મંગુબહેન બી. સંગોડ, ગુજરાત સ્થિત દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના વતની છે.જેઓ છેલ્લા ૧૦ વર્ષથી વનિતા મહિલા સંગઠન, ધાનપુરમાં એક પ્રભાવશાળી અને ન્યાયી લીડર અને ન્યાય સમિતિના સભ્ય તરીકેની ફરજો બજાવે છે.સંગઠન સાથેના આવા લાંબાગાળાના જોડાણ દરમિયાન તેઓને સંગઠનના કાર્યો અને નેતૃત્વને લગતી સારી એવી તાલીમો, જુદા જુદા સરકારી અને ખાનગી વિભાગો અને અધિકારીઓનો સંપર્ક તથા તેમની સમક્ષ સામુદાયિક પ્રશ્નોની અસરકારક પ્રસ્તુતિ અને નિરાકરણ અંગેની નોધપાત્ર ક્ષમતા , કુશળતા અને અનુભવ મેળવ્યો છે. જેથી તેઓ ખુબ જ આત્મવિશ્વાસપૂર્વક અને હિમતથી લોકોના પાયાના અધિકારોના અને ન્યાયના પ્રશ્નોને સંબોધે છે.
પાવ ગામમાં સરકાર દ્વારા પાણી માટેના ૦૪ નવા ટ્યૂબવેલ મંજૂર કરવામાં આવ્યાં. પરંતુ જેમના નામે ટ્યુબવેલ મંજૂર થઈને આવ્યાં હતા તેમના નામ જાહેર કાર્ય વગર લોકોને કહેતા હતા કે જે રૂપિયા ૫૦૦૦/- રોકડા આપશે તેના નામે ટ્યુબવેલ કરી આપવામાં આવશે. આથી ગામના લોકો અને મંગુબહેન વારંવાર સરપંચને પૂછતાં રહ્યા કે “ જેના નામે ટ્યુબવેલ મંજૂર થઈને આવ્યાં હોય તેમની યાદી અમને આપો ને સરકાર તરફથી ટ્યુબવેલ તો મફતમાં નાખી આપવમાં આવે છે તમે પૈસા શેના માંગો છો? પરંતુ સરપંચ તરફથી આનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા મંગુબહેન ગામલોકોને લઈને તાલુકા પન્ચ્યાતની ઓફિસે ગયાં અને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂમાં પાવના સરપંચના મનસ્વી વર્તન અને ત્યુબ્લે મ૩એ લાંચ માંગવાની વાત કરી. આ સાંભળી ટીડીઓ સાહેબે તેમને ટ્યુબવેલ મંજૂર થયેલા લોકોના નામની યાદી તેમને આપી અને ત્યાંના સરપંચને પણ સરકારી આદેશ મુજબ નક્કી તઃયેલી વ્યક્તિઓના નામે અને સ્થળે ટ્યુબવેલ કરવાનો આદેશ આપ્યો. આમ માંન્ગુબહેનની નિગરાની હેઠળ એક પણ રૂપિયો લીધા વગર નિયત વ્યક્તિઓના નામે પાવ ગામમાં ટ્યુબવેલ બનાવવામાં આવ્યાં
મંગુબહેને માત્ર વિકાસના અને પ્રાથમિક સુવિધાઓના તેમજ અધિકારો ક્ષેત્રે જ આગેવાની લઈને કામ કરે છે એવું નથી . તેઓ મહિલા હિંસા અને ન્યાયના કેસોમાં પણ હસ્તક્ષેપ કરે છે. રેખાબહેન દીતીયાભાઇ લગ્ન ૧ વર્ષ પહેલાં પાવ ગામમાં થયાં હતા.એકવાર તેમના પિયરમાં કોઈ સાગના લગ્ન હોવાથી તેઓ પિયરમાં ગયા. સગાવહાલા અને માતા-પિતાના આગ્રહને થઈને તેઓ બે ની બદલે ચાર દિવસ પિયરમાં રોકાઇને જયારે સાસરીમાં પાછા ફર્યા ત્યારે તેમના સાસુ-સસરાએ તેમની સાથે પિયરેથી મોડા આવવા બદલ ઝઘડો કર્યો. જેથી રેખાબહેન રિસાઈને પાછા પિયર ખલતા ગામે જતા રહ્યાં. આની જાણ મંગુબહેનને થતા તેમને પાવ ગામના ૧૦ બહેનો અને ૧૦ ભાઈઓને લઈને ખલતા ગમે રેખાબહેનના પિયરે પહોંચી ગયાં અને બને પક્ષના સગા-વહાલાને ભેગા કરીને ચર્ચા કરીને સમાધાન કરી બહેનને પાછા સાસરીએ લઇ આવ્યાં.
આમ, મંગુબહેને ગામના સામાજિક સંબંધો અને ઘરેલું સંબંધોને જાળવવામાં અને લોકોને ન્યાય અપાવી તેમના વિસ્તારના લોકોનું દિલ જીતી લીધું છે.
સેવાભાવી આદિવાસી મહિલા નેતા.

સ્ત્રોત: ઉત્થાન ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020