નડીબહેનની નેતાગીરીએ વધારી મહિલા ભાગીદારી અને સુલઝાવી સમસ્યા ઘાસચારાની......
નામ : નડીબહેન સુરપાલભાઈ પરમાર ગામ : ઉમરિયા
ઉમર : ૪૫ વર્ષ વ્યવસાય : ખેતી
આ વાત છે...ગુજરાતના આદિવાસી વિસ્તારના દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નાનકડા ગામ ઉમરિયાના ઉત્સાહી અને સક્ષમ મહિલા નડીબહેન પરમારની. જેમને પોતાની ૪ દીકરીઓ અને ૨ દીકરા છે અને તેઓ ૧ એકર જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.ઉત્થાન સંસ્થાએ ૩ વર્ષ પહેલાં આ ગામમાં આવી અહીની આદિવાસી બહેનો ઘર બહાર નીકળે , સંગઠિત થઇ બચત કરે અને એ રીતે બોલતી થઇ નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેતી થાય એ હેતુસર મહિલા બચત મંડળોની રચના કરી .તેમાંના ગાયત્રી મહિલા બચત મંડળમાં તેઓ મંત્રી તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે.આથી તેઓ મહિલા સક્ષમતા, કુદરતી સંસાધનો અને લોકભાગીદારીથી તેનું સંરક્ષણ અને સંવર્ધન, બચત મંડળો અને મહિલા ફેડરેશનના વહીવટ અંગેની વિવિધ તાલીમો , મીટીંગો અને પ્રેરણા પ્રવાસોમાં ઉત્સાહપૂર્વક જોડાતાં. આ ઉપરાંત તેઓ વનિતા મહિલા ફેડરેશનના પણ સક્રિય સભ્ય છે. જેના પરિણામે તેઓ મહિલાઓ અને ગામના પ્રશ્નોનું લોકભાગીદારીથી ખાસ કરીને મહિલા ભાગીદારીથી નિવારણ લાવવા સક્રિયપણે પ્રયત્ન કરે છે. જેમ કે ---
ઉમરિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે પરંતુ અનિયમિત અને અપૂરતો વરસાદ તથા આછા અને બોડા થતા જતા જંગલોના કારણે ત્યાંના રહેવાસીઓ પાણી,બળતણ અને પશુ માટેના ઘાસચારાની સતત તંગી અનુભવતાં. ઘાસચારાની તંગીના કારણે ઘણીવાર તેમણે પોતાનું મહામૂલું પશુધન પણ ગુમાવવું પડતું. જો કે આ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી તેમના ગામમાં સરકારની ‘જગલ બચાઓ યોજના તો હતી જ પરંતુ તેમાં સક્રિય લોકભાગીદારીના અભાવે તેનો ઈચ્છિત લાભ તેમને મળતો નહિ. જે બાબટ નદીબહેનના ધ્યાન પર આવતા તેમણે તરત જ નેતૃત્વ લઇ જંગલ અને જંગલી પેદાશોના સંરક્ષણ અને સંવર્ધન હેતુ લોકસમજ કેળવી ખાસ કરીને મહિલાઓની સક્રિય ભાગીદારીથી જંગલ બચાઓ મંડળની રચના કરી. જે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા.આથી ગામનું જંગલ તો સચવાયું જ પણ સાથે સાથે જંગલની પેદાશો , ઘાસચારો અને બળતણ પર પણ સામૂહિક માલિકી મેળવી.
દર વર્ષે શિયાળો ઉતરતાં આ મંડળના સભ્યો અગાઉથી નક્કી કરેલા દિવસોમાં સામુહિકપણે ઘાસ કાપી તેના પૂળા બનાવિ તેને સરખા ભાગે વહેંચી લે છે.આમ ગામ ઘાસચારા ને બળતણની બાબતમાં પગભર બનતાં તેમનું પશુધન , પર્યાવરણ સચવાયું અને અને બળતણ પણ એકઠું કરવાની હાડમારીમાંથી મહિલાઓને મુક્તિ મળી. આવી જ્વલંત સફળતા મળતા ન્દીબહેનનો પરોપકારી જીવડો ઉમરિયાની આજુબાજુના ગામો કે જેની આસપાસ જંગલો નથી અને તેઓ ઘાસચારાની તીવ્ર તંગી અનુભવે છે તેમની હલકી દુર કરવા અધીરો બની ગયો. આથી તેમણે પોતાની આવી ઈચ્છા ફેડરેશનના અન્ય સભ્યો અને ઉત્થાન સંથાના કાર્યકરોના કાન પર નાખી. જેના પરિણામેં સંસ્થાન જૈવિક વિવિધતા કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી અલી અને વનિતા ફેડરેશન દ્વારા ગુણવત્તાસભર ઘાસચારાની ખરીદી માટે નાણાની સગવડ મળી.જેમાંથી થયો ‘ઘાસચારા બેન્કનો જન્મ.
આ બેન્કના બધા જ સભ્ય મહિલાઓ છે. નડીબહેને આમાં પણ નેતૃત્વ લઇ સારામાં સારા ઘાસચારાની સમસ્યાને નિવારી. બચત મંડળ અને પાણી સમિતિના સક્રિય સભ્ય તરીકે તેમણે ઉત્થાન સંસ્થાના સઘન સંપર્કમાં રહી પોતાના ગામમાં કૂવા તેમજ હેન્ડ પમ્પોની સગવડ પણ ઉભી કરાવી. આમ ગામની પાણીની સમસ્યા અને પાણી દૂરદૂરથી લાવવા માટેની હાડમારીમાંથી મહિલાઓને છુટકારો અપાવ્યો.
આમ, નદીબહેને સક્રિય મહિલા નેતાગીરી નિભાવી પૂરો પડ્યો મહિલા સક્ષમતાનો સચોટ દાખલો.
Aam, nDIbhene sik/y mihla netagIrI inwavI pUro paDyo mihla s9mtano sco3 daqlo

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020