অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમે જેટલા હકારાત્મક થશો, એટલું સમગ્ર વાતાવરણ બદલાઈ જશે

તમે જેટલા હકારાત્મક થશો, એટલું સમગ્ર વાતાવરણ બદલાઈ જશે

શિક્ષણતંત્રના પડકારની વાત કરીએ, તે પૂર્વે આપણે માનવજાત સામે સૌથી મોટો ખતરો કયો છે/ તે જાણીએ. What is the biggest threat to mankind/ કેવી ઘટના બને તો માનવજાત આ પૃથ્વી ઉપર નામશેષ થઈ જાય/ - એની ચર્ચા વિશ્વના ખૂણે-ખૂણે મોટા-મોટા વિદ્વાનો, વિચારકો, વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તે ચર્ચાના અંતે કેટલાંક કારણો પણ સામે આવ્યાં. તે અંતર્ગત પ્રથમ કારણ એ હતું કે, ન્યૂક્લિયર વૉર-અણુયુદ્ધ થાય તો માનવજાત ખતમ થઈ જાય.
તાજેતરમાં એક સર્વે આવ્યો કે અણુયુદ્ધ થાય તો સૌથી પહેલાં મૃત્યુ કોણ મૃત્યુ પામે/ તેનો જવાબ હતો, માનવ, અને ત્યારબાદ જાનવર અને અન્ય જીવો. તો પછી અણુયુદ્ધ થાય તો છેલ્લે કોણ જીવે/ તો જવાબ હતો, વંદા. હવે તમે વિચાર કરો કે વંદા કેટલા શક્તિશાળી હશે/ વંદા એ પૃથ્વી ઉપરના સૌથી શક્તિશાળી જીવ છે. માનવના અસ્તિત્વનાં કરોડો વર્ષો પૂર્વે પણ વંદા હતા અને માનવનું અસ્તિત્વ નહીં હોય તો પણ વંદા રહેશે.
માનવજાતનું અસ્તિત્વ ખતરામાં આવે તેનું પ્રથમ કારણ, અણુયુદ્ધ. ત્યારબાદ બીજું કારણ એ હતું કે કોઈ બહુ મોટો જ્વાળામુખી ફાટે તો માનવમાત્રનું અસ્તિત્વ ખતરામાં આવી જાય. ત્રીજું કારણ એ હતું કે અત્યારે નવા-નવા પ્રયોગો થઈ રહ્યા છે, તેમાં કોઈ Super Bugનું નિર્માણ થાય, જેનાથી માનવમાત્ર મૃત્યુ પામે. ચોથું કારણ એ હતું કે Climate Change થાય તો પણ માનવજાતનું અસ્તિત્વનું ખતરામાં આવી જાય એ શક્ય છે. મેગ્નેટિક ફિલ્ડ બદલાય તો જ્યાં રણ છે ત્યાં બરફ જામી જાય અને જ્યાં બરફ છે, ત્યાં રણ થઈ જાય. પાંચમું કારણ એ હતું કે Sun Flameથી માનવજાતનું અસ્તિત્વ ખતરામાં આવે. છઠ્ઠું કારણ એ હતું કે કોસ્મિક ક્લાઉડ એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવું કોઈ વાદળ ૧૫ વર્ષ માટે આવી જાય તો પૃથ્વી થીજી જાય. સાતમું કારણ એ હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માનવજાતનું અસ્તિત્વ ખતરામાં આવી જાય. માનવ કોઈ એવું યંત્ર બનાવે અને તેનાથી તે પૃથ્વી ઉપરની માનવજાતને ખતમ કરી નાખે. આઠમું કારણ એ હતું કે પરગ્રહથી કોઈ આવે અને પૃથ્વીને માનવજાતને ખતમ કરી દે. નવમું કારણ એ હતું કે, નકારાત્મકતા અને આક્રમકતાને કારણે માનવ જલદી મૃત્યુ પામે.
