વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મત્સ્યમંડળની મહિમા

મત્સ્યમંડળની મહિમા વિષે માહિતી

મત્સ્યમંડળ મંડળનું નામ સાંભળતાં જ આપણને થાય કે આ કોઇ માછીમારોનું મંડળ હશે અને તેમાં બધાય પુરુષ સભ્યો હશે ખરું ને ? અહીં આપણે મહુવા તાલુકાના અકતરિયા ગામમાં બે વર્ષ પહેલાં આરંભાયેલા આવા મંડળના અવનવા બંધારણ અને કામગીરી વિશે વિગતે જાણીશું. આ ગામમાં કોળી પટેલ, ભરવાડ,બ્રાહ્મણ,બારોટ અને અન્ય કોમના લોકો વસે. જેમના મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી,પશુપાલન, નોકરી અને ગામમાં નાની મોટી જવનજરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન ચલાવવી વગેરે છે.પરંતુ ગામના દરિયાકાંઠે નજર કરીએ તો ગામની એક વિધવા બહેન અને સાત સંતાનોની માતા એવા —રૂપાઇબહેનને તો માછીમારી સિવાયનો કોઇ ધંધો ફાવે નહીં પરંતુ તે સમયે ગામલોકોને તો માછીમારીનો ભારે છોછ ને તેને તો તેઓ પાપ માને. વળી, દરિયાકાંઠાના અન્ય માછીમારો, પોલિસો અન્ેા કસ્ટમ અધિકારીઓ એકલી મહિલા જોઇને તેને હેરાનગતિ કરે . તેમાંય સગાસંબંધીઓનો જોઇએ તેવો સાથસહકાર મળે નહીં એટલે આ બહેનને રોજીરોટીને લઇને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

જો કે ઉત્થાનના બચત મંડળો તો આ ગામમાં વર્ષૌથી ચાલતાં જેના રૂપાઇબહેન પણ સભ્ય બનેલ આથી તેઓએ પતિના મરણ પછી પોતાને થતી હેરાનગતિની વાત ઉત્થાન સંસ્થાના મત્સ્ય કાર્યક્રમના સલાહકારશ્રી ને જણાવી. આથી એક માછીમારની નિઃસહાય વિધવાને રોજીરોટી બાબતે સમાજ તથા ગામના લોકો, સગાંવહાલાં , પોલિસ અન્ેા કસ્ટમ અધિકારીઓનો સાથ મળી રહે તે માટે તેમણે અકતરિયા ગામમાં સાગરખેડૂ મત્સ્યમંડળ ઊભું કર્યૂં. જેમાં ગામ સ્થિત માછીમારી કરતાં કે ન કરતાં હોય તેવાં તમામ જાતિના ભાઇ—બહેનો, સરપંચ અને રૂપાઇબહેનના સગાવહાલા મળી કુલ ૨૪ ભાઇબહેનોને સભ્ય તરીકે તેમાં જોડયાં. આમાં દર મહિને દરેક સભ્ય રૂપિયા ૫૦/— બચાવે છે.હાલમાં તેમની પાસે રૂ.૬૦૦૦ નું ભંડોળ છે અને તેટલી જ રકમનું મંડળના સભ્યોને અને અન્ય જરૂરિયાતમંદોને ધિરાણ ( રોજીરોટી કમાવવાના સાધન વસાવવા, બિયારણ અનેે જંતુનાશક દવા ખરીદવા, બિમારીની સારવાર કરાવવા તથા સારા નરસા પ્રસંગ ખર્ચ માટે) આપેલ છે. વળી દર મહિનાની ૨૧ મી તારીખે મંડળની માસિક મીટીંગ થાય છે.

આ મંડળમાં બચત ધિરાણની સાથે સાથે માછલાંની જાત,બજારભાવ , તે પકડવામાં પોલિસ અને કસ્ટમ અધિકારીઓ દ્વારા થતી કનડગત , માછલાંના વેચાણ બાબતની મુશ્કેલીઓની પણ ચર્ચા થતી . પછી તો આ મંડળ દ્વારા રૂપાઇબહેનને રૂપિયા ૩૦,૦૦૦ ની માછલાં પકડવાના જાળાં ખરીદવા માટૈની લોન આપવામાં આવી જે તેમણે માછલાં વેચી ભરપાઇ કરી દીધી . ઐમ. ડબલ્યૂ. ડી.ટી. તરફથી રૂ. ૫૬૦૦૦ ની હોડકું ખરીદવાની લોન આપવામાં આવી જો કે તે પણ તેમણે મોટાભાગની ભરપાઇ કરી દીધી છે. આ ઉપરાંત તેમને સંસ્થા દ્વારા ટિટણ — લોફ્ટર ઉછેર માટેનુું બિયારણ આપવામાં આવ્યું અને એના યોગ્ય ઉછેર માટે જરૂરી એવું વીરડા બનાવવાનું માગદર્શન આપ્યું અને તેઓને માછલાં અને ટિટણના વેચાણ માટે જરૂરી એવું બજારનું જ્ઞાન પણ આપ્યું આ ઉપરાંત તેમણે રૂપાઇબહેનને માછલાં પકડવાનું અને તેના વેચાણ માટેનું લાયસન્સ પણ કઢાવી આપ્યું. હાલમાં તેમની પાસે તેમની મિલકતરૂપે માછલાં પકડવા માટેના હોડકાં, જાળાં, લોફટરના ૩૦ વીરડા છે. આમ આ મત્સ્યમંડળ થકી તેઓને આજીવિકા સંબંધિત માહિતી સાધનો,ગામ સ્થિત ૭ મંડળેાના ૧૫૦ સભ્યો અન્ેા ગામના અન્ય સભ્યો તથા સગાંસંબંધીઓનો સાથ સહકાર તો મળ્યો જ પણ સાથે સાથે તેઓ પણ પગભર, સક્ષમ અને સમૃધ્ધ બનતાં આજે તેઓ શેઠના હુલામણા નામે પ્રચલિત થયાં.હવે તો તેઓ મંડળની મીટીગ દરમિયાન નિર્ણયો લે છે કે કોને મત્સ્ય પકડાશ માટેના જાળાં ખરીદવા માટેનું ધિરાણ આપવું આ ઉપરાંત તેઓ ભાવનગર , રાજુલા અને મહુવા તાલુકાના ૧૯ મત્સ્યમંડળના સભ્યો સાથે મીટીગ કરી તેમને મત્સ્યપાલન,વેચાણ,તેમજ તેના લાયસન્સ બાબતે તેમજ તેમાં પડતી મુશ્કેલીઓ બાબતે કસ્ટમ, કલેકટર અને મત્સ્ય વિભાગનો સંપકૈ કેવી રીતે કરવો? વગેરેને લગતી માહિતીનું આદાનપ્રદાન કરે છે.વળી, નિરાધાર અને ગરીબ ભાઇબહેનો સ્વમાનભેર રોજીરોટી કમાઇ શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન અને સાથ સહકાર આપે છે.
આમ, આવા મત્સ્યમંડળ થકી રૂપાઇબહેન એક સારા મહિલા નેતા અન્ેા મત્સ્ય પકડાશ, ઉછેર અને વેચાણ ક્ષેાના એક સારા માર્ગદર્શક બન્યાં.

સ્ત્રોત: ઉત્થાન ટિમ

3.03703703704
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top