલે “એવો વિકાસ કે જે વર્તમાન સમયની જરૂરિયાતો પરિપૂર્ણ કરે અને તે એ રીતે કે ભાવી પેઢીઓને તેમની પોતાની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા વિષે સમાધાનો ન કરવા પડે”.  આ શરત વિશ્વની ઝડપથી બદલાઈ રહેલી વ્યવસ્થાઓનો સામનો કરતા બળોમાંની એક હતી.

લગભગ એજ સમયગાળામાં સોવિયેત યુનિયનનું ભાંગન થયું. ચીનના અર્થતંત્રમાં અતીઝડપથી ફેરફારો થયા આ બંને બાબતોએ પણ પુરવાર કરી દીધું કે સમાજવાદ એ માત્ર ‘બોદું સ્વપ્ન “ જ છે હવે બજારના અર્થતંત્ર એ ઉદારીકરણ નું વલણ લીધું. એ ગાળાની ઉગતી અને નવયુવાન પેઢીને આ શબ્દ વારંવાર સંભળાયા કરતો હતો. ભાલમાં જી પહોચેલી એ ચાર યુવતીઓ એનાથી કઈ રીતે અછૂતી રહે? ઉદારીકરણની એ વિભાવના લાભવંચિતો માટે સંભવિત સ્વતંત્રતા હતી? કે પછી એ સ્વતંત્રતા માત્ર વેપાર ઉદ્યોગો માટે જ હતી? ઉદારીકરણના પગલે આગળ વધતો ઓધોગિક વિકાસ હાસીયાગ્રસ્ત લોકો સુધી પહોચવાનો ખરો? એમને આજીવિકાની તકોના સ્વરૂપે આ વિકાસયાત્રામાં જોડાવાનું મળશે ખરું? કે પછી માત્ર મુઠ્ઠીભર લોકોને મેવા મળ્યા હતા, લાખો કરોડો લોકોને એક કોળીયો પણ નહોતો મળ્યો.

2.97368421053
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top