દુનિયાના સૌથી શ્રેષ્ઠતમ વિજ્ઞાની સ્ટીફન હોકિંગ જે સ્વયં દિવ્યાંગ છે, બોલી શકતા નથી, દાયકાઓથી વ્હીલચેરમાં જ છે. આઈન્સ્ટાઈન પછી જો કોઈ બુદ્ધિશાળી વિજ્ઞાની હોય તો તે છે, સ્ટીફન હોકિંગ. તેમણે એવી ચેતવણી આપી કે ૧૦૦ વર્ષની અંદર નવો ગ્રહ શોધી લો, કેમ કે માનવ આ પૃથ્વી ઉપર એટલી બધી નકારાત્મકતા અને આક્રમતા ફેલાવી રહ્યો છે, તેને જોતાં ૧૦૦ વર્ષની અંદર બીજો ગ્રહ નહીં શોધીએ તો આ પૃથ્વી ગ્રહ ઉપર આપણે જીવવાલાયક નહીં રહીએ.
એ જ રીતે શિક્ષણતંત્રનો પણ જો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો તે છે, નકારાત્મકતા. લોકો સ્વયં જ બોલતા હોય છે કે ‘‘આમાં કોઈ જ ફેરફાર નહીં થાય, સ્વામી!. આ તંત્ર તો ખાડે ગયું છે.’’ હવે, આવું નબળું બોલીશું કે વિચારીશું તો પછી આપણે ક્યાંથી બેઠા થઈશું/ દુનિયાના ઘણા દેશ છે, તેમાં ભારત જ એવો દેશ છે, જે નકારાત્મકતાથી પીડાય છે. ઘણા ભારતીયો મળશે, જે ભારતનું જ ખરાબ બોલશે. અરે! જે દેશે તમને સ્થાન આપ્યું. તમને ઓળખ આપી છે. તેના વિશે જ નબળું બોલવાનું/ આપણો જ દેશ એવો હશે કે જ્યાં નેતાઓનું જાહેરમાં ખરાબ બોલતાં કેટલાક લોકો શરમાતા નથી.
બધા શિક્ષકોને ભારપૂર્વક કહેવાનું કે ક્યારેય તમારી શાળામાં કોઈની પણ વચ્ચે નબળી વાત નહીં કરો તો, તમારી શાળા આપોઆપ ખીલવા લાગશે. જે તમારી પાસે છે, તેમાંથી નકારાત્મકતાને દૂર કરી શકશો તો શિક્ષણ અને તમારી શાળાનું વાતાવરણ બદલાશે. સરકારી ગ્રાન્ટથી કે આવા અધિવેશનથી વાતાવરણ નથી બદલાતું. સરકારને પણ કહેવાનું કે જો જો પાછા, ગ્રાન્ટ બંધ ન કરી દેતા, આપતા રહેજો.
એ જ રીતે જો તમારા ઘરનું વાતાવરણ પણ બદલવું છે/ તો, તમારો સ્વભાવ બદલો. તમારા સહશિક્ષકો સાથે તમારે આનંદિત રહેવું છે/ તો, તમે હકારાત્મક બનો. તમે જેટલા હકારાત્મક થશો, એટલું સમગ્ર વાતાવરણ બદલાઈ જશે.
