હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ટોલનાકનું સંચાલન 2 વિકલાંગ મહિલાઓ કરે છે
વહેંચો

ટોલનાકનું સંચાલન 2 વિકલાંગ મહિલાઓ કરે છે

પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પર 2 વિકલાંગ મહિલાઓ 2 વિકલાંગ મહિલાઓ છે

પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પરથી પસાર થાઓ તો, ભાગ્યે જ જોવા મળે એવા દ્રશ્યો દેખાય. અહીંયા ટોલટેક્ષ ઉઘરાવવા સહિતની કામગીરીમાં પુરુષો નહીં, વિકલાંગ મહિલાઓ છે. 12-12 વિકલાંગ મહિલાઓએ અહીં કામ કરીને વધુ એકવાર અે સાબિત કર્યુ છે કે, હૈયામાં હામ હોય તો ગગન કાંઇ નાનું નથી. આ મહિલાઓની સુરક્ષા માટે પણ સીસીટીવી કેમેરા લગાવીને કાળજી લેવામાં આવી છે. જોકે, માતા-પિતા કે પતિની લેખિત સંમતી પછી જ મહિલાને નોકરી અપાઇ હોવા છતાં, તેમને દિવસ દરમિયાન જ ફરજ સોંપવામાં આવે છે

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સાબરકાંઠાના કતપુર નજીક આવેલા ટોલનાકા પર તેના સંચાલક દ્વારા આ વિસ્તારની 12 વિકલાંગ મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં બધા મળી 60 કર્મચારીઓ ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. ટોલનાકાના સંચાલક મહાવીર સિંહ પુવારના જણાવ્યા અનુસાર, દેશમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષ 2006માં 308થી વધુ ટોલનાકા બનાવાયા છે. જેમાં કતપુર ટોલપ્લાઝાનો ટોલ ઉઘરાવવા ટેન્ડર પદ્ધતિથી ઇજારો અપાયો છે.

ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, જરૂરમંદ વિકલાંગ મહિલાઓ રોજગારીની શોધમાં આવે છે ત્યારે તેમની પાસેથી તેમના માતા-પિતા અથવા તો પતિની સંમતી લેખિતમાં લેવાય છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવુ જરૂરી છે.  મહિલાઓની સલામતી માટે ટોલનાકા પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. જો કોઇ વાહન ચાલક મહિલાની મશ્કરી કરે તો તરત જ તેને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે છે.

ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, મહિલાઓ માત્ર એક શીફ્ટમાં 8થી 4 સુધી ફરજ બજાવે છે. બાકી પુરુષો ફરજ બજાવે છે. મહિલાઓને નોકરીમાં રાખવી તેવો કોઇ આદેશ નથી. પરંતુ ટોલપ્લાઝાની આસપાસ 4-5 કિ.મી.ના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ભણેલી ગણેલી યુવતીઓ હોય અને તેની જાતે આવ-જા કરી શકતી હોય તો તેને રોજગારીની તક મળે છે.

મારી દીકરી પરિવારનો મોભ બની છે
આ અંગે સેજલ મકવાણાના પિતાને પૂછતાં જણાવ્યું કે, સેજલ મારી દીકરી નહીં પણ કમાઉ દીકરો છે. ભલે તે વિકલાંગ હોય પણ મારા ઘરનો મોભ બની છે. તે લગ્ન કરવાની ના પાડે છે. તે પીઠ પાછળના ભાગથી વિકલાંગ છે. પણ સહેલાઈથી ચાલી શકે છે. અમૂક સમય અમો પણ ફરજ પર છોડી આવીએ છીએ,

પરિવારનો આધારસ્તંભ, આને અબળા કહેવાય?

  • પ્રાંતિજની ખેરૂનીસા અબ્દુલકાદર મારફતીયાએ જણાવ્યું કે, સાત સભ્યોનો પરિવાર છે. મોટી બહેનનું અવસાન થતાં તેમના ત્રણ બાળકોની ભરણપોષણની જવાબદારી મેં લીધી છે. મેં લગ્ન કર્યા નથી. ટોલનાકામાં ફરજ બજાવી દર મહિને રૂ.6 હજાર કમાઉં છું. મારા પપ્પા પ્રાયમસ અને પેટ્રોમેકસ રિપેર કરી ગુજરાન ચલાવે છે. જેમાં હું મદદરૂપ થાઉં છું.
  • પ્રાંતિજના નઇમાબાનુ એલ.કુરેશી કહે છે કે, મારા પિતા ઘડિયાળ રિપેરિંગનો ધંધો કરે છે. પપ્પા-મમ્મીની સંમતીથી ટોલનાકા પર ફરજ બજાવું છું.
  • ધોરણ-12 પાસ મકવાણા સેજલબેન (23)ના માતા-પિતા ખેતમજૂરી કરતા હોવાથી તેમને મદદરૂપ થવા ગ્રેજયુએટ થયા બાદ ટોલનાકા પર ફરજ બજાવી રહી છું.
  • સંગીતા ગોવિંદસિંહ ઝાલા પણ ઘરની સંમતી સાથે ઈચ્છાથી નોકરી કરવા આવે છે.
  • કુરેશી શબાનાબાનું સરફમીયાં (પ્રાંતિજ)એ જણાવ્યું કે, હું ગ્રેજ્યુએટ છું. વિકલાંગ હોવાથી મેં લગ્ન નથી કર્યા, પણ મારા પરિવારમાં મમ્મી-પપ્પા અને ભાઈ ત્રણ સભ્યોનો પરિવાર છે. હું મારા મમ્મી-પપ્પાની સંમતી અને મારી ખુશી માટે આઠ વર્ષથી ટોલ પ્લાઝા પર ફરજ બજાવું છું.

શેખ તબસુમ સાજીદમીયા (પ્રાંતિજ) પરિણીત છે. બે બાળકો છે. પતિ પ્રાઈવેટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. ટોલપ્લાઝા પર સાત વર્ષથી ફરજ બજાવું છું. મારા પતિની સંમતીથી આ નોકરી સ્વીકારી હતી.

સ્ત્રોત: દિવ્યભાસ્કર

3.075
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top