મહાભારતના યુદ્ધનો પ્રસંગ છે. તે વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શું કહ્યું/ અર્જુનને એ તો ખબર જ હતી કે આ મારાં સગાં-વહાલાં છે અને તેમને કારણે અમારે પાંડવોએ અનેક વખત વનવાસ જવું પડ્યું હતું, છતાં યુદ્ધ દરમિયાન અર્જુન કહે છે કે
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते ॥
गाण्डीवं स्रंसते हस्तात्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥
(શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય ૧, શ્લો-૨૯, ૩૦)
અર્જુને કહ્યું કે ‘‘હે કૃષ્ણ! મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે, મારું મુખ સૂકાઈ રહ્યું છે. મારા હાથ ધ્રૂજી રહ્યા છે અને જે છે આ બધા મારા કુટુંબીઓ સામે શી રીતે હું લડી શકું/ હાથમાંથી ગાંડીવ છૂટી જાય છે. ત્વચા પણ બળી રહી છે, મારું મન ભ્રમિત થઈ રહ્યું છે, જેથી હું ઊભો રહેવા માટે પણ સમર્થ નથી.’’ સારાંશ એ છે કે અર્જુને કહ્યું કે ‘મારે લડવું નથી.’
આ તો એવું થયું કે ક્રિકેટની મેચ રમાવાની હોય ત્યારે ક્રિકેટ ટીમમાંથી જે ક્રિકેટરને ઓપનિંગમાં મોકલવામાં આવે અને મેદાનમાં જવાના સમયે ક્રિકેટર એવું કહે કે ‘મારાથી પેડ નથી પહેરાતું, બેટ નથી પકડાતું’ તો કેવું શરમજનક લાગે?
Krishna Bhagawan was actually banking on Arjuna. (કૃષ્ણ ભગવાને બધો આધાર અર્જુન ઉપર રાખ્યો હતો.) કૃષ્ણ ભગવાન કંઈ પાંડવોની આખી આર્મીને ગાઈડન્સ અને કાઉન્સલિંગ કરવા નથી ગયા, એક અર્જુનને આધારે આખું મહાભારત જીતાય છે. જ્યારે અર્જુન મનથી હતાશ થયો હતો ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને એવું નથી કહેતા કે ‘બેટા કંઇ નહીં થાય, કંઈ નહીં વાગે.’ કેટલાક શિક્ષકો તો વિદ્યાર્થી જ્યારે શાળાએ ભણવા આવે ત્યારે વિદ્યાર્થીને કહેતા હોય છે કે ‘બેટા! બધું યાદ આવી જશે.’ અરે ભાઈ! નથી યાદ આવતું. કૃષ્ણ ભગવાને અર્જુનની મલમપટ્ટી નથી કરી, પણ કૃષ્ણ ભગવાનને જાણ્યું કે અર્જુન મનથી હારી ગયો છે, તે નકારાત્મક થઈ ગયો છે.
કૃષ્ણ ભગવાનની જગ્યાએ અત્યારના કોઈ ફિઝિયોથેરાપિસ્ટ હોય અને તેમને કોઈ કહે કે ‘મારા હાથ ધ્રૂજી રહ્યા છે, ગળું સૂકાય છે.’ તો એ ફિઝિયોથેરાપિસ્ટ કહે કે તમે હાથની થોડી કસરત કરો, ગ્લુકોઝનું પાણી પીવો. થોડીવાર પાંચ મિનિટ શવાસન કરો અને પછી ઊભા થાવ. એ જગ્યાએ આપણે હોઈએ તો ઊભા ન જ થઈએ.
પણ, શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને આશ્વાસન નથી આપતા, તેઓ તો અર્જુનને કહે છે કે, क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥(શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય- ૨, શ્લોક-૦૩) (નપુંસકતાને પ્રાપ્ત ન કરીશ, તારા માટે તે યોગ્ય નથી. હે પરંતપ! હૃદયની દુર્બળતાને ત્યાગી યુદ્ધ માટે તૈયાર થઈ જા.) એટલે કે અર્જુન તું ઊભો થા, હૃદયની દુર્બળતા દૂર કર, અંતરનું યુદ્ધ પહેલાં જીતી લે, બહારનું યુદ્ધ તો સામાન્ય છે.
અમારા માટે આપ સહુ અર્જુન છો. તમારી શાળાનું વાતાવરણ કે તમારી શાળાનું રિઝલ્ટ સારું આવે કે નબળું/, એ માટે તમારે સ્વયં તૈયાર થવાનું છે. You are the Arjuna of your own school. If you can, if you decide then the war is won. (તમે જ તમારી શાળાના અર્જુન છો. જો તમે કરી શકશો, તમે નિર્ણય કરશો તો યુદ્ધ જીતી જશો) તમે ક્યારેય એવી માગણી ન કરતા કે વિદ્યાર્થીઓને સહેલા પ્રશ્નો પૂછશો તો તેઓ પાસ થઈ જશે. તમારા પગાર વધારા કે નાના-મોટા પ્રશ્નો માટેની માગણીની વાત સાથે ક્યારેય strike-હડતાળ ઉપર ન જતા, કેમ કે જો તમે એકવાર હડતાળ ઉપર જશો તો વિદ્યાર્થીઓ આખી જિંદગી એવું જ શીખશે. વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વસ્તુ કરતાં તમારા વર્તનની અસર સૌથી વધુ મહત્ત્વની છે.
આમ, જીવનમાં નકારાત્મકતા, આક્રમતા તથા નબળી વાતોનો ત્યાગ કરીને તમે હકારાત્મકતા અપનાવશો તો તમારી આસપાસનું વાતાવરણ પણ હકારાત્મક બનશે. અર્જુનની જેમ તમારી શાળાનું વાતાવરણ સુધારી શકશો, શાળાની પ્રગતિ થશે અને તમે તમારા જીવનનું યુદ્ધ પણ જીતી શકશો.
દુનિયાના સૌથી શ્રેષ્ઠતમ વિજ્ઞાની સ્ટીફન હોકિંગ જે સ્વયં દિવ્યાંગ છે, બોલી શકતા નથી, દાયકાઓથી વ્હીલચેરમાં જ છે. આઈન્સ્ટાઈન પછી જો કોઈ બુદ્ધિશાળી વિજ્ઞાની હોય તો તે છે, સ્ટીફન હોકિંગ. તેમણે એવી ચેતવણી આપી કે ૧૦૦ વર્ષની અંદર નવો ગ્રહ શોધી લો, કેમ કે માનવ આ પૃથ્વી ઉપર એટલી બધી નકારાત્મકતા અને આક્રમતા ફેલાવી રહ્યો છે, તેને જોતાં ૧૦૦ વર્ષની અંદર બીજો ગ્રહ નહીં શોધીએ તો આ પૃથ્વી ગ્રહ ઉપર આપણે જીવવાલાયક નહીં રહીએ. એ જ રીતે શિક્ષણતંત્રનો પણ જો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો તે છે, નકારાત્મકતા. લોકો સ્વયં જ બોલતા હોય છે કે ‘‘આમાં કોઈ જ ફેરફાર નહીં થાય, સ્વામી!. આ તંત્ર તો ખાડે ગયું છે.’’ હવે, આવું નબળું બોલીશું કે વિચારીશું તો પછી આપણે ક્યાંથી બેઠા થઈશું/ દુનિયાના ઘણા દેશો છે, તેમાં ભારત જ એવો દેશ છે, જે નકારાત્મકતાથી પીડાય છે. ઘણાં ભારતીયો મળશે, જે ભારતનું જ ખરાબ બોલશે. અરે! જે દેશે તમને સ્થાન આપ્યું. તમને ઓળખ આપી છે. તેના વિશે જ નબળું બોલવાનું/ આપણો જ દેશ એવો હશે કે જ્યાં નેતાઓનું જાહેરમાં ખરાબ બોલતાં કેટલાક લોકો શરમાતા નથી.
(‘લવ યોર જોબ, લવ યોર સ્ટુડન્ટ એન્ડ લવ યોર લાઈફ’ – વિષય ઉપર અપાયેલા પ્રવચનમાંથી સંકલિત, ભાગ-2, સંકલન : ડૉ.પ્રણવ દવે)

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/27/